________________
૧૯ Kતચંદ્ર નાઈટ
એન્ટોનિયો મૉરેનો નામના શૈકના મિત્રે બાસિલોનામાં ડૉન કિવકસોટનો કેવો સત્કાર કર્યો, તથા તેમના પાગલપણાની ખબર પડતાં તેમની ડયૂકની પેઠે કેવી મશ્કરીઓ ઉડાવી, વગેરે વાતોમાં રોકાવાની આપણે જરૂર નથી. શરૂઆતમાં આદર-સત્કાર, અને પછી મજાક-મશ્કરી, એ ડૉન વિકસોટના નસીબમાં જ જાણે લખાયાં હતાં. ખાસ કરીને સ્ત્રીઓ તેમના શૌર્યની કીર્તિથી શરૂઆતમાં ખેંચાતી, પણ પછી લેડી ડલસિનિયાની સર્વશ્રેષ્ઠતાની અને માયાજાળથી તેમનો રૂપ-પલટો થયાની વાતો સાંભળતાં જ મનમાં હસવા લાગતી.
એન્ટોનિયો પાસે એક મંતરેલું “માથું” હતું. ડોક તથા છાતી સુધીના ભાગવાળું તે માથું તેણે પોતાના એક ખાનગી કમરામાં સ્ફટિકના લાગતા એક ટેબલ ઉપર ગોઠવેલું હતું. તે માથું કાંસાનું હતું.
એક દિવસ ઍન્ટોનિયો પોતાની ભારે કોઈ ગુપ્ત વાત ડૉન કિવકસોટને કહેવી હોય તેવો દેખાવ કરી, તેમને પોતાના એ ખાનગી કમરામાં લઈ ગયો. પછી તેણે તેમને કહ્યું, “જુઓ મહાશય, હું મારા જીવનની એક ખાનગી વાત તમને કહી દેવા માગું છું. મારી પાસે દુનિયાના મોટામાં મોટા જાદુગરે મંતરીને બનાવેલું આ માથું છે. તે મારી પાસે કેવી રીતે આવ્યું, તેની વાત હું કોઈને કહી શકે તેમ નથી, પરંતુ એ માથું મેં અહીં છુપાવી રાખ્યું છે. જીવનની કંઈ મૂંઝવણભરી શંકા હોય અને તેને પૂછીએ, તો તે સાચો જવાબ આપે છે, એમ કહેવાય છે. મેં એક વખત તેની ખાતરી કરી જોઈ નથી. તમારી હાજરીમાં હું તેનો પ્રથમ પ્રયોગ કરવા માગું છું. આપણે કાલે અહીં આવીશું. મેં તેના
૨૬૬