________________
વીશીમાં શું બન્યું?
૧૩૩ આમ વાતો ચાલતી હતી, તેવામાં સાન્કોએ એક માણસને પોતાના ખોવાયેલા ગધેડા ઉપર બેસીને આવતો જોયો. સાન્કો તરત જઈને પોતાના ગધેડાને વળગી પડ્યો અને પેલા બદમાશને કહેવા લાગ્યો,
મારું ગધેડું ચોરી જવા બદલ તારાં નાક-કાન હમણાં જ કાપી લઉં છું.” પેલા બિચારાને તો એ ગધેડું પર્વતમાં રખડવું જ મળ્યું હતું, એટલે પોતાની ઉપર ચોરીનો આરોપ ન આવે તે માટે તે તરત ત્યાંથી ભાગી જ ગયો.
ૉન કિવોટે સાન્કોને તેનું ગધેડું પાછું મળ્યું તે બદલ ભારે આનંદ વ્યક્ત કર્યો અને ઉદાર થઈને ઉપરથી જાહેર કર્યું કે, મારાં ત્રણ ગધેડાં તને બક્ષિસ આપવાની જે વાત છે, તેમાં આનાથી કશો ફેર પડશે નહિ! સાન્કોએ તેમનો અંત:કરણપૂર્વક આભાર માન્યો, તથા તેમને જણાવ્યું કે, “માલિક તમે આ રાજકુંવરીને તેમનું રાજ્ય પાછું આપ્યા પછી તેમને પરણવા ન માગતા હો, તો પણ તેમના રાજ્યમાં મને કોઈક ઠેકાણે ગવર્નર બનાવવાનું ન ભૂલશો!”
ડૉન કિવકસોટે તેને વચન આપ્યું કે, “રાજકુંવરી મિકોમિકોનાને તેમનું રાજ્ય પાછું આપતી વખતે, તારા માટે એક સારો ભાગ તેમાંથી બાકાત રાખીશ જ. - સાન્કોએ તેમને એ ભાગ દરિયાકિનારા પાસેનો જ રાખવા ભલામણ કરી; જેથી તે ત્યાંના હબસીઓને વહાણો ભરી ગુલામ તરીકે બહાર વેચીને ઠીક ઠીક કમાણી કરી શકાય.
બૅન કિવકસોટે તે વસ્તુ કબૂલ રાખી.
હવે બધા એક જગાએ આરામ કરવા તથા પાદરી-બુવા પાસેના ભાતામાંથી નાસ્તો કરવા નીચે બેઠા. તે વખતે એક છોકરો તરત બાજએથી દોડતો આવી ડૉન કિવકસોટ પાસે આવ્યો અને કહેવા લાગ્યો, “નાઈટ મહાશય, તે દિવસે તમે મને મારો પગાર અપાવવાને બદલે ઊલટો મારો ખભો ભાગી નંખાવ્યો. પેલો ખેડૂત મને બહુ તો બે-ચાર ફટકા મારીને સંતોષ પામત; તેને બદલે તેને તમે વચ્ચે પડીને ચીડવ્યો એટલે તેણે તો ઉપરથી મને મારી મારીને મારો ખભો ભાગી નાખ્યો,