________________
અજબ પાકમ
૧૭૫ જુવાની આમ રખડપટ્ટીમાં જ ખપાવી નંખાવશે? મેં નવારે, લિયોન, ટાર્ટોશિયા, કૅસ્ટિલિયા અને લા-માંશાના બધા નાઈટો હરાવી હરાવીને તારાં ચરણનું શરણ સ્વીકારવા મોકલી આપ્યા છે; છતાં હું નિષ્ફર કેમ હજુ પ્રસન્ન થતી નથી? તારું બાહ્ય ફૂલ-શું કોમળ શરીર ખરી રીતે અંદરથી વજ -શું કઠોર હૈયું ધરાવે છે?”
| ડૉન કિવકસોટ તરત સાન્કોને કહેવા લાગ્યા, “આ માણસ ગાંડો છે કે શું? લા-માંશાના બધા નાઈટોને હરાવ્યા તે કહે છે, પણ મારી ભેગો તો તે થયો જ નથી! પણ ઠીક, ઠીક, હજુ આપણે આગળ તેનો પ્રલાપ સાંભળીએ; તથા તે કઈ પ્રેમ-રાજ્ઞીનો ભક્ત છે, તે પણ જાણી લઈએ.”
પણ ઊલટી જ વાત બની. કારણ કે પેલા નાઈટે જ તેમનો અવાજ સાંભળી મોટેથી પૂછ્યું, “તમે લોકો કોણ છો? તમે સુખી વર્ગના છો કે દુ:ખી વર્ગના?”
“દુ:ખી વર્ગના મહેરબાન; સુંદરીના પ્રેમ-બાણથી ઘાયલ થનારો કોણ વળી કદી સુખી હોઈ શકે?” ડૉન કિવકસોટે જવાબ આપ્યો. - એટલે પેલા નાઈટે આ લોકોને પોતાના હમદર્દી ગણી પાસે આવવા વિનંતી કરી.
બંને પ્રેમ-ઘાયલ નાઈટો હવે વાતોએ વળગ્યા. તેમના બે સ્કવાયરો પણ થોડે દૂર વાતોએ વળગ્યા.
પેલા આગંતુક નાઈટે પોતાની પ્રેમ-કહાણી સંભળાવતાં કહ્યું, “અરે હું જગતની સર્વોત્તમ સુંદરી કૅસિન્ડિયા દ વેન્ડેલિયાના પ્રેમમાં પડયો ત્યારથી મારી વલે બેસી ગઈ છે. તેણે મને કેટકેટલાં પરાક્રમો અને સાહસો કરી આવવા કહ્યું, અને દરેક વખતે તે કહેતી કે, આટલું પરાક્રમ તમે કરી લાવશો, એટલે હું તમારા ઉપર પ્રસન્ન થઈશ. પરંતુ એ નિષ્કર સુંદરી મારા જીવન સાથે એવી ક્રૂર રમત ખેલતી જ રહી છે, અને મને કદી તેનું પ્રેમભર્યું સ્મિત પણ મળ્યું નથી. મેં સેવિલની લા જિરાછા રાક્ષસીને પણ હણી* - તેનું કાંસા જેવું અભેદ્ય શરીર મારા ભાલાનો પ્રહાર ખાળી
* એક શિખર ઉપર એની કાંસાની મૂર્તિ જ છે.