________________
૨૦૮
ડૉન કિવકસોટ! એવા ગાંડા માણસને પોતાના રાજ્યના એક મોટા અને અગત્યના ટાપુના ગવર્નર બનાવવાનું પોતાના પતિ લૉર્ડ ડયૂકને કહે, તો તે પણ સૌથી વધુ ગાંડાં ન ઠરે?”
મેડમ ડચેસ, હું પણ ગાંડો છું જ એમાં જરાય શંકા લાવવા જેવું નથી; નહિ તો કયારનો હું મારા માલિકને છોડી મારે ઘેર બૈરીછોકરાં ભેગો થઈ ગયો હોત. પરંતુ મેં તેમનું અન્ન ખાધું છે, અને હું તેમને ચાહું છું; એટલે સુખમાં કે દુ:ખમાં મારે તેમને સાથ આપવો જ જોઈએ. ઉપરાંત, તેમની રીતે તેમણે મને અપાય તેટલો ઘણો બદલો આપ્યો પણ છે. એટલે મને ગવર્નરપશું તમારે ન આપવું હોય તો પણ ભલે; કારણ કે હું “જન્મ્યો હતો ત્યારે શું સાથે લઈને આવ્યો હતો? અને મરીશ ત્યારે તો એથીય ઓછી વસ્તુઓ સાથે લઈને કબરમાં પોઢવાનો છું. એટલે હું મારા માલિકની મરતા સુધી વફાદારીથી સેવા બજાવવાનો જ, એ વાત નક્કી છે. અને “સ્કવાયર’ સાન્કોને સ્વર્ગ વહેલું મળશે; કદાચ “ગવર્નર’ સાન્કોને તો કદીય નહિ મળે. અને પેટ તો બધાંનું સરખું” જ હોય છે; હાથીને મણ પણ મળી રહે છે અને કીડીને કણ પણ મળી રહે છે. રેશમી કપડું સુંવાળું હોય છે પણ જાડું કપડું ટાઢ વધુ ખાળે.” અને “રેશમી કાપડના ચાર વાર પણ ગામઠી કપડાના ચાર વાર જેટલા જ લાંબા હોય છે. “મરવાટાણું આવ્યું રાજાને પણ મરવું પડે છે અને રંકને પણ.” અને “કબરમાં તો પોપના શરીરને જેટલી જગા જોઈએ, તેટલી જ તેના નોકરને પણ જોઈએ.” એટલે તમે મને મૂર્ખ જાણી ગવર્નર પણું નહિ આપો, તો તે ગવર્નરપણું મળે કે ન મળે તો પણ કશી ચિંતા ન કરવા જેટલો સમજુ તો હું છું જ. કારણ કે, આ દુનિયામાં કઈ વસ્તુ સ્થિર છે?” અને “રાજા પણ રંક બની જાય છે તથા રંક પણ રાજા, એવા ઘણા કિસ્સા જાણીતા છે.”
ડચેસ સાન્કોનું ડહાપણ સાંભળી ખુશ થઈ ગઈ. તેણે કહ્યું, “જુઓ મહાશય, નાઇટ અથવા સગૃહસ્થનું બોલેલું વચન કદી મિથ્યા થતું નથી. એટલે મારા લૉર્ડ ડયૂક જે પોતે એક નાઈટ છે, તે મોઢેથી બોલ્યા છે કે, તમને ગવર્નર બનાવવાના જ છે, તેમાં જરાય ફેર પડવાનો નથી, એની ખાતરી રાખજો. વળી કયો માણસ ડાહ્યો જમ્યો હોય છે? બિશપો