________________
પિકવિક લખ વિલનાં કપડાં તેને બેસતાં આવશે એમ માની, તેમની બૅગમાંથી તેમને નવો નક્કોર સૂટ તેને કાઢી આપ્યો.
પેલે મહેમાન એ કપડાં પિતાને ફીટ બેસતાં આવ્યાં દેખી ખુશ ખુશ થઈ ગયો. તેણે જે કે ખરખરો કર્યો, “ચૌદ ચૌદ સૂટ પેટીઓમાં –બીજાનાં કપડાં પહેરવાની નાનમ –જિંદગીમાં પહેલી વાર શરમ-ખૂબ.”
હવે આપણે ટિકીટો ખરીદી લાવીએ.” મિ. ટ...મને જણવ્યું.
ગિની ફાડવી –નહિ નહિ– ટોસ ઉછાળો-જે હારે તે બંનેની ટિકિટ ખરીદે– તમે જાતે જ ઉછાળો–મારી રાણું–”
અને મિ. ટ૫મને સિક્કો ઉછાળતાં રાણું જ ઉપર આવી. (અલબત્ત ગિની ઉપર એક બાજુ હતા ડ્રેગન માટે માનવાચક રાણી શબ્દ ઉલેખવામાં આવ્યો હતો.) એટલે મિ. ટ૫મને બંનેની વતી ટિકિટ ખરીદી.
અજાણ્યાએ જતાં જતાં કેટ ઉપરનાં બટન ઉપર પી. સી. શબ્દ જોઈ પૂછયું, “આ શું? પી. સી.– પીકયૂલિયર કેટ? હૈ?” ”
અમારી વિવિ વવની નામમુદ્રા છે,” મિ. ટ...મને જવાબ આપ્યો.
નૃત્ય-સમારંભના ઓરડામાં દાખલ થયા બાદ બંને જણે જુદા જુદા માનવંત અફસરોને નામોલ્લેખ સાથે સહકુટુંબ અંદર દાખલ થતા નિહાળી રહ્યા. એ અફસરો પણ પિતાના ઊંચા નીચા હોદા અને પ્રતિષ્ઠાની રૂએ જ ઓછાવત્તા નમીને સામાની સલામ ઝીલતા તથા ઓછુંવતું બોલતા. તેમની કુટુંબિતીઓ ખાસ કરીને એ અંતર જાળવતી.
આખા ટોળામાં ૯૭ની રેજીમેન્ટનો સરજન ડેકટર સ્લેમર છૂટથી હરફર કરતો હતો. પિતાના હોદ્દાની રૂએ તે સૌ ઊંચા-નીચા