________________
અજબ પરાક્રમ એ ભૂતાવળ સાથેની અથડામણવાળા દિવસની રાત ડૉન કિવકસોટ અને સાન્કોએ ઝાડોનાં ઝૂંડ નીચે જ ગાળી. બંને જણ મોડા સુધી વાતો કરતા કરતા છેવટે ઊંઘી ગયા. સાન્કોએ તો પોતાના ગધેડાનો સામાન ઉતારી નાખી તેને ચરવા માટે છૂટું કર્યું, પરંતુ નાઈટના ઘોડાએ તો રાત-દિવસ જીન-કસેલા તૈયાર જ રહેવું જોઈએ – તેવી પ્રાચીન ગ્રંથોની આજ્ઞા હોવાથી, રોઝિૉન્ટી બિચારાને તો આખી રાત જોતરાયેલા જ રહેવું પડ્યું. પરંતુ ભલા ડેપલે તેને પોતાનો સાથ આપ્યો: બંને પ્રાણીઓ વારંવાર એકબીજાને ચાહ્યા કરતાં તથા પડખાં ઘસ્યા કરતાં.
બંને જણા આમ નિરાંતે ઊંઘમાં પડ્યા પણ થોડી વારમાં અચાનક ડૉન દિવસોટ પોતાની પાછળ થયેલા અવાજથી જાગી ઊઠયા. તે કૂદકો મારી ઊભા થઈ ગયા. તેમણે જોયું કે, ઘોડા ઉપર બેસીને આવેલા બે જણા થોડે દૂર એક ઝાડ નીચે તેમની પેઠે જ ઊતર્યા હતા. એક જણે બીજાને સંબોધીને કહ્યું, “ભાઈ, હું પણ આરામ કર; અને આપણાં વાહનોને અહીંનું મીઠું ઘાસ ચરવા છૂટાં મૂકી દે. તું થાકી ગયો હોઈશ એટલે ઊંઘી જા; હું તો મારી પ્રેમરાજ્ઞીના ચિંતનમાં જ આખી રાત નાઈટ લોકોની રસમ મુજબ ગાળીશ.”
આમ કહી તે જેવો જમીન ઉપર આડો પડ્યો, તેવું તેનું લોખંડી બખ્તર રણકવું. તરત જ ડૉન કિવકસોટે સાન્કોને ઊઠાડયો અને કહ્યું,
ઊઠ, ઊઠ, જો એક નવું પરાક્રમ તૈયાર છે. થોડે દૂર એક નાઈટ આવીને સૂતેલો છે. અરે જો સાંભળ, એ કંઈ તંતુવાદ્ય બનાવીને પ્રેમગીત પણ ગાય છે! અને તેના નિસાસા ઉપરથી તે કોઈ મારા જેવો પ્રેમ-ઘાયલ નાઈટ જ જણાય છે.”
પેલા નાઈટે પ્રેમ-ગીત પૂરું કરી, નિસાસો નાખી, આકાશને સંબોધી કહેવા માંડ્યું, “હે સૌથી સુંદર પણ સૌથી ક્રૂર સ્ત્રી! શું તું મને મારી
૧૭૪