________________
૩૫
આદિ શ્રમણ ભગવતેની શુભ નિશ્રામાં, સેમવાર, તા.-૨૭૧૦-૮૦. (સં ૨૦૩૬ આસો વદિ ૪) ના રોજ મળેલી ચતુવિધ શ્રી સંઘની આ જાહેર સભા પરમ પૂજ્ય મુનિશ્રી રત્નાકરવિજયજી મહારાજની આ મહાન તપશ્ચર્યાની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે અને શાસનદેવ તેઓને સંપૂર્ણપણે શાતા આપે તેવી પ્રાર્થના કરે છે.”
મુંબઈ-૨
તા. ૧-૧૧-૮૦ પરમ પૂજ્ય શાંત દાંત પરમપકારી શાસન સુભટ, સદા હિત-મિત અને સત્ય વનનારા, નીડર વક્તા આચાર્ય ભગવંત શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મ. સા. આદિ.
બીજ; સમગ્ર વિશ્વમાં વર્તમાન યુગમાં મહાનમાં મહાન તપસ્યા કરનાર પ. પૂ. મુનિરાજ શ્રી ૧૦૮ શ્રી રત્નાકર વિજયજી મ. સા. ૧૦૮ ઉપવાસ પૂર્ણ કર્યા તેને કોટી કોટી વંદના કરું છું. તપસ્વી મહારાજની ધીરજ, સમતા, અને મનની મક્કમતા એક મહાન વીર પુરુષને, વીર આત્માને છાજે તેવી છે. પ્રાતઃ સ્મરણયય પ. પૂ. આ શ્રી વિજય નેમિ સૂરીશ્વરજી મ. સા. ની પાટે વિદ્વત્તામાં, ચારિત્રમાં, જ્ઞાનમાં, ધ્યાનમાં, શાસનના સંચાલનમાં, રક્ષણમાં જેમ અનેક મહાપુરુષ-મહા સંતે થયા તેમ આ એક મહા તપસ્વી પણ થયા. મારું નમ્ર સૂચન છે કે પર્યુષણ વ્યાખ્યાનમાં