________________
બે અભુત પરાક્રમો! જ ઝાડો કર્યો. ડૉન કિવકસોટને કંઈક દુર્ગધ આવી ખરી; પણ તેથી તો પેલો ધડાધડ અવાજ કરનારા દૈત્યોની જ કંઈક કાળી કામગીરીની તેમની કલ્પના મજબૂત થઈ.
સવાર થવા આવતાં સાન્કોએ રોઝિનેન્ટીના પાછલા પગેથી પેલું દોરડું છોડી નાખ્યું, એટલે રોઝિનેન્ટી હવે છૂટો થઈ ખરીઓ પછાડવા માંડ્યો. તેને શુભ શુકન માની હવે ડૉન કિવકસોટ સાન્કો સાથે ધીમે ધીમે એ અવાજ જ્યાંથી આવતો હતો તે તરફ આગળ વધવા લાગ્યા.
થોડે દૂર ગયા પછી ઝાડોની ઘટામાંથી તેઓ બહાર નીકળ્યા, ત્યારે ઊંચે શિલાઓમાં થઈને નીચે પડતો એક ધોધ તેમની નજરે પડયો. એ ધોધ જ્યાં પડતો હતો તે નીચેના ભાગમાં મકાન જેવું કંઈક હતું. પેલો ધડાધડ અવાજ તેની પાછળથી જ આવતો હતો.
એ ધડાધડ અવાજથી ડરીને રોઝિનેન્ટી અચાનક થંભી ગયો. ડૉન વિકસોટે તેને થાબડ્યો અને બુચકાર્યો, ત્યારે ધીમે ધીમે ખચકાતો ખચકાતો તે આગળ ચાલવા લાગ્યો. ડૉન કિવકસોટ કોઈ રાક્ષસી અત્યાચારનું કૃત્ય નજરે જોવા મળશે અને કોઈના બચાવમાં ઝંપલાવવાનું થશે એમ માની, ભગવાનને તથા લેડી ડુલસિનિયાને ઉતાવળે યાદ કરવા લાગી ગયા. સાન્કો પણ બરાબર રોઝિનેન્ટીની આડમાં રહી તેના પગ વચ્ચેથી આગળ શું દેખાય છે તે જોવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડે દૂર જતાં એક શિલા આગળનો વળાંક પસાર કરતાં જ તેમની નજરે જે દેખાવ પડયો તે જોઈ, – વહાલા વાચક ગભરાવાની જરૂર નથી, કોઈના અરે સાન્કોના પણ છક્કા છૂટી ન ગયા, પણ તેના હસવાના બંધ જરૂર ખૂલી ગયા. કારણ કે પાણીના ધોધથી યાંત્રિક રીતે ચાલતા કપડાં ધોવાના રાક્ષસી ધોકા જ ત્યાં કપડાંના ઢગલા ઉપર ફડાફડ પડતા હતા. અર્થાત પવનચક્કીની જેમ આ એક પાણી-ચક્કી હતી.
ડૉન કિવકસોટને સાન્કોના આ ખડખડાટ હસવાથી માઠું લાગી ગયું; અને તેમણે પોતાના ભાલાનો હાથો તેના ખભા ઉપર જોરથી ઠપકારીને તેને વિનયવિવેકથી વર્તવાની શીખ આપી. કારણ કે, નાઈટ લોકોને સામાન્ય મજરિયાત વર્ગના લોકો પોતાના કામકાજ માટે જે આવી