SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ સિંહોનો પરાજય ૧૮૫ તો એ વનરાજ છંછેડાઈને પહેલો મારો જ બડૂકો બોલાવી દે. પણ મહાશય, મારી સલાહ હવે એવી છે કે, તમારું આજનું પરાક્રમ પૂરું થયું છે; અને હું સાક્ષી છું કે આવી બહાદુરી તથા વીરતા બતાવનારો પુરષ દુનિયામાં બીજો જનમવો બાકી છે! વળી, પાંજરાનું બારણું હજુ ઉધાડું જ છે, અને સિંહને મરજી હોય તો તે બહાર આવી શકે છે. છતાં તે નથી આવતો એટલે હવે આખો દિવસ બારણું ઉઘાડું રહે તો પણ તે નહિ જ આવે. માટે હવે મહેરબાની કરી મને પાંજરાનું બારણું બંધ કરવાની પરવાનગી આપો, જેથી ખચ્ચરવાળો ગાડું જોતરી આગળ હંકારી શકે.” | ડૉન કિવકસોટે તેની વિનંતી સ્વીકારી; પણ એ શરતે કે, તેણે પોતાને હાથે સર્ટિફિકેટ લખી આપવું પડશે કે, ડૉન કિવકસોટ તૈયાર હતા, તથા બારણું ઉઘાડવામાં આવ્યું હતું, છતાં સિંહ બહાર જ ન આવ્યો. પછી ડૉન કિવકસોટે પોતાના ભાલા ઉપર રૂમાલ વીંટી સૌને પાછા આવવા નિશાની કરી. સ રાજી થતા પાછા આવ્યા, એટલે ડૉન કિવકસોટે ગાડાવાળાને તથા પાલકને પડેલી તકલીફ બદલ તેમને બબ્બે ડયુકેટ આપવા સાન્કોને જણાવ્યું. પેલો પાલક ડૉન કિવકસોટની બહાદુરી અને ઉદારતાનાં વખાણ છૂટે મોંએ કરવા લાગ્યો. ડૉન વિકસોટે પોતાનું ઉપનામ ‘દયામણા મોંવાળો' હતું તે બદલીને હવે “સિહોવાળો” એવું જાહેર કર્યું.
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy