________________
૭૮
ડૉન કિવકસોટ! તુચ્છ યાંત્રિક ગોઠવણો કરે, તેની માહિતી શી રીતે હોય? સામે શું છે એ જાણવાની પરવા કર્યા વિના બહાદુરીથી તેની સામે ધસી જવા તૈયાર થઈ જાય, એમાં જ તેમની ખૂબી તો રહેલી છે.
સાન્કોને એ છેવટની વાત તો કબૂલ કર્યા વિના ચાલે તેમ નહોતું.
૧૦ મૅમ્બિનેને સુવર્ણ-ટેપ
થોડી વારમાં વરસાદ વરસવા માંડ્યો. એટલે સાન્કોએ ઝટપટ પેલી પાણી-ચક્કીના મકાનમાં જ પેસી જવાનો વિચાર કર્યો. પરંતુ એ જગાને કારણે પોતાની ઠેકડી થઈ હોવાથી ડૉન કિવક્સોટને એ સ્થળ ઉપર તિરસ્કાર આવી ગયો હતો; એટલે તે ત્યાં જવા કબૂલ જ ન થયા. થોડી વારમાં તેઓ ધોરી માર્ગ ઉપર આવી પહોંચ્યા. થોડે દૂરથી તેમણે એક ઘોડેસવારને સોના જેવું ચળકતું કશુંક માથે મૂકી આ તરફ આવતો જોયો.
ડૉન કિવકસોટે તરત સાન્કોને એ બતાવીને કહ્યું, “એક બારણું બંધ થાય ને બીજે ઊઘડે એવી જે કહેવત છે, તે આનું નામ! કહેવતોમાં લોકોએ પોતાનો કેવો કીમતી અનુભવ સંઘર્યો હોય છે! ગઈ રાતે આપણે પાણીચક્કી સામે દોડી જઈ, હાસ્યાસ્પદ બન્યા હતા, પણ અત્યારે જો, એક સારાં પરાક્રમ જ આપણી તરફ આવી રહ્યું છે! આમાં તો અંધારાને કારણે કે અજાણ્યા અવાજોને કારણે કશી ભૂલ થાય તેવું જ નથી. આ તો મૉમ્બિનો નામના મહા બળવાન આરબ વીરનો જાણીતો સુવર્ણ-ટોપ પહેરીને કોઈ ઘોડેસવાર નાઈટ આવે છે. હવે, મેં જે કોઈ નાઈટ પહેલો સામે મળે, તેનો ટોપ ઉતારી લેવાની પ્રતિજ્ઞા કરી છે, તે તો તું જાણે છે.”
સાન્કોએ ઝટપટ ડૉન કિવકસોટને સંભળાવી દીધું કે, “શેતરંજીમાં ઘાલીને ઉછાળવાથી કે અંધારામાં થયેલી મારપીટથી મારાં હાડકાં-પાંસળાં