________________
३५
સાન્કો સન્નિષ્ઠા અને સ્વામીભક્તિનો વિરલ આદર્શ છે! ઉચ્ચકાય ડૉન એમના શરીર પ્રમાણે ઊંચે કૂદે છે, તો આ વિપુલકાય ગોલાત્મા તેના શરીર પ્રમાણે ગોળ ગતિએ ગબડે છે! ઊંચ-નીચતામાં રહેલો આ ભેદભેદ પણ આ કથા વિષે લક્ષમાં લેવા જેવો મર્માર્થ ગણાય. ડૉનની કેટલીય મૂલ્યવત્તા તેના આ સાથી-સખા-સલાહકાર અનુચરની વિપુલ-બુદ્ધિ વ્યક્તિમત્તાને આભારી છે, એમ ન સમજીએ તો માનવ ગુણની કદર કરવામાં અકૃતજ્ઞ કહેવાઈએ.
પરંતુ, ડૉન-કથામાં આવું બધું ઊંડું ને ઝીણું કાંતવા ન જઈએ. આ કથામાં “ય ય વિભૂતિમ સવં,' તે બધું મહાન ડૉન-અંશેન સ્થિતમ્” છે, એમાં શંકા નથી.
અને તેનાં નાનકડાં ને છૂટક કેટલાંય કથાનકો પણ કેવી રમૂજ પેદા કરે છે! પ્રેમાનંદનો બાહુક ને તેનો રથ તથા ઘોડા: નરસિંહ મહેતાની વહેલ; અરે, શંખ ફૂંકવા સુધીની સમૃદ્ધિ સાથે નાગરી નાતમાં મામેરું કરવા નીકળવું તે-આવાં આવાં કથાનકોની યાદ આપતાં અનેક સ્થાનોથી ડૉન-કથા ભરેલી છે. તે બધાંમાં કૂદી પડીને, આમેય માથા કરતાં મોટી થયેલી પાઘડી ઉપર વળી પાછા વધારે આંટા ન લપેટું; પરંતુ અંત નજીક આવતાં, ડૉન પેઠે જાગ્રત થઈ, આ લઘુ ડૉનકથાને આવકાર આપવાનું આ “બે બોલ’ નું મૂળ કાર્ય પરવારું:
આવા ગુજરાતી દેહે અવતરતા મહાપરાક્રમી ડૉન ગરવી ગુજરાતમાં ભલે પધારો! ૮-૪-૬૬
મગનભાઈ દેસાઈ
*એક અંગ્રેજ વિવેચકે (૩નાલ્ડ કલાસ પિયેટી) આ બે મહાપાત્ર વિષે કહ્યું છે કે, “ડોન અને સાન્કે – એ બે જણ એક જ વ્યક્તિનાં બે પાસાં છે – એક દિવાસ્વપ્નદ્રષ્ટા, બીજે સાક્ષાત્ ધરતી પર વસતી વાસ્તવિક તથ્યતા; અને આ વ્યક્તિ હું કે તમે દરેક છીએ, એમ આ કથામાંથી આપણને જણાય છે.”