________________
૨૨
શ્રીવિજયપઘસૂરિકૃતબેલી કે હું તે આ મુનિને (કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આદ્ર મુનિને) પતિ તરીકે પસંદ કરું છું, તે વખતે આકાશવાણ થઈ કે હે બાલા! મારી પસંદગી કરી, તે વખતે ગજેના પૂર્વક આકાશમાંથી રત્નની વૃષ્ટિ થઈ તે ગર્જનાના ભયથી શ્રીમતી સુનિના પગે વળગી પડી. આ અનુકૂળ ઉપાર્ગ થયે એમ જાણે આદ્રમુનિ ત્યાંથી વિહાર કરી ગયા. રાજાએ રત્ન લેવા માંડ્યા ત્યારે દેવે તેને લેવાને નિષેધ કર્યો અને આ કન્યાને રને આપ્યાં છે એમ કહ્યું, તેથી તે રને શ્રીમતીના પિતાએ ગ્રહણ કર્યા.
ત્યાર પછી શ્રીમતી જુવાન થઈ ત્યારે ઘણાં લોકોએ
તેની માગણી કરી, પરંતુ શ્રીમતીએ શ્રીમતીનાં આ કહ્યું કે મેં તે તે મુનિને જ વર તરીકે મુને સાથે થએલાં પસંદ કર્યા છે માટે હું બીજા કેઈ લગ્ન. સાથે લગ્ન કરીશ નહિ. તેને ઘણી
સમજાવી તે છતાં તેણે માન્યું નહિ. તેણે કહ્યું કે કન્યા એકજ વાર અપાય છે. માટે હું તે તે સુનિને જ વરી ચૂકી છું. શેઠે કહ્યું કે તે મુનિને કેવી રીતે ઓળખવા. ત્યારે શ્રીમતીએ કહ્યું કે જ્યારે મેં તેમને પદ પકડયે ત્યારે તેમના પગને વિષે સુંદર લંછન જોયું છે અને તે મને બરાબર ખ્યાલમાં છે, તેથી શેઠે તેને કહ્યું કે આ નગરમાં જેટલો મુનિ આવે તેમને તે ભિક્ષા આપ. એ પ્રમાણે બાર વર્ષ ચાલ્યા ગયા ત્યારે આદ્ર મુનિ વિહાર કરતા તેજ નગરમાં આવ્યા અને શ્રીમતીએ તેમને પગના લંછન ઉપરથી
જ રીતે
જ્યારે એ
ના પગને વિશે