________________
૨૦
શ્રીવિજયસૂરિકૃત– ર્યો અને તે દેવલોકમાં ઉત્પન્ન થઈ. મુનિએ આ વાત જાણી ત્યારે તેમને પણ ઘણો પશ્ચાતાપ થયે કે મેં ચારિત્ર લીધું તે છતાં આવી વિષયની ઈચ્છા કરી અને તેથી સાધ્વીને પ્રાણત્યાગ કરવો પડ્યો, આ પાપમાંથી મારે ક્યારે છુટકારે થશે. એ પ્રમાણે પશ્ચાત્તાપ કરીને તે પણ અનશન કરી દેવલોકે ગયા. ત્યાંથી વીને અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા.
આદ્રકુમારે વિચાર્યું કે અભયકુમાર મારા પરમ ઉપકારી
છે. કારણકે તેમણે મારી અવસ્થા આદ્રકુમાર અને જાણીને મને પ્રતિબધ કરવાને માટે ભય કુમારને મળ- આ પ્રતિમા મેકલી છે, માટે મારે વાને વિચાર અને પણ તેમને મળવું જોઈએ અને દીક્ષા તે માટે યુકિતથી લઈને શુદ્ધ ચારિત્ર પાળવું જેથી આ | નાશી જવું. સંસારમાંથી પિતાને ઉદ્ધાર થાય. આવું
વિચારી પોતાના પિતાને તે વાત જણાવી, પરંતુ પિતાએ જવાની ના કહી અને તે નાસી જાય નહિ તે માટે તેમની ચકી કરવાને પાંચસે સુભટે મૂક્યા. કુમાર પણ નાશી જવાને લાગ શોધવા લાગ્યા, તે દરરોજ ઘડા ઉપર સ્વારી કરીને નગર બહાર જાય. સુભટે પણ સાથે જાય છે. કુમાર તેમનાથી દૂર જલદી ઘડે કૂદાવીને આગળ નીકળી જાય અને પછી થોડા વખતે પાછો આવે, એમ દરરોજ આગળ જાય અને થોડા થોડા વખતે પાછો આવે. આથી સુભટને તેમના ઉપર વિશ્વાસ બેસી ગયે. એટલે
એક વખત લાગ જોઈને આદ્રકુમાર તે સુભટેથી જુદા - પડીને નાશી ગયા. સુભટોએ ઘણી તપાસ કરી પરંતુ જ્યારે