________________
વીશી કે કિલ્લો?
નાઈટ ચાલ્યા જતાં તેમના સ્કવાયરને હવે પૈસા માટે વીશીવાળાએ પકડો. સાન્કોએ કહ્યું, “નાઈટ લોકોને જે કાયદાથી પૈસા ચૂકવવાપણું હોતું નથી, તે જ કાયદાથી તેમના સ્કવાયરોને પણ પૈસા ચૂકવવાપણું હોય નહિ.”
આ સાંભળી વીશીવાળો ગુસ્સે થઈ ગયો અને પૈસા આપી દેવા માટે સાન્કોને ધમકાવવા લાગ્યો. પણ તેણેય પોતાના માલિકની પેઠે આ લુચ્છ વાદવિવાદમાં પડવાને બદલે સીધી પોતાના ગધેડાને એડી મારી. તે જોઈ આસપાસ ઊભેલા ઘણાય મુસાફરોને ખૂબ ચીડ ચડી. વીશીવાળાના પૈસા ચૂકવ્યા વિના, મોટી મોટી વાતો કરી, ચાલ્યા જવા માગતા આ બદમાશોને સજા કરવા તેમાંના કેટલાક તોફાની પ્રકૃતિના માણસોએ વિચાર કર્યો. તેઓએ સાન્કોને તરત ગધેડા ઉપરથી ખેંચી પાડ્યો. પછી તેઓ તેને પાછળના વાડામાં લઈ ગયા. એક જણે વીશીનો આગળનો દરવાજો બંધ કર્યો અને બીજો એક જાડી મજબૂત શેતરંજી ખેંચી લાવ્યો. પછી તે શેતરંજીને ચારે બાજુથી મજબૂત રીતે પકડી, તેઓએ સાન્કોને તેમાં નાખ્યો અને પછી દડાની પેઠે ઊંચે ઉછાળવા માંડ્યો. બિચારો સાજો ભયનો માર્યો જેમ જેમ ચીસાચીસ પાડવા લાગ્યો, તેમ તેમ પેલાઓ ભારે આનંદમાં આવી જઈ, તેને વધુ ને વધુ ઊંચે ઉછાળવા લાગ્યા.
સાન્કોની બૂમાબૂમ દૂરથી સાંભળી ડૉન કિવન્નોટ જલદી વીશી તરફ પાછા આવ્યા; પણ દરવાજો અંદરથી બંધ હોઈ, તથા વાડાની દીવાલ ઊંચી હોઈ, તેમનાથી તેની મદદે દોડી જવાય તેમ રહ્યું નહિ. તેમણે વાડાની બહાર રહ્યા રહ્યા ખૂબ ધમકીઓ આપી તથા શાપો દીધા. પણ તેમની બૂમો જેમ જેમ વધતી ગઈ, તેમ તેમ પેલાઓ સાન્કોને વધુ ઊંચો ને ઊંચો ઉછાળવા લાગ્યા.
ઉછાળનારાઓના હાથ છેવટે જ્યારે થાક્યા, ત્યારે જ તેમણે આ રમત બંધ કરી. પછી સાન્કોને તેનો જન્મો ઓઢાડી દઈ, તેઓએ તેના ગધેડા ઉપર બેસાડી દીધો, અને તેને ચાલ્યા જવાનું ફરમાવ્યું. પણ સાન્કોનામાં જરાય હસકોસ રહ્યા ન હતા. પેલી બટકીએ એના ઉપર દયા લાવી