________________
૧૩
શ્રીકર્પરપ્રકર: ઓળખ્યા, તેથી તેમના પગ પકડીને બોલી કે તે દીવસે તે જતા રહ્યા હતા પરંતુ હવે જવા દઈશ નહિ. તે વખતે દેવતાની વાણી સંભાળીને તથા રાજાના આગ્રહથી તેની સાથે લગ્ન કર્યું. ભાવી અન્યથા થતું નથી. તેણીની સાથે ભેગ ભેગવતાં એક પુત્ર થયે અને અનુક્રમે તે માટે થયે. ત્યારે તેમણે શ્રીમતીને કહ્યું કે હવે તને આ પુત્ર સહાયકારીથશે માટે મને દીક્ષા લેવાની રજા આપ. શ્રીમતીએ આ વાત પુત્રને જણાવવા માટે રંટી કાંતવા માંડે. પુત્રે આમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીમતીએ પુત્રને કહ્યું કે તારા પિતા દીક્ષા લેશે ત્યારે આપણને આ રેંટો સહાયકારી, થશે. પુત્રે કહ્યું કે હે માતા ચિંતા કરો નહિ, હું પિતાને જવા દઈશ નહિ. પછી જ્યારે પિતા સૂતા હતા ત્યારે માએ કાંતેલ સુતર લઈને પિતાને વીંટીને કહ્યું કે મેં તમને બાંધ્યા છે માટે હવે તમે દીક્ષા લેવા કેવી રીતે જશે? પિતાએ પણ જાણ્યું કે આ સ્નેહ રૂપી સુતરના તાંતણું તેડવા મુશ્કેલ છે. ગણ્યા તે બાર તાંતણ હતા. તેટલા વર્ષ ઘરમાં રહેવાનું કબુલ કર્યું. બાર વર્ષ પૂરા થયા ત્યારે ફરીથી વિચાર્યું કે પૂર્વ જન્મમાં ચારિત્રની વિરાધના કરી તેથી અનાર્ય દેશ મળે. ફરીથી પણ ચારિત્ર લઈ તેને ત્યાગ કર્યો તે મારી કઈ ગતિ થશે, માટે હજી પણ ચારિત્ર લઈ તીવ્ર તપ કરું તે આ મનુષ્યભવ સફળ થાય. આ પ્રમાણે વિચારી શ્રીમતીની રજા લઈ ફરીથી ચારિત્ર લઈને રાજગૃહી તરફ ચાલ્યા. રસ્તામાં તેમના ૫૦૦ સુભટે મળ્યા. તેઓ ચોરી કરીને આજીવીકા ચલાવતા હતા. તેમને પ્રતિબંધ પમાડીને દીક્ષા આપી.