Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta
Catalog link: https://jainqq.org/explore/009201/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ » શ્રીં મર્દ નમ: . ॐ ह्रीं अर्ह श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ योगसार (પ્રથમ પ્રસ્તાવ:) યથાવસ્થિતદેવસ્વરૂપદેશ: .. प्रणम्य परमात्मानं, रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि, गम्भीरार्थं समासतः ॥१॥ ગાથાર્થ - રાગ અને દ્વેષથી વિશેષપણે વર્જિત અર્થાત્ રાગ અને દ્વેષના સંપૂર્ણપણે ત્યાગી એવા પરમાત્માને પ્રણામ કરીને અતિશય સંક્ષેપપણે ગંભીર અર્થવાળા એવા યોગસાર નામના ગ્રન્થને હું કહીશ. /ના. વિવેચન :- ગ્રન્થકાર મહર્ષિ ગ્રન્થના પ્રારંભમાં મંગળરૂપે શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને વીતરાગતા પ્રાપ્ત કરવા માટે “યોગ”નું સ્વરૂપ સમજાવવા સારૂં “યોગસાર” નામના આધ્યાત્મિક ગ્રન્થની રચના શરૂ કરે છે. યોગ શબ્દનો “જોડવું-મીલન થવું” એવો અર્થ થાય છે. કર્મોની સાથે આત્માનું મીલન થવું તેને પણ યોગ કહેવાય છે. જેના મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ ભેદ છે. આ ત્રણ પ્રકારનો (અને પેટાભેદરૂપે ૪-૪-૭=૧૫ ભેટવાળો આ) યોગ આશ્રવરૂપ છે. તેનાથી જીવમાં કર્મનું આગમન થાય છે. તેવા યોગનું વર્ણન અહીં કરવાનું નથી. કર્મગ્રન્થોમાં આ યોગનું વર્ણન આવેલું છે, જે આ યોગ ત્યાજ્ય છે, હેય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અહીં યોગનો અર્થ એવો છે કે “આ આત્માનું મોક્ષની સાથે જોડાણ થાય, મોક્ષની સાથે મીલન થાય તે યોગ, આવા પ્રકારના યોગનું વર્ણન આ ગ્રન્થમાં કરવાનું છે જે ઉપાદેય સ્વરૂપ છે. આત્મા કર્મોની સાથે નહીં પરંતુ કર્મોથી મુક્ત થવાવાળી અવસ્થા સાથે જોડાય તેવા યોગનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવશે. એટલા માટે જ આ ગ્રન્થનું નામ “યોગસાર” રાખવામાં આવ્યું છે. આવા પ્રકારના કર્મોના ક્ષય કરવા-કરાવવા રૂપ યોગનો સાર છે જે ગ્રન્થમાં તે યોગસાર, આ યોગ ઉપાદેય છે. જીવનમાં લાવવા જેવો છે. આવા પ્રકારની યોગદશા જે મહાત્માના જીવનમાં આવી ચૂકી હોય છે તે મહાત્મા યોગીપુરુષ કહેવાય છે.’ ૨ આવા પ્રકારના યોગીપુરુષોને સાધક (આત્મસ્વરૂપને સાધનારા) કહેવાય છે. સર્વ કર્મરહિત, અનંત અનંત ગુણમય, આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે સાધ્ય કહેવાય છે. યોગદશામાં જોડાવું-વર્તવું તે સાધના કહેવાય છે. સાધક આત્મા સાધના દ્વારા સાધ્યને પ્રાપ્ત કરે છે તેને સમજાવતો આ ગ્રંથ છે. આ ગ્રંથ આત્માર્થી જીવો માટે બહુ જ ઉપયોગી છે. મોહના વિકારોને નાથવા માટે, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે આવા ગ્રન્થો મહાઉપકારી ગ્રન્થો છે. અમૃતવાણી છે. વારંવાર મનનશીલન કરવા જેવી આ વાણી છે. મંગળાચરણ :- આ ગ્રન્થ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તેટલા માટે પ્રથમ ગાથામાં પૂર્વાર્ધમાં પરમાત્માને પ્રણામ કરવા સ્વરૂપે મંગળાચરણ કરવામાં આવ્યું છે. વિષય :- આ ગ્રન્થમાં શું કહેવાનું છે ? તો યોગદશાનો સાર Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ સમજાવવાનો છે. આવો વિષય આ જ ગાથાના ઉત્તરાર્ધમાં યોગાસારું પ્રવક્ષ્યામિ પદથી જણાવેલો છે. સંબંધ :- મૂળગાથામાં સ્પષ્ટપણે કહેલ નથી. પરંતુ ગર્ભિત રીતે જણાવેલ છે. વીતરાગ પરમાત્માને પ્રણામ કરે છે. તેથી વીતરાગ ભગવંતોએ જૈન આગમ શાસ્ત્રોમાં જે રીતે યોગનું વર્ણન સમજાવેલું છે, તેને અનુસરીને જ અહીં યોગનું વર્ણન સમજાવાશે. વીતરાગ પરમાત્માની વાણીને અનુસારે જ કહેવાશે. આમ પૂર્વાર્ધમાં જ સંબંધ સમજી લેવો. પ્રયોજન :- સમાસતઃ શબ્દમાં પ્રયોજન સમાયેલું છે. આત્માર્થી જીવો કે જેઓ પોતાના અલ્પ આયુષ્યવાળા કાળમાં મોટાં મોટાં આગમ શાસ્ત્રો ભણવાને સમર્થ નથી તેવા બાળ, અજ્ઞાની પાંચમા આરાના જીવોના ઉપકાર માટે અતિશય સંક્ષેપપૂર્વક યોગનો સાર આ ગ્રન્થમાં સમજાવાશે. આ પ્રયોજન જાણવું. શ્રોતાનું અને કર્તાનું એમ બન્નેનું અનંતર પ્રયોજન “યોગનું સ્વરૂપ જાણવું અને જણાવવું” તે છે અને પરંપરા પ્રયોજન આવા પ્રકારના આધ્યાત્મિક ગ્રન્થોના મનન-ચિંતન દ્વારા કર્મોનો ક્ષય કરીને ગુરુપદની પ્રાપ્તિ કરવી એ છે. આ પ્રમાણે મંગળાચરણ, વિષય, સંબંધ અને પ્રયોજન જાણવા. આ યોગ બે પ્રકારનો છે - (૧) નિશ્ચયયોગ અને (૨) વ્યવહારયોગ. આપણા આત્માનો જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ આત્માના ગુણોની સાથે જોડાણ (મીલન) થાય તે નિશ્ચયયોગ સમજવો અને આવા પ્રકારના નિશ્ચયોગને પ્રાપ્ત કરવામાં સાધનભૂત (કારણભૂત) ગુરુવિનય-વૈયાવચ્ચ-નમસ્કારનો જાપ આદિ આરાધના તે સઘળો વ્યવહારયોગ જાણવો. ગુણોની પ્રાપ્તિ તે નિશ્ચયયોગ અને ગુણોની પ્રાપ્તિ કરવાના જે જે ઉપાયો છે તે સઘળો વ્યવહારયોગ જાણવો. Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર પરમ પૂજય યાકિનીમહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે યોગશતક નામના ગ્રન્થમાં યોગ શબ્દનો અર્થ ઉપર પ્રમાણે કહ્યો છે – જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું અનુસરણ કરવારૂપ અમૃતથી સિંચાયેલો આ યોગ એ પરમ કલ્યાણકારી યોગ છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતો રાગ-દ્વેષાદિ દોષોથી રહિત છે અને ત્રિકાળજ્ઞાની છે. માટે તેમની વાણી એ અમૃત સ્વરૂપ છે. તેના ઉપરના બહુમાનપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવામાં આવે તો આ જીવનું અવશ્ય કલ્યાણ થાય જ. ગુરનો વિનય કરવો, વૈયાવચ્ચમાં જોડાવું, શાસ્ત્રશ્રવણની તીવ્ર અભિલાષા રાખવી, શાસ્ત્રોમાં કહેલાં ધર્મ અનુષ્ઠાનોનું વિધિપૂર્વક આચરણ કરવું, શાસ્ત્રોમાં નિષેધ કરેલાં હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકોનો જીવનમાં ત્યાગ કરવો. આ સાધનસ્વરૂપ વ્યવહારયોગ છે. નિશ્ચયયોગ એ મુક્તિનું અનંતર કારણ છે અને વ્યવહારયોગ એ મુક્તિનું પરંપરાએ કારણ છે. નિશ્ચયયોગ એ પ્લેન સમાન છે. જે તુરત બીજા ગામે પહોંચાડે છે અને વ્યવહારયોગ રીક્ષા-ટેક્ષી સમાન છે કે જે ઍરપોર્ટ પાસે લઈ જાય છે. સમ્યજ્ઞાનાદિ રત્નત્રયી એ મુક્તિ પ્રાપ્તિ માટે અનંતર કારણ છે. આ ત્રણ ગુણો આવે એટલે આ જીવનો અવશ્ય મોક્ષ થાય જ, માટે તે નિશ્ચયયોગ છે. પરંતુ નિશ્ચયયોગ લાવવા માટે તેને અનુકૂળ ગુરુવિનયાદિ રૂપ ઉત્તમ આચરણ વિના નિશ્ચયયોગ પ્રાપ્ત થતો નથી માટે તે નિશ્ચયયોગના અસાધારણ ઉપાય સ્વરૂપ જે યોગ છે તે વ્યવહારયોગ સમજવો. તેથી સાધક આત્માએ પોતાની દૃષ્ટિમાં નિશ્ચયયોગ અને આચરણામાં વ્યવહારયોગ અવશ્ય લાવવો. તો જ આત્મકલ્યાણ થાય છે. જેમ કે અમદાવાદથી મુંબઈ જવું હોય તો તેના રસ્તાનો બરાબર ખ્યાલ હોવો જરૂરી છે અને તે જ રસ્તે Page #5 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ચાલવું પણ તેટલું જ જરૂરી છે. જો રસ્તાની જાણકારી બરાબર ન હોય અથવા રસ્તે ચાલવાની પ્રક્રિયા બરાબર ન હોય તો ઘાણીના બળદની જેમ જીવ ગમે તેટલું ચાલે તો પણ મુંબઈ આવતું નથી તેમ અહીં પણ સમજવું. નવ પૂર્વ સુધીનો શાસ્ત્ર અભ્યાસ કરનારા જ્ઞાની આત્માઓ અને મેરૂપર્વત જેટલો ઢગલો થાય તેટલા ઓઘા, મુહપત્તિ લેનારા આત્માઓ પણ આ બન્નેના સમન્વય વિના સંસારમાં અનંતકાળ રખડે છે. માટે નિશ્ચય અને વ્યવહાર બન્ને સંલગ્ન હોય તો જ તે બન્ને યોગ આત્માનો ઉપકાર કરનારા બને છે. કોઈ પણ વેપારી પોતાના વેપારના વિષયનો માલ લાવે. માલ દુકાનમાં ગોઠવે, સાફ-સૂફ કરે, ત્રાજવે તોલે ઇત્યાદિ જે પ્રક્રિયા કરે છે તે સઘળો વ્યવહાર છે અને ખરીદ-વેચાણના ભાવમાં જે ગાળો રાખે છે તે નિશ્ચય છે. જો ખરીદ-વેચાણના ભાવમાં પાંચ-દશ ટકાનો ગાળો ન રાખે તો બધી જ મહેનત માથે પડે અને પેઢીનું ખર્ચ માથે પડતાં આર્થિક નુકસાન થાય માટે ગાળાનું ધ્યાન રાખવું તે ‘નિશ્ચય' છે અને માલની લેવડ-દેવડ કરવી તે કાયિક ક્રિયાને વ્યવહાર કહેવાય છે. જો આ લેવડ-દેવડની પ્રક્રિયા કરવામાં ન આવે તો નફો બેસે જ નહીં, તેમ વ્યવહારયોગ વિના નિશ્ચયયોગ આવે નહીં ઇત્યાદિ યુક્તિઓ વ્યવહાર અને નિશ્ચય માટે સ્વયં સમજવી. સર્વે પણ આત્માઓ અનાદિકાળથી અનંતગુણોથી ભરેલા છે. ગુણો ક્યાંથી લાવવાના છે જ નહીં. આ આત્મામાં જ ગુણો ભરેલા છે. પરંતુ કર્મોના ઉદયથી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) છે. ફક્ત તે આવરણોને જ દૂર કરવાનાં છે. આવરણો દૂર થયે છતે અંદર રહેલા ગુપ્ત ગુણો પ્રગટ થશે. તેને જ મોક્ષ કહેવાય છે. મોક્ષ એટલે બંધનમાંથી છૂટવું. કર્મોના બંધનમાંથી આ આત્માનો જે Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર છૂટકારો થાય તે જ મોક્ષ છે. આ આત્મા શુદ્ધ સોના જેવો છે અને કર્મો તે આત્મામાં ભળેલા ત્રાંબા અને ચાંદી જેવાં છે. ત્રાંબા-ચાંદીથી મલીન થયેલા સોનાને અલગ કરવા માટે જેમ ખારની જરૂર રહે છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ જે અનાદિકાળથી છે તેને છૂટો પાડવા આ યોગદશા એ ખારની જેમ ઉપાયરૂપ છે. જો આત્મા મલીન જ ન હોત તો ઉપાયની જરૂર જ ન રહત તથા જો મલીનતા દૂર જ ન થઈ શકતી હોત તો પણ ઉપાયની જરૂર ન રહત, પરંતુ આમ નથી. આત્મા કર્મોના સંયોગને લીધે મલીન પણ છે અને ઉપાયોથી આ મલીનતા દૂર પણ કરી શકાય તેમ છે માટે તેના ઉપાયરૂપે આ યોગગ્રન્થોનો અભ્યાસ ખાસ જરૂરી છે. અતિશય મન પરોવીને આત્માને, આત્માના શુદ્ધ સ્વરૂપને, તેને આચ્છાદિત કરનારા કર્મને અને તે કર્મસ્વરૂપ ઢાંકણને તથા તેને દૂર કરવાના ઉપાયને બરાબર સમજીએ અને તે સમજવા દ્વારા ઢાંકણ દૂર કરીને અંદરની જ્યોતને પ્રગટ કરીએ. એ જ આ ગ્રન્થ ભણવાનો લ્હાવો છે, સાર છે, ઉદેશ છે. IT૧ાા. અવતરણ :- વીતરાગતા પ્રાપ્ત કરવી છે. તો તેના ઉપાયરૂપે વીતરાગનું ધ્યાન કરવું જરૂરી છે. માટે એકાગ્ર બનીને વીતરાગના ધ્યાનમાં જોડાઈએ - यदा ध्यायति यद् योगी, याति तन्मयतां तदा । ध्यातव्यो वीतरागस्तद् नित्यमात्मविशुद्धये ॥२॥ ગાથાર્થ :- યોગી પુરુષ જે કાળે જેનું ધ્યાન કરે છે તે કાળે તે યોગી તે ધ્યેયરૂપ બની જાય છે. તેથી આત્માની વિશુદ્ધિ માટે પ્રતિદિન વીતરાગ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. /રા. વિવેચન :- યોગદશાની સાધનાનું ફળ છે મોક્ષ. સર્વ પ્રકારના Page #7 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ કર્મનાં બંધનો અને તજન્ય જન્મ જરા મરણ આદિ સાંસારિક ઉપાધિઓરૂપ બંધનોથી સર્વથા મુક્ત થવું. તે મોક્ષ એ સાધ્ય છે. આત્માના અનંતગુણોનો સાક્ષાત્ પ્રગટીભાવ અર્થાત્ અનંતગુણોનો ઉઘાડ થવો તે મોક્ષ છે, ત્યાં આત્માને પોતાના ગુણોનો અનંત આનંદ વર્તે છે. ગુણોના આનંદ સ્વરૂપ, સુખમય-પરમાત્મ-સ્વરૂપ જીવન ત્યાં છે તથા સંપૂર્ણ શુદ્ધ, સંપૂર્ણ ગુણોના પ્રગટ ભાવરૂપ તથા સર્વથા કર્મોના બંધનથી મુક્ત એવું પરમાત્મપણું પ્રગટ થાય છે. તેથી તેવા પ્રકારના સિદ્ધ પરમાત્મા પ્રત્યે હૃદયના ભાવ સાથે અતિશય આદર-બહુમાન અને તેમના પ્રત્યેના અહોભાવપૂર્વકનું મીલન અર્થાત્ તેમની સાથેની તન્મયતા (લયલીનતા), એ સાધક આત્માનું પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટાવે છે. ૭ મુક્તિ પ્રાપ્તિમાં સાધનોનો ઉલ્લેખ કરતા ગ્રન્થકારશ્રી પ્રારંભમાં વીતરાગ પરમાત્માના ધ્યાનનો મુખ્યત્વે ઉલ્લેખ કરે છે. તેથી ધ્યાનયોગની પ્રધાનતા-શ્રેષ્ઠતા સિદ્ધ થાય છે. સર્વે પણ યોગોનો સાર વીતરાગ પરમાત્માનું ધ્યાન છે. આવા પ્રકારના સર્વોત્તમ ધ્યાનની યોગ્યતા પોતાના જીવનમાં પ્રગટાવવા માટે અહિંસા, સંયમ અને તપ ઇત્યાદિ અનુષ્ઠાનો એ તેના ઉપાયરૂપ છે. પવિત્ર એવા સાધુજીવનના અને પવિત્ર એવા શ્રાવક જીવનના જે જે મૂળગુણોનું અને ઉત્તરગુણોનું શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવ્યું છે તે સઘળું ય ધ્યાનયોગને સિદ્ધ કરવાના ઉપાયરૂપે છે. ધ્યાનની સિદ્ધિ અર્થાત્ સફળતા તો જ પ્રાપ્ત થાય જો ધ્યેય ઘણું ઉચ્ચકોટિનું અને પરમ પવિત્ર હોય. જેનું ધ્યાન કરવું છે, તે સર્વગુણસંપન્ન-પરમાત્મા સ્વરૂપ હોય, સારાંશ કે મુમુક્ષુ આત્માના ધ્યેયરૂપે પરમાત્મા જ હોઈ શકે અન્ય કંઈ નહીં. કારણ કે એ જ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર સ્વરૂપ પ્રાપ્તવ્ય છે અને તે સ્વરૂપ પોતાનામાં જ છે. પોતાનામાંથી પ્રગટ કરવાનું છે. પરમાત્માનું ધ્યાન એ વાસ્તવિક સ્વયંશુદ્ધ એવા પોતાના આત્માનું જ ધ્યાન છે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ અને શુદ્ધ એવા પોતાના આત્માનું સ્વરૂપ નિશ્ચયનયથી સમાન છે. એક પ્રાપ્ત છે અને બીજું પ્રાપ્તવ્ય છે. પરમાત્મા અને સ્વાત્મા આ બન્ને ચેતનપણે એક છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને “મારું પણ આવું જ સ્વરૂપ છે” એમ સમજીને તેમનું અનન્ય શરણ સ્વીકારીને તેમના પ્રત્યેના હૃદયના બહુમાનપૂર્વક-અહોભાવપૂર્વક તેમની સ્તવનાતેમના ગુણગાન તેમના પ્રત્યેની ભક્તિ અને તેમના પ્રત્યેના અહોભાવપૂર્વકનું ધ્યાન કરવાથી સાધકમાં પોતાનામાં પ્રચ્છન્નપણે રહેવું પોતાનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ કોઈપણ પ્રકારના વિશિષ્ટ ચિત્રના આલંબન વિના તેવું વિશિષ્ટ ચિત્ર આલેખાતું નથી. તેમ પરમાત્માના આલંબન વિના કોઈપણ સાધક આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકતો નથી. માટે સ્વસ્વરૂપને પ્રગટ કરવા સાધકે સદા પરમાત્માનું ધ્યાન કરતા રહેવું જોઈએ. પરમાત્માની સાથે તન્મય થવા માટે, તેઓની સાથે એકાકાર બનવા માટે જૈનશાસ્ત્રોમાં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપાઓનું વર્ણન કરવામાં આવે છે. આ ચારે પ્રકારના નિક્ષેપાઓ દ્વારા જિનેશ્વર ભગવંતોનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. (૧) નામજિન :- જિનેશ્વર પરમાત્માનું જિનેશ્વર-વીતરાગ પરમાત્મા ઇત્યાદિ સામાન્ય નામ (કે જે સર્વે જિનેશ્વરમાં લાગુ પડે) અને ઋષભદેવ-અજિતનાથ-શાન્તિનાથ-પાર્શ્વનાથ-મહાવીરસ્વામી ઇત્યાદિ વિશેષ નામો લેવાપૂર્વક તેઓના સ્વરૂપને યાદ કરવું. તેઓનું Page #9 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ નામસ્મરણ કરતાં જ તેઓના ગુણોની સાથે લયલીન થઈ જવું. તેઓશ્રીના ગુણો સાથે એકાકાર બની જવું, આમ કરવાથી સાધકના હૃદયમાં પરમાત્મા (જ્ઞાનપરિણામપણે) પધારે છે. જેનાથી કાળાન્તરે સાધક પણ સાધ્યસ્વરૂપ બની જાય છે. આ આત્મા જ પરમાત્મા બની જાય છે. (૨) સ્થાપનાજિન - પરમાત્માની પ્રતિમા દેખવાથી પરમાત્માનું સ્મરણ તીવ્ર બને છે. જેમ કોઈ સ્ત્રીનું અથવા પુરુષનું વિશિષ્ટ ચિત્ર જોવાથી આત્મા તન્મય થઈને વિકારી બને છે, તેમ વીતરાગ પરમાત્માની વીતરાગદશાવાળી મૂર્તિનું આલંબન લેવાથી આ આત્મા પણ વીતરાગ તરફ પ્રયાણ કરે છે. આ સ્થાપનાનિલેપ જાણવો. (૩) દ્રવ્ય જિન :- પરમાત્માની પૂર્વાવસ્થા અને ઉત્તર અવસ્થા એ દ્રજિન કહેવાય છે. જે નજીકના જ કાળમાં પરમાત્મા બનવાના હોય, તેમને દેખવાથી પણ તેમના ભાવિના આવનારા પર્યાયને અનુલક્ષીને પ્રાયઃ અહોભાવ પ્રગટે છે. જે આ સાધક આત્માને પરમાત્મા બનાવે છે. જેમ કે પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ દીક્ષા લીધી ત્યારથી જ સાડા બાર વર્ષ સુધી જે આત્મસાધના કરી તે સાંભળતાં અને જાણતાં તેમના પ્રત્યે સાચો હાર્દિક પ્રેમભાવપૂજ્યભાવ સાધકાત્મામાં પ્રગટે છે. તે સાધકભાવ તે સાધકનું અવશ્ય કલ્યાણ કરે જ છે. જેમકે શ્રેણિક મહારાજા હાલ ભલે નરક પર્યાયમાં છે તો પણ તે જ આત્મા અનંતર ભવમાં પરમાત્મા બનવાના છે. તે જાણતાં તેમના પ્રત્યે ભક્તિ બહુમાનના ભાવ પ્રગટે છે તથા જેઓનો ભાવનિક્ષેપ પૂર્વે થઈ ગયો છે તેની પાછલી અવસ્થા પણ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેમકે જે કોઈ તીર્થંકર પરમાત્મા મુક્તિમાં પધાર્યા છે, તેઓની ભૂતકાલીન તીર્થંકરપણાની અવસ્થા વિચારવી તે પણ દ્રવ્યનિક્ષેપ જાણવો. Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર (૪) ભાવજિન :- સમવસરણમાં બિરાજમાન સર્વગુણસંપન્ન કેવલી પરમાત્માપણે વિચરતા તીર્થંકરદેવ એ ભાવિજન સમજવા. ૧૦ (૧) પદસ્થધ્યાનમાં નામનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન, (૨) રૂપસ્થધ્યાનમાં સ્થાપનાનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન, (૩) પિંડસ્થધ્યાનમાં દ્રવ્યનિક્ષેપે તીર્થંકર પરમાત્માનું ધ્યાન અને (૪) રૂપાતીતધ્યાનમાં ભાવનિક્ષેપે પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરાય છે. આમ ચાર પ્રકારે ધ્યાન કરતો સાધક આત્મા પણ સાધ્યસ્વરૂપે બને છે. ૨ અવતરણ :- પોતાના આત્માને પરમાત્મા બનાવવા માટે પરમાત્માની સાથે એકાકાર૫ણે-અભેદ ધ્યાન - शुद्धस्फटिकसंकाशो, निष्कलश्चात्मनाऽऽत्मनि । परमात्मेति संज्ञातः, प्रदत्ते परमं पदम् ॥३॥ ગાથાર્થ :- પરમાત્માના ધ્યાનમાં લયલીન બનેલો સાધક આત્મા પોતાનામાં જ શુદ્ધ સ્ફટિકતુલ્ય નિષ્કલ અર્થાત્ નિર્મલ એવું પરમાત્માપણું છે. આમ જ્યારે સારી રીતે જાણે છે, ત્યારે આવા પ્રકારનો શુદ્ધ વિચારક આત્મા જ પોતાને પરમાત્મપણું આપે છે અર્થાત્ પોતાનું પ્રચ્છન્ન એવું પરમાત્માપણું પ્રગટ કરે છે. III વિવેચન :- શ્રી વીતરાગ પરમાત્માને સતત સામે આલંબનરૂપે રાખીને સંસારની અન્ય સર્વ વસ્તુઓને ભૂલી જઈને આ પરમાત્માના આલંબનવાળું ધ્યાન કરવાથી સાધક આત્મા ધીરે ધીરે નિરાલંબન ધ્યાનને સાધી શકે છે. જ્યારે સાધક આત્મા પરમાત્માના ધ્યાનમાં એકાકાર બને છે, ત્યારે તે જ સાધક આત્મા પોતાના એક એક આત્મપ્રદેશમાં રહેલા શુદ્ધ-નિરંજન-અનંતજ્ઞાનાદિ ગુણમય-સિદ્ધ Page #11 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૧૧ પરમાત્માની તુલ્ય, નિરાકાર, પ૨મ જ્યોતસ્વરૂપ એવો પોતાનો આત્મા પણ છે. આમ સ્વસંવેદન વડે પોતાના આત્માને પરમાત્મ સ્વરૂપે જાણે છે. તેથી મોહદશા ઘટાડીને શુદ્ધ સ્વરૂપવાળા આત્માને પ્રગટ કરવા તરફ આગળ વધે છે. એકવાર “હું આવા નિર્મળ સ્વરૂપવાળો છું” એમ જણાઈ જાય છે. ત્યારથી તે જીવનું તે તરફ સતત પ્રયાણ ચાલુ થાય છે અને થોડા જ કાળમાં પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ એટલે કે અજરામર પદને પોતે સ્વયં જ પ્રાપ્ત કરે છે. આ આત્મા પરમાત્મા બને છે. ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાકારતા થતાં જ સમાપત્તિ યોગ પ્રગટ થાય છે. એટલે કે ધ્યાતા એવો આ અન્તરાત્મા ધ્યેય એવા પરમાત્માની સાથે લયલીન થયો છતો એકતાને અનુભવે છે. જેનાથી આ આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. આવા પ્રકારની એકાકારતાને જ સમાપત્તિયોગ, એકીકરણ, સમરસીભાવ અર્થાત્ લય કહેવામાં આવે છે. અહીં ઇયળ અને ભમરીનું દૃષ્ટાન્ત સમજી લેવું. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતાં કરતાં ભ્રમરીરૂપ બની જાય છે, તેમ સાધકાત્મા પરમાત્માની સાથે એકાકાર થયો છતો પોતે જ પરમાત્મા બની જાય છે. ધ્યાનદશામાં સાધકનો આત્મા પરમાત્મામાં અભેદભાવ પામે છે, એકાકાર બને છે. લયલીન બને છે. તેને જ સમરસભાવ અથવા સમાપત્તિયોગ કહેવાય છે. તે જ પ્રભુના સ્વરૂપની સાથે આ આત્માનું એકીકરણ થાય છે. પરમાત્માના પિંડસ્થ-પદસ્થ-રૂપસ્થ અને રૂપાતીત અવસ્થાઓના ધ્યાનથી દીર્ઘકાલીન અભ્યાસ દ્વારા સાધક આત્મામાં આવા પ્રકારનો સમાપત્તિયોગ પ્રાપ્ત થાય છે. એટલે કે સાધક આત્મા પોતે જ સાધ્ય એવા પરમાત્મ સ્વરૂપે બને છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર ઉપકારી પુરુષો પ્રત્યેના અહોભાવથી અને પૂજયભાવની પરાકાષ્ઠાથી સાધકે એવો આત્મા શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન અને મીલન કરે છે. જે મીલન મુક્તિનું અસાધારણ કારણ બને છે. તેથી મોહદશા દૂર કરીને શુદ્ધ સ્ફટિક જેવો અંતરાત્મા બનાવીને પરમાત્માના ધ્યાનમાં એકાકાર કરવો એ જ સાર છે. સમાપત્તિનું સ્વરૂપ - गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम् । સમાપજ્યાવિન, નિર્વાનિવલ્થનમ્ II (યોગદૃષ્ટિસમુચ્ચય) ઉત્કૃષ્ટ એવી ભક્તિના પ્રભાવે તીર્થંકર પરમાત્માનું દર્શન થાય છે અને તે દર્શન સમાપત્તિ (તન્મયતા-એકાકારતા) રૂપ આદિ ભેદ દ્વારા કેવળ મુક્તિનું જ એક કારણ બને છે. ધ્યાતા એટલે ધ્યાનનો અધિકારી યોગ્ય આત્મા. જેની મોહદશા કંઈક અંશે પણ પાતળી પડી છે એવો મંદમોહવાળો સમ્યગ્દષ્ટિ આદિ (૪ થી ૧૨) ગુણસ્થાનકોમાં વર્તતો આત્મા આવા પ્રકારના ધ્યાનનો અધિકારી છે. ધ્યેય :- ધ્યાન કરવા યોગ્ય પરમાત્માનું ક્ષાયિકભાવનું આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ તે ધ્યેય છે. ધ્યાન :- સાધક એવો આત્મા સાધ્ય એવા પરમાત્માના સ્વરૂપની સાથે એકાકાર-તન્મય બને, પ્રથમ ભેદબુદ્ધિથી અને પછી અભેદબુદ્ધિથી એકાકાર બને તેને ધ્યાન કહેવાય છે. મારો આત્મા પણ પરમાત્માના આત્મા જેવો જ નિર્વિકારી શુદ્ધ-અનંતગુણમય છે. આમ પ્રથમ ભેદબુદ્ધિ દ્વારા ચિંતન કરતાં કરતાં ચિત્તવૃત્તિઓનો (મોહના વિકારોનો) વિલય થતાં આ આત્મા પરમાત્માની સાથે અભેદબુદ્ધિ દ્વારા એકાકારપણાને પામે છે. આવા Page #13 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ પ્રકારના ધ્યાનને જ સમાપરિયોગ કહેવાય છે. સમાપત્તિ એટલે તન્મયતા, એકાકારતા, સમાધિસ્થાવસ્થા, આત્માની અને પરમાત્માપણાની અભેદબુદ્ધિ - આવો અર્થ જાણવો. જ્ઞાનસારાષ્ટકમાં સમાપત્તિનું આવું સ્વરૂપ સમજાવ્યું છે કે ઉત્તમ નિર્મળ મણિની જેમ શુભધ્યાનથી મનની તમામ મોહની વૃત્તિઓ ક્ષીણ થતાં નિર્મળ બનેલા અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે છે, આ રીતે આત્મા પરમાત્માની સાથે જે એકાકાર થાય છે. તેને જ સમાપત્તિયોગ કહેવાય છે. જેમ સ્ફટિકમાં પ્રથમ સામેની વસ્તુનું પ્રતિબિંબ પડે છે અને પછી તે સ્ફટિક પણ સામેની વસ્તુના વર્ણ સ્વરૂપ ભાસવા લાગે છે, તેમ અહીં ધ્યાનદશામાં બેઠેલા સાધકના ચિત્તમાં પ્રથમ પરમાત્માનું સ્વરૂપ આલેખાય છે. ઉપસ્થિત થાય છે. પછી ધીરે ધીરે મોહની વૃત્તિઓ ક્ષીણ થતાં થતાં આ આત્મા જ પોતાના જ આત્માને પરમાત્મા રૂપે દેખે છે, અનુભવે છે. પ્રથમ અવસ્થાને “તસ્થતા” કહેવાય છે અને પછીથી આવેલી અભેદબુદ્ધિને તદેજનતા” સમાપત્તિ કહેવાય છે. પ્રથમ “તપતા' મારામાં પણ તેવી પરમાત્મદશા છે. આમ ભેદદશાવાળો બોધ થાય છે. પછી તેની વૃદ્ધિ થતાં “આ મારો આત્મા જ પરમાત્મા છે” આવો અભેદ અનુભવ થાય છે. “સ પર્વ મહમ્” હું પણ તે પરમાત્મા સ્વરૂપ જ છું. આવો અભેદ અનુભવ થાય છે. આ અનુભવને સમાપત્તિયોગ કહેવાય છે. આ રીતે સાધક આત્મા પરમાત્માનું પ્રથમ ભેદબુદ્ધિપૂર્વક ધ્યાન કરતો કરતો એકાકાર અને તન્મય થવાથી પછીથી અભેદબુદ્ધિવાળો થયો છતો પોતાના આત્માને જ પરમાત્મા સ્વરૂપે દેખે છે. મોહની સઘળી વૃત્તિઓનો ક્ષય થઈ જાય છે ||૩ી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રથમ પ્રસ્તાવ યોગસાર किन्तु न ज्ञायते तावद्, यावद् मालिन्यमात्मनः । जाते साम्येन नैर्मल्ये, स स्फुटः प्रतिभासते ॥४॥ ગાથાર્થ :- પરંતુ જ્યાં સુધી આ આત્મામાં રાગદ્વેષાદિ મોહદશાનું માલિન્યપણું છે ત્યાં સુધી પોતાનામાં રહેલું પરમાત્માપણું આ જીવને દેખાતું નથી - સમજાતું નથી. પરંતુ સમભાવદશાના અભ્યાસ વડે ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થતાં પોતાના જ આત્મામાં તે પરમાત્મપણાની દશાનો સ્પષ્ટ અનુભવ થાય છે. જો વિવેચન :- જેમ કોઈ પણ કાચમાં જ્યાં સુધી મલીનપણું હોય છે ત્યાં સુધી તે કાચમાં સામેની વસ્તુનું પ્રતિબિંબ આવતું નથી. પરંતુ જ્યારે તે કાચનું માલિન્યપણું દૂર કરવામાં આવે છે ત્યારે સામેની વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ પડે છે તેમ આ જીવમાં જયાં સુધી મોહનું માલિન્યપણું હોય છે ત્યાં સુધી પરમાત્માનું પ્રતિબિંબ પડતું નથી. પરંતુ જ્યારે મોહનું માલિન્યપણું દૂર થાય છે ત્યારે આ જ આત્મામાં પરમાત્માપણું છે આમ દેખાય છે. આવી દશાને જ સમાપત્તિયોગ કહેવાય છે. આવા પ્રકારની સમાપત્તિ પ્રાપ્ત કરવામાં ત્રણ સાધનો = ત્રણ ઉપાયો છે. તે આ પ્રમાણે – (૧) નિર્મળતા, (૨) સ્થિરતા, (૩) તન્મયતા. જેમ કોઈપણ કાચને સૌથી પ્રથમ કપડાથી લૂછીને નિર્મળ કરવો પડે, ત્યારબાદ પવન આદિના યોગે હલન-ચલન થતું હોય તો તે બંધ કરીને સ્થિર કરવો પડે, ત્યારબાદ સામેની વસ્તુનું પ્રતિબિંબ તેમાં પડે તેવી રીતે ગોઠવવો પડે. આ ત્રણ પ્રક્રિયા જો બરાબર કરવામાં આવે તો તે નિર્મળ અને સ્થિર કાચમાં સામેની વસ્તુનું યથાર્થ પ્રતિબિંબ પડતું દેખાય છે. તેમ આ આત્મામાં પણ મોહની વૃત્તિઓ ક્ષીણ થવાથી પ્રથમ આત્મા નિર્મળ થાય છે. ત્યારબાદ મોહાધીન ચંચળતા આદિ દોષો દૂર થવાથી આ આત્મા સ્થિર થાય Page #15 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ છે. ત્યારબાદ સામે રહેલા પરમાત્માના સ્વરૂપનું પોતાનામાં પ્રતિબિંબ પડે છે એટલે આ પોતાનો આત્મા જ પરમાત્મ સ્વરૂપ છે એમ જણાય છે તે તન્મયતા કહેવાય છે. આ રીતે આ આત્મા જ પરમાત્માનું ધ્યાન કરતો કરતો પરમાત્મા બને છે. જેમ ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી કરતી ભ્રમરી સ્વરૂપ બને છે તેમ અહીં પણ જાણવું. ૧૫ આ સમાપત્તિયોગ (તે સ્વરૂપને પ્રાપ્ત કરવા)ના ત્રણ ઉપાયો છે. પ્રથમ નિર્મળતા, બીજી સ્થિરતા અને ત્રીજી તન્મયતા. (૧) પ્રથમ નિર્મળતા - કાચને લૂછીને સૌ પ્રથમ ચોખ્ખો કરવો પડે છે તો જ તેમાં સામેની વસ્તુનું પ્રતિબિંબ પડે છે. તેમ આ આત્મામાં રહેલી મોહની વૃત્તિઓનો વિનાશ કરવા દ્વારા પ્રથમ નિર્મળતા પ્રાપ્ત કરવી પડે છે. તે માટે શ્રાવકનાં બાર વ્રતોનું ધારણ કરવું. સાધુનાં પાંચ મહાવ્રતોનું ધારણ કરવું. શુભ-શુભતર અનુષ્ઠાનોનું આચરવું. તેનું આલંબન લેવું. અશુભ પ્રવૃત્તિ અને અશુભ ગોષ્ઠિનો ત્યાગ કરીને શુભ પ્રવૃત્તિ (આત્મકલ્યાણકારક કાર્યોમાં જોડાવું) અને ઉત્તમ સજ્જન મિત્રોની જ સોબત વિગેરે ઉપાયો અપનાવવાના હોય છે. વીતરાગ પરમાત્મા પ્રત્યેની પ્રીતિ અને ભક્તિયોગમાં જોડાવું. તેમના કહેલા સિદ્ધાન્તોનું આદર-બહુમાનપૂર્વક શ્રવણ, ચિંતન અને મનન કરવું. પરમાત્મા પ્રત્યે અહોભાવ-પૂજ્યભાવ નમસ્કાર-સ્તુતિવંદના આદિ કરવા, તેમાં જ વધારે રચ્યાપચ્યા રહેવું. તેમના માર્ગે ચાલનારા અને આપણને તે જ ભગવાનનો માર્ગ બતાવનારા આચાર્યાદિ સાધુ-સાધ્વીજી આદિ મહાત્માઓની યથોચિત સેવાભક્તિ કરવી, ઔષધ-પુસ્તકાદિનું દાન કરવું, તેમના સંપર્કથી સહજ વૈરાગ્યભાવનાથી વાસિત ચિત્ત થવું. મૈત્રી આદિ ચારે ભાવનાઓનું ચિંતન-મનન તથા આત્માનો ઉપકાર કરે તેવાં શાસ્ત્રો લખવાં Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર લખાવવાં-છપાવવા-પ્રકાશિત કરવાં. આ માર્ગનો પ્રચાર કરવો. આ સઘળા યોગદશાની પ્રાપ્તિના પરમ ઉપાયો છે. યોગદશાની યોગ્યતા વિકસાવવાના શ્રેષ્ઠતમ ઉપાયો છે તે ઉપાયોમાં યથાશક્ય રીતે જોડાઈ જવું તે સમાપત્તિનું પ્રથમ સાધન છે. યોગદશાની સાધનાના પ્રથમ ઉપાય રૂપે પૂર્વભૂમિકામાં નીચે મુજબ ચાર પ્રકારની પૂર્વસેવા પ્રાપ્ત કરવાનું યોગબિંદુમાં જણાવ્યું છે. (૧) ગુરુ અને દેવ આ બન્ને ઉપકારી તત્ત્વો પ્રત્યે અથાગ પ્રેમબહુમાન અને તેઓનું પૂજન. (૨) તેઓ દ્વારા જણાવાયેલા સદાચારોનું યથાશક્તિ પાલન. (૩) યથાશક્તિ બાહ્ય અને અભ્યત્તર તપનું આસેવન. (૪) મુક્તિ પ્રત્યે અત્યન્ત અષ. આ ચાર પ્રકારની પૂર્વસેવા શાસ્ત્રોમાં કહી છે તેનું આરાધન કરવાથી યોગદશાની સાધનાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. આ પૂર્વસેવા તથા યોગનાં બીજોનું સેવન, આ બન્ને તત્ત્વો સાધકનાં મન-વચન-કાયાને પવિત્ર બનાવે છે અને યોગદશાની પ્રાપ્તિની યોગ્યતા વિકસાવે છે. તેથી સાધક આત્મા અધ્યાત્મદશાની, ભાવનાદશાની, ધ્યાનદશાની અને સમતાયોગની પૂર્વભૂમિકાને પ્રાપ્ત કરતો કરતો અનુક્રમે યોગદશાની પ્રાપ્તિને યોગ્ય બને છે. આ આત્મા યોગદશાની પ્રાપ્તિ તરફ પ્રયાણ કરે છે. અધ્યાત્મદશાની પ્રાપ્તિ થયે છતે તેનાથી રંગાઈને મૈત્રી-પ્રમોદકરુણા અને માધ્યસ્થતા ભાવનાઓ ભાવતાં ભાવતાં પોતાની ઔચિત્યતાપૂર્વક અણુવ્રતો તથા મહાવ્રતોનું ગ્રહણ અને પાલન કરવા દ્વારા, જીવ-અજીવાદિ તત્ત્વોનું તથા હેય-ઉપાદેય આદિ તત્ત્વોનું ચિંતન-મનન કરવા પૂર્વક સાધકના આત્માની લાઈનદોરી બદલાય છે. મોહપોષક વૃત્તિઓમાંથી નીકળીને આત્મસાધના તરફની Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ યોગસાર પ્રથમ પ્રસ્તાવ વૃત્તિઓમાં ઝંપલાવે છે. તેનાથી સાધકના આત્મામાં નિર્મળતાસ્વચ્છતા-સચ્ચાઈ આદિ પારમાર્થિક આત્મગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ થાય છે. આવા પ્રકારના ગુણો પ્રગટ થવાથી જ્ઞાનાવરણીયાદિ ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. ૭૦-૩૦-૨૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ તૂટીને અંતઃકોડાકોડીની જ માત્ર થઈ જાય છે. આત્મામાં વીર્યગુણ પુષ્ટિ અને વૃદ્ધિ પામે છે. શીયળગુણ અને ચિત્તની સમાધિનો ગુણ પ્રગટ થાય છે. સાચું તત્ત્વ બરાબર સમજાય છે. ઉપકારીભાવો તરફ પ્રયાણ અને અપકારી ભાવોથી નિવૃત્તિ કરવાનું મન થાય છે. જેના પ્રતાપે મોહનો ક્ષય થતાં શાશ્વત રહેવાવાળું અને વિશુદ્ધ રત્નતુલ્ય કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. સારાંશ કે આ અધ્યાત્મયોગ આદિ ચારે તત્ત્વોની પ્રાપ્તિ, એ અતિશય ભયંકર મોહદશાના વિષવિકારોનો નાશ કરવામાં અનુભવસિદ્ધ અમૃત તુલ્ય બને છે. આ અધ્યાત્મયો ગાદિની સાધના દ્વારા ઉત્પન્ન થયેલા સમતારસથી નિર્મળ બનેલા સાધકને પોતાના આત્મામાં પણ પરમાત્મપણાનો સ્પષ્ટ અનુભવ થાય છે. આવો અનુભવ સંસારસાગર તરવામાં સ્વસંવેદનથી પ્રત્યક્ષ અનુભવાતું પ્રેમપીયૂષ (પરમઅમૃત) છે. ||૪ll. અવતરણ :- આવી નિર્મળ દશા તરફ જવાના ઉપાયરૂપે કષાયોના નિગ્રહનું વર્ણન - तत्त्वनन्तानुबन्ध्यादि - कषायविगमः क्रमात् । आत्मनः शुद्धिकृत् साम्यं, शुद्धं शुद्धतरं भवेत् ॥५॥ ગાથાર્થ - અનંતાનુબંધી આદિ કષાયોનો અનુક્રમે વિગમ (વિનાશ) થવાથી તે આત્મનિર્મળતા વૃદ્ધિ પામે છે અને આત્માની Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર શુદ્ધિ કરનારું એવું સામ્યતત્ત્વ શુદ્ધ શુદ્ધતર બને છે. (સમતાભાવની વૃદ્ધિ થાય છે.) //પી. વિવેચન :- પરમાત્માની સાથે એકાકારતા-પરસ્પર મીલન કરવામાં વિજ્ઞભૂત મિથ્યાત્વમોહનીયાદિ ત્રણ દર્શનમોહનીય અને અનંતાનુબંધી આદિ ચાર કષાયો એમ ૭ કર્મપ્રકૃતિઓ છે. આ સાત કર્મપ્રકૃતિઓનો જેટલા જોરથી ઉદય હોય તેટલા જોરથી આ આત્માનું પતન થાય અને આ સાત પ્રકૃતિઓનો ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષય દ્વારા તેના ઉદયને જેટલા અંશે અટકાવવામાં આવ્યો હોય. શુભ આલંબનોનો સહારો લઈને આ સાત કર્મપ્રકૃતિઓનો જેટલા અંશે કન્ટ્રોલ કરવામાં આવ્યો હોય છે, તેટલા તેટલા અંશે કષાયોનો હાસ થતાં સમ્યજ્ઞાનની અને સમ્યગુ આચરણની આ જીવને પ્રાપ્તિ થાય છે. જેમ જેમ સમ્યજ્ઞાનની અને સમ્યગુ આચારની પ્રાપ્તિ થાય છે, તેમ તેમ મોહનો વધારે વધારે નાશ થતો જાય છે. વિધિપૂર્વક સમ્યમ્ આચારોનું આચરણ કરવાથી આત્મામાં ભાવોલ્લાસની વૃદ્ધિ થાય છે અને જેમ જેમ ભાવોલ્લાસ વધતો જાય છે, તેમ તેમ કષાયોનો અને મોહનો હ્રાસ થવાથી તે બંનેનું બળ હીન થઈ જવાથી આ આત્મામાં સામ્ય (સમતા) યોગની સિદ્ધિ થાય છે અને તે પણ શુદ્ધ-શુદ્ધતર તરફ વૃદ્ધિ પામે છે. આ આત્મામાં કષાયોની હાનિ અને સમતાગુણની વૃદ્ધિ જેમ જેમ થતી જાય છે તેમ તેમ આ આત્માની શુદ્ધિનો પ્રકર્ષ વૃદ્ધિ પામે છે. યોગબિન્દુમાં અધ્યાત્મયોગની સાધનાના ઉપાયો નીચે મુજબ સમજાવ્યા છે. (૧) મૈત્રી-પ્રમોદ આદિ ચાર ભાવનાઓથી યુક્ત થઈને જીવ અજીવ આદિ નવતત્ત્વોનું ચિંતન-મનન કરવા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૯ યોગસાર પ્રથમ પ્રસ્તાવ (૨) પરમાત્માના નામરૂપી મંત્રનો સતત જાપ કરવો. (૩) પોતાની યોગ્યતા પ્રમાણે ધર્મનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. (૪) આત્મનિરીક્ષણ કરવું. પોતાની ભૂલોને સુધારવી. (પ) દેવ-ગુરુ આદિ ઉપકારી ભાવોને વંદન-નમન અને સ્તવન કરવું. તેઓના ગુણગાન ગાવા. (૬) વિધિપૂર્વક ચૈત્યવંદન-ગુરુવંદન આદિ ધર્મકાર્યો કરવાં. (૭) બન્ને ટાઈમ પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવી. (૮) જીવો પ્રત્યે યથાયોગ્ય મૈત્રી આદિ ભાવનાઓ ભાવવી. આ સઘળો અધ્યાત્મયોગ છે. આ સૌથી પ્રથમ કર્તવ્ય છે. ત્યારબાદ ભાવનાયોગ જીવનમાં લાવવાનો હોય છે, તે ભાવનાયોગ આ પ્રમાણે છે - ચિત્ત વધારે ને વધારે સમાધિમાં રહે તેમ પ્રસન્નભાવપૂર્વક હંમેશાં વૃદ્ધિ પામતો પુનઃ પુનઃ ધાર્મિક અભ્યાસ થાય તેને ભાવનાયોગ કહેવાય છે. તે ભાવનાયોગના પ્રતાપે ક્રોધ-માન-માયાલોભાદિ અશુભ સંસ્કારોનો નાશ થાય છે અને જ્ઞાનાદિ ગુણોના સંસ્કારો તથા યથાશક્તિ જ્ઞાનાચારાદિ પંચવિધ આચારપાલનનું સામર્થ્ય આ જીવનમાં પ્રગટે છે. આ પ્રમાણે અધ્યાત્મયોગપૂર્વક શ્રેષ્ઠ અનુષ્ઠાનોના સતત અભ્યાસથી આ જીવમાં ભાવનાયોગની સિદ્ધિ થાય છે અને સોળે કષાયો અને નવ નોકષાયોનું જોર મંદ પડવાથી તથા જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોનું નિરતિચારપણે પાલન કરવાથી જીવમાં ધર્મસામર્થ્યની વૃદ્ધિ થાય છે. આમ થવાથી આત્માની અને ચિત્તની શુદ્ધિ વધે છે. અનંતાનુબંધી આદિ કષાયોનો ક્ષયોપશમભાવ વધે છે. જેનાથી સાધક Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર આત્મામાં સમતાગુણ અતિશય વૃદ્ધિ પામે છે. કષાયો મોળા પડવાથી અને સમતાગુણની વૃદ્ધિ થવાથી દિનપ્રતિદિન પ્રભુજીની વીતરાગતાનાં દર્શન વૃદ્ધિ પામે છે. સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે વીતરાગતા સમજાય છે અને દેખાય છે તથા અનુભવાય છે. આ રીતે અધ્યાત્મયોગ કરતાં ભાવનાયોગ દ્વારા સાધક આત્માની વિશુદ્ધિ વધારે આગળ વધે છે. ઉપરોક્ત બંને યોગોના આસેવનથી અને સતત અભ્યાસથી આ જીવમાં ધ્યાનદશા પ્રગટાવવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે જીવનો અધ્યાત્મ માર્ગમાં વિકાસ આગળ વધે છે. //પી. साध्यशुद्धिः क्रमेणैव, स विशुद्ध्यत आत्मनः । सम्यक्त्वादिगुणेषु स्यात्, स्फुटः स्फुटतरः प्रभुः ॥६॥ ગાથાર્થ – સાધ્યની શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં વિશુદ્ધતર બનેલા આત્માની પરમાત્મદશા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં વધારે વધારે પ્રમાણમાં અતિશયપણે પ્રગટ થતી જાય છે. દા. ભાવાર્થ - અનંતાનુબંધી આદિ કષાયોનો હ્રાસ થવાથી અને તે કષાયોના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થવાથી તે સાધક આત્મામાં સમતાયોગની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે સમતાયોગ વૃદ્ધિ પામતાં તથા રાગ-દ્વેષ અને કષાયો મોળા પડતાં, સાધક આત્માને સમ્યગ્દષ્ટિ આદિ ગુણસ્થાનકોમાં વર્તતાં વર્તતાં સામ્યગુણનો અનુક્રમે વિકાસ વધતાં વધતાં તે આત્માને પરમાત્માનું “પરમાત્મપણું’ સ્પષ્ટ-સ્પષ્ટતર રીતે અનુભવાય છે સમજાય છે. અધ્યાત્મયોગ અને ભાવનાયોગના સતત અભ્યાસથી આ જીવમાં ધ્યાનયોગની અને સમતાયોગની સાધના વૃદ્ધિ પામે છે અને તેના Page #21 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૨૧ ફળરૂપે સામ્યશુદ્ધિનો પ્રકર્ષ વધતો જાય છે. આ રીતે અનંતાનુબંધી આદિ કષાયો મોળા પડતાં અને અધ્યાત્મયોગ-ભાવનાયોગની વૃદ્ધિ થતાં આ આત્મામાં દોષોનો હાસ અને ગુણોનો પ્રકર્ષ થતાં ગુણસ્થાનકોમાં ઉર્વી કરણ થાય છે. આ જીવ ગુણસ્થાનકોમાં આગળ વધે છે. ઉપર આવે છે અને ધ્યાનદશા તરફ જોડાય છે. शुभैकालम्बनं चित्तं, ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं, सूक्ष्माभोगसमन्वितम् ॥३६२॥ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય આદિના વિષયવાળા, સૂક્ષ્મ ઉપયોગયુક્ત, સ્થિર દીપકની તુલ્ય, પ્રશસ્ત-શુભભાવોના એક આલંબનવાળા એકાગ્રપણે તન્મય બનેલા મનને વિદ્વાન પુરુષો ધ્યાન કહે છે. (યોગબિન્દુ ૩૬૨) સાધક આત્માનું ચિત્ત પ્રભુજીના ધ્યાનમાં તથા પ્રભુએ કહેલા તત્ત્વોના ચિંતન-મનનમાં અખંડ ધારાબદ્ધ પ્રવાહે એકાગ્ર બનવાથી અનાદિકાળથી આત્માને લાગેલી મોહદશારૂપ “સહજમલ” (સ્વાભાવિક મેલ) ઓગળવા લાગે છે. તે મલની દિવસે દિવસે હાનિ થાય છે. મોહનો મેલ હાનિ પામવાથી આ મન આત્માને આધીન બને છે. આ આત્મા પોતાના મનને શુભ પરિણામમાં જોડે છે અને મનની વિશુદ્ધિ વધતાં ઉત્તમ ભાવોના ચિંતન-મનનમાં સ્થિર બની જાય છે. મોહના વિકારો મનમાંથી ઘણા જ ઘણા દૂર ભાગી જાય છે અને ઉત્તમ વિચારધારા ચાલતી જ રહે છે. આમ થવાથી નવીન અશુભ કર્મબંધ થતો નથી. જૂનો અશુભ કર્મબંધ તૂટતો જાય છે. શુભમાં સંક્રમતો જાય છે અને ગુણોનો આવિર્ભાવ વૃદ્ધિ પામતો જાય છે. આ રીતે ધ્યાનનો નિરંતર અભ્યાસ પડવાથી સતતપણે સાધાનાનો અભ્યાસ પડે છે અને તેનાથી સમાગુણની વૃદ્ધિ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રથમ પ્રસ્તાવ યોગસાર થાય છે અને તે ગુણનો અખંડ પ્રવાહ ચાલુ જ રહે છે. આ રીતે આ આત્મા સમાયોગવાળો-સમાધિયોગવાળો બને છે. અનાદિકાલીન મોહની વાસનાના બળે - અવિદ્યાજન્ય વાસનાને પરવશ બનેલા આ જીવે સાંસારિક વસ્તુઓમાં “આ મને ઇષ્ટ છે અને આ મને અનિષ્ટ છે” આવી ભ્રાન્ત કલ્પનાઓ કરેલી છે. તે મિથ્યા-કલ્પનાઓને હવે સમ્યજ્ઞાન દ્વારા વિવેક અને બુદ્ધિના ઉપયોગપૂર્વક ઇષ્ટાનિષ્ટની કલ્પના ત્યજીને સમભાવદશા ધારણ કરે છે અર્થાત્ સર્વપદાર્થવિષયક ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાંથી મનને મુક્ત કરીને અત્યન્ત સમતાભાવમાં આવવું-રહેવું. સમતાભાવમાં સ્થિર થઈ જવું તેને સમતાયોગ કહેવાય છે. તેવા યોગને પ્રાપ્ત કરે છે. “કમઠ અને ધરણેન્દ્ર આ બન્ને દેવો પોતપોતાને ઉચિત કાર્યવાહી (એક ઉપસર્ગ કરવાનું અને બીજો ઉપસર્ગ નિવારવાનું કામ) કરતા હોવા છતાં શત્રતુલ્ય અને મિત્રતુલ્ય આ બન્ને જીવો ઉપર તુલ્ય છે મનોવૃત્તિ જેઓની એવા પાર્શ્વનાથ પ્રભુ (સારાંશ કે ઉત્કૃષ્ટ સમતાગુણમાં વર્તતા પ્રભુ) અમારૂં-તમારું કલ્યાણ કરો.” કેવો સમતાયોગ ? ઉપસર્ગ કરનારા ઉપર અને ઉપસર્ગ નિવારનારા ઉપર અતિશય સમાન ભાવ-સમતાયોગ, આ જ આત્માના કલ્યાણની પ્રાપ્તિનું પરમ સાધન છે. આવા પ્રકારના “સમતાયોગની” સિદ્ધિ થવાથી સાધક આત્માને આમર્ષોષધિ આદિ અનેક પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તેને ફોરવવામાં તે જીવ ઉદાસીન થઈ જાય છે. પોતાના પુણ્યપ્રકર્ષને પ્રગટ કરવાના આવા જીવો અનભિલાષી હોય છે. ધીરે ધીરે સમતાયોગ વિકાસ પામતાં ઘનઘાતી કર્મોનો પણ નાશ થાય છે અને કર્મબંધના હેતુભૂત અપેક્ષારૂપ તંતુનો પણ નાશ થાય છે અને આ જીવ સર્વકર્મના બંધથી રહિત બને છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩ યોગસાર પ્રથમ પ્રસ્તાવ આ પ્રમાણે ધ્યાન અને સમતાયોગમાં પરસ્પર અત્યન્ત કાર્યકારણભાવ રહેલો છે. ધ્યાનથી સમતાયોગની વૃદ્ધિ થાય છે અને સમતાયોગથી ધ્યાનની પરાકાષ્ટા વૃદ્ધિ પામે છે. મોહનીયકર્મથી આત્મામાં મલીનતા થાય છે અને તે મોહનીયકર્મના નાશથી આ જીવમાં સમતાગુણ પ્રગટે છે. સમતાગુણની વૃદ્ધિ થતાં આત્માની પરિણામોની ધારા નિર્મળ-નિર્મળ બનતી જાય છે અને આ જ આત્માની દૃષ્ટિ બદલાતી જાય છે. જે દૃષ્ટિ ભોગ તરફ હતી તે જ દૃષ્ટિ યોગ તરફ ઢળતી જાય છે. ભોગદશા મેળવવાની જે તમન્ના હતી, તેને બદલે યોગદશા મેળવવાની તમન્નાવાળી દૃષ્ટિ બનતી જાય છે, જેને યોગની દૃષ્ટિ કહેવાય છે. તેના મિત્રા-તારા-બલા-દીકા-સ્થિરા-કાન્તાપ્રભા અને પરા એવા આઠ ભેદો છે. જેમ જેમ સાધક આત્માને હેયઉપાદેયનો વિવેક જાગે છે, પોતાના આત્માનું હિતાહિત સમજાય છે, તેમતેમ દૃષ્ટિ બદલાતી જાય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં બીજમાત્રરૂપે અને પાછળની ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટ-સ્પષ્ટતરરૂપે આ જીવને યોગવાળી દષ્ટિના પ્રભાવે પરમાત્માનાં દર્શન થાય છે. પ્રથમ ગુણસ્થાનકે રહેલા મિથ્યાષ્ટિ જીવને પણ જયારે મિથ્યાત્વદશા મોળી પડે છે અને અપુનબંધક અવસ્થામાં આ જીવ આવે છે, ત્યારે મિથ્યાત્વની મંદતાના કારણે મિત્રા-તારા-બલા અને દીપ્રાદેષ્ટિ પ્રગટ થાય છે અને આવી દૃષ્ટિમાં વર્તતા તે જીવને ઉત્તરોત્તર શ્રદ્ધાયુક્ત બોધની વૃદ્ધિ થાય છે તથા અષ-જિજ્ઞાસા આદિ સગુણોની વૃદ્ધિ થાય છે, પ્રથમની ચાર દૃષ્ટિઓ અપુનબંધકમાર્ગાભિમુખ અને માર્ગપતિત (માર્ગમાં ચડેલા) આવા જીવને પ્રાપ્ત થાય છે અને બાકીની ચાર દૃષ્ટિઓ સમ્યગ્દષ્ટિ-દેશવિરતિધર શ્રાવકશ્રાવિકાને અને સર્વવિરતિધર સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને પ્રાપ્ત થાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અનાદિકાલથી મોહાન્ય બનેલા આ જીવની દૃષ્ટિ જેમ જેમ સુધરતી જાય છે, તેમ તેમ દોષો ઘટતા જાય છે, ગુણો વધતા જાય છે. બોધ નિર્મળ બનતો જાય છે અને જીવનમાં યોગદશાનાં એક એક અંગ આવતાં જાય છે, તેનું ચિત્ર શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રન્થને અનુસાર આ પ્રમાણે છે - ન દષ્ટિનું પ્રકાશની ઉપમા | દોષ | ગુપ્રાણિ | યોગનું નામ ત્યાગ નામ ૧ મિત્રા તૃણના અગ્નિસમ | ખેદ અદ્વેષ | યમ તારા છાણના અગ્નિ સમાન ઉદ્વેગ | જિજ્ઞાસા | | નિયમ ૩ બલા | કાષ્ટના અગ્નિ સમાન | ક્ષેપ |તત્ત્વશુશ્રુષા | આસન ૪ દીપ્રા |દીપકની પ્રભા સમાન | ઉત્થાન તત્ત્વશ્રવણ | પ્રાણાયામ ૫ |સ્થિરા| રત્નની પ્રભા સમાન | ભ્રાન્તિસૂક્ષ્મબોધ | પ્રત્યાહાર ૬ |કાન્તા તારાના પ્રકાશ સમાન | અન્ય તત્ત્વ- ધારણા મૃદું | મીમાંસા |પ્રભા | સૂર્યના પ્રકાશ સમાન | રોગ | તત્ત્વમતિપત્તિ ધ્યાન ૮ પરા | ચંદ્રના પ્રકાશ સમાન | આસંગ| આત્મપ્રવૃત્તિ | સમાધિ યોગની આઠ દૃષ્ટિઓની સંક્ષેપમાં સમજ (૧) મિત્રાદષ્ટિમાં :- સાધક આત્માનો જ્ઞાનપ્રકાશ બહુ જ અલ્પમાત્રાવાળો હોવાથી તૃણના અગ્નિ સમાન છે. બોધ થતાંની સાથે જ બુઝાઈ જાય તેવો હોય છે માટે આ બોધ અલ્પકાળ જ ટકે છે તથા તે બોધની શક્તિ પણ અલ્પ હોવાથી તેની સ્મરણશક્તિ મંદ હોય છે. તેના કારણે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયામાં ઉપયોગની શુદ્ધિ Page #25 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૨૫ બહુ રહેતી નથી. છતાં કંઈક અંશે બીજમાત્ર રૂપે અહીંથી યોગની શરૂઆત થાય છે. (૨) તારાદૃષ્ટિમાં :- આ જીવને છાણાંના અગ્નિ જેવો કંઈક વધુ તેજસ્વી બોધ હોય છે. મિત્રા કરતાં આ દૃષ્ટિમાં આ તત્ત્વબોધ કંઈક અંશે વધારે ચિરંજીવી હોય છે. છતાં ધર્મનાં કાર્યોમાં વીર્યનો વિકાસ વધારે હોતો નથી, એટલે વીર્યની વિકલતા હોય છે. પાપનાં કાર્યોમાં ક્યાંક જોડાવું પડે તો ઉદ્વેગ થાય છે. જીવનને પવિત્ર બનાવવા નાના-મોટા નિયમો સ્વીકારવાનું મન થાય છે. જ્ઞાનીએ કહેલાં તત્ત્વો જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે. (૩) બલાસૃષ્ટિમાં :- આ દૃષ્ટિમાં જીવનું આધ્યાત્મિકબળ વધે છે. સાધક આત્માને તત્ત્વનો બોધ કાષ્ટના અગ્નિ સમાન હોય છે. એટલે કે ઘાસ અને છાણના અગ્નિ કરતાં લાકડાનો અગ્નિ દીર્ઘકાળ રહેનાર હોય છે. તેમ આ દૃષ્ટિમાં જીવનો બોધ ચિરસ્થાયી હોય છે. બોધ વધવાથી અને વીર્યશક્તિ વિકસવાથી ધર્મક્રિયા કંઈક અંશે સવિશેષ પ્રીતિભાવપૂર્વક કરે છે. મનને ક્રિયામાં વધારે સ્થિર કરવા પ્રયત્ન કરે છે. એટલે ક્ષેપદોષનો ત્યાગ કરે છે. (આ જીવ મન બીજા કાર્યોમાં મૂકતો નથી. મન પરોવીને ધર્મક્રિયાઓ કરે છે.) સ્થિર આસને ધર્મકાર્યો કરે છે તથા કોઈ જ્ઞાની પુરુષોનો યોગ થાય તો તુરત જ તત્ત્વશ્રવણ કરવા માટે મન તીવ્ર બને છે. તત્ત્વશ્રવણની તીવ્ર ઝંખના વધે છે. તત્ત્વશુશ્રુષા બહુ જોરમાં હોય છે. આ જીવ તત્ત્વધેલો બને છે. (૪) દીપ્રાર્દષ્ટિમાં :- તત્ત્વોનો બોધ દીપકના પ્રકાશતુલ્ય કંઈક વધારે વિશિષ્ટ અને વધુ કાળની સ્થિતિવાળો હોય છે. જેમ દીપકનો પ્રકાશ છાણાં અને લાકડાના અગ્નિ કરતાં તેજસ્વી હોય છે અને વધુ કાળ રહેનાર હોય છે, તેમ આ દીપ્રાર્દષ્ટિમાં આવેલા જીવનું જ્ઞાન કંઈક Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ યોગસાર પ્રથમ પ્રસ્તાવ વધારે પ્રકાશવાળું અને કંઈક વધારે કાળ રહેનાર હોય છે. આ જ કારણે ધર્મ-અનુષ્ઠાનો આચરવામાં વર્ષોલ્લાસ વધારે પ્રમાણમાં હોય છે. પરમાત્માએ કહેલાં તત્ત્વો સાથે અને તેના દ્વારા પરમાત્મા સાથે એકાકારતા વૃદ્ધિ પામે છે. તેથી પ્રભુની સાથે સમાપત્તિ-એકતા-તન્મયતા થવાથી ગ્રન્થિભેદની પૂર્વભૂમિકા આવે છે. ચરમયથાપ્રવૃત્તકરણના વિશુદ્ધ પરિણામો પ્રગટ થાય છે. આ દષ્ટિમાં જીવ આવે ત્યારે જ મિથ્યાષ્ટિ એવા આ જીવમાં ગુણોના આનંદરૂપ ગુણસ્થાનકનો સાચો અર્થ ઘટે છે. આ જીવ મિથ્યાદષ્ટિ હોવા છતાં તેનામાં પવિત્ર અવસ્થા આવે છે તેને ધ્યાનમાં રાખીને ગુણસ્થાનક શબ્દ જોડેલ છે. (૫) સ્થિરાદષ્ટિમાં :- સાધક આત્માનો અનુભવ રત્નની કાન્તિ સમાન સ્થિર અને નિર્મળ હોય છે. ક્ષાયિક-ક્ષાયોપથમિક અને ઔપશમિક એમ ત્રણ પ્રકારના સમ્યક્તવાળા જીવોની આ દૃષ્ટિ હોય છે. ક્ષાયિક સમ્યક્તીની આ દૃષ્ટિ બીજા બે સમ્યક્તવાળા કરતાં વધારે નિર્મળ-અપ્રતિપાતી અને અપાયરહિત (પડી જવાના ભય વિનાની) આ દૃષ્ટિ હોય છે. અનંતાનુબંધી ૪ કષાય અને દર્શનમોહનીયત્રિકનો ક્ષય, ક્ષયોપશમ અથવા ઉપશમભાવ થયેલ હોવાથી સામ્યભાવ (પ્રશમભાવ) પૂર્વેની ચાર દૃષ્ટિઓ કરતાં વિશેષ વિશેષ નિર્મળ હોય છે તથા (અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહ) આ પાંચ યમગુણોનું તથા (શૌચ-સંતોષ-તપ સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન) આ પાંચ નિયમગુણોનું દઢતાપૂર્વક વારંવાર સેવન કરવાથી આસન અને પ્રાણાયામ એવાં યોગના અંગોની નિપુણતા પ્રાપ્ત થાય છે. તથા ધ્યાનદશામાં વિપ્નભૂત થનારા ચિત્તના દોષો (ખેદ-ઉગક્ષેમ અને ઉત્થાન દોષો)નો નાશ થવાથી જ્ઞાનનો પ્રકાશ સ્થિર દીપકના પ્રકાશતુલ્ય પ્રગટેલો રહે છે. આવા પ્રકારના જ્ઞાનપ્રકાશના પ્રતાપે જ રાગ-દ્વેષની બનેલી અનાદિની રૂઢ એવી જે ગ્રન્થિ (ગાંઠ), તેનો ભેદ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૭ યોગસાર પ્રથમ પ્રસ્તાવ છેદ થતાં બ્રાન્તિ નામનો દોષ દૂર થઈ જાય છે. જેથી રત્નની પ્રભા જેવો આત્મતત્ત્વનો અનુભવ પ્રકાશ અહીં પ્રગટ થાય છે. આ સ્થિરાદેષ્ટિમાં આત્મતત્ત્વનો બોધ સ્થિર અને નિત્ય (ધ્રુવ) હોય છે. આત્મતત્ત્વનું સ્વરૂપ ધ્યાન વડે જ અનુભવાય છે. દેહ અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. તેથી દેહમાં આત્મત્વ બુદ્ધિ થતી નથી. ભેદજ્ઞાન થવાથી ઇન્દ્રિયો ઉપર વિજય આવે છે. ચૈત્યવંદનાદિ ધર્મ અનુષ્ઠાનો વિધિ અને ઉપયોગપૂર્વક કરાય છે. આપણો પોતાનો આત્મા એ જ પરમજ્યોતિ સ્વરૂપ છે. અરૂપી છે. સર્વરોગરહિત છે. સર્વથા બાધા (પીડા) થી રહિત છે. એના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ જ પરમતત્ત્વ છે. આત્મા સિવાયના શેષ સર્વે પણ જડ પદાર્થો ઉપાધિભૂત છે. ઉપદ્રવ સ્વરૂપ છે, દૂર કરવા જેવા છે, હેય છે, અસાર છે. આવું જ્ઞાન આ સાધક આત્માને થાય છે અને તેથી જ ધ્યાનમાં વધારે એકાગ્ર અને તન્મય બને છે. (૬) કાન્તાદષ્ટિ :- હેય-ઉપાદેય આદિ તત્ત્વોનું જ્ઞાન તારામંડળના પ્રકાશની જેમ અત્યંત સ્થિર અને શાન્ત હોય છે. તત્ત્વોની વિચારણા ધારણાપૂર્વક (સ્થિરતાપૂર્વક) કરે છે. અશુભ વિચારોનો અભાવ હોય છે. આત્મસ્વભાવમાં સ્વાભાવિકપણે જ વધારે સ્થિર બની જાય છે. તેનું બાહ્ય વ્યવહારિક જીવન અને આચરણ પણ પવિત્ર અને નિર્દોષ હોય છે. જેથી સંસારી લોકો તેના વિશુદ્ધ આચરણ દ્વારા તેના પ્રત્યે સવિશેષ પ્રીતિ-ભક્તિ અને બહુમાનભાવવાળા બને છે. આ દૃષ્ટિમાં આવેલા જીવને આ કાર્ય વિના બીજા કાર્યનો હર્ષ હોતો નથી. તેથી અન્યમુદ્ર નામનો દોષ નાશ પામે છે. આ ધ્યાનદશા જ ગમી જાય છે. તેથી જ સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો સ્થિરતાપૂર્વક-ધીરતાપૂર્વક અને પોતાની હોંશપૂર્વક કરે છે. આ દષ્ટિમાં આવેલો શ્રાવક ગંભીર-ઉદાર માનસવાળો અને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર વિનિયોગ (ધર્મતત્ત્વની લેવડ દેવડ) કરવાવાળો હોય છે. પરિણામની ધારા ઘણી નિર્મળ બને છે. (૭) પ્રભાષ્ટિ :- આત્મતત્ત્વની સ્પષ્ટ અનુભૂતિ થાય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું હોય ? તેનો આછો-પાતળો અનુભવ થાય છે. સૂર્યના પ્રકાશમાન તેજસ્વી સૂક્ષ્મજ્ઞાનનો પ્રકાશ તથા નિર્મળ ધ્યાનદશા અને વ્યગ્રતાનો ત્યાગ આવા ગુણો અહીં પ્રગટ થાય છે. તેથી અપૂર્વ આત્મિક આનંદ, સહજસુખ, નિર્વિકારિતા અને પરમ પ્રશમભાવનો આનંદ આ દશામાં આ જીવને પ્રાપ્ત થાય છે. સાંસારિક બધી જ બાબતો ઉપાધિભૂત લાગવાથી તેનો ત્યાગ કરીને નિરંતર આત્મદશાના ધ્યાનમાં જ રચ્યો પચ્યો આ જીવ રહે છે. પ્રમત્ત-અપ્રમત્ત નામના છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકોમાં ઉત્તરોત્તર દિન-પ્રતિદિન વૃદ્ધિ પામતા સંયમસ્થાનોમાં જ ઝૂલે છે. તેથી જ આત્મતત્ત્વની તેજોલેશ્યા-આત્મિક પરમ આનંદ પ્રશમભાવનું સુખ વૃદ્ધિ પામે છે. સમાધિ અવસ્થાના પરમસુખનો અનુભવ કરતો આ આત્મા વીતરાગ પરમાત્માનું અતિશય સ્પષ્ટ દર્શન કરે છે. લગભગ વીતરાગતા પાસે પહોંચે છે. (૮) પરાષ્ટિ :- આ છેલ્લી દૃષ્ટિ છે. અતિશય નિર્મળ દૃષ્ટિ છે. આ દૃષ્ટિમાં સાધક આત્માનો તત્ત્વબોધ ચંદ્રના પ્રકાશ જેવો પ્રીતિકારક, શીતળ અને નિર્મળ હોય છે. આસંગદોષનો (પદ્રવ્યની આસક્તિ-પ્રીતિ એ નામના દોષનો) અભાવ થાય છે અર્થાત્ પરની આસક્તિ વિનાનો આત્મા થાય છે. તેથી પરદ્રવ્યની પંચાત ન હોવાથી પરમસમાધિ અને નિર્વિકલ્પ (મોહના વિકલ્પો વિનાની) ધ્યાનદશા પ્રગટ થાય છે. ચંદનની સુવાસ જેમ ચંદનથી એકમેક-તન્મય હોય છે, તેમ સર્વે પણ ધર્મપ્રવૃત્તિઓ આત્મસાત (આત્માના સાક્ષાત્કારપણે) થાય છે. નિરતિચાર આચરણવાળો આ જીવ બની જાય છે. દોષોનું Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૯ યોગસાર પ્રથમ પ્રસ્તાવ સેવન ન હોવાથી જ પ્રતિક્રમણાદિ ક્રિયાનો વ્યવહાર સંભવતો નથી. સ્વભાવદશાની અભિમુખતા જ સવિશેષ હોવાથી દોષોનો સંભવ જ નથી. તેથી પ્રતિક્રમણાદિ ક્રિયા હોતી નથી. આ દૃષ્ટિમાં આવેલો જીવ ક્ષપકશ્રેણી પ્રારંભે છે. ક્ષયોપશમ ભાવવાળા ક્ષમા આદિ ગુણોની નિવૃત્તિ થાય છે. તેથી તેવા પ્રકારના ક્ષાયોપથમિકભાવના ત્યાગરૂપ ધર્મસળ્યાસ યોગ રૂપ સામર્થ્યયોગ પ્રગટ થાય છે. ક્ષાયોપથમિકભાવના ધર્મોનો ત્યાગ અને ક્ષાયિકભાવના નિરતિચાર ધર્મોનો આવિર્ભાવ થાય છે. તેના જ કારણે ૮-૯-૧૦ એમ ત્રણ ગુણસ્થાનકોમાં ૧ મોહનીય કર્મનો અને ૧૨મા એક જ ગુણસ્થાનકમાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એમ ૩ ઘાતિકર્મોનો આ જીવ ક્ષય કરીને સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ક્ષપકશ્રેણી-વીતરાગદશા અને સર્વજ્ઞદશાની પ્રાપ્તિ કરે છે. આવા પ્રકારની યોગદશાની નિર્મળનિર્મળતર દૃષ્ટિઓ વિકસતી જાય છે અને આ આત્મા પોતે જ પરમાત્મા બને છે. આત્માનું કલ્યાણ સાધવામાં મોહદશાનો નાશ કરવો ખાસ જરૂરી છે. મોહનો નાશ થતાં શેષ ૩ ઘાતકર્મો અને અનુક્રમે ૪ અઘાતી કર્મો અવશ્ય નાશ પામે છે. પરંતુ મોહના નાશ વિના એકપણ કર્મનો નાશ શક્ય નથી. તેથી મોહના જ નાશ માટે આ યોગગ્રન્થોનો અભ્યાસ અતિશય આવશ્યક છે. सर्वमोहक्षयात् साम्ये, सर्वशुद्धे सयोगिनि (सयोगिनः) सर्वशुद्धात्मनस्त्वेषः प्रभुः सर्वस्फुटीभवेत् ॥७॥ ગાથાર્થ :- સર્વથા મોહનો ક્ષય થવાથી સમતાગુણની સર્વથા શુદ્ધિ પ્રગટ થતાં સંપૂર્ણ શુદ્ધ થાય છે આત્મા જેનો એવા સયોગિકેવલી પરમાત્માનો આત્મા સ્વયં પ્રભુ સ્વરૂપે-સર્વગુણસંપન્ન-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. ||શી. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર વિવેચન :- ૮-૯-૧૦ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરતાં કરતાં મોહનીય કર્મનો સર્વથા નાશ કરવાથી આ આત્મા પ્રથમ વીતરાગ બને છે. સંપૂર્ણપણે સામ્યગુણ (સમતાગુણ) પ્રગટ થાય છે. તેના બળથી અતિશય વિશદ્ધ બનેલો આ જ આત્મા કેવળજ્ઞાની અને કેવળદર્શની (અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદર્શી) બને છે. ત્યારે આ જ આત્મા સંપૂર્ણપણે પરમાત્મા સ્વરૂપે પ્રગટ થાય છે. ધ્યાનદશા અને સમતાયોગનું ફળ સર્વજ્ઞતા અને સર્વદર્શિતા પ્રાપ્ત થવી આ જ છે. અહીં હવે ધ્યાનદશા સમાપ્ત થાય છે (એટલે ધ્યાનના વિરહરૂપ) ધ્યાનાન્તરિકા દશા હોય છે. હવે વિભાવદશા ન હોવાથી સ્વભાવદશામાં જોડાવું પડતું નથી. હવે સાધકદશા નથી. સાધકદશા સમાપ્ત થાય છે. સાધ્યદશા શરૂ થાય છે. ધ્યાનદશાનું આ જ ફળ છે. તેરમાં ગુણસ્થાનક સુધી પહોંચવામાં ધ્યાનદશા તથા વૃત્તિસંક્ષય યોગ સહચારીકારણ હતાં. કેવળજ્ઞાન પ્રગટ થવાથી હવે આ કારણોની આવશ્યકતા રહેતી નથી. તેથી જ કેવલી પરમાત્મા મોહરહિત હોવાથી ધ્યાનાન્તરિકા દશાવાળા (ધ્યાન વિનાની દશાવાળા) હોય છે. તેમાં વૃત્તિસંક્ષય યોગ સહાયક બને છે. વૃત્તિસંક્ષય યોગ કોને કહેવાય ? તે સમજાવે છે - अन्यसंयोगवृत्तीनां, यो निरोधस्तथा तथा । अपुनर्भावरूपेण, स तु तत्संक्षयो मतः ॥ (યોગબિન્દુ ગાથા-૩૬૬) આ આત્મામાં અન્ય દ્રવ્ય (પૂર્વવર્તી પુણ્ય અથવા પાપકર્મ)ના ઉદયાત્મક સંયોગથી ઉત્પન્ન થતી સંકલ્પ અને વિકલ્પરૂપ વૃત્તિઓનો ફરીથી ક્યારેય ઉત્પન્ન ન થાય તે રીતે સંક્ષય (સમ્યગ્મણે નાશ) કરવો તે વૃત્તિસંક્ષય યોગ કહેવાય છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૩૧ જ્યાં સુધી છદ્મસ્થ અવસ્થા છે ત્યાં સુધી મનમાં “આમ કરૂં કે તેમ કરૂં' ઇત્યાદિ સંકલ્પવિકલ્પો જાગે છે તથા કાયા દ્વારા આત્મપ્રદેશોનું પરિસ્પન્દન થવારૂપ આન્દોલનાત્મક સંકલ્પ-વિકલ્પો ભલે બંધ થઈ જાય છે, તો પણ કાયિક યોગાત્મક આત્મપ્રદેશોનું આંદોલન (અર્થાત્ યોગદશા) ચાલુ રહે છે. તેરમું ગુણસ્થાનક જ્યારે સમાપ્ત થાય છે, ત્યારે કાયિક આત્મપ્રદેશોનું આંદોલન સ્વરૂપ યોગ પણ ક્ષય પામે છે. તેથી કર્મનો થતો આશ્રવ અને બંધ સર્વથા વિરામ પામે છે, ત્યારપછી ચૌદમું ગુણસ્થાનક શરૂ થાય છે. ચૌદમા ગુણસ્થાનકે આત્મપ્રદેશો સ્થિર હોવાથી મન-વચનકાયાનો યોગ ન હોવાથી આશ્રવ અને બંધ નથી, પરંતુ પૂર્વબદ્ધ બાકી રહેલાં ૪ અઘાતી કર્મોનો ઉદય ચાલુ હોય છે. જેથી તે કર્મો ઉદયથી ભોગવીને આ જીવ સંપૂર્ણપણે કર્મરહિત બને છે અને મેરૂપર્વત જેવો અત્યન્ત નિશ્ચલ એટલે કે સ્થિર બને છે. તેને શૈલેષીકરણ કહેવાય છે. આ પ્રમાણે બારમા ગુણઠાણાના અંતે ઘનઘાતી કર્મોનો ક્ષય, તેરમાના છેડે યોગદશાનો તથા આશ્રવ અને બંધનો ક્ષય અને ચૌદમાના છેડે અઘાતી કર્મોનો પણ આ આત્મા વિનાશ કરે છે. ત્યારબાદ માત્ર એક જ સમયના કાળમાં આ પાર્થિવ દેહનો ત્યાગ કરીને સમશ્રેણીએ સાત રાજ ઉર્ધ્વગમન કરીને લોકાગ્રભાગે ગમન કરે છે. ત્યાં અનંતકાળ સુધી આત્મગુણોના સુખમાં અને આનંદમાં (અર્થાત્ સર્વથા પ્રગટ થયેલી સ્વભાવદશામાં) જ વર્તે છે. અધ્યાત્મયોગ-ભાવનાયોગ-ધ્યાનયોગ અને સમતાયોગ આ ચારે દશાના નિરંતર અભ્યાસથી - અશુભ કે શુભ વૃત્તિઓનો સંપૂર્ણપણે ક્ષય તથા સત્તાગત કર્મોનો પણ ક્ષય થવા દ્વારા “વૃત્તિસંક્ષયયોગ” આ નામનો પરમયોગ પૂર્ણપણે આ જીવમાં ખીલી ઉઠે છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અન્ય દ્રવ્યના સંયોગ-વિયોગ રૂપે માનસિક સંકલ્પ તથા વિકલ્પરૂપ વૃત્તિઓનો અને કાયા દ્વારા પરિસ્પન્દનાત્મક યોગદશાનો સંપૂર્ણપણે ક્ષય આ જીવમાં પ્રગટ થાય છે. આયુષ્યકર્મનું બંધન સમાપ્ત થતાં જ એક સમય માત્ર કાલની સમશ્રેણીથી આ જીવ ઉપર જાય છે. આવા સયોગી-અયોગી કેવલી ભગવાનને પોતાના આત્માનું “પરમાત્મપણું” પ્રગટપણે દેખાય છે અને અનુભવાય છે. સર્વ સિદ્ધ ભગવંતોમાં પ્રગટ થયેલું અને સાક્ષાત્કારપણે અનુભવાતું તથા સર્વ સંસારી જીવોમાં સત્તાગત રહેલું આત્માનું સ્વાભાવિક શુદ્ધ-નિર્મળ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ જણાય છે દેખાય છે અને તેનો પારમાર્થિક આનંદ આ જીવ તે કાળે અનુભવે છે. IIના ૩૨ कषाया अपसर्पन्ति, यावत् क्षान्त्यादिताडिता: । तावदात्मैव शुद्धोऽयं, भजते परमात्मताम् ॥८॥ ગાથાર્થ ઃ- · ક્ષાન્તિ આદિ (ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ આદિ) દશ પ્રકારના મુનિગુણો પ્રાપ્ત કરવા દ્વારા તેના વડે જ તાડન કરાયેલા (હણાયેલા) અનંતાનુબંધી આદિ ચારે કષાયો આ જીવમાંથી પલાયન થઈ જાય છે અને ત્યારે જ અત્યન્ત શુદ્ધ-બુદ્ધ બનેલો આ આત્મા પોતે જ “પરમાત્મદશાને” પામે છે. ટા વિવેચન :- કષાયો દ્વારા થતી મલીનતા અને મોહના વિકારો રૂપ અશુદ્ધ દશા દૂર કર્યા વિના નિર્મળતા અને શુદ્ધ દશા આવતી નથી. તેથી ક્ષમા આદિ દશ પ્રકારના મુનિ જીવનના પવિત્ર ગુણો પોતાનામાં લાવવા દ્વારા તે ગુણો વડે જ કષાયો રૂપી દોષોનો આ જીવ વિનાશ કરે છે. જેમ જેમ ગુણો વધારે વધારે પ્રગટ કરે છે, તેમ તેમ કષાયો સ્વરૂપ દોષો જડમૂળથી દૂર થઈ જાય છે અને આ આત્મા પોતાની શુદ્ધ-નિર્મળ-યથાર્થ દશાને પામે છે. જ્યારે સાચી Page #33 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ યથાર્થદશા પામે છે, ત્યારે પોતામાં જ રહેલું પોતાના જ આત્માનું નિર્મળ “પરમાત્મપણું” પોતાને દેખાય છે. જેનો આત્મિક આનંદ અતિશય ઘણો હોય છે, જે જાણે તેને જ તેનો ખ્યાલ આવે છે. ઉપશમભાવથી કે ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલી સામ્યદશા એટલી બધી ઉચ્ચકોટિની હોતી નથી. કારણ કે તેમાં કર્મોનો ઉદય ભલે મંદ હોય તો પણ ડખલગિરિ કર્યા કરે જ છે. તેથી તે સામ્યતા તેજસ્વી અને સર્વશ્રેષ્ઠ હોતી નથી. તે મળ્યા પછી આ જીવ પડી, પણ જાય છે. પાછો વિસમ દશામાં આવી પણ જાય છે. તેથી ક્ષાયિકભાવથી થયેલો વૃત્તિઓનો ક્ષય અને તેનાથી પ્રગટ થયેલી ક્ષાયિકભાવની સામ્યતા ક્યારેય પણ જતી નથી અને આ જીવને સર્વશ્રેષ્ઠ સ્થાને લઈ જાય છે. આવી દશા પ્રાપ્ત થાય ત્યારે “હું અનંતગુણો સ્વામી છું, મારા આત્મામાં જ પરમાત્મદશા રહેલી છે'' આવો સાક્ષાત્કાર થાય છે. નિરંતર તેને જોવા-જાણવા અને માણવામાં જ સમય પસાર કરે છે. તે આનંદ અનંતકાલે પણ સમાપ્ત થતો નથી. આ જીવ તેમાં જ રચ્યા-પચ્યો રહે છે. આ દશા તો જે અનુભવે તે જ જાણે. |૮ अपसर्पन्ति ते तावत्, प्रबलीभूय देहिषु ।। स तावत् मलीनीभूतो, जहाति परमात्मताम् ॥९॥ ગાથાર્થ :- જયાં સુધી આ કષાયો પ્રબળ શક્તિવાળા થઈને પ્રાણીઓ ઉપર જોરદાર આક્રમણ કરે છે (અર્થાત જ્યાં સુધી કષાયોનું જોર બહુ હોય છે, ત્યાં સુધી મલીન બનેલો આ આત્મા પોતાના આત્મામાં જ રહેલી નિર્મળ-શુદ્ધ એવી પરમાત્મદશાનો ત્યાગ કરે છે અર્થાત્ ત્યાં સુધી પરમાત્મદશા પ્રગટ થતી નથી. III) વિવેચન :- મોહનીયકર્મનો ઉપશમ કરવાથી અથવા ક્ષયોપશમ કરવાથી પણ આ આત્મા પોતાની અંદર રહેલી પરમાત્મદશાનો કંઈક Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અંશે અનુભવ કરી શકે છે. પરંતુ તે ઝાઝો સમય ટકતો નથી. ફરી પાછો મલીન અવસ્થાવાળો બને છે. ઉપશમભાવ અને ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી સમાધિમાં (સામ્યતાગુણમાં) રહેલો આ યોગી આત્મા પરમાત્મદશા સાથે એકતા સાધી શકે છે. પોતાની પરમાત્મદશા કંઈક અંશે પ્રગટ કરી શકે છે. પણ તે અંતર્મુહૂર્ત માત્ર ટકે છે. પછી અવશ્ય કષાયોના ઉદયને કારણે પતન થાય છે. ક્ષયોપશમભાવમાં તો કષાયોનો મંદ ઉદય ચાલુ જ હોય છે. તેથી ઉપશમ અને ક્ષયોપશમભાવવાળી આ સામ્યતા લાંબો સમય ટકતી નથી. આત્માને અનંતકાળ સુધી સામ્યતાનું સુખ પ્રાપ્ત થાય તેવી નથી, પરંતુ ક્ષાયિકભાવની (અર્થાત્ મોહનીયકર્મનો સર્વથા ક્ષય થવાથી) જે સામ્યતા આ આત્મામાં પ્રગટે છે. તે સામ્યતા સદા રહેનારી અને અનંત આનંદ આપનારી બને છે. તેથી ક્ષાયિકભાવની સામ્યતાને છોડીને ઉપશમ અથવા ક્ષયોપશમભાવથી પ્રાપ્ત થયેલી સામ્યતા ઘડીભર પરમાત્મા સાથે એકાકારતા કરાવીને ચાલી જાય છે. તથા આ સામ્યતા જ્યારે ચાલી જાય છે, ત્યારે ઉપશાન્ત થયેલા કષાયો પ્રબળ રૂપે બનીને જોરશોરથી આ આત્મા ઉપર આક્રમણ કરે છે, ત્યારે મલીનભાવવાળો બનેલો આ સાધક આત્મા પરમાત્મદશાના ધ્યાનથી ચલિત થાય છે અને પોતાના જ આત્મામાં રહેલી પરમાત્મદશાને ભૂલી જાય છે. પોતાનામાં જ સત્તાગત રહેલી પરમાત્મદશાને ભૂલીને દેહાત્મદશાને (બહિરાત્મદશાને) પામે છે. દેહના મોહમાં ગરકાવ થઈ જાય છે. મોહનીયકર્મના ઉપશમભાવ અને ક્ષયોપશમભાવથી શ્રુત થઈને ઔદયિકભાવમાં ગરકાવ બની જાય છે. ચાર કષાયો અને મિથ્યાત્વમોહાદિ ત્રણ દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ સાત ગુણસ્થાનક સુધી હોય છે. ત્યારબાદ મોહનીયકર્મનો ઉપશમ અથવા ક્ષયમાત્ર કરવાથી જ આઠમા આદિ ગુણસ્થાનકો Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૫ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ઉપર આરોહણ થાય છે. ઉપશમશ્રેણીમાં ચડનારો આત્મા આઠમા ગુણઠાણે પ્રથમ હાસ્યાદિ ષકનો ઉપશમ કરે છે. ત્યારબાદ નવમે ગુણઠાણે જઈને ત્રણ વેદ અને સંજવલન ત્રણ કષાયનો ઉપશમ કરે છે તથા બાદર સંજવલન લોભનો પણ ઉપશમ કરે છે. પછી દશમે ગુણઠાણે જઈને સૂક્ષ્મ લોભનો પણ ઉપશમ કરીને અગિયારમા ગુણઠાણે ચડે છે. ત્યાં અંતર્મુહૂર્ત માત્ર પ્રગટ થયેલી વીતરાગાવસ્થાનો સાક્ષાત અનુભવ કરે છે, પરંતુ ત્યારબાદ તુરત જ તે કષાયો ઉદયમાં આવવાના કારણે આ આત્માનું ત્યાંથી પતન થાય છે. ' ઉપશાન્ત અવસ્થાવાળું આ અગિયારમું ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત માત્ર જ રહે છે. ત્યારબાદ સત્તામાં રહેલા કષાયો ઉદયમાં શરૂ થઈ જ જાય છે અને ઉપશાન્તમોહ ગુણઠાણાથી આ જીવનું પતન શરૂ થાય છે. તે પતન બે પ્રકારે થઈ શકે છે. ભવક્ષયથી અને અદ્ધાક્ષયથી. (૧) ભવક્ષયથી :- આ વર્તમાન ભવનું મનુષ્યાયુષ્ય સમાપ્ત થઈ જવાથી મૃત્યુ થવાના કારણે અગિયારમું ગુણસ્થાનક વમી દેવું પડે અને મૃત્યુ પામ્યા બાદ અનુત્તર વિમાનમાં જ જાય અને કેટલાક આચાર્યોના મતે વૈમાનિકદેવમાં જાય. ત્યાં નિયમા ચોથુ જ ગુણસ્થાનક જ હોય. આ રીતે અગિયારમાંથી સીધો ચોથે આવે આવું પતન તે ભવક્ષયે પતન કહેવાય છે. (૨) અદ્ધાક્ષયથી :- અગિયારમા ગુણસ્થાનકનો કાળ સમાપ્ત થવાથી ત્યાંથી ઉતરી જવું પડે તે અદ્ધાક્ષય કહેવાય છે. આ આત્મા જે ક્રમે ચડ્યો હતો તે ક્રમે જ પડે છે. છટ્ટા-સાતમાં ગુણસ્થાનક સુધી તો નિયમા પડે જ છે. ત્યારબાદ કોઈ જીવ તે છટ્ટે-સાતમે ગુણઠાણે અટકી જાય છે અને કોઈ કોઈ જીવ પાંચમે-ચોથે જઈને ત્રીજે-બીજે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રથમ પ્રસ્તાવ યોગસાર પણ જાય છે અને અંતે પહેલે ગુણઠાણે પણ પહોંચી જાય છે. અત્યાર સુધી કરેલા મોહના પરાભવના પુરુષાર્થનું ફળ હારી જાય છે અને પાછો તીવ્રમોહના ઉદયવાળો બની જાય છે. આ પ્રમાણે કષાયોનો ઉપશમ કરવાથી પ્રાપ્ત થતી સમાધિ દશામાં પરમાત્માની સાથે એકાકારતાના અનુભવના કારણે અનુભવમાં આવેલી પરમાત્મતાનો-વીતરાગતાનો કષાયોના પ્રબળ ઉદય થવાના કારણે મલીન બનેલો આ આત્મા ત્યાગ કરે છે. વીતરાગતા હારી જઈ ફરીથી મોહનું માલિન્ય પ્રાપ્ત કરે છે. પરમાનંદના પૂર્ણરસથી ભરેલા પોતાના આત્મતત્ત્વને ભૂલી જાય છે અને દેહાધ્યાસદશાને પામે છે. વીતરાગતામાંથી રાગાન્ધતા આદિ દોષોથી વ્યાપ્ત થાય છે. પ્રાપ્ત કરેલી આત્મગુણોની સામગ્રી આ જીવ હારી જાય છે. જે આત્માએ પ્રબળ પ્રયત્ન કરીને વીતરાગતા પ્રાપ્ત કરી હતી, તે જ વીતરાગતાને વમીને મોહના ઉદયમાં પરાધીન થયો છતો આ આત્મા મિથ્યાત્વદશા પામી અનંતકાળ સંસારમાં રખડે છે. તેથી કષાયોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. જેમ સર્પની સાથે રમત ન કરાય તેમ કષાયોની સાથે મિત્રતા ન જ કરાય. આમ સમજીને જેમ ગાડિક પુરુષવડે મંત્રાદિ દ્વારા સર્પને વશ કરાય તેમ ક્ષમા આદિ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા કષાયો ઉપર કાબુ પ્રાપ્ત કરવો એ જ માર્ગ હિતાવહ છે. તેથી સદાકાળ કષાયોનો નિગ્રહ કરવામાં જ તત્પર રહેવું જોઈએ, પણ કષાયોને આધીન થવું જોઇએ નહીં. IIા कषायास्तन्निहन्तव्यास्तथा तत्सहचारिणः । नोकषाया शिवद्वारार्गलीभूता मुमुक्षुभिः ॥ १०॥ ગાથાર્થ :- તેથી મોક્ષના દરવાજામાં અર્ગલાભૂત (આડા આગળીયા તુલ્ય) એવા ક્રોધાદિ ચારે કષાયોનો તથા તેના Page #37 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૩૭ સહચારીભૂત અને તે કષાયોના મિત્ર તુલ્ય નવ નોકષાયોનો પણ મુમુક્ષુ આત્માએ નાશ કરવો જોઈએ. ।।૧૦। વિવેચન : - સમતાભાવ-સામ્યતા એ મોક્ષનું દ્વાર છે. તે સમતાનો અવરોધ કરનારા ક્રોધાદિ ચારે કષાયો અર્ગલા-ભોંગળ સમાન છે તથા ક્રોધાદિ ચારે કષાયોને વધારે વધારે ઉત્તેજિત કરનાર નોકષાયો છે. માટે સમતાભાવ રૂપ દરવાજાના પ્રતિબંધક એવા કષાયો અને નોકષાયોનો ક્યારેય પણ વિશ્વાસ કરવો નહીં. જો આ માનવ જીવન પરમ પવિત્ર બનાવવું હોય તો આ કષાયોને લેશમાત્ર પણ સ્થાન આપવું નહીં, પરંતુ તે ચારે કષાયોના વિરોધી એવા ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષાદિ ગુણોનું આલંબન લેવા દ્વારા આ કષાયોનો નિગ્રહ કરવામાં જ લયલીન થવું. અલ્પમાત્રાએ પણ કષાયોનો ભરોસો (વિશ્વાસ) કરવો નહીં. તે ચાર કષાયોમાં ક્રોધ અગ્નિતુલ્ય છે. જેમ અગ્નિનો એક નાનો કણીયો પણ વૃદ્ધિ પામતાં આખા ઘરને અને આખા ગામને પણ બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ ક્રોધ કષાય અલ્પમાત્રામાં હોય તો પણ આત્માના ક્ષમા આદિ ઉત્તમ ગુણોને બાળીને તે ગુણોનો નાશ કરે છે. માટે સાધક આત્માએ દ્વેષભાવને (ક્રોધભાવને) મૈત્રી અને ક્ષમા આદિ ગુણો દ્વારા દૂર કરવા જ પ્રબળ પ્રયત્ન કરવો તથા માનમાયા અને લોભ કષાયોનો તથા તેને સહાય કરનારા નવ નોકષાયોનો તેના પ્રતિસ્પર્ધી એવા નમ્રતા-સરળતા-સંતોષ આદિ ગુણો કેળવવા દ્વારા અવશ્ય નિગ્રહ કરવો જોઈએ. પરંતુ આ કષાયોનો થોડો પણ વિશ્વાસ કરવો નહીં. સર્પાદિ ઝેરી પ્રાણીઓ કરતાં પણ વધુ ભયંકર છે. માટે જ મુક્તિની પ્રાપ્તિમાં તે કષાયો અર્ગલાભૂત છે. ૧૦ના हन्तव्यः क्षमया क्रोधो, मानो मार्दवयोगतः । માયા ચાર્જવમાવેન, નોમસંતોષપોષત: શા॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર ગાથાર્થ :- ક્ષમા ગુણની પ્રાપ્તિ દ્વારા ક્રોધનો, માર્દવતા (કોમળતા)ના ગુણની પ્રાપ્તિ દ્વારા માનનો, ઋજુતાભાવ (સરળતા ગુણ)ની પ્રાપ્તિ દ્વારા માયાનો અને સંતોષગુણની પુષ્ટિ દ્વારા લોભનો અવશ્ય નાશ કરવો જોઈએ. ।।૧૧।। ३८ ભાવાર્થ :- સામાન્યથી સંસારમાં એવો નિયમ છે કે જેનો નાશ કરવો હોય, તેના વિરોધીનો આશ્રય લેવો જોઈએ તો જ વિરોધીના આશ્રયથી બળવાન બનેલો આ જીવ જેનો નાશ કરવા ધારે છે, તેનો નાશ કરી શકે. જેમ ઠંડીનો નાશ કરવો હોય તો હીટર ચાલુ કરવું પડે અને ગરમીનો નાશ કરવો હોય તો પંખો ચલાવવો પડે. તેમ ક્રોધનો નાશ કરવો હોય તો ક્ષમાગુણનો આશ્રય કરવો જોઈએ. કારણ કે ક્ષમા એ ક્રોધનું વિરોધી તત્ત્વ છે. તેવી જ રીતે માનનો નાશ કરવો હોય તો નમ્રતા (માર્દવતા)નો આશ્રય કરવો જોઈએ તથા માયાનો નાશ કરવો હોય તો આર્જવતા (સરળતા)નો આશ્રય કરવો જોઈએ તથા લોભનો નાશ કરવો હોય તો સંતોષ ગુણનો આશ્રય કરવો જોઈએ. સારાંશ કે ક્ષમાગુણનો આશ્રય કરીને ક્રોધનો નાશ, માર્દવતા (નમ્રતા) ગુણનો આશ્રય કરીને માનનો નાશ, આર્જવતા ગુણનો આશ્રય કરીને માયાનો નાશ અને સંતોષગુણનો આશ્રય કરીને લોભનો નાશ આ સાધક આત્માએ કરવો જોઈએ. આ રીતે કરવાથી જ જીવનું કલ્યાણ થાય છે. |૧૧|| हर्षः शोको जुगुप्सा च भयं रत्यरती तथा । વેન્રયં ચ ઇન્તવ્ય, તત્ત્વજ્ઞે ઢૂંઢ ધૈર્યતઃ ॥ ગાથાર્થ :- તત્ત્વજ્ઞ આત્માઓએ વિશિષ્ટ એવો ધૈર્ય ગુણ ધારણ કરીને હર્ષ ૧, શોક ૨, જુગુપ્સા ૩, ભય ૪, રિત ૫ અને અરિત ૬ અને ત્રણ વેદ ૯, એમ નવ નોકષાયોને પોતાના જીવનમાંથી Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૯ યોગસાર પ્રથમ પ્રસ્તાવ હણી નાખવા જોઈએ (અર્થાત નવ નોકષાયોનો નાશ કરવો જોઈએ.) //૧રો. વિવેચન :- આત્મકલ્યાણના ઇચ્છુક આરાધક આત્માઓએ હર્ષશોકાદિ નવ નોકષાયોનો પણ નાશ કરવો જોઈએ. કારણ કે નોકષાયો પણ કષાયોના પ્રેરક-ઉત્તેજક અને સહાયક હોવાથી કષાયોના વિજયની ઇચ્છાવાળાએ નોકષાયોનો પણ પોતાના આત્મદ્રવ્યમાંથી સર્વથા નાશ કરવો જોઈએ. હાંસી-ખુશી-મજાક, પરસ્પર પ્રીતિઅપ્રીતિ આ બધા ભાવો આ જીવમાં ધીરે ધીરે પ્રવેશ પામ્યા છતા કષાયોને અવશ્ય લાવે જ છે. હાંસી-મજાક કરતાં ખોટું લાગે તો દ્વેષ થાય છે. ક્રોધ પ્રગટ થાય છે અને લડવાડ શરૂ થાય છે. જીવનભર અબોલા શરૂ થાય છે તથા જો હાંસી-મજાકમાં ગરકાવ થઈ જવાય અને જો દ્વેષ કદાચ ન વધે તો ક્યારેક પ્રીતિ-વૃદ્ધિ પામે છે. એટલે રાગાદિ કષાયો વધે છે. માટે અંતે તો હાસ્યાદિ મોહના વિકારો જ છે. આ વિકારો જીવનું પતન કરનારું જ તત્ત્વ છે. માટે જેમ થોડી પણ આગનો ભરોસો ન કરાય, તે થોડી આગ પણ આખા ઘરને બાળે જ છે. તેમ થોડા પણ કષાયો આ આત્માનું પતન કરે જ છે. માટે સર્પાદિ ઝેરી પ્રાણીઓ કરતાં પણ અતિશય વધારે ભયંકર છે. સર્પાદિનાં વિષ ભવમાં એક જ વાર મૃત્યુ કરાવે છે. જ્યારે આ નોકષાયો કષાયોના મદદગાર થયા છતા આ જીવને ભવોભવમાં મારે છે. ઘણો જ સંસાર વધારે છે. આ આત્માનું ઘણું જ અહિત કરે છે. કલ્યાણ પ્રાપ્ત કરવામાં ઘણો વિલંબ થઈ જાય છે, માટે કષાય કે નોકષાયનો આશ્રય કરવો નહીં, પરંતુ કષા તથા નોકષાયોનો નાશ કરે એવા પ્રતિસ્પર્ધી ક્ષમા આદિ ગુણોનો જ આશ્રય કરવો જોઈએ તો જ આ આત્માનું કલ્યાણ થાય છે. માટે આ જીવનમાં કષાયોને અલ્પ પણ સ્થાન આપવું નહીં. ||૧૨ા Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર रागद्वेषमयेष्वेषु, हतेष्वान्तरवैरिषु । साम्ये सुनिश्चले, यायादात्मैव परमात्मताम् ॥१३॥ ગાથાર્થ - આત્માના આન્તરિક શત્રુતુલ્ય રાગ અને દ્વેષમય એવા આ કષાયો હણાયે છતે અતિશય દઢતાવાળી “સમતાદશા” પ્રાપ્ત થાય છે અને તેનાથી આ આત્મા જ પરમાત્મદશાને પામે છે. ૧] વિવેચન :- આ જીવમાં જન્મ-જરા અને મરણની પરંપરા વધારનાર તથા અપાર દુઃખ આપનાર, ભવોભવમાં રખડાવનાર જો. કોઈ હોય તો આ કષાયો જ છે. ક્રોધ અને માન આ બે કષાયો દ્વેષમાં અંતભૂત થાય છે અને માયા તથા લોભ આ બે કષાયો રાગમાં અંતર્ભત થાય છે. તેથી આ ચારે કષાયો રાગ-દ્વેષમય જ કહેવાય છે. આ ચારે કષાયો એ આત્માના આન્તરિક શત્રુ છે. કારણ કે ઘણી ભવપરંપરા વધારે છે. આ જીવ આ કષાયોની મલીનતામાં અટવાઈ જાય છે. તેથી ભાવ મેલરૂપ છે, માટે તે કષાયોને હણે છતે જ આત્મામાં પોતાની નિર્મળ દશારૂપ “સામ્યતત્ત્વ” (સમતાભાવ)ની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ આત્મા વિષમદશાનો ત્યાગ કરીને સામ્યભાવને પામે છે. ત્યારે પવિત્ર શુદ્ધ અને વીતરાગ બનેલો આ જ આત્મા “પરમાત્મદશાને” પ્રાપ્ત કરે છે. પરમાત્મદશા ક્યાંય બહાર મેળવવા જવું પડતું નથી, પણ અંદરથી જ પ્રગટ થાય છે. જે મલીન આત્મા છે તે જ આત્મા મલીનતા દૂર થતાં જ પોતે સ્વયં જ પરમાત્મા બને છે. કષાયો અને નોકષાયો એ આ આત્માના આન્તરિક શત્રુઓ છે. ભવોભવ બગાડનાર અને ભટકાવનાર છે માટે જેમ થોડી પણ આગ હોય તો તેનો ભરોસો કરાય નહીં. તેમ આ કષાયોનો ભરોસો કરવો નહીં, પોતાના જીવનમાં કષાયોને અલ્પમાત્રામાં પણ સ્થાન આપવું નહીં. પણ કષાયો તથા નોકષાયોને જીતતાં શીખવું એ જ ઉત્તમ આત્માઓ માટે હિતાવહ છે. ||૧૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૧ યોગસાર પ્રથમ પ્રસ્તાવ स तावद् देहिनां भिन्नः, सम्यग् यावन्न लक्ष्यते । लक्षितस्तु भजत्यैक्यं रागाद्यञ्जनमार्जनात् ॥१४॥ ગાથાર્થ :- જ્યાં સુધી આ આત્માની યથાર્થ ઓળખાણ થતી નથી ત્યાં સુધી જ આ આત્મા પ્રાણીઓને પરમાત્માથી ભિન્ન જણાય છે. પરંતુ રાગ-દ્વેષ આદિ દોષોરૂપી અંજનનું માર્જન થવાથી (અર્થાત્ રાગાદિ દોષોરૂપી અંજનનો નાશ થવાથી) બરાબર જાણવામાં આવે છે ત્યારે આ આત્મા અને પરમાત્મા એક જ છે આમ જણાય છે. /૧૪ો. વિવેચન :- આપણા સર્વે જીવોના આત્મા અનાદિકાળથી રાગદ્વેષ અને મોહાદિ દોષોરૂપી અંજનથી વ્યાપ્ત છે. તેથી મોહબ્ધ દૃષ્ટિ હોવાથી તે દૃષ્ટિ યથાર્થદર્શી બનતી નથી. માટે જ પોતાનો આત્મા અને પરમાત્મા ભિન્ન ભિન્ન જણાય છે અર્થાત્ તારક એવા પરમાત્મામાં પરમાત્માપણું દેખાય છે, પરંતુ મારો પોતાનો આત્મા જ પરમાત્મા છે, તે દેખાતું નથી. આ આત્મા મોહદશાથી ઘેરાયેલો છે ત્યાં સુધી તારક એવા પરમાત્મામાં પરમાત્માપણું દેખે છે. પરંતુ પોતાનામાં રહેલું પોતાના આત્માનું જ પરમાત્માપણું છે, આ દેખાતું નથી. જ્યારે આ મોહદશાનું માર્જન થાય છે એટલે કે મોહદશા નાશ પામે છે. ત્યારે પોતાનો આત્મા જ પરમાત્મા છે, પોતાનો આત્મા જ પરમાત્મા બની શકે છે, આમ સમજાય છે. કાચમાં દેખાતા મુખના પ્રતિબિંબની જેમ અન્ય વ્યક્તિમાં રહેલું પરમાત્મા-પણું તો માત્ર આલંબનરૂપ જ છે. હકીકતથી તો પોતાનું જ પરમાત્માપણું મેળવવાનું છે. કારણ કે પોતાનો જે આત્મા છે તે જ મોહ માલિનો નાશ કરવાથી પરમાત્મા બને છે અને આ જ પરમાત્મપણું ઉપાદેય છે. મેળવવાનું છે તેના આલંબન રૂપે જ પોતાનાથી ભિન્ન એવા વીતરાગ પરમાત્માનું આલંબન લીધેલું છે. બાકી વીતરાગ પરમાત્મામાં રહેલું Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રથમ પ્રસ્તાવ યોગસાર વીતરાગપણે સાધક આત્માથી ભિન્ન છે માટે નિમિત્તમાત્રરૂપે ઉપકારક અવશ્ય છે, પણ તે સ્વરૂપ તેમનામાં હોવાથી આપણો આત્મા પ્રાપ્ત કરી શકતો નથી. તેઓનું પરમાત્માપણું જોઈ જોઈને પોતાનામાં રહેલું પોતાનું જ વીતરાગપણે પ્રગટ કરવાનું છે અને તે એકાકારપણાના ધ્યાનથી આ આત્મા પ્રાપ્ત કરી શકે છે. તેથી આ જ આત્મા આ જ આત્મામાં રહેલું પોતાનું પરમાત્મપણું પ્રગટ કરે છે અને વાસ્તવિકપણે તે જ ઉપાદેય છે. જેમ ઇયળ ભમરીનું ધ્યાન કરતી કરતી ભમરીના ચટકાથી ભમરીપણાને પામે છે, તેમ આ જ આત્મા પરમાત્માના ધ્યાનમાત્રથી પોતાના જ રાગાદિ દોષોનો નાશ કરીને પોતાનું જ “પરમાત્મપણું” પ્રગટ કરે છે. આ આત્મા જ સ્વયં પોતે જ પોતાની જ પરમાત્મદેશાને પામે છે. ||૧૪ો. यादृशोऽनन्त वीर्यादिगुणोऽतिविमलः प्रभुः । तादृशास्तेऽपि जायन्ते, कर्ममालिन्यशोधनात् ॥१५॥ ગાથાર્થ :- જેવા પ્રકારનો પ્રભુનો આત્મા અનન્તવીર્યાદિ ગુણોથી યુક્ત અને અત્યન્ત નિર્મળ-ચોખ્ખો છે, તેવા જ પ્રકારના તે ધ્યાતા એવા સંસારી આત્માઓ પણ કર્મોની મલીનતા દૂર થઈ જવાથી નિર્મળ-ચોખ્ખા બની જાય છે. ૧પી વિવેચન :- ઋષભદેવાદિ ચોવીશે તીર્થંકર ભગવંતો તથા આજ સુધી મુક્તિદશાને પામેલા અનંત અનંત સિદ્ધ પરમાત્મા જેમ અનંત વીર્યાદિ (અનંત વીર્ય-અનંતજ્ઞાન-અનંતદર્શન અને ચારિત્ર આદિ) ગુણોથી ભરપૂર ભરેલા છે તથા અત્યન્ત શુદ્ધ આત્મા છે ક્યાંય પણ અલ્પમાત્રાએ પણ મલીનતા નથી તેવો જ મારો પોતાનો આત્મા પણ અનંત અનંત ગુણોનો સ્વામી અને સુવર્ણની જેમ અત્યન્ત નિર્મળ છે. માત્ર તેમાં કર્મોની મલીનતાએ (કર્મજન્ય મલીનતાએ) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૩ યોગસાર પ્રથમ પ્રસ્તાવ પ્રવેશ કર્યો છે, તેથી તેનું પરમાત્માપણું દૃષ્ટિગોચર થતું નથી. હું જો મોહના નાશનો પ્રયત્ન કરું તો કર્મજન્ય માલિન્યતા દૂર થઈ શકે છે અને ત્યારે મારો જ આત્મા પરમાત્મદશાને પામી શકે છે. વીતરાગ પ્રભુમાં રહેલું પરમાત્મપણું તો મારા આત્માની પરમાત્મદશાને ઉઘાડવામાં માત્ર કારણભૂત છે. બાકી ઉપાદેય તો મારા જ આત્માની પરમાત્મદશા છે અને કર્મમાલિન્યતા દૂર કરવાથી તે મારી પોતાની પરમાત્મદેશા હું જ પ્રાપ્ત કરી શકું છું. જેટલા જેટલા જીવો કર્મો ખપાવીને મોક્ષે ગયા છે, તે સઘળાય પણ આત્મા અનાદિથી બહિરાત્મ ભાવમાં જ હતા. તેઓએ વીતરાગ પરમાત્માનું આલંબન માત્ર લીધું છે. પરંતુ તે આલંબનથી પ્રગટ તો પોતાનું જ પરમાત્મપણું કર્યું છે. માટે હે જીવ ? તું પોતે જ જો ધર્મ પુરુષાર્થ કરે અને રાગાદિ દોષોને દૂર કરે તો તારામાં રહેલી કર્મજન્ય માલિન્યતા દૂર થવાથી તે પોતે જ પરમાત્મા બની શકે છે અને તે જ તત્ત્વ ઉપાદેય છે. વીતરાગ પરમાત્મામાં રહેલું પરમાત્મપણું તેઓમાં જ રહે છે. આપણામાં આવતું નથી. માત્ર તેને જોઈ જોઈને પોતાનું જ પરમાત્મપણે જે પોતાનામાં છુપાયેલું છે જ, તેને પ્રગટ કરવાનું છે. આ રીતે નિરંતર ચિંતન-મનન કરતાં આ આત્મા જ પરમાત્મા બને છે અને વાસ્તવિકપણે તે જ ઉપાદેય તત્ત્વ છે. ||૧પ आत्मानो देहिनो भिन्नाः, कर्मपङ्ककलङ्किताः । अदेहः कर्मनिर्मुक्तः, परमात्मा न भिद्यते ॥१६॥ ગાથાર્થ :- કર્મમલથી કલંકિત થયેલા સર્વે પણ આત્માઓ ભિન્ન ભિન્ન (સ્વરૂપવાળા) છે, પરંતુ શરીરરહિત અને કર્મમલથી મુક્ત બનેલો આ જ આત્મા જ્યારે પરમાત્મા બને છે. ત્યારે પરમાત્મા તે પોતાના આત્માથી ભિન્ન નથી. II૧૬ll. Page #44 -------------------------------------------------------------------------- ________________ ४४ પ્રથમ પ્રસ્તાવ યોગસાર વિવેચન :- સંસારમાં ફરતા સર્વે પણ જીવો કર્મરૂપી મલથી (કાદવથી) ખરડાયેલા છે. તેથી દેવ-નારકી-તિર્યંચ-મનુષ્ય-એકેન્દ્રિયવિકલેન્દ્રિય-પંચેન્દ્રિય ઇત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન ભાસે છે અને કર્મજન્ય મલીનતાના કારણે ભિન્ન ભિન્ન છે પણ ખરા. પરંતુ જ્યારે કર્મમેલ દૂર થઈ જાય છે અને કેવળ એકલો આત્મા રહે છે અને શુદ્ધ-બુદ્ધ બને છે, ત્યારે તેવા અનંત પરમાત્માઓમાં પણ કંઈ તફાવત (કે તરતમતા) નથી. તળાવમાં રહેલું પાણી એક હોવા છતાં પણ જયારે ચંડાળના ઘડામાં આવે છે, ત્યારે તે અસ્પૃશ્ય બની જાય છે અને તે જ તળાવનું પાણી બ્રાહ્મણ આદિના ઘડામાં આવી જાય છે, ત્યારે સ્પૃશ્ય બને છે. તેમ કર્મજન્ય મલીનતા જ્યારે હોય છે, ત્યારે જ જીવે જીવે ભેદ હોય છે. ઊંચા નીચા-પણાનો ભેદ માત્ર કર્મજન્ય છે. જયારે કર્મમેલ આ આત્મામાંથી દૂર થઈ જાય છે, ત્યારે સર્વે પણ આત્મા શુદ્ધ-બુદ્ધ-નિર્મળ અને સ્વચ્છ થયા છતા પરમાત્મા જ બને છે. એકસરખા સમાન છે, કોઈ જ તરતમતા નથી. જે સિદ્ધના ૧૫ ભેદ આવે છે, તે પણ પૂર્વજન્મને આશ્રયી જ છે. સિદ્ધાવસ્થામાં સર્વે આત્મા સમાન સ્વરૂપવાળા જ છે. જીવવિચારાદિ ગ્રન્થોમાં જીવોના જે પ૬૩ ભેદો જણાવ્યા છે, તે સઘળા પણ સંસારી-કર્મકૃત અવસ્થાને ધ્યાનમાં લઈને જ કહ્યા છે. કર્મકૃત અવસ્થાને જો દૂર મૂકવામાં આવે તો સર્વે પણ આત્મા સમાન છે અનંતાનંત આત્મામાં કોઈ ભેદ નથી.’ વ્યવહારનય સ્થૂલદેષ્ટિવાળો છે. એટલે દેહ-રૂપ-રંગ ઇત્યાદિ ભાવો જીવના પોતાના માને છે, તેથી કોઈ પુરુષ કાળો, કોઈ પુરુષ ધોળો, કોઈ જાડો, કોઈ પાતળો, કોઈ ઉંચો, કોઈ નીચો ઇત્યાદિ રૂપે Page #45 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૪૫ ભિન્ન ભિન્ન છે. આમ વ્યવહારથી દેખાય છે, પરંતુ શુદ્ધ સંગ્રહાયની અપેક્ષાએ તમામ જીવોમાં આત્મત્વ (આત્માના ગુણોનું અસ્તિત્વ) ઇત્યાદિ ધર્મો એકસરખા સમાન છે. કોઈ આત્મા હીનાધિક નથી. સર્વે પણ આત્માઓનું આત્મત્વ એકસરખું-સમાન છે. તેથી જ જયારે જયારે આ આત્મા કર્મવાળો હોય છે. ત્યારે ત્યારે ભિન્ન ભિન્ન ભાસે છે, પરંતુ તેમાં રહેલા કર્મરહિત મૂળ આત્માને જો જોવામાં આવે તો સર્વે પણ જીવોનું પરમાત્મપણું એકસરખું-સમાન છે અને સમાન જણાય છે.૧૬ll संख्ययाऽनेकरूपोऽपि, गुणतस्त्वेकः एव सः । अनन्तदर्शनज्ञानवीर्यानन्द गुणात्मकः ॥१७॥ ગાથાર્થ :- સંખ્યા વડે અનંત આત્માઓ સિદ્ધ હોવા છતાં પણ ગુણોની અપેક્ષાએ તે સઘળા પણ સિદ્ધ ભગવંતો એક જ છે. (એક સરખા સ્વરૂપવાળા જ છે) અને તે પ્રત્યેક આત્માઓ એકસરખા સમાન અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ સ્વરૂપે સમાન ગુણાત્મક છે. /૧ળી વિવેચન :- જે જે આત્માઓ કર્મ ખપાવીને અશરીરી બનીને મુક્તાવસ્થાને પામ્યા છે અને પામે છે. તેવા સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં અનંતા થયા છે, ભાવિમાં પણ અનંતા થશે અને વર્તમાનકાળે પણ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થાય છે. આમ સંખ્યાની અપેક્ષાએ અનંતા સિદ્ધ ભગવંતો છે, પરંતુ તે સર્વે અનંત સિદ્ધ ભગવંતો પણ ગુણોની અપેક્ષાએ એકસરખા-સમાન છે. કોઈ સિદ્ધ પરમાત્મામાં હીન કે અધિક ગુણ નથી, સર્વે પણ ભગવંતો ગુણપ્રાગટ્યની અપેક્ષાએ તુલ્ય છે. એકે એક સિદ્ધ પરમાત્મામાં અનંત કેવળજ્ઞાન, અનંત કેવળદર્શન, અનંત અવ્યાબાધ સુખ, અનંત ચારિત્ર, અનંતવીર્ય આદિ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રથમ પ્રસ્તાવ યોગસાર આત્મિકગુણો હીનાધિક રહિતપણે સર્વ આત્મામાં તુલ્યપણે પ્રગટ થયેલા છે. આ રીતે ગુણોની સદૃશતાને લીધે સર્વે પણ સિદ્ધ ભગવંતો સંખ્યામાં અનંત હોવા છતાં એક છે, સમાન છે. મુક્તિમાં જીવદ્રવ્યો ભિન્ન ભિન્ન છે, પણ પ્રગટ ગુણોપણું સર્વત્ર તુલ્ય છે. તેથી મુક્તગત સર્વે પણ જીવદ્રવ્યો વ્યક્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન પણ છે અને સહજ સ્વરૂપ પ્રાગટ્યની અપેક્ષાએ એક પણ છે. આ રીતે અપેક્ષાવાળું જ વસ્તુઓનું સ્વરૂપ છે. સ્યાદ્વાદ શૈલીએ જ જગતનું સ્વરૂપ રહેલું છે. આમ સ્યાદ્વાદ દષ્ટિથી અર્થાત અનેકાંતવાદની અપેક્ષાએ જ પ્રત્યેક વસ્તુનું ચિંતન-મનન જો કરવામાં આવે તો આ વાત અવશ્ય સમજાય તેવી છે અને અતિશયપણે યથાર્થ છે. દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધ પરમાત્માની સંખ્યા અનંત હોવા છતાં પણ તેઓમાં પ્રગટ થયેલું આત્મસ્વરૂપ સરખું-સમાન હોવાથી સિદ્ધ ભગવંત “એક” છે. આમ જ કહેવાય છે. વસ્તુ ભિન્ન ભિન્ન હોય પણ સ્વરૂપથી સમાન હોય તો તે એક જ છે. આમ જ કહેવાય છે. આ વાત આપણે હવે એક ઉદાહરણ પૂર્વક સમજીએ. ||૧૭ી. जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् । सर्वत्रापि तदेवैकं, परमात्मा तथा प्रभुः ॥१८॥ ગાથાર્થ :- જેમ ઉત્તમ એવું સુવર્ણ, હાર-વીંટી-કડુ-કુંડળ આદિ અલંકારો રૂપે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સર્વત્ર (સર્વે પણ અલંકારોમાં) તે સુવર્ણ સુવર્ણપણે એક જ છે. સમાન જ છે. તેવી રીતે વીતરાગ પરમાત્મા પણ અનંતની સંખ્યામાં હોવા છતાં પણ સમાન સ્વરૂપે હોવાથી એક જ છે. ll૧૮ll Page #47 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ભાવાર્થ :- આજ સુધી મોક્ષમાં અનંતા જીવો ગયા છે અને અનંતા જીવો જશે. તે સઘળા દ્રવ્યપણે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ પ્રગટ થયેલા સ્વરૂપની અપેક્ષાએ સમાન છે. આ જ વાત ગ્રન્થકારશ્રી એક દૃષ્ટાન્તથી સમજાવે છે કે – સુવર્ણના બનાવેલા હાર-કુંડલ-બંગડી-વીંટી વિગેરે અનેક પ્રકારના દાગીનાઓમાં તે તે અલંકારરૂપે જુદા જુદા હોવા છતાં પણ “સુવર્ણપણે” સર્વત્ર સમાન જ છે. આંગળીમાં પહેરાતી વીંટી કાંડે પહેરાતી નથી અને કાંડે પહેરાતી બંગડી કંઈ આંગળીએ પહેરાતી નથી. તેથી તે બન્ને વસ્તુઓ જુદી જુદી છે. યથાસ્થાને જ કામ આવે છે તો પણ તે સઘળી પણ સોનાની વસ્તુઓ સુવર્ણરૂપે સમાન જ છે. સુવર્ણપણે જોઈશું તો તુલ્ય જ દેખાશે. અનંત એવા સિદ્ધ ભગવંતોમાં રહેલી સિદ્ધતા એક સરખી સમાન હોવાથી એક જ છે. વ્યક્તિ અપેક્ષાએ સિદ્ધતા ભિન્ન ભિન્ન હોવા છતાં પણ મૂલ સ્વરૂપની અપેક્ષાએ સમાન છે અર્થાત એક છે તથા જયાં એક સિદ્ધ પરમાત્મા રહેલા છે, ત્યાં જ સમાવગાહીપણે અને વિષમાવગાહીપણે પણ અનંત-અનંત સિદ્ધ ભગવંતો રહેલા છે. આમ વ્યક્તિ અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોવા છતાં પણ સ્વરૂપની અપેક્ષાએ બધા જ સિદ્ધ ભગવંતો એકરૂપવાળા છે, સારાંશ કે તે એક જ છે. એક સિદ્ધ પરમાત્મામાં જેવા અનંત કેવલજ્ઞાન, અનંત કેવલદર્શન, ક્ષાયિક સમ્યક્ત, અનંત વીર્ય, અનંત ચારિત્ર, અનંત આત્મગુણોનો આનંદ, અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુલઘુ, અનંત દાનાદિ ગુણો વર્તે છે તેવા સર્વે પણ ગુણો અનંત સિદ્ધ પરમાત્મામાં પણ સમાનપણે જ વર્તે છે. તેથી ગુણોની અપેક્ષાએ તુલ્ય હોવાથી તે અનંત સિદ્ધ ભગવંતો પણ એકરૂપ-એક સ્વરૂપ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર હોવાથી એક છે. આમ કહેવાય છે. દ્રવ્યથી સંખ્યાની દૃષ્ટિએ સિદ્ધ ભગવંતો અનંત હોવા છતાં પણ સમાન સ્વરૂપવાળા હોવાથી એક જ છે. આમ કહેવાય છે. સર્વે પણ સિદ્ધ ભગવંતોમાં સિદ્ધતા સમાન હોવાથી સિદ્ધ પરમાત્મા એક જ છે, આમ કહેવાય છે. અનંત સિદ્ધ ભગવંતોમાં રહેલી સિદ્ધતા એક છે સમાન છે. આ વાત અલંકારના ઉદાહરણથી જાણી લેવી. જેમ સુવર્ણના અલંકારો ભલે જુદા જુદા હોય, પરંતુ તે બધા જ અલંકારો સુવર્ણરૂપે એક જ છે, તેમ સિદ્ધ ભગવંતો વ્યક્તિપણે ભલે અનંત છે તો પણ સમાન સ્વરૂપવાળા હોવાથી એક જ છે. જે જે આત્માઓ મોક્ષે ગયા છે, મોક્ષે જાય છે અને મોક્ષે જશે તે સર્વે પણ આત્મામાં અનંત અનંત ગુણો સરખા હોવાથી સર્વે પણ તે આત્મામાં સિદ્ધતા-શુદ્ધતા-પૂર્ણતા અનંતતા એક સરખી સમાન હોવાથી સિદ્ધ ભગવંત એક જ છે. આમ પણ અપેક્ષા વિશેષથી કહેવાય છે. /૧૮ll आकाशवदरूपोऽसौ, चिद्पो नीरुजः शिवः । सिद्धक्षेत्रगतोऽनंतो, नित्यः शं परमश्नुते ॥१९॥ ગાથાર્થ :- આ પરમાત્મા આકાશની જેમ અરૂપી છે. ચિરૂપ અર્થાત્ જ્ઞાનમય છે, રોગ રહિત છે, કલ્યાણમય છે, સિદ્ધક્ષેત્રમાં ગયેલા છે. અનંત કાળ સુધી ત્યાં જ રહેનાર હોવાથી અનંત છે અને સદાકાળ પરમ સુખનો અનુભવ કરનારા છે. ૧૯મી વિવેચન :- મોક્ષમાં ગયેલા આ પરમાત્મા આકાશદ્રવ્યની જેમ વર્ણ-ગંધ-રસ અને સ્પર્શથી રહિત અર્થાતુ અરૂપી છે. આત્માનું પોતાનું મૂલસ્વરૂપ અરૂપી છે. તે સ્વરૂપને આ પરમાત્મા પામેલા છે. તેથી સદાકાળ રૂપાદિ રહિત-અરૂપી છે તથા ચેતનદ્રવ્ય હોવાથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૯ યોગસાર પ્રથમ પ્રસ્તાવ સદાકાળ સર્વ આત્મપ્રદેશોમાં જ્ઞાનગુણમય છે. ક્યાંય અલ્પમાત્રાએ અજ્ઞાનતાનો અંશ પણ નથી. વેદનીયાદિ કર્મો રહિત હોવાથી ક્યારેય પણ તાવ-કેન્સર આદિ નાના રોગોથી કે મહારોગોથી આ આત્મા પીડાતા નથી એટલે કે નિરોગી છે. તથા મોહનીયાદિ કર્મોનો સંબંધ જ ન હોવાથી સદાકાળ વિકારીભાવ વિનાના કેવળ કલ્યાણકારી પ્રકૃતિવાળા જ રહે છે. જેમ જીવની સહાય ન હોય તો પત્થરાદિ પુદ્ગલદ્રવ્ય પોતાની રીતે નીચે જ જવાના સ્વભાવવાળું છે. તેમ શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોનો સંબંધ ન હોય ત્યારે કેવળ એકલો આત્મા ઉપર જવાના જ સ્વભાવવાળો છે તેના કારણે લોકાકાશના ઉપરના અન્તિમ આકાશ પ્રદેશોમાં જ એટલે કે સિદ્ધશિલાના ઉપરના ભાગમાં જઈને સદાકાળ માટે ત્યાં જ વસનારા છે. લોકાકાશના અન્તિમ ભાગમાં જ રહેનારા છે. જેમ પાણીમાં નાખેલો કાગળ પાણીના ઉપલા ભાગમાં જ તરે છે, તેમ કર્મ વિનાનો જીવ લોકાકાશના ઉપલા ભાગમાં જ રહે છે. વળી ત્યાં ગયા પછી ક્યારેય પણ ફરીથી તે જીવને કર્મો લાગતાં નથી, એટલે ફરીથી ક્યારેય પણ સંસારમાં આવતો નથી. ફરીથી ક્યારેય પણ જન્મ-મરણ પામતો નથી માટે અનંતકાળ સુધી ત્યાં જ રહેનાર અને અનંત સુખવાળો હોવાથી અનંત છે. તથા સંસારમાં જેમ ક્યારેક વધારે સુખ ક્યારેક વધારે દુ:ખ, ક્યારેક ઓછું સુખ અને ક્યારેક ઓછું દુ:ખ એમ ચડતી-પડતીને જીવ અનુભવે છે. તેમ મોક્ષમાં આવી ચડતી-પડતી હોતી નથી. તેથી નિત્ય-સદાકાળ પરમસુખને જ અનુભવે છે. તેમના સુખનું વર્ણન સંસારમાં તેની ઉપમા ન હોવાથી આપણાથી કરી શકાતું નથી. જે અનુભવે તે જ જાણે એવું પરમસુખ ત્યાં છે. ||૧૯ો Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર येनैवाराधितो भावात्, तस्यासौ कुरुते शिवम् । सर्वजन्तुसमस्यास्य, न परात्मविभागिता ॥२०॥ ગાથાર્થ :- જે સંસારી જીવ વડે આ પરમાત્માની ભાવથી = હૃદયના ભાવપૂર્વક આરાધના કરાય છે, તે આત્માનું આ પરમાત્મા અવશ્ય કલ્યાણ કરે છે. સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા આ પરમાત્માને “આ મારો અને આ પરાયો” આવો ભેદ આવો વિભાગ હોતો નથી. (૨વી. વિવેચન :- શુદ્ધ-બુદ્ધ અને વીતરાગ થયેલા આ પરમાત્માને જે સંસારી જીવ ભાવપૂર્વક આરાધે છે, સાંસારિક કોઈ પણ પ્રકારનાં સુખોની અપેક્ષા રાખ્યા વિના તેમના જેવા વીતરાગ બનવા માટે જે જીવ વીતરાગ પરમાત્માને આરાધે છે તે જીવનું આ પરમાત્મા અવશ્ય કલ્યાણ કરે જ છે. એટલે કે તે જીવ અવશ્ય વીતરાગ બને જ છે. તે જીવનું પોતાના શુદ્ધ પરિણામથી અવશ્ય કલ્યાણ થાય જ છે. તે કલ્યાણ જાણે વીતરાગ પરમાત્માએ જ કર્યું હોય શું ? એમ ઉપચાર કરાય છે. કારણ આ પરમાત્મા વીતરાગ હોવાથી સર્વ જીવો પ્રત્યે સમભાવવાળા જ છે. તેઓશ્રીના જ્ઞાનમાં “આ પરાયો અને આ મારો” આવો ભેદ ક્યારેય સંભવતો નથી. તેમના જ્ઞાનમાં મારા-તારાપણાનો ભેદ નથી. તેઓ મોહ વિનાના છે. જીવ પોતાની જ જાગૃતિથી વીતરાગ બને છે. રવી कृतकृत्योऽयमाराद्धः, स्यादाज्ञापालनात् पुनः । आज्ञा तु निर्मलं चित्तं, कर्तव्यं स्फटिकोपमम् ॥२१॥ ગાથાર્થ :- આ પરમાત્મા કૃતકૃત્ય છે (તેમનાં સર્વે પણ કાર્યો થઈ ગયાં છે તેમને હવે કોઈ કાર્ય કરવાનું કે સાધવાનું બાકી નથી) પરંતુ તેમની આજ્ઞાનું પાલન જો કરવામાં આવે તો તેઓને આરાધ્યા Page #51 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૫૧ કહેવાય છે. આપણા ચિત્તને સ્ફટિકની ઉપમાવાળું અતિશય નિર્મળ કરવું. એ જ તે પરમાત્માની આજ્ઞા છે. ||રવો. વિવેચન :- પરમાત્મા સર્વ કર્મો ખપાવીને મોક્ષે ગયા છે. તેથી તેઓને કંઈ પણ કરવાનું કાર્ય (સાધવાનું સાધ્ય) બાકી નથી. તેથી તેઓ સંપૂર્ણપણે કૃતકૃત્ય છે. માટે જ આવા શુદ્ધ-બુદ્ધ વીતરાગ પરમાત્માની આજ્ઞા પાળવી. તે જ તેઓની આરાધના કરી કહેવાય છે. તેઓશ્રીની આ જ આજ્ઞા છે કે આપણા આ ચિત્તને (કામક્રોધાદિ) વિકારો રહિત બનાવીને સ્ફટિકની ઉપમાવાળું અત્યંત સ્વચ્છ અને નિર્મળ બનાવવું આ જ આજ્ઞા છે. પોતે વીતરાગ બન્યા છે અને “તમે વીતરાગ બનો!” આ જ તેઓની આજ્ઞા છે. તેથી આ આત્મામાંથી રાગ-દ્વેષ અને મોહાદિ વિકારો દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું. આ જ તેઓશ્રીની આજ્ઞા છે. આ આજ્ઞાને આપણે બરાબર સમજીએ અને જીવનમાં આ જ આજ્ઞા આત્મસાત કરીએ. |૨૧/l ज्ञानदर्शनशीलानि, पोषणीयानि सर्वदा । रागद्वेषादयो दोषा हन्तव्याश्च क्षणे क्षणे ॥२२॥ ગાથાર્થ - જ્ઞાન-દર્શન અને ચારિત્ર આ આત્માના ગુણો છે. તેનું સર્વકાળે રક્ષણ-પોષણ અને વૃદ્ધિ કરવી તથા રાગ-દ્વેષ વિગેરે આત્મામાં જે જે દોષો છે તે દોષો પ્રતિસમયે હણવા લાયક છે. રર/. ભાવાર્થ :- ચિત્તને અત્યંત નિર્મળ અને સ્વચ્છ બનાવવા માટે તેના ઉપાયોનું સંપૂર્ણપણે અને યથાર્થ રીતે સેવન કરવું. મુખ્યત્વે ચિત્તને નિર્મળ કરવાના બે ઉપાયો છે. એક તો ઉપાદેય ભાવોનો સ્વીકાર કરવો. એટલે કે મનને પવિત્ર રાખનારા એવા આત્મગુણો Page #52 -------------------------------------------------------------------------- ________________ પર પ્રથમ પ્રસ્તાવ યોગસાર જેમ કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ઇત્યાદિ આત્મગુણોને પ્રાપ્ત કરવા તથા પ્રાપ્ત કરેલા ગુણોની સુરક્ષા કરવી અને વૃદ્ધિ કરવી. તે જ મુક્તિદશા મેળવવા માટે મંગલકારી માર્ગ છે. નિશ્ચયનયની દૃષ્ટિએ રત્નત્રયી સ્વરૂપ આત્મગુણોને વિશુદ્ધ કરવા અને પૂર્ણપણે પ્રાપ્ત કરવા એટલે કે જીવનમાં આત્મસાત્ કરવા. તથા વ્યવહારથી આત્મગુણોની પ્રાપ્તિ અને તેની વૃદ્ધિના કારણભૂત પરમાત્માની ભક્તિ, ગુરુજીનો વિનય અને ગુરુજીની સેવાવૈયાવચ્ચ કરવી. તત્ત્વ જાણવાની જિજ્ઞાસા તથા તે તરફનો પુરુષાર્થ કરવો તથા વિધિ-નિષેધ સ્વરૂપ આચારોનું વિધિ-નિષેધ રૂપે સુંદર આચરણ કરીને યથાર્થ પાલન-પોષણ કરવું. આ જ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા છે. તેથી વધારે ને વધારે ચિત્ત નિર્મળ રહે તે પ્રમાણે પ્રભુભક્તિપ્રભુપૂજા-સ્તવના-પ્રભુના ગુણ ગાવા અને વ્રતોનું સુંદર પાલન, ધર્મધ્યાનાદિનું વારંવાર આસેવન કરવું. તેનાથી ચિત્તની નિર્મળતા અને સમતાભાવની તથા સમ્યગ્નાનાદિ ગુણોની પુષ્ટિ અને વૃદ્ધિ થાય છે. તથા બીજા ઉપાયરૂપે આત્મકલ્યાણના બાધક એવા રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોનો ત્યાગ કરવો. વિષય-કષાયોના આવેગને રોકવો. તે વિષય-કષાયોનો નિરોધ કરવો અને યથાશક્ય નાશ કરવો. ક્ષણે ક્ષણે આ કષાયોના આવેગનો નાશ કરવા પ્રયત્નશીલ રહેવું. આમ ઉપાદેયનું આસેવન અને હેયભાવોનો ત્યાગ આ બંને ઉપાયો અપનાવવાથી પરમાત્મા શ્રીવીતરાગદેવનું યથાર્થ દર્શન થાય છે. તેમની સાથે મીલન થયાનો યથાર્થ આનંદ પ્રાપ્ત થાય છે. આ ગુણો લાવવાથી સાધક આત્મા ધીરે ધીરે ઉપર-ઉપરના ગુણસ્થાનકો પ્રાપ્ત કરે છે અને અન્તુ કેવલજ્ઞાન પામે છે અને પોતે જ પરમાત્મપદ પામે છે. ૨૨ Page #53 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ एतावत्येव तस्याज्ञा, कर्मद्रुमकुठारिका । समस्तद्वादशांगार्थसारभूताऽतिदुर्लभा ॥२३॥ ૫૩ ગાથાર્થ - શ્રી વીતરાગ પરમાત્માની આટલી જ આજ્ઞા છે અને તે આજ્ઞા કર્મરૂપી વૃક્ષોનો મૂળથી ઉચ્છેદ કરવા માટે કુહાડી સમાન છે તથા સંપૂર્ણ દ્વાદશાંગી સ્વરૂપ જિનેશ્વર પ્રભુના આગમના સારભૂત છે તથા તે આજ્ઞાની પ્રાપ્તિ અને પાલન અતિશય દુર્લભ છે. II૨૩।। વિવેચન - પરમાત્મા શ્રીવીતરાગદેવની આ જ આજ્ઞા છે કે આત્માનો ઉપકાર કરનારા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ રત્નત્રયીની આરાધના અને સાધના કરવી. સમસ્ત આગમ શાસ્ત્રોનો પણ આ જ સાર છે. જીવનમાં તેની પ્રાપ્તિ દેવ-ગુરુની વિધિપૂર્વક સેવા અને ઉપાસના કરવાથી પ્રાપ્ત થાય છે. (૧) દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્મા એ જ સાચા દેવ છે એ જ ઉપાસ્ય છે, આરાધ્ય છે. તેમની સેવા-શુશ્રુષામાં વર્તવું. (૨) ૫૨માત્માની આજ્ઞાને અનુસારે ચાલનારા, સંયમને પાળનારા, આત્મસાધનામાં તત્પર અને પાંચ મહાવ્રતને યથાર્થપણે પાળનારા એવા નિર્પ્રન્થ સાધુ-મહાત્મા એ જ સાચા ગુરુ છે. (૩) અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ ધર્મ છે. આમ આ રત્નત્રયીનો સુયોગ પ્રાપ્ત થવો અતિશય દુર્લભતર છે. દેવાધિદેવ શ્રી વીતરાગ પરમાત્માની સેવા-પૂજા અને ભક્તિ દ્વારા કઠીન કર્મોનો પણ ઉચ્છેદ થાય છે અને તેના દ્વારા આત્માના સહજ શુદ્ધ સ્વરૂપની રૂચિ-પ્રીતિ થાય છે. તેનાથી આ જીવમાં સૌથી પ્રથમ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થાય છે. આત્મસ્વરૂપની રૂચિ પ્રગટ થાય છે. આ રીતે શ્રુતજ્ઞાન વડે અને શ્રુતજ્ઞાનીઓના સંપર્ક વડે ભાવથી પરમાત્માની સાથે મીલન થવા દ્વારા આ જીવમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર તથા ધર્મગુરુની સેવા-ભક્તિ કરવાથી તેમની પાસેથી સમ્યગ્જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા ઉત્તમ આચરણ તથા વ્રતનિયમોના પાલન સ્વરૂપ દ્રવ્યચારિત્ર અને આત્મભાવની રમણતા સ્વરૂપ ભાવચારિત્રની પણ પ્રાપ્તિ થાય છે. ૫૪ સારાંશ કે દેવ-ગુરુ અને ધર્મની ઉપાસના દ્વારા સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એમ રત્નત્રયીની પ્રાપ્તિ કરવા વડે આત્માને નિરંતર આવા પ્રકારના ઉત્તમ પ્રયત્નમાં જ જોડી દેવો જોઈએ. આવા કાર્યમાં સતત પ્રયત્નશીલ બનવું. આ જ જિનેશ્વર પ્રભુની આજ્ઞા છે. આ આજ્ઞાનું આરાધન કર્મોરૂપી વૃક્ષોનો ઉચ્છેદ કરવામાં કુહાડી સમાન છે અને સમસ્ત દ્વાદશાંગીના સારભૂત છે. આવા પ્રકારની આજ્ઞાની પ્રાપ્તિ થવી અને તે આજ્ઞાનું પાલન થવું અતિશય દુર્લભદુર્લભતર છે. આપણને મહાપુણ્યોદયે આની પ્રાપ્તિ થઈ છે, તેને બરાબર સફળ કરવી. ॥૨॥ विश्वस्य वत्सलेनापि, त्रैलोक्यप्रभुणाऽपि च । साक्षाद् विहरमाणेन, श्रीवीरेण तदा किल ॥२४॥ एव रक्षिता दुःखभैरवात् भवसागरात् । રૂડ્સ ચૈ: સ્વીતા, મહિનિીમયાવિભિઃ રા ગાથાર્થ – – સમસ્ત વિશ્વ ઉપર અતિશય વાત્સલ્યભાવવાળા અને ત્રણે લોકના સ્વામી તથા પૃથ્વી ઉપર ગામાનુગામ વિચરતા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે દુ:ખથી ભયંકર એવા આ ભવસાગરમાંથી તેઓની જ સુરક્ષા કરાઈ છે કે ભક્તિથી અતિશય ભરેલા હ્રદયપૂર્વક જે અભયકુમાર આદિ (ઉત્તમ આત્માઓ) વડે પ્રભુની આજ્ઞા સ્વીકારાઈ હતી. ।।૨૪-૨૫। Page #55 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૫૫ વિવેચન - પરમતારક પરમાત્માશ્રી વીતરાગદેવની આજ્ઞાને જેઓ માને છે, સમજે છે અને સ્વીકારે છે, તેઓએ પ્રભુને જ સ્વીકાર્યા કહેવાય. કારણ કે આજ્ઞા અને આજ્ઞાવાન પુરુષનો કથંચિદ્ અભેદ છે. તેથી જેઓ પરમાત્માની આજ્ઞા સ્વીકારે છે, તે જીવોનું ભગવાનની હાજરી હોય તો પણ અને ભગવાનની ગેરહાજરી હોય તો પણ પરમાત્માની આજ્ઞાપાલનતા તે જીવોનું અવશ્ય આ સંસારથી રક્ષણ કરે છે. પરમાત્માની આજ્ઞાનો સ્વીકાર આ જીવને અવશ્ય મોક્ષપદ આપે જ છે. પરમાત્મા અને તેમની આજ્ઞા આ બન્ને વસ્તુ કથંચિત્ અભેદવાળી છે. તેથી પરમાત્મા જ આ જીવને સંસારથી તારનારા છે, આમ કહેવાય છે. આજ્ઞાનું પાલન કરનારા જીવને પ્રભુ અવશ્ય શિવપદ (મુક્તિનું સ્થાન) આપે છે, આમ કહેવાય છે. પરમાર્થથી તો પ્રભુની આજ્ઞા પાલનતા જ તારનાર છે. પ્રથમ પ્રસ્તાવ આ વાતને યથાર્થપણે સાચી કરનારા ભૂમિતલ ઉપર સદેહપણે સાક્ષાત્ વિચરતા સર્વજ્ઞ કેવલી એવા ભગવાન શ્રીમહાવીરસ્વામીના દૃષ્ટાન્તથી મજબૂત રીતે સમજાવતા ગ્રન્થકારશ્રી આ વાતને સિદ્ધ કરે છે કે સમસ્ત વિશ્વ ઉપર વાત્સલ્ય (પરમ કરૂણાના) ભાવવાળા એવા શ્રી મહાવીરદેવે પણ આ ભૂમિતલ ઉપર તેઓશ્રી સદેહે જ્યારે વિચરતા હતા, ત્યારે અમોઘ દેશના દ્વારા ભક્તિથી ભરપૂર ભરેલા એવા અભયકુમારાદિને (અભયકુમાર-મેઘકુમાર-ધન્ના-શાલિભદ્ર આદિ પુરુષોને અને ચંદનબાળા-સુલસા-મૃગાવતી આદિ શ્રાવિકાઓને) આ સંસારથી તાર્યા જ છે. સારાંશ કે જેઓએ પ્રભુની આજ્ઞાને હૃદયથી સ્વીકારી છે, તે સર્વેનો દુઃખોથી ભરેલા અને દુઃખોથી ભયંકર બનેલા આ ભવસાગરથી અવશ્ય ઉદ્ધાર કર્યો જ છે. ખરેખર પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ ભવસાગરને તરવા માટે જહાજ (વહાણ) સમાન છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૬ પ્રથમ પ્રસ્તાવ યોગસાર यैस्तु पापभराक्रान्तः, कालशौकरिकादिभिः । न स्वीकृता भवाम्भोधौ, ते भविष्यन्ति दुःखिताः ॥२६॥ ગાથાર્થ - પાપોના ભારેથી અતિશય દબાઈ ગયેલા એવા જે કાલશૌકરિક કષાયી આદિ વડે પરમાત્માની આજ્ઞા સ્વીકારાઈ નથી. તેઓ દુઃખી થયા છતા ભવસાગરમાં ભટકતા જ રહેશે. //ર૬ll વિવેચન - “પરમાત્માની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું” તે જ જહાજ છે. સંસારસાગરથી તારનાર છે. એક પ્રકારના તીર્થ સ્વરૂપ છે. તીર્થંકર પરમાત્મા પોતે પણ પોતાના પૂર્વભવોમાં આ જ જૈન તીર્થની આરાધના કરીને જ અંતિમ ભવમાં તેવા પ્રકારના તીર્થની સ્થાપના કરે છે. ઘણા ઘણા ભવ્ય જીવોને ઉપદેશ આપી આ ભવસાગરથી પાર ઉતારી શાશ્વત સુખરૂપ મોક્ષપદને આપે છે. પરંતુ જે જીવો અચરમાવર્તમાં હોય છે, એટલે કે ઘણો કાળ સંસારમાં જ રખડવાની ભવિતવ્યતાવાળા જ હોય છે. એવા જીવો અથવા અભવ્ય અને દીર્ઘ સંસારી ભવ્યજીવો જેવા કે કાલશૌકરિક નામનો કષાયી, કપિલા દાસી વિગેરે જેવા કે જીવો હોય છે, તેઓનાં પાપકર્મો તીવ્ર સ્થિતિ-રસવાળાં હોવાથી તેઓ ક્યારેય પણ તીર્થંકર પ્રભુની આજ્ઞાની આરાધના કરતા નથી. તેથી જ પરમાત્માની આજ્ઞા ન માનવાથી જ દુ:ખી દુ:ખી અને દીન બની ભવમાં ભટક્યા જ કરે છે. જે ભવ્યજીવો છે, શરમાવર્તકાળમાં પ્રવેશ્યા છે તથા અપુનર્બન્ધક અવસ્થાને પામ્યા છે, આવા જીવો પરમાત્માની આજ્ઞા પ્રત્યે પ્રીતિભાવરૂચિભાવ ધારણ કરે છે અને શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરે છે. ત્યારે અસાર એવા આ સંસારસાગરમાંથી મુક્ત બને છે અને અવશ્ય અનંતકાલસ્થાયી એવા મોક્ષપદને પામે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૭ યોગસાર પ્રથમ પ્રસ્તાવ સૂર્ય પોતાની તેજસ્વી પ્રકાશ સમગ્ર વિશ્વને આપે છે. સર્વને વસ્તુઓ દેખવાની દૃષ્ટિમાં સહાયક થાય છે તો પણ જે જે જીવો જન્માંધ છે તેવા જીવો તેનો લાભ લઈ શકતા નથી. તેવી જ રીતે પરમાત્માની આજ્ઞાપરમાત્માની સેવા સૂર્યની જેમ સર્વ જીવોને સર્વક્ષેત્રે સમ્યજ્ઞાનનો નિર્મળ પ્રકાશ આપે છે. પરંતુ મિથ્યાષ્ટિ, અજ્ઞાની અને અભવ્ય જીવો જન્માંધ જીવની જેમ તે પ્રકાશ પ્રાપ્ત કરી શકતા નથી. તેના કારણે તેઓમાં રહેલી આ અજ્ઞાનતા જ અવિદ્યા જ તેઓને ભવભ્રમણાદિ કરાવનાર અને જન્મમરણાદિનાં અપાર દુઃખો અપાવનાર બને છે. //રદીી. सर्वजन्तुहिताऽऽज्ञैवाज्ञैव मोक्षकपद्धतिः । चरिताऽऽज्ञैव चारित्रमाज्ञैव भवभञ्जनी ॥२७॥ ગાથાર્થ - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા જ સર્વ જીવોનું સદા હિત કરનારી છે. પરમાત્માની આજ્ઞા જ મોક્ષનો એક ધોરી રાજમાર્ગ છે. વિધિપૂર્વક આજ્ઞાપાલનનું આચરણ કરવું એ જ ચારિત્ર છે અને આ જિનાજ્ઞા જ ભવભ્રમણને ભાંગનારી છે. રણા વિવેચન – શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા એ જ સર્વ જીવોનું હિત કરનારી છે. શ્રી તીર્થંકર પરમાત્માએ ત્રસ અને સ્થાવર રૂપ સર્વ જીવોની હિંસાનો સર્વથા ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. શ્રી આચારાંગસૂત્રમાં છએ પ્રકારની જીવનિકાયોનું સૂક્ષ્મ સ્વરૂપ જણાવીને તે જીવોનું સર્વ રીતે રક્ષણ કરવાનું પ્રભુએ જણાવ્યું છે. સામાયિક ધર્મના પાલન વડે સર્વસાવદ્ય યોગોનો એટલે કે મનવચન અને કાયા દ્વારા કરણ-કરાવણ અને અનુમોદન રૂપે હિંસા આદિ પાપસ્થાનકોનો ત્યાગ થાય છે. સામાયિક ચારિત્ર વડે સર્વ જીવોનું અઢાર પાપસ્થાનકોથી સંરક્ષણ થાય છે. સામાયિક એ જ પાપોથી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર બચાવનાર અને સર્વ જીવોનું ૧૮ પાપસ્થાનકોથી સંરક્ષણ કરનાર છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં પોતે પણ દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ રૂપ સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારે છે અને તે જ સામાયિક સર્વ સાધુ થનારા અને સાધ્વીજી થનારા જીવોને પોતે જ આપે છે. શ્રાવક-શ્રાવિકા પણ દેશવિરતિ સામાયિક સ્વીકારી સ્થલથી હિંસાદિનો ત્યાગ કરે છે. આ પ્રમાણે સામાયિક એ સર્વસાવદ્ય યોગોના ત્યાગરૂપ અને સર્વ નિરવદ્ય યોગોના આસેવનરૂપ છે. તેથી સામાયિક ચારિત્ર જ હિતકર, શ્રેયસ્કર, ક્ષેમંકર અને શિવંકર છે. તે સામાયિક જ જિનાજ્ઞા રૂપ હોવાથી મુક્તિનો કલ્યાણકારી ધોરી રાજમાર્ગ છે. આ સામાયિક ચારિત્રના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. સમ્યક્ત સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્ર સામાયિક. આ ત્રણ પ્રકારનું સામાયિક એ જ પાપોથી બચાવનાર અને સર્વ જીવોનું સંરક્ષણ કરનાર છે. તેથી શ્રી તીર્થંકર પરમાત્મા સ્વયં પોતે પણ દીક્ષા ગ્રહણ કરીને સર્વવિરતિ રૂપ સામાયિકની પ્રતિજ્ઞા સ્વીકારે છે અને તે જ સામાયિક સર્વ સાધુ થનારા અને સાધ્વીજી થનારા જીવોને પોતે જ આપે છે. શ્રાવક-શ્રાવિકા પણ દેશવિરતિ સામાયિક સ્વીકારી ધૂલથી હિંસાદિનો ત્યાગ કરે છે. આ પ્રમાણે સામાયિક એ સર્વ સાવદ્ય યોગોના ત્યાગરૂપ અને સર્વ નિરવદ્ય યોગોના આસેવન રૂપ છે. તેથી સામાયિક ચારિત્ર જ હિતકર, શ્રેયસ્કર, ક્ષેમકર અને શિવંકર છે. તે સામાયિક જ જિનાજ્ઞારૂપ હોવાથી મુક્તિનો કલ્યાણકારી રાજમાર્ગ છે-ધોરીમાર્ગ છે. આ સામાયિક ચારિત્રના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં કહ્યા છે. સમ્યક્ત સામાયિક, શ્રુતસામાયિક અને ચારિત્રસામાયિક. આ ત્રણ પ્રકારનું સામાયિક એ જ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર સ્વરૂપ હોઈ Page #59 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૫૯ તે જ મુક્તિનો મંગલકારી માર્ગ છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞા પાળવી એ જ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ હોવાથી મુક્તિનો મંગળકારી માર્ગ છે. આમ સમજાવીને ચારિત્રધર્મનું વિધિપૂર્વક આચરણ કરાવી તીર્થંકર ભગવંતો ભવ્ય જીવોને મુક્તિનું શાશ્વત સુખ અપાવનાર બને છે. આ પ્રમાણે પ્રભુની આજ્ઞાનું પાલન એ જ ચારિત્ર છે અને તે ચારિત્ર જ સર્વ પ્રકારના કર્મોનો સંપૂર્ણ ક્ષય કરી ભવભ્રમણને ભાંગનાર છે. એટલે કે પ્રભુની આજ્ઞાના પાલન વડે જ ભવનો નાશ થાય છે. આત્મસ્વભાવમાં રમણતા કરવી અને વિભાવદશાથી-દોષોથી બચવું અને સ્વભાવદશામાં વિચરવું, આ જ નિશ્ચયથી ચારિત્ર છે. તેની પ્રાપ્તિ માટે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટપ્રવચન માતાનું અપ્રમત્તપણે પાલન કરવું-આરાધન કરવું એ વ્યવહાર ચારિત્ર છે. આ વ્યવહાર ચારિત્ર એ ભાવચારિત્રની પ્રાપ્તિનું અને ઉત્તરોત્તર તેની વિશુદ્ધિનું કારણ બને છે. II૨૭ના इयं तु ध्यानयोगेन, भावसारस्तुतिस्तवैः । पूजादिभिः सुचारित्रचर्यया पालिता भवेत् ॥ २८॥ ગાથાર્થ - ધર્મધ્યાન અને શુક્લધ્યાનના આલંબન વડે, ઉત્તમ ભાવવાહી એવી પરમાત્માની સ્તુતિઓ અને સ્તવનો વડે, દ્રવ્યપૂજા અને ભાવપૂજા વડે તથા નિર્મળ ચારિત્રના પાલન વડે યં=આ આજ્ઞાનું આરાધન કરેલું થાય છે. ।૨૮। વિવેચન – જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાના અનેક ઉપાયો છે. તેમાંથી ચાર ઉપાયોનું વર્ણન આ ગાથામાં છે. (૧) ધ્યાનયોગથી – પરમાત્માના સ્વરૂપના ચિંતન-મનનમાં ગરકાવ થવાથી પરમાત્માની સાથે એકતા પ્રાપ્ત થાય છે અને આ આત્મા સમાપત્તિ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૬૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર યોગને પામે છે. ધ્યાન દ્વારા આત્મા ઘણા ચિકણા કર્મોનો પણ નાશ કરી શકે છે. પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પહેલાં ઘણો સમય ધ્યાનમાં જ પસાર કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. उत्तमसंहननस्य एकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९॥ ઉત્તમ સંઘયણવાળા જીવો એકાગ્રપણે જે ચિંતન-મનન કરે અને તેરમાં ગુણઠાણના અંતે જે યોગનિરોધ કરે તે બન્નેને ધ્યાન કહેવાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – “વન્તા-ભાવનાપૂર્વો સ્થિરોડષ્યવસાય: ધ્યાનમ્” ચિંતવણા કરવા પૂર્વક અને ભાવનાપૂર્વકનો જે સ્થિર એવો અધ્યવસાય તે ધ્યાન કહેવાય છે. ચિંતા - એટલે ચિંતન કરવું. વિચારણા કરવી. કોઈ પણ એક વિષયમાં ઊંડા ઉતરવું. તે તે વિષયના વિચારોમાં લયલીન થવું. ભાવના - અભ્યાસ રૂપ છે. જીવનમાં ઉતારવા સ્વરૂપ છે. આચરણ કરવું. ધ્યાનયોગમાં પ્રવેશવા માટે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના રૂપે ચાર પ્રકારની ભાવના છે. શાસ્ત્રોમાં જે ગ્રહણ અને આસેવન એમ બે પ્રકારની શિક્ષા જણાવી છે, તેમાં ચિંતવણા એ ગ્રહણશિક્ષા રૂપ છે અને ભાવના એ આસેવન શિક્ષાસ્વરૂપ છે. આ પ્રમાણે પરમાત્માએ કહેલા આગમોના અર્થનું ચિંતન કરવા રૂપ ગ્રહણશિક્ષા અને તેમાં કહ્યા પ્રમાણે પંચાચારાદિ વ્રતોનું પાલન કરવું તે આસેવન શિક્ષા છે. આ બન્ને ભાવોની જીવનમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ કરવી તે ધ્યાન છે. તે ધ્યાનના સામાન્યથી ૪ ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્મબંધનો હેતુ હોવાથી હેય છે, ત્યાજ્ય છે. પરંતુ ધર્મધ્યાન અને Page #61 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૬૧ શુક્લધ્યાન તે બન્ને ધ્યાનો આત્માનું કલ્યાણ કરનાર હોવાથી ઉપાદેય છે. ત્યાં ધર્મધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે. (૧) આશાવિચય - આશ્રવ એ સર્વથા હેય છે અને સંવર તથા નિર્જરા એ ઉપાદેય છે. આવી પરમાત્માની આજ્ઞા છે. આ આજ્ઞાનું સતત ચિંતન-મનન કરવું અને તે આજ્ઞાને જીવનમાં આત્મસાત્ કરવી. આ આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય છે. (૨) અપાયવિચય – અપાય એટલે દુ:ખ, રાગ-દ્વેષ-મોહ, કષાયમિથ્યાત્વ વિગેરે ભાવોથી આ જીવ કર્મ જ બાંધે છે અને ભવોભવમાં રખડે છે. વધારે દુ:ખી દુ:ખી થાય છે. માટે રાગ-દ્વેષ-કષાય-મિથ્યાત્વ વિગેરે હેતુઓ સેવવા જેવા નથી. કેવળ દુ:ખ અને પીડાના જ કારણો છે. આવી ચિંતવણા કરવી તે અપાયવિચય ધર્મધ્યાન કહેવાય છે. (૩) વિપાકવિચય - મિથ્યાત્વાદિ બંધહેતુઓ દ્વારા બંધાયેલા કર્મોનો વિપાક એટલે કે કર્મોનાં ફળો ઘણા માઠાં છે. કોડાકોડી સાગરોપમ સુધી જેનો અંત આવતો નથી તથા નરક નિગોદમાં અપાર દુ:ખો સહન કરવાં પડે છે, આવું વિચારવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે. (૩) સંસ્થાનવિચય - ચૌદરાજલોકનું તથા છ દ્રવ્યોનું અને નવતત્ત્વનું ચિંતન-મનન કરવું તે. આ ધ્યાનના આલંબને પરમાત્માની સાથે એકાકારતા અને તન્મયતા વધે છે. પરમાત્માના સ્વરૂપનો વિચાર કરતાં કરતાં નામસ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચારે નિક્ષેપે પ્રભુના સ્વરૂપનું ચિંતનમનન કરતાં કરતાં આ આત્મા પરમાત્માના સ્વરૂપમાં એકાકાર બની જાય છે. સંસારી ભાવો ભૂલાતા જાય છે. આવી પ્રક્રિયાથી આ આત્મા ઘણાં ઘણાં કર્મો ખપાવે છે તથા વળી પિંડસ્થ પદસ્થ રૂપસ્થ અને રૂપાતીત આવી ચાર પ્રકારની ભાવનાઓ ભાવવા દ્વારા પરમાત્માના સ્વરૂપનું ચિંતન, મનન કરતાં કરતાં તે પરમાત્માની સાથે એકાકાર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૨ પ્રથમ પ્રસ્તાવ યોગસાર તન્મય થયેલો આ આત્મા ઘણાં ઘણાં કર્મો ખપાવે છે. આ રીતે પ્રાથમિક અવસ્થામાં ધર્મધ્યાન અને ઉપરની અવસ્થામાં શુક્લધ્યાન દ્વારા કર્મ ખપાવતો આ જીવ આગળ જાય છે. (૨) ભાવસારસ્તુતિસ્તવૈ: = બીજો ઉપાય શ્રેષ્ઠભાવપૂર્વક પરમાત્માની સ્તુતિઓ અને સ્તવનો ગાવાથી તેમાં અતિશય એકાકાર થવાથી, તેમનામાં વિદ્યમાન અનંતજ્ઞાનાદિ ઉત્તમ ગુણોનું સતત ગાન કરવાથી પરમાત્માની આજ્ઞાનું આરાધન થાય છે અને આપણો આત્મા તેમના તેવા પ્રકારના ગુણો તરફ વધારે ને વધારે આકર્ષાય છે. તેના દ્વારા તેમના પ્રત્યે અહોભાવ અને બહુમાન વૃદ્ધિ પામે છે. (૩) પૂજ્ઞામિ: = પરમાત્માની મૂર્તિ એ મૂર્તિ જ છે. એટલું માત્ર ન સમજતાં આ સાક્ષાત્ પરમાત્મા જ છે. આમ અભેદષ્ટિ કરીને વીતરાગદશાને જ પ્રધાનપણે નજરમાં રાખીને તે પરમાત્માની પૂજા સેવા આદિ કરવા પડે તેવી તેવી ક્રિયામાં એકાકાર થવાથી આ સાધક આત્મા ઘણાં કર્મો ખપાવે છે તથા આવા પ્રકારના ઉંચા ભાવોમાં ચડવાથી ઉત્તમ ચારિત્રધર્મનું પાલન થાય છે. (૪) સુવારિત્રવર્ધયા = આ રીતે ઉપર કહેલા ઉપાયો ઉપરાંત ઉત્તમ ચારિત્રનું પાલન કરવા દ્વારા અને સદાચારી શ્રેષ્ઠ જીવન જીવવા દ્વારા આમ ચારે પ્રકારે ધર્મનું આરાધન કરવાથી પરમાત્માની આજ્ઞાનું પાનિતા ભવેત્ = સારી રીતે પાલન કરેલું થાય છે. આ પ્રમાણે (૧) ધ્યાનયોગ દ્વારા (૨) ભાવવાહી સ્તુતિ અને સ્તવનાદિ દ્વારા, (૩) પરમાત્માની સેવા-પૂજા કરવા દ્વારા તથા (૪) ઉત્તમ સંસ્કારપૂર્વકનું સદાચારી જીવન જીવવાથી - આમ ચાર પ્રકારે જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે. આ રીતે આજ્ઞાપાલન એ જીવનનું કર્તવ્ય છે. આ જ શ્રેષ્ઠ માર્ગ છે. શ્રાવક-શ્રાવિકાને દ્રવ્યપૂજા પણ અવશ્ય કર્તવ્ય જ છે. તે દ્રવ્ય પૂજા આ આત્માને ઉત્તમોત્તમ ભાવમાં લાવે છે અને ઘણી ઘણી કર્મનિર્જરા કરાવનાર બને છે. ||રા Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૩ યોગસાર પ્રથમ પ્રસ્તાવ आराधितोऽस्त्वसौ, भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥२९॥ ગાથાર્થ - ભાવ સ્તવન કરવા દ્વારા અને ઉત્તમ વ્રતોનું આચરણ કરવા દ્વારા આ પરમાત્માની ભાવ આરાધના થાય છે તથા તેઓની દ્રવ્યપૂજા આદિ કરવા વડે અને દ્રવ્યસ્તવન તથા સ્તુતિઓ ગાવા દ્વારા પરમાત્માની રાગપૂર્વક જે ભક્તિ થાય છે તેને દ્રવ્ય આરાધના કહેવાય છે. વિવેચન - સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો આરંભ-સમારંભના સર્વથા ત્યાગી છે. એટલે તેઓશ્રી ભાવસ્તવન ગાવા દ્વારા અને પરમાત્માની આજ્ઞા અનુસાર મહાવ્રતોનું પાલન કરવા દ્વારા ભગવાનની આજ્ઞાના આરાધક બને છે અને શ્રાવક-શ્રાવિકા આરંભ-સમારંભના સર્વથા ત્યાગી નથી, તેથી સ્નાનાદિ કરવા પૂર્વક પરમાત્મા પ્રત્યે ઘણો ગુણાનુરાગ કરવાપૂર્વક દ્રવ્યપૂજાદિ દ્રવ્યક્રિયાનું આલંબન લેવાપૂર્વક અને દ્રવ્યસ્તવનો ગાવા દ્વારા પરમાત્માની આજ્ઞાનું આરાધન કરે છે. સાધુ-સંતોએ ઉત્તમ નિર્મળ અને વિશુદ્ધ ચારિત્ર પાળવાથી અને શ્રાવક-શ્રાવિકાએ જિનપૂજાદિ શુભ અનુષ્ઠાનોનું આચરણ કરવા દ્વારા પ્રભુની આજ્ઞાનું પાલન અને આરાધના થાય છે. પરમાત્માની આજ્ઞાને અનુસાર વ્રતો અને મહાવ્રતોનું પાલન કરવું, નિર્મળ ચારિત્ર પાળવું એ જ પ્રભુજીની આજ્ઞાનું આરાધન છે. પ્રભુજીની આજ્ઞાનું આરાધન જ અલ્પકાળમાં મુક્તિસુખ આપે છે. તથા જે શ્રાવક-શ્રાવિકા છે કે જેઓ ઘર ચલાવવાના આરંભસમારંભમાં જોડાયેલાં છે, તેઓ દ્રવ્યપૂજા કરવા દ્વારા પરમાત્માની પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન આચરવા વડે પરમાત્માની સાથે લયલીન થઈને ઘણાં ઘણાં કર્મો ખપાવે છે. પરમાત્મા પ્રત્યે ભક્તિરાગ એ પ્રશસ્ત રાગ હોવાથી અલ્પ માત્રામાં બંધહેતુ અને વિપુલ પ્રમાણમાં નિર્જરા હેતુ બને Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૪. પ્રથમ પ્રસ્તાવ યોગસાર છે અને અલ્પકાળમાં જ મુક્તિનો હેતુ બને છે. પરમાત્મા પ્રત્યેનો અવિચલ પ્રેમ તેઓની પૂજા-સ્તવના-ગુણગાન આદિ દ્વારા વ્યક્ત થાય છે. પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એમ ચાર પ્રકારનાં ધર્મ અનુષ્ઠાનો શાસ્ત્રમાં કહ્યાં છે. તે ચારમાં શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વિશેષ પ્રમાણમાં હોય છે. પરમાત્માની પૂજાસેવા કરવી, સ્તવના કરવી, ગુણગાન ગાવા - આ સઘળું ય પ્રીતિ અનુષ્ઠાન અને ભક્તિ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનો દ્વારા મન-વચન અને કાયા તે તે અનુષ્ઠાનોમાં લયલીન બનતાં અનાદિકાલીન પૌગલિક ભાવની પ્રીતિને તોડીને પરમાત્માની સાથે પ્રીતિ-ભક્તિવાળાં બને છે. વીતરાગની સાથે થયેલી પ્રીતિ અને ભક્તિ આ જીવને ટૂંકા ગાળામાં વીતરાગ બનાવે છે અને સાંસારિક ભાવોનો રાગ તોડે છે. કહ્યું છે કે – પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે છેડે એહા પરમ પુરુષથી રાગતા, એકત્વતા તો હો દાખી ગુણગેહા આ જીવ અનાદિકાળથી પર એવા પુદ્ગલ દ્રવ્ય પ્રત્યે પ્રીતિવાળો બનેલો જ છે. તેનાથી જ રાગ-દ્વેષ કરવા દ્વારા કર્મબંધ કરે છે અને સંસારમાં રખડે છે. જે મહાત્મા આ પરપ્રીતિને તોડે છે, તે જ આત્મા પરમાત્માની સાથે પ્રીતિ જોડી શકે છે. પરમાત્માની સાથે સંગતતા કરવી, એકાગ્રતા કરવી તે તો ગુણોનો ભંડાર અપાવનારી પ્રીતિ કહેલી છે. માટે તેમાં લયલીન થવું, ઉત્તમ સ્તવનો ગાવાં, પ્રભુજીના ગુણોનું ગાન કરવું - એ શ્રાવક-શ્રાવિકાનું કર્તવ્ય છે. સુમતિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી આનંદઘનજી મહારાજશ્રી કહે છે કેસુમતિનાથ ગુણશે મિલીજી, વાધે મુજમન પ્રીતિ તેલબિન્દુ જિમ વિસ્તરેજી, જળમાંહે ભલી રીતિ | સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગા Page #65 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ પરમાત્માની સાથે જે પ્રીતિ કરવી તે અનાદિકાળથી પર એવા પુદ્ગલ દ્રવ્યની સાથે જોડાયેલી પ્રીતિને તોડનારી છે. તેથી શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં અષ્ટપ્રકારી પૂજા કરવા દ્વારા પ્રભુજીના ગુણોરૂપી અમૃતનું પાન કરવું, ગુણો ગાવા એ જ શ્રાવક અને શ્રાવિકાના જીવન માટે શ્રેષ્ઠ કર્તવ્ય છે. જલમાં પડેલું તેલનું બિંદુ જેમ વિસ્તાર પામે છે, તેમ પરમાત્મા પ્રત્યેનો અવિચલ રાગ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામે છે. જે સાંસારિક બાબતોના રાગનો નાશ કરે છે. અષ્ટપ્રકારી પૂજા આદિ કરવા દ્વારા અનેક પ્રકારનાં પુષ્પો, ફળો, નૈવેદ્ય આદિ વસ્તુઓ પ્રભુજીને ભેટ ધરવા દ્વારા તથા સુંદર ભાવવાહી સ્તવનો-ગાયનો ગાવા દ્વારા, શ્રાવક-શ્રાવિકા પરમાત્માની ભક્તિ કરવા રૂપ ભક્તિરસમાં તલ્લીન થઈને ઘણાં ઘણાં કર્મોની નિર્જરા કરે છે. પરમાત્માના જન્મ-દીક્ષા આદિ સમયે ઈન્દ્ર આદિ ઘણા દેવો પણ આ ભક્તિરસમાં જોડાયા છે. આ કાર્ય દ્વારા ભાવોલ્લાસ વૃદ્ધિ પામે છે અને આવા પ્રકારના ભક્તિરસ દ્વારા આ જીવ મુક્તિનો અધિકારી બને છે. રાવણ જેવા મહારાજાએ અષ્ટાપદ પર્વત ઉપર ભક્તિરસ દ્વારા જ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. એટલે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં પ્રભુની ભક્તિ, ગુણો ગાવાં, સ્તવનો ગાવાં આ કર્તવ્ય છે, તેમનું કલ્યાણ આ દ્રવ્યસ્તવન દ્વારા પણ થાય છે અને ભાવસ્તવન લાવવાનું કારણ પણ બને છે. તેરા चिन्तामण्यादिकल्पस्य, स्वयं तस्य प्रभावतः । कृतो द्रव्यस्तवोऽपि स्यात्, कल्याणाय तदर्धिनाम् ॥३०॥ ગાથાર્થ – ચિંતામણિ રત્ન તુલ્ય અને કલ્પવૃક્ષ તથા કામધેનુ ગાય આદિની તુલ્ય એવા તે પરમાત્માના પુણ્ય પ્રભાવથી તે પરમાત્માનું Page #66 -------------------------------------------------------------------------- ________________ E પ્રથમ પ્રસ્તાવ યોગસાર કરાયેલું દ્રવ્યસ્તવન પણ કલ્યાણના અર્થી સાધક જીવોના કલ્યાણ માટે જ થાય છે. //૩/પી. વિવેચન- વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા પણ આજીવન કલ્યાણને કરનારી છે. આ પરમાત્મા તો ચિંતામણિ રત્ન કલ્પવૃક્ષ અને કામધેનુ ગાયની તુલ્ય છે. આ વસ્તુઓની તુલ્ય પ્રભાવવાળા છે, જેમ ચિંતામણિ રત્નાદિ પદાર્થો ભૌતિક સંપત્તિ આપે છે. તેમ આ વીતરાગ પરમાત્માની દ્રવ્યપૂજા કરવા દ્વારા દ્રવ્યપુણ્ય પણ બંધાય છે. એટલું જ નહીં, પણ સ્વર્ગ અને મોક્ષસુખો પણ આપે છે. તે કારણે ચિંતામણિ રત્નાદિ કરતાં પણ કંઈક અધિક શક્તિયુક્ત છે. ચિંતામણિ રત્નાદિ તો કેવળ સંસારિક સંપત્તિ જ માત્ર આપી શકે છે. જયારે પરમાત્માની દ્રવ્યપૂજા તો સાંસારિક સંપત્તિ આપવા સાથે આત્માનું કલ્યાણ થાય તેવી ભાવસંપત્તિ પણ આપે છે અર્થાત ગુણસંપત્તિ અને મોક્ષસંપત્તિ પણ આપે જ છે. એટલે પરમાર્થથી તો દ્રવ્યપૂજા. ચિંતામણિ આદિ રત્નતુલ્ય છે. એટલું જ માત્ર નથી, પણ તેનાથી કંઇક અધિક છે. કારણ કે અધિક ફળ આપે છે. વીતરાગ પરમાત્મા વીતરાગ અને અદેહી હોવાથી આપવાના વ્યવહારમાં જોડાતા નથી. પરંતુ તેઓની દ્રવ્યપૂજા કરનાર સાધકનો આત્મપરિણામ જ નિર્મળ થયે છતે અશુભ કર્મોનો નાશ કરે છે. દુર્ગતિનો ઉચ્છેદ કરે છે, લક્ષ્મીને વધારે છે, આરોગ્યાદિ ભાવોને પુષ્ટ કરે છે. સુખ-સૌભાગ્ય અને સંપત્તિ આપે છે. સર્વે પણ ગુણી પુરુષો ઉપર પ્રીતિ કરાવે છે. યશ-કીર્તિનો વિસ્તાર કરે છે અને સ્વર્ગ તથા મોક્ષનું શાશ્વત સુખ પણ આપે છે. આટલી બધી તાકાત આ દ્રવ્યપૂજામાં છે. પૂજાના કાળે અતિશય શુભભાવની વૃદ્ધિ થવાથી પૂર્વકાળે કરેલા અશુભ કર્મનો નાશ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૬૭ ભાવપુણ્યનું કારણ બને છે અને અંતે આત્માને કલ્યાણની પ્રાપ્તિ કરાવે તેવું દ્રવ્યપુણ્ય પ્રાપ્ત થાય છે. ૩૦/ स्वर्गापवर्गदो दव्यस्तवोऽत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत् कर्तव्यो गृहिणा सदा ॥ ३१ ॥ - ગાથાર્થ – પરમાત્માની દ્રવ્યપૂજા સ્વર્ગ અને મુક્તિના સુખને આપનારી છે તથા આ ભવમાં પણ સુખ અને સંપત્તિ આપનારી છે. વળી ચિત્તની પ્રસન્નતાનું પ્રધાનતમ કારણ છે. તેથી ગૃહસ્થ જીવોએ હંમેશાં તે દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. ॥૩૧॥ વિવેચન – દ્રવ્યપૂજામાં કંઈક અંશે આરંભ-સમારંભ જરૂર છે, પરંતુ આરંભ-સમારંભ અલ્પમાત્રામાં છે. જ્યારે ચિત્તની પ્રસન્નતા વધતાં પુણ્યબધ અને કર્મનિર્જરા વિપુલ પ્રમાણમાં છે. એટલે અલ્પબંધ અને વિશાલ નિર્જરા હોવાથી શ્રાવક-શ્રાવિકાના માટે તો અવશ્ય પ્રતિદિન કર્તવ્ય બને જ છે. શ્રાવક-શ્રાવિકાએ દ્રવ્યપૂજા અવશ્ય પ્રતિદિન કરવી જોઈએ. આવું શાસ્ત્રવિધાન હોવાથી તે પૂજા કરવાથી જિન આજ્ઞાનું પાલન થાય છે. ભક્તિમાં વૃદ્ધિ પામેલા પરિણામોથી આરંભ સમારંભજન્ય પાપ તો ક્યાંય નાશ પામી જાય છે. શ્રાવક અને શ્રાવિકા પોતાના કુટુંબના નિર્વાહ માટે જો વિશાલ પ્રમાણમાં આરંભ-સમારંભ કરે જ છે, તો જિનપૂજા નિમિત્તે સ્નાનાદિ કરવામાં કે ધૂપ-દીપાદિ કરવામાં કે પુષ્પાદિ ચઢાવવામાં હિંસાની શંકાશીલતા રાખીને તે તે કામો છોડી દેવાં અથવા અલ્પમાત્રામાં કરવાં તે ઉચિત નથી. કારણ કે આ ભાવસ્તવનની સામે દ્રવ્યહિંસાજન્ય પાપ બહુ જ અલ્પ માત્રામાં છે. અને ભાવસ્તવનની ધારામાં તે કર્મો બળીને ભસ્મ થઇ જાય છે. દ્રવ્યપૂજામાં થતી હિંસાને જ આગળ કરીને કેટલાક ભાઇઓ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર દ્રવ્યપૂજાનો નિષેધ કરે છે પરંતુ આ નિષેધ કરનારા કેટલાક ભાઈબહેનો રાજકોટમાં બિરાજમાન પોતાના ગુરુજીને વંદન કરવા અમદાવાદથી પોતાની ગાડી લઈને જાય છે અને ધર્મ કર્યાનો આનંદ માણે છે. અમદાવાદથી રાજકોટ ગાડી લઈને જતાં શું હિંસા થતી નથી? અર્થાત્ થાય જ છે. છતાં હિંસાની માત્રા કમ છે અને પરિણામની ધારાની વૃદ્ધિ બહુ જ છે. આ જ કારણ દ્રવ્યપૂજામાં પણ સમજવું જોઈએ. ભક્તિ અને ભાવપૂર્વક દ્રવ્યપૂજા કરનાર શ્રાવક અને શ્રાવિકા આ લોકમાં પણ સુખ-સંપત્તિ-સૌભાગ્ય-યશ પામે જ છે અને પરભવમાં પણ સ્વર્ગ-રાજ્યસંપત્તિ-ઉત્તમ માનવભવ, નિરોગી દેહ, વિશાળ રાજ્યાદિ પ્રાપ્ત કરે છે તથા ગણધરપદ અને તીર્થંકરપદ પ્રાપ્ત કરીને મુક્તિનાં સુખ પણ પ્રાપ્ત કરે જ છે. ૬૮ દ્રવ્યપૂજા એ ચિત્તની પ્રસન્નતાનું પ્રધાનતમ અતિશય શ્રેષ્ઠ કારણ છે. તેથી સર્વ શ્રાવક-શ્રાવિકાએ પ્રતિદિન દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. ।।૩૧।। भवेद् विरतिरप्यस्य यथाशक्ति पुनर्यदि । તતઃ પ્રક્ષરિત: સિંહઃ ર્મનિમંથન પ્રતિ "રૂરા ગાથાર્થ દ્રવ્યપૂજા કરતા એવા તે શ્રાવક અને શ્રાવિકામાં વિરતિના પરિણામ પણ થાય છે અથવા દેશવિરતિ ધર્મ આદિ યથોચિત નિયમો સ્વીકારવાપૂર્વકના ભાવ થાય છે. તેથી તે જીવ કર્મોનો વિનાશ કરવામાં સિંહના જેવો સજ્જ થયેલો ગણાય છે. ।।૩૨।। - વિવેચન – શ્રાવક-શ્રાવિકાના જીવનમાં આ દ્રવ્યપૂજાદિનું કાર્ય કરતાં કરતાં જળ-ચંદન-પુષ્પાદિ ઉત્તમ ઉત્તમ દ્રવ્યોનો વ્યવહાર કરતાં કરતાં વિરતિના (હિંસાદિ અઢાર પાપસ્થાનકોથી વિરમવાના) પરિણામવાળો થાય છે અને વિરતિના પરિણામ થવાના કારણે શ્રાવક Page #69 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૬૯ શ્રાવિકાના જીવનમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકારનાં શ્રાવક જીવનને યોગ્ય વ્રતો ધારણ કરે છે. કોઈક જીવમાં સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાળવારૂપ અથવા સ્વદારાસંતોષાદિ સ્વરૂપ એકાદ વ્રતનું પાલન કરવાનું વ્રત પણ આવે છે. આ પ્રમાણે દેશવિરતિધર્મ સ્વીકાર કરવાપૂર્વક મોહનીયકર્મનો વિજય કરવા માટે આ આત્મા સિંહની જેમ તત્પર થાય છે. કર્મોનો નાશ કરવા માટે દેશવિરતિધર્મ સ્વીકારી સિંહની જેમ કર્મોની સામે યુદ્ધ કરે છે. પશુઓમાં સિંહ જેમ એકલો હોય તો પણ ગાય-ભેંસ-બકરાં અને હાથી આદિ અનેક પશુઓનો સંહાર કરી શકે છે. તેની જેમ બળવાન સાધક એવો આ શ્રાવક પણ આણંદ અને કામદેવની જેમ યથાશક્તિ વ્રતો ધારણ કરી યથાર્થપણે પાલન કરી કર્મો ખપાવવા તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખો મેળવવા તત્પર-સમર્થ થાય છે. શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં અણુવ્રતાદિનું પાલન કરતાં કરતાં સામાયિક-પૌષધ આદિના આચરવાના કાળે ધ્યાન અને કાયોત્સર્ગાદિ કરવા દ્વારા આત્મતત્ત્વની વિચારણા કરતાં કરતાં પરિણામની ધારા ઘણી જ નિર્મળ બને છે. તેનાથી આણંદ અને કામદેવ આદિ શ્રાવકોની જેમ અવધિજ્ઞાન પણ આ જીવને પ્રગટ થાય છે તથા ધીરે ધીરે આત્મકલ્યાણની ભાવના વધતાં આ જીવને ઉદયન મંત્રીની જેમ સર્વવિરતિધર થવાના ભાવ પણ જાગે છે. આ રીતે આત્મતત્ત્વનો ભાવથી વિકાસ થાય છે. આત્મતત્ત્વની પ્રાપ્તિનો આ જ શ્રેષ્ઠ ઉપાય 9.113211 श्रावको बहुकर्मापि, पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म, शिवमाप्नोति सत्त्वरम् ॥३३॥ ગાથાર્થ શ્રાવક અને શ્રાવિકા ઘરસંબંધી ઘણા આરંભસમારંભાદિના બહુ કર્મોવાળો હોવા છતાં પણ પૂજા આદિ ધર્મનાં કાર્યો - Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭૦. પ્રથમ પ્રસ્તાવ યોગસાર કરવાની શુભ ભાવનાથી સર્વ કર્મોને ચૂરી નાખીને જલ્દી જલ્દી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. [૩૩ વિવેચન - શ્રાવક અને શ્રાવિકા ઘરવાળાં હોવાથી આરંભસમારંભવાળાં તો છે જ. તેનાં ત્યાગી નથી તો પણ અણુવ્રતાદિના પાલન કરવા દ્વારા ધર્મતત્ત્વનું આલંબન લઈને ગામનો નગરશેઠ હોય તો પણ અથવા દેશનો રાજા-મહારાજા હોય તો પણ અતિશય ભાવપૂર્વક શ્રી વીતરાગ પરમાત્માની ભાવપૂજા અને દ્રવ્યપૂજા કરતાં કરતાં શુભભાવ-વાળો બનીને કેવળજ્ઞાની-કેવળદર્શની બને છે. શ્રાવક જીવનમાં દ્રવ્યપૂજા કરતાં કરતાં પરિણામની ધારામાં ચઢતાં ચઢતાં સાંસારિક સર્વ બાહ્ય સંપત્તિ અને સુખ-સમૃદ્ધિનો ત્યાગ કરીને, મોહ-માયા અને મમતા તજી દઈને તે જ ભવમાં આત્મકલ્યાણ સાધે છે. આવા અનેક દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં જોવા મળે છે. નાગકેતુ પરમાત્માની પુષ્પપૂજા કરતા હતા ત્યારે જ ઝેરી સર્પ ડંખ મારે છે (કરડે છે, પરંતુ શુભધ્યાન દ્વારા વિષનું નિવારણ થઈ જાય છે અને કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે. સુવ્રત શેઠ તથા સુદર્શન શેઠ પરમાત્માની પ્રતિદિન દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરવા દ્વારા મૌન એકાદશીનું સુંદર વ્રતપાલન કરે છે અને નવકાર મંત્રનું ભાવપૂર્વક અતિશય ભાવવાહી સ્મરણ કરે છે કે જેનાથી શૂળીનું સિંહાસન થાય છે અને પોતાના માથે આવેલા ખોટા કલંકનું નિવારણ થાય છે. કાળક્રમે દીક્ષા ગ્રહણ કરી મુક્તિપદ સાધે છે. વળી સિંધુ અને સૌવીર દેશના સ્વામી ઉદાયન મહારાજા શ્રી મહાવીર પ્રભુની સુંદર મૂર્તિ પ્રાપ્ત થતાં પોતાની પત્ની શ્રીપ્રભાવતી રાણી સાથે પરમાત્માની ઉમદા ભાવપૂર્વક પૂજા કરે છે. આવા પ્રકારની દ્રવ્યપૂજા કરતાં કરતાં ભાવનાની વૃદ્ધિ થવાથી દેશવિરતિધર શ્રાવકશ્રાવિકા બને છે. પૌષધ કરીને નિર્મળ ભાવના ભાવે છે કે - ક ક = Page #71 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ જો ભગવાનશ્રી મહાવીરસ્વામી મારા નગરમાં પધારે તો હું સર્વવિરતિ ચારિત્ર સ્વીકારું” આવી ભાવના ભાવતાં પ્રભુ પધારતાં ઉત્તમ ભાવપૂર્વક ચારિત્રધર્મ સ્વીકારી ક્ષપકશ્રેણી માંડવા દ્વારા કેવળજ્ઞાનકેવળદર્શન પ્રાપ્ત કરીને શાશ્વત સુખને પામે છે અને પોતાના માથે આવેલા મિથ્યા કલંકને દૂર કરે છે. શ્રાવક જીવનમાં રહીને ઉત્તમ વ્રતધારી થઈને પવિત્ર જીવન જીવવા દ્વારા આત્મકલ્યાણ સાધ્યું હોય એવાં અનેક દૃષ્ટાન્તો જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. શ્રેણિક મહારાજા, કુમારપાલ ભૂપાલ વિગેરેનાં ઉદાહરણો પ્રસિદ્ધ છે. આ રીતે શ્રાવક-શ્રાવિકા પણ કર્મમલને ચૂરીને કેવલજ્ઞાન પામીને મોક્ષે જઈ શકે છે અને ઘણા જીવો ગયા પણ છે. //૩૭ll. येनाज्ञा यावदाराद्धा, स तावद् लभते सुखम् । यावद् विराधिता येन, तावद् दुःखं लभते सः ॥३४॥ ગાથાર્થ -જે જીવ જેટલા પ્રમાણમાં પરમાત્માની આજ્ઞાનું આરાધન કરે છે, તે જીવ તેટલા પ્રમાણમાં અવશ્ય સુખ પ્રાપ્ત કરે જ છે અને જેના વડે પરમાત્માની આજ્ઞાની વિરાધના કરાય છે, તે જીવ તેટલા પ્રમાણમાં અવશ્ય દુઃખ પ્રાપ્ત કરે છે. //૩૪ો. વિવેચન - અનંત ઉપકારી કરૂણાના સાગર એવા શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞા સદાકાળ સર્વ જીવોના હિતને કરનારી અને પરમસુખ આપનારી જ હોય છે. તેઓશ્રીની આજ્ઞાના પાલનના ઉપાયો જણાવવા દ્વારા ફળ પ્રાપ્તિ શું થાય ? તે પણ જણાવે છે. જે સાધક આત્મા યથાશક્તિ જિનેશ્વરની આજ્ઞાની યથાર્થ શ્રદ્ધા કરવા દ્વારા હૈયાના ઉમદા ભાવપૂર્વક પાલન કરે છે, તે જીવ તેટલા પ્રમાણમાં બાહ્ય અને અભ્યન્તર સુખ-સંપત્તિ પ્રાપ્ત કરે જ છે અને જે Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૨ પ્રથમ પ્રસ્તાવ યોગસાર આત્મા જેટલા પ્રમાણમાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું વિરાધન કરે છે તથા આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હિંસાદિ પાપસ્થાનકોનું આચરણ કરે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને રાગ-દ્વેષાદિ દોષોને વધારે છે, તે જીવ તેટલા પ્રમાણમાં કેવા પ્રકારના પાપોદયના કારણે આ ભવમાં રોગ-શોક-સંતાપ-વિપત્તિ અને દરિદ્રતાનાં દુ:ખો પામે છે. વળી પરલોકમાં નરક-તિર્યંચગતિ, નીચ કુલ અને શારીરિક રોગાદિ ઇત્યાદિ ઘણાં દુઃખો પામે છે તથા જન્મ-જરા અને મરણની પરંપરા વધારે છે. ભગવાનની આજ્ઞાની આરાધના જ કલ્યાણનું કારણ છે અને ભગવાનની આજ્ઞાની વિરાધને જ દુઃખનું કારણ છે. ભગવાનની આજ્ઞાની વિરાધના જ ભવોભવમાં ભટકાવી અનેક પ્રકારનાં દુ:ખોની ઘટમાળા સર્જે છે. સર્વે પણ તીર્થકર ભગવંતો સર્વજ્ઞ-વીતરાગ-કેવલી હોવાથી તેઓની આજ્ઞા સર્વક્ષેત્રે અને સર્વકાળે એકસરખી એક જ હોય છે. “આશ્રવ સર્વથા છોડવા જેવો છે અને સંવર નિર્જરા આદરવા જેવા છે.” "आश्रवः सर्वथा हेयः, उपादेयश्च संवरः । इत्याज्ञाराद्धा च विराद्धा च, शिवाय च भवाय च ॥" સર્વજ્ઞ તીર્થકર ભગવંતોની સર્વકાળે અને સર્વ ક્ષેત્રે એક જ આજ્ઞા હોય છે કે આશ્રવ સર્વથા હેય છે અને સંવર સર્વથા ઉપાદેય છે અને આજ્ઞાનું આરાધન શિવ માટે થાય છે અને આજ્ઞાનું વિરાધન ભવ માટે થાય છે. આ આજ્ઞામાં લેશમાત્ર ફરક પડતો નથી. સર્વકાળે સમાન જ હોય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ વીતરાગસ્તોત્ર નામના શાસ્ત્રમાં કહ્યું છે કે – आकालमियमाज्ञा ते, हेयोपादेयगोचरा । आश्रवः सर्वथा हेयः, उपादेयश्च संवरः ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૭૩ અર્થ- વાવચંદ્ર દિવાકર સુધી હે વીતરાગ પ્રભુ ! તમારી હેયઉપાદેયના વિષયવાળી આવી જ આજ્ઞા છે કે “આશ્રવો સર્વથા ત્યજવા જેવા છે અને સંવર સર્વથા આદરવા જેવો છે.” - વિવેચન- શ્રી જિનેશ્વર પરમાત્માની આ જ આશા છે કે આશ્રવ એ સર્વથા હેય છે. જે જે કાર્યો કરવાથી કર્મો બંધાય, કર્મોનો આશ્રય થાય તેવાં તેવાં કાર્યો તે આશ્રવનાં કાર્યો કહેવાય છે. તે આશ્રવનાં કાર્યો હેય છે. ત્યજવા યોગ્ય છે. જેમકે હિંસા-જૂઠ-ચોરી-મૈથુન અને પરિગ્રહ ઇત્યાદિ અઢારે પાપસ્થાનકો કર્મો બંધાવનારાં હોવાથી આશ્રવો છે અને પવિત્ર એવા જીવનમાંથી આ આશ્રવોનો ત્યાગ કરવો જોઈએ. તથા સત્તાવન ભેદે સંવર જીવનમાં અપનાવવા જેવો છે. ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૨૨ પરિષદો સહન કરવા અને ૫ ચારિત્ર પાળવાં એમ પર ભેદે સંવર આદરવા જેવો છે. આવી પ્રભુજીની આજ્ઞા છે. હિંસાદિ ૧૮ પાપસ્થાનકો સંસાર વધારનાર અને ભવમાં ભટકાવનાર છે, માટે હેય (ત્યજવા યોગ્ય) છે અને અહિંસા આદિ પર પ્રકારનો સંવર ભવને કાપનાર હોવાથી આદરવા જેવો છે. તે ધર્મ જ શાશ્વત એવા મોક્ષસુખનું ઉત્પાદન કરે છે. આવા પ્રકારની હેયના ત્યાગરૂપ અને ઉપાદેયના સ્વીકાર રૂપ જિનાજ્ઞા એ જ આરાધવા યોગ્યસ્વીકારવા યોગ્ય છે. હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર એ જ પરમાત્માની આજ્ઞા છે. અને આ આજ્ઞાનું પાલન એ જ સમસ્ત દ્વાદશાંગીનો સાર છે. આગમ ગ્રંથોમાં પણ આ જ વાત કહી છે. પ્રશ્નવ્યાકરણ નામના આગમમાં હિંસાદિ પાંચ આશ્રવો અને તેના સેવનથી ભાવિમાં આવનારાં કડવાં ફળોનું વર્ણન કરેલું છે અને તે જ પ્રશ્નવ્યાકરણના બીજા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અધિકારમાં અહિંસા આદિ સંવરભાવોનું સ્વરૂપ અને તેના ફળરૂપે સ્વર્ગ પ્રાપ્તિ તથા કેવલજ્ઞાન અને કેવળદર્શન અને મોક્ષની પ્રાપ્તિનું વર્ણન કરેલું છે. તથા શ્રી વિપાકસૂત્રમાં હિંસાદિ પાપસ્થાનકોથી થતાં અસાતા રોગ-શોક આદિ દુ:ખોનું અને અહિંસાદિ ધર્મસ્થાનોથી મળતા સુખોનું વર્ણન દષ્ટાન્તો આપીને વિસ્તારથી સમજાવેલ છે. જિનેશ્વર પ્રભુની આજ્ઞાના પાલનનું મહત્ત્વ સમજી ઉત્તમ જીવો વિધિપૂર્વક તેનું વધારેમાં વધારે પાલન કરે અને આજ્ઞાની વિરાધનાથી બચવા માટે હિંસાદિ પાપો, વિષય-કષાયોના આવેશો તથા રાગ અને દ્વેષાદિ દોષોનો સર્વથા ત્યાગ કરવા માટે વધારેમાં વધારે પ્રયત્નશીલ બને તથા જિનેશ્વર પ્રભુના આગમ શાસ્ત્રોનું ગુરુમુખે વિધિપૂર્વક શ્રવણ-મનન કરીને આ આત્મામાં સંવેગ અને વૈરાગ્યગુણ વધારેમાં વધારે વૃદ્ધિ પામે તેવું કાર્ય જીવનમાં કરવા પ્રેરાય એવો શુભ આશય છે. //૩૪ો सदा तत्पालने लीनैः परमात्मात्मनात्मनि । सम्यक् ज्ञायते ज्ञातो, मोक्षं च कुरुते प्रभुः ॥३५॥ ગાથાર્થ - તે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનું હંમેશાં પાલન કરવામાં તત્પર એવા સાધક આત્માઓ વડે પોતાના જ આત્મામાં પોતાના જ આત્માના અનુભવ દ્વારા પરમાત્મા સારી રીતે જણાય છે અને સારી રીતે જણાયેલા તે પ્રભુ તે આત્માને મોક્ષ આપે છે. /૩પી વિવેચન - “આશ્રવ સર્વથા હેય છે તથા સંવર સર્વથા ઉપાદેય છે” આ જ વીતરાગ પરમાત્માની આજ્ઞા છે. શ્રી વીતરાગદેવની આ આજ્ઞા વ્યવહારનયથી છે. વ્યવહારથી પરમાત્માની આ આજ્ઞાપાલનમાં તત્પર બનેલો સાધક આત્મા નિશ્ચયથી પણ જિનાજ્ઞાનું પાલન સારી રીતે કરી શકે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ પ્રશ્ન - “હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર કરવો” આ વ્યવહારનયથી પ્રભુની આજ્ઞા છે તો પછી નિશ્ચયનયથી પરમાત્માની આજ્ઞા શું છે ? ઉત્તર- નિશ્ચયનયથી પરમાત્માની આજ્ઞા તે છે કે – પોતાના જ આત્મામાં પોતાના જ આત્મા વડે પરમાત્માપણું જાણવું. પોતાનું શુદ્ધ સ્વરૂપ પોતાનામાં જ છે. તેને પોતે જ પ્રગટ કરવાનું છે અને પરભાવદશાથી વિરમવાનું છે. અનાદિકાળથી લાગેલી આ વિભાવદશાને તોડવાની છે. આ જ નિશ્ચયથી પરમાત્માની આજ્ઞા છે. જ્ઞાનસારાકમાં કહ્યું છે કે – आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥ અર્થ - જે જે યથાર્થ આત્મસ્વરૂપ છે તેને મોહનો ત્યાગ કરીને જે જાણે છે તે જ તેનું ઉત્કૃષ્ટ ચારિત્ર છે. તે જ તેનું ઉત્કૃષ્ટ જ્ઞાન અને દર્શન છે. મતે યો નઃ ત્તત્ત્વ : મુનિ જે જગતના તત્ત્વને યથાર્થ રીતે જાણે છે તે જ મુનિ છે. એટલે બાહ્યભાવોથી દૂર રહેવું તે જ મુનિપણું અર્થાતુ મૌન કહેવાય છે. મોહદશાનો ત્યાગ કરીને આત્માનું આત્મભાવમાં જ લીન થવું તે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તે જ ઉત્કૃષ્ટ દર્શન છે અને તે જ ઉત્કૃષ્ટ ચારિત્ર છે. “આ આત્મા જ અનંત જ્ઞાનાદિમય છે જ” ક્યાંયથી કશું લાવવાનું છે જ નહીં. સંપૂર્ણ સ્વરૂપ પોતાનામાં છે જ, માત્ર તેને પ્રગટ કરવાનું છે. તે સ્વરૂપ કર્મોથી આચ્છાદિત થયેલું છે. એટલે વ્યવહારથી પરમાત્માનું આલંબન લેવા દ્વારા અને નિશ્ચયથી પોતાના આત્માનું જ આલંબન લેવા દ્વારા પોતાના જ આત્મામાં પરમાત્મદશા પ્રગટ કરવી. આ જ ઉત્કૃષ્ટ જ્ઞાન છે, દર્શન છે અને ચારિત્ર છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર નયોની અપેક્ષા રાખીને જ્યાં જે નય ઉપકારક થાય ત્યાં તે રીતે સાધક આત્મા પોતાનું આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં પ્રવર્તે છે. યથાસ્થાને સર્વ નિયોનો આશ્રય કરનારા મુનિ સર્વત્ર સમભાવવાળા બને છે અને સર્વત્ર સમભાવવાળા બનેલા મુનિ સમભાવ દ્વારા જ આત્મિક સુખનો અનુભવ કરે છે. તેથી જે આત્માઓ જિનેશ્વર પરમાત્માના સર્વ નયાશ્રિત શાસનને પોતે યથાર્થપણે જાણે છે અને અન્યનો ઉપકાર કરવા અને યથાર્થ રીતે પ્રકાશિત કરે છે, તે જ આત્મા પોતાનું અને પરનું કલ્યાણ કરે છે. તેને જ પરમાત્માની પરમ કૃપા વરસે છે. પરમાત્મા વીતરાગદેવ હોવાથી કોઈના પણ કરૂણા કે કઠોરતા કરતા નથી. પરંતુ સાધકનો તેમના પ્રત્યે પરમ પ્રેમ, પરમ ભક્તિ, પરમ અહોભાવ હૃદયમાં ધારણ કરીને તેમની આજ્ઞાનું અતિશય ખંતપૂર્વક જે પાલન કરે છે, ત્યારે તે પોતાના પરિણામથી જ કાર્યનો સાધનારો બને છે. તેને જ પ્રભુકૃપા કહેવામાં આવે છે. વાસ્તવિકપણે પ્રભુ સાધક ઉપર કૃપા કરતા નથી કે કૃપા વરસાવતા નથી. કારણ કે વીતરાગદશામાં વર્તે છે. સાધકનો અનન્ય ભક્તિભાવવાળો પરિણામ જ કાર્યસાધક બને છે. તેને જ પ્રભુકૃપા સ્વરૂપે ઉપચાર કરવામાં આવે છે. ગ્રંથના પ્રથમ પ્રસ્તાવનું નામ જ યથાવસ્થિતદ્વસ્વરૂપ છે. વીતરાગ પ્રભુનું યથાવસ્થિત જેવા છે તેવા સ્વરૂપવાળા દેવનું વર્ણન છે. એટલે ગમે તેટલી ભક્તિ કરો તો પણ પ્રભુ ખુશી ખુશી થતા નથી, પ્રસન્ન થતા નથી કે હાજર થતા નથી. “માત્ર ને માત્ર શિષ્ય તારે શું જોઈએ” આવું ક્યારેય પુછતા નથી અને તથાસ્તુ જેવી કોઈ આશિષ આપતા નથી તથા આશાતના કે અપમાન કરનારા કોઈ પણ શિષ્ય ઉપર ક્યારેય ગુસ્સે થતા નથી કે શ્રાપ આપતા નથી. પરંતુ વીતરાગ પરમાત્મા પ્રત્યેના પોતાના અહોભાવથી જ સાધક ફળપ્રાપ્તિ કરે છે અને પોતાના જ બાધકભાવથી પાપકર્મ બાંધીને દુઃખી થાય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૭૭ વ્યવહારનયથી તેનો કર્તામાં માત્ર ઉપચાર કરાય છે. જેમ કોઈ શિક્ષક પાસેથી કોઈ વિદ્યાર્થી વ્યાકરણશાસ્ત્રાદિ ભણે તો વ્યવહારમાં એમ કહેવાય છે કે આ વિદ્યાર્થીઓએ આ પંડિતજી પાસેથી આ વિદ્યા મેળવી. આ એક વ્યવહાર છે. પરમાર્થથી વિચારીએ તો તે પંડિતજી દ્વારા વિદ્યાર્થીમાં અપ્રગટ જે વિદ્યા હતી, તેને પ્રગટ કરવામાં સહાય જ કરવામાં આવી છે. બલ્કે વિદ્યાર્થીની પોતાની જ કર્મોથી ઢંકાયેલી વિદ્યા કર્મોનો ક્ષયોપશમ થવા દ્વારા પ્રગટ થઈ છે. આ વાતને સ્થિરચિત્તે વિચારવી. પરમાત્માશ્રી વીતરાગદેવ વીતરાગપણામાં અને પોતાના પ્રગટ થયેલા અનંતગુણોમાં જ રમનારા છે. તે સેવકની સેવાની લાલચ ક્યારેય રાખતા નથી તથા સેવા કરનાર ઉપર ખુશ થાય અને સેવા ન કરનાર ઉપર નાખુશ થાય. આવા રાગાદિભાવો તેમનામાં નથી. માટે “પરમાત્માની કૃપા’’ આવા પદનો અર્થ એવો કરવો કે પરમાત્મા પ્રત્યેનો સાધકનો જે અનન્યભાવ તે જ પરમાત્માની કૃપા કહેવાય છે. ઉપચિરત વાક્યો આ રીતે જ બોલાય છે. ઇયળ જેમ ભમરીનું ધ્યાન કરતી કરતી ભ્રમર બની જાય છે, તેમ સાધક આત્મા પરમાત્માનું ધ્યાન કરતો કરતો પોતાના જ અદ્વિતીય એકાકારમય બનેલા અધ્યવસાયથી જ પરમાત્મા બની જાય છે. આ રીતે વિચારતા તે પરમાત્મા જ પરમ શ્રદ્ધેય છે. પરમ ધ્યેયસ્વરૂપ છે. આ રીતે જે જીવ તેમનું શરણ સ્વીકારીને તેમની આજ્ઞાનું વિધિપૂર્વક પાલન કરે છે, તે જીવ પોતે જ પરમાત્મા બની જાય છે અને આ ભયંકર ભવસાગરથી તરી જાય છે. પરમાત્મા વીતરાગ હોવાથી મોક્ષમાં જ બિરાજે છે. સ્વગુણ૨મણતામાં જ અનંત આનંદ અનુભવે છે. તે સેવકોની સેવા લેવા કે સેવાથી ખુશ થઈ તેનાં કાર્યો કરવામાં ક્યારેય પણ જોડાતા Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર નથી. પરંતુ સાધક પોતે જ પોતાના એકાકારરૂપ શ્રેષ્ઠ અધ્યવસાયો દ્વારા જ આત્મકલ્યાણ સાધે છે. તે કલ્યાણની પ્રાપ્તિ પ્રભુ પ્રત્યેના અનન્ય ભાવના કારણે થઈ છે, તેથી પરમાત્માથી કલ્યાણની પ્રાપ્તિ થઈ અથવા પરમાત્માએ તે સાધકનું કલ્યાણ કર્યું. આમ ઉપચાર કરાય છે. बुद्धो वा यदिवा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः । उच्यतां स जिनेन्द्रो वा, नार्थभेदस्तथापि हि ॥३६॥ ગાથાર્થ – શ્રી વીતરાગ પરમાત્માને બુદ્ધ કહો કે વિષ્ણુ કહો અથવા બ્રહ્મા કહો કે ઈશ્વર કહો અથવા જિનેશ્વર કહો, તેથી તેમાં કંઈ અર્થભેદ થતો નથી. બધા જ નામોનો અર્થ એક જ પદાર્થમાં ઘટી શકે છે. //૩૬ll. વિવેચન - શ્રી વીતરાગ પરમાત્માને ભિન્ન ભિન્ન નામોથી કહી શકાય છે. કારણ કે ભિન્ન ભિન્ન નામોનો અર્થ તેઓશ્રીમાં સંભવે છે. (૧) અનંત બુદ્ધિના (જ્ઞાનના) સ્વામી હોવાથી આ વીતરાગ પ્રભુ જ સાચા બુદ્ધ છે. (૨) ત્રણે ભુવનના જીવોને સાચું તત્ત્વ આપનારા સમજાવનારા) છો, તેથી સાચા માર્ગમાં રાખનારા-પાલનપોષણ કરનારા છો, માટે તમે જ સાચા વિષ્ણુ છો. (૩) સર્વ જીવોમાં સાચો-સરળ અને હિતકારી માર્ગ ઉત્પન્ન કરનાર (પ્રગટ કરનાર) છો માટે તમે જ સાચા બ્રહ્મા છો. (૪) તમે પ્રગટપણે અનંતગુણોના સ્વામી છો, તેથી તમે જ સાચા ઈશ્વર છો. (૫) રાગ-દ્વેષાદિ દોષોને જીતનારા જીવોમાં તમે જ ઈન્દ્ર સમાન છો. કારણ કે તીર્થંકર પ્રભુ છો. તેથી તમે જ સાચા જિનેન્દ્ર છો. Page #79 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ આમ વિચાર કરતાં દેવોનાં સઘળાં ય નામો યથાર્થપણે તો તમારામાં જ સંભવે છે. બીજામાં યથાર્થપણે સંભવતા નથી. ત્યાં એવું અર્થઘટન ન સંભવતું હોવાથી તે તે દેવોનાં તે તે નામો ત્યાં તો ઉપચારમાત્રથી જ છે પરમાર્થ નથી. જેમ કે - લક્ષ્મી છાણાં વીણતી, ધન ભીખતો ધનપાલ. અમર મરતો મેં દીઠો, ભલો મારો ઠંઠણપાલ. જે સ્ત્રીનું નામ લક્ષ્મી છે પણ પૈસો નથી. જેથી છાણાં વીણવાનું કામ કરે છે. કોઈ પુરુષનું નામ છે ધનપાલ છે પણ તેની પાસે ધન નથી, ઘરે ઘરે ધનની ભીખ માગે છે. નામ અમર છે, પણ મેં તેને મરતો જોયો છે. આ રીતે વિચારતાં બુદ્ધ-વિષ્ણુ, બ્રહ્મા ઈશ્વર, જિનેશ્વર ઇત્યાદિ સઘળાં પણ નામો પરમાત્મામાં યથાર્થપણે સંભવે છે. જ્યારે અન્યત્ર જે આ નામો પ્રસિદ્ધ છે, તે ઉપચાર માત્ર છે. ૩૬ll ममैव देवो देवः स्यात्, तव नैवेति केवलम् । मत्सरस्फुरितं सर्वमज्ञानिनां विजृम्भितम् ॥३७॥ ગાથાર્થ - મારા માનેલા જે દેવ છે, તે જ સાચા દેવ છે. પણ તારા માનેલા દેવ તે સાચા દેવ નથી. આમ બોલવું. તે સર્વ વચનો કેવળ અજ્ઞાની આત્માઓના ઇથી બોલાયેલા ઉદ્ગારો છે. ૩૭ળી વિવેચન - જેમના જીવનમાંથી બધા જ દોષો ચાલ્યા ગયા છે અને સર્વ ગુણો પ્રગટ થયા છે. રાગ-દ્વેષ આદિ મોહના વિકારો જવાથી જે સાચા વીતરાગ બન્યા છે, તે જ દેવનું સાચું સ્વરૂપ છે. વીતરાગતા, નિર્દોષતા અને સર્વ ગુણસંપન્નતા આ જ પરમાત્માનાં સાચાં-યથાર્થ નામો છે. તેમને જ તીર્થંકર-પરમાત્મા-જિનેન્દ્ર દેવ-વીતરાગ પ્રભુ ઇત્યાદિ અનેક નામોથી કહી શકાય છે. દરેક શબ્દોના અર્થો તે પ્રભુમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર લાગુ પડે છે. આ નામો જેમ વીતરાગ પ્રભુમાં યથાર્થપણે ઘટે છે, તેવી જ રીતે બુદ્ધ-વિષ્ણુ-બ્રહ્મા-ઈશ્વર-મહેશ આ સઘળા નામોના સાચા અર્થો વીતરાગ પરમાત્મામાં જ ઘટે છે. તેથી વીતરાગ પરમાત્મામાં જો આ નામો કહેવામાં આવે તો તે યથાર્થ અર્થ ઘટતો હોવાથી સાચા નામો છે, પરંતુ અન્ય શાસનોમાં તેઓના નાયકોમાં જે જે આ નામો પ્રવર્તે છે, તે ઉપચાર માત્ર જ સમજવો. કારણ કે તેઓમાં તે નામોના અર્થ ઘટતા નથી. તેથી કોઈ પણ નામથી પરમાત્માનું સ્મરણ કે ધ્યાન કરો તો તે આખર તો વીતરાગ પરમાત્માનું જ ધ્યાન કરાય છે. | ઉપરના ભાવાર્થને સમજ્યા વિના જે જીવ આમ બોલે છે કે મારા દેવ તે જ દેવ છે, તારા દેવ તે દેવ નથી જ' ઇત્યાદિ ચર્ચા કરનારા જીવો પરસ્પર ખંડન-મંડન કરીને વાદ-વિવાદ ઉભો કરીને પરમાત્માની ઉપાસના કરતા નથી, પણ લડાઈ જ વધારે છે. રાગ-દ્વેષ જ વધારે છે. મારા-તારાપણાની મમતા અને ક્લેશ જ વધારે છે. મારા તારાપણાના પરિણામથી પરસ્પર લડવાડ જ થાય છે. રાગ-દ્વેષ જ વધે છે. પરસ્પર માત્સર્યભાવની (ઇર્ષાભાવની) વૃદ્ધિ જ થાય છે. આવા જીવોને પરમાત્માનું સાચું વીતરાગ સ્વરૂપ ક્યારેય પણ સમજાતું નથી. આવા પ્રકારની આ અજ્ઞાન દશા જ અકલ્યાણકારી અને ખોટી પ્રવૃત્તિનું મૂળ કારણ છે. ૩૭ી. यथावस्थितविज्ञात-तत्स्वरूपास्तु किं क्वचित् । विवदन्ते महात्मानस्तत्त्वविश्रान्तदृष्टयः ॥३८॥ ગાથાર્થ – જેઓએ યથાવસ્થિત વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે અને માત્ર તત્ત્વમાં જ જેઓની દૃષ્ટિ લીન બની છે, તે મહાત્માઓ શું ક્યાંય વિવાદ કરે ખરા ? અર્થાત ન જ કરે. [૩૮. Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૮૧ વિવેચન - યથાવસ્થિત વીતરાગ પ્રભુનું સ્વરૂપ જે આત્માઓએ જાયું છે તે જ આત્મા સાચા દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજી શકે છે અને તેમની ભક્તિ-સેવા કરે છે. તે જ સાચા જ્ઞાની પુરુષો છે. માટે વીતરાગ પ્રભુ કેવા હોય? તેઓનું સ્વરૂપ શું? તે જાણવા ખાસ પ્રયત્ન કરવો. તેના સાચા સ્વરૂપને જાણીને પોતાના આત્મામાં પણ તેનું વીતરાગ સ્વરૂપ પ્રગટ કરવા સ્વસ્વરૂપમાં જે લીન બન્યા છે અને તેથી જ તેના ઉપાયભૂત તત્ત્વમાં જ વિશ્રાન્ત થઈ છે દૃષ્ટિ જેની એવા મહાત્મા પુરુષો ક્યાંય વાદવિવાદ કરતા નથી, ઝઘડા કરતા નથી, ક્લેશ કરતા નથી. કારણ કે વાદવિવાદ કરવાથી વેરઝેર વધે છે અને કડવાશ પથરાય છે. સમતાભાવ અને સમાધિભાવનાં જે સાધનો છે, ક્ષમા-નમ્રતાસરળતા-સંતોષ-મૈત્રી-મૃદુતા અને કરૂણા આદિ આત્માના જે ગુણો છે તે ગુણો વાદ-વિવાદથી ચાલ્યા જાય છે. આ કારણે જ સાચો તત્ત્વજ્ઞાની આત્મા વાદ-વિવાદથી દૂર રહી સ્વસ્વભાવમાં જ મગ્ન બને છે. વીતરાગદશાને પામેલા પરમાત્મા (બારમાં ગુણસ્થાનકે થઈને) અવશ્ય તેરમાં ગુણઠાણે જ જાય છે અને કેવળજ્ઞાની તથા કેવલદર્શની બને જ છે. તેથી દેવેન્દ્રોથી વંદિત ત્રિભુવન ગુરુ થાય છે. આ જ આત્મા સાચા દેવ છે. આવા પ્રકારનું સાચું દેવનું સ્વરૂપ જાણીને તેમના જ ધ્યાનમાં લયલીન બનીને તેવું જ સ્વરૂપ સત્તાથી પોતાનું પણ છે. આમ જાણીને તે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા આ આત્મા સમર્થ બને છે. પોતાનું વીતરાગ તથા સર્વજ્ઞપણાનું સ્વરૂપે પ્રગટ કરવા માટે આ જીવ ઉત્સાહિત થાય છે. પોતાનું વીતરાગ-સર્વજ્ઞ સ્વરૂપ પ્રગટ કરી તેમાં ગુણસ્થાનકે આરોહણ કરીને પરમાત્મદશાનું યથાર્થ સ્વરૂપ લોકોને સમજાવી સમ્યજ્ઞાનનો પ્રચાર કરે છે અને લોકોના મનમાં રહેલા ભ્રમ તથા Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. આ રીતે મહાત્મા પુરુષો યથાર્થ સાચા જ્ઞાની થયા છતા ઠરેલ, શાંત અને ગંભીર તથા ક્ષમાશીલ સ્વભાવવાળા બને છે. પણ ક્યારેય કષાયો કરતા નથી. કષાયો સત્તામાં જ નથી, તો ઉદયમાં આવે ક્યાંથી ? આવા પ્રકારના તત્ત્વજ્ઞ મહાત્મા પુરુષો હોય છે, તેઓ કષાયરહિત હોવાથી અને પૂર્ણજ્ઞાની હોવાથી ક્યારેય પણ વિવાદ (ઝઘડા-ક્લેશ) કરે ખરા ? અર્થાત્ ન જ કરે. આવા પ્રકારના આ ધીર વીર ગંભીર વીતરાગ પરમાત્મા હોય છે. તે જ સાચા શ્રદ્ધેય છે. ।।૩૮।। स्वरूपं वीतरागत्वं, पुनस्तस्य न रागिता । रागो यत्र तत्रान्ये दोषा द्वेषादयो ध्रुवं ॥ ३९॥ ૮૨ ગાથાર્થ – તે પરમાત્માનું સ્વરૂપ જ વીતરાગપણું છે. પણ જે સરાગિતા છે તે પરમાત્માનું સ્વરૂપ નથી. કારણ કે જ્યાં રાગ નામનો દોષ હોય છે, ત્યાં દ્વેષાદિ અન્ય દોષો હોય જ છે (આવે જ છે.) ૩૯॥ - વિવેચન – સાચા દેવનું સ્વરૂપ વીતરાગતા છે. કારણ કે રાગ હોય તો દ્વેષ આવે જ છે અને રાગ-દ્વેષ આવવાથી બીજા દોષો પણ જીવનમાં આવે જ છે. એટલે જેનામાંથી રાગ ચાલ્યો ગયો છે, તેને દ્વેષ ક્યારેય થતો જ નથી. માટે જ વીતરાગ પ્રભુનું નામ વીતરાગ કહેવાય છે, પણ વીદ્વેષ કે વીતરાગદ્વેષ કહેવાતું નથી. રાગ-દ્વેષ જવાથી મદ-માનાદિ કષાયો પણ જાય જ છે, તેથી રતિ-અરતિ, હાસ્ય-શોક-ભય આદિ નોકષાયો પણ જાય જ છે. કષાયો જ્યાં ન હોય ત્યાં નોકષાયો ટકતા જ નથી. એટલે જ ક્ષપકશ્રેણીમાં પ્રથમ નોકષાયોનો ક્ષય કર્યા પછી જ તે જીવ કષાયોનો ક્ષય કરે છે. તેમાં પણ ક્રોધ-માન-માયાનો ક્ષય કર્યા પછી જ દશમા ગુણઠાણે છેલ્લે લોભનો (રાગનો) ક્ષય કરે છે. તેથી જ જેમાં રાગ નથી, તેમાં બધા જ Page #83 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ કષાય-નોકષાયોનો અભાવ જ હોય છે. સર્વે પણ કષાયો અને નોકષાયોનું મૂળ કારણ જો કોઈ હોય તો તે રાગ જ છે. દસમાં ગુણઠાણે સર્વે પણ કષાયો ગયા પછી આ જીવ બારમા ગુણઠાણે આવી વીતરાગાવસ્થાવાળો બને છે. પછી તે ક્યાંય અટકતો નથી કે પાછો પડતો નથી બારમે વીતરાગ, તેરમે સર્વજ્ઞ-સર્વદર્શી અને ચૌદમે અયોગી થાય છે. આ જ આત્મા અવ્યાબાધ સુખવાળો બની સિદ્ધિદશાને વરે છે. આ રીતે જેઓમાં રાગ નથી, તેઓમાં બીજા મોહના દોષો ક્યારેય પણ સ્પર્શતા નથી. જે જીવમાંથી રાગદશા ટળી જાય છે. તેમનામાં દ્વેષાદિ અન્ય દોષો સંભવતા જ નથી. કારણ કે જ્યારે કોઈ એક વસ્તુ ઉપર રાગ હોય છે, તો જ તેનાથી વિરોધી વસ્તુ ઉપર અથવા પોતાના રાગવાળી વસ્તુમાં વિઘ્ન કરનારા ઉપર અવશ્ય વૈષ આવે જ છે. રાગ અને દ્વેષ આ બન્ને દોષોનું જોડકું છે. વીતરાગ પરમાત્મા આ બન્ને દોષોથી રહિત છે અને રાગ-દ્વેષનો નાશ કરીને વીતરાગ બન્યા છે તો જ સર્વજ્ઞ સર્વદર્શી બની શકે છે. જે આત્મા મોહનીય કર્મનો નાશ કરે છે, તેના શેષ ઘાતી કર્મો નિયમ અંતર્મુહૂર્ત કાળમાં જ નાશ પામે છે અને જે આત્મા મોહનીય કર્મનો નાશ નથી કરી શકતો, તેનાં શેષ કોઈપણ કર્મ નાશ પામતા નથી. તેથી રાગાદિ મોહના દોષો જ જીવનમાંથી દુર કરવા જેવા છે. રાગાદિ દોષો જાય તો જ વીતરાગતા આવે છે અને વીતરાગતા આવ્યા પછી જ સાચી ચડતી થાય છે. શેષ અઘાતી કર્મોને ખપાવવા તેરમાં ગુણઠાણે વધારે કાળ રહે છે. બાકી આ જીવ ક્યાંય વિરામ પામતો નથી. સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિદશામાં જઈને ત્યાં જ અનંતકાળ વસે છે. //૩૯માં Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર तैर्दोषैर्दुषितो देवः कथं भवितुमर्हति । इत्थं माध्यस्थ्यमास्थाय, तत्त्वबुद्ध्यावधार्यताम् ॥४०॥ ગાથાર્થ - રાગાદિ તે તે દોષોથી દૂષિત એવો જીવ દેવ-પરમાત્મા બનવાને કેમ યોગ્ય કહેવાય ? આ રીતે હૃદયમાં માધ્યચ્યભાવ લાવીને તત્ત્વબુદ્ધિથી ચતુર પુરુષો વિચારજો . //૪lી. વિવેચન – જે જે દેવો રાગ અને દ્વેષ આદિ દોષોથી દૂષિત છે, તે દેવો દેવ થવાને - પરમાત્મા થવાને - વીતરાગ થવાને કેમ યોગ્ય કહેવાય? જે દેવોમાં રાગના ચિહ્નભૂત સ્ત્રી સાથે છે. જેમ કે રાધા-કૃષ્ણ, શંકર-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી તથા જે દેવોમાં દ્વેષના ચિહ્નભૂત શસ્ત્ર સામગ્રી સાથે છે. જેમ કે ગદા-ધનુષ્ય-તલવાર કે છરી વગેરે, તે દેવને સાચા દેવ અર્થાત્ વીતરાગ પરમાત્મા કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. રાગના ચિહ્નભૂત સ્ત્રી આદિ, દ્વેષના ચિહ્નભૂત શસ્ત્રાદિ સાથે રાખતા હોય તથા પશુ-પક્ષી કે સિંહાદિ વાહન ઉપર જે બેઠેલા હોય તથા નેત્ર, ગાલ અને મુખ વિગેરેના ભાગો વિકારોથી ભરેલા હોય. આંખો શત્રુ ઉપર લાલઘુમ હોય તેવી હોય. ગાલ રોષાદિથી ભરેલા હોય, મુખ રાક્ષસ જેવું હોય. આવી વિકૃત આકૃતિ જે દેવોની હોય. તે દેવો તથા હાંસી-મશ્કરી કરતા હોય, મારામારી કરતા હોય, પરસ્પર આલિંગન કરતા હોય અને વાજીંત્રોના નાદ સાથે નૃત્ય કરતા હોય, આવા જે દેવો હોય તે સુદેવ અર્થાત્ પૂજ્ય દેવ-વીતરાગ દેવ કેમ કહેવાય ? રાગાદિનાં ચિહ્નવાળા દેવો વીતરાગદેવ (પૂજય દેવ) તરીકે હોઈ શકે નહીં. આ વાત મધ્યસ્થ દષ્ટિ રાખીને ઉત્તમ પુરષોએ વિચારવી. જે આત્મા મુમુક્ષુ છે, પોતાના આત્માનું કલ્યાણ જ કરવા ઇચ્છે છે, તે આત્મા આવા પ્રકારના શસ્ત્રાદિ સામગ્રીવાળા દેવની પરમાત્મા Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૫ યોગસાર પ્રથમ પ્રસ્તાવ તરીકે ઉપાસના કેમ કરે ? જે સાધકને પોતાને સર્વ દોષોથી રહિત બનવું છે. તે સાધક તેના માટે તેના ઉપાયભૂત વીતરાગ પ્રભુની જ ભક્તિ, દર્શન, વંદન, પૂજન તથા સમ્યજ્ઞાન અને સમ્યકૂચરિત્રાત્મક ઉપાયો સેવે છે. કાર્ય જેવું હોય ઉપાયો પણ તેને અનુરૂપ જ હોવા જોઇએ. “જેવો સંગ તેવો રંગ” એવો ન્યાય હોવાથી રાગી આત્માની ઘણી સોબત કરીએ તો આ આત્મા રાગી બને અને રાગદશા વધારે ને વધારે વૃદ્ધિ પામે. પરંતુ પરમગુણી એવા વીતરાગ પ્રભુનો સંગ કરીએ તો જ આ જીવ સદ્ગુણી બને અને રાગ-દ્વેષ તથા મોહાદિ દોષો તે જીવના નાશ પામે. માટે શક્ય બને તેટલી વધારે પ્રમાણમાં વીતરાગ પરમાત્માની સોબત કરવી એટલે કે, સેવા-ભક્તિ-ઉપાસના શાસ્ત્રશ્રવણ આદિ કરવા રૂપે વીતરાગ પ્રભુની સોબત કરવી જોઈએ. //૪ના यद्वा रागादिभिःदोषैः सर्वसंक्लेशकारकैः । दुषितेन शुभेनापि, देवेनैव हि तेन किम् ॥४१॥ ગાથાર્થ અથવા સર્વ પ્રકારના સંક્લેશને કરનારા એવા રાગાદિ (૧૮ પ્રકારના) દોષો વડે દૂષિત થયેલા એવા દેવ સારા હોય તો પણ તે સારા દેવ વડે હે જીવ ! તને શું લાભ છે ! અર્થાત કંઈ જ લાભ નથી //૪૧ી. વિવેચન - આત્માર્થી જીવને પોતાના આત્મગુણોનો ઉઘાડ થાય તે જ સાચો લાભ છે. તેથી હે જીવ ! રાગ-દ્વેષ આદિ મોહના દોષોથી દૂષિત બનેલા એવા દેવો અર્થાત્ સંસારી ચાર પ્રકારના ભવનપતિ આદિ દેવોમાંના કોઈ પણ દેવ જે સંક્લેશને જ કરાવનારા છે. શારીરિક શક્તિ અધિક હોવાથી નાખુશ થાય તો દુ:ખ આપવા દ્વારા ઘણો સંક્લેશ કરાવનારા છે અને ખુશ થાય તો સાંસારિક સાનુકૂળતામાં સહાયક થવા Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર દ્વારા મનને રાગાત્મક સંક્લેશ કરાવનારા છે. મનને મોહાંધ કરનારા છે. વિષયોની પ્રાપ્તિમાં કદાચ સહાયક થાય તો પણ આ જીવનું ચિત્ત તેમનામાં જ અંજાઈ જાય. એટલે તેમની જ સેવા-સુશ્રુષામાં પડી જાય. જેથી વીતરાગ પરમાત્માને તથા પોતાની વીતરાગતા મેળવવાને બદલે સાંસારિક દેવ-દેવીઓનો જ આ જીવ પૂજારી બની જાય. એટલે મૂળ વીતરાગ પ્રભુના માર્ગનો ઉપાસક મટી વિષયોનો જ ઉપાસક બની જાય અને તે જીવનું ચિત્ત વિષયોની સાનુકૂળતા મળતાં વિષયોમાં અંજાનારૂં બની જાય. આમ સાંસારિક સઘળા પણ દેવો દુઃખ આપવા દ્વારા અથવા સાંસારિક સુખ આપવા દ્વારા ચિત્તને રાગ-દ્વેષ કરાવવા વડે મોહાંધ કરનારા અને તેથી ચિત્તને સંક્લેશમય બનાવનારા છે. ચિત્તમાં વધારે ને વધારે કાં તો રાગ અથવા કાં તો ષ જ ઉત્પન્ન કરનારા આવા પ્રકારના સાંસારિક દેવો વડે સર્યું. કારણ કે નાખુશ થાય અને જો દુઃખ આપે તો જેમ કામનું નથી, તેમ કદાચ ખુશ થાય અને શુભ કરે, એટલે કે સુખ આપે તો પણ તે સુખ નાશવંત હોવાથી, મોહજનક હોવાથી, ભવની પરંપરા વધારનાર હોવાથી રાગાદિનું ઉત્પાદક હોવાથી, આવું શુભ કરનારા દેવો વડે પણ સર્યું. ક્યારેક પ્રત્યક્ષ આવી પોતાનો પ્રભાવ બતાવે તો પણ જેને મોક્ષની જ સાધના કરવી છે, સાંસારિક કોઈ પણ પ્રલોભન સાથે કંઈ સંબંધ કે કોઈ પણ જાતની ઇચ્છા નથી, તેવા જીવને સાંસારિક ઇચ્છાઓ પૂરી કરનારા અને ખુશ-નાખુશ થનારા આવા દેવ-દેવીઓ વડે આ જીવને શું લાભ? જેને વીતરાગતા જ જોઈએ છે, આત્માના ગુણો જ પ્રગટ કરવા છે, પોતાનું પરમાત્મપણું જ ઉઘાડવું છે, તેવા આત્માર્થી જીવને ભૌતિક સુખ અને દુઃખ આપનારા આવા દેવોની સહાય શું કામની? માટે આવા દેવોની ઉપાસના કરવા વડે સર્યું? રાગ-દ્વેષવાળા પ્રસન્ન-અપ્રસન્ન થનારા આવા દેવોની ઉપાસના કરવાથી ઉપાસક જીવમાં પણ તેવા ધ્યેયની સાથે તન્મય થવાના કારણે Page #87 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ તેવા રાગ-દ્વેષાદિ વિકારો આવવાથી આ જીવ વધારે સંસારી જ બની જાય છે, તેથી સંસાર જ વધારવામાં સહાયક એવા તે દેવોની પ્રસન્નતા અને અપ્રસન્નતા વડે આવા સાધક જીવને સર્યું. મહાત્મા પુરુષો કૌતુકથી પણ આવા રાગ-દ્વેષને કરાવનારાં અશુભ આલંબનોનો ત્યાગ કરે છે. આવા ખુશ-નાખુશ થનારા દેવોથી દૂર જ રહે છે. તેમની સહાયથી કદાચ સાનુકૂળતા મળે તો રાગના સંકલ્પવિકલ્પો શરૂ થાય છે અને પ્રતિકૂળતાઓ મળે તો બ્રેષના સંકલ્પ-વિકલ્પો ચાલુ થાય છે. પણ આ દેવોની સહાય સંકલ્પ-વિકલ્પોની જ હારમાળા જન્માવે છે. તેથી તેવા દેવોની સહાય વડે આત્માર્થી જીવને સર્યું? ઉત્તમ આત્માઓ એવું પવિત્ર જીવન અને ઉંચા ગુણોવાળું જીવન જીવે છે કે જેનાથી આકર્ષાઈને માનવોની જેમ દેવો પણ તેઓની સેવા માટે તેની ચારે તરફ સેવાની રાહ જોતા ફરતા રહે છે. યોગી આત્માઓ દેવ પાછળ ફરતા નથી, પરંતુ દેવો યોગી આત્મા તરફ સેવા માટે ફરતા રહે છે. સાંસારિક દેવોની ઉપાસના કરવાથી ચિત્ત તેની પ્રસન્નતા અને અપ્રસન્નતામાં જ રાગાંધ બને છે. કદાચ તેઓ અનુકૂળતામાં સહાયક થાય તો પણ અને પ્રતિકૂળતાઓ આપે તો પણ આ જીવમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ ઉત્પન્ન કરનારા બને છે. કારણ કે ઇષ્ટ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેની જે વિચારણા તે પણ આર્તધ્યાન અને અનિષ્ટ વસ્તુઓના વિયોગની વિચારણા તે પણ આર્તધ્યાન. આવા પ્રકારનું આર્તધ્યાન જ કરાવનારા આ દેવો છે અને આ જીવમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન વધવાથી તે જીવ ધર્મધ્યાન માટે અયોગ્ય બની જાય છે. કદાચ તે દેવો સાનુકૂળતાઓ આપે તો પણ તે સાનુકૂળતાઓનો રાગ વધવાથી છેવટે તો સંસાર જ વધે છે. માટે આત્માર્થી જીવોએ આવા મોહક પ્રલોભનો ત્યજીને વીતરાગ પરમાત્માની જ ઉપાસના Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રથમ પ્રસ્તાવ યોગસાર કરવી જોઈએ. કારણ કે પોતાના આત્માને વીતરાગ બનાવવો છે, તો જે ગામ જવું નહીં, તે ગામનું નામ લેવું નહીં. આવી કહેવતના અનુસાર સંસારી દેવોની ઉપાસના આ જીવને સાચા સુખને આપનારી નથી. આવા તત્ત્વનો ઉંડો વિચાર કરીને સાચા માર્ગે રહેવાનો આગ્રહ રાખવો જરૂરી છે. //૪૧ી वीतरागं ततो ध्यायन्, वीतरागो भवेद् भूवि । इलिका भ्रमरी भीता, ध्यायन्ती भ्रमरी यथा ॥४२॥ ગાથાર્થ - જેમ ભયભીત થયેલી ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી ભ્રમરી બની જાય છે, તેવી જ રીતે આ પૃથ્વી ઉપર વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો અને રાગાદિ દોષોથી ભયભીત થયેલો આત્મા પણ કાલાન્તરે અવશ્ય વીતરાગ થાય જ છે. ll૪રા વિવેચન - જેમ ઇયળને ભ્રમરી ચટકો ભરે તેનાથી ભયભીત થયેલી ઇયળ ભમરીનું ધ્યાન કરતી છતી તે ઇયળ મૃત્યુ પામીને ભમરી રૂપે ઉત્પન્ન થઈને ભમરી બની જાય છે, તેની જેમ આપણો સંસારી આત્મા પણ વીતરાગ પ્રભુનું ધ્યાન કરતો છતો તેમાં એકાગ્ર બનવાથી રાગાદિ દોષોથી ભયભીત બન્યો છતો તેઓની સાથેની તન્મયતાના કારણે તે સંસારી આત્મા પણ વીતરાગ દશાવાળો બની જાય છે. સાચા હૃદયથી જે આત્મા વીતરાગ ભગવાનની ઉપાસના કરે છે, તે આત્મા વીતરાગ પ્રભુના ધ્યાનના પ્રભાવે સ્વયં પોતે પણ વીતરાગતાને પામે છે. જેમ કે સુલતા-રેવતી શ્રાવિકા અને શ્રેણિક રાજા તથા ઉદયન વિગેરે શ્રાવકો પરમાત્માશ્રી મહાવીર પ્રભુના ધ્યાનથી તેઓ પણ તીર્થકર પદવાળા બન્યા. આનંદધનજી મહારાજાશ્રીએ કહ્યું છે કે – Page #89 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૮૯ “જિન સ્વરૂપ થઈ જે જિન આરાધે, તે સહી જિનવ૨ હોવેજી । ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે ।।” જે આત્મા સાંસારિક રાગાદિ ભાવોને ત્યજીને જિનવરને આરાધે છે, તે અવશ્ય જિનવર થાય છે. જેમ કે ઇયળ ભમરીનું ધ્યાન કરતી છતી ભમરી તેને ચટકો ભરે તેના પ્રભાવથી ઇયળ પોતે જ ભમરી બની જાય છે. તેની જેમ જે જીવ સાંસારિક રાગાદિને ત્યજીને વીતરાગને આરાધે છે, તે જીવ વીતરાગના આરાધનથી પોતે જ વીતરાગ બની જાય છે. આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનેલો શ્રાવક અને શ્રાવિકા પણ વીતરાગપણે પ્રગટ થાય છે. આ આત્મા સાંસારિક ભાવોને ગૌણ કરીને અને રાગાદિ કષાયોને જીતીને સાચા હૃદયથી જો વીતરાગ પ્રભુની આરાધના કરે છે તો તે આત્મા પણ અવશ્ય વીતરાગપણે પરિણામ પામે છે અર્થાત્ વીતરાગ બની જ જાય છે. ॥૪૨॥ रागादिदुषितं ध्यायन्, रागादि विवशो भवेत् । कामुकः कामिनीं ध्यायन्, यथा कामैकविह्वलः ॥४३॥ ગાથાર્થ - રાગ-દ્વેષ આદિ ભાવોથી દુષિત બનેલા જીવનું ધ્યાન કરતો આત્મા પણ રાગાદિ કષાયોને જ પરવશ થાય છે. જેમકે કામાંધ પુરુષ કામિનીનું ચિંતન કરતો છતો કામવાસનામાં જ એકાન્તે આકુલવ્યાકુલ બને છે. ૪ના વિવેચન – જેમ કામવાસનાને આધીન પુરુષ કામિનીનું ચિંતન કરતો છતો કામવાસનાથી જ વધારે ને વધારે આકુલ-વ્યાકુલ થાય છે, તેમ રાગ-દ્વેષ આદિ દોષોથી દૂષિત એવા દેવનું ધ્યાન કરનારો જીવ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯૦ પ્રથમ પ્રસ્તાવ યોગસાર પણ રાગાદિ દોષોને જ આધીન બને છે અર્થાત્ રાગાદિ દોષોવાળો જ બને છે અને પીડા જ પામે છે. ધારો કે સાંસારિક કોઇ દેવ ખુશ થાય તો પણ તેનાથી પ્રાપ્ત થતા મનોવાંછિતોમાં આસક્ત બન્યો છતો તે જીવ સંસાર વધારનાર જ થાય છે અને તે દેવ રોષાયમાન થાય તો પણ દુઃખી જ થાય છે. તે માટે રાગી દેવનું આલંબન કોઇપણ રીતે ઉપકારક નથી. તેથી તેને છોડીને વીતરાગ દેવનું જ આરાધન કરવું જોઈએ. વીતરાગ દેવનું આરાધન કરતો સાધક આત્મા પોતાના રાગાદિ કષાયોને ત્યજીને પોતે જાતે જ વીતરાગ બને છે કે જેથી સદાકાળ દુ:ખ આવે જ નહીં. માટે ઇયળ ભમરીને ચિંતવતી છતી જેમ ભમરી બની જાય છે, તેમ આ આત્મા પણ વીતરાગને ભજતો છતો પોતાના રાગાદિ કષાયોને પોતે જ ત્યજીને વીતરાગ સ્વરૂપે બને છે. તે જ પ્રસંગને ઉપચારથી એમ કહેવાય છે કે વીતરાગે આ જીવને વીતરાગ બનાવ્યો. જેમ કોઈ એક શેઠે પોતાના વિનીત અને શિક્ષિત સારા નોકરને સારી જગ્યાએ નોકરીએ બેસાડ્યો, પણ તે નોકરી કરનારો પુરુષ વિનીતશિક્ષિત અને સર્જન હોવાથી ચીવટપૂર્વક કામ કરતો છતો પગાર આદિમાં આગળ વધ્યો અને પૈસાદાર બન્યો. તો તે પણ એમ માને છે અને તેનું સર્જન સર્કલ પણ એમ માને છે કે પેલા શેઠે પોતાના નોકરને ધનવાન બનાવ્યો. તેમ અહીં દષ્ટાન્ત જાણવું. ધારો કે વીતરાગ દેવને છોડીને આપણે કોઈ સાંસારિક રાગી દેવને સેવીએ-ભજીએ અને તે દેવ ખુશ થાય અને આપણને સુખી-સમૃદ્ધ કરે તો પણ આ જીવનમાં જયારે ઘડપણ-મરણ-પત્ની આદિના વિયોગોશરીરમાં અસાતા ઇત્યાદિ દુઃખો આવે ત્યારે કોણ બચાવે ? છેવટે તો સંસાર જ દુઃખની ખાણ છે. તે માટે વીતરાગ થઈને મોક્ષે જવું એ કાર્યમાં જેટલું સુખ છે, તેટલું સુખ બીજે ક્યાંય નથી. સંસારની તમામ સાનુકુળતાઓ પણ છેવટે દુઃખદાયી જ છે. //૪all Page #91 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ रागादयस्तु पाप्मानो, भवभ्रमणकारणम् । न विवादोऽत्र कोप्यस्ति, सर्वथा सर्वसंमतेः ॥४४॥ ગાથાર્થ – પાપી એવા રાગાદિ દોષો જ ભવની ભ્રમણાનું કારણ છે. આ બાબતમાં કોઈ વિવાદ નથી, પરંતુ સર્વ રીતે સર્વેને આ વાત માન્ય છે. //૪૪ની વિવેચન - સંસાર પરિભ્રમણનું જો કોઈ પ્રધાન કારણ હોય તો તે રાગાદિ કષાયો, પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિ અને તે માટે કરાતાં હિંસા-જૂઠ-ચોરી આદિ પાપસ્થાનકોનું સેવન આ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત એવો આ જીવ કડવાં કડવાં ફળ આપનારા પાપકર્મો બાંધે છે અને તેના ફળ સ્વરૂપે નર-નારકાદિ ચારે ગતિમાં જન્મ-મરણાદિનાં દુ:ખો પામે છે તથા આધિ-વ્યાધિ અને ઉપાધિ તથા રોગ-શોકાદિનાં ભયંકર દુઃખો આ જીવ પામે છે. પરમાધામી દેવો દ્વારા નરકાદિમાં અનેક પ્રકારનું તાડનમારણનું દુ:ખ પણ પામે છે. આ વાતનો સર્વ દર્શનકારો સ્વીકાર કરે છે તથા પ્રત્યક્ષ નજરે પણ દેખાય છે. આ માન્યતામાં કોઈ વ્યક્તિનો કે કોઈ દર્શનકારનો વિરોધ કે વિવાદ નથી. સર્વને માન્ય છે. આવા પ્રકારની વિષયોની આસક્તિ કે ભોગોની ભૂખને કોઈ કોઈ ધર્મસૂત્રકારો અવિદ્યા-વાસના કહે છે, કોઈ ક્લેશ કહે છે. સર્વે પણ જીવોને રાગ-દ્વેષાદિ કષાયોના કારણે સંસાર થાય છે અને તે રાગાદિ કષાયોનો સમૂળ ક્ષય કરવાથી મોક્ષ થાય છે. આ વાત સર્વ દર્શનકારોને સમ્મત છે, તે માટે મોક્ષની ઇચ્છાવાળા સાધક જીવોએ સંસાર પરિભ્રમણના હેતુભૂત રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરવા માટે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અને વીતરાગ દશા મેળવવા માટે વીતરાગ પરમાત્માની જ ઉપાસનાસેવા-ધ્યાન કરવું જોઈએ. વીતરાગ પરમાત્માએ પોતે જ પોતાના જીવનમાં આવા પ્રકારની વીતરાગતા પ્રગટ કરવા માટે અને રાગ-દ્વેષાદિ દોષોનો વિનાશ કરવા માટે સમતા, ધ્યાન, સમાધિ, અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ-ઉત્તમ અનુષ્ઠાનોનું સેવન કર્યુ હતું અને વીતરાગતા તથા કેવલજ્ઞાનાદિ ગુણો સાધીને ભવ્ય જીવોના ઉપકાર માટે પોતે પણ તે જ ધર્મોનું પ્રતિપાદન કર્યું હતું. તે કારણથી સર્વે પણ સાધક આત્માઓએ આ જ માર્ગ સ્વીકારવા જેવો છે. રાગાદિ કષાયોને જીતવા માટે ઘણો ભગીરથ પ્રયાસ આદરવો જોઈએ. આ દોષો આજ-કાલના નથી. અનાદિના છે. ગાઢ છે, ઊંડા છે. તેથી તેના નાશનો પ્રયત્ન પણ સવિશેષ પ્રમાણમાં થવો જોઈએ તો જ તે દોષો જાય, અન્યથા ન જાય. દોષો આપણામાં જ છે અને આપણે જ તે દોષો કાઢવાના છે માટે તે દોષો કાઢવા આપણે જ પ્રયત્ન કરવો જોઈએ. પોતે જ વધારે સજાગ બનવું જોઇએ. ॥૪૪॥ वीतरागमतो ध्यायन्, वीतरागो विमुच्यते । रागादिमोहितं ध्यायन्, सरागो बध्यते स्फुटम् ॥४५॥ ગાથાર્થ – આ કારણથી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો આત્મા સ્વયં પોતે વીતરાગ બનીને સંસારના પરિભ્રમણથી મુક્ત બને છે અને રાગાદિ દોષોથી ગ્રસ્ત એવા દોષિતનું ધ્યાન કરતો આત્મા સરાગી બનીને કર્મોથી બંધાય છે. ૪૫।। વિવેચન – જે જીવનો ઉપયોગ જે વિષયમાં વધારે જોડાય છે, તે જીવ કાલાન્તરે તેવી દશાને પામે છે. જેમ સંસારમાં જેનો ઉપયોગ વધારે Page #93 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૯૩ શિક્ષણ માત્રમાં જ હોય છે, તે કાલાન્તરે શિક્ષક થાય છે અને જેનો ઉપયોગ વેપા૨કલામાં વધારે હોય છે, તે કાલાન્તરે વેપારી થાય છે. જેનો ઉપયોગ ચોરી કરવા આદિ નિંદનીય કાર્યમાં જ વધારે હોય છે, તે કાલાન્તરે ચોરી આદિ હલકાં કાર્યો કરનારો બને છે. તેની જેમ જે સાધક આત્મા વીતરાગ પરમાત્માનું ધ્યાન કરે છે, તે સાધક આત્મા વીતરાગતાનું ધ્યાન કરતો છતો કાલાન્તરે વીતરાગતાને પામે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “અરિહંત પદ ધ્યાતો થકો, દ્રવ્ય-ગુણ પાય રે । ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ।।” જે સાધક આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો છતો પોતાની અને અરિહંત પરમાત્માની વચ્ચે જે ભેદ છે, તે ભેદનો છેદ કરીને પોતે અરિહંત સ્વરૂપે બને છે. જેમ ઇયળ ભ્રમરીનું ધ્યાન કરતી છતી તે ઇયળ જ ભ્રમરી બની જાય છે, તેમ આ આત્મા પોતે જ પરમાત્મા બની જાય છે. જે જીવો વીતરાગ પરમાત્માને છોડીને સાંસારિક દેવને ભજે છે, તે સાંસારિક દેવ રાગાદિ દોષોથી દૂષિત હોવાથી તેવા દેવનું સ્મરણભજન-કીર્તન કરનારો આ જીવ પણ તેની પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલા ભોગ સુખોમાં રાગાદિ કરવા દ્વારા અને તેની અપ્રસન્નતાથી પ્રાપ્ત થયેલા દુઃખમાં શોકદિ કરવા દ્વારા અશુભ કર્મોનો બંધ જ કરે છે. તે અશુભ કર્મોના કડવા વિપાકો ભોગવવા નરક-તિર્યંચ ગતિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. અને ત્યાં પણ વારંવાર દુઃખો જ સહન કરતાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન દ્વારા આ જીવ અપરિમિત સંસારમાં ભટકે છે. માટે સંસારી દેવો એવા ઉપાસ્ય નથી કે જેવા વીતરાગ દેવ ઉપાસ્ય છે. આ વાતને આપણે બરાબર સમજી લઇએ. ॥૪૫॥ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર “य एव वीतरागः स देवो निश्चीयतां ततः । વિનાં મવઝ્મોનિઃ, સ્વતુ"પદ્વીપ્રદ મઝદ્દા” ગાથાર્થ - તેથી આ વાતને હૃદયના નિશ્ચયપૂર્વક સ્વીકારવી જોઈએ કે “જે વીતરાગ પરમાત્મા છે, તે જ સાચા દેવ છે અને તે વીતરાગ પરમાત્મા જ ભવ્ય જીવોના સંસારરૂપી પર્વતનો નાશ કરવા માટે વજ સમાન હોવાથી પોતાના જેવી પદવી એટલે વીતરાગતા આપવામાં સમર્થ છે.” ||૪૬ll વિવેચન-જે રાગી દેવને ઉપાસે છે તે રાગદશાને પામે છે. પરંતુ જે વીતરાગને ઉપાસે છે, તે વીતરાગ દશાને પામે છે. આપણે આપણા આત્માને વીતરાગ બનાવવો છે. માટે વીતરાગની ઉપાસનામાં જોડાવું જોઈએ. જેઓએ રાગ-દ્વેષાદિ સર્વ પ્રકારના દોષોનો સમૂલપણે ક્ષય કર્યો છે, તેને જ સાચા યથાર્થ દેવ કહેવાય. સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ આ વાત મગજમાં સ્થિર કરવી જોઈએ કે જ્યાં સુધી રાગ-દ્વેષાદિ દોષોની હયાતિ હોય ત્યાં સુધી આ આત્માને કર્મનો બંધ ચાલુ જ રહે છે. કર્મનો બંધ ચાલુ રહેવાથી આત્માના જ્ઞાનાદિ ગુણો પૂર્ણપણે યથાર્થ પ્રગટ થતા નથી. રાગ-દ્વેષાદિ દોષોનો પૂર્ણપણે ક્ષય કરવા માટે વીતરાગ પરમાત્માનું આલંબન લેવું પડે છે. તે વીતરાગ પરમાત્મા સ્વયં પોતે રાગ-દ્વેષાદિને જીતનાર છે અને પોતાના આશ્રિત ભક્તને પણ રાગાદિ દોષો જીતવાનો અને જિન બનવાનો જ ઉપદેશ આપનારા છે. શ્રી તીર્થકર ભગવંતો વીતરાગ બનીને અવિનાશી એવી મુક્ત અવસ્થા પામ્યા હોવાથી પોતે સંસાર સાગર તર્યા છે અને શરણાગત સેવકને તરવાનો માર્ગ બતાવવા દ્વારા સંસાર સાગરથી તારનારા છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૯૫ પરમાત્મા પોતે કેવલજ્ઞાની હોવાથી સર્વભાવોના જાણકાર બન્યા છે અને ઉપદેશ દ્વારા પોતાના આશ્રિતને પણ તેવા જ સર્વજ્ઞ બનાવનારા છે. શ્રી વીતરાગ પરમાત્મા પોતે સર્વ કર્મોથી મુક્ત બન્યા છે અને શરણાગત સેવકોને મુક્ત બનાવે છે. કહ્યું છે કે – जिणाणं, जावयाणं, तिन्नाणं तारयाणं । વૃદ્ધvi વોયા, મુત્તા કોઈi (નમુત્યુર્ણ સૂત્ર) શ્રી તીર્થંકર પરમાત્મા પોતે સ્વયં જિન છે, તીર્ણ છે, બુદ્ધ છે અને મુક્ત છે તથા શરણાગતને રાગ-દ્વેષાદિ દોષોને જીતાડનાર પણ છે. તારનાર પણ છે. બોધ પમાડનાર પણ છે અને મુક્તિ અપાવનાર પણ છે. એટલે પરમાત્મા પોતે પરમાત્મા બન્યા છે અને તે માર્ગે આવનારને પોતાની તુલ્ય પદવી આપનાર પણ છે. વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે – मत्प्रसत्तेस्त्वत्प्रसादस्त्वत्प्रसादियं पुनः । રૂત્યોન્યાશ્રયં બ્ધિ, પ્રસીદ્ર માવ વિ . (વીતરાગ સ્તોત્ર) અર્થ - હે પ્રભુ ! મારી ચિત્તપ્રસન્નતાથી (ચિત્તની પ્રસન્નતા પૂર્વકની સેવાથી) તમારી પ્રસન્નતા થાય છે. પરંતુ તમારી પ્રસન્નતા થાય તો જ મારામાં આ ચિત્તપ્રસન્નતા પ્રગટે છે. આ પ્રમાણેનો અન્યોન્યાશ્રય દોષ છે, તે દોષનો છેદ કરીને આપશ્રી જ મારા ઉપર પ્રસન્ન થાઓ. પ્રભુ પ્રત્યેનો ભક્તનો અનુરાગ અને ભક્ત પ્રત્યેનો પ્રભુનો અનુગ્રહ, આ બન્ને સાથે મળીને મુક્તિની પ્રાપ્તિરૂપ કાર્ય કરે છે. જેમ સૂર્ય સ્વયં પ્રકાશમાન છે અને મૃત્યુલોકમાં નિત્ય ગતિ કરે છે, તે સૂર્ય કોઈનું કામ કરવામાં નીચે આવતા નથી કે કોઈનું કામકાજ કરતા નથી, તો પણ તેના પ્રકાશમાં લોકો પોતાના કામો કરી શકે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૯૬ પ્રથમ પ્રસ્તાવ અંધકારમાં લોકો પોતાનાં કામો કરી શકતા નથી. તેથી સૂર્યમાં ઉપચાર કરાય છે કે સૂર્ય પ્રકાશ આપવા દ્વારા લોકોને પોતપોતાના કામમાં જોડતો હોવાથી જગતનો ઉપકાર કરે છે, તેમ પરમાત્મા પોતે વીતરાગ હોવાથી અને મુક્તિમાં ગયેલા હોવાથી કોઈના પણ કાર્યમાં પોતે જોડાતા નથી, તો પણ તેમના જણાવેલા માર્ગે ચાલનારનું અવશ્ય કલ્યાણ થાય જ છે. તેથી પરમાત્મા કલ્યાણ કરનારા, રાગ-દ્વેષને જીતાડનારા, તારનારા, બોધ પમાડનારા અને મોક્ષે લઈ જનારા છે. આમ કહેવાય છે. આવા પ્રકારનો પ્રભુમાં ઉપચાર કરાય છે. આ વાત શાંત ચિત્તે વિચારજો . તેઓ પ્રત્યેના ભક્તિરાગથી અને તેઓની આજ્ઞાના પાલનથી ઉત્તમ સાધક આત્માઓનું અવશ્ય કલ્યાણ થાય છે. તેથી પ્રભુમાં કલ્યાણ કરનારા તરીકેનો ઉપચાર કરાય છે અને પ્રભુ વીતરાગ હોવાથી કોઈના કાર્યમાં જોડાતા ન હોવા છતાં તેમના પ્રત્યેનો હૃદયગત અહોભાવ જ કાર્યકારી બનવાથી તેઓમાં કરૂણાના સાગર છો, આમ ઉપચાર કરાય છે. પરમાત્મા પોતે કરૂણા અને કઠોરતા આમ બન્ને ભાવોથી પર છે, તો પણ તેઓના આશ્રયથી ભક્તવર્ગનું કલ્યાણ થાય છે. તેથી તેઓમાં કરૂણાના સાગરનો ઉપચાર કરાય છે. જેમ સૂર્ય પુષ્પોને વિકસિત કરવા માટે ઉગતો નથી, લોકોને કામ ધંધામાં જોડવા માટે ઉગતો નથી, પોતે તો પોતાના ભ્રમણ સ્વભાવથી જ આકાશમાં ફરે છે. એટલે ઊગે છે અને આથમે છે. પરંતુ તે સૂર્યને ઉગતો જોઈને કમલો વિકસે છે, લોકો ઉઠે છે, લોકો પોતપોતાના કાર્યમાં જોડાય છે. તેથી સૂર્યમાં ઉપચાર કરાય છે કે સૂર્ય પુષ્પોને વિકસાવે છે, લોકોને ઉઠાડે છે અને લોકોને કાર્યમાં જોડે છે. તેની જેમ અહીં પણ સમજવું. પરમાત્મા અલિપ્ત જ છે, તે આવા કાર્યો કરવામાં સ્વયં જોડાતા નથી, પરંતુ પ્રભુનું સ્મરણશરણ લેવાથી ભક્તનાં કામો થાય છે, એટલે જાણે પ્રભુએ કાર્ય કર્યું છે, આવો ઉપચાર માત્ર જ થાય છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પ્રથમ પ્રસ્તાવ ૯૭ પરમાત્મા તેરમા ગુણઠાણે જ્યારે હોય છે ત્યારે પણ વીતરાગ છે, એટલે પોતાની રીતે કોઈના પણ કાર્યમાં તેઓશ્રી જોડાતા નથી તથા કોઈના પણ ઉપ૨ કરૂણા કે કઠોરતા, લાગણી કે ક્રુરતા કરતા નથી. તેઓની સેવા કરે કે તેઓને ઉપસર્ગ કરે તે બન્ને ઉ૫૨ પ્રભુ સદા સમભાવવાળા જ હોય છે. પરંતુ તીર્થંકર નામકર્મનો ઉદય હોવાથી અને તે કર્મ તે ભાવે જ બાંધેલું છે અને હાલ ઉદયમાં આવેલું છે, તેથી તે કર્મના ઉદયની પરવશતાના કારણે જ વ્યાખ્યાનાદિ આપે છે. સંઘની સ્થાપના કરે છે. લોકોને ધર્મમાર્ગમાં જોડે છે, પણ કરૂણાથી અંજાઈને કરે છે, આવો અર્થ ન કરવો. એટલે તેઓશ્રી તીર્થંકર નામકર્મના ઉદયથી જગતના હિતમાં પ્રવર્તે છે. આ પ્રવૃત્તિથી જગતના જીવોનું ઘણું ઘણું કલ્યાણ થાય છે અને પોતાનું તીર્થંકરનામકર્મ ખપે છે. તેથી જગતના જીવોની અપેક્ષાએ કરૂણાના સાગર કહેવાય છે. આ વાતને બરાબર સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. જો ભગવાન પોતે જગતના જીવો ઉપર કરૂણાવાળા થઈને જગતના જીવોના કલ્યાણના કામોમાં જોડાતા હોય તો જૈનોના ઈશ્વરમાં અને અન્ય ધર્મના માનેલા ઈશ્વરમાં કંઈ ફરક રહેતો નથી. આ વાતને તત્ત્વજ્ઞ પુરુષોએ સૂક્ષ્મ બુદ્ધિથી જરૂર વિચારવી. ઉપચરિત વાક્યને તથ્ય વાક્ય ન બનાવી દેવું. ॥૪॥ આ પ્રમાણે ચિરંતનાચાર્ય વિરચિત શ્રી યોગસાર નામના ગ્રંથમાં પ્રથમ પ્રસ્તાવનું ગુજરાતી વિવેચન સમાપ્ત થયું. f f f Page #98 -------------------------------------------------------------------------- ________________ (દ્વિતીય પ્રસ્તાવ ) અs I તત્ત્વનાશ : | सर्वेऽपि साम्प्रतं लोकाः, प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता, दृष्टिरागेण मोहिताः ॥१॥ ગાથાર્થ - વર્તમાનકાળમાં સર્વે પણ લોકો પ્રાયઃ તત્ત્વથી વિમુખ એવા પોતાના આગ્રહને વશ થયા છતા દૃષ્ટિરાગ વડે મોહાંધ થઇને પીડાય છે, દુ:ખી દુ:ખી થાય છે. ||૧|| વિવેચન - વર્તમાનકાળના જીવો પંચમ આરાના પ્રભાવે ઘણા જ દૃષ્ટિરાગવાળા છે. પોતપોતાના મતના અત્યંત આગ્રહવાળા છે. એટલે કે સાચું તત્ત્વ શું છે ? વીતરાગ ભગવંતોએ શાસ્ત્રોમાં શું કહ્યું છે ? તે સમજવા-સાંભળવા પણ તૈયાર નથી. પરંતુ પોતાની મતિ પ્રમાણે જે તત્ત્વ જેમ બેઠું તે તત્ત્વ તેમ બેસાડીને તેને જ સત્ય માની લેતા જીવો છે. નથી તો ઉંડો શાસ્ત્રોનો અભ્યાસ કરતા કે નથી તો ગુરુનો સમાગમ કરતા તથા નથી સત્સંગ કરતા કે નથી તો ઊંડો સ્વાધ્યાય કરતા, તથા સાચો માર્ગ પામવાની તમન્ના પણ રાખતા નથી. આવા પ્રકારના કદાગ્રહી અને સ્વપક્ષના આગ્રહી એવા વર્તમાનકાળના જીવો ઉપર અતિશય જાણે ઘણી કરૂણા ઉત્પન્ન થઈ હોય તેવા ભાવે ભીંજાયેલા હૃદયવાળા ગ્રંથકાર મહર્ષિ તેવા જીવોને પણ તત્ત્વનું રહસ્ય સમજાવતાં પહેલાં તેવા જીવોના મનની પરિસ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે - આ કાળે ઘણા ખરા લોકો પોતે માનેલી માન્યતાઓને જ વશ થયેલા છે. સાચું તત્ત્વ શું છે ? તે જાણવા જરા પણ ઉત્સુક થતા Page #99 -------------------------------------------------------------------------- ________________ યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ ૯૯ નથી. પોતે માનેલી માન્યતાનો અત્યંત આગ્રહ રાખતા હોવાથી અને જ્ઞાનીઓનો આશ્રય ન કરતા હોવાથી સાચા તત્ત્વથી વિમુખ બનેલા છે અને તત્ત્વદૃષ્ટિ પામ્યા વિના પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જ તત્ત્વ માની લઈને પરસ્પર એકબીજા સાથે ક્લેશ-કડવાશ કરીને પરસ્પર અથડાય છે, દુઃખી થાય છે. સત્ય તત્ત્વ પામી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવોએ કહેલું જીવ-અજીવાદિનું યથાર્થ સ્વરૂપ તેઓ પામી શકતા નથી. સ્પષ્ટ સમજી શકતા નથી. પરંતુ પોતપોતાના મતની માન્યતાના એકાન્ત આગ્રહ રૂપ દૃષ્ટિરાગના મોહથી મૂઢ બનેલા વર્તમાનકાલીન જીવો તત્ત્વ પામ્યા વિના પોતાની માન્યતાના જ વધારે વધારે આગ્રહી બન્યા છતા સાચા સાધુસંતોથી દૂર જ વર્તે છે. સત્સંગ કરતા નથી. સત્પરુષો પાસે યથાર્થ તત્ત્વનું શ્રવણ-મનન પણ કરતા નથી. પુરુષો પાસે તત્ત્વશ્રવણ કર્યા વિના આપમેળે આત્મતત્ત્વની અને જગતના યથાર્થ સ્વરૂપની પ્રતીતિ અને શ્રદ્ધા થતી નથી. શ્રદ્ધાપૂર્વકના જ્ઞાન વિના સાચા તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. આ જીવને યથાર્થ તત્ત્વથી વિમુખ બનાવનાર જો કોઇ આત્માનો મહાશત્રુ હોય તો તે દૃષ્ટિરાગ છે. પોતપોતાના દર્શનની માન્યતાનો અત્યંત આગ્રહ એ દષ્ટિરાગ જ છે. “મારૂં તે જ સાચું” આવો આંધળો આગ્રહ તે જ કદાગ્રહ છે, દૃષ્ટિરાગ છે. પરંતુ જો કદાગ્રહ છોડી દે તો જ “સાચું તે મારૂં” આ વાત સમજાય. પરંતુ દષ્ટિરાગ સત્ય સમજવા દેતો નથી. તેથી દષ્ટિરાગ અતિશય ભયંકર પાપ છે. [૧] दृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो, दृष्टिरागो महाज्वरः ॥२॥ ગાથાર્થ - દષ્ટિરાગ એ મહામોહ છે. દષ્ટિરાગ એ મોટો સંસાર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર છે. દષ્ટિરાગ એ ભયંકર જવર (તાવ) છે. સંક્ષેપમાં દૃષ્ટિરાગ એ સત્યતા રૂપ જીવનનો નાશ કરનાર મહામૃત્યુ છે. /રા. વિવેચન - પોતાની દૃષ્ટિ જ્યાં બેઠી, તે જ વાત સાચી, બીજી કોઈ વાત સાંભળે નહીં, સમજે નહીં, તેનું નામ દૃષ્ટિરાગ. આ દૃષ્ટિરાગ કેટલો ભયંકર છે ? તે ચાર ઉપમાઓ આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે. દૃષ્ટિરાગ તે મિથ્યાત્વ મોહનીયનો જ તીવ્ર ઉદય હોવાથી તે એક મહામોહદશા છે. ભવની પરંપરાની વૃદ્ધિનું મુખ્ય કારણ છે. આ રાગથી જન્મ-મરણની પરંપરા વધે છે. તેથી સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી મોટો સંસાર જ છે. દષ્ટિરાગમાં અંજાયેલા જીવો દીર્ઘકાળ સુધી જન્મ-મરણ રૂપ આ સંસારમાં રખડે છે, પરિભ્રમણ કરે છે. દૃષ્ટિરાગ એ હૃદયમાં સંતાપ ઉત્પન્ન કરનાર હોવાથી મહાજવર છે. એટલે કે દુષ્ટ તત્ત્વ સ્વરૂપ છે. બીજા તત્ત્વો માત્ર શરીર જ તપાવે છે. પરંતુ આ દષ્ટિરાગ તો આત્મામાં જ રાગદ્વેષાદિ ઉત્પન્ન કરવારૂપ આંતર-તાપ (હૃદયની અંદર આત્માની અંદર તાપ) ઉત્પન્ન કરે છે અને અંતે આ આત્માના સર્વે પણ ભાવપ્રાણોનો (જ્ઞાનાદિ ગુણોનો) નાશ કરે છે માટે આ દૃષ્ટિરાગ એ મહામૃત્યુ છે. આ દષ્ટિરાગ એ એવો મોટો દુશ્મન છે કે જે સજજન મહાત્માઓને પણ સતાવે છે, પીડે છે. સ્નેહરાગ અને કામરાગ એ પણ રાગ હોવાથી તેને જીતવા દુષ્કર છે, તો પણ મહાત્માઓ તેને જીતી શકે છે. પરંતુ દૃષ્ટિરાગ તો આ બન્ને રાગથી પણ વધુ ભયંકર છે કે જેને મહાત્મા પુરુષો પણ તુરત જીતી શકતા નથી અર્થાતુ ઘણા દુ:ખે જીતાય છે. સજ્જન મહાત્મા પુરુષો પણ આ દૃષ્ટિરાગને ઘણી જ મુશ્કેલ પરિસ્થિતિથી જીતે છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૧ દૃષ્ટિરાગી મનુષ્ય પોતે માનેલી વાતને એટલી બધી હદે પકડી રાખે છે કે તે વાત ખોટી છે. યુક્તિસંગત નથી, આમ સમજાય તો પણ તેને જોર-શોરથી પકડી રાખે છે અને યુક્તિ-પ્રયુક્તિઓથી તેને સત્ય જ સાબિત કરવા પ્રયત્ન કરે છે અને પોતે સ્વીકારેલી વાતનો જ અતિશય આગ્રહ હોવાથી બીજાની વાત સાચી હોય તો પણ તે માન્યતાને સ્વીકારવાની અને સત્ય સમજવાની ઉદારતા આ જીવ દાખવી શકતો નથી. પોતાની માનેલી ખોટી વાતના આગ્રહના કારણે સત્ય વાત સાંભળવા કે સમજવા આ જીવ તૈયાર જ થતો નથી. પરંતુ પોતાની માનેલી વાતને જ યેનકેન પ્રકારે સત્ય સાબિત કરવા પ્રયત્ન કરે છે. //રા/ પતિતવ્ય નૈઃ સર્વેદ, પ્રાય: નીનુમાવત: | पापो मत्सरहेतुस्तद् निर्मितोऽसौ सतामपि ॥३॥ ગાથાર્થ - પાંચમા આરાના કાળના પ્રભાવથી પ્રાયઃ સર્વલોકોનું પતન થવું સંભવિત છે, તેથી જ સજજન પુરુષોને પણ માત્સર્ય ભાવનું કારણ બને એવા આ પાપી દષ્ટિરાગનું નિર્માણ થયેલું છે. - વિવેચન-દષ્ટિરાગ એ મહાભયંકર પાપ છે. એમ સમજાવી ગ્રંથકાર મહર્ષિ એવા દોષથી દૂર રહેવાની હિતશિક્ષા આપે છે કે પુરુષો, સપુરુષો હોવાથી જ તેમના મનમાં હંમેશાં ઉત્તમ ભાવનાઓનો જ પ્રવાહ વહેતો હોય છે. શ્રેષ્ઠ ભાવનાઓથી જ તેમનું હૃદય ભરેલું હોય છે. તેના કારણે વર્તમાનકાલીન જીવોમાં પાંચમા આરાના પ્રભાવે તત્ત્વ વિમુખતા (તાત્ત્વિક યથાર્થ જ્ઞાનદશાથી દૂર રહેવાપણું) વિશેષ પ્રમાણમાં દેખાય છે. તે જોઈને તે જીવોને દોષ આપતા નથી, પરંતુ પાંચમા આરાના કાળનો પ્રભાવ જ આવો છે કે જીવોમાં દૃષ્ટિદોષ પેદા કરે છે. એમ ગ્રંથકારશ્રી દષ્ટિરાગની ભયંકરતા વર્ણવે છે માટે દૃષ્ટિદોષની ભયંકરતા જણાવીને તેનો ત્યાગ કરવાનો જ ગ્રંથકારશ્રી ઉપદેશ આપે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર આ કલિકાલમાં જન્મેલા જીવોમાં કલિકાલના પ્રભાવથી જ વક્રતા અને જડતા સવિશેષ હોવાથી લોકોનું અધઃપતન અને દુર્ગતિગમન બીજા આરાઓ કરતાં સવિશેષ સંભવે છે. તે કારણથી જ સજજન પુરુષો પણ કાળના પ્રભાવે પરસ્પર અતિશય માત્સર્યભાવવાળા થઈને વાદ-વિવાદમાં પ્રસ્ત થઈને પોતાનું કિંમતી માનવ જીવન નિરર્થક પૂર્ણ કરી દે છે. માનવ ભવ હારી જાય છે. પરંતુ ગુણગ્રાહી દૃષ્ટિ અને મધ્યસ્થભાવ=તટસ્થભાવ રાખવા દ્વારા તત્ત્વદૃષ્ટિ જીવનમાં લાવીને અન્તર્મુખ બનવાનો અને આત્મતત્ત્વની સાધના કરવાનો સાચો પ્રયત્ન આવા જીવો કરી શકતા નથી. દૃષ્ટિરાગમાં જ અંજાઈ જાય છે. આ દૃષ્ટિરાગના સર્જનમાં કલિકાલનો પ્રભાવ જ પ્રધાનતાએ કારણ છે. //all मोहोपहतचित्तास्ते, मैत्र्यादिभिरसंस्कृताः । स्वयं नष्टा जनं मुग्धं, नाशयन्ति च धिग् हहा ॥४॥ ગાથાર્થ - દૃષ્ટિરાગ સ્વરૂપ મોહદશાથી જેઓનું ચિત્ત હણાયેલું છે તથા મૈત્રી આદિ ઉત્તમ ભાવનાઓથી જેઓનું ચિત્ત સંસ્કાર પામેલું નથી, તેઓ પોતે નાશ પામે છે અને બીજા મુગ્ધ (ભોળા) જીવોને નાશ પમાડે છે. (ધર્મભ્રષ્ટ કરે છે, તેવા પ્રકારના મોહાધીન જીવોને ધિક્કાર છે, ધિક્કાર છે. //૪ll વિવેચન - દૃષ્ટિરાગ કેટલો ભયંકર છે ? તે વાત ગ્રંથકારશ્રી ભવ્ય જીવોના ઉપકાર માટે સમજાવે છે કે – દૃષ્ટિરાગથી દૂષિત હૃદયવાળા મતાવલંબીને પોતાના મતનો અતિશય આગ્રહ હોય છે. તેથી તે અન્ય સર્વ મતોનો વિરોધ કરે Page #103 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૩ છે તથા બીજાના સત્ય સિદ્ધાંતને પણ સત્ય રીતે સમજવાને બદલે કુયુક્તિઓ દ્વારા ઉડાવવાનો જ વધારે વધારે પ્રયત્ન કરે છે. આવા પ્રકારની હલકી મનોવૃત્તિના કારણે જ તેઓનું ચિત્ત સદા કલુષિત જ રહે છે. તેના કારણે પોતાના પક્ષનો અતિશય રાગ અને બીજાના પક્ષનો અતિશય દ્વેષ. આમ રાગ-દ્વેષાત્મક મોહના દોષથી કલંકિત ચિત્તવાળા જ આ જીવો સદા હોય છે. મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ આવી ભગવાને ભાખેલી ઉમદા ભાવનાઓનો એક અંશ પણ તેઓના હૃદયમાં સંભવતો નથી. ઉત્તમ ભાવનાઓથી ભાવિત-સંસ્કારિત બન્યા વિના પોતાનું અને પરનું કલ્યાણ કેમ થાય ? એટલે કે સ્વ-પરના કલ્યાણના અર્થી જીવે આવા ભયંકર નુકસાન કરનારા દૃષ્ટિરાગથી દૂર જ રહેવું જોઇએ. સર્વ ભવોમાં માનવભવ જ કલ્યાણ કરવાનું પ્રધાનતમ સાધન છે. તે જ પ્રધાનતમ સાધન પ્રાપ્ત કરીને શક્ય બની શકે તેટલી ગુણગ્રાહી દષ્ટિ અને તત્ત્વગ્રાહી દષ્ટિ પ્રાપ્ત કરવી જ આવશ્યક છે. તે પ્રાપ્ત કર્યા વિના આ ભવ નિષ્ફળ જ જાય છે. એટલું જ નહીં, પરંતુ દૃષ્ટિરાગ કે ભોગષ્ટિ આદિ દોષો વધતાં આ જીવ મોહાન્ધ બનીને વધારે નીચે જાય છે. માનવ ભવમાંથી જેમ દેવલોકમાં અને મોક્ષે જવાય છે, તેમ સાતે નરકમાં પણ મુખ્યત્વે મનુષ્ય જ જાય છે. સિંહ અને સર્પ જેવા હિંસક પ્રાણી પણ સાત નરક સુધી જતા નથી. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવો મન ન હોવાથી જેમ દેવલોકમાં જતા નથી, તેમ તીવ્ર પાપો પણ કરી શકતા નથી. જેથી નરકમાં પણ જતા નથી. માનવ જ મોક્ષમાં અને સર્વ નારકીમાં જાય છે. માટે આ જીવનું અહીં માનવભવમાં આવ્યા પછી આવું પતન ન થઈ જાય તે માટે ગુણગ્રાહી ર્દષ્ટિ અને સત્ય તત્ત્વગ્રાહી ર્દષ્ટિ અવશ્ય પ્રાપ્ત કરવી જોઈએ. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર જે પોતાનું સાચું હિત કરી શકતો નથી, તે બીજાનું પણ હિત કરી શકતો નથી. કારણ કે જે પોતાને (ઉલટું) સમજાયું હોય છે, તેનો જ તે વધારે ને વધારે આગ્રહી થયો છતો બીજાને પણ તેવું જ સમજાવતો છતો તેનો જ પ્રચાર કરતો છતો સંસારમાં ડૂબે છે. તથા પોતાની અણસમજ અને અણઆવડતના કારણે અહિતકારી ઉપદેશ આપવા દ્વારા બીજાઓને પણ અવળા માર્ગે જ દોરનાર બને છે અને તેથી પોતે પણ માર્ગથી ભ્રષ્ટ થાય છે અને બીજાને પણ માર્ગથી ભ્રષ્ટ કરે છે. તેથી જ આવા કદાગ્રહી જીવો લોકોના ધિક્કારને જ પાત્ર બને છે. માટે જ કદાગ્રહ, દુરાગ્રહ, દૃષ્ટિરાગ આ બધા દોષો ભયંકર દોષો છે. શક્ય બને તેટલું આવા દોષોથી દૂર જ રહેવું અને જ્ઞાની મહાત્માઓના શરણમાં જ રહેવું, સ્વચ્છંદી ન બનવું. સદા આત્મહિતનો જ વધારે વિચાર કરવો. //૪l परे हितमतिमैत्री, मुदिता गुणमोदनम् । उपेक्षा दोषमाध्यस्थ्यं, करुणा दुःखमोक्षधीः ॥५॥ ગાથાર્થ - અન્ય જીવોના હિતની વિચારણા કરવી તે મૈત્રી, બીજાના ગુણો જોઈ રાજી રાજી થવું તે પ્રમોદભાવના, અન્યના દોષો પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો તે ઉપેક્ષા ભાવના (માધ્યસ્થભાવના) અને બીજા જીવોનાં દુઃખો જોઈને તેઓને દુઃખોમાંથી મૂકાવવાની ઇચ્છા કરવી તે કરૂણાભાવના જાણવી. //પી. વિવેચન - ચોથી ગાથાના પૂર્વાર્ધમાં લખ્યું છે કે મૈત્રી આદિ ભાવનાઓથી જે અસંસ્કૃત હોય છે, તે સ્વયં પણ ભ્રષ્ટ થાય છે અને બીજાને પણ ભ્રષ્ટ કરે છે. તેથી પ્રશ્ન થાય છે કે મૈત્રી આદિ ભાવનાઓ કેટલી છે ? અને કઈ કઈ છે ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર મહર્ષિ કહે છે કે – Page #105 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૫ આ ચાર ભાવનાઓ માનવ જીવનમાં વણાઈ જવી જોઈએ. કષાયોને દૂર કરવામાં આ ચાર ભાવનાઓ મહત્તમ સાધન છે. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ-અભિમાન-કપટવૃત્તિ-ઇર્ષ્યા-દાઝ વિગેરે દુષ્ટ ભાવોનું ઉમૂલન કરવા માટે તે કષાયોની જ પ્રતિપક્ષી એવી મૈત્રીપ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ એવી આ ચાર ભાવનાઓ હૃદયમાં ઉતારવી અત્યંત આવશ્યક છે. આ સંસારમાં કેટલાક મહાત્માઓ આપણાથી ઉંચા દરજ્જાવાળા (ઉંચા ગુણસ્થાનકમાં બિરાજમાનો હોય છે. તેમને દેખીને પ્રમોદ ભાવના ભાવવી, કેટલાક જીવો આપણા સમાન દરજ્જાના હોય છે, તેને જોઈને મૈત્રીભાવના ભાવવી અને કેટલાક જીવો આપણાથી હીન ગુણવાળા (નીચા દરજજાના) હોય છે. તેને જોઈને કરૂણાભાવના ભાવવી તથા કેટલાક જીવો જન્મથી જ પાપી-શિકારીમાંસાહારી અથવા દુષ્ટ વ્યસનોવાળા હોય છે, જેને આપણે સુધારી પણ શકતા નથી અને સમજાવી પણ શકતા નથી. તેવા જીવો ઉપર માધ્યસ્થ ભાવના ભાવવી એમ કરવામાં જ આપણા આત્માનું કલ્યાણ થાય છે. એટલા માટે જ મહત્મા પુરુષોએ આ ચાર ભાવના બતાવી (૧) મૈત્રીભાવના - સર્વે પણ જીવોનું હિત કરવું અથવા હિતકલ્યાણ થાય એવી ભાવના રાખવી. સર્વે લોકો પોતાના હિતની જેમ પરહિતમાં પણ જોડાય એવી ઇચ્છા રાખવી. સર્વના રાગાદિ દોષો નાશ પામે, સર્વે પણ જીવો સુખી થાય, કોઈ અલ્પમાત્રાએ પણ દુ:ખ ન પામે, આવા પ્રકારની ભાવના ભાવવી તે મૈત્રીભાવના. અથવા પોતાની સમાન દરજ્જાવાળા જીવો સાથે બેઠક ઉઠક કરવી, તેના હિતમાં આપણે જોડાવું અને આપણા હિતમાં તેને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર જોડવો. પરસ્પર ધર્મસ્નેહ કરીને પરસ્પર ઉપકાર કરવાનો ભાવ રાખવો તે મૈત્રીભાવના. = (૨) પ્રમોદભાવના – ગુણવાન જીવોના ગુણો જાણીને અથવા સાંભળીને અથવા પ્રત્યક્ષ જોઈને ઘણો જ હર્ષ પામવો. આનંદિત થવું, તેમના પ્રત્યે અહોભાવની ધ્વનિ નીકળવી. તીર્થંકર પરમાત્મા આદિ પાંચે પરમેષ્ઠિના ગુણો જાણી-સાંભળી તેમના પ્રત્યે ઘણો આદરભાવ ક૨વો, તેમના ગુણો ગાવા, ગુણી પુરુષોના ગુણો જાણીને આનંદિત થવું. તથા શ્રાવક-શ્રાવિકામાં અને અવિરત સમ્યગ્દષ્ટિમાં તથા માર્ગાનુસારી જીવોમાં જે જે અણુવ્રતાદિ ગુણો દેખાય. સાધક જીવોમાં આત્મસાધનાના જે જે પ્રકારો જણાય-સંભળાય, તે જોઈ જોઈને અતિશય રાજી થવું, આનંદિત થવું, તેઓને અભિનંદન આપવા અને “આવા આવા ઉત્તમ ગુણો મારામાં પણ ક્યારે આવે” આવી ઉમદા ભાવના રાખવા પૂર્વક સર્વે પણ ગુણવાન જીવો પ્રત્યે અહોભાવ રાખીને તેઓની સેવા-વૈયાવચ્ચ કરવી તે પ્રમોદભાવના. (૩) ઉપેક્ષાભાવના-માધ્યસ્થભાવના - રાગ-દ્વેષ-હિંસા આદિ દોષોથી ભરેલા જીવોને જોઈને ક્યારેય તેઓની નિંદા-ટીકા કે કુથલી ન કરવી, પણ માધ્યસ્થભાવ રાખવો. બિચારા તે જીવો કેવા મોહને આધીન છે કે જેઓ આવા મોટા દોષો સેવે છે. જેમ કે માંસાહારી જીવો, પારધી, શિકારી, પરસ્ત્રી લંપટ, આવા જીવો કે જેઓને આપણે કંઈ કહી શકીએ તેમ પણ નથી અને તેઓ આપણું કંઈ માને કે સાંભળે એમ પણ નથી. તેવા જીવોને જોઈ; તેઓ ઉપર દ્વેષભાવ ન કરતાં માધ્યસ્થભાવ રાખવો તે ઉપેક્ષાભાવના. (૪) કરૂણાભાવના – શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા જીવોના દુઃખો જોઈને તેઓનાં દુઃખો દૂર કરવાની ભાવનાપૂર્વક Page #107 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૭ તેઓ ઉપર કરૂણા કરવી. તે બન્ને પ્રકારના જીવોના સાંસારિક દુઃખો અને મોહના દોષો કેમ ઓછા થાય તેની ઉત્તમ ભાવનાપૂર્વક વિચારણા કરવી તે કરૂણાભાવના જાણવી. ૧ આપણાથી ઉંચી કોટિના જીવો ઉપર પ્રમોદભાવના. ૨ આપણાથી સમાન કોટિના જીવો ઉપર મૈત્રીભાવના. ૩ આપણાથી નીચી કક્ષાના જીવો ઉપર કરૂણાભાવના અને ૪ અતિશય પાપી જીવો ઉપર માધ્યસ્થભાવના. મહાપુરુષોએ શાસ્ત્રોમાં યથાસ્થાને આ ચાર ભાવનાઓ જણાવી છે. તે જ્યાં જે ભાવના જણાવી છે, ત્યાં તે જ ભાવના ભાવવી જોઈએ. ઉલટ-સૂલટ કરવું નહીં તથા અનાદિકાલીન મોહદશાની પરવશતાના કારણે આપણા જીવમાં આ ચારે સ્થાનોમાં બીજી પાપિષ્ટ ભાવનાઓ પ્રવર્તતી હોય છે. તેનો મૂળથી ત્યાગ કરવો તે આ પ્રમાણે - ૧ અધિક ગુણી ઉપર ઇષ્યભાવના ૨ સમાન ગુણી ઉપર સ્પર્ધાની ભાવના ૩ હીન ગુણી ઉપર તિરસ્કારની ભાવના ૪ પાપી જીવો ઉપર નિંદાની ભાવના આ ચારે ખોટી ભાવનાઓ છે. મોહના ઉદયને આધીન એવો આ જીવ આવા પ્રકારની ખોટી સંસારવર્ધક ભાવનાઓથી બચે તેવો પ્રયત્ન કરવો. અર્થાત આ ચારે ભાવનાઓ જીવનમાંથી ત્યજી દેવી. ગુણવાન મહાત્માઓનો વધારે ને વધારે સમાગમ કરવો. તેમનામાં રહેલા ઉત્તમ ગુણોને દેખીને તેમના ઉપર અહોભાવવાળા Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર બનવું. તેમના પ્રત્યે આદરભાવ વધારવો. તેમના ગુણોની પ્રશંસાસ્તુતિ કરવી. પ્રશંસા કરીને આપણી વાણીને ધન્ય બનાવવી. તેઓને ભાવથી નમસ્કાર કરવા દ્વારા કાયાને ધન્ય બનાવવી. ગુણવાન પુરુષોનાં સત્કૃત્યોની અનુમોદના કરવાથી આપણું પુણ્યાનુબંધી પુણ્ય વૃદ્ધિ પામે છે. અન્ય મહાત્મા પુરુષોનાં સત્કૃત્યોની અનુમોદના કરવી, તે સજ્જન પુરુષનું કર્તવ્ય છે. તેમના ગુણો દેખવાથી તેમના ઉપર અહોભાવ વધે છે. આપણા આત્માને પણ તેવો ગુણીયલ કરવાનું મન થાય છે. આ પ્રમોદભાવના. સમાનની સાથે મૈત્રીભાવના, પરસ્પર દુ:ખ-સુખની વાર્તા કરવાથી અન્યને સહાયક થવાય છે તથા અન્યની સહાય મળી આવે છે. પરસ્પર પ્રેમ વધે છે, કડવાશ-વેરઝેર સ્પર્ધા આદિ દુર્ગુણો દૂર થાય છે. આ બીજી મૈત્રીભાવના. દુઃખી જીવોને જોઈને તેનાં દુઃખો શક્ય હોય તે પ્રમાણે દૂર કરવાની ભાવના રાખવી. તેવા જીવો ઉપર કરૂણાભાવ લાવવો. કોમળ હૃદયે સહાયક થવા પ્રયત્ન કરવો, તે કરૂણાભાવના. પાંજરાપોળ-પક્ષીઓને ચણ નાખવા વિગેરેનાં સર્વ કાર્યો આ ભાવનાનું જ ફળ જાણવું. આ ત્રીજી કરુણાભાવના. જે જીવો પાપમાં જ રચ્યા-પચ્યા છે, મત્સ્યોદ્યોગ, માંસાહાર, વ્યભિચાર, ચોરી કરવી, શિકાર કરવો, આવાં આવાં પાપો કરવામાં જ ટેવાયેલા છે, સમજવા જ તૈયાર નથી, આવા જીવો ઉપર આપણને તેનાં દુષ્કૃત્યો જાણીને સ્વાભાવિકપણે જ દ્રષ-અણગમો-નાખુશીભાવ, ગુસ્સો આવી જાય. કષાયના આવા દોષો આપણામાં પ્રગટ થઈ જાય તેનાથી તે પાપી જીવનું કંઈ ભલું થાય નહીં, કલ્યાણ થાય નહીં અને આપણું અવશ્ય બગડે. માટે જ મહાત્મા પુરુષો કહે છે Page #109 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૦૯ કે આવા સ્થાને મધ્યસ્થ રહેવું. તેવા જીવોની હૃદયમાં દયા ચિંતવવી. આ માધ્યસ્થભાવના જાણવી. ।।૫।। मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थ्यमविनेयेषु, करुणा दुःखदेहिषु ॥६॥ धर्मकल्पद्रुमस्यैता, मूलं मैत्र्यादिभावनाः । यैर्न ज्ञाता न चाभ्यस्ता, स तेषामतिदुर्लभः ॥७॥ ગાથાર્થ - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યસ્થભાવના અને દુઃખી પ્રાણીઓ ઉપર કરૂણાભાવના જાણવી. ॥૬॥ આ મૈત્રી આદિ ભાવનાઓ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે, એમ જાણવું. જે જીવો વડે આ ચાર ભાવનાઓ જણાઈ જ નથી અથવા આ ચાર ભાવનાનો અભ્યાસ કરાયો નથી (જીવનમાં ઉતારાઇ નથી) તેઓને ફરીથી તે ધર્મ (પ્રાપ્ત થવો) અતિશય દુર્લભતર બને છે. IIIા વિવેચન મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યસ્થ્ય - આ ચારે ભાવનાઓના અર્થ ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. - (૧) મૈત્રીભાવના - સર્વે પણ જીવો ઉપર મિત્રતા કરવી અર્થાત્ નાનાથી મોટા-એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવો ઉપર મૈત્રી કરવી. સર્વે પણ જીવોનું કલ્યાણ-હિત કેમ થાય તેવા વિચારો કરવા. તે મૈત્રીભાવના કહેવાય છે. વંદિત્તા સૂત્રમાં જ કહ્યું છે કે “મિત્તી મે સવ્વ ભૂસું' મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. “વેર મળ્યું ન ળ'' મારે કોઈની પણ સાથે વૈર નથી. સંસારવર્તી સર્વ જીવો ઉપર મારે મૈત્રીભાવ છે, પણ કોઈપણ જીવ ઉપર વૈરભાવ-વૈમન્ય-મનદુઃખ કે અણગમો નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર જગતમાં નાના-મોટા કોઈ પણ જીવો પાપ ન કરો, કોઈ જીવ દુઃખી ન થાઓ. સર્વે પણ જીવો કર્મોથી મુક્ત બનો અને મોક્ષે જાઓ અને અનંતસુખે સુખી થાઓ, આવા પ્રકારની વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે. જો કે સંસારમાં જીવો અનંતા છે, તો પણ જીવત જાતિની અપેક્ષાએ સર્વે પણ જીવો સમાન હોવાથી એક છે. સંખ્યાની અપેક્ષાએ અનંત છે, તો પણ જાતિની અપેક્ષાએ એક છે. ચૈતન્યગુણ અને ઉપયોગ લક્ષણ સર્વે પણ જીવોમાં ઘટે છે, તેથી નાના-મોટા એમ સર્વે પણ જીવોનું હિત કેમ થાય ? પીડાનો પરિહાર કેમ થાય ? તથા સર્વે પણ જીવોને સુખ-સાતા કેમ ઉપજ ? આવી વિચારણા કરવાથી સાધક આત્માનું હિત-કલ્યાણ થાય છે. આવી વિચારણાને મૈત્રીભાવના કહેવાય છે. (૨) પ્રમોદભાવના - આપણામાં જે ગુણોની ઓછાશ છે, તે દૂર કરીને જો ગુણોમાં આગળ વધવું જ છે, ગુણોનો વિકાસ કરવો જ છે તો જેમાં જેમાં આપણાથી અધિક ગુણો છે, તેવા ગુણી મહાત્માઓને જોઈને ઘણું જ પ્રસન્ન થવું, રાજી થવું, તેમની સેવાવૈયાવચ્ચ કરવાનો ભાવ રાખવો. ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મોને ધારણ કરનારા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને જોઈને તથા સમ્યગ પ્રકારે રત્નત્રયીના આરાધક અને સાધક એવા શ્રાવક-શ્રાવિકાને જોઇને તેમના ગુણોની પ્રશંસા કરવી. તેવા ગુણી ભગવંતોને જોઈને પ્રસન્ન પ્રસન્ન થવું. તેમનું હાર્દિક ભક્તિ-બહુમાન કરવું. તેમની સેવા-ચાકરી કરતાં હૃદય આનંદથી ભરપૂર ભરેલું બની જાય. તેમને જોઈને તન-મન અને નયનમાં હર્ષ ઉભરાય, હર્ષથી પુલકિત થઈ જાય તેવી ભાવના ભાવવી. Page #111 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૧૧ જૈનશાસનની, તેના આરાધક ચતુર્વિધ સંઘની સેવા-ભક્તિ કરવામાં તન-મન અને ધનનું યથોચિત સમર્પણ કરવું. આપણાથી અનેક ગુણોથી અધિક એવા પરમાત્મા તથા સદ્દગુરુના ચરણોમાં સમર્પિત થવું. તેઓની શરણાગતિ સ્વીકારી, તેમની આજ્ઞાનું પાલન કરવામાં જ જીવન સાર્થક સમજવું. આ સઘળું પ્રમોદભાવનાનું કાર્ય છે. સર્વે પણ ગુણી પુરુષો, સંતપુરુષો, મહાત્મા પુરુષો ગુણોના ભંડાર છે, તેમના ગુણો ગાવા. તેઓએ કરેલાં સારાં કાર્યોની અનુમોદના કરવી. આ બધી પ્રમોદભાવના જાણવી. (૩) માધ્યસ્થભાવના - જે જે પાપી જીવો છે, અધર્મી જીવો છે, અવિનીત જીવો છે, અધર્મમાં જ રચ્યાપચ્યા રહે તેવા જીવો છે તથા ધર્મના દ્વેષી જીવો છે, છડેચોક ધર્મની નિંદા-કુથલી જ કરનારા જીવો છે. આવા પ્રકારના દોષોથી ભરેલા જીવો (કે જે કોઈપણ રીતે સુધરે તેમ નથી તેવા જીવો)ને જોઈને સામાન્યથી દ્વેષ, કડવાશ આવી જાય, ગુસ્સો કરવાનું મન થઇ જાય. પરંતુ તેમ કરવાથી તે જીવો કંઈ સુધરે નહીં અને આપણું અહિત જ થાય. માટે તેવા જીવો ઉપર દ્વેષ કર્યા વિના ઉપેક્ષાભાવમાધ્યસ્થભાવ રાખવો. જેથી આપણા હૃદયમાં તેમના ઉપર દ્વેષબુદ્ધિ ન જન્મે. તેઓને પણ આપણા ઉપર દ્વેષ-અપ્રીતિભાવ ન થાય. આવા પાપી જીવો પણ કાલાન્તરે તત્ત્વ સમજીને સાચા માર્ગે આવો, આવી આવી ઉમદા ભાવના ભાવવી. તે માધ્યસ્થભાવના જાણવી. (૪) કરૂણાભાવના - સંસારમાં રહેલા લગભગ તમામ જીવો દુ:ખી છે. તેના ઉપર કરૂણા વિચારવી. રોગ-શોક-આધિ-વ્યાધિ અને ઉપાધિજન્ય જે દુઃખો છે, તે સર્વે દશ્યમાન હોવાથી દ્રવ્યદુઃખો છે. જ્યારે રાગ-દ્વેષ અને મોહ (અજ્ઞાન) જન્ય જે જે દુ:ખો છે અને Page #112 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર વિષય-કષાયોની વાસનાથી જન્ય જે જે દુ:ખો છે, તે સર્વે ભાવદુઃખો છે. આવા પ્રકારનાં ભાવદુઃખો, સંતાપ અને સંક્લેશને ઉત્પન્ન કરે છે. જેનાથી અનંત જન્મ-જરા મરણાદિની પીડાઓ અને નરકનિગોદાદિ ભવોનાં દુઃખો વારંવાર ભોગવવાં જ પડે છે. ૧૧૨ આવા પ્રકારના દ્રવ્યદુઃખો અને ભાવદુઃખોથી દુઃખી જીવો ઉપર કરૂણા (દયા) કરવી તથા તેઓનાં દુઃખોનો નાશ થાય, ઓછાશ થાય તેવો સવિશેષ પ્રયત્ન કરવો. તેઓ ઉપર કરૂણાભાવથી સહાયક થવું. આ ચારે ભાવનાઓ જીવનને પવિત્ર બનાવનારી છે. જીવનું કલ્યાણ કરનારી છે, અન્યનાં દુઃખો અને સંતાપો દૂર કરનારી આ ભાવનાઓ છે. માટે પોતાના જીવનમાં યથાશક્તિ અવશ્ય લાવવા જેવી છે. આ ભાવનાઓના આગમનથી ઘણા-ઘણા કષાયો મંદ થઈ જાય છે. પોતાનામાં પણ ગુણવત્તા પ્રગટે છે, માટે સતત આ ભાવનાઓનો અભ્યાસ કરવો. જીવન જ આ ભાવનાઓમય બનાવી દેવા-પ્રયત્નશીલ રહેવું અને સજાગ રહેવું. ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મો એ કલ્પવૃક્ષ છે અને મૈત્રી આદિ ચારે ભાવનાઓ તેનું મૂળ છે. જેમ કલ્પવૃક્ષ તેના સેવકની મનોકામના પૂર્ણ કરે છે, તેવી જ રીતે દર્શાવધ યતિધર્મો રૂપી કલ્પવૃક્ષ પણ સેવકની મનોકામના પૂર્ણ કરે છે. (કર્મોની નિર્જરા કરાવવા દ્વારા મુક્તિફળ આપનાર છે) અને મૈત્રી આદિ ચારે ભાવનાઓ તે યથાવિધ યતિધર્મ રૂપી કલ્પવૃક્ષનું મૂલ છે. જો મૂલ હોય તો જ કલ્પવૃક્ષ ઉગે છે અને મીઠાં ફળ આપે છે, તેમ મૈત્રી આદિ ભાવનાઓ રૂપી મૂલ જો જીવનમાં ઉગ્યું હોય તો જ દવિધ યતિધર્મરૂપી કલ્પવૃક્ષ ઉગે છે અને કર્મોની નિર્જરારૂપી મીઠાં ફળો આપે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ ૧૧૩ ચાર ભાવનાઓ વિના દશવિધ યતિધર્મ આત્મસાત થતો નથી. માટે દશવિધ યતિધર્મને જીવનમાં સાક્ષાત્કાર કરવા માટે (લાવવા માટે) મૈત્રી આદિ ચાર ભાવનાઓને જીવનમાં અવશ્ય સાક્ષાત્કાર કરવી જોઈએ. જે સાધક આત્મા મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવતો નથી, તેનો અભ્યાસ કરતો નથી, આ ચાર ભાવનાઓ પોતાના જીવનમાં વસાવતો નથી, તે જીવ દશ પ્રકારના યતિધર્મને પાળવા અસમર્થ જ બને છે. નાતિ મૂર્ત તો શારવા આવા પ્રકારનો જાય ત્યાં લાગે છે. સારાંશ કે મૂલ હોય તો જ વૃક્ષ ઉગે. જો મૂલ જ ન હોય તો વૃક્ષ ઉગે નહીં. તેમ મૈત્રી આદિ ભાવનાઓ જીવનમાં વસી હોય આત્મસાત થઈ હોય તો જ દશવિધ યતિધર્મ આવે, અન્યથા ન આવે. આધ્યાત્મિક સાધનામાં આગળ વધવા માગતા અને પ્રગતિ સાધવા માગતા સાધકે મૈત્રી આદિ ભાવનાઓનો અભ્યાસ પ્રથમ કરવો ખાસ જરૂરી છે. II૬-૭ી अहो विचित्रं मोहान्ध्यं, तदन्धैरिह यज्जनैः । दोषा असन्तोऽपीक्ष्यन्ते, परे सन्तोऽपि नात्मनि ॥८॥ ગાથાર્થ - અહો ! આશ્ચર્ય થાય છે કે મોહદશાનું અંધપણું કેવું છે ? કારણ કે મોહદશાથી અંધ બનેલા પુરુષો વડે બીજામાં ન હોય તો પણ તેવા દોષો દેખાય છે અને પોતાનામાં દોષો હોય તો પણ તે દોષો દેખાતા નથી. દા. વિવેચન – મૈત્રી આદિ ભાવનાઓ પ્રશસ્ત હોવાથી આ જીવમાં જ્યારે મોહદશા નબળી પડે છે ત્યારે જ તે ભાવનાઓ આવે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર મોહની તીવ્રતા હોય ત્યારે મૈત્રી-પ્રમોદ માધ્યસ્થ અને કરૂણા ભાવના આવતી નથી. પરંતુ તેની જગ્યાએ દ્રષ-માત્સર્ય વૈર અને કઠોરતા આદિ દોષો જ ઉભા થાય છે. સર્વ જીવો ઉપર મૈત્રી ભાવના થવી જોઈએ, પરંતુ મોહની તીવ્રતા હોય તો બીજાની નાની-મોટી ભૂલો જોઈને આ જીવને સર્વ જીવો ઉપર દ્વેષભાવ જ આવે છે. એવી જ રીતે અધિક ગુણીને દેખીને પ્રમોદભાવ આવવો જોઈએ, પરંતુ ત્યાં માત્સર્ય (ઇર્ષાભાવ) જ આવે છે. પાપી જીવોને જોઈને માધ્યસ્થભાવ આવવો જોઈએ, પણ ત્યાં તેનું પાપિષ્ટ કાર્ય જોઈને વૈરભાવ જ બંધાય છે તથા દુ:ખી જીવોને જોઈને કરૂણાભાવ આવવો જોઈએ. તેને બદલે (કંઈક ને કંઈક ઘસાવાનું જ આવશે, એમ સમજીને) કઠોરતા જ (નિર્દયતા) જ આવે છે. મોહદશાનું આવું નાટક છે. સત્ય વસ્તુ નિરખવા માટેની વિવેકચક્ષુ મીંચાઈ જાય છે. મોહદશાની તીવ્રતા આવા પ્રકારનું કામ કરે છે, તેથી જ મોહદશાથી આવેલું અંધપણું આવું ભયંકર છે. મોહદશાની અંધતા એવી વિચિત્ર છે કે તે અંધાપાવાળો મનુષ્ય બીજા જીવોમાં દોષો ન હોય તો પણ દોષો જ દેખે છે અને પોતામાં ઢગલાબંધ દોષો હોય, પરંતુ પોતાનામાં એક પણ દોષ દેખાતો નથી. મોહદશાનો અંધાપો આવો ચિત્ર-વિચિત્ર છે. પોતાના છતા દોષ ન દેખાય અને અન્યમાં અછતા પણ દોષો દેખાય. આવા પ્રકારના મોહાંધ જીવને પોતાના દોષો ન દેખાતા હોવાથી પોતાના દુષ્કૃત્યો પ્રત્યે, ભૂલો પ્રત્યે, અપરાધો પ્રત્યે ક્યારેય અણગમો કે તિરસ્કાર ઉત્પન્ન થતો નથી. બલ્ક પાપો કરીને પણ પોતાની જાતની આ જીવ ભૂરિ ભૂરિ પ્રશંસા કરતો નજરે ચઢે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૧૫ આવા પ્રકારના દૃષ્ટિદોષના કારણે જ બીજા જીવોમાં ઘણા ગુણો હોય છે, પરંતુ આ જીવને તે ગુણો ન દેખાતા હોવાથી તેવા પ્રકારના પરના ગુણોની અનુમોદના કરવાનો ચાન્સ તો આ જીવ લેતો જ નથી. યોગસાર અન્યમાં નાના-નાના એક એક દોષનું નિત્ય નિરક્ષણ કરનારો આ જીવ પોતાનામાં પર્વત જેવડા મોટા દોષો દેખતો નથી. મોહદશાનો અંધાપો આવું કામ કરે છે. આ અંધાપો જીવને આશ્ચર્ય કરનાર છે. તેથી મોહદશાને દૂર કરીએ તો જ આ અંધાપો દૂર થાય. II૮II मदीयं दर्शनं मुख्यं, पाखण्डान्यपराणि तु । મદ્રીય: આગમ: સાર: પરીવાસ્વસારા: ||Ç|| तात्त्विका वयमेवान्ये, भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । इति मत्सरिणो दूरोत्सारितास्तत्त्वसारतः ॥१०॥ ગાથાર્થ - મારૂં જ દર્શન શ્રેષ્ઠ છે અર્થાત્ સાચું છે. અન્ય સર્વે પણ દર્શનો પાખંડ છે (માયા છે). મારૂં જ શાસ્ત્ર સારરૂપ છે. બાકીનાં બધાં જ શાસ્ત્રો અસાર છે. અમે જ સાચા તત્ત્વજ્ઞાની છીએ. બીજા બધા જ તત્ત્વથી અજાણ અને ભ્રાન્ત છે. આ પ્રમાણે માનનારા કેવળ ઇર્ષ્યાળુ છે અને સાચા તત્ત્વના સારથી દૂર છે અર્થાત્ તત્ત્વજ્ઞાન વિનાના છે. ૯-૧૦ વિવેચન મોહનો જેને અતિશય તીવ્ર ઉદય છે અને તેવા મોહના ઉદયને લીધે જે અંધ બનેલા જીવો છે, તે જીવો આવા મત્સરી (ઇર્ષ્યાથી જ અતિશય ભરેલા) છે. આવા પ્રકારના મત્સરી સ્વભાવના કારણે મોહાંધ જીવો આવું માને છે કે “મારૂં જ દર્શન સાચું છે, અન્ય સર્વ પણ દર્શનો પાખંડ છે માયા છે.” મારું જ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર માનેલું શાસ્ત્ર સારભૂત છે. અન્ય સર્વ શાસ્ત્રો અસાર છે. “અમે જ સાચા તત્ત્વજ્ઞાની છીએ, બાકીના સર્વે પણ ભ્રાન્ત છે અને તેથી જ અતત્ત્વજ્ઞ છે.’ આ પ્રમાણે માત્સર્ય દોષથી ગ્રસ્ત થયેલા મતાવલંબીઓ વિદ્વત્તાના અહંકારથી ગર્વિષ્ઠ થયા છતા લોકોમાં પોતાની પ્રશંસા કરતા જ રહે છે. આ પ્રમાણે માત્સર્ય દોષના કારણે આવા લોકો તત્ત્વના સારભૂત સમતાભાવને અને સમતાના સ્વાભાવિક આનંદને પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ પરસ્પર વાદ-વિવાદ કરીને ક્લેશ કરતા થકા વૈર-વિરોધ-વૈમનસ્યની જ વૃદ્ધિ કરે છે અને આવા વાદવિવાદથી અને ઝઘડા જ કરવામાં મહામૂલ્યવાળો અને અતિશય દુર્લભ એવા માનવભવને હારી જાય છે. માનવભવનું સાચું અને સારૂં ફળ મેળવી શકતા નથી. ઘણી વખત મિથ્યાત્વમોહના ઉદયથી પોતાના ઘમંડમાં રાચતા જીવો જ્યાં ત્યાં વાદ-વિવાદ કરે છે, જેની તેની સાથે ચર્ચા કરીને પોતાના વિજયની અને બીજાના પરાભવની જ અપેક્ષા રાખે છે. “હું સાચો છું, મારી જ વાત સાચી છે, એવો ઘમંડ રાખીને જ ફરે છે અને તેનાથી મહામોંઘો માનવભવ આ જીવ હારી જાય છે. માત્સર્ય દોષવાળા જીવોની પ્રકૃતિ જ આવી હોય છે કે અમે જ સાચા છીએ. બાકી બધા પાખંડી (માયાવી) જ છે. ખરેખર મિથ્યાત્વમોહનો ઉદય આ જીવને કેવા કેવા નાચ નચાવે છે. તે જ્ઞાની મહાત્મા આપણને સમજાવી રહ્યા છે.” તેથી જ મોહમાં મસ્ત બનેલા જીવને અંધ કહેવાય છે. ૯-૧૦ના यथाऽऽहतानि भाण्डानि विनश्यन्ति परस्परम् । तथा मात्सरिणोऽन्योन्यं हि दोषग्रहणाद् हताः ॥ ११ ॥ " Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ 11I/ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ગાથાર્થ - જેમ વાસણો પરસ્પર અફળાયાં છતાં વિનાશને પામે છે, તેમ માત્સર્યભાવવાળા લોકો પણ પરસ્પર એકબીજાના દોષો જ ગ્રહણ કરતા છતા વિનાશ પામે છે. [૧૧]. વિવેચન - મોહાંધતાના કારણે મત્સરભાવવાળા ઇર્ષાળુ જીવો બીજામાં દોષને જ દેખે છે. રાઈ જેવડો નાનો દોષ ઇર્ષાળુ સ્વભાવના કારણે પહાડ જેવડો બનાવે છે અને સર્વત્ર ગાય છે. નાનો ગુણ તો ન દેખે પણ પર્વત જેવડા મોટા ગુણને પણ દેખતા નથી અને અન્યોન્ય અરસપરસ એકબીજાના દોષો જ દેખવાથી. દોષો જ ગાવાથી અને ગામમાં દોષો જ જાહેર કરવાથી પરસ્પર વૈમનસ્યભાવ = દ્વેષભાવમાં જ આગળ વધે છે. આમ પરસ્પર કષાયો વધવાથી ભવભ્રમણાની વૃદ્ધિ થાય છે. જેમ માટીનાં વાસણો પરસ્પર અફળાય, અથડાય તો બન્ને વાસણો ફૂટી જાય અર્થાતુ બન્નેનો નાશ થાય તેમ પરસ્પર દોષ જ માત્ર દેખવાથી વૈરવિરોધ વધે જ. ક્લેશ-કંકાસ પણ વધે જ, પરસ્પર પ્રેમસંબંધ હોય તે પણ તૂટી જાય, અનેક ભવો સુધી વૈરની પરંપરા ચાલુ જ રહે. “અગ્નિશર્મા અને ગુણસેન રાજા”, “કમઠ અને મરૂભૂતિ” આવા તો અનેક ઉદાહરણભૂત જોડકાં છે. તેમાંનો એક જીવ વૈરભાવ રાખીને બીજાને અતિશય દુઃખ આપે છે. તેથી તે વિરાધક થયો છતો અનંતભવોની પરંપરામાં રખડે છે અને બીજો જીવ સમભાવ રાખી ઉપસર્ગ સહન કરે છે. પણ વૈમનસ્ય કે વેરઝેર કરતો નથી તેથી તે બીજો જીવ સંસારસાગર તરી જાય છે. અગ્નિશર્માએ ગુણસેનને અને કમઠના જીવે મરૂભૂતિના જીવને અનેક ભવો સુધી તેમના ઉપર વૈમનસ્યભાવ રાખીને શત્રુતાનો વ્યવહાર કર્યો, છતાં પણ ગુણસેનના જીવે અને મરૂભૂતિના જીવે હૃદયમાં Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર મૈત્રીભાવ રાખીને તથા સમતાભાવ રાખીને આવા પ્રકારના ઉપસર્ગ કરનારા ઉપર પણ પ્રેમ અને કરૂણાના ધોધની વૃષ્ટિ કરી અને તેમ કરવા દ્વારા તેઓ પરમપદને પામ્યા. જ્યારે અગ્નિશર્મા અને કમઠ સંસારમાં ડૂબી ગયા. માટે જેટલું બને તેટલું કષાયોનું દમન કરીને પણ પ્રશમભાવ પ્રાપ્ત કરવો. તેમાંજ આત્માનું હિત છે. I/૧૧l परं पतन्तं पश्यन्ति, न तु स्वं मोहमोहिताः । कुर्वन्तः परदोषाणां, ग्रहणं भवकारणम् ॥१२॥ ગાથાર્થ – મોહદશાથી મૂચ્છિત થયેલા જીવો પારકાના દોષોનું ગ્રહણ કરતા છતા બીજાને પડતો દેખે છે, પરંતુ પોતાનો જીવ પણ સંસારમાં પડી રહ્યો છે, તે દેખતા નથી. આવી અવળી દષ્ટિ જ ભવભ્રમણનું કારણ બને છે. [૧૨ા. વિવેચન – મોહદશાથી અંધ બનેલા જીવો બીજાના દોષોનું જ માત્ર ગ્રહણ કરતા છતા પરના પતનને જ દેખે છે. બીજા જીવો કેવળ દોષો જ સેવે છે અને તેનાથી તેઓ સંસારમાં ડૂબે છે. આવા પ્રકારના મોહાંધ જીવો પરનું જ માત્ર પતન દેખે છે, પરંતુ હું પણ મોહમાં મસ્ત છું. મિથ્યામતિમાં અંધ બનેલો છું, હું પણ આવી દશામાં પડી રહ્યો છું તે આ જીવ જોતો નથી. બીજા જીવો જે જે પાપ કરે છે, તે આ જીવને દેખાય છે અને તે પાપથી તે તે પાપ કરનારા જીવો નરકમાં જશે. પતનને પામશે. આમ પણ તેને દેખાય છે, પરંતુ આવું જ મિથ્યા આચરણ અને એકાન્ત માર્ગનો સ્વીકાર હું કરું છું. તેથી હું પણ પતન પામીશ, હું પણ નરકમાં જઈશ. આવું તે પોતાના વિષે દેખતો નથી. તેથી જ પોતાના માનેલા એકાન્ત મતાગ્રહમાં વધારે ને વધારે આગ્રહી બને છે અને દરેકની સાથે વૈમનસ્ય ઉભું કરે છે. તથા વધારે ક્લેશમાં ઉતરે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૧૯ બીજા જીવો પાપ કરે, એકાન્તવાદ માને, ઉત્સુત્ર પ્રરૂપણા કરે તો તે બીજા જીવો નરકમાં જાય. આવું તે જીવને સમજાય છે, પરંતુ આ જ વાત પોતે પોતાના ઉપર લગાડતો નથી. બલ્ક પોતે તો જોરશોરથી પરનિંદા અને પરદોષોની ગવેષણા કરી કરીને દુર્ગતિમાં જ જશે. આ સ્વરૂપ તે જીવ દેખતો નથી. આ મોટું આશ્ચર્ય છે. જે સાચો સાધક હોય તે અન્યના દોષો જોવાને બદલે પોતાના દોષો તો સવિશેષ પ્રમાણમાં દેખે. કારણ કે પોતાને પોતાના દોષો કાઢવા છે, દૂર કરવા છે. એટલે ઉત્તમ આત્મા પોતાના દોષો ખાસ દેખતો છતો પોતાના દોષો દૂર કરીને ભવની ભ્રમણામાંથી મુક્ત બનવા સતત પ્રયત્નશીલ રહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – कार्यं च किं ते परदोषदृष्टया । कार्यं च किं ते परचिंतया च ॥ वृथा कथं खिद्यसे बालबुद्धे ? । कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥ અર્થ - હે જીવ ! કંઈક સમજ. પારકાના દોષો જોવા વડે તારે શું પ્રયોજન છે ? અને પારકાની ચિંતા કરવા વડે તારે શું કામ છે? હે બાળ બુદ્ધિવાળા ચેતન ! પરદોષ દર્શન અને પરચિંતા કરીને તું ફોગટ ખેદ શું કામ કરે છે ? બીજું બધું છોડી દઈને તું તારું જ આત્મકલ્યાણ કરી લે. મહાપુરુષો કેવો ઉપદેશ આપે છે કે હે જીવ ! તું તારી પોતાની જ આભગવેષણા કર ને ! પારકી પંચાત કરીને કેવળ રાગ-દ્વેષ કરવા દ્વારા સંસારની રખડપટ્ટી જ વધશે. આમ કહીને શાસ્ત્ર કાર ભગવંતો આ જીવને સત્ય, હિતકારી તત્ત્વ સમજાવે છે. {/૧રો Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર यथा परस्य पश्यन्ति दोषान् यद्यात्मनस्तथा । सैवाजरामरत्वाय रससिद्धिस्तदा नृणां ॥१३॥ ગાથાર્થ - મનુષ્યો જેવી રીતે પરના દોષો જુવે છે, તેવી જ રીતે જો પોતાના દોષોને જોવા લાગી જાય તો આ સ્વદોષનું દર્શન તેમના અજરામરપણાની-મોક્ષપદની પ્રાપ્તિ માટે રસાયણતુલ્ય બને છે. /૧૩ી. વિવેચન - પરના દોષો દેખવાથી જ અને તેનું વારંવાર ગાન કરવાથી દ્વેષભાવ આદિ દોષો વધવાથી સંસાર પરિભ્રમણનું જ કારણ બને છે. પારકાના દોષો જોવાથી આપણા આત્માનું કંઈ ભલું થતું નથી. ઉલટું આ જીવ બીજા જીવો ઉપર વધારે ને વધારે દ્વેષવાળો જ બને છે. આ સંસારમાં બધા જ જીવો દોષોથી ભરેલા છે. કોના કોના દોષો જોશો ? એટલે જ મહાત્મા પુરુષો પરના દોષો જોવાનું ટાળીને પોતાના જ દોષો જોવાનો વ્યવહાર કરે છે. કારણ કે જો પોતાના દોષો આ જીવ જુએ તો તેને દૂર કરી શકે અને સ્વચ્છ થઈ શકે. જેથી પોતાનું કલ્યાણ થાય. પરદોષ દેખવાથી અને પાને સુધારવા જવાથી લડવાડ થવાનો સંભવ છે અને તેમ છતાં પણ પરના દોષો જાય પણ ખરા અને ન પણ જાય, માત્ર વૈમનસ્ય જ થાય માટે જ મહાત્મા પુરુષો સ્વદોષદર્શન કરીને સ્વદોષોને દૂર કરવાનો જ પ્રયત્ન કરે છે. પોતાના દોષોનું દર્શન, વારંવાર તેનું ચિંતન, દુષ્કતની ગહ, કરેલાં પાપોનો અતિશય પશ્ચાત્તાપ, આ બધી કાર્યવાહી ભૂતકાળમાં સેવેલા અને આત્મામાં ઘર કરીને ઘૂસી ગયેલા દોષોને-દુર્ગુણોને અને કુટેવોને નબળા પાડીને નિર્બળ (બળહીન) કરે છે. પરદોષ દૃષ્ટિ એ સંસારહેતુ છે અને સ્વદોષ દૃષ્ટિ અને તેના દ્વારા સ્વદોષનું સંમાર્જન કરવું એ મોક્ષહેતુ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૨૧ જેમ સુવર્ણ બનાવનારા રસની સિદ્ધિથી અગણિત લોહને સુવર્ણ બનાવી શકે છે. તેમ સ્વદોષ દૃષ્ટિથી આત્મામાં દોષોનું સંમાર્જન અને ગુણોની પ્રાપ્તિ કરવા દ્વારા અગણિત સમતારસની સિદ્ધિ થાય છે. સમતા સામાયિકની પ્રાપ્તિ થાય છે. તેનાથી સમ્યક્ત-સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર આદિ ઉત્તરોત્તર ગુણોની પ્રાપ્તિ થતાં મુક્તિદશાનો મંગલ માર્ગ ખુલ્લો થાય છે. આ જીવનું મુક્તિ તરફ પ્રયાણ ચાલુ થાય છે. સમ્યક્ત આવવા દ્વારા આવેલી સમતા-સમભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થતાં શુદ્ધ આત્મિક દશાની પ્રાપ્તિનો આનંદ વધતો જ જાય છે. આવા પ્રકારનો શુદ્ધ આત્મિક દશાના આનંદનો અનુભવ જ આ આત્માને અજરામર પદની (જયાં જરા-ઘડપણ નથી અને મરણ પણ નથી એવી) મુક્તિદશાની પ્રાપ્તિ કરાવે છે અને અનંતકાળ સુધી અપરિમિત પરમાનંદનો ભોક્તા બનાવે છે. /૧૩ી. रागद्वेषविनाभूतं, साम्यं तत्त्वं यदुच्यते । स्वशंसिनां व तत्, तेषां परदूषणदायिनाम् ॥१४॥ ગાથાર્થ - રાગ અને દ્વેષના નાશથી પ્રાપ્ત થનારૂં સામ્યત્વ (સમતાભાવ) એ જ સાચુ તત્ત્વ છે. પોતાની જ પ્રશંસા કરનારા અને પરને દૂષણ જ આપનારા-પરની નિંદા ન કરનારા જીવોને આવું સામ્યત્વ કેવી રીતે પ્રાપ્ત થાય ? અર્થાત તેવા જીવો સદાકાળ પરનાં દૂષણ જોઈને કષાયોમાં જ વર્તનારા હોય છે. ll૧૪ll વિવેચન - સામ્યતત્ત્વ અર્થાત્ સમભાવદશા, અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે વર્તવું, તે સામ્યભાવ. આવા પ્રકારનો આ સામ્યભાવ મોહનીયકર્મનો વિશિષ્ટતર ક્ષયોપશમ કરવાથી જ જીવનમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં અને જૈનેતર શાસ્ત્રોમાં પણ આ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર સામ્યયોગની પ્રધાનતા ગાવામાં આવી છે. સમતાદશા એ જ મુક્તિ પ્રાપ્તિનું પ્રધાનતર અંગ છે. આવા પ્રકારની સામ્યતા પ્રાપ્ત કર્યા વિના કોઈ પણ સાધક આત્મા આત્મસાધના-કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી. માટે જ જીવનમાં આત્મકલ્યાણની પ્રાપ્તિનું પ્રધાનતમ સાધન સામ્યત્વ છે અને સર્વે પણ શાસ્ત્રોનો સાર પણ આ જ છે કે “સામ્યતત્ત્વ” પ્રાપ્ત કરવું. આ સામ્યતત્ત્વની પ્રાપ્તિ રાગ-દ્વેષાદિ મોહના વિકારોનો વિજય કરવાથી થાય છે. રાગ અને દ્વેષને જીતવાના ઉપાયો આ પ્રમાણે છે. પોતાની પ્રશંસાનો ત્યાગ કરવાથી રાગનો વિજય થાય છે અને પર ઉપરની દ્રષદૃષ્ટિ (દ્વષ ભરી દૃષ્ટિ)નો ત્યાગ કરવાથી વૈષનો વિજય થાય છે. રાગ અને દ્વેષને જીતવાથી સમતાભાવની પ્રાપ્તિ થાય છે. જેટલા પ્રમાણમાં ક્રોધાદિ કષાયોરૂપ રાગ અને દ્વેષનો વિજય પ્રાપ્ત કરવામાં આવે છે, તેટલા પ્રમાણમાં આત્મશુદ્ધિ કરનારા એવા સમતાભાવની પ્રાપ્તિ આ આત્મામાં થાય છે અને આ આત્મા વધારે વધારે શુદ્ધ શુદ્ધતર બને છે. જે જે જીવો સ્વપ્રશંસા કરવામાં જ ડૂબેલા છે. તેઓને પોતાની નામના પ્રત્યે અને પોતાના સ્વરૂપ પ્રત્યે તીવ્ર રાગ પ્રવર્તે છે અને પરની નિંદા કરનારામાં હૃદયની અંદર તેમના પ્રત્યે તીવ્ર દ્વેષભાવ વર્તે છે. આ રાગ-દ્વેષના કારણે જ આ આત્મામાં સમભાવ આવતો નથી, માટે ઉત્તમ સાધકે પોતાના હિતની ખાતર પણ આત્મપ્રશંસા અને પરનિંદા સર્વથા ત્યજી દેવી જોઈએ. //૧૪ मानेऽपमाने निन्दायां, स्तुतौ वा लोष्ट काञ्चने । जीविते मरणे लाभालाभे रङ्के महर्धिके ॥१५॥ Page #123 -------------------------------------------------------------------------- ________________ યોગસાર | દ્વિતીય પ્રસ્તાવ ૧૨૩ शत्रौ मित्रे सुखे दुःखे हृषीकार्थे शुभाशुभे । सर्वत्रापि यदेकत्वं, तत्त्वं तद् भेद्यतां परम् ॥१६॥ ગાથાર્થ - માનમાં કે અપમાનમાં, પ્રશંસામાં કે નિંદામાં, માટીમાં કે સોનામાં, જીવનમાં કે મરણમાં, લાભમાં કે નુકશાનમાં, ગરીબ ઉપર કે મહાધનવાન (રાજા આદિ) ઉપર, શત્રુ ઉપર કે મિત્ર ઉપર, સુખમાં કે દુઃખમાં, પાંચ ઇન્દ્રિયોના સુખકારી વિષયોમાં કે દુઃખકારી વિષયોમાં આવા પ્રકારના સાનુકૂળ કે પ્રતિકૂળ એમ બન્ને પ્રકારના સંજોગોમાં જે એકતા (સમાનતા) રાખવી તે સમભાવ છે. તેનાથી પરપણું એટલે કે જે અસમાનતા-ભેદભાવ રાખવો તે રાગ-દ્વેષ હોવાથી તેનો ભેદ (નાશ) કરવો જોઈએ. ||૧૫-૧૬ll વિવેચન - કષાયોની પરાધીનતાના કારણે આ જીવ હર્ષ-શોકપ્રેમ અને નિંદા. રાગ અને દ્વેષ આદિ વિષયભાવોમાં જોડાઈ જાય છે અને તેના જ કારણે જન્મ-મરણાદિ રૂપ સંસાર વધારી નાખે છે. માટે જ મહાપુરુષો કહે છે કે જે આત્મા માનમાં અને અપમાનમાં પોતાની પ્રશંસા થાય તેમાં કે પોતાની નિંદા થાય તેમાં, સુવર્ણ જેવી કિંમતી વસ્તુમાં કે માટી જેવી બિનકિંમતી વસ્તુમાં, જીવન રહે તેમાં કે મૃત્યુ આવે તેમાં, ધનાદિનો લાભ થાય તેમાં કે ધનાદિનું નુકશાન થાય તેમાં, ગરીબ અનાથ જીવ ઉપર કે ધનવાન-શ્રેષ્ઠી કે રાજા ઉપર, પોતાના શત્રુ ઉપર કે પોતાના મિત્ર ઉપર સુખમય દશામાં કે દુઃખમય દશામાં, પાંચ ઇન્દ્રિયોના મનગમતા અનુકુળ વિષયો મળે તેમાં, તથા પ્રતિકૂળ વિષયો મળે તેમાં, આમ સાનુકૂળ સંજોગોમાં કે પ્રતિકૂળ સંજોગોમાં જે આત્મા અંજાતો નથી કે ગભરાતો નથી, પણ સર્વ સંજોગોમાં એકરૂપ રહે છે. સમાનપણે જ મનથી પ્રવર્તે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર છે, ક્યાંય લેપાતો નથી કે મનમાં દુઃખ ધરતો નથી, તે જ સાચો સમભાવ છે સામ્યતા છે. આવો જ જીવ આરાધક બને છે. પોતાના જીવનમાં સામ્યયોગ લાવવાની આ જ ઉત્તમ કળા છે. સાનુકૂળ સંજોગોમાં ગમે તેટલા અંજાઈએ, તો પણ કાલાન્તરે તે સંજોગો અવશ્ય જવાના જ છે અને પ્રતિકૂળ સંજોગોમાં ગમે તેટલા દ્વેષ કરીએ તો પણ આપણા પાપનો ઉદય ચાલે ત્યાં સુધી રહેવાના જ છે અને કાળ પૂર્ણ થતાં જવાના જ છે, માટે તે બન્ને સંજોગોમાં રાગ-દ્વેષ ન કરતાં સમભાવમાં જ રહેવું, તે કલ્યાણકારી છે. આવી જ્ઞાની મહાત્માઓની વાણી છે. યોગબિંદુ નામના ગ્રન્થમાં પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ કહ્યું છે કે અધ્યાત્મ ભાવના અને ધ્યાન - આ ત્રણ પ્રકારના ઉત્તમ યોગસેવનથી, તેના સતત અભ્યાસથી આ જીવમાં સમતાયોગ પ્રગટ થાય છે. આ સમતાયોગ પ્રાપ્ત થયે છતે અનાદિકાળથી આ જીવને વળગેલી અવિદ્યાની વાસના (મોહનો ઉદય તેની તીવ્રતા) ના કારણે થતી ઇષ્ટાનિષ્ટની કલ્પના-સુખ દુઃખની બુદ્ધિ અર્થાત્ વિકારીભાવ સર્વથા દૂર થઈ જાય છે અને સમતાયોગ પ્રગટ થાય છે. સૌથી પ્રથમ યથાર્થ તત્ત્વોનું ચિંતન કરવું તે અધ્યાત્મ, તેનો નિરંતર અભ્યાસ કરવાથી ભાવના ગુણ આવે છે અને તે ભાવના ગુણના પ્રતાપે દીપકની સ્થિર શિખાતુલ્ય સુખદુઃખમાં આત્માના સ્થિર પરિણામ સ્વરૂપ ધ્યાનદશાનો અભ્યાસ આવે છે. જેનાથી ઇષ્ટઅનિષ્ટ વસ્તુઓમાં અને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સમભાવ રહે છે. આ રીતે જીવમાં સમતાયોગ પ્રગટ થાય છે. તે સમતાયોગનો ક્રમશઃ વિકાસ થતાં સમતાયોગ વધારે દઢ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ અને મજબૂત બને છે. આ સમતાયોગ જ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે. આવી સમતાદશા પ્રાપ્ત કરવી એ સમ્યજ્ઞાનનું ફળ છે. આત્મતત્ત્વની પરમાર્થથી સિદ્ધિ છે. આ સમતાયોગની સિદ્ધિ જ આત્મકલ્યાણનું પરમ કારણ બને છે. ||૧૫-૧૬ll अष्टाङ्गस्यापि योगस्य, सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ॥१७॥ ગાથાર્થ – ખરેખર અષ્ટાંગ યોગસેવનના સારભૂત આ સમતાયોગ જ છે. કારણ કે યોગના શાસ્ત્રોમાં યમ-નિયમ આદિનો જે કંઈ વિસ્તાર કરવામાં આવ્યો છે, તે સઘળો પણ વિસ્તાર આ સમતાયોગની પ્રાપ્તિ માટે જ છે. સમતાયોગ એટલે સમાધિની પ્રાપ્તિ. ./૧૭ી. વિવેચન - યોગદશા પ્રાપ્ત કરવાનાં આઠ અંગો છે. ૧-યમ, ૨-નિયમ, ૩-આસન, ૪-પ્રાણાયામ, પ-પ્રત્યાહાર, ૬-ધારણા, ૭ધ્યાન, અને ૮-સમાધિ. શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પરમ પૂજ્ય શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ આ આઠ અંગોનું તથા તેનાથી પ્રાપ્ત થતી યોગદશાનું વર્ણન કરેલું છે. સમાધિ પ્રાપ્ત કરવા માટે આ યોગના અંગોનું સેવન જરૂરી બને છે. પ્રત્યાહાર નામના પાંચમાં યોગાંગમાં ઈન્દ્રિયો અને મન ઉપર પ્રભુત્વ આવે છે. જે આ પાંચ ઈન્દ્રિયો અને મન ઇષ્ટનિષ્ટ વિષયોમાં પ્રવર્તે છે અને તેનાથી રાગ-દ્વેષ થાય છે. તેના ઉપર કાબૂ મેળવવા માટે વિષયોથી નિવૃત્તિ કરવાની હોય છે. ધારણા નામના છઠ્ઠા યોગાંગના આલંબનથી ચિત્તને કોઇપણ એક શુભ આલંબનમાં અતિશય વધારે સ્થિર કરવાનું હોય છે. ત્યારબાદ ધ્યાન નામના સાતમા યોગાગ દ્વારા વીતરાગ પ્રભુમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર એકાકાર થવાનું હોય છે. આમ યોગના અંગોનું સતત સેવન કરવાથી તેના અભ્યાસ વડે આઠમા યોગના અંગરૂપ સમાધિ અંગની સિદ્ધિ થાય છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ યમ કહેવાય છે. તે સાધુને મહાવ્રત રૂપે હોય છે અને શ્રાવક-શ્રાવિકાને અણુવ્રત રૂપે હોય છે તથા મનને વધારે પવિત્ર બનાવવા માટે શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર ધ્યાન આ પાંચ નિયમો છે. આ સઘળા ઉપાયોથી જીવન પવિત્ર અને સદાચારમય બને છે. મન-વચન અને કાયાની શુદ્ધિ થાય છે તથા પદ્માસન આદિ આસનો દ્વારા કાયાની ચંચળતાનો નાશ કરીને સ્થિરતા પ્રાપ્ત થાય છે અને પ્રાણાયામાદિ યોગાંગો વડે આત્માના અધ્યવસાયોની નિર્મળતા વધતી જાય છે. આ રીતે યોગનાં આઠે અંગો દ્વારા આ જીવમાં “સમતાભાવ”નો અવિર્ભાવ થાય છે. આ આઠ અંગોનો અભ્યાસ સમાધિ લાવવા માટે જ છે. સમાધિ અર્થાત સમતાભાવ આ સાધ્ય છે. બીજા સાત તેમાં સાધન છે અને સમાધિ મેળવવા દ્વારા જીવ આત્મકલ્યાણ કરીને મુક્તિપદ પ્રાપ્ત કરે છે. એટલે યોગનાં સાત અંગો મેળવવા દ્વારા સમાધિ (અર્થાત્ સમભાવદશા) જ પ્રાપ્ત કરવા જેવી છે. /૧૭થી क्रियते दधिसाराय, दधिमन्थो यथा किल । तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः ॥१८॥ ગાથાર્થ – જેમ દહીંનું સાર જે માખણ છે, તે માખણ મેળવવા માટે દહીંનું મંથન કરાય છે, તેમ સામ્યભાવ સમતારૂપ સાર મેળવવા માટે યમ-નિયમ આદિ યોગદશાનો અભ્યાસ કરાય છે. /૧૮ Page #127 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૨૭ વિશેષાર્થ – આ સંસારમાં સંસારી લોકો દહીંમાં રહેલું માખણ પ્રાપ્ત કરવા માટે દહીંનું મંથન (દહીંનું વલોણું) કરે છે. તેવી જ રીતે સમાધિદશા રૂપ ઉત્તમ તત્ત્વ મેળવવા માટે યોગી પુરુષો યમ-નિયમાદિ યોગનાં અંગોનો નિરંતર અભ્યાસ કરવારૂપે આત્મદશાનું પણ વલોણું કરે છે. યોગસાર સમાધિદશા પ્રાપ્ત થતાં આ આત્મા પોતાના સાચા ગુણો પ્રગટ થતાં ગુણપ્રાપ્તિ સ્વરૂપ પોતાનું સાચું સુખ અનુભવે છે અને તે અનુભવ દ્વારા પરમ તૃપ્તિને પામે છે. જ્ઞાનસારાષ્ટકમાં કહ્યું છે કે - “સમ્યજ્ઞાન રૂપી અમૃતરસનું પાન કરીને, સમ્યક્ ક્રિયારૂપી કલ્પવૃક્ષોનાં ફળો ચાખીને સમતાભાવ રૂપી તાંબુલનો આસ્વાદ કરીને મુનિ મહાત્માઓ પરમતૃપ્તિ અનુભવે છે.” આત્માને આત્મસ્વરૂપ પ્રગટ થતાં થતી જે આત્મતૃપ્તિ છે. એ આત્મતૃપ્તિ આત્મતત્ત્વની અનુભૂતિરૂપ છે. આત્મતત્ત્વનો યથાર્થ અનુભવ થાય છે. સમ્યજ્ઞાન, સમ્યક્ ક્રિયા અને સમતાભાવ - આ ત્રણેની એકાકારતા અનુભવાય છે. જ્ઞાન, ક્રિયા અને સામ્ય - આ ત્રણ આત્મતૃપ્તિનાં મુખ્ય ઉપાયો છે. આપણા જીવે સામ્યયોગસમતાભાવ સાધવાનો છે. તેથી તેના આ સર્વ ઉપાયોમાં નિરંતરપણે સાવધાની-પૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ॥૧૮॥ अद्य कल्पेऽपि कैवल्यं, साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुमसाम्प्रतम् ॥१९॥ ગાથાર્થ - આજે અથવા કાલે (આ જન્મમાં કે જન્માંતરમાં) પણ સમતાયોગથી જ કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. અન્યથા કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. તેથી આવી સમતાદશાને પ્રાપ્ત કરવા માટે એક ક્ષણ માત્ર પણ પ્રમાદ કરવો તે અસાંપ્રત (અનુચિત) છે. ।૧૯। Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર વિવેચન - આત્માનું અંતિમ લક્ષ્ય-સાધ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવી તે છે. કારણ કે કેવલજ્ઞાન પામેલો જીવ તે જ ભવમાં નિયમો મુક્તિપદ પામે જ છે. માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરવી એ જ અંતિમ ધ્યેય છે. તે ધ્યેયને સાધવા માટે અંતરંગ સાધનભૂત સમતાયોગ છે. આ સમતાયોગ લાવવા માટે સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, તપ, સેવાભક્તિ અને ધ્યાનાદિ ભાવોનું સેવન એ સર્વ ઉપાયો-સાધનો હોવાથી કેવળજ્ઞાનની પ્રાપ્તિનાં પરંપરાકારણ છે. આજે થાઓ અથવા કાલે થાઓ, એટલે કે આ ભવમાં થાઓ કે ભવાંતરમાં થાઓ. ગમે તે ભવમાં થાઓ કે ગમે તે ક્ષેત્રમાં થાઓ, પરંતુ તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ સમતાદશાની પરાકાષ્ઠાથી જ થાય છે. આવા પ્રકારની સર્વજ્ઞતાની પ્રાપ્તિ સામ્યભાવના પ્રકર્ષને લીધે જ આ જીવમાં પ્રાપ્ત થાય છે, તેના વિના પ્રાપ્ત થતી નથી. માટે સામ્યયોગની પ્રાપ્તિ સારું વધારે પ્રયત્નશીલ બનવું જોઇએ. સમતાભાવનો પ્રકર્ષ લાવવા માટે આ જીવ મુખ્યત્વે મોહનીયકર્મને તોડતો છતો ક્રમશઃ ગુણસ્થાનકો સર કરતો કરતો ઉપર આવે છે. મિથ્યાત્વ મોહનીયનો ઉદય અટકવાથી પહેલા ગુણસ્થાનકને બદલે બીજુ ગુણસ્થાનક, અનંતાનુબંધીનો ઉદય અટકવાથી બીજાને બદલે ત્રીજું ગુણસ્થાનક, મિશ્રમોહનીયનો ઉદય અટકવાથી ત્રીજાને બદલે ચોથુ ગુણસ્થાનક, અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો ઉદય અટકવાથી પાંચમુ ગુણસ્થાનક, પ્રત્યાખ્યાનાવરણ ચાર કષાયનો ઉદય અટકવાથી છઠ્ઠ ગુણસ્થાનક, અરતિશોકનો ઉદય અટકવાથી છઠ્ઠાને બદલે સાતમું ગુણસ્થાનક, સમ્યક્વમોહનીયનો ઉદય અટકવાથી સાતમાને બદલે આઠમું ગુણસ્થાનક, હાસ્યાદિ શેષ ચાર નોકષાયનો ઉદય અટકવાથી નવમું ગુણસ્થાનક, ત્રણ વેદ અને સંજવલનત્રિકનો ઉદય અટકવાથી દસમું ગુણસ્થાનક, અને સંજવલન લોભનો ઉદય અટકવાથી અગિયારમું Page #129 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૨૯ અથવા બારમું ગુણસ્થાનક, આ રીતે કેવળ એકલા મોહનીયકર્મનો જ ક્ષય કરવાથી ગુણસ્થાનકો ચઢાય છે. માસતુષ મુનિ જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ઉદયવાળા હતા અને કુરગડુ ઋષિ અંતરાયકર્મના તીવ્ર ઉદયવાળા હતા, છતાં મોહનીયને જીત્યુ એટલે બારમાં ગુણઠાણે ચડી શક્યા. મોહનીય કર્મ ગયા પછી આ જીવ વીતરાગાવસ્થાવાળો બન્યો છતો શેષ ત્રણ ઘાતિકર્મો (ભલે ગમે તેટલાં તીવ્ર હોય) તો પણ તેનો માત્ર અંતર્મુહૂર્તકાળમાં જ અવશ્ય ક્ષય કરીને નિયમા કેવલજ્ઞાન પામે છે અને કેવલજ્ઞાન પામેલો જીવ તે જ ભવમાં શેષ અઘાતિ ચારે કર્મો વેદીને અથવા સંક્રમ દ્વારા પણ ક્ષય કરીને અંતે અવશ્ય અઘાતિ ચારે કર્મોનો સર્વથા ક્ષય કરીને નિર્વાણપદ પામે જ છે. સમતાગુણનો આ અસાધારણ મહિમા છે, તે આપણને એવી પ્રેરણા આપે છે કે આ માનવ જીવનમાં શીધ્રાતિશીધ્ર સમતાયોગ સિદ્ધ કરવા જેવો છે. તેની પ્રાપ્તિ માટે ઉપાય સ્વરૂપે પ્રભુજીની ભક્તિ, જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાધના-ઉપાસના, તપજપ-ધ્યાનાદિ અનુષ્ઠાનોની આરાધના કરવી. આ સઘળા તેના ઉપાયો છે. સમતાભાવ વિના કરાયેલાં અનુષ્ઠાનો મોક્ષસાધન બનતાં નથી, તે અપેક્ષાએ તે અનુષ્ઠાનો નિષ્ફળ કહેવાય છે. માટે સમતાયોગની પ્રાપ્તિનાં કારણ બને તે રીતે તેવાં તેવાં અનુષ્ઠાનો આચરવાં. /૧૯ll किं बुद्धेन किमीशेन, किं धात्रा किमु विष्णुना । किं जिनेन्द्रेण रागाद्यैर्यदि स्वं कलुषं मनः ॥२०॥ ગાથાર્થ - જો આપણું મન રાગાદિ દોષોથી કલુષિત છે, તો બુદ્ધ ભગવાન, મહાદેવ, વિધાતા દેવ, વિષ્ણુ ભગવાન કે જિનેશ્વર પ્રભુ મળી જાય તો પણ તેઓ વડે શું થવાનું? અર્થાત્ કંઈ જ લાભ થવાનો નથી. પોતાના મનની શુદ્ધિ વિના આત્મપ્રકર્ષનો કોઈ લાભ થતો નથી. // ૨૦ણી. Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર વિવેચન – જેમ ભણવામાં, વેપારમાં કે બીજી કોઈ પણ લેવડદેવડ વિગેરે ક્રિયામાં જો મન પરોવાયેલું ન હોય અને મન બીજે જ ભટકતું હોય તો ફળપ્રાપ્તિ થતી નથી. ભણવામાં મન ન હોય તો ગુરુજી સમજાવે તે સમજાતું નથી, યાદ રહેતું નથી. વેપારમાં મન ન હોય તો ધનલાભ થતો નથી. લેવડ-દેવડમાં જો મન ન હોય તો આર્થિક નુકસાન થાય છે. તેવી જ રીતે જો રાગાદિ દોષોથી ચિત્ત કલુષિત હોય અને જો મન મોહને જિતનારું ન હોય તો દેવોની ઉપાસનાથી પણ કંઈ આત્મલાભ થતો નથી. જો રાગાદિ દોષોને નબળા પાડવામાં આવે અને કાલાન્તરે પણ નિર્મૂળ કરાય, એવા લક્ષ્યપૂર્વક પરમાત્માની ઉપાસના કરવામાં આવે તો જ આ જીવનું કલ્યાણ થાય છે. ૧૩૦ આ આત્માનો પરમ પુણ્યોદય થયો છે, ત્યારે જ ત્રણ ભુવનના નાયક એવા શ્રી પરમાત્મા વીતરાગદેવ જેવા પરમતારક પ્રભુ મળી ગયા છે. છતાં જમાલી અને ગોશાલાની જેમ જે વ્યક્તિ પોતાના ચિત્તને રાગ-દ્વેષ અને મોદિ દોષોથી કલુષિત રાખે છે અને તેના જ કારણે પ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. પ્રભુવચનોનો અનાદર કરે છે. પોતાની જ બુદ્ધિને આગળ ધરે છે. પ્રભુજીનાં વચનોની શ્રદ્ધા ન રાખે. તેમાં વિશ્વાસ ન કરે, સંસારી લોકોમાં શાસ્ત્રોનાં વચનોના પોતાના મન માન્યા અર્થ કરીને કહે. પોતાના હૃદયમાં બેઠેલી વાતને જ વધારે પુષ્ટ કરે, પણ નયસાપેક્ષ વિચાર કે વાણી ફરમાવે નહીં. લોકોમાં નવા નવા અર્થ કરીને ભ્રમ ઉભા કરી લોકોને પ્રભુજીના ઉપદેશથી વિમુખ કરે અને મિથ્યાભાવની વૃદ્ધિપુષ્ટિ કરે, તેવા જીવો ગોશાળા અને જમાલીની જેમ પરમાત્મા મળવા છતાં આત્મશુદ્ધિથી વંચિત રહીને આ સંસારસાગરમાં ભટકતા જ રહે છે. પોતાના પરિણામથી જેઓ મિથ્યાત્વી રહે છે, તેઓને કોઈ ભગવાન પણ બચાવી શકતા નથી. ।।૨૦। Page #131 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૩૧ किं नाग्न्येन सितै रक्तैः, किं पटैः किं जटाभरैः । किं मुण्डमुण्डनेनापि, साम्यं सर्वत्र नो यदि ॥२१॥ किं व्रतैः किं व्रताचारैः, किं तपोभिर्जपैश्च किम् ? किं ध्यानैः किं ध्येयैर्न चित्तं यदि भास्वरम् ॥२२॥ ગાથાર્થ – આ માનવ જીવનમાં જો સમભાવદશા ન આવી હોય અને ચિત્તશુદ્ધિ દેદીપ્યમાન ન બની હોય (અર્થાત મન મેલુઘેલમોહમય જો હોય) તો નગ્નતા-શ્વેતવસ્ત્ર કે રક્ત વસ્ત્રમાત્ર પહેરવાથી આ જીવને શું લાભ થાય ? જટા વધારવાથી કે મુંડન કરાવાથી પણ શું લાભ થાય ? તથા અહિંસા આદિ વ્રતોથી કે વ્રતોના આચાર પાલનથી પણ શું લાભ થાય ? તથા વિવિધ તપ કરવાથી અને વિવિધ જાપ કરવાથી પણ શું લાભ થાય ? તથા વિવિધ પ્રકારનાં ધ્યાન કરવાથી અને વિવિધ ધ્યેયના આલંબનોથી પણ આ જીવને શું લાભ થાય ? સારાંશ કે ચિત્તશુદ્ધિ કર્યા વિના સર્વ પ્રકારનું ધર્માચરણ એકડા વિનાના મીંડા તુલ્ય છે. ૨૧-૨૨ા. વિવેચન - સંયમી જીવનમાં વસ્ત્રાદિ જે પહેરવામાં આવે છે, તે મોહની પુષ્ટિ માટે નથી, પરંતુ સંયમી જીવનની રક્ષા માટે - ઉપકાર માટે છે. વસ્ત્ર રહિત દશા જીવને વિકારના માર્ગે લઈ જાય છે. અર્ધનગ્ન દશા પણ જો વિકારી ભાવમાં લઈ જાય છે, તો પછી વસ્ત્ર રહિત દશા તો આ જીવને વધારે જ વિકારીભાવમાં લઈ જાય. તે માટે વિકારીભાવોને રોકવા માટે જ સંયમી જીવનમાં વસ્ત્ર ધારણ કરાય છે. હવે ધારણ કરાતાં વસ્ત્રો ઉપર મોહ ન થાય તે માટે રંગીન વસ્ત્રો પહેરાતાં નથી. માત્ર સફેદ જ, અને તે પણ વપરાયેલાં જ, અતિશય Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર નવાં કે ભભકાદાર વસ્ત્રો પહેરાતાં નથી. તેનો અર્થ એ થયો કે વસ્ત્ર વિનાનું શરીર પણ વિકારીભાવમાં જાય છે અને રંગ-બેરંગી એમ વિશિષ્ટ વસ્ત્રોવાળું શરીર પણ વિકારીભાવમાં જાય છે. તે બન્નેથી આ જીવને બચાવવા માત્ર સફેદ જ, કે જે વસ્ત્રોની સફેદાઈ ઘસાયેલી હોય તેવાં જ વસ્રો મુનિ મહારાજ પહેરે છે. કેવળ શરીરના આચ્છાદન પૂરતાં જ, જેની સફેદાઈ કંઈક ઘસાયેલી છે, તેવાં જ વસ્ત્રો શરીર ઢાંકવા પૂરતાં જ પહેરે છે. મોહની વૃદ્ધિ માટે નહીં. જ્ઞાની પુરુષોએ મનને કબજે રાખવા નગ્નતાથી અને વિશિષ્ટ વસ્ત્રોથી પર એવો આ મધ્યમ માર્ગ જણાવેલો છે. નગ્નતા એ વિકારીભાવનું કારણ છે અને રંગ-બેરંગી વિશિષ્ટ વસ્ત્રો રાગભાવનું કારણ છે. તે માટે શ્વેત વસ્ત્રોનું વિધાન છે. હવે જો મન વિકારી જ રહેતું હોય, જીવ તેને જીતવા પ્રયત્ન ન જ કરતો હોય તો આવાં વસ્ત્રો પહેરવાથી પણ શું લાભ ? અને મન જો, મોહદશામાં જ મસ્ત હોય તો નગ્નતા રાખવાથી કે શ્વેત વસ્ત્રથી કે રંગીન વસ્ત્રો પહેરવાથી પણ શું લાભ ? બાવીશ તીર્થંકર પરમાત્માના સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી રંગીન વસ્ત્ર પહેરતા હતા, જિનકલ્પાદિ આચરનારા મુનિઓ નગ્નતા ધારણ કરતા હતા અને વર્તમાનકાલીન મુનિ પુરુષો મધ્યમ શ્વેતતાવાળાં શ્વેત વસ્ત્રો પહેરે છે. તે પણ આખા શરીરને ઢાંકનારાં અને શરીરની શોભા કરનારાં નહીં, શોભા વધે તેમ નહીં. પરંતુ ગુપ્ત અંગોને જ માત્ર ઢાંકનારાં, આ ત્રણે માર્ગો વિકારોને રોકવા અને મનને જીતવા માટે તે તે કાળે તે તે જીવોને યોગ્ય ઉપકારી માર્ગો છે અને તે માર્ગો ભગવંતે જણાવ્યા છે. પરંતુ મન જો વિકારોમાં જ રમતું હોય, અન્યના ગુપ્ત અંગો ઉપર જ દૃષ્ટિ પડતી હોય, તો મન વધારે વિકારી બનવાથી જીવની પડતી જ થાય. પછી Page #133 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ નગ્નતા હોય કે શ્વેત વસ્ત્રધારીપણું હોય કે રંગીન વસ્ત્રધારીપણું હોય, પણ બધું જ નિરર્થક છે. તે ત્રણે અવસ્થા તો મનને જીતવાના સાધનરૂપ છે. જો મનને નિર્વિકારી બનાવવા રૂપ સાધ્ય સિદ્ધ ન થાય તો આ ત્રણે આલંબનો (નગ્નતા-શ્વેત વસ્ત્રધારિત્વ અને રંગીન વસ્ત્રધારિત્વ) ખરેખર નિરર્થક છે. તે તે અવસ્થા દ્વારા મનને નિર્વિકારી માર્ગે લાવવું જોઈએ. મનને નિર્વિકારી બનાવવા અને નિર્વિકારી રાખવા તે તે કાળે ઉપકાર કરે એવા ત્રણે માર્ગો જૈનદર્શનમાં તીર્થંકર ભગવંતોએ જ બતાવેલા છે. અને અતિશય કામના છે. જીવોની ભૂમિકા જોઈને જ આ ત્રણ માર્ગો જણાવ્યા છે. ૧૩૩ લોચાદિ પણ શરીર ઉપરની મમતાના ત્યાગ માટે જ છે. ધ્યાનનું વિધાન પણ ચિત્તની અસ્થિરતા નિવારવા માટે જ છે. આ રીતે પરમાત્માએ ફરમાવેલાં સઘળાં પણ અનુષ્ઠાનો મનને નિર્વિકારી બનાવવાના હેતુભૂત છે. હવે જો ચિત્ત વિકારોમાં જ ભટકતું રહે અને મોહધેલું જ રહે તો પછી આ અનુષ્ઠાનો કર્મોની નિર્જરામાં કારણ બનતાં નથી. કર્મબંધનું કારણ બને છે, જ્યારે મન મોહઘેલું હોય અને વિકારી હોય ત્યારે લોચાદિ હોય કે ધ્યાનાદિ હોય પણ જીવનો કંઈ ઉપકાર થતો નથી. સમભાવદશા રૂપ આત્મગુણ પ્રગટ્યા વિના ઉપરોક્ત સર્વ અનુષ્ઠાનો કર્મનિર્જરાના કારણ બનતાં નથી. માટે વ્રતો-મહાવ્રતો કે જ્ઞાનાચારાદિ પંચવિધ આચારોનું પાલન વિગેરે સર્વે પણ ધર્માનુષ્ઠાનો સમતાભાવપૂર્વક કરવાં જોઈએ અને સમતાભાવપૂર્વક જો કરાતાં હોય તો જ આત્માની ઉન્નતિનું કારણ બને છે. પરમાત્માએ શાસ્ત્રોમાં જણાવેલાં અનશનાદિ બાહ્યતપ અને પ્રાયશ્ચિત્ત આદિ અત્યંતર તપ તથા મંત્રજાપ, ભિન્ન ભિન્ન પ્રકારનું ધ્યાન, વીતરાગ પરમાત્મા સ્વરૂપ ધ્યેય, તત્ત્વનું આલંબન લેવું વિગેરે અનુષ્ઠાનો ચિત્તની સ્વસ્થતા, ચિત્તની નિર્મળતા અને ચિત્તમાં Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર સમતાભાવની વૃદ્ધિ માટે જણાવ્યાં છે. હવે જો ચિત્ત જ ચપળ રહેતું હોય અને વિકારી-મોહાંધ ભાવોમાં જ દોડતું હોય તો આ તપ-જપધ્યાનાદિ નિરર્થક બને છે. માટે ગ્રંથકારશ્રી મહાત્મા પુરુષ આપણને સમજાવે છે કે જો મન વિકારી છે તો આ ધર્માનુષ્ઠાનોથી શું ફાયદો? કર્મનિર્જરા તો ન કરાવે, પણ ઘણાં ચિકણાં કર્મો બંધાવે. હૃદયપ્રદીપ નામના ગ્રંથમાં શ્લોક-૩૦માં કહ્યું પણ છે કે “દુર્લભ એવી અણિમાદિ આઠ સિદ્ધિઓ, રસાયણ, અંજન, ધાતુવાદના પ્રકારો, વિવિધ ધ્યાનના ભેદો, મંત્ર તંત્ર અને ધ્યાનના પ્રકારો - આ સઘળુંય ધર્મ અનુષ્ઠાન, ચિત્તની અપ્રસન્નતા થતાં (અર્થાત ચિત્ત વિકારી અને વિલાસી બનતાં) વિષની જેમ આત્માનું અહિત કરનાર બને છે, નુકસાન કરનાર થાય છે.” ચિત્તમાં સંકલ્પ-વિકલ્પોની હારમાળા ઉત્પન્ન કરનાર જો કોઈ તત્ત્વ હોય તો તે વિષયવાસના છે અથવા ક્રોધાદિ ચારે કષાયોની અગ્નિજવાળા છે. તેવા પ્રકારના મોહાંધભાવોથી ભરપૂર ભરેલી વ્યક્તિઓ ગમે તેટલાં ધર્મ અનુષ્ઠાનો કરે તો પણ યથાસ્થિત તત્ત્વનો અનુભવ અને કર્મોની નિર્જરા કરી શકતા નથી, પણ વિકારોના જ વિચારોમાં અથડાતા તે જીવો ભારે ચીકણાં કર્મો બાંધીને નરકનિગોદના ભવોમાં રખડવા સ્વરૂપ દુઃખોની જંજાળ જ ઉભી કરનારા બને છે. તેઓને સમાધિનું સુખ સ્વપ્રમાં પણ મળતું નથી. (હૃદયપ્રદીપ ગાથા-૩૧) પાંચ ઇન્દ્રિયોના વિષયો અને ચારે કષાયોની ક્રૂરતાને પરવશ થયેલા જીવો બાહ્ય સાધુવેશ ધારણ કરી શકે છે. તેથી નગ્ન રહે, શ્વેત વસ્ત્ર રાખે કે રંગીન વસ્ત્ર રાખે. માથે લોચ કરાવે કે મોટી જટા રાખે, વ્રત-તપ-જપ કરે કે નવકાર મંત્રાદિનો જાપ કરે, આમ અનેક Page #135 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૩૫ પ્રકારનાં ધર્મ અનુષ્ઠાનો ભલે આચરે, પરંતુ ચિત્તમાં સમતાભાવ અને નિર્મળતા નહીં આવવાથી કર્મોની નિર્જરા, ગુણોની પ્રાપ્તિ કે આત્મદશાના અનુભવનો આનંદ આ જીવો મેળવી શકતા નથી. તેથી આ જીવનમાં “સમતાભાવ” લાવવા અને તેનો વધારો કરવા સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. આત્માને ઘણો સજાગ રાખવા પ્રયત્નશીલ બનવું. જો સમતાભાવ આવે તો બધું જ કાર્ય ફળ આપનારું બને અને જો સમતાભાવ ન આવે તો એકડા વિનાનાં મીંડાની જેમ નિરર્થક સમજવું. /ર૧-૨રા किं क्लिष्टेन्द्रियरोधेन, किं सदा पठनादिभिः । किं सर्वस्वप्रदानेन, तत्त्वं नोन्मीलितं यदि ॥२३॥ ગાથાર્થ - જો સમતાભાવ દ્વારા આત્મતત્ત્વનો ઉઘાડ ન થયો હોય અને તે ઉઘાડનું લક્ષ્ય પણ જો રાખ્યું ન હોય તો ક્લેશદાયક એવા ઇન્દ્રિય નિરોધથી શું લાભ ? તથા પઠન-પાઠન આદિ ધાર્મિક ક્રિયાઓથી પણ શું લાભ ? તથા પોતાની સર્વ પ્રકારની સંપત્તિનું દાન કરવાથી પણ શું લાભ થાય ? અર્થાત આ બધાં ધર્મનાં કાર્યો તત્ત્વના ઉઘાડ વિના નિરર્થક છે. ૨૩. વિવેચન - જેમ પ્રથમ એકડો હોય તો તેના ઉપર આવતાં મીંડાની દશ-દશ ગણી કિંમત છે અને જો પ્રથમ એકડો જ ન હોય તો ઉપર લખેલાં તમામ મીંડા શુન્ય જ રહે છે. કોઈ પણ પ્રકારની રકમ બતાવતાં નથી. તેની જેમ સમતાયોગ એકડા જેવો છે. જો સમતાભાવ રૂપી એકડો ન હોય તો ઇન્દ્રિયોનો નિરોધ કરવાથી આ આત્માને આત્મતત્ત્વનો કંઈ લાભ થતો નથી. ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાથી પણ આત્મતત્ત્વનો કંઈ લાભ થતો નથી. દેવલોક મળે Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર છે, ભૌતિક સુખ મળે છે, પણ આત્માના ગુણોનો વિકાસ થતો નથી. જેથી મોક્ષપ્રાપ્તિ તો ઘણી દૂર જ ચાલી જાય છે. બ્રહ્મચર્યાદિ પાળવાની પણ સમતાભાવ વિના સાર્થકતા નથી. મિથ્યાષ્ટિ સાધુ-સંતો પણ બ્રહ્મચર્ય પાળે છે. પણ તે આત્મકલ્યાણ કરનારું બનતું નથી તથા શાસ્ત્રોનું પઠન-પાઠન પણ વાદ-વિવાદ માટે જ થાય છે અને અન્યનો પરાભવ કરવા પોતાની નામના વધારવાના જ હેતુભૂત આ જીવ ઘણું ઘણું કરે છે, પણ તે કર્મનિર્જરા કરાવવા દ્વારા આત્મહિત કરનારું બનતું નથી. વક્તા પંડિત બનવા માટે અથવા પોતાની પંડિતાઈની છાપ ઉભી કરવા માટે ઘણું બોલતા હોય છે. પરંતુ આવાં કાર્યો કરવાથી અને સમતાભાવ ન રાખવાથી અહંકારાદિ આવવાથી આ આત્માનું અધ:પતન થાય છે. પણ તેવાં કાર્યોથી સમતાભાવ વિના કર્મોની નિર્જરા થતી નથી. કોઈ કોઈ આત્મા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અથવા નામના મેળવવા માટે સર્વ પ્રકારની સંપત્તિનું દાન કરે છે, પરંતુ સમતાભાવ વિના (મોહના વિજય વિના) આત્મગુણોનો આવિર્ભાવ થવા રૂપ સાચો લાભ થતો નથી. ઘણી વખત મોહની પુષ્ટિ-વૃદ્ધિ માટે પણ જીવન સમર્પિત કરવામાં આવે છે. જેમ કે પતિ-પત્ની પરસ્પર પ્રેમની વૃદ્ધિ માટે અનેક પ્રકારનું બલિદાન આપે છે. દાસ-દાસી શેઠને વફાદારપણે વર્તે છે. સુભટો પોતાના સ્વામીને વફાદારપણે વર્તે છે. સ્વામી-રાજા પણ મોટા રાજાને વફાદાર વર્તે છે, પરંતુ આ સર્વે પણ વફાદારીપૂર્વકનું વર્તન-જીવન સમર્પણ કેવળ અર્થ અને કામની એટલે કે મોહની વૃદ્ધિ માટે જ હોય છે. સ્વાર્થ સંબંધ હોવાથી આત્મહિતના કાર્યમાં તે સઘળું ય નિરર્થક છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૩૭ જો સાધક એવા આત્મા આત્મદશાની પ્રાપ્તિ માટે અને મોહદશાના વિજય માટે ઇન્દ્રિયોનો નિરોધ કરે, શાસ્ત્રોનોજિનાગમોનો સ્વાધ્યાય કરે, છ જીવનિકાયની રક્ષા કરવા માટે સંયમ સ્વીકારે અને ગુરુ ચરણોમાં રહીને મોહનો વિજય કરીને આત્મસાધનામાં જોડાય તથા ગુરુજીને જીવન સમર્પણ કરે તો જ તેનાં તપ-જપ-જ્ઞાન-ધ્યાન આદિ સઘળાં ય અનુષ્ઠાનો સમતાભાવનાં સાધક બન્યાં છતાં કર્મનિર્જરા કરાવીને મુક્તિદાયક બને અને ત્યારે જ તે સફળ કહેવાય. માટે દંભ દશા ત્યજીને સમભાવ લાવવા પૂર્વક કરાયેલું ધર્મ અનુષ્ઠાન આ જીવને ઉપકાર કરનારું બને છે. // ૨૩ી. नाञ्चलो मुखवस्त्रं च, न राका न चतुर्दशी । न श्राद्धादि प्रतिष्ठा वा, तत्त्वं किन्त्वमलं मनः ॥२४॥ ગાથાર્થ - વસ્ત્રનો છેડો અર્થાત્ નાનો રૂમાલ મુખ ઉપર રાખવો અથવા મુખ આડી મુહપત્તિ રાખવી તથા પૂનમ તિથિ આરાધવી કે ચૌદશની તિથિ આરાધવી તથા શ્રાદ્ધાદિ કરવા કે પ્રભુની પ્રતિષ્ઠા કરવી એ કંઈ તત્ત્વ નથી, પરંતુ નિર્મળ (મોહદશા રહિત જે મન છે તે જ તત્ત્વ છે.) /l૨૪ો. વિવેચન - અજ્ઞાન દશાના જોરે કેટલાક અતત્ત્વજ્ઞાનીઓ પોતે માનેલાં ધર્મનાં ઉપકરણો રાખવાં. તેની સાફસફાઈ કરવી. તેને જ ધર્મ માની લે છે. તેવા ભદ્રિક અથવા કદાગ્રહી જીવોને સાચું તત્ત્વ સમજાવતાં ગુરુજી કહે છે કે (૧) કેટલાક લોકો બોલતી વખતે વાઉકાયના જીવો હણાય નહીં, તેટલા માટે મુખ આગળ કપડાંનો છેડો અથવા રૂમાલ રાખવો તેને જ તત્ત્વ સમજી લે છે. (૨) જયારે બીજા કેટલાક લોકો વાઉકાયના જીવોની રક્ષા કરવાના આશયથી મુખ આગળ મુહપત્તિ રાખવી તેને જ તત્ત્વ સમજી લે છે. પછી Page #138 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૧૩૮ દ્વિતીય પ્રસ્તાવ મુખ આગળ મુહપત્તિનો ઉપયોગ બરાબર રખાયો હોય તો પછી વાતચીત ગમે તેવી કરો (રાગ-દ્વેષ અને વિકારો વધે તેવી વાતો કરો તો પણ હરકત નહીં અને તેવી વાતો તરફ ધ્યાન નહીં, પણ મુખ આગળ મુહપત્તિ બરાબર રાખી છે, એટલે ધર્મ થઈ ગયો. વાતો કેવી કરો છો, તે તરફ ધ્યાન નહીં. આમ કેટલાક માને છે.) (૩) વળી કેટલાક જૈનો પૂનમની તિથિને જ મહત્ત્વ આપે છે. (૪) કેટલાક જૈનીઓ ચૌદશની તિથિને જ વધારે મહત્ત્વ આપે છે, પરંતુ મનને અતિશય નિર્મળ કરવા તરફ ધ્યાન આપતા નથી. વારંવાર હાલતાં અને ચાલતાં આજે ચૌદસ છે, આજે પૂનમ છે. આ વસ્તુ ખવાય અને આ ન ખવાય, તેની જ વાતો કર્યા કરે છે. પણ મનને મોહથી દૂર રાખીને નિર્મળ રાખવા તરફ પ્રેરાતા નથી. એવી જ રીતે મુખ ઉપર રૂમાલ કે મુહપત્તિ રાખી નથી. તે જ જોયા કરે છે. જો રૂમાલ અથવા મુહપત્તિ રાખી હોય તો આરાધના થઈ ગઈ એમ જ માની લે છે. પછી તમે વાતો કેવી કરો છો, મોહવર્ધક કે મોહપોષક કે મોહનાશક તે તરફ ધ્યાન આપતા નથી. ગુરુજી આવા પ્રકારનાં દૃષ્ટાન્તો આપી આપીને આપણને ખાસ સમજાવે છે કે તમે રૂમાલ કે મુહપત્તિ રાખી કે ન રાખી તે ખાસ જુવો છો. પૂનમ છે કે ચૌદશ છે, તે જુવો છો, પરંતુ તે તે જીવો કેવું બોલે છે ? બોલવાની પાછળ બોલનારનું ચિત્ત કેટલું મલીન છે કે કેટલું નિર્મળ છે તે જોતા નથી. માત્ર બાહ્ય દ્રવ્ય જ દેખો છો, પરંતુ બોલનારનો ભાવ શું છે ? તે તો તેના બોલાયેલા શબ્દો ઉપરથી જણાય છે. માટે જો ચિત્ત નિર્મળ ન હોય અને મોહધેલું હોય તો રૂમાલ રાખીને બોલે કે મુહપત્તિ રાખીને બોલે, પૂનમ હોય કે ચૌદશ હોય પણ પાપ લાગ્યા Page #139 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૩૯ જ કરતું હોય છે અને કર્મોની નિર્જરા થતી નથી. પણ બંધ થાય છે, તેટલા માટે ચિત્તની નિર્મળતાને અગ્રસ્થાન આપવું જોઈએ. | ચિત્ત જો નિર્મળ એટલે મોહના વિકારો વિનાનું હોય અને રૂમાલ કે મુહપત્તિનો ઉપયોગ જો ન રહેતો હોય તો પણ નિર્જરા વધારે અને બંધ અલ્પમાત્રામાં થાય છે. માટે મનની નિર્મળતા ઉપર વધારે ભાર આપવો જોઈએ. જો મન પણ નિર્મળ હોય અને રૂમાલ કે મુહપત્તિ રખાય, પૂનમ કે ચૌદશની આરાધના કરાય તો મન નિર્મળ હોવાથી અવશ્ય વધારે પ્રમાણમાં કલ્યાણ અને કર્મ નિર્જરા થાય જ છે. મહાત્મા પુરુષે આ શાસ્ત્રમાં કરેલી આ ચર્ચાથી સમજાય છે કે ધર્મનાં ઉપકરણો કે સાધનોને જ ઘણું મહત્ત્વ આપવું અને તેને જ ભભકાદાર રાખવાં તે માર્ગ નથી. પરંતુ તેનો ઉપયોગ કરીને જયણાના પરિણામ રાખવા અને જયણાના પરિણામને સાચવવા તે ધર્મ છે. તેથી આ સાધનો દ્વારા ક્ષણે ક્ષણે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્રની વૃદ્ધિ થાય અને રાગ-દ્વેષ-મોદાદિ દોષોની હાનિ થાય, તેનું જ વધારે લક્ષ્ય રાખવું. પરંતુ સાધનોની જ સારવારમાં ધ્યાન રાખવું અને ભભકાદાર સાધનો માત્ર રાખીને રાજી થવું, તે હિતાવહ નથી. ઘણીવાર અતિશય નવી નવી દશીઓનો ઓઘો અથવા ચરવળો હોય તો જયણા પાળવામાં તેની દશીઓ મેલી થશે, એવા ભયથી ઉપર ઉપરથી જ ઓઘા કે ચરવળાનો ઉપયોગ આ જીવ કરે. જે કલ્યાણકારી થતું નથી. નવી નવી વસ્તુઓ મેલી ન થઈ જાય તેનું જ વધારે ધ્યાન આ જીવ રાખે. અને ઉપયોગ ઓછો કરે તો કલ્યાણ પ્રાપ્તિનું કારણ ન બને પણ મોહમાં પ્રતિબંધ કરનારું બને. માટે આ તત્ત્વ બહુ જ વિચારવા યોગ્ય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જીવે આરાધનામાં પ્રયત્ન કરવો જોઈએ. પણ સાધનો મેલાં થઈ જશે એવો મોહ રાખીને સાધનોનો ઉપયોગ ન કરવો અથવા ઉપયોગ ઉપરછલ્લો જ કરવો. આ માર્ગ નથી. ધર્મના રહસ્યને ન સમજેલા લોકો બાહ્ય વસ્તુઓને જ ભભકાદાર રાખવામાં ધર્મ માની લે છે. પણ તેના ઉપયોગ તરફ ધ્યાન આપતા નથી, માટે સાધનો સારાં રાખવાં એ જ તત્ત્વ છે. આવું ન સમજતા સાધ્યની સિદ્ધિ થાય, તેવાં સાધન રાખવાં અને સાધ્યની સિદ્ધિ થાય તે રીતે સાધનોનો ઉપયોગ કરવો તે જ ધર્મ છે. આ વાત બહુ જ ચોકસાઈથી સમજી લેવી જોઈએ. ૧૪૦ સાધનને જ તત્ત્વ માની લેનારા જીવો પરસ્પર ઘણીવાર સાધનો જેનાં સારાં-ઉચ્ચ કોટિનાં હોય છે, તેને જ ધર્મ માની લે છે. તેને ગ્રંથકારશ્રી સમજાવતાં કહે છે કે કેટલાક ગચ્છોમાં મુખ આગળ રૂમાલ રાખવાનો જ વધારે આગ્રહ રાખે. કેટલાક ગચ્છોમાં મુહપત્તિનો જ વધારે આગ્રહ રાખવામાં આવે છે. કેટલાક ગચ્છોમાં પૂનમની જ પખ્ખી થવી જોઈએ, એવો આગ્રહ રાખે છે અને કેટલાક ગચ્છોમાં ચૌદશની જ પખ્ખી થવી જોઈએ, આવો આગ્રહ રાખવામાં આવે છે. આ ચાર મતભેદોનો તો બ્લોકમાં ઉલ્લેખ માત્ર કર્યો છે. પરંતુ આવા આવા ઘણા ઘણા નાના-મોટા આગ્રહો છે. તે સાચું તત્ત્વ નથી, પરંતુ ચિત્તને રાગ-દ્વેષ-મોહ અને કાષાયિક પરિણામોથી કેમ દૂર રાખવું, તે જ ધર્મ છે. માટે આવી બાબતોમાં ઘણો કદાગ્રહ ન રાખવો. જે જે ગચ્છમાં જે જે સામાચારી ચાલતી હોય તેને અનુસરવું પણ તેના કદાગ્રહી ન બનવું અને રાગાદિ કષાયોને સ્થાન ન આપવું એ જ મર્મ છે. ૨૪ दृष्ट्वा श्रीगौतमं बुद्धेस्त्रिपञ्चशततापसैः । भरतप्रमुखैर्वापि क्व कृतो बाह्यकुग्रहः ॥२५॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૧ ગાથાર્થ - શ્રી ગૌતમસ્વામીને જોઈને પન્નરસો તાપણો વડે બુદ્ધિથી જ આત્મકલ્યાણ કરાયું હતું. બાહ્ય વેષાદિનો કદાગ્રહ ક્યાં રખાયો હતો? તથા ભરત મહારાજા વિગેરે રાજવીઓ વડે પણ બાહ્ય વેષાદિનો આગ્રહ ક્યાં રખાયો હતો ? |રપી. વિવેચન - આત્મતત્ત્વની પ્રાપ્તિમાં કે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં બાહ્ય સાધુવેષાદિ કે અમુક ધર્મક્રિયા હોવી જ જોઈએ, એવો કોઈ આગ્રહ રાખવામાં આવતો નથી અર્થાત્ બાહ્ય કોઈ પણ વસ્તુનો કદાગ્રહ ન હોય તો જ કેવલજ્ઞાન થાય છે. કોઈપણ પ્રકારનો બાહ્ય વસ્તુનો આગ્રહ જ કેવલજ્ઞાનનો પ્રતિબંધક બને છે. જેમકે સાધુવેષ ધારણ કરે અને મોહને ત્યજે તો પણ કેવળજ્ઞાન થાય છે અને કદાચ શ્રાવક-શ્રાવિકાનો વેષ હોય. સાધુનો વેષ ન લઈ શક્યો હોય પણ મોહનો ત્યાગ કરે તો પણ કેવલજ્ઞાન થાય છે. તપ-જપ કરે પણ જો મોહને ન ત્યજે તો કેવલજ્ઞાન થતું નથી અને તપ-જપ કરે કે ન્યૂન માત્રાએ કરે પણ મોહને જો જીતે તો કુરગડુ ઋષિની જેમ કેવલજ્ઞાન થાય છે, માટે કોઈ પણ જાતનો આગ્રહ એ જ કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે. આ હકીકતને ઘણી જ સારી રીતે સમજવાની બહુ જ જરૂર છે. આગ્રહ કે કદાગ્રહના ભાવો જ રાગદ્વેષાત્મક છે. મોહના સર્જક છે. રાગ-દ્વેષાદિ કષાયોને જીતવા માટે આવા પ્રકારની કદાગ્રહની વૃત્તિને અને પ્રવૃત્તિને તજવી જ જોઈએ. અષ્ટાપદ પર્વત ઉપર આત્મસાધના કરતા પન્નરસો તાપસો સૂર્યનાં કિરણોનું આલંબન લઈને પર્વત ઉપર આરોહણ કરતા એવા શ્રી ગૌતમસ્વામીને જોઈને મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આપણે બધા વર્ષોથી તપશ્ચર્યા કરીએ છીએ. પર્વત ઉપર ચઢવા Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર પ્રયત્ન કરીએ છીએ, પણ પર્વત ઉપર પહોંચવાની સફળતા પામી શક્યા નથી અને આ યોગીશ્વર મહાત્મા સૂર્યનાં કિરણોનું આલંબન લઈને કેવા સડસડાટ ચડી જાય છે. કેવી હશે તેમની આત્મસાધના ? કેવો હશે તેમના તપ અને ચારિત્રનો મહિમા ? હવે તેઓ જ્યારે પાછા પધારે ત્યારે તેમના જ ચરણોમાં સમર્પિત થઈને આત્મસાધના કરીએ તો આપણું જરૂર કલ્યાણ થશે. આવા પ્રકારના પાકા નિર્ણય સાથે તે તાપસો હૃદયથી બહુમાનના ભાવમાં વર્તે છે. ત્યાં જ જયારે ગૌતમસ્વામી પાછા ફર્યા ત્યારે મનોમન ગુરુ તરીકે સ્વીકારેલા શ્રી ગૌતમસ્વામીને હૃદયથી ગુરુ તરીકે સ્વીકારીને તુરત જ તેમને સમર્પિત થઈ ગયા. ગૌતમસ્વામીનાં ગોત્ર-કુળ, નામઠામ કંઈ પૂછ્યું નહીં, કેવો સમર્પિતભાવ ? ઓળખાણ-પીછાણ વિના જ સમર્પિત થઇ ગયા. કેવો સમર્પિત ભાવ? શ્રી ગૌતમસ્વામીના મુખેથી પરમાત્માશ્રી મહાવીરદેવનું લોકોત્તર અનુપમ સ્વરૂપ સાંભળીને તે તાપસીના ભાવોમાં એવો પલટો આવ્યો અને નિર્મળ વિશુદ્ધિ પ્રગટી તથા એવા પ્રકારના અહોભાવમાં ચઢ્યા કે પOOને ત્યાં જ, પOOને સમવસરણ તરફ જતાં અને ૫OOને સમવસરણમાં પહોંચ્યા પછી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. ત્યાં બાહ્ય કોઈ વેષ કે ક્રિયા કારણ ન હતાં. પરંતુ વિશુદ્ધ એવો ચિત્ત પરિણામ જ=સમતાભાવ જ મુખ્ય કારણ બન્યો હતો. ભરત મહારાજાને આરિસા ભુવનમાં જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું, ત્યારે આંગળીમાંથી વીંટી પડી જવાથી “શરીર પરપદાર્થો વડે જ શોભા પામે છે. વાસ્તવિકપણે શરીરની શોભા કંઈ છે જ નહીં. પૌદ્ગલિક હોવાથી અસાર અને નાશવંત છે. આવા ભાવ પ્રગટવાથી સાધુવેષ કે તપ આદિ કોઈ બાહ્ય સાધન વિના પણ કેવળજ્ઞાન થયું છે.” Page #143 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૩ પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને પણ બાહ્ય સાધુવેષાદિ કોઈ બાહ્ય નિમિત્ત હતાં નહીં પણ તે વિના પોતાના શુદ્ધ આત્મ પરિણામથી જ કેવલજ્ઞાન થયું છે. ગુણસાગરને પરણતાં પરણતાં ચોરીમાં જ ચિત્તની નિર્મળતાથી કેવળજ્ઞાન થયું છે અને પૃથ્વીચંદ્રને ગુણસાગરનું વૃત્તાંત સાંભળીને તેના ગુણગાન ગાતાં ગાતાં રાજગાદી ઉપર જ અહોભાવથી કેવળજ્ઞાન થયું છે. માટે સર્વ ઠેકાણે વેષ કે બાહ્ય આચરણ શુભ હોવું જ જોઈએ, એવો નિયમ નથી. જો ચિત્તની નિર્મળતા વિશેષ પ્રમાણમાં થાય છે, તો બાહ્યવેષાદિ હોય તો પણ કેવળજ્ઞાન થાય છે અને કદાચ બાહ્ય વેષાદિ ન હોય તો પણ કેવળજ્ઞાનાદિ થાય છે. પરંતુ બાહ્ય વેષાદિ હોય છતાં જો ચિત્તની નિર્મળતા ન હોય તો કેવળજ્ઞાનાદિ ગુણો પ્રગટ થતા નથી. તેથી નક્કી થાય છે કે બાહ્ય સાધુવેષ અને સાધુ સામાચારી પળાય તો ઘણું જ સારું. પરંતુ કદાચ તે ન લઈ શકાય અને ન પાળી શકાય, તો પણ ચિત્તની વિશુદ્ધિ જો પ્રાપ્ત કરી શકાય તો અવશ્ય કલ્યાણ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિષય ઉપર બીજાં પણ ઘણાં ઉદાહરણો છે. માટે શાંત ચિત્તે કદાગ્રહ ત્યજીને ઉત્તમ વિચારો કરીને આ વાતને યથાર્થપણે સમજવા જીવે કોશિશ કરવી જોઈએ. / પી दृढप्रहारी वीरेण, चिलातीपुत्रयोगिना । ईलापुत्रादिभिश्चैव, सेवितो योग उत्तमः ॥२६॥ ગાથાર્થ - દૃઢપ્રહારી જેવા શુરવીરે, ચિલાતીપુત્ર જેવા યોગીશ્વરે અને ઇલાચીપુત્ર જેવા તરવૈયાએ પણ સર્વોત્તમ એવો સમતાયોગ જ સેવ્યો છે. (ક્યારેય પણ બાહ્ય વસ્તુઓ–બાહ્ય જીવનનો આગ્રહ કર્યો નથી.) |૬|ી. વિવેચન - આ જીવ ગમે તેટલો પાપી હોય, કૂર હોય અને Page #144 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ભોગી-વિલાસી હોય, પરંતુ જો તે જીવ સમતાવાળો બની જાય, સામ્યભાવને આત્મસાત્ કરે તો નક્કી તે સંસાર તરી જાય છે. ગમે તેવો પાપી હોય તો પણ પાવન બની જાય અને ગમે તેવો ક્રૂર હોય તો પણ કરૂણાળુ બની જાય તથા ગમે તેવો ભોગી-વિલાસી હોય તો પણ વૈરાગી બની જાય. માટે શક્ય બને તેટલી સમતા-સામ્યયોગ જીવનમાં લાવવા પ્રયત્ન કરવો. ૧૪૪ દૃઢપ્રહારી પ્રતિદિન અનેક હત્યા કરતો હતો. પ્રતિદિન ચારે પ્રકારની હત્યા કરનારો ક્રૂર સ્વભાવવાળો દૃઢપ્રહારી પણ નાના બાળકનું રૂદન સાંભળી દ્રવિત બની જાય છે. પોતે કરેલી ઘણી હત્યા તથા તેનાં પાપો બદલ પશ્ચાત્તાપ થાય છે. જેના જીવનમાં કારણ વિના ગોહત્યા, બાલહત્યા, સ્ત્રીહત્યા અને બ્રાહ્મણ હત્યા - આમ ચારે પ્રકારની સતત હત્યા ચાલુ જ હતી, બાળકનું રૂદન સાંભળીને તેને પસ્તાવો થયો. ખરેખર મેં મારા જીવનમાં ઘણાં પાપો કર્યાં છે. મારા જીવને પાપોથી ભારેખમ બનાવ્યો છે. ખરેખર આવાં પાપોથી અને આટલાં બધાં પાપોથી હું ક્યારે છૂટીશ ? કોઈક સાધુ મહાત્મા પાસે જઈને પોતાના આત્માની શુદ્ધિ અને શાંતિનો માર્ગ પૂછે છે, તેમના સમજાવવા પ્રમાણે દીક્ષા સ્વીકારીને કરેલા પાપોના પ્રાયશ્ચિત્તરૂપે ઘોર અભિગ્રહ ધારણ કરે છે. એક નિયત સ્થાને ગામની ભાગોળે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઉભા રહે છે. ગામના લોકો તેનું હિંસાનું કૃત્ય જોઈને ખીજાયેલા છે. એટલે કાઉસ્સગ્ગમાં ઉભેલા તે મુનિને પત્થર-કાંકરા નાખીને તિરસ્કાર-પરાભવ કરવા દ્વારા ઘણા ઉપસર્ગો કરે છે. આ મુનિ બધા જ ઉપસર્ગો સમતાભાવે સહન કરે છે. સમતાના પ્રભાવે છ મહિનામાં જ પરિણામની ધારાવિશુદ્ધ Page #145 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૫ બનવાથી ક્ષપકશ્રેણી માંડીને ઘાતિકર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને આવા ભયંકર હિંસક એવા પણ તે દઢપ્રહારી મોક્ષે જાય છે. બીજા એક ચિલાતીપુત્ર તલવારના એક જ ઝાટકે એક કન્યાનું મસ્તક છેદીને તે મસ્તકને ધડથી અલગ કરી હાથમાં તેનું લોહી ઝરતું મસ્તક લઈને આગળ આગળ જાય છે. ત્યાં કાયોત્સર્ગમાં ઉભેલા મુનિ મહારાજને જોઈને શાંતિનો ઉપાય પૂછે છે. મુનિ મહારાજ ‘ઉપશમ-વિવેક-સંવર” આ ત્રણ શબ્દોમાં જ શાંતિનો-સમતાનો માર્ગ જણાવે છે અને કષાયોને ત્યજીને સમતા સ્વીકારવાનો ઉપદેશ આપે છે. મુનિ મહારાજાના તે ઉપદેશનું ચિંતનમનન કરીને કષાયોને દબાવે છે. સ્વ-પરનો ભેદ સમજે છે. પોતાનું આત્મતત્ત્વ પુદ્ગલથી સર્વથા ભિન્ન દ્રવ્ય છે. આમ સમજે છે. આ ઉપદેશ દ્વારા આત્મજાગૃતિ થાય છે અને સંવરધર્મ તથા ચારિત્રધર્મ સ્વીકારી તપધર્મ કરવા દ્વારા ઘાતિ-અઘાતિ કર્મો ખપાવી કેવલજ્ઞાન પામી મોક્ષે જાય છે. આવા હિંસક આત્માઓ પણ સમતાભાવને પામ્યા છતા સંસાર તરી ગયા છે. શ્રેષ્ઠીપુત્ર ઇલાચીકુમાર એક નટકન્યાના રૂપમાં મોહાંધ બન્યો છતો તેને પ્રાપ્ત કરવા માટે નૃત્યકલામાં પારંગત થઈને નૃત્યનું કામ કરે છે. તેનું નૃત્ય પ્રસિદ્ધિને પામ્યું છે, તેથી એક નગરીમાં રાજા પોતે તેનું નૃત્ય જોવા માટે આવે છે, ત્યારે તે ઇલાચીકુમાર જુદા જુદા અનેક પ્રકારે નૃત્ય કરે છે અને કન્યા ગાયન ગાય છે. આ ટોળકીના નાયક પાસે ઇલાચી કુમારે આ કન્યાની માગણી કરી. નાયકે કહ્યું કે કોઈ રાજાને રીઝવી અમને ઘણું ધન કમાવી આપો તો આ કન્યા તમને આપીએ એટલે આ ઇલાચીકુમાર આ નાટકની અંદર જોવા માટે આવેલા રાજાને રીઝવવા નવા-નવા ખેલ કરે છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર - ઇલાચીકુમારને વિવિધ પ્રકારે નૃત્ય કરતો જોઈને રાજા તેને દાન આપવાને બદલે મનમાં વિચારે છે કે જો આ નટ નાચતો નાચતો નીચે પડે અને મરી જાય તો આ કન્યા મને મળે. આ બાજુ વાંસ ઉપર નૃત્ય કરતા (મરણીયા ખેલ કરતા) ઇલાચીકુમારની નજર કોઈ એક ઘરમાં ગોચરી વહોરતા એક મુનિ ઉપર પડી. વહોરાવનાર અતિશય સુંદર રૂપવાળી એક સ્ત્રી છે. ઘરમાં તે એકલી જ છે. બીજું કોઈ નથી. ઘણા જ ભાવપૂર્વક આહાર વહોરાવવાનો આગ્રહ કરે છે. મુનિ પણ એકલા જ છે. છતાં તે સ્ત્રી સામે દૃષ્ટિપાત પણ કરતા નથી. નીચા મુખે જ આહાર ગ્રહણ-અગ્રહણ કરે છે. આ દશ્ય જોઈને તેનો આત્મા સફાળી જાગી ઉઠે છે. તેની વિચારધારા બદલાય છે. મન જે કામાતુર હતું, તેને બદલે વૈરાગ્યથી વાસિત બને છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેનાથી પૂર્વભવ જાણીને આત્મપરિણામની ધારા વૃદ્ધિ પામે છે. ભાવનાનો પ્રકર્ષ થતાં ક્ષપકશ્રેણી માંડે છે. ચાર ઘાતિકર્મોનો ક્ષય કરીને માંચડા અને દોરી ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ ત્રણે મહાત્માઓનું બાહ્ય જીવન કલુષિત છે. દ્રવ્યધર્મ એટલે કે ક્રિયા કરવાનો અવસર જ આવ્યો નથી. પરંતુ ભાવના બદલાતાં સમતાયોગના આલંબને જ કેવળજ્ઞાની-કેવલદર્શની બન્યા છે. તેઓએ બાહ્ય ધર્મક્રિયાનો કોઈ આગ્રહ રાખ્યો ન હતો અને કોઇ વિશેષ પ્રમાણમાં બાહ્ય ધર્મક્રિયા જીવનમાં હતી પણ નહીં પરંતુ કેવળ એક સમતાયોગના બળથી જ સંસાર તર્યા છે. બાહ્ય ધર્મક્રિયાઓ કદાચ જીવનમાં આવી હોય તો પણ તે ધર્મક્રિયાઓ કરતાં કરતાં જ્યારે સંયમી જીવનમાં તે ધર્મક્રિયાઓ સહાયક બનીને સમતાયોગને પ્રગટ કરે છે, તો જ કલ્યાણનું કારણ Page #147 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૭ બને છે. પરંતુ જીવનમાં સમતાયોગ પ્રગટાવ્યા વિના માત્ર તે દ્રક્રિયાનો જ આગ્રહ રાખવાથી કરેલી ક્રિયાઓ દ્વારા પોતાનામાં માન અને રાગાદિ પરિણામ જન્માવે છે અને ક્રિયા ન કરનારા ઉપર દ્વેષભાવ જન્માવે છે. આમ રાગ-દ્વેષનું જ લગભગ કારણ બને છે. માટે જ ઉત્તમ સાધક મહાત્માઓ સમત્વને જ પ્રધાનતા આપે છે અને સમતા ભાવપૂર્વક શાસ્ત્રમાં જણાવેલાં ધાર્મિક અનુષ્ઠાનોનું વિધિપૂર્વક આરાધન પણ કરે છે. આ રીતે આ અનુષ્ઠાનો કરીને મુક્તિમાર્ગની સાધના કરે છે. પૂજયપાદશ્રી આનંદઘનજી મહારાજશ્રી પણ ચૌદમા ભગવાનના સ્તવનમાં જણાવે છે કે – “ શાસ્ત્ર નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો. શાસ્ત્ર સાપેક્ષ વ્યવહાર જ સાચો” માટે શાસ્ત્રથી નિરપેક્ષ વ્યવહાર (એટલે કરાતાં ધર્માનુષ્ઠાનો) મોક્ષસાધક બનતાં નથી. તેથી તે સઘળો પણ અશુદ્ધ વ્યવહાર છે અને તેનું ફળ ભવભ્રમણા જ છે, સંસારવૃદ્ધિ જ છે. તેને બદલે શાસ્ત્રસાપેક્ષ અનુષ્ઠાનોનું આચરણ એ જ શુદ્ધ વ્યવહાર સ્વરૂપ હોવાથી મુક્તિદાયક બને છે. તેવી જ રીતે તપસંયમ, વૈયાવચ્ચ આદિ સઘળાં પણ ધર્મ અનુષ્ઠાનો સમતાભાવપૂર્વક કરવાનો છે, આવું જિનાગમનું વિધાન છે, તે જાણવા છતાં તેના તરફ ઉપેક્ષાભાવ સેવીને અશુદ્ધ વ્યવહારમાં જ જે જીવો રચ્યાપચ્યા રહે છે અને તેવા પ્રકારનાં અશુદ્ધ અનુષ્ઠાન કરવાનો જ આગ્રહ વિશેષ રાખે છે, તે બલવાન મોહાધીનતા જ છે. આવા પ્રકારના મોહાધીન જીવો સંસારમાં ભટકે છે. //રદી येन केन प्रकारेण देवताराधनादिना । चित्तं चन्द्रोज्वलं कार्य, किमन्यैर्ग्रहकुग्रहैः ॥२७॥ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ગાથાર્થ - દેવતાની આરાધના અને આદિ શબ્દથી પરમાત્માની ભક્તિ આદિ જે તે પ્રકાર વડે પણ ચિત્તને ચંદ્ર જેવું ઉજવલ કરવું. એ જ શ્રેષ્ઠ માર્ગ છે. બાકી અન્ય આગ્રહો અને કદાગ્રહો વડે સર્યું. /ર૭ા વિવેચન - જેમ બને તેમ ચિત્તને જ વધારે ને વધારે નિર્મળ બનાવવું, એ જ પરમાત્માની આજ્ઞા છે અને આપણા કલ્યાણનો તે જ સાચો રાજમાર્ગ છે. રત્નત્રયીની સાધના તથા વિધિ-નિષેધ રૂપે કરાતાં સર્વે પણ ધર્મ અનુષ્ઠાનો ચિત્તની નિર્મળતાનાં કારણો છે. સર્વે પણ અનુષ્ઠાનોનું પાલન ચિત્તની સવિશેષ નિર્મળતા માટે જ છે. તેથી ચિત્ત વધારે ને વધારે નિર્મળ બને તે રીતે જ અનુષ્ઠાનો આદરવાં પણ કદાગ્રહનો ત્યાગ કરવો. જૈન શાસ્ત્રોમાં મોક્ષદાયક ઘણા યોગો જણાવ્યા છે. તેમાં સૌથી વધારે સરળ અને કરવાનું શક્ય એવો જો કોઈ માર્ગ હોય તો તે ભક્તિમાર્ગ છે. તેથી પરમતારક વિશ્વવત્સલ પરમાત્મા શ્રી વીતરાગદેવની સાથે ભક્તિ દ્વારા સંબંધ જોડવો. તેઓશ્રીની પ્રશાંત એવી વીતરાગ મુદ્રાનાં દર્શન-વંદન-પૂજન-નમન અને ધ્યાન આદિ કરવાથી ચિત્ત શીધ્ર નિર્મળ બનવાનો સંભવ છે. પરમાત્મા પ્રત્યેનો જેમ જેમ અનુરાગ વધે છે, તેમ તેમ જીવનમાં સવિશેષ ભક્તિયોગ પ્રગટે છે. અન્ય દર્શનોમાં જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ એમ ત્રણ પ્રકારના સાધનાના યોગો કહ્યા છે. તેમાં સૌથી વધારે શ્રેષ્ઠ યોગ ભક્તિયોગ છે. જેમ જેમ હૃદયમાં પરમાત્મા પ્રત્યે પ્રેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ ભક્તિ કરનારા ભક્તને ભગવાનનો અનુગ્રહ સ્પષ્ટ સ્વરૂપે અનુભવાય જ છે. ગુણોની સાથેનો પ્રેમ વૃદ્ધિ પામતાં જીવનમાં પણ તેવા ગુણોનું આગમન શરૂ થાય છે. પરમાત્માનું દર્શન યથાર્થપણે માનવભવમાં જ વધારે શક્ય છે. અને માનવભવ Page #149 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૪૯ મળવો ઘણો દુર્લભ છે અને તે મળ્યા પછી વીતરાગ પ્રભુ મળવા અને તેમનું શાસન મળવું તેથી પણ અતિશય દુષ્કર છે. અતિશય દુર્લભ ગણાતું પ્રભુનું દર્શન અને મીલન પણ ભક્તિ દ્વારા અંતરાય કર્મો દૂર થતાં ભક્તને પ્રભુદર્શન સુલભ બની શકે છે. શ્રી અરિહંત પરમાત્મામાં જે ગુણો પ્રગટ થયા છે, તેની સ્તુતિસ્તવના-વંદના કરવાથી આ આત્મા ગુણીની સાથે તન્મય બને છે અને તેનાથી કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાની બને છે. સૌથી અધિક ગુણોવાળા શ્રી વીતરાગ પરમાત્માના ગુણોનું બહુમાન કરવાથી ગુણોનાં આવારક કર્મોનો ક્ષય થાય છે. મિથ્યાત્વ મોહનીયનો ક્ષય થતાં સાધકને બોધિબીજની પ્રાપ્તિ થાય છે અને ચારિત્રમોહનીય કર્મનો ક્ષય થતાં જ સાધકને ઉત્તમ સમાધિની પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાત્માની સ્તવના-ગુણગાન અને ભાવથી પૂજા કરનારો આત્મા પણ કર્મો ખપાવીને તેવી જ પદવી પ્રાપ્ત કરે છે. પરમાત્મા પોતે વીતરાગ છે. માટે તેમના ગુણગાન કે સ્તવના કરવાથી ભક્તનો આત્મા પણ કર્મોનો હ્રાસ કરીને વીતરાગ બને છે. માટે જ પરમાત્માના ગુણો ગાવા, સ્તવના કરવી, કીર્તન કરવું ઇત્યાદિ રીતે ભક્તિ કરતો અને પ્રભુની આજ્ઞાનું પાલન કરીને મોહનીયકર્મનો નાશ કરતો તે આત્મા પોતે જ વીતરાગ બને છે. મોહનું બળ ઘટતાં તે આત્માનું ચિત્ત નિર્મળ થાય છે. સર્વે પણ સાધકે પ્રભુની ભક્તિને પ્રધાન બનાવીને પોતાની જેવી શક્તિ હોય તે પ્રમાણે ભક્તિભાવપૂર્વક શાસ્ત્રોમાં કહેલાં અનુષ્ઠાનોમાં તેને સેવવાનો આદરપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માનું શાસન પામ્યા પછી બરાબર તેઓના માર્ગે ચલાય, તેનો ખાસ ઉપયોગ રાખવો જોઈએ. Page #150 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૧૫૦ દ્વિતીય પ્રસ્તાવ तथा चिन्त्यं तथा वाच्यं, चेष्टितव्यं तथा तथा । मलीमसं मनोऽत्यर्थं यथा निर्मलतां व्रजेत् ॥२८॥ ગાથાર્થ - મલીન એવું મન જે રીતે અતિશય નિર્મળતાને પ્રાપ્ત કરે, તેવા જ વિચાર કરવા, તેવું જ વચનોચ્ચારણ કરવું અને તેવી જ કાયિક ચેષ્ટાઓ (પ્રવૃત્તિઓ) કરવી. /૨૮// વિવેચન - પંચેન્દ્રિયના ભવમાં અને તેમાં પણ ૧૦ દૃષ્ટાન્ત દુર્લભ એવા પ્રાપ્ત થયેલા મનુષ્યના ભવમાં અને તેમાં પણ અતિશય દુર્લભતર મળેલા જૈનકુળમાં આવીને પ્રાપ્ત થયેલી માનસિક-વાચિક અને કાયિક આમ તમામ શક્તિઓનો ઉપયોગ ચિત્તને ઉજવળનિર્મળ અને અતિશય સ્થિર કરવામાં જ કરવો જોઈએ. આમ થાય તો જ પ્રાપ્ત થયેલી આ શક્તિ આત્માને સફળતા આપનારી બને. અધ્યાત્મદશાને લક્ષ્યમાં રાખીને તેની જ સવિશેષ પ્રાપ્તિ માટે કરાતી કોઈ પણ પ્રકારની આત્મસાધના મનને જ વધારે ને વધારે નિર્મળ અને દઢ કરવાના સંકલ્પથી જ જો કરાય તો જ મનને અતિશય સ્થિર અને નિર્મળતર બનાવવાનો ઉદ્દેશ સફળ થાય છે. મોહઘેલું મન લાંબો સમય સ્થિર રહી શકતું નથી. જોઈએ તેવી યથાર્થ સ્થિરતા મોહાંધ મન પ્રાપ્ત કરી શકતું નથી. આપણે યોગની સાધના કરતા હોઈએ કે ધર્મની સાધના કરતા હોઈએ અથવા અધ્યાત્મદશાની પ્રાપ્તિની સાધના કરતા હોઈએ, તે સઘળી સાધનાનો ઉદ્દેશ અને પ્રયત્ન, મન-વચન અને કાયા એમ ત્રણે યોગને વધારેમાં વધારે નિર્મળ અને પવિત્ર બનાવવાનો હોય છે. જેમ બને તેમ અતિશય અહોભાવપૂર્વક વિધિ સહિત પરમાત્માની આજ્ઞાનું પાલન થાય તેમ તેમ પરમાત્માની કૃપાદૃષ્ટિ Page #151 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૫૧ વર્તે છે અને આ પ્રમાણે પરમાત્માની આજ્ઞાનું પાલન ચિત્તને અતિશય નિર્મળ કરવાથી જ થાય છે. મનની પવિત્રતા અને નિર્મળતા માટે વાણી અને કાયાની ચેષ્ટાને અત્યંત સ્વચ્છ અને સુંદર બનાવવા જરૂરી છે. વાણી અને કાયા જો વધારે પવિત્ર હોય તો મનની પવિત્રતામાં તે પ્રધાનતપણે મજબૂત કારણ બને છે. મનને નિર્મળ બનાવવાના ઉપાયો તે છે કે નિરંતર આત્મતત્ત્વનું ચિંતન-મનન અને શાસ્ત્રોના અર્થના સ્વાધ્યાયમાં લીન બની જવું. વચનને નિર્મળ બનાવવાના ઉપાયો તે છે કે આગમગ્રંથોનું સતત અધ્યયન અને અધ્યાપન, મૌખિક શાસ્ત્રપાઠનો જાપ, સ્તોત્રપાઠ, પરમાત્માના ગુણોની ભાવપૂર્વક સ્તવના, પ્રભુના ગુણોનું કીર્તન, ધર્મોપદેશ આપવો અને સ્વ-પરનું હિત થાય તેવી જ વાણી પ્રકાશવી. આ સઘળા વાણીને સુધારવાના ઉપાયો છે. કાયાને નિર્મળ બનાવવાના ઉપાયો અહિંસાનું પાલન, શક્ય બને તેટલી વધારેમાં વધારે જયણા પાળવી. સર્વે પણ પ્રવૃત્તિઓમાં કોઈના જીવને પીડાદુઃખ ન થાય તેની સંપૂર્ણ કાળજી રાખવી. સંત-મહાત્મા પુરુષોની સેવા-ચાકરી કરવી. પરનો ઉપકાર કરવો. પરમાત્માની સેવા-પૂજા કરવી, સંત-મહાત્માઓની ભક્તિ-સેવા કરવી. આ કાયાને નિર્મળ બનાવવાના ઉપાયો છે. સાધક આત્માએ કોઈપણ પ્રવૃત્તિ કરતાં અષ્ટ પ્રવચનમાતાનું સતત પાલન કરવું. પોતાના મનને, વચનને અને કાયાને અશુભમાંથી પ્રથમ શુભમાં પલટાવવાં અને પછી કાલાન્તરે ઉંચી સાધકદશામાં આ જીવ આવે ત્યારે શુભમાંથી શુદ્ધમાં પલટાવવાં. માનવભવનું અને જૈનધર્મની પ્રાપ્તિનું આ જ શ્રેષ્ઠ કર્તવ્ય છે. ૨૮ चञ्चलस्यास्य चित्तस्य, सदैवोत्पथचारिणः । उपयोगपरैः स्थेयं, भोगिभिर्योगकाङ्क्षिभिः ॥२९॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ગાથાર્થ - યોગદશાની સાધનાના ઇચ્છુક જીવોએ ઉન્માર્ગે જ ચાલનારા અને અતિશય ચંચળ એવા આ ચિત્તને જીતવા માટે (સ્થિર કરવા માટે) હંમેશાં ઉપયોગવાળા (પ્રયત્નશીલ) બનવું. // ૨૯ી. વિવેચન - શાસ્ત્રોમાં મનને વાનરની ઉપમા આપેલી છે. જેમ વાનર ઘડીક માત્રમાં એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય છે અને કુદાકુદ કરે છે તેમ આ મન પણ એક વિષય ઉપરથી પલમાત્રમાં બીજા વિષય ઉપર જાય છે. કોઈ વિષયમાં વધારે સ્થિર રહેતું નથી. મનનો આવો સ્વભાવ જ છે. તેથી જ મનને ચંચળ-અસ્થિર અને બેકાબૂ કહેવામાં આવે છે. મન સતત ગતિશીલ છે. થોડીક જ વારમાં આકાશમાં ઉપર જાય છે, તો ક્ષણમાત્રમાં પાતાળમાં પહોંચી જાય છે. ક્ષમા આદિ ગુણોના વિચારો કરતું કરતું આ મન પળ માત્રમાં ક્રોધના વિચારોમાં આવી જાય છે. ત્યાગ અને તપના વિચારોમાંથી રાગ અને ભોગના વિચારોમાં જોડાઈ જાય છે અને ક્યારેક રાગ અને ભોગની ભાવનાઓમાંથી ત્યાગ અને તપના વિચારોમાં પણ આવી જાય છે. આ મન એટલું બધું ચંચળ છે કે તે મન ત્યાગીઓને તપસ્વીઓને, યોગીઓને અને મુમુક્ષુ જેવા મહાત્માઓને પણ અવળા માર્ગે ચડાવી દે છે. તેથી માંકડા અને સાપ જેવું કુટિલ ચાલનારું આ મન છે. તે મનનો જરા પણ ભરોસો-વિશ્વાસ કરવો નહીં. કર્મબંધ અને કર્મક્ષયનું પ્રધાનતમ કારણ જો કોઈ હોય તો મુખ્યત્વે મન જ છે. “ક્લેશયુક્ત મન એ જ સંસાર છે અને ક્લેશરહિત મન એ જ મોક્ષ છે” તેથી યોગી મહાત્માઓએ મનને જીતવા માટે સતત પ્રયત્નશીલ જ રહેવું જોઈએ. Page #153 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૫૩ આ મન અતિશય ચંચળ છે, વળી સર્પાદિની જેમ ભાગાભાગ કરનારૂં છે. વળી હંમેશા મોહાધીનતાના કારણે વધારે પડતું તો ઉન્માર્ગે જ ચાલનારૂં છે. મન ઉપર પ્રભુત્વ મેળવવું ઘણું કઠીન છે, તો પણ તેના ઉપાયો જૈનશાસનમાં આ પ્રમાણે જણાવ્યા છે. (૧) અનિત્ય-અશરણ આદિ ૧૨ ભાવનાઓ સદા ભાવવી (૨) સત્પુરુષોના સંપર્કમાં અને સહવાસમાં જ રહેવું (૩) ઉત્તમ એવા ધર્મની આચરણામય જીવન બનાવવું (૪) સત્પુરુષોનાં વ્યાખ્યાન સાંભળવામાં અને વૈયાવચ્ચમાં જોડાવું (૫) ઉત્તમ જ્ઞાની પુરુષો પાસે અધ્યયન કરવામાં લયલીન બનવું (૬) વિજાતીય પાત્રોથી અને અર્થ-કામ પોષક વાતાવરણથી શક્ય બને તેટલા દૂર જ રહેવું (૭) પોતાના શરીરને પણ શક્ય બને તેટલું ભોગાસક્તિથી દૂર રાખવું આવા પ્રકારના ઉપાયોમાં જોડાવાથી મન ઉપર કાબૂ આવે છે. રાગાદિના પ્રસંગો આવે ત્યારે મન હર્ષઘેલું ન બની જાય અને દ્વેષાદિના પ્રસંગો આવે ત્યારે ખેદભાવવાળું અને નિરાશાભાવવાળું ન બની જાય, તે માટે જ્ઞાની પુરુષોના ઉપદેશને વારંવાર સતત સ્મરણમાં રાખીને સદાને માટે માધ્યસ્થભાવ કેળવવાનો અભ્યાસ પાડવો જોઈએ. મોહાધીન જીવોનો આવો મંત્ર હોય છે કે “આ મારૂં જે શરીર છે, તે જ હું છું અને ધન-સ્વજનાદિ એ જ મારાં છે. આવા પ્રકારની અહંકારની અને મમકારની ભાવનામાંથી “હું” એવો અહંકાર અને “મારાપણારૂપ' મમકારની ભાવનામાંથી જ અનેક Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર પ્રકારના સંકલ્પ-વિકલ્પો મનમાં ઉત્પન્ન થાય છે. શાસ્ત્રીય સમ્યજ્ઞાન દ્વારા અને વીતરાગભગવંતોનાં ભાખેલાં વૈરાગ્યવાહી શાસ્ત્રોના અભ્યાસ દ્વારા મોહના આવા પ્રકારના વિકલ્પોનો નાશ થઈ શકે છે.” માટે તે મોહનો નાશ કરવા માટે વધારે પ્રયત્ન કરવો, કહ્યું अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नपूर्वो, प्रतिमन्त्री हि मोहजित् ॥ હું અને મારૂં” આ જગતને આંધળું કરનારો મોહરાજાનો મુખ્ય મંત્ર છે, પરંતુ આ જ મંત્રને જો નન્ પૂર્વક કરવામાં આવે એટલે કે ના ન મમ આવા પ્રકારનો આ જ મંત્ર મોહને જીતનારો પ્રતિમંત્ર થાય છે અને આ પ્રતિમંત્ર જ મોહનો નાશ કરીને ભવભ્રમણા અને જન્મમરણની પરંપરાનો નાશ કરનારો બને છે. આ દેખાતો સંસાર, શરીર, ધન, પરિવાર ઇત્યાદિ આપણા પુણ્ય અને પાપના ઉદયથી મળેલ છે અને પુણ્ય-પાપનો ઉદય સમાપ્ત થતાં બધું જ જવાવાળું છે. છેવટે તેને છોડીને આપણે જવાનું છે. આમ વૃક્ષ ઉપર ભેગાં થયેલાં પક્ષીઓના મેળા તુલ્ય છે. સંયોગ સંબંધથી ભેગા થયેલા છે અને અવશ્ય છૂટા પડવાના જ છે. “હું તો શુદ્ધ આત્મા છું અસંખ્ય પ્રદેશવાળો ચૈતન્ય ગુણમય આત્મા છું, સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અનંત વીર્યવાળો હું છું. શુદ્ધ એવી ચેતના નામના ગુણ સાથે મારે અવિષ્યભાવ (અભેદભાવ) નામનો સંબંધ છે, તે ચેતના મારાથી ક્યારેય છૂટી પડી નથી અને હું ક્યારે ય તે ચેતનાથી છૂટો પડવાનો નથી.” આ ચેતના વિના બાકીનાં શરીર, ઘર, ધન, કુટુંબ, મકાન અને જમીન વિગેરે સઘળી પણ વસ્તુઓ મારી નથી. હું એકલો જ Page #155 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૫૫ ગયા ભવથી આવ્યો છું અને એકલો જ ભવાંતરમાં જવાનો છું. બહારની કોઈપણ વસ્તુનો કે કોઈપણ વ્યક્તિનો હું સ્વામી નથી, કર્તા નથી, ભોક્તા નથી, પરંતુ માત્ર મારા જ્ઞાનાદિ ગુણોનો જ હું કર્તા છું અને ભોક્તા છું. કહ્યું છે કે – "एगो हं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्सइ । एवमदीनमणसो अप्पाणमणुसासइ ॥" । હું એકલો છું. મારું કોઈ નથી અને હું પણ અન્ય કોઈનો નથી. આ પ્રમાણે જાગૃત મનવાળા થઈને પોતાના આત્માને પ્રતિદિન સમજાવવો. આ પ્રમાણે આ આત્મામાં રહેલ શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પોતાના શુદ્ધ પર્યાયોનું ચિંતન-મનન કરવું, એ જ આત્મહિત કરનાર છે. પર જીવના હાવભાવ આદિ બાહ્યભાવોમાં અને અજીવ દ્રવ્યના વર્ણાદિ ગુણોમાં અંજાઈ જવું, મોહાંધ થવું કે આસક્ત થવું તે અહિતકારી છે. આવા આવા વિચારો કરવાથી મન પવિત્ર થાય છે. મોહદશા પાતળી પડે છે. મોહદશાનું જોર કંઈક નરમ પડતાં મને વધારે સ્થિર-નિર્મળ અને એકાગ્ર બને છે. કોઈ પણ એક લક્ષ્ય ઉપર મનને સ્થિર કરીને તેના જ ચિંતન-મનનમાં આ મનને કેન્દ્રિત કરવું. કોઈ પણ એક જ વસ્તુનું વાસ્તવિક હાર્દ સમજવા માટે આડીઅવળી થતી અને વિખેરાતી ચિંતન-મનન શક્તિને તેમાં ને તેમાં જ જોડવી, સ્થિર કરવી, તેને જ એકાગ્રતા કહેવાય છે. જ્યારે મન એકાગ્ર બને છે, ત્યારે જ વધુ સક્રિય બને છે. કોઈ પણ વિષયમાં ઉંડા ઉતરવા માટે ગતિશીલ બને છે અને ત્યારે જ વસ્તુના વાસ્તવિક હાર્દને-રહસ્યને તે મન પ્રાપ્ત કરે છે. મનને Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર નવરૂં પડવા દેવું, તે એકાગ્રતાનો અર્થ નથી. કારણ કે સારા વિચારોથી નવરૂં પાડો, એટલે તે નબળા વિચારોમાં દોડી જાય છે. માટે તે મનને સારા વિચારોમાં જકડી રાખવું અત્યન્ત જરૂરી છે. જૈન શાસ્ત્રોના વારંવાર શ્રવણ-મનનથી મન અતિશય નિર્મળ અને સ્થિર બને છે. માટે જ આ મનને સત્પુરુષોની સેવામાં તથા સત્પુરુષોએ બનાવેલા ગ્રંથોના દોહન-મનનમાં લયલીન રાખવું. પરમાત્માના સ્વરૂપમાં તન્મય બનાવી પોતાનું પણ તેવું જ સ્વરૂપ છે, તેના ચિંતન-મનનમાં મનને લયલીન બનાવવું. ॥૨॥ सुकरं मलधारित्वं, सुकरं दुष्करं तपः । सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥३०॥ ગાથાર્થ - વસ્ત્ર અને શરીર ઉપર મેલ ધારણ કરવો તે સુકર છે. દુષ્કર તપ કરવો તે સુકર છે. ઇન્દ્રિયોનો નિરોધ કરવો તે પણ સુકર છે, પરંતુ ચિત્તને કબજે કરવું ઘણું દુષ્કર છે. ૫૩ના વિવેચન - ચિત્તની શુદ્ધિ વિના કરાયેલાં સર્વ ધર્મ અનુષ્ઠાનો કર્મોની નિર્જરાનું અને આત્મ ઉત્થાનનું કારણ બનતાં નથી. ચિત્તની શુદ્ધિ વિના આત્મતત્ત્વનો સાચો આનંદ આ જીવને અનુભવાતો નથી. આ જીવ અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના સુખો મેળવવા અને તે જ સુખોને માણવા માટે અનેક પ્રકારનાં પાપો કરે છે અને આ પાપોના કારણે ચિત્ત રાગ-દ્વેષાદિ દોષોથી જ ખરડાયેલું રહે છે અને તેના કારણે વધારે ને વધારે મલીન જ થતું જાય છે. મેલા-ઘેલા રહેવું, ભૂખ્યા રહેવું, તપ કરવો, ઇન્દ્રિયો ઉપર નિયમન કરવું, ચારિત્ર લેવું ઇત્યાદિ કાર્યો કરવાં ઘણાં કઠીન છે, તો પણ ધર્મની ભાવનાપૂર્વક કરાય તો સુકર બની જાય છે. પરંતુ મનને કન્ટ્રોલમાં રાખવું, તે અતિશય દુષ્કર છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૫૭ ઘર-પરિવાર-ધન આદિ સંસારી ભાવોનો ત્યાગ કરીને સાધુ થનાર અને સંયમ ધર્મ સ્વીકાર કરનાર ત્યાગી પુરુષને સ્નાનાદિ ન હોવાથી શરીરનો મેલ ધારણ કરવો અર્થાત્ સ્નાનાદિ દ્વારા શરીર શોભા ન કરવી તે સહેલું છે તથા મહિના-મહિનાના ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવી પણ સહેલી છે તથા પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં જતી રોકવી, આ કાર્ય પણ સહેલું છે. પરંતુ ચંચળ અને ભાગભાગ કરતા મનને કષાયો વિનાનું બનાવી, પરમાત્માના ધ્યાનમાં લીન કરવું. આ કાર્ય ઘણું જ દુષ્કર છે. - શારીરિક બાહ્ય મલીનતા, તપ-ત્યાગ અને ઇન્દ્રિયોનો નિરોધ, આ સઘળું ધર્મકાર્ય પણ મનની શુદ્ધિ વિના કર્મોની નિર્જરાનું કારણ બનતું નથી. પરંતુ અનાદિ કાળથી ઘર કરીને જામેલા કષાયોનું પોષક બની જાય છે અને તેના દ્વારા જગતમાં ઘણીવાર ત્યાગી-તપસ્વી-સંયમી તરીકેની યશકીર્તિ મેળવીને પોતાના અહંકારને જ પોષનારો આ જીવ બની જાય છે. તેના દ્વારા મનની મલીનતાને જ વધારનારો અને મોહના વિકારોને પોષનારો આ જીવ બની જાય છે. માટે જ ગ્રંથકારશ્રી આ શ્લોકમાં “દુર ત્તિશોધનમ્” ચિત્તનું શોધવું-મનને કબજે રાખવું તે અતિશય દુષ્કર છે, આમ કહે છે. આ વાત ઘણી જ માર્મિક છે. |૩ पापबुद्ध्या भवेत् पापं, को मुग्धोऽपि न वेत्त्यदः । धर्मबुद्ध्या तु यत्पापं, तत् चिन्त्यं निपुणैर्बुधैः ॥३१॥ ગાથાર્થ – પાપની બુદ્ધિથી જે પાપ કરાય, તે પાપ કહેવાય છે. આ વાત કોણ ન સમજે ! ભોળા માણસો પણ આ વાત સમજે તેમ છે. પરંતુ “આમાં ધર્મ થાય છે” આમ ધર્મબુદ્ધિ રાખીને જે પાપો કરાય છે તે વાત ચતુર પુરુષોએ વિચારવા જેવી છે. //૩૧// વિવેચન - પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ક્રોધ-માન-માયા અને લોભ આદિ ૧૮ પ્રકારનાં પાપસ્થાનકો છે. જ્યારે આ જીવ અઢાર પ્રકારનાં પાપસ્થાનકોમાંનું કોઈ પણ પાપસ્થાનક સેવે ત્યારે પાપ લાગે છે. આમ સેવનાર જીવ પોતે પણ સમજે છે અને અન્ય લોકો પણ જાણે જ છે કે આમ પાપ કરવામાં પાપ લાગે, આવાં આવાં પાપાનકો સેવવામાં પાપ લાગે. આ વાત સર્વ દર્શનકારોને પણ માન્ય છે. બધાં જ આસ્તિક દર્શનો પણ આ વાત માને છે. પરંતુ જે લોકો ધર્મબુદ્ધિ રાખીને પાપ કરે છે. જેમ કે ઈદનો તહેવાર મનાવવા બકરા-બોકડાનો હોમ કરીને તેનું માંસ અપાય ઇત્યાદિ ધર્મબુદ્ધિ રાખીને બીજા જીવની હિંસા કરાય અથવા યજ્ઞકાર્ય કરવામાં પશુનો હોમ કરાય અને મજેથી તે પશુના માંસનો આહાર કરાય, પંચાગ્નિ તપ કરવામાં આવે, તેવાં કાર્યો કરીને ધર્મ થાય છે. આમ માનવું તે ખરેખર કેવળ મૂર્ખતા-અજ્ઞાનતા જ છે. ધર્મની બુદ્ધિ માત્ર રાખીને મનમાની હિંસાદિ પ્રવૃત્તિ કરીએ, તેટલા માત્રથી તે ધર્મ થઈ જતો નથી. પરંતુ ધર્મ તેને જ કહેવાય કે જેમાં શાસ્ત્રને અનુસાર પ્રવૃત્તિ હોય અને જે પ્રવૃત્તિ સ્વ-પર એમ બંનેનો ઉપકાર કરનારી હોય. મનમાની પ્રવૃત્તિ ન હોય તે જ ધર્મ કહી શકાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે - श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । परोपकारः पुण्याय, पापाय परपीडनम् ॥ ધર્મનું રહસ્ય-હાર્દ ગુરુ પાસે સાંભળો અને સાંભળીને તેના સ્વરૂપનું અવધારણ કરો, ધર્મનો સાર એ છે કે પરનો ઉપકાર કરવો તે પુણ્ય છે અને પરને પીડા કરવી તે પાપ જ છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૫૯ મહાત્મા પુરુષોનાં આ અમૃત વચનો છે. બીજા જીવોને સુખ, શાંતિ, અભય આપીને ઉપકાર કરવાથી પુણ્ય બંધાય છે અને તેના ઉદયથી આ જીવ સુખ-સંપત્તિ અને શાંતિ પામે છે. પરંતુ બીજા જીવોને ભય-પીડા-ત્રાસ અને અશાંતિ આપવાથી આ જીવ પાપ જ બાંધે છે અને તેના ઉદયથી આ જીવ દુ:ખી દુ:ખી થાય છે. સર્વે પણ શાસ્ત્રોનો આ જ સાર છે કે બીજા જીવોને પીડા ન આપવી, કોઈનું પણ મન દુભાવવું નહીં. ||૩|| યોગસાર अणुमात्रा अपि गुणा, दृश्यन्ते स्वधियाऽऽत्मनि । રોષાતુ પર્વતસ્થૂલા, અપિ નૈવ થૠન ફરા त एव वैपरीत्येन, विज्ञातव्याः परं वचः । दिग्मोह इव कोऽप्येष महामोहो महाबलः ॥३३॥ " ગાથાર્થ પોતાનામાં રહેલા અણુ જેટલા નાના ગુણો પણ પોતાની બુદ્ધિથી (મોટા) દેખાય છે અને પર્વત જેવડા મોટા દોષો પણ કેમે કરી દેખાતા નથી. (આ જ મહામોહદશા છે.) આ દૃષ્ટિ-દિશાના ભ્રમતુલ્ય એક બળવાન મહામોહ છે. આ જ બાબતને વિપરીતપણે જોવી જોઈએ. (એટલે કે પોતાના મોટા ગુણને પરમાણુતુલ્ય દેખવો અને પરમાણુતુલ્ય નાના પણ દોષને પર્વત જેવડો માનવો) આવા પ્રકારનું જિનેશ્વર પરમાત્માનું વચન છે. ૩૨-૩૩|| વિવેચન – મોહદશાના મહાબળના કારણે આ જીવને પોતાના નાના ગુણો પણ મોટા જ દેખાય છે. તે ગુણોને સામેના લોકો ન પૂછે તો પણ ગાવા-ગવરાવવાનું જ મન થાય છે અને પોતાના મોટા દોષો હોય, તો પણ તે પોતાની દૃષ્ટિમાં દેખાતા જ નથી. તે દોષોને ભિન્ન ભિન્ન બહાનાઓ નીચે છૂપાવવાનું જ આ જીવને મન થાય છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર પોતાની જાતને મહાન ગુણવાળી છે. આમ માનનારને લગભગ વધારે અહંકાર થાય છે. બીજાના ગુણો તે જોઈ શકતો નથી અને ગાઈ શકતો નથી. બીજાના નાનકડા દોષને મોટો બનાવીને ૧૬૦ તેની નિંદા-કુથલી કરવામાં જ આ જીવને બહુ રસ પડે છે. પોતાની પ્રશંસા કરવા-કરાવવામાં અને સાંભળવામાં જ પોતાનો વધારે રાજીપો હોય છે. આ રીતે આત્મપ્રશંસા અને પરનિંદાનો રસ રાખવો એ મિથ્યાત્વનું લક્ષણ છે. કુબુદ્ધિ છે. પોતાનો નાનો પણ દોષ મોટો દેખાય અને કાંટાની જેમ ખૂંચે અને તેને દૂર કરવા માટે જ સતત પ્રયત્નશીલ થવું જોઈએ. દોષો કાંટાની જેમ પોતાને ખૂંચવા જોઈએ, આવી નિર્મળ મનોદશા ત્યારે પ્રગટ થાય. જ્યારે મિથ્યાત્વ મોહની તીવ્રતા ક્ષીણપ્રાય થઈ હોય. આવા પ્રકારના નિર્મોહી ઉત્તમ પુરુષો ગુણોના ભંડાર હોય છે. અત્યંત નમ્ર હોય અને સેવા કરવા યોગ્ય હોય છે. તેઓના આશીર્વાદ પણ આપણું કલ્યાણ કરનાર બને છે. શક્ય બને તેટલા પોતાના ગુણોને પોતાની જીભથી ક્યારે ગાવા નહીં અને પોતાના દોષોથી સદા વાકેફ રહેવું અને દોષો દૂર કરવા સદા પ્રયત્નશીલ રહેવું તથા પરના નાના ગુણોને પણ મોટા કરી ગાવા અને હૃદયમાં ઉતારવા તથા પરના દોષ સામે ક્યારેય પણ દૃષ્ટિ ન નાખવી અને તેના ઉપર માધ્યસ્થભાવ વિચારવો. આ જ આત્મકલ્યાણનો સાચો રાજમાર્ગ છે. ૩૨-૩૩|| धर्मस्य बहुधाऽध्वानो, लोके विभ्रमहेतवः । तेषु बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः ॥३४॥ स्वस्वदर्शनरागेण विवदन्तो मिथो जनाः । सर्वथैवात्मनो धर्मं मन्यन्ते न परस्य तु ॥ ३५॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૬૧ ગાથાર્થ - ધર્મના બહુ પ્રકારના ભિન્ન ભિન્ન માર્ગો આ લોકમાં વિભ્રમ કરવાના કારણભૂત છે. (ભ્રાન્તિનાં કારણો છે) તે ધર્મમાર્ગોમાં બધા જ લોકો બાહ્ય આડંબરવાળા બનીને સાચા તત્ત્વના વિષયમાં ભ્રાન્ત દૃષ્ટિવાળા થયા છતા સ્વ-સ્વ મતના રાગની અધિકતાના કારણે પરસ્પર વિવાદ કરે છે. ઝઘડે છે અને પરનો પરાભવ કરવામાં જ રસ રાખે છે. પોતે માનેલા ધર્મને જ સાચો માને છે અને પરના ધર્મને ખોટો ધર્મ સમજે છે. તે ધર્મ સાચો નથી. આમ જ માની લે 9.1138-3411 યોગસાર વિવેચન - આ સંસારમાં અનેક પ્રકારનાં દર્શન છે. જેમ કે સાંખ્ય મિમાંસક, ચાર્વાક, બૌદ્ધ, આ સર્વે પણ પોતપોતાના કર્તાથી શરૂ થયા છે, જેને મગજમાં જે વસ્તુ જેમ બેઠી, તેણે તે વસ્તુ તેમજ છે. આમ માનીને બધા જ દર્શનકારોએ નવા નવા મતો થાપ્યા છે. પરસ્પર ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા આ અનેક મતભેદો છે. સૌ કોઈ દર્શનકાર એમ જ કહે છે કે “હું કહું છું તે જ સાચું છે” પૂજ્ય આનંદઘનજી મહારાજ સાહેબે તેમના બનાવેલા સ્તવનમાં કહ્યું છે કે- “મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અહમેવ” જુદા જુદા મતવાળા અનેક દર્શનકારો થયા. જો આપણે તેઓને જઈને પૂછીએ કે “આ બધામાં સાચુ દર્શન કર્યુ ? તો સૌ કોઈ એમ જ કહે છે કે “અમારૂં જ દર્શન સાચું' દરેકની પાસેથી આ એક જ જવાબ મળે છે અને છે બધાં પરસ્પર વિરોધી.” આ વાત કેમ બને કે બધાં જ હોય ભિન્નભિન્ન અને તેમાં પોતાનું માનેલું હોય તે જ સત્ય અને અન્ય સઘળાં મિથ્યા. આમ વાત કરવી તે બરાબર નથી. ધર્મના જુદા જુદા માર્ગો - જુદી જુદી માન્યતાઓ તથા મતમતાંતરો-મતભેદો જે છે તે સામાન્ય બુદ્ધિવાળા જીવોને ઘણો જ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર ઘણો મતિભ્રમ ઉત્પન્ન કરે છે. આમાં કયો ધર્મ સાચો ? અને કયા ધર્મો ખોટા ? આનો નિર્ણય સામાન્ય માણસ કરી શકતો નથી. તેથી તેના કારણે ઘણા મુંઝાય છે. આ બધા દર્શનકારોની બાહ્ય છાપ એવી હોય છે કે સામાન્ય માણસ તેમાં મુંઝાઈ જાય છે. દરેક દર્શનકારો પોતપોતાના માનેલા ધર્મને જ સાચો ઠેરવવા મહેનત કરતા હોય છે અને ઘણા જ આવેશમાં આવીને બીજાના ધર્મને જુઠો છે, આમ જ સમજાવવા પ્રયત્નશીલ હોય છે અને બોલવાના આવેશ સાથે જોરદાર રીતે ખંડન-મંડન કરતા હોય છે, જેના કારણે પરસ્પર વાદ, વિવાદ, ક્લેશ અને ઝઘડા જ ઉત્પન્ન થાય છે. સર્વે પણ દર્શનકારો પોતાના મતની પુષ્ટિ અને બીજાના મતનું ખંડન જ કરતા હોય છે. પરિણામે મિથ્યાત્વ અને મમત્વ તથા વૈરાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. સમતાનું સુખ મળવું જોઈએ. તેને બદલે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ન સમજવાથી અને ખોટા આગ્રહો અને મમતાથી આ જીવ પોતાના આત્માનું નુકસાન કરે છે. પરિણામે અનંત સંસારનું પરિભ્રમણ આ જીવ કરે છે. પોતપોતાના દર્શનનો અનુરાગ જ એવો હોય છે કે પરસ્પર ઝઘડાનું જ મૂળ કારણ બને છે. પોતાના મગજમાં જે રીતે એકાન્તવાદપૂર્વક સમજાયું હોય તેને જ યથાર્થ માની લે છે. બીજાની વાત સાંભળવા પણ આ જીવ તૈયાર હોતો નથી. મિથ્યાત્વના ઉદયનું જોર જ એવું હોય છે કે કોઈની વાત સાંભળે નહીં. સત્ય મા જીવ આવે જ નહીં. શ્રી વીતરાગ પરમાત્માનો ધર્મ આવા પ્રકારના કદાગ્રહો, તથા રાગ અને દ્વેષની પક્કડથી સર્વથા મુક્ત છે. અનેક પ્રકારના નયોની અપેક્ષાવાળો ધર્મ છે. જો શુદ્ધ હૃદય રાખીને ભણવામાં સાંભળવામાં Page #163 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૬૩ અને સમજવામાં આવે તો આ ધર્મ સમજાયા વિના રહે જ નહીં તથા વળી આ ધર્મને યથાર્થપણે સમજનારા જીવો નિષ્પક્ષપાતી થયા છતા સર્વ નયોને સમજીને જ્યાં જ્યાં જે જે નય ઉપકાર કરનાર બને ત્યાં ત્યાં તે તે નય જોડીને આત્મકલ્યાણ કરનારા બને છે. મનમાં કોઈ પણ જાતનો પક્ષપાત કે અહંકાર કર્યા વિના સ્વ-પરનું કેમ કલ્યાણ થાય એવી જ બુદ્ધિ રાખીને આ ધર્મ સમજવા જો પ્રયત્ન કરીએ તો સમજાયા વિના નહીં રહે. માત્ર હૃદય સરળ અને નિષ્પક્ષપાતી હોવું જોઈએ ||૩૪-૩૫ની यत्र साम्यं स तत्रैव, किमात्मपरचिन्तया । નાનીત તદ્ધિનો (તદિન) હૃહો, નામનો જ પરસ્થ રૂદ્દા ગાથાર્થ - જ્યાં જ્યાં સમતાભાવ છે, ત્યાં ત્યાં જ ધર્મ છે. તેમાં આ ધર્મ આપણો અને આ ધર્મ પરનો. આમ વિચારણા કરવાથી શું લાભ થાય ? અર્થાતુ કંઈ જ લાભ ન થાય. તેથી તે સમતાભાવ વિના મનાયેલો-કરાયેલો ધર્મ પોતાનો ધર્મ પણ નથી અને અન્યનો ધર્મ પણ નથી. કારણ કે સમતાભાવ વિના ધર્મ જ નથી તથા તેવા ધર્મથી કલ્યાણ પણ થતું નથી. /૩૬ી. વિવેચન - સર્વે પણ ધર્મસૂત્રકારો ભલે પોતપોતાની માન્યતા પ્રમાણે ધર્મનું સ્વરૂપ સમજતા હોય અને પ્રરૂપણા કરતા હોય, પરંતુ જ્યાં સમતાયોગ નથી ત્યાં ધર્મતત્ત્વ નથી. માત્ર કદાગ્રહ અને અહંકાર તથા પરનો પરાભવ જ કરવાની બુદ્ધિ હોય છે. માટે જ્યાં જ્યાં સમતાભાવ પ્રાપ્ત થાય એવો જે ધર્મ છે તે જ સાચો ધર્મ છે. અનાદિકાળથી મિથ્યા વાસનાઓના જોરે આ આત્મા કુસંસ્કારો પામીને કષાયોથી બળેલો જ રહે છે. ત્યાં હવે જેટલા અંશે કષાયોની શાંતિ થાય અને સમતાભાવની પ્રગટતા થાય તે જીવમાં તેટલા અંશે ધર્મતત્ત્વની પ્રગટતા થાય છે. આમ સમજવું Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર સમ=રાગ અને દ્વેષ રહિત અવસ્થા. બાય-લાભ-પ્રાપ્તિ થવી અર્થાત્ રાગાદિભાવો રહિત સમભાવની પ્રાપ્તિ થવી તે જ ધર્મ છે. રાગ અને દ્વેષ રહિત ચિત્તની સમભાવવાળી જે અવસ્થા તેને જ સાચો ધર્મ કહેવાય છે. બીજા શબ્દોમાં તેને જ સામાયિક કહેવાય છે. સર્વજ્ઞ પરમાત્મા વડે કહેવાયેલું સામાયિક ધર્મનું વિસ્તૃત વર્ણન જૈન આગમગ્રંથોમાં છે. કલ્યાણ પામ્યાનાં જે જે દૃષ્ટાન્તો પ્રસિદ્ધ છે, તે તે દૃષ્ટાન્તોમાં ઉપસર્ગ-પરિષહોની સામે સમતાભાવપૂર્વક રહેવાપણું જ તેમાં મુખ્ય કારણ બન્યું છે. ગજસુકુમારના માથા ઉપર તેના સસરાએ આગની પાઘડી બાંધી, પરંતુ ગજસુકુમાર સમતાભાવમાં રહ્યા તો કેવલજ્ઞાન પામી ગયા. ખંધકમુનિના પાંચસો શિષ્યો નમુચિ વડે ઘાણીમાં પીલાયા. તીવ્ર પીડા-વેદના હોવા છતાં તેઓ સમભાવમાં રહ્યા, તો કેવલી થઈને મોક્ષે ગયા. - પાર્શ્વનાથ પ્રભુજીને કમઠ ઉપસર્ગો કર્યા અને ધરણેન્દ્ર સેવા કરી. પરંતુ તે બન્ને ઉપર રાગ કે દ્વેષ કર્યા વિના પરમાત્મા સમભાવમાં રહ્યા તો પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા. આવા તો અનેક દૃષ્ટાન્તો છે. માટે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો આવી પડે ત્યારે રાગાંધ કે દ્વેષાંધ થયા વિના સમભાવમાં વર્તવું. સામાયિકમાં રહેવું, એ જ આત્મકલ્યાણનો શ્રેષ્ઠ માર્ગ છે. તેથી શક્ય બને તેટલું રાગ-દ્વેષ રહિત ચિત્તની સામ્ય અવસ્થા પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો. Page #165 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પ્રસ્તાવ ૧૬૫ સામ્યભાવ દ્વારા એટલે કે સામાયિક દ્વારા જ આ આત્માની ગુણસ્થાનકોના ક્રમે ઉપર ઉપર ચઢતાં ઉત્તરોત્તર વિશેષ શુદ્ધિ થાય છે. ગ્રંથકાર મહારાજા સર્વે પણ દર્શનવાળાને સમજાવતાં કહે છે કે આત્મધર્મનો ઉદ્ભવ અને પ્રકર્ષ ત્યાં જ છે કે જ્યાં સમતાભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. સમભાવદશાની પ્રાપ્તિના લક્ષ્ય વિના કરાતા તપ-જપ-ધર્મક્રિયા કે યજ્ઞાદિનાં અનુષ્ઠાનો માત્ર કાયકષ્ટરૂપ છે. યોગસાર કાયકષ્ટરૂપે કરાતાં આસનો-પ્રાણાયામાદિ યોગો તથા મનવચન અને કાયાની કોઈ પણ પ્રકારની ધર્મપ્રવૃત્તિ આ સઘળું જો સમતાભાવ વિનાનું છે, તો તે ધર્મસ્વરૂપ નથી. આ જીવને કર્મની ઝંઝટમાંથી મૂકાવનાર બનતું નથી. જો ચિત્તના પરિણામોમાં રાગ-દ્વેષ જ ઘૂમતા હોય, પોતાની જાતની મોટાઈ જ બતાવવાની ઇચ્છા હોય તથા સ્પૃહા-સ્પર્ધા અદેખાઈ-ઇર્ષ્યા આદિ સમતાના નાશક ભાવો જો જોરશોરથી કામ કરતા હોય, તેનો ઘટાડો ન થયો હોય તથા આવા પ્રકારના અશુભભાવોને નબળા પાડવાનો કે નિર્મૂળ કરવાનો જો આ જીવે પ્રયત્ન જ ન કર્યો હોય તો આ જીવમાં યોગીદશા કે ધર્મતત્ત્વ પ્રગટ થઈ શકતું નથી. ઉંચા પ્રકારની યોગદશા, ધર્મતત્ત્વ અને અધ્યાત્મદશાનું પ્રગટીકરણ ઉંચા-ઉંચા સદ્ગુણોથી થાય છે. દુર્ગુણોથી થતું નથી. પોતાના માનેલા ધર્મને કે બીજાના ધર્મને મધ્યસ્થદષ્ટિ રાખીને કોઈના પણ મત ઉપર રાગ-દ્વેષાત્મક પક્ષપાત કર્યા વિના તટસ્થ દૃષ્ટિથી યથાર્થ તત્ત્વ શું છે ? તેનો વિચાર કરવો અને પરસ્પર વાદવિવાદ-ઝઘડા-ખંડન કે મંડન કરવાનું છોડી દઈને સમતાભાવપૂર્વક કેવળ યથાર્થ તત્ત્વની જ વિચારણા કરવી અને સાચું તત્ત્વ પ્રગટ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર કરવા સમુચિત પુરુષાર્થ કરવો, એમાં જ મનુષ્યભવની સાર્થકતા અને સફળતા છે. //૩૬ क्षान्त्यादिर्दशधा धर्मः, सर्वधर्मशिरोमणिः । सोऽपि साम्यवतामेव, मैत्र्यादिकृतकर्मणाम् ॥३७॥ ગાથાર્થ – ક્ષમા આદિ દશ પ્રકારનો જે ધર્મ છે, તે સર્વ ધર્મોમાં શિરોમણિ તુલ્ય છે. તે ધર્મ પણ મૈત્રી આદિ બાર ભાવનાઓ ભાવવાથી ભાવિત બનેલા સમતાવાળા આત્માઓને જ હોય છે. ||૩૭ી. વિવેચન - સાધુ જીવનમાં દર્શન-વંદન-પ્રતિક્રમણ પડિલેહણ ઇત્યાદિ અનેક પ્રકારની ધર્મકરણી કરવામાં આવે છે. તે સઘળી પણ ધર્મકરણીમાં શિરોમણિ સમાન જો કોઈ હોય તો ક્ષમા આદિ દશવિધ યતિધર્મ છે. ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌચ (માનસિક પવિત્રતા) અકિંચન્ય અને બ્રહ્મચર્ય આમ દશ પ્રકારનો યતિધર્મ સર્વમાં શિરોમણિ સમાન છે, તે ધર્મ સર્વશ્રેષ્ઠ ધર્મ ક્ષમા આદિ દશ પ્રકારના મુનિધર્મોના અભ્યાસથી અને જીવનમાં તે ધર્મોનું આચરણ કરવાથી સાધક આત્માનાં મન-વચન અને કાયા, કષાયોથી રહિત અતિશય શુદ્ધ અને પવિત્ર બને છે. સમાધિદશા અને સમતાભાવ સ્વાભાવિકપણે જ વિકાસ પામે છે સમતાભાવ અને સમાધિદશા આત્મસાત થાય છે. આ રીતે આત્મામાં વિકાસ પામતી સમતાદશાના બળથી આ જ આત્મામાં ક્ષમા આદિ ધર્મો અતિશય સુદૃઢ બને છે. મૈત્રી-પ્રમોદ-કરૂણા અને માધ્યશ્ય આ ચાર ભાવનાઓ એ ધર્મનું મૂલતત્ત્વ છે અને ક્ષમા આદિ દશવિધ મુનિ ધર્મો પણ મૈત્રી Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ આદિ ચારે ભાવનાઓથી વાસિત થયા છતા સમતાભાવને લાવનાર બને છે તથા સમતાભાવવાળા મુનિમાં જ આ ગુણો વિકસે છે. માટે ધર્મના અર્થી સાધક આત્માઓએ સમતાભાવ કેળવવા અને મૈત્રી આદિ ચારે ભાવો જીવનમાં વિકસાવવા સતત પ્રયત્નશીલ રહેવું. મૈત્રી આદિ ભાવનાઓ ઘણા ભવોના અભ્યાસથી જયારે ભાવિત બને છે. ત્યારે જ વાસ્તવિકપણે સમતાયોગ સિદ્ધ થાય છે. તેમાં ક્ષમાદિ દશવિધ યતિધર્મો સહકારી કારણભૂત છે. આ રીતે સમતાભાવની વૃદ્ધિ થતાં આ જીવ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાની, કેવલદર્શની બને છે. આમ ક્ષાયોપથમિક ભાવમાંથી આ જીવ ક્ષાયિક ભાવમાં રૂપાંતરિત થાય છે. [૩૭થી. साम्यं समस्तधर्माणां, सारं ज्ञात्वा ततो बुधाः । बाह्यं दृष्टिग्रहं मुक्त्वा, चित्तं कुरुत निर्मलम् ॥३८॥ ગાથાર્થ - સમસ્ત ધર્મોનો સાર સમતાભાવ છે. આમ જાણીને હે પંડિત પુરુષો ? તમે બાહ્ય દૃષ્ટિઓનો આગ્રહ ત્યજીને (એટલે મતભેદોના આગ્રહો ત્યજીને) ચિત્તને નિર્મળ બનાવો. //૩૮/ વિવેચન - કોઈ પણ પ્રકારનો ધર્મ હોય અથવા ધર્મનો પટાભેદ હોય, પરંતુ સર્વ પ્રકારના ધર્મનો સાર “સામ્યતા” છે. તપ-જપ-દાન-શીયળ વિગેરે ધર્મનાં બધાં જ અનુષ્ઠાનોમાં તન્મય થઈને તે તે અનુષ્ઠાનો આચરીને પણ અંતે તેના દ્વારા “સમતાભાવને” જ સિદ્ધ કરવાનો છે. સમતાયોગ સાધવાનો છે. તે માટે તેનું જ લક્ષ્ય રાખીને જ સર્વ અનુષ્ઠાનોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. કોઈપણ અનુષ્ઠાન ભલે આદરો, પરંતુ તેના દ્વારા સાધવાનું લક્ષ્ય તો સમતાનું જ હોવું Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ દ્વિતીય પ્રસ્તાવ યોગસાર જોઈએ. સંસારી જીવનના નાના-મોટા પ્રત્યેક પ્રસંગોમાં સમતાભાવનો અભ્યાસ ચાલુ જ રહેવો જોઈએ. સમતાના લક્ષ્ય વિનાનાં સર્વે પણ અનુષ્ઠાનો જ્ઞાની મહાત્માઓએ નિષ્ફળ ગણાવ્યાં છે. ધર્મના બાહ્ય સ્વરૂપમાં મત-મતાન્તરોના કારણે પરસ્પર ક્લેશ કે કદાગ્રહ થવાનું બને, પરંતુ તેને ત્યજીને જીવમાત્ર સાથે મૈત્રી આદિ ઉત્તમ ભાવ કેળવીને સમતાભાવમાં જ રહેવું અને સમતાભાવને જ સ્થિર બનાવવા વધારે પ્રયત્નશીલ બનવું જરૂરી છે. ભગવાનની વાત જમાલી વિગેરે ઘણા જીવોએ માની નથી. છતાં પરમાત્મા કોઈના પણ ઉપર દ્વેષભાવવાળા બન્યા નથી અને ગૌતમસ્વામી આદિ ઘણાએ ભગવાનની વાત સ્વીકારી છે, તો પણ પરમાત્મા તેમના ઉપર રાગી બન્યા નથી. સામેનો જીવ અનુકૂળ થાય કે પ્રતિકૂળ થાય તે તો તે જીવનું કર્તવ્ય છે, પણ સાધક આત્માએ કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ કરવો ઉચિત નથી. સમતા ગુણ પ્રાપ્ત કરવામાં અવરોધક જો કોઈ હોય તો દૃષ્ટિરાગ છે. જેના ઉપર દૃષ્ટિરાગ થયો હોય તેનું જ સાચું લાગે. એટલે તે સિવાયના અન્ય જીવ ઉપર અવશ્ય દ્વેષ થાય જ. એટલે દૃષ્ટિરાગથી માત્સર્ગ (અન્ય ઉપર અણગમો-દ્વેષ) થાય જ છે. આ માત્સર્યને દૂર કરવા માટે જ મૈત્રી આદિ ચારે ભાવનાઓ રૂપી ગંગા નદીમાં આ આત્માએ નિત્ય સ્નાન કરવું જોઈએ. જેથી માત્સર્યનો મેલ રહે નહીં. સમતાગુણ કેળવવાથી આ જીવમાં શુદ્ધ ધર્મનો પ્રવેશ થાય છે અને આ આત્મામાં શુદ્ધ ધર્મનો દિન-પ્રતિદિન વિકાસ થાય છે. ક્ષમા-નમ્રતા આદિ દશ પ્રકારનો સર્વશ્રેષ્ઠ શ્રમણ ધર્મ પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ યોગસાર દ્વિતીય પ્રસ્તાવ ૧૬૯ સમતાગુણવાળા અને મંત્રી આદિ ચાર પ્રકારની ભાવનાઓથી શુભ અને શુદ્ધ ભાવમાં વર્તનારા સાધુ પુરુષોમાં-મહાત્મા પુરુષોમાં જ યથાર્થ રીતે પ્રગટ થાય છે. ક્ષમાં ગુણ વિના નમ્રતા અને નમ્રતા વિના સરળતા પ્રગટ થતી નથી તથા મૈત્રી આદિ ભાવનાઓ વિના ક્ષમાગુણ આવતો નથી. આમ આ સર્વે ગુણો પરસ્પર સંકળાયેલા છે. વંદિત્તાની ગાથામાં કહ્યું છે કે – खामेमि सव्वजीवे, सव्वे जीवा खमन्तु मे । मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केणइ ॥४९॥ હું સર્વ જીવોને ખમાવું છું. સર્વે જીવો પણ મને ખમાવો. મારે સર્વ જીવો ઉપર મૈત્રી છે. પરંતુ કોઈની પણ સાથે વૈરભાવ નથી. હું સવે પણ તેઓના અપરાધની ક્ષમા આપું છું અને તેઓ તરફ મારાથી લેવાયેલા સર્વે પણ અપરાધોની હું ક્ષમા માગું છું. તેઓ મને ક્ષમા આપો. મૈત્રી આદિ ભાવનાઓ અને ક્ષમા આદિ ગુણોરૂપી નિર્મળ પાણીથી ક્રોધાદિ કષાયોરૂપી અગ્નિ બુઝાઈ જાય છે અને આ આત્મા અતિશય શાંત અને શીતળ બની જાય છે. ક્ષમાગુણ આ જીવમાં સહજ સ્વભાવભૂત બની જાય છે, ત્યારે આ જીવમાં સમતાગુણ પ્રગટ થાય છે અને સમતાગુણ આવવાથી દૃષ્ટિરાગજન્ય બાહ્ય મતભેદો, વૈરભાવ, પરસ્પર ક્લેશ અને કદાગ્રહ આદિ દોષો સર્વથા નાશ પામે છે અને પરસ્પર સ્નેહભાવ-મૈત્રીભાવ વધવાપૂર્વક આ આત્મા સમભાવે પોતાની સાધનાનું કાર્ય કરી શકે છે. ૩૮ द्वितीय प्रस्ताव समाप्तः Page #170 -------------------------------------------------------------------------- ________________ ર (તૃતીય પ્રસ્તાવ:) સીખ્યોપવેશ: . सहजानन्दसाम्यस्य विमुखा मूढबुद्धयः । इच्छन्ति दुःखदं दुःखोत्पाद्यं वैषयिकं सुखम् ॥१॥ ગાથાર્થ - મૂઢ બુદ્ધિવાળા અજ્ઞાની જીવો સ્વાભાવિક સમતાભાવના સુખથી વિમુખ થયા છતાં, દુ:ખદાયી અને દુઃખથી જ ઉત્પન્ન થનારા એવા વિષયસુખને ઇચ્છે છે. જેના વિવેચન- “સમતાભાવ” એ જીવને સ્વાભાવિક આનંદ આપનારો પરમગુણ છે. સમતાભાવમાં રહેનારા જીવને કોઈ તરફ આકર્ષાવાનું કે તણાવાનું સંભવતું નથી. તેથી જ સર્વધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ સમતાભાવની પ્રાપ્તિ છે. આવા પ્રકારનો સમતાભાવ એ શુદ્ધ આત્મધર્મ છે. સમતાના સુખની તુલના બાહ્યભાવો સાથે કરી શકાતી નથી. સંસારમાં જે સુખી કહેવાય છે, તે ઈન્દ્ર-ચક્રવર્તી કે વિશિષ્ટ કોટિના દેવો (અનુત્તરવાસી દેવો) પણ રાગ અને દ્વેષના પરિણામજન્ય દુઃખોથી ભરેલા છે. તેઓ પણ રાગદ્વેષાદિથી થનારા મોહજન્ય અનેક પ્રકારના દુઃખોથી ડૂબેલા છે. સુખના બાહ્ય સાધનો વિનાના સાધુ મહાત્માને સમતાભાવનું અપાર સુખ હોય છે. તે સમતાભાવના સુખમાં રાચતા મુનિ મહાત્માઓ અનુત્તરવાસી દેવોના સુખને પણ ઓળંગી જાય છે. કર્મોની નિર્જરા કરી આત્મગુણોના અપરિમિત સુખને પામે છે. પરંતુ જે જીવો અજ્ઞાની છે, આત્મતત્ત્વના સુખના અજાણ છે. કેવળ વિષયસુખોમાં જ રાચે-માચે છે, તેવા અજ્ઞાની જીવો સમતાગુણના Page #171 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૭૧ પારમાર્થિક સુખથી વિમુખ થયા છતા પાંચ ઇન્દ્રિયજન્ય વિષયોમાં સુખ માને છે અને તેમાં જ સુખ શોધે છે. ઇન્દ્રિયજન્ય સુખ પ્રાપ્તિ માટે ધન અવશ્ય જોઈએ જ, તેથી ધન મેળવવા માટે હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહાદિ અઢારે પાપસ્થાનકોનું સેવન કરે છે. કામની વાસનામાં આસક્ત થઈને પરસ્ત્રીગમન જેવું પાપ પણ કરે છે. તેનાથી આ લોકમાં વધ-બંધન અને અપયશનાં દુઃખો પામે છે તથા પરભવમાં નરક-નિગોદ અને તિર્યંચગતિ પામીને વિવિધ દુઃખો જ પ્રાપ્ત કરે છે. યાતનાઓ અને પીડા જ પામે છે. આ વિષયસુખો દુ:ખોથી જ મળે છે અને મળ્યા પછી પણ દુઃખો જ આપે છે. આ રીતે વિષયસુખ તે દુ:ખે પ્રાપ્ત કરવા લાયક અને દુઃખને જ આપનારૂં છે. અજ્ઞાની જીવો મોહની તીવ્રતાના કારણે આ વાતને સમજી શકતા નથી. ।।૧।। कषाया विषया दुःखमिति वेत्ति जनः स्फुटम् । तथापि तन्मुखः कस्मात् धावतीति न बुध्यते ॥२॥ - ગાથાર્થ – “કષાયો અને વિષયો દુઃખસ્વરૂપ છે” આમ સર્વ બુદ્ધિશાળી જીવો સ્પષ્ટ જાણે છે, તો પણ આ જીવ તેની સન્મુખ કેમ દોડે છે તે સમજી શકાતું નથી. ॥૨॥ વિવેચન – સંસારમાં રહેલા સર્વે પણ જીવો સુખ માત્રને ઇચ્છે છે. દુઃખને કોઈ ઇચ્છતું નથી. કહ્યું છે કે - “સર્વે નીવા: સુમિર્ઝાન્ત, ૩:વું નેતિ માનવ:' અને સદાકાળ સુખ મેળવવા માટે જ પ્રયત્ન કરે છે, તો પણ પાંચે ઇન્દ્રિયોના વિષયો અને તેની પ્રાપ્તિ માટે કરાતા કષાયો એ તાપ-સંતાપ અને ત્રાસ જ ઉત્પન્ન કરે છે અર્થાત્ દુઃખ જ આપનારા બને છે.’’ સંસારમાં પણ આવા જ અનુભવો થાય છે. વિષયોની પ્રાપ્તિ માટે પણ ઘણાં દુ:ખો વેઠવાં પડે છે. વિષયો પ્રાપ્ત થાય ત્યારે પણ તે વિષયો લૂંટાઈ ન જાય, ચાલ્યા ન જાય તે માટે Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તૃતીય પ્રસ્તાવ યોગસાર આ જીવ સદા ભયભીત અને દુઃખી જ હોય છે. છતાં કાળ પાકતાં તે વિષયોનો અવશ્ય વિયોગ થાય જ છે. ત્યારે પણ અવશ્ય દુઃખ થાય છે. આમ વિષયો પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત થયેલામાં અને વિયોગમાં અવશ્ય દુઃખ જ આપે છે, તો પણ આ જીવ તે જ વિષયોનું સેવન સુખ પ્રાપ્તિ માટે કરે છે. જ્યાં સુખનો અંશમાત્ર પણ નથી, પણ દુઃખના ડુંગરો જ છે. તેને સુખ માની આ જીવ તેની પાછળ દોડે છે. ક્રોધાદિ કષાયોને ઉત્પન્ન કરનારા જ આ વિષયો છે. તીવ્ર કષાયો કરાવવા દ્વારા આ કષાયો સ્વ-પરનું અહિત-અકલ્યાણ જ કરનારા છે. પરભવમાં પણ દુર્ગતિનાં અનેક દુઃખો જ આપનારાં છે. છતાં મોહનીયકર્મને આધીન થયેલા જીવો રાગાદિના કારણે વિષયોની પ્રાપ્તિ માટે આંધળી દોટ મૂકે છે. રાત-દિવસ જોયા વિના મનગમતા વિષયો મેળવવા અને તેના ઉપાય રૂપે ધન પ્રાપ્તિ કરવા દેશ-પરદેશગમન કરે છે. રાત ઉજાગરા વેઠે છે. ન કરવા જેવાં કામો કરે છે. આમ નજરે દેખાય છે. આ રીતે દુઃખકારી અને દુઃખોથી જ પ્રાપ્તિ છે જેની એવા આ વિષયસુખો માટે આ જીવ આટલો બધો પ્રયત્ન કેમ કરતો હશે ? તે સમજી શકાતું નથી અર્થાત મોહાંધતા એ જ તેમાં મુખ્ય કારણ હોય એમ લાગે છે. રા. सर्वसङ्ग-परित्यागः सुखमित्यपि वेत्ति सः । सन्मुखोऽपि भवेत् किं न, तस्येत्यपि न बुध्यते ॥३॥ ગાથાર્થ - “સર્વ પ્રકારના સંગનો ત્યાગ કરવો” તેમાં જ સુખ છે. આવું તે જીવ જાણે છે તો પણ તે સર્વ સંગના ત્યાગ તરફ આ જીવ કેમ જતો નથી ? તે સમજાતું નથી. //all વિવેચન - પાંચ ઇન્દ્રિયો દ્વારા કરાતું વિષયસેવન ક્ષણિક સુખ ભલે આપતું હોય, પરંતુ દુઃખોની પરંપરા ઉભી કરે છે. જે વિષયો પ્રાપ્ત Page #173 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૭૩ કરવામાં ઘણાં દુ:ખો સહન કરવાં પડે છે, ત્યારે જ ધનાદિની પ્રાપ્તિ દ્વારા તે સુખો મેળવાય છે અને તે પણ અલ્પકાળ માત્ર ટકનારાં છે. તેના વિયોગમાં પણ તે સુખો ઘણું જ દુઃખ આપનારાં બને છે, માટે વિષયો અને કષાયોનું સેવન માત્ર દુઃખરૂપ જ છે. આમ જાણતા એવા પણ મનુષ્યો મોહાધીન થયા છતા વિષયોના સુખને સેવે છે. તેના માટે ધન ઉપાર્જન અને તેના દ્વારા વિષયોનો સંગ કરે છે. આ જીવ મોહને આધીન થયો છતો સર્વ સંગનો ત્યાગ સુખદાયી છે. આમ જાણવા છતાં પણ તે સર્વ સંગનો ત્યાગ કરતો નથી. ત્યાગની સન્મુખ પણ જતો નથી. વિષયોની પ્રાપ્તિ કરવામાં જ રચ્યો-પચ્યો રહે છે. ત્યાગની તરફ જરા પણ પગ ભરતો નથી. એનું કારણ ન વૈધ્યત=સમજી શકાતું નથી. સામે ઝેરી સર્પ છે. એમ જાણવા છતાં તેની સામે જ જાય તે કેમ બુદ્ધિમાં બેસે ? તેવું જ અહીં સમજવું. મોહાંધતાનું જ આ ફળ છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ત્યાગનું ફળ સુખ છે અને ભોગનું ફળ દુઃખ છે. આમ આ જીવ જાણે છે, છતાં ભોગોનો ત્યાગ કરીને ત્યાગનો માર્ગ સ્વીકારવા આ જીવ તૈયાર થતો નથી. સમતાગુણની સાધના અને સિદ્ધિ કરવા જીવો ઇચ્છા ધરાવતા નથી. ભોગોના ત્યાગથી સાચું સુખ પ્રાપ્ત થાય છે. આમ જાણવા છતાં પણ ભોગોનો ત્યાગ પ્રાપ્ત કરવો ઘણો જ દુષ્કર છે. કેટલાક જીવો બહારથી ભોગોનો ત્યાગ કરવાનું ઇચ્છવા છતાં અંતરમાં ભોગોની તૃષ્ણા હોવાથી સાચા ત્યાગી બની શકતા નથી. વિષયો અને કષાયોનું સ્વરૂપ જ દુઃખમય છે. આમ જાણીને સમજીને તેનો ત્યાગ કરનારા વિરલ મહાત્માઓ જ હોય છે. જેઓ વિષય અને કષાયોની વાસનાથી દૂર રહે છે. તેઓ જ સમતા અને સમાધિનું પારમાર્થિક સુખ પામે છે. IIII Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તૃતીય પ્રસ્તાવ યોગસાર सूक्ष्माः सूक्ष्मतरा भावाः, भिद्यन्ते सूक्ष्मबुद्धिभिः । एतद् द्वयं तु दुर्भेद्यं, तेषामपि हि का गतिः ॥४॥ ગાથાર્થ - અતિશય સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો વડે અતિશય સૂક્ષ્મભાવો અને સૂક્ષ્મતરભાવો પણ જાણી શકાય છે. તેવા બુદ્ધિશાળી જીવોને પણ આ વિષય અને કષાયો ભયંકર છે. આવું જ્ઞાન દુ:ખે થાય છે. તેથી તેવા જીવોની (વિષય-કષાયોની ભયંકરતાને ન જાણનારા જીવોની) ખરેખર શું ગતિ થશે? (મહાભયંકર દુર્ગતિમાં જશે.) I/૪ll વિવેચન - જે જે પદાર્થો અતિશય સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોય કે જેને જાણવા સામાન્ય માણસ સમર્થ ન હોય તેવા સૂક્ષ્મ અને સૂક્ષ્મતર ભાવોને જે મહાત્માઓ જાણી શકે છે, એવી સૂક્ષ્મતર બુદ્ધિ જેની છે તેવા સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્યો પણ “વિષય-કષાયોનો સંગ અતિશય દુ:ખદાયી છે” આમ જાણવા છતાં વિષયો સેવે છે અને કષાયોને કરે છે અને કષાયોને આધીન બની જાય છે. તથા જે સમ્યગ્દષ્ટિ જીવો છે તે જીવો “સર્વ સંગનો ત્યાગ સુખદાયી છે” આમ જાણવા છતાં પણ વિષયોથી વિમુખ બનતા નથી અને કષાયોને ત્યજતા નથી. વિષય-કષાયોમાં જ રચ્યા પચ્યા રહે છે. ચોથા ગુણસ્થાનકવાળા જીવો સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિષય-કષાયોને આધીન થયા છતા મહાયુદ્ધો કરે છે. રાજ્યાદિની પ્રાપ્તિ માટે ઘણો સંહાર અને માયા-કપટ આદિ કષાયો પણ કરે છે. આવા જીવો મોહની વાસનાના લીધે વિષય-કષાયો ત્યજી શકતા નથી, પરંતુ સમ્યગ્દષ્ટિ હોવાથી સૂક્ષ્મતર યથાર્થ જ્ઞાન હોવાના કારણે તેઓનું હૃદય વૈરાગ્યવાસિત હોય છે. તેથી તેવા સમ્યગ્દષ્ટિ આત્માઓને વિષય-કષાયોની ભયંકરતા જણાઈ હોવાથી તેમાં આસક્તિ થતી નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૭૫ પરંતુ અન્ય જીવોને (મિથ્યાર્દષ્ટિ જીવોને) વિષય-કષાયોના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન હોવાથી, તેની અનર્થકારિતાનું યથાર્થ ભાન ન હોવાથી મનગમતા ઇષ્ટવિષયોમાં રાગ અને અણગમતા-અનિષ્ટ વિષયોમાં દ્વેષ કરીને નવાં ઘણાં ચીકણાં કર્મોનો બંધ કરે છે અને તેના કારણે સંસારમાં ઘણું ભટકે છે. આ કારણે વિષય અને કષાયોની ભયંકરતા સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવો વડે પણ જાણી શકાતી નથી. ।।૪। अपराधाक्षमा क्रोधो, मानो जात्याद्यहंकृतिः । તોમ: પાર્થતૃષ્ણા ત્ર, માવા પટત્રેષ્ટિતમ્ ॥ ગાથાર્થ - અપરાધોની ક્ષમા ન માગવી અથવા ક્ષમા ન આપવી તે ક્રોધ કહેવાય, જાતિ આદિનો જે અહંકાર તે માન જાણવો. પદાર્થોની તૃષ્ણા-ભૂખ તે લોભ જાણવો અને કપટપૂર્વકની જે ચેષ્ટા તે માયા જાણવી. ॥૫॥ જે વિવેચન – વિષયોનો અનુરાગ અને ક્રોધાદિ ચારે કષાયો સમતાયોગના અત્યંત વિરોધિ તત્ત્વો છે. તેથી તેને જાણી લેવા અતિશય જરૂરી છે. જેથી આપણું જીવન જોખમાય નહીં, જેમ સાપને જાણવો જરૂરી છે, તેમ આત્મકલ્યાણના અવરોધક ભાવોને પણ જાણવા જોઈએ કે જેથી આ જીવ આત્મકલ્યાણમાં છેતરાય નહીં. ત્યાં ચારે કષાયોનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે - ક્રોધ-બીજા જીવોએ આપણા પ્રત્યે નાનો અથવા મોટો કોઈ અપરાધગુન્હો કર્યો હોય તો તેને ગળી ન જવો. ન ખમી ખાવું. પરંતુ ગુસ્સો કરવો તે ક્રોધ કહેવાય છે. સામેની વ્યક્તિ પ્રત્યે જે અણગમો પેદા થયો, તે ક્રોધ કહેવાય છે. ક્યારેક આ ક્રોધ બહારથી દેખાય તેવો હોય છે અને ક્યારેક બહારથી ન દેખાય પણ હૃદયની અંદર સામેની વ્યક્તિ Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર પ્રત્યે અણગમો-નાખુશીભાવ ચાલુ હોય છે, તે સઘળો ક્રોધ કહેવાય છે. તે ક્રોધના કારણે સામેની વ્યક્તિ પ્રત્યે પ્રીતિભાવ-મૈત્રીભાવ થતો નથી. આ ક્રોધનો વિજય કરવા માટે આપણો જેણે અપરાધ કર્યો છે, તેને ક્ષમા આપવી. તેમજ આપણે સામેની વ્યક્તિ તરફ જે અપરાધો કર્યા હોય, તેની ક્ષમા માગવી. તે ક્રોધનો વિજય કર્યો કહેવાય છે. આમ કરવામાં જ શ્રી જિનેશ્વરપ્રભુની આજ્ઞાનું પાલન છે. વંદિત્તાસૂત્રમાં જ કહ્યું છે કે - सव्वे जीवा खमन्तु મે खामि सव्वजीवे, मित्ती मे सव्वभूएसु, वेरं मज्झं न केाइ ॥४९॥ સર્વે પણ જીવોને હું ખમાવું છું, સર્વે પણ જીવો મને ક્ષમા આપો. મારે સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈની પણ સાથે વૈરભાવ નથી. આમ મૈત્રીભાવ કરવો તે ક્રોધને જીતવાનો ઉપાય છે. આ ક્રોધ મંદ, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ એમ ચાર પ્રકારનો છે. તેને જૈન શાસ્ત્રોમાં સંજવલન, પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય અને અનંતાનુબંધી કહેવાય છે. માન - અહંકાર, પોતાની જાતને મોટી માનવી, આ માનને અભિમાન પણ કહેવાય છે. તે માન આઠ જાતિનું છે. (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) ઋદ્ધિ, (૬) શ્વેત, (૭) લાભ, (૮) તપ - આ આઠમાંનો જે ભાવ આપણને પ્રાપ્ત થયો હોય તેની મોટાઈ માણવી. બીજાને તુચ્છ ગણવા તે માન સમજવું. મારી જાતિ, મારૂં કુલ ઘણું ઉંચુ છે, અમે ઉંચી જાતિના છીએ, આવું મનમાં અહંકાર રાખવો. મારામાં શારીરિક બળ ઘણું જ છે. હું બાહુબલી જેવો છું. આમ બળનું અભિમાન કરવું તથા હું ઘણો જ શૂરવીર છું, આમ માનવું તે બળનું અભિમાન કહેવાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ યોગસાર તૃતીય પ્રસ્તાવ તથા હું રૂપવાન-સૌંદર્યવાન છું, મારું રૂપ ઇન્દ્ર તુલ્ય છે. આ રૂપનું અભિમાન કહેવાય છે. મારી પાસે રાજય-ઋદ્ધિ-સમૃદ્ધિ ઘણી છે. કુબેર જેવી ધનસંપત્તિ છે. હું ઘણો જ પુણ્યશાળી છું, મારે ઘરે પગલે પગલે નિધાન નીકળે છે. હું જે વ્યવસાય કરું, તેમાં લાખોની સંપત્તિ મને મળે છે. આવી મનની માન્યતા તે લાભનો મદ સમજવો. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થતાં વધારે શ્રુતજ્ઞાન પ્રગટ થયું હોય તો તેનું અભિમાન કરવું. મારા જેવો કોઈ જ્ઞાની નથી, હું જ મહાન ઋતધર છું, ગીતાર્થ છું. આવી મનની માન્યતા છે શ્રુતનું માન કહેવાય છે. એવી જ રીતે ધનાદિનો લાભ થયો હોય, તો તેનું અભિમાન કરવું તથા શરીરથી ઘણો તપ થઈ શકતો હોય તો તપનું અભિમાન કરવું. આમ આઠ જાતિનો મદ છે, તે ન કરવો પણ તેને જીતવો. જેણે જેણે જે જે અહંકાર કર્યા છે, તે તે જીવો તે તે ગુણની શક્તિ હારી ગયા છે માટે આઠે જાતિના મદ આત્મતત્ત્વને હાનિ કરનારા છે. આમ સમજીને મદનો ત્યાગ કરવો. માયા – છળ-કપટ-પ્રપંચ-હૈયામાં જુદા ભાવ અને મુખમાં જુદા ભાવ. આ માયા કહેવાય છે. માયા કરવાથી પરભવનું તિર્યંચનું આયુષ્ય બંધાય છે તથા ત્રણ વેદમાં સ્ત્રીવેદકર્મ બંધાય છે. આ લોકમાં પણ માયાવી માણસનો કોઈ વિશ્વાસ કરતું નથી. તેથી સર્વત્ર અવિશ્વાસને યોગ્ય આ જીવ બને છે. સર્વે પણ મિત્રો આદિ વડે આ જીવ ત્યજાય છે. શ્રી મલ્લિનાથ પરમાત્માના જીવે બીજા મિત્રો સાથે ગયા ભવમાં માયા કરવા પૂર્વક વિશેષ તપ કર્યું. જેનાથી તીર્થકર જેવી ઉત્તમ અવસ્થા પામવા છતાં સ્ત્રી બન્યા. આમ સમજીને માયાનો ત્યાગ કરવો. જ્યાં જ્યાં માયા થાય છે, ત્યાં ત્યાં માયાની સાથે મૃષાવાદ પણ શરૂ થાય જ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તૃતીય પ્રસ્તાવ યોગસાર છે. માયા અને મૃષાવાદ શરૂ થતાં બીજાં પણ અનેક પ્રકારનાં પાપો શરૂ થાય છે. પાપો કરીને પણ માયાવી જીવ તે પાપને છૂપાવે છે, તેથી તેને માયાશલ્ય કહેવાય છે. જેમ પગમાં લાગેલો કાંટો અનેક જાતની પીડા કરે છે, તેમ આ માયા પણ આ જીવને આ ભવ પરભવમાં ઘણી પીડા કરનાર બને છે. મુમુક્ષુ જીવોએ આ માયાનો ત્યાગ કરીને સરળ સ્વભાવી બનવું. પોતાની થયેલી ભૂલો છૂપાવ્યા વિના ગુરુજીની પાસે નિખાલસતાપૂર્વક પ્રગટ કરીને આલોચના લેવી. આલોચના કરનારો જીવ વધારે સરળ હોય તો જ પોતાના પાપોનો નાશ કરનાર બને છે. જો માયા (કપટ)પૂર્વક આલોચના કરવામાં આવે તો લક્ષ્મણા સાધ્વીજીની જેમ ભવમાં ભટકવાનું જ રહે છે. તેથી માયા-કપટનો ત્યાગ કરી સરળતાપૂર્વક કાર્ય કરવું. જ્યાં સરળતા ગુણ હોય છે, ત્યાં ત્યાં સમતા અવશ્ય પ્રગટે છે. સમતાગુણનો અર્થી જીવ હંમેશાં ક્ષમા-નમ્રતા અને સરળતા પોતાનામાં લાવવાનો સતત અભ્યાસ કરે છે. લોભ પોતાના આત્માના ગુણો વિના અન્ય પ૨પદાર્થોની મેળવવાની ઇચ્છા તેને લોભ કહેવાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું છે કે - - परस्पृहा महादुःखं, निःस्पृहत्वं महासुखम् । તવુń સમાસેન, લક્ષળ સુદ્ધદુ:યો: ॥ (જ્ઞાનસારાષ્ટક) ગાથાર્થ - આ લોભ અનેક પરપદાર્થોની આસક્તિ કરાવે છે. લોભ સર્વ પાપોનું મૂળ છે. આ જીવનમાં સર્વે પણ દોષો લોભથી જ થાય છે. લોભને અતિશય પરવશ થયેલો જીવ નરક-નિગોદાદિ દુર્ગતિમાં જ વધારે ભટકે છે. લોભને પરવશ થયેલો જીવ સદાકાળ લાલચુ થઈને માંગ્યા જ કરતો હોય છે. આપવાની ભાવના તો ક્યારેય પણ થતી નથી. લોકોમાં પણ સદા માગનારો જીવ હલકો ગણાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૭૯ પરપદાર્થોની તૃષ્ણા એ વિષની વેલડી તુલ્ય છે. જેમ વિષપાન કરવાથી મુખ શોષાય છે. તેમ લોભને વશ થયેલો જીવ પણ મુખશોષને પામે છે. દીન-અનાથ અને લાચાર બને છે અને વસ્તુ મળતાં મૂર્છાઆસક્તિ વધે છે. માટે સમ્યજ્ઞાન દ્વારા આ લોભરૂપી વિષવેલડીનો સાધકે નાશ કરવો જોઈએ. આ ચારે કષાયોથી દૂર રહેનારા જે મુનિ છે તે સાચા મુનિ જાણવા. આવા મુનિઓ પોતાનું સન્માન કરનારા કે નિંદા કરનારા એમ બન્ને ઉપર સમભાવ રાખનારા હોય છે. ઘણા ગામોના ભક્ત લોકો વંદન કરવા આવે તો પણ મનમાં ફુલાતા નથી અને સારા ચારિત્રના કારણે લોકોમાં તેઓની પ્રશંસા થતી હોય તો પણ ક્યારેય પોતાનો ઉત્કર્ષ સમજતા નથી અને માનમાં આવી જઈને બીજા મુનિઓની ક્યારેય અવહેલના કરતા નથી. પોતાના મુખે પોતાનાં કુળ-ગોત્ર, નામ કે સંસારી સગપણ ઉચ્ચારતા નથી. આમ લોભાદિ કષાયોને જીતીને આ આત્મા નિઃસ્પૃહ બને છે. //પી. शब्दरूपरसस्पर्शगन्धाश्च मृगतृष्णिका । दुःखयन्ति जनं सर्वं सुखाभासविमोहितम् ॥६॥ ગાથાર્થ – શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ - આ પાંચે પુગલ દ્રવ્યના ગુણો છે. તે ઝાંઝવાના જળતુલ્ય છે. આ પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો છે. તેમાં સુખ માની મોહાંધ બનેલા સર્વે પણ જીવોને આ પુદ્ગલના ગુણો દુ:ખી દુ:ખી કરે છે. //દી વિવેચન - રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દ આ પાંચે પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. શરીરમાં રહેલી પાંચ ઇન્દ્રિયો તે તે ગુણોને જાણે છે. જાણવા દ્વારા આ જીવ તે તે ગુણોમાં મોહાંધ થયો છતો અનુકૂળ પદાર્થોમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તૃતીય પ્રસ્તાવ યોગસાર રાગબુદ્ધિ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વેષબુદ્ધિ ઉત્પન્ન કરે છે. તેમાં પણ ચક્ષુરિન્દ્રિય રૂપગુણમાં, રસનેન્દ્રિય રસગુણમાં, ધ્રાણેન્દ્રિય ગંધગુણમાં, સ્પર્શનેન્દ્રિય સ્પર્શગુણમાં અને શ્રોત્રેન્દ્રિય શબ્દગુણમાં અતિશય આસક્ત બની છતી રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે અને તેનાથી ક્રોધાદિ ચારે કષાયો આવે છે અને જીવનું ચારિત્ર બગાડે છે. સર્વે પણ જીવોને આ પાંચ ઇન્દ્રિયો, પાંચ વિષયો અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિમાં થતા કષાયો આ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. શબ્દાદિ પાંચ વિષયો ઝાંઝવાના જળ સમાન છે. જેમ ઝાંઝવાનું જળ “ત્યાં પાણી છે” એવી બુદ્ધિ કરાવીને આ જીવને દોડાવે છે, અને આ જીવ પાણી સમજીને જેમ જેમ દોડે છે, તેમ તેમ તે પાણી દૂર દૂર જ દેખાય છે. આખરે આ જીવ થાકે છે અને દુઃખી દુઃખી થાય છે, પણ વાસ્તવિક પાણી ન હોવાથી આ જીવ ત્યાં પાણી મેળવી શકતો નથી, તેમ પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો આવાં જ છે. તેમાં સુખનો આભાસ માત્રા કરાવી આ જીવને મોહાંધ કરે છે. આ પાંચે વિષયો જેમ જેમ આ જીવને મળે છે, તેમ તેમ તે તે વિષયોનો અનુભવ કરતાં તૃપ્તિ થતી નથી. પણ વધારે ને વધારે વિષયોની ભૂખ જ જાગે છે. વિષયોનો અનુભવ કરવા છતાં તેમાં સદા અતૃપ્તિ જ વધે છે અને અતૃપ્તિની આગ જળે છે અને પ્રાપ્ત વિષયોને ભોગવવાથી તથા અપ્રાપ્ત વિષયોની ભૂખરૂપી આગથી સદાકાળ આ જીવો આ લોકમાં અનેક પ્રકારનાં દુ:ખો-શારીરિક રોગો-પીડા જ પામે છે અને પરલોકમાં પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ નરકગામી થઇને ભયંકર દુ:ખો જ પામે છે. માટે આ વિષયોનો વિશ્વાસ કરવા જેવો નથી. /// नोपेन्द्रस्य न चेन्द्रस्य, तत्सुखं नैव चक्रिणः । साम्यामृतविनिर्मग्नो, योगी प्राप्नोति यत्सुखम् ॥७॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૮૧ ગાથાર્થ - “સમતાયોગમાં એકાકાર બનેલા યોગી મહાત્માને જે સુખ છે. તે સુખ સામાનિક દેવને, ઇન્દ્રને કે ચક્રવર્તી રાજાને પણ સંભવતું નથી. //ના” વિવેચન – પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત કરવામાં અથાગ પ્રયત્ન કરવો પડે છે. ઘણાની લાચારી ભોગવવી પડે છે. દાસની જેમ રહેવું પડે છે નોકરી કરવી પડે છે, ઘણાંને ભાઇ-સાબ-બાપા કરવા પડે છે. આ રીતે પ્રથમ તો વિષયો મેળવવામાં ઘણું દુ:ખ છે. તથા પ્રાપ્ત થયેલા તે વિષયોને સાચવવામાં પણ ઘણી જ મહેનત ઉઠાવવી પડે છે. છતાં તેનો જયારે વિયોગ થાય છે, ત્યારે અપાર દુ:ખનો જ અનુભવ થાય છે. આ રીતે પાંચે ઇન્દ્રિયોના પાંચ વિષયો પ્રાપ્ત કરવામાં અને પ્રાપ્ત થયા પછી તેને સાચવવામાં અને કાળાન્તરે થતા વિયોગમાં એમ ત્રણે કાળે દુ:ખ જ આપનારા છે. જે જે જીવો તે વિષયસુખમાં સુખબુદ્ધિ કરે છે, તેનું ફળ વિષ કરતાં પણ ભયંકર છે. વિષ જે ભવમાં લેવામાં આવે તે એક જ ભવમાં મૃત્યુ કરાવે છે. જ્યારે વિષયો તો આસક્તિના જોરે ભવોભવમાં મૃત્યુ કરાવે છે. આ કારણે જ વિવેકી આત્માઓ વિષયસુખોનો ત્યાગ કરીને આત્માના ગુણોના સુખમાં જ લયલીન રહે છે અને તે માટે જ સંસારનો ત્યાગ કરી સંયમ ગ્રહણ કરીને પરમાત્માએ બતાવેલા જીવાદિ નવે તત્ત્વોનું જ ચિંતન-મનન કરે છે. તેમાં જ જીવન લયલીન કરે છે. પરમાત્માને ધ્યાનમાં મગ્ન બની આ આત્મા આત્મસમાધિમાં લીન થયો છતો પરમ આનંદનો અનુભવ કરે છે. સમતાના સાગરમાં ડૂબેલા તે આત્માને જે આત્મિક સુખનો અનુભવ થાય છે, તે સુખ ચક્રવર્તીને, વાસુદેવને, ઈન્દ્રને કે ઉપેન્દ્ર (સામાનિકદેવને) પણ હોતું નથી. કારણ કે આત્મિક ગુણોનો જે આનંદ છે તે સ્વાભાવિક છે. પરની અપેક્ષા વિનાનો , સ્વતંત્ર છે, જ્યારે પાંચ ઇન્દ્રિયોના વિષય Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તૃતીય પ્રસ્તાવ યોગસાર સુખનો આનંદ ક્ષણમાત્ર પૂરતો જ હોય છે. કલ્પનાજન્ય જ સુખ હોય છે. પરમાર્થે તો સંયોગ-વિયોગમાં દુઃખો જ હોય છે. ત્યાં સુખનો આભાસ માત્ર જ છે. ઝાંઝવાના જળ જેવું ભ્રમાત્મક માત્ર સુખ છે. પારમાર્થિક સુખ નથી જ. આ તત્ત્વનો પારમાર્થિક રીતે વિચાર કરવો અતિશય જરૂરી છે. તેથી रागोऽभीष्टेषु सर्वेषु, द्वेषोऽनिष्टेषु वस्तुषु । क्रोधः कृतापराधेषु, मानः परपराभवे ॥८॥ लोभः परार्थसंप्राप्तौ, माया च परवञ्चने । गते मृते तथा शोको, हर्षश्चागतजातयोः ॥९॥ अरतिविषयग्रामे, याऽशुभे च शुभे रतिः । चौरादिभ्यो भयं चैव, कुत्सा कुत्सितवस्तुषु ॥१०॥ वेदोदयश्च संभोगे, व्यलीयेत मुनेर्यदा । अन्तः शुद्धिकरं, साम्यामृतमुज्जृभते तदा ॥११॥ ગાથાર્થ - મનગમતી ઇષ્ટ વસ્તુઓ પ્રત્યે આ જીવને રાગ હોય છે અને અણગમતી વસ્તુઓ પ્રત્યે દ્વેષ હોય છે. જે જીવે આપણો અપરાધ કર્યો હોય તેના ઉપર ગુસ્સો-ક્રોધ થાય છે. પર વ્યક્તિનો પરાભવ કરવામાં માન અથવા પર વ્યક્તિથી આપણો પરાભવ થાય ત્યારે માન ઉત્પન્ન થાય છે. //૮ અન્ય વ્યક્તિના ધનની પ્રાપ્તિ થયે છતે લોભ, અન્યને છેતરવા માટે કરાતી માયા-કપટ-જૂઠ, કોઈ પણ વસ્તુ ખોવાયે છતે અથવા નિકટના સગપણવાળું કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે છતે થતો શોક, કિંમતી વસ્તુની પ્રાપ્તિ થયે છતે તથા પુત્ર જન્માદિનો લાભ થયે છતે થતો હર્ષ. કા. Page #183 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૮૩ અશુભ વિષયોનો . સમૂહ પ્રાપ્ત થયે છતે થતી અરિત અને શુભ વિષયોના સમૂહ પ્રાપ્ત થયે છતે થતી રિત, ચોર-લૂંટારા આદિથી થતો ભય તથા દુર્ગંછનીય વસ્તુઓ તરફ થતી જુગુપ્સા. ।।૧૦। યોગસાર સંભોગ ક્રિયામાં થતો વેદોદય, આ સર્વે મોહના વિકારો છે. ત્યાગી એવા મુનિને આ સર્વે પણ વિકારો જ્યારે નાશ પામે છે, ત્યારે જ આત્માની આત્યંતિક શાંતિને કરનારૂં સમતાભાવ રૂપી અમૃત પ્રગટ થાય છે અને તે અમૃત ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ।।૧૧। વિવેચન – “સમભાવદશા” એ આત્મતત્ત્વ પામવાનો પરમ ઉપાય છે. રાગ-દ્વેષ આદિ ભાવો આત્માના અધ્યવસાયને મલીન કરનારા તત્ત્વો છે. તેથી રાગ-દ્વેષ આદિ દોષોને જીતવા જ જોઈએ. તેથી ગુરુજીની નિશ્રામાં રહેનારા મુનિ જૈન આગમોનો અભ્યાસ કરતા કરતા અભ્યાસના કારણે તથા ગુરુજીની નિશ્રાના કારણે રાગાદિ દોષોને જીતે છે અને મુનિ જીવનનો વધારે વિકાસ કરનારા એવા ક્ષમા આદિ દશવિધ મુનિધર્મોનું નિરંતર પાલન કરે છે. જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારોનું સારામાં સારૂં પાલન કરે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને આત્મસાત્ કરે છે. આવું શ્રેષ્ઠ ગુણમય જીવન જીવવાના કારણે જ રાગાદિ દોષોનો નાશ થવાથી અંતર આત્માને અતિશય નિર્મળતા આપનારી પરમ સમતા આ જીવમાં પ્રગટે છે. તે સમતારસ રૂપી અમૃતનું પાન કરવાથી મુનિના જીવનમાં ઘણો પલટો આવી જાય છે. ગમે તેવી મનગમતી વસ્તુઓનો સંયોગ થાય અથવા ચારે બાજુથી માનાદિની પ્રાપ્તિ થાય તથા સાનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય તો પણ અલ્પ માત્રાએ પણ રાગાદિ કષાયોનો પ્રાદુર્ભાવ થતો નથી. તથા અનિષ્ટ વસ્તુઓ સામે આવી ચડે અથવા પ્રતિકૂળ સંજોગો ઉભા થાય તો પણ ક્યારેય પણ અણગમો-દ્વેષ થતો નથી, પરંતુ બન્ને પ્રસંગોમાં આ મુનિ મહારાજ સમભાવમાં જ વર્તે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તૃતીય પ્રસ્તાવ યોગસાર ૧. ઇષ્ટ વસ્તુઓમાં પ્રીતિ કરવી તે રાગ ૨. અનિષ્ટ વસ્તુઓમાં અપ્રીતિ કરવી તે દ્વેષ ૩. આપણો જેણે અપરાધ કર્યો હોય તેના ઉપર ગુસ્સો કરવો તે ક્રોધ ૪. અન્યનો પરાભવ કરવો અથવા અન્ય તરફથી પરાભવ થાય ત્યારે અભિમાન રાખવું. તે માન ૫. પરની સંપત્તિ પ્રાપ્ત કરવાની ઇચ્છા તે લોભ અન્યને છેતરવાની જે બુદ્ધિ તે માયા ૭. કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા નિકટની સગી વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે રડવું. ઉદાસીન થવું તે શોક. ૮. મૂલ્યવાન વસ્તુના આગમનમાં અને પુત્રાદિના જન્માદિમાં હર્ષ વિશેષ થવો તે હાસ્ય. અણગમતા પાંચ ઇન્દ્રિયોના વિષય પ્રાપ્ત થયે છતે જે અપ્રીતિ થાય તે અરતિ. ૧૦. ગમતા એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયે છતે જે પ્રીતિ થાય તે રતિ. ૧૧. ચોર-લૂંટારા-વાઘ-સિંહ આદિ પ્રાણઘાતક પ્રાણીઓથી જે બીક લાગે છે તે ભય ૧૨. નિંદનીય-હલકી વસ્તુ જોઈને તેના ઉપર જે ઉદ્દેગ (નાખુશીભાવ) થાય છે તે જુગુપ્તા ૧૩ થી ૧૫. સ્ત્રીજીવને પુરુષ સાથે અને પુરુષજીવને સ્ત્રી સાથે જે જે સંભોગ કરવાની ઇચ્છા થાય છે, તે ત્રણ પ્રકારના વેદોદય આમ નવ નોકષાય-ક્રોધ-માન-માયા-લોભ આ ચાર કષાય અને રાગ તથા ષ. આમ પન્નરે પ્રકારના આ કષાયો અને નોકષાયો આત્મસ્વરૂપના ઘાતક છે. મૂળથી જ ત્યજવા જેવા છે, દૂર કરવા જેવા છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૮૫ ત્યાગી-તપસ્વી-જ્ઞાની-ધ્યાની સાચા મહામુનિઓ આ ઉપર કહેલા પન્નરે પ્રકારના દોષોનો નાશ કરવા માટે વધારે ને વધારે પ્રયત્નશીલ બને છે. આવા કષાયો જીવનમાં પ્રગટ ન થાય અને જોર ન કરે તેટલા માટે જ તેવા તેવા સંજોગોથી દૂર રહેવા રૂપ દ્રવ્યચારિત્રને પાળે છે. સ્ત્રી જાતિ પુરુષનો સ્પર્શ પણ ન કરે અને પુરુષ જાતિ સ્ત્રી જાતિનો સ્પર્શ પણ ન કરે. જેથી વિકારવાસના જન્મે નહીં. આમ દ્રવ્યચારિત્ર પાળવા દ્વારા ઉપરોક્ત મોહદશાને જીતીને ઉત્તમ પ્રકારની સામ્યતા જીવનમાં પ્રગટાવે છે અને દિન-પ્રતિદિન તેની વૃદ્ધિ કરે છે. જેનાથી અનુત્તરવાસી દેવોના સુખને પણ તે ઓળંગી જાય છે અર્થાત્ અનુત્તરના સુખ કરતાં પણ સમતાગુણનું સુખ અધિક છે. આવો આ જીવને અનુભવ થાય છે. તે સુખનો સાક્ષાત્કાર થાય છે. II૮-૯-૧૦-૧૧|| एतेषु येन केनापि, कृष्णसर्पेण देहिनः । दष्टस्य नश्यति क्षिप्रं, विवेकवरजीवितम् ॥१२॥ ગાથાર્થ – ઉપર બતાવેલા મોહના જુદા જુદા પ્રકારો રૂપી કાળા સર્પોમાંથી કોઈ પણ એક કાળા નાગ વડે કરડાયેલા જીવનું ઉત્તમ વિવેકદશાના સ્વરૂપવાળું પવિત્ર જીવન તુરત જ નાશ પામે છે. ।।૧૨। વિવેચન ઉપર કહેલા રાગ-દ્વેષ-ક્રોધાદિ ચાર કષાયો અને હાસ્યાદિ નવ નોકષાયો કાળા નાગતુલ્ય છે. જેમ કાળો નાગ (કાળો સર્પ) કરડે તો માણસ તુરત જ મૃત્યુ પામે છે. તેમ આ કષાયોને પરવશ થયેલો જીવ પણ અનેક ભવોના જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. માટે આ કષાયો કાળા ઝેરી નાગ તુલ્ય છે. - આ કષાયો રૂપી કાળા નાગથી ડંખાયેલા જીવો સારાસારના વિવેકને ચૂકી જાય છે. ન કરવાનાં પાપકાર્યો કરે છે અને તારક એવા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર ઉત્તમ કાર્યો ત્યજી દે છે. આ રીતે વિવેકરૂપી ભાવપ્રાણોનો નાશ કરનારા આ કષાયો છે, માટે જ તે કાળા નાગની તુલ્ય છે. મુમુક્ષુ સાધક આત્માઓ સદૂગુરુનો યોગ પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાનનો સતત અભ્યાસ કરીને વિવેકદશાને (ભેદજ્ઞાનને) પ્રાપ્ત કરે છે. શરીરથી આત્મદ્રવ્ય ભિન્ન છે, શરીરનો નાશ થયે છતે આત્માનો નાશ થતો નથી. આવી સત્ય સમજણના પ્રતાપે જ હિંસાદિ (હિંસા-અસત્ય-ચોરીમૈથુન-પરિગ્રહ આદિ) પાપસ્થાનકોને ત્યજી દે છે અને અહિંસા આદિ યથાર્થ ધર્મતત્ત્વનું આલંબન લે છે. શક્ય બને તેટલો ધર્મમાં જ રમનારો તે જીવ થઈ જાય છે. છતાં કોઈકવાર રાગ-દ્વેષાદિ કષાયોનો તીવ્ર ઉદય થતાં વિવેકરૂપી રત્ન ગુમાવી બેસે છે અને કષાયોની માત્રાને પરવશ થયો છતો ચીકણાં કર્મો બાંધે છે. તેથી જ વિવેકી પુરુષોએ નિરંતર સાવધાની રાખવા પૂર્વક અપ્રમત્ત બનીને રાગ-દ્વેષ આદિ સર્વ દોષોનો નાશ કરવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો અતિશય આવશ્યક છે. જો પ્રબળ પુરુષાર્થ કરાય તો વિવેકદશા રૂપી ચિંતામણિ રત્ન ચોરાઈ ન જાય, પરંતુ તેનું સંરક્ષણ થાય. વિવેકદશા જો જાગૃત હોય તો સમ્યગ્દર્શન રૂપી બોધિગુણ પ્રાપ્ત થાય અને સર્વોત્તમ પુરુષ એવા તીર્થંકર પરમાત્મા પ્રત્યે અને તેમના માર્ગે ચાલનારા સાધુ-સંતો પ્રત્યે પ્રકૃષ્ટ-પ્રેમપૂર્વક અહોભાવ પ્રગટ થાય અને આ જીવનો તે માર્ગ તરફ વળાંક શરૂ થાય. તે વળાંક દ્વારા જ પરમાત્મા પ્રત્યે અને સદ્ગુરુ પ્રત્યે ભક્તિભાવ અને બહુમાનનો ભાવ વધે. તેનાથી કર્મોનો ક્ષય કરીને આ જીવ સમાધિસુખની પ્રાપ્તિ કરે છે અને નિર્વાણપદનો ભોક્તા બને છે. I/૧૨/ दुर्विजेया दुरुच्छेदा, एते ऽभ्यन्तरवैरिणः । उत्तिष्ठमाना एवातो, रक्षणीयाः प्रयत्नतः ॥१३॥ Page #187 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૮૭ ગાથાર્થ - ખરેખર આ કષાયો અને નોકષાયો દુઃખે દુઃખે જીતાય તેવા છે અને તેનો ઉચ્છેદ કરવો (સંપૂર્ણ વિનાશ કરવો) પણ અતિશય દુષ્કર છે. આ કારણથી જ ઉત્પન્ન થતાંની સાથે જ તે કષાય-નોકષાયોને ઘણા જ પ્રયત્નપૂર્વક અટકાવવા મહેનત કરવી. ||૧૩ી વિવેચન - રાગાદિ આ કષાયો અને નોકષાયો આત્માના મૂલ ગુણોના નાશક હોવાથી ખરેખર આત્માના અંતરવૈરી (હૃદયની અંદર રહ્યા છતાં વૈરી જેવું કામ કરનાર) છે. માટે તેનાથી અતિશય ચેતીને જ ચાલવું જોઈએ. તે કષાય અને નોકષાયને જીતવા માટે મુનિઓ તો અવશ્ય પ્રયત્ન કરે જ છે, પરંતુ સર્વે જીવોએ (સંસારી જીવોએ પણ) આ કષાયનોકષાયોને જીતવા માટે પ્રયત્ન કરવો જોઈએ. મુનિ મહાત્માઓ લોકોની સાથે અતિશય પરિચય થવાથી રાગ-દ્વેષાદિ કષાયો ન થાય તેટલા માટે જ એક ગામથી બીજે ગામ વિહાર કરે છે. કોઈના પણ પરિચયમાં વધારે પડતા આવતા નથી. વિહાર કરતાં કરતાં ગામમાં આવે છે, પરંતુ બે-ચાર દિવસમાં જેમ જેમ ગામ લોકોનો પરિચય-સંપર્ક થવા લાગે છે. તેમ તેમ તે ગામ છોડીને આગળ આગળ વિહાર કરે છે. જેથી વધારે પરિચય ન થતાં રાગાદિ કષાયો થાય જ નહીં. આ માટે જ ભગવાને નવકલ્પી વિહાર કહેલ છે. તથા પોતાના શરીર ઉપર પણ મમતા-મૂર્છા ન થાય, એટલે સ્નાનાદિથી અને અલંકારોથી શરીરને વિભૂષિત કરતા નથી. પરંતુ ત્યાગ અને દુષ્કર એવા તપ દ્વારા અને સંયમની કઠોર સાધના દ્વારા શરીરને ઓગાળે છે, ઉતારે છે. આ રાગ-દ્વેષ તથા ક્રોધાદિ કષાયો અને નવ નોકષાયોના સંસ્કારો ભવોભવથી પડેલા છે. એટલે અનાદિના છે, રૂઢ છે ઊંડા છે માટે તેનો નાશ દુઃખે દુ:ખે જ થાય છે. તે માટે આ મુનિ મહાત્માઓ કષાયોને જિતવા Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તૃતીય પ્રસ્તાવ યોગસાર પ્રબળ પુરુષાર્થ કરે છે. આયંબિલની વર્ધમાનતપની ૧૦૮ ઓળીઓ કરે છે. ઉગ્ર વિહાર કરે છે. વિજાતીયનો સ્પર્શ પણ કરતા નથી. સ્નાનાદિ દ્વારા થતી શરીરની શોભા અને ટાપટીપનો તો સર્વથા ત્યાગ કરે છે. ભવોભવથી ઊંડા ગયેલા આ રાગાદિ ભાવોનો નાશ કરવા માટે આ જીવને પ્રબળ પુરુષાર્થ આચરવો પડે છે. તેથી મોક્ષાર્થી સાધક આત્માએ આ રાગાદિ કષાયો ઉત્પન્ન થતાં જ રોકવા જોઈએ. તેને અટકાવવા માટે તેના વિરોધી ગુણોનું શરણું લેવું જોઈએ. રાગ અને દ્વેષની સામે વૈરાગ્ય, ક્રોધાદિ ચારે કષાયોની સામે અનુક્રમે ક્ષમા-નમ્રતાસરળતા અને સંતોષ - આવા ગુણોનો આશ્રય સ્વીકારવો જોઈએ. નિરંતર તે ગુણોનો જ અભ્યાસ પાડવો જોઈએ, તો જ આ દોષો જીતી શકાય છે, અન્યથા ભવોભવના સંસ્કાર હોવાથી જીતી શકાતા નથી. આ દૂષિત ભાવોનો જડમૂળથી નાશ કરવા માટે અનિત્યાદિ બાર અને પ્રમોદાદિ ચાર એમ સોળે ભાવનાઓ પ્રતિદિન ભાવવી જોઈએ. રાગને દૂર કરવા અનિત્યાદિ ભાવના અને દ્વેષને દૂર કરવા મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાની ટેવ પાડવી. આ ભાવનાઓથી વાસિત જીવન બનાવવું. સંસારી ભાવોની અનિત્યતાનો વિચાર કરતાં ક્યાંય રાગાદિ થશે નહીં અને મૈત્રી આદિ ભાવનાઓ ભાવવાથી ક્યાંય દ્વેષ થશે નહીં. કારણ કે સંસારી સર્વે પણ સંબંધો અનિત્ય અને ક્ષણભંગુર છે. આ રીતે રાગ અને દ્વેષ ઉપર વિજય પ્રાપ્ત કરતાં આ જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં ઘણીવાર નહીં લાગે. ||૧૩ી यद्यात्मा निर्जितोऽमीभिस्ततो दुःखागमो महान् । यद्यात्मना जिता एते, महान् सौख्यागमस्तदा ॥१४॥ ગાથાર્થ - જો આ રાગાદિ કષાયો વડે આત્મા જીતાયો, તો તેનાથી મોટા દુ:ખનું આગમન થાય છે અને જો આત્મા વડે આ કષાયો જીતાયા તો મોટા સુખનું આગમન સમજવું. /૧૪તી. Page #189 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૮૯ વિવેચન - પરમાત્માનું શાસન મળવા છતાં અને તેમના શાસ્ત્રોનું અમૃતપાન પીવા છતાં પણ આપણો આત્મા જો ઇષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થતાં જ રાગાદિ કષાયોવાળો બનતો હોય અને ઇષ્ટ વસ્તુ આપનારી તે તે વ્યક્તિ ઉપર રાગી થતો હોય અને અણગમતી વસ્તુ આવે ત્યારે દ્વેષ કરતો હોય. વળી અણગમતી વસ્તુ આપનારી વ્યક્તિ ઉપર દ્વેષ કરતો હોય તો આ ભવમાં કે પરભવમાં દુઃખ અને આપત્તિ આવશે જ. એમ જાણીને જ તે રાગ-દ્વેષને દૂર કરવા આ જીવે પ્રયત્ન કરવો જોઈએ. જો રાગ અને દ્વેષ વડે આપણો જીવ જીતાયો છે, તો દુ:ખના ડુંગરા જ આવવાના છે. તેથી જો દુઃખો ન જ લાવવા હોય તો રાગ અને દ્વેષને જ દૂર કરવા જોઈએ અને સમતાગુણ-ક્ષમા-નમ્રતા-સરળતા આદિ ગુણો જ જીવનમાં વસાવવા જોઈએ. વળી જો પરમાત્માનું શાસન મળવાના કારણે સગુરુ પાસેથી ઉત્તમ એવી જિનવાણી સાંભળવાથી પરમાત્માની આજ્ઞા પ્રમાણે જો આ રાગ-દ્વેષ આદિ કષાયોનો વિજય કરવામાં આવે. વિષય-કષાયો અને વાસનાનું બળ ઓછું કરવામાં આવે તો તે આત્મા આ જન્મમાં આ સમતાગુણનું પરમ સુખ અવશ્ય પામે છે. પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ ચંડકૌશિક જેવા ભયંકર સર્પ સામે પણ સમતાભાવ રાખ્યો તો કલ્યાણ (કેવળજ્ઞાન) પ્રાપ્ત કરતાં વાર ન લાગી. માટે આ જીવે પોતાનું આત્મબળ ફોરવીને પણ કષાયોને જીતવા પુરેપુરો પ્રયત્ન કરવો જોઈએ. વિષય-કષાયોની વાસના જ આત્માનું ખરાબ કરનારી ચીજ છે. તેથી ગુરુજીનો સમાગમ રાખીને તેઓની પાસે અભ્યાસમાં અને જિનવાણીના શ્રવણમાં લીન થઈને આ કષાયોને અવશ્ય જીતવા જોઈએ. જો તે કષાયોને કાબૂમાં રાખીને ક્રોધના સ્થાને ક્ષમા, માનના સ્થાને નમ્રતા, માયાના સ્થાને સરળતા અને લોભના સ્થાને સંતોષ ગુણ વસાવવામાં આવે તો આ જીવ નિર્મળ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તૃતીય પ્રસ્તાવ યોગસાર સમ્યકૂચારિત્ર - આ ત્રણે ગુણોની આરાધના-સાધના કરીને અવશ્ય કેવળજ્ઞાન-કેવળદર્શનને પામે જ છે અને તેનાથી અક્ષય-અવ્યાબાધ સુખ પામે જ. I૧૪ll सहजानन्दता सेयं, सैवात्माराधनता मता । उन्मनीकरणं तत्, यद् मुनेः शमरसे लयः ॥१५॥ ગાથાર્થ - મુનિ જીવનની સમતાના રસમાં જે લયલીનતા છે, તે જ આ સ્વાભાવિક આનંદપણું છે. તે જ આત્મામાં રમવાપણું છે અને તે જ (વિષય ભોગોથી) મનનું ઉદ્ઘકરણ છે. ./૧પણી | વિવેચન - રાગ-દ્વેષ-વિષયવાસના અને ક્રોધાદિ ચારે કષાયો આ બધા દોષો સર્વે પણ જીવોને અનાદિકાલથી લાગેલા છે. તે તે દોષોને આધીન થયેલા જીવો અનેક પ્રકારનાં પાપકાર્યો કરીને સીદાય છે. જ્યારે ભવિતવ્યતા પાકે છે અને સદ્ગુરુનો તથા સલ્ફાસ્ત્રોનો યોગ થાય છે, ત્યારે જ તે દોષો ઉપર વિજય મેળવીને આ જીવ સમતાભાવના રસમાં લયલીન થાય છે. આવું બને છે ત્યારે જ સમતાભાવનું સુખ અનુભવાય છે. સમભાવમાં આવેલા જીવનું મન નિર્મળ અને નિષ્કષાયી અત્યંત પવિત્ર બને છે. જ્યારે કષાયો ઉપર વિજય મેળવીને આ મન સમતારસમાં લય પામે છે, ત્યારે જે સુખનો અનુભવ થાય છે, તે સ્વાભાવિક આનંદ છે. તેથી અપરિમિતકાળ રહેનારો છે. લાડુના ભોજનમાં જે આનંદ આવે છે, તે લાડુના નિમિત્તવાળો છે. તેથી લાડુની પ્રાપ્તિ થાય ત્યારે જ તેનું ભોજન કરાય અને ત્યારે જ આનંદ થાય છે. શેષકાળે તેનો આનંદ થતો નથી. પણ સમતારસનો આનંદ તો આવ્યા પછી જતો જ નથી કારણ કે તે આત્માના ગુણસ્વરૂપ છે તથા તેમાં કોઈ બાહ્ય દ્રવ્ય કારણ ન હોવાથી સ્વાભાવિક આનંદ છે, માટે ચિરકાળ સ્થાયી તે આનંદ છે. Page #191 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૯૧ આત્માને થતો ગુણોનો આનંદ તો જે જે આત્મા તે તે ગુણોમાં લયલીન થાય તેને જ અનુભવમાં આવે. બાકીનાને તે આનંદ અનુભવમાં આવતો નથી. જેમ કે વિનય-વિવેક આદિ ગુણોમાં વર્તનારા જીવને જ વિનય-વિવેક ગુણોના આનંદનો અનુભવ થાય. અવિનયી અને અવિવેકી જીવને તો આ વિનયી અને વિવેકી જીવ મૂર્ખ જ લાગે. એટલે જેનો આત્મા આ ગુણોમાં રમતો થાય તેને જ તે તે ગુણોની કિંમત અંકાય અને તેના સુખનો અનુભવ પણ થાય. ન્યાય અને નીતિથી પ્રાપ્ત કરાતા ધનમાં જે આનંદ અને સુખ છે, તે અનીતિ અને અન્યાયથી ધન મેળવનારાને કેમ સમજાય ? અર્થાત્ ન જ સમજાય. આ પ્રમાણે મુનિ મહારાજની સમતારસમાં જે લયલીનતા છે, એકાગ્રતા છે, તન્મયતા છે તે જ સ્વાભાવિક (પરદ્રવ્યોથી નિરપેક્ષ) આનંદ છે તે જ આત્માની ગુણોમાં રમણતા છે. જ્યારે જીવમાં આવી દશા પ્રગટ થાય છે, ત્યારે તેનું મન ઠરેલા સમુદ્ર તુલ્ય સંકલ્પ અને વિકલ્પો વિનાનું શાંત-ધીર-વીર અને ગંભીર એવું બની જાય છે કે આ જીવને તેવું બનેલું મન જ પરમ આનંદ આપનાર બને છે. તેને જ જૈન શાસ્ત્રોમાં ઉન્મનીકરણ કહેવાય છે. મનને વિષયભોગોની પિપાસામાંથી બહાર કાઢવું-દૂર કરવું, તેનું નામ ઉન્મનીકરણ કહેવાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે – “જ્યારે યોગી બાહ્ય-અત્યંતર ચિંતા અને ચેષ્ટા રહિત બની પરમાત્માના સ્વરૂપમાં તન્મય થાય છે, ત્યારે તે યોગી ઉન્મનીકરણને પામ્યા” આમ કહેવાય છે. તેને અનુભવદશા પણ કહેવાય છે. તે અવસ્થામાં સાધક એવો યોગી આત્મા પોતાનામાં રહેલા શુદ્ધ અને સ્ફટિક તુલ્ય અત્યંત નિર્મળ એવા આત્મસ્વરૂપનો અનુભવ કરે છે. આને જ પરમાનંદના રસનો આસ્વાદ કહેવાય છે. આ રીતે સમતારસમાં ઝીલવું-લયલીન થવું-તન્મય થવું એ જ આ જીવનું કર્તવ્ય છે. બાહ્ય સંજોગો સારા અને અનુકુળ મળતાં જે આનંદ થાય છે તે આનંદ સંજોગ પૂરતો જ રહે છે. વળી તે જ વસ્તુઓનો Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તૃતીય પ્રસ્તાવ યોગસાર વિયોગ થતાં તેટલું જ દુઃખ થાય છે. માટે તે આનંદ કાયમી નથી. જેમ પતિ-પત્નીનાં લગ્ન થાય અને પરસ્પર મીલન થાય, એટલે જીવને પદ્રવ્યની પ્રાપ્તિથી સુખ લાગે છે. પરંતુ બન્નેમાંથી કોઈ પણ એકનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેટલું જ દુઃખ થાય છે. માટે પરદ્રવ્યના સંજોગજન્ય સુખો વિયોગજન્ય દુઃખોથી અવશ્ય ભરેલા જ છે. માટે તે વાસ્તવિક સુખ નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે – संजोगमूला जीवेण, पत्ता दुःखपरम्परा । તષ્ઠા સંનોસમ્બન્ધ, સબંતિવિ વસિરિયંસંથારાપોરિસી સૂત્ર) પદ્રવ્યોના સંયોગથી થનારૂં સુખ ક્ષણિક છે, નાશવંત છે. તેની પ્રાપ્તિ કરવામાં પણ દુઃખ અનુભવવું પડે અને પ્રાપ્ત થયા પછી વિયોગકાલે પણ ઘણું જ દુ:ખ આપનાર છે. તેથી પરદ્રવ્યોના સંજોગમાં સુખ ન સમજતાં પોતાના આત્મામાં સમવાય સંબંધથી (અભેદ સંબંધથી રહેલા) ગુણોના આનંદમાં જ સુખ છે. આમ સમજવું જોઈએ અને ભોગ તથા ભોગના સાધનો મેળવવાને બદલે ગુણો અને ગુણોના આવિર્ભાવમાં જ સુખબુદ્ધિ કરવી જોઈએ અને તે ગુણોના પ્રગટીકરણમાં જ સાચા જીવે પ્રયત્નશીલ બનવું જોઈએ. //લપી साम्यं मानसभावेषु, साम्यं वचनवीचिषु । साम्यं कायिकचेष्टासु, साम्यं सर्वत्र सर्वदा ॥१६॥ स्वपता जाग्रता रात्रौ दिवा चाखिलकर्मसु । कायेन मनसा वाचा, साम्यं सेव्यं सुयोगिना ॥१७॥ ગાથાર્થ - યોગી મહાત્મા માનસિક વિચારોમાં સામ્યભાવવાળા હોય છે. વચનના પ્રયોગોમાં સામ્યભાવવાળા હોય છે. તથા કાયાની સર્વ પ્રક્રિયામાં સમતાભાવવાળા હોય છે. આમ સર્વ સ્થાનોમાં સર્વકાળે સમભાવથી જ યુક્ત હોય છે. /૧૬ll Page #193 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ ૧૯૩ ઉંઘતા હોય ત્યારે, જાગતા હોય ત્યારે, રાત્રિનો કાળ હોય ત્યારે તથા દિવસનો કાળ હોય ત્યારે આમ સર્વે પણ કાર્યોમાં કાયા દ્વારા, વચન દ્વારા અને મન દ્વારા સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોય છે. 119911 યોગસાર વિવેચન – યોગી મહાત્માઓ પોતાની ગુણરમણતામાં જ અતિશય મગ્ન હોય છે. તેઓને બાહ્યભાવો સાથે કોઈ પણ જાતની તન્મયતા હોતી નથી. તેના જ કારણે પોતાના આત્મગુણોની સાથે જ સહજાનંદતા પ્રવર્તતી હોય છે. આ કારણે માનસિક વિચારોમાં પણ તે સમતાભાવ જ દેદીપ્યમાનપણે ઝળકતો હોય છે. વચનોમાં પણ હિતકારી, અતિશય પ્રિય અને પરિમિત વાણીનું જ ઉચ્ચાર કરનારા હોય છે અને કાયિક સઘળી પણ પ્રવૃત્તિ જયણાપૂર્વક હોવાથી કોઈ પણ જીવને અલ્પમાત્રાએ પણ પીડા ન થાય તે રીતે કરનારા હોય છે. પોતાના જીવનમાં વણાયેલી સહજાનંદતા સમતાના અભ્યાસથી વિકસેલી હોય છે. આ કારણે નિદ્રાકાલ હોય કે જાગૃતિકાલ હોય, રાત્રિ હોય કે દિવસ હોય, આમ સર્વ કાર્યોમાં તેઓની પ્રવૃત્તિ સમતાભાવ પૂર્વક જ હોય છે. આપણા જીવનમાં પણ આવા પ્રકારના સમતાના પરિણામો નિરંતર ટકી રહે તે માટે મનના પરિણામો, વચનના વ્યવહારો અને કાયિક પ્રવૃત્તિઓમાં સતત જાગૃત રહેવું જોઈએ. મહાત્મા પુરુષોના ચરિત્રો નજર સન્મુખ રાખવાં જોઇએ. મનમાં અશુભ વિચારો ન પ્રવર્તે તે માટે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્ય આદિ બાર ભાવનાઓથી મનને સદા નવ પલ્લવિત રાખવું જોઈએ તથા વચનથી ક્યારેય પણ તુચ્છ ભાષા ન નીકળી જાય, તે માટે હિતકારી પ્રિય વચનો બોલવા દ્વારા જીભ ઉપર પણ ઘણા જ કન્ટ્રોલવાળા અને વિવેકી બનવું તથા કાયાથી કોઈ જીવની Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તૃતીય પ્રસ્તાવ યોગસાર હિંસા ન થઈ જાય તે માટે ઘણી જ જયણા પાળવાના પરિણામપૂર્વક જ તે કાયાનો વ્યવહાર કરવો. આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની આજ્ઞા જ છે. આ પ્રમાણે જિનેશ્વર પ્રભુનો આજ્ઞાનો પાલક આત્મા મન, વચન અને કાયાની ગુપ્તિના પાલન દ્વારા સર્વ ક્ષેત્રે સર્વકાળે સમતાભાવને સાધે છે. આ પ્રમાણે સમતાભાવપૂર્વકની મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કરવામાં જ આત્મહિત છે. આમ સમજીને આ મહાત્મા યોગી પુરુષો સર્વત્ર સમભાવવાળા થઈને જ પ્રવૃત્તિ કરનારા બને છે. II૧૬-૧૭ના यदि त्वं साम्यसंतुष्टो, विश्वं तुष्टं तदा तव । तल्लोकस्यानुवृत्त्या, किं स्वमेकं समंकुरु ॥१८॥ ગાથાર્થ – જો તું સમતાના સેવનથી સંતુષ્ટ=ખુશ છો તો તારા પ્રત્યે સમગ્ર વિશ્વ સંતુષ્ટ-ખુશી ખુશી રહેશે. તેથી લોકોને અનુસરવાથી એટલે કે લોકોને રીઝવવા દ્વારા ખુશ કરવાની શી જરૂર છે ? ફક્ત એક તારા આત્માને જ સમતાગુણથી ખુશ કર. (જેનાથી આખુંય જગત તારા ઉપર ખુશ રહેશે.) ॥૧૮॥ વિવેચન – આ આત્માનું કલ્યાણ સમતાયોગમાં જ છે. ઉચ્ચકોટિનો માનવભવ પ્રાપ્ત કરીને સમતાયોગ જ મુખ્યત્વે સાધવા જેવો છે. જો વ્રતોના પાલનથી, સંયમી જીવન જીવવા દ્વારા અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા મેળવેલા ઉત્તમ સંસ્કારોથી અને ધ્યાનાદિ ધર્મક્રિયાના સતત સેવનથી આ જીવનમાં જો સમતાના સંસ્કારો અતિશય દઢીભૂત થઈ જાય તો સમગ્ર વિશ્વ પણ તારા તરફથી સંતુષ્ટ જ રહેશે. સમગ્ર વિશ્વ પણ તારા પ્રત્યે પ્રીતિભાવવાળું-અહોભાવવાળું બને. કારણ કે આ સમતાયોગ એ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ યોગસાર તૃતીય પ્રસ્તાવ સામાયિક સ્વરૂપ છે અને સામાયિકપણાનો ભાવ એ સર્વ જીવોને હિતકારી અને કલ્યાણકારી જ છે. હિંસા-જૂઠ-ચોરી આદિ પાપસ્થાનકોનો ત્યાગ કરવાથી આ સમતાયોગની સિદ્ધિ થાય છે. કારણ કે હિંસા-જૂઠ-ચોરી આદિ પાપનાં કાર્યો જ ચિત્તને આકુલ-વ્યાકુલ તથા અતિશય પાપકાર્યોના આવેશવાળું બનાવે છે. જેથી વિષમતા પ્રગટે છે તથા અહિંસા-સત્ય અને અચૌર્ય આદિ ગુણોનું સેવન જ આ જીવને સમભાવદશામાં લઈ જાય છે. સમતાભાવમાં ટકાવી રાખે છે. સમતાભાવ જેનામાં વણાયેલો છે, તેવા સાધુઓથી સર્વ જીવો ખુશખુશ રહે છે. એટલે જ પરમાત્માના સમવસરણમાં સર્પ-સિંહવાઘ જેવા હિંસક પ્રાણીઓ પણ તે કાળે અહિંસક બની જાય છે. ગમે તેવો તાપથી દાઝેલો જીવ પણ વૃક્ષોની શીતળ છાયામાં શાંત થઈ જાય છે. તેમ આવા હિંસક પ્રાણીઓ પણ પ્રભુના સમવસરણમાં આવે ત્યારે તેઓની છાયાથી જ અહિંસકભાવવાળા બની જાય છે. પ્રભુના સાન્નિધ્યનો એટલે કે તેમની સમતાભાવનો આવો પ્રતાપ છે. - સમતાભાવથી રંગાયેલા સાધુસંતોના નિકટવર્તીપણાથી પણ સર્વ જીવો ખુશી અનુભવે છે. તેઓના સમાગમમાં અને પરિચયમાં આવનારને પરમ સંતોષની પ્રાપ્તિ થાય છે. લોકોત્તર એવા સમભાવમાં સ્થિર થયેલા મુનિને લોકોને રંજિત કરવાની જરૂર જ રહેતી નથી. માત્ર પોતાના આત્માને જ સમભાવ દ્વારા રંજિત કરવાની જરૂર છે. એટલે પોતાના જ આત્માને સમતાગુણથી વાસિત કરવાની જરૂર છે અને તેના માટે જ વધારે પ્રયત્ન કરવો જરૂરી છે. જેમ મૂર્ખ મનુષ્ય પોતાના હાથમાં પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને બોર જેવી તુચ્છ વસ્તુ લેવા વેચી દે છે. બોર જેવી તુચ્છ વસ્તુ લેવામાં Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર ચિંતામણિ રત્ન જેવી કિંમતી વસ્તુ મૂર્ખ મનુષ્ય આપી દે છે. તેવી જ રીતે લોકસંજ્ઞામાં અને મોહસંજ્ઞામાં ડૂબેલો જીવ સાધુ હોય તો પણ પોતાના ચારિત્રરૂપી કિંમતી રત્નને લોકરંજન કરવા રૂપી તુચ્છ કિંમતમાં જ વેચી દે છે. માટે આ મનુષ્યભવની કિંમત અને દુર્લભતા સમજીને તેનો યથાર્થ સાધનામાં ઉપયોગ કરવો એમાં જ ડહાપણ છે. /૧૮ श्रुतश्रामण्ययोगानां प्रपञ्चः साम्यहेतवे । तथापि तत्त्वतस्तस्माज्जनोऽयं प्लवते बहिः ॥१९॥ ગાથાર્થ - શ્રુતજ્ઞાન-સંયમ અને યોગદશાનો ઘણો વિસ્તાર શાસ્ત્રોમાં જે વર્ણવેલો છે. તે જીવનમાં સમતાદશા લાવવા માટે જ જણાવ્યો છે. તો પણ મોહાંધ લોકો તે સારભૂત સમતા તત્ત્વથી દૂર રહીને બાહ્યભાવમાં જ રાચે-માગે છે. ||૧૯મી વિવેચન - સર્વે પણ અનુષ્ઠાનો સાધન માત્ર છે અને સમતાભાવની પ્રાપ્તિ એ સાધ્ય છે. ગમે તે રસ્તે થઈને પણ આ જીવને ગામમાં જવાનું હોય છે. કોઈ પણ ગામ એક જ હોય છે. પણ તેમાં પ્રવેશ કરવાના રસ્તા અનેક હોય છે. તેમ ઉપાયો રૂપ ધર્મ અનુષ્ઠાનો અનેક હોય છે, પણ ઉપય રૂપે સમતાયોગ એક જ છે. જે સમતાયોગ આત્મશુદ્ધિ કરીને તુરત જ મોક્ષપદ અપાવે છે, તેથી દ્વાદશાંગીનું ભલે અધ્યયન કરો. શ્રુતજ્ઞાન અપાર મેળવો, બારે અંગોનું અધ્યયન, અધ્યાપન, વાચના, પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મકથા રૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય ભલે કરો, પરંતુ તેનું ફળ-લક્ષ્ય તો સમતાયોગની પ્રાપ્તિ કરવી તે જ છે. તથા સામાયિક આદિ ચારિત્રધર્મને સ્વીકાર કરો, શ્રેષ્ઠ સંયમ પાળો, ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મનું ઉચ્ચકોટિનું પાલન કરો તો પણ તે સર્વેનું સાધ્ય તો સમતાયોગની પ્રાપ્તિ કરવી તે જ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૯૭ તથા ઉત્તમ યોગોનું સેવન આ જીવ જે કરે છે, મનથી તત્ત્વચિંતન, વચનથી ધર્મોપદેશ આપવાનું તથા અધ્યયન-અધ્યાપન કરાવવાનું કામકાજ કરે છે અને કાયાથી જયણા પાળવા પૂર્વક ધર્મનાં સઘળાં કામો જે કરે છે, તે સર્વેનું પણ સાધ્ય સમતાયોગની સિદ્ધિ જ છે. સમતાયોગ રૂપી અમૃતનું પાન જો સિદ્ધ થાય તો જ આ ત્રણેની સાધના સફળ જાણવી. જૈનશાસનનો માર્ગ આવો છે, છતાં મોહમાં અંધ બનેલા જીવો આ બધાં અનુષ્ઠાનો આચરે છે. પણ સાધ્યદશા ભૂલી જાય છે. સમતાયોગ સાધવાને બદલે માન-સન્માન-કીર્તિ અને પ્રસિદ્ધિના લક્ષ્યમાં જ ચાલ્યા જાય છે. માત્ર લોકો રંજિત કેમ થાય ? તેનું જ લક્ષ્ય રાખીને વર્તે છે. જેથી જીવન ફોગટ ગુમાવે છે. પોતાને અનુકૂળ વર્તનારા ભક્ત મિત્રો પ્રત્યે રાગ કરીને અને વિરોધીઓ પ્રત્યે દ્વેષ કરીને ફોગટ કર્મો બાંધે છે. સમતાગુણના આંતરિક સુખથી તેઓ વંચિત જ રહે છે અને સાધના કરવા છતાં લક્ષ્ય ચૂકાઈ જવાથી બધું જ હારી જાય છે. સમતાના લક્ષ્ય વિના શ્રુતજ્ઞાન-સંયમ અને યોગદશા આ સર્વે પણ સાધનો આત્માના કલ્યાણ કરનારાં બનતાં નથી. માટે પ્રત્યેક અનુષ્ઠાનોમાં સમતાયોગનું લક્ષ્ય રાખીને તેની જ વધારે પ્રાપ્તિ કરવા માટે આ બધું જ અનુષ્ઠાન કર્તવ્ય છે. અતિશય જાગૃત થવાની જરૂર છે. ./૧૯ી. स्वाधीनं स्वं परित्यज्य, विषमं दोषमन्दिरम् । अस्वाधीनं परं मूढ ! समीकर्तुं किमाग्रहः ॥२०॥ ગાથાર્થ - હે મૂઢ આત્મા ! દોષોથી ભરેલા, સમતાગુણ વિનાના અને સ્વાધીન એવા તારા પોતાના આત્માને (સમજવાનું-સુધારવાનું ભૂલી જઈને) પરાધીન એવા અન્ય જીવને સમતાવાળો બનાવવાનો આગ્રહ કેમ રાખે છે ? ||૨વી. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ તૃતીય પ્રસ્તાવ યોગસાર વિવેચન - હે જીવ! જે સ્વાધીન કાર્ય હોય તે જ કાર્ય કરાય, જે પરાધીન કાર્ય હોય તે ન કરાય. આટલું તો નાનો બાળક પણ સમજે છે. તો પછી તું જ્ઞાની થઈને, પંડિત થઈને દોષોથી ભરેલા અને સમતાભાવ વિનાના અને સદા સ્વાધીન એવા તારા પોતાના આત્માને સુધારવાની ઉપેક્ષા કરીને પરાધીન અને સફળતા મળે પણ ખરી અને ન પણ મળે, એવા વિકલ્પવાળા પરને સુધારવાના નિષ્ફળ પુરુષાર્થમાં તું કેમ જોડાયો છે ? તારો પોતાનો આત્મા ને પોતાને સ્વાધીન છે. વળી તે આત્મા દોષોથી ભરેલો છે, કષાયોની ખાણ છે. સમતાભાવ વિનાનો છે પ્રતિસમયે કષાયો કરીને કર્મો બાંધે છે, તેને તું કેમ સમજાવતો નથી અને તેનું હિત થાય તેવું કામ તને સ્વાધીન છે. છતાં આ કાર્ય તું કેમ કરતો નથી ? અને પારકી પંચાતમાં પંડિતાઈ બતાવવા કેમ રચ્યોપચ્યો રહે છે ? હે જીવ ! તું કંઇક વિચાર કર. તને પોતાને તે વાતની ખબર છે કે પરજીવ તેના પોતાનાં કર્મો લઘુ થાય તો જ તેનો કાળ પાકવાથી પ્રતિબોધ પામે છે, મારાથી નહીં. આ વાત તું જાણતો હોવા છતાં હું પરને સુધારી શકું છું આવા પ્રકારના અભિમાનથી પરને જ સુધારવાનો પ્રયત્ન શા માટે કરે છે ? તારો આત્મા તને સ્વાધીન છે તેને જ સુધારવાનો વધારે પ્રયત્ન કર. હે આત્મા ! તું કંઈક સમજ. પોતાનો આત્મા પોતાને સ્વાધીન છે. તું તેને જેમ વાળીશ તેમ વળશે. હાલ તે રાગ-દ્વેષાદિ દોષોથી વિષમદશાવાળો બન્યો છે. મોહાંધ બન્યો છે, છતાં તેને સુધારવો તારા હાથમાં છે. કારણ કે તે સ્વાધીન છે, તું તારા પોતાના આત્માને દોષોથી મુક્ત બનાવી સમતાથી વાસિત કેમ કરતો નથી ? રાગ-દ્વેષ રૂપી વિષમતાનું જ સેવન કરે છે. તેમાં જ તું ડૂબેલો છે. જે તને પોતાને Page #199 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૧૯૯ આધીન છે, તે કાર્ય તું કરતો નથી. તું રાગ-દ્વેષાદિ દોષોથી વિષમ બનેલી તારી જાતને સુધારતો નથી અને જે તને આધીન નથી, પરાધીન છે, સામેના જીવની ભવિતવ્યતા પાકી હોય તો જ તે સુધરે છે. આવું તું પણ જાણે છે, છતાં અન્ય લોકોને જ સમતાવાળા બનાવવાનો આટલો બધો આગ્રહ કેમ રાખે છે ? તત્ત્વ તો કંઈક સમજ. બીજા જીવો પોતપોતાના કર્મોને આધીન છે. રાગ-દ્વેષ આદિ દોષોનો નિગ્રહ કરી શકતા નથી. તેથી સમતાભાવ પ્રગટાવી શકતા નથી, માટે તું ગામપંચાત છોડીને તારા આત્માને જ સમજાવવાનો પ્રયત્ન કર. જે સ્વાધીન છે, તેમાં તું પ્રયત્ન કરતો નથી અને જે પરાધીન છે, તેમાં જ રચ્યો-પચ્યો રહે છે. માટે હે જીવ ! તું પોતે જ કંઈક સમજ અને તારા પોતાના આત્માને સમજાવ. પરની પંચાત ઓછી કર. મૈત્રી-પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ, આવી પવિત્ર ભાવનાઓ ભાવવા દ્વારા તારા પોતાના આત્માને જ ભાવિત કર, વાસિત કર અને આત્માને જ પવિત્ર બનાવવા દ્વારા સમતારસ રૂપી અમૃતરસનો આસ્વાદન કર. તું પોતે કષાયો ત્યજીને સમતાભાવવાળો બની જા. પરાધીન એવા અન્ય જીવોને સમતાભાવવાળા બનાવવાનો આગ્રહ ત્યજી દે. તે કાર્ય થવું તને આધીન નથી. તે કાર્ય થવું તે, તે તે જીવના પુરુષાર્થને જ આધીન છે. તારાથી તે જીવ કદાચ સમજશે અને માર્ગે આવશે તો પણ મેં તેનું કલ્યાણ કર્યું. આવું અભિમાન કરીને તું તારૂં તો બગાડીશ જ. તેં તારા જીવને પરનો કર્તા માન્યો અને અભિમાન કર્યું. તેમાં તારૂં અકલ્યાણ જ થાય છે અને જો તે જીવ તારું ન માને અને ન સુધરે તો તું ગુસ્સામાં અને અપ્રીતિભાવમાં આવે છે. તેમાં પણ તારૂં તો બગડે જ છે, માટે પરને સુધારવાનો અહંભાવ છોડી દે અને સ્વને સુધારવાનો પ્રયત્ન કર. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તૃતીય પ્રસ્તાવ યોગસાર તારો પોતાનો આત્મા તને આધીન છે. તેને જ કષાયરહિત કરવાનો અને ગુણોથી યુક્ત કરવાનો પ્રયત્ન કર. હે જીવ ! કંઈક સાચું તત્ત્વ સમજ. જે સ્વાધીન હોય તે જ કરાય. જે પરાધીન હોય તે ન કરાય. જે પરાધીન હોય તે કરવા જઈએ અને ધારો કે તેમાં સફળ થઈએ તો અભિમાન અને અહંકારના દોષોથી ઘેરાઈ જવાય અને જો નિષ્ફળ જઈએ તો રોષ-ગુસ્સો અને તિરસ્કારના દોષોથી દૂષિત થઈએ. માટે હે જીવ ! તું પોતે જ કંઈક સમજ અને વિચાર કરો કે જે સ્વાધીન હોય તે કરાય ? કે જે પરાધીન હોય તે કરાય ? માટે પોતાની જાતને સુધારવાનો જ પ્રયત્ન વધારે કર. l/૨૦ની वृक्षस्य च्छेद्यमानस्य, भूष्यमाणस्य वाजिनः । यथा न रोषस्तोषश्च, भवेद् योगी समस्तथा ॥२१॥ ગાથાર્થ - જેમ છેદાતા વૃક્ષને રોષ થતો નથી અને શણગારાતા ઘોડાને હર્ષ થતો નથી, તેવી રીતે યોગી પુરુષોને અનુકૂળતા કે પ્રતિકૂળતા આ બન્ને અવસ્થા સમાન છે. (એકેયમાં હર્ષ-શોક થતા નથી.) I/૨૧/ વિવેચન – “સમભાવ” એ જ જીવનમાં પ્રાપ્ત કરવા લાયક તત્ત્વ છે. આપણા પોતાના આત્માને સમભાવની દશાથી વાસિત કરવો જોઈએ. સુખના સંજોગોમાં અહંકારી અને મમતાવાળો ન બની જાય અને દુઃખના સંજોગોમાં દીન અને શોકાતુર બની જાય તે માટે તેના હર્ષ-શોકના ત્યાગના ઉપાયો જણાવે છે. જેમ વૃક્ષનો ઉચ્છેદ કરવામાં આવે તો પણ વૃક્ષ પોતે તેનો ઉચ્છેદ કરનારા ઉપર ક્યારેય ગુસ્સે થતું નથી, ઉચ્છેદ પામતું વૃક્ષ ઉચ્છેદક ઉપર અલ્પ પણ ગુસ્સો કરતું નથી. તેની જેમ ઉપસર્ગ અને પરિષહ કરનારા પુરુષ ઉપર સાધુ-સંત પુરુષો ક્યારેય પણ ગુસ્સો કરતા નથી. Page #201 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૦૧ તથા શણગાર કરેલા ઘોડાને તે શણગાર સંબંધી જરા પણ હર્ષ થતો નથી, તેમ સાધુનું માન-સન્માન ઘણું થાય તો પણ તે સાધુને તે માનસન્માનદેખીને હર્ષથતો નથી. પરંતુ સુખ અને દુઃખ એમ બંને પરિસ્થિતિમાં પૂર્વે કરેલા પુણ્ય અને પાપનું ફળ જ છે. આમ સમજીને તે બન્ને ભાવોમાં સાધુ મહાત્મા લપાતા નથી. બન્ને ભાવોથી દૂર રહે છે. પુણ્યોદય જોઈને હરખાતા નથી તથા પાપોદય જોઈને દુભાતા નથી કે શોક કરતા નથી. પરંતુ પ્રાપ્ત થયેલું સુખ કે દુઃખ આમ આ બન્ને ભાવો પૂર્વકૃત કર્મના જ વિપાકો છે. તેમાંનું કોઈપણ સ્વરૂપ આત્માનું નથી. એમ જાણીને સાધુ મહાત્મા સમતાભાવમાં જ વર્તે છે. માન અને અપમાન બન્નેને પણ સમાન ગણે છે. વંદક અને નિંદક એમ બન્નેને તુલ્યપણે જ ગણે છે. કનક અને પત્થરને સમાનરૂપે જ જાણે છે. કારણ કે પરદ્રવ્ય છે. જગતના સર્વ જીવોને પોતાના તુલ્ય અનંતગુણોના સ્વામી સમજે છે. તેથી કોઈપણ જીવ ઉપર આ આત્મા રાગ-દ્વેષ કરતો નથી. પરંતુ સર્વ જીવો પ્રત્યે સમાનભાવ રાખીને પોતાના આત્માને સમભાવમાં જ રાખે છે. વિકારો કે કષાયો થવા દેતા નથી. /૨ ૧|| सूर्यो जनस्य तापाय, सोमः शीताय खिद्यते । तद्योगी सूर्यसोमाभः, सहजानन्दतां भजेत् ॥२२॥ ગાથાર્થ – સૂર્ય માણસોને તાપ આપવા દ્વારા ઉપકાર કરે છે અને ચંદ્રમા શીતળતા આપવા દ્વારા ઉપકાર કરે છે. આમ આ બન્ને પદાર્થો પોતપોતાના સહજ સ્વભાવથી જ તાપ અને શીતળતા આપવા દ્વારા ઉપકાર કરે છે. તેમ સૂર્ય અને ચંદ્ર એમ બન્નેની ઉપમાવાળા મુનિ મહારાજા (યોગી પુરુષો પોતાના સ્વાભાવિક આનંદને અનુભવે છે. //રરા Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તૃતીય પ્રસ્તાવ યોગસાર વિવેચન - સૂર્ય પોતે જગતના જીવોને તાપ આપે છે. તાપ આપવા દ્વારા રોગો દૂર કરે છે, ઠંડી દૂર કરે છે. આરોગ્ય સારું રાખે અને સૌને સૌના કામકાજમાં યથાયોગ્ય પ્રેરણા કરે છે તથા પ્રકાશ આપે છે. આ રીતે પોતાના સહજ સ્વભાવથી ઉપકાર કરે છે તથા ચંદ્રમાં શીતળતા આપે છે. લોકોને આરામ અને શાંતિ આપે છે. આમ આ સૂર્ય અને ચંદ્ર બન્ને જગતના જીવોને સહજભાવે ઉપકાર કરતા છતા ફરે છે. આ બન્નેનો સ્વભાવ જ એવો છે કે લોકોનો ઉપકાર કરવો. તેવી જ રીતે મુનિ મહાત્મા પણ સૂર્ય-ચંદ્રની જેમ લોકોને સાચો હિતાહિતનો માર્ગ બતાવવા દ્વારા ઉપકાર કરીને પોતાના સ્વાભાવિક આનંદની મસ્તીમાં જ વર્તે છે. પોતે લોકોનો ઉપકાર કરતા હોવા છતાં તેના કર્તુત્વનું અભિમાન કર્યા વિના જ પોતાના સ્વાભાવિક આનંદની લહેરોમાં જ જીવે છે. જેમ સૂર્ય લોકોને પ્રકાશ આપે છે, તેમ મુનિ મહારાજ લોકોને યથાર્થ જ્ઞાન આપવા દ્વારા લોકોનો ઉપકાર કરે છે. સાચો માર્ગ બતાવી મોહની નિદ્રામાંથી ઉઠાડે છે, પોતપોતાના કાર્યમાં જેમ સૂર્ય લોકોને પ્રેરે છે, તેમ સાધુ ભગવંત જગતના જીવોને આત્માના હિતકારી કાર્યમાં જોડાવાની પ્રેરણા કરે છે. મુનિ મહારાજ સાચું જ્ઞાન આપે છે. તેના દ્વારા લોકો વિવેકી બન્યા છતા અશુભ કર્મોને છેદનારા બને છે. તથા ચંદ્રમા જેમ શાંત અને શીતળતાવાળી ચાંદણી પાથરવા વડે લોકોને આનંદિત કરે છે, તે રીતે મુનિ મહારાજ પણ સર્વે વ્યક્તિઓના વિષય-કષાયના સંતાપને દૂર કરીને શીતળતા પાથરીને સમતાભાવ રૂપી અમૃતનું પાન કરાવે છે. મુનિના મુખરૂપી ચંદ્રમાનું દર્શન પણ લોકોમાં સમતારસ પ્રગટ કરે છે. આ રીતે સૂર્ય અને ચંદ્રમા તેના પોતાના સ્વભાવના કારણે જ કોઈની પણ પ્રેરણા વિના જગતના જીવોનો Page #203 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૦૩ ઉપકાર કરે છે, તેમ આ મુનિ મહારાજ પણ નિઃસ્વાર્થભાવે જગતના જીવોનું કલ્યાણ કરતા કરતા ભૂમિતલ ઉપર વિચરે છે. મુનિ ભગવંતોને સંસારી જીવો પાસેથી કોઈ પણ વસ્તુની અભિલાષા નથી. તો પણ પરોપકાર કરવાના જ શુભ આશયથી જ્ઞાનપ્રદાન કરે છે. જેમ સૂર્ય-ચંદ્ર જગત સ્વભાવે જ અનુક્રમે પ્રકાશ અને શીતળતા વરસાવે છે, તેમ મુનિભગવંતો પણ સ્વાભાવિકપણે જ જગતના જીવોને સાચો તરવાનો માર્ગ બતાવતા છતા પરોપકાર કરે છે. //રરા यथा गुडादिदानेन, यत्किञ्चित्त्याज्यते शिशुः । चलं चित्तं शुभध्यानेनाशुभं त्याज्यते तथा ॥२३॥ ગાથાર્થ - જેમ ગોળ-સાકર વિગેરે વસ્તુ આપીને બાળક પાસેથી જે કોઈ વસ્તુ હોય તે છીનવી શકાય છે, તેમ ચંચળ એવા આ ચિત્તને શુભધ્યાનના આલંબન વડે અશુભધ્યાનમાંથી છોડાવી શકાય છે. // ૨૩ી વિવેચન - યોગી મહાત્માનું ચિત્ત પણ ક્યારેક તીવ્ર મહોદય થાય, ત્યારે ચંચળ બની જાય છે. વિષયરસમાં ડૂબી જાય છે. તેથી તે મનને કબજે કરવા માટે એક ઉદાહરણ આપીને ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે – જેમ નાના બાળકની પાસે કિંમતી હાર કે સોનાના દાગીના હોય તો તે દાગીના તેની પાસેથી આપણે લેવા હોય તો તે બાળકને ગોળસાકર અથવા નાનુ રમકડું આપીને સુખે સુખે તે દાગીના તેની પાસેથી લઈ શકાય છે. કારણ કે બાળકને ગોળ-સાકર કે નાનું રમકડું ગમતું હોય છે અને દાગીનાની કિંમત તે સમજ્યો નથી. તેવી જ રીતે મનરૂપી બાળકને પ્રેમપૂર્વક સમજાવીને પ્રભુના નામના સ્મરણમાં, પ્રભુના મૂર્તિના વંદન-નમનમાં, જિનાગમોના અભ્યાસમાં, નવ તત્ત્વોના ચિંતન Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તૃતીય પ્રસ્તાવ યોગસાર મનનમાં જોડી શકાય છે. મૈત્રી આદિ ચાર ભાવનાઓ અને અનિત્યઅશરણ વિગેરે બાર ભાવનાઓ ભાવવા દ્વારા મનને અશુભ ચિંતનમાંથી રોકીને શુભચિંતનમાં જોડીને સમતા-સમાધિમાં અતિશય વિલીન કરવું હોય તો થઇ શકે છે અને આ કાર્ય અતિશય જરૂરી છે. સારાંશ કે માત-પિતાદિ પોતાના બાળકને પીપરમેન્ટ-ચૉકલેટ કે નાનુ રમવાનું રમકડું આપીને તેના હાથમાં આવી ગયેલી કિંમતી વસ્તુ તેની પાસેથી સમજાવીને લઈ લે છે. તેવી જ રીતે યોગી પુરુષો શુભ ધ્યાનના આલંબન વડે મનની ચંચળતા દૂર કરીને તે જ મનને આત્માની સમાધિમાં સ્થિરતર બનાવે છે. જ્યાં સુધી બાળકના હાથમાં આવી ગયેલો કિંમતી હાર તે બાળક પાછો આપતો નથી ત્યાં સુધી સાકર-પીપરમેન્ટ કે રમકડું આપીને તેની પાસેથી તે કિંમતી હાર લેવામાં જ ડહાપણ છે. જો એમ કરવામાં ન આવે તો બાળક બાલબુદ્ધિવાળો હોવાથી કિંમતી હાર ખોઈ નાખે અથવા ગમે તેને આપી દે અથવા તે હારની ખાતર કોઈક મનુષ્ય બાળકનું અપહરણ પણ કરે અથવા ખૂન પણ કરે. આવા માઠાં પરિણામો પણ આવે તેવી જ રીતે મૈત્રી આદિ ચાર ભાવનાઓ, અનિત્યાદિ બાર ભાવનાઓ, અરિહંતાદિ નવ પદોનું ધ્યાન, તત્ત્વચિંતન વિગેરે ઉપાયો અપનાવવા દ્વારા મનને અશુભભાવોમાંથી દૂર કરીને શુભભાવોમાં અવશ્ય જોડવું જોઈએ. ।।૨૩।। सर्वभूताविनाभूतं स्वं पश्यन् सर्वदा मुनिः । मैत्र्याद्यमृतसंपन्नः, क्व क्लेशांशमपि स्पृशेत् ॥२४॥ ગાથાર્થ - જે મહાત્મા મુનિ સર્વકાળે પોતાના આત્માને સર્વ જીવોની સાથે અભિન્ન (સમાન) દેખે છે અને મૈત્રી આદિ બાવનાઓ રૂપી અમૃતથી યુક્ત થઈને તેમાં જ રચ્યા પચ્યા રહે છે. તેવા મુનિને Page #205 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૦૫ ક્લેશનો એક અંશ પણ કેમ સ્પર્શે ? અર્થાત આવા મુનિને ક્લેશ-કષાય સ્પર્શી શકતો નથી. // ૨૪ll વિવેચન - સંસારમાં રહેલા સર્વે પણ જીવો અનંત જ્ઞાનાદિ ગુણોથી ભરેલા છે અને સર્વે પણ જીવો પોતાના ગુણોથી સમાન છે, અનંત ગુણોના સ્વામી છે એકસરખા છે. દરેક જીવોમાં ચેતના લક્ષણ હોવાથી સમાન છે. સર્વે પણ જીવોથી મારો આત્મા સ્વરૂપથી જુદો નથી. આવું વિચારતા મુનિ સર્વે પણ જીવોની સાથે મૈત્રી-પ્રમોદ, કરૂણા અને માધ્યસ્થ ભાવના દ્વારા અમૃતના આસ્વાદમાં અતિશય એકાકાર બને છે. તેથી રાગ અને દ્વેષ દ્વારા થતા ક્લેશોનો સ્પર્શ સુદ્ધાં પણ તેઓને થતો નથી અર્થાતુ સાધકનું ચિત્ત જયારે મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થાય છે તથા અનિત્યાદિ ભાવનાઓ ભાવવા દ્વારા તેનાથી વાસિત-સંસ્કારિત બને છે અને આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક તત્ત્વચિંતનમાં લયલીન થાય છે, ત્યારે તે સાધક આત્માના ચિત્તમાં અશુભ ધ્યાનનો પ્રવેશ સંભવતો જ નથી. સદાકાળ શુભધ્યાન રૂપી અમૃતરસનું જ પાન કરનારા યોગી મહાત્માને રાગ-દ્વેષનું ઝેર ચઢતું જ નથી. આ જીવ નિત્ય વૈરાગ્યભાવમાં જ વર્તનારી બની જાય છે. એટલું જ નહીં, પરંતુ સદા સર્વત્ર સમતા સમાધિના સુખની મસ્તીમાં જ વર્તનારો બની જાય છે. આવા યોગી મહાત્માને લેશમાત્ર દુ:ખ કે સંક્લેશ કે કષાયનો સ્પર્શ પણ થતો નથી. પરંતુ આત્માને મોહનીયકર્મના ક્ષયજન્ય અથવા વિશિષ્ટ ક્ષયોપશમજન્ય ગુણોના સ્વાભાવિક સુખનો અને તેના આનંદનો જ અનુભવ થાય છે. તે કાળની સ્વાભાવિક સુખના આનંદની ક્ષણો તો “જે અનુભવે તે જ જાણે” એવી હોય છે. શબ્દોથી તે દશા અવર્ણનીય છે. ર૪ો Page #206 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર नाज्ञानाद् बालको वेत्ति, शत्रुमित्रादिकं यथा । तथा चेष्टतेहि ज्ञानी, तदिहैव परं सुखम् ॥२५॥ ગાથાર્થ – જેવી રીતે બાળક કોઈને પણ શત્રુ કે મિત્ર સમજતો નથી. તેવી જ રીતે જ્ઞાની પુરુષ પણ કોઈને પોતાનો શત્રુ કે મિત્ર ન માનીને (અર્થાત સમભાવદશામાં રહીને) તેવી રીતે પોતાને યોગ્ય ક્રિયા કરતો છતો અહીં જ પરમ સુખને પામે છે. / રપી વિવેચન - અનિત્યાદિ બાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાઓને ભાવતો જ્ઞાની-પુરુષ પોતાના આત્માને એટલો બધો સમભાવમાં રાખે છે કે જેમ નાનો બાળક સરળ હૃદયવાળો હોવાથી અને વિશિષ્ટ જ્ઞાનદશા પ્રગટેલી ન હોવાથી આ મારો શત્રુ છે કે આ મારો મિત્ર છે. આમ જાણતો નથી. તેથી બધા જીવો પ્રત્યે સમભાવવાળો થઈને રહે છે અને સંપૂર્ણપણે મસ્તીમાં (ખુશ મીજાજમાં) જ વર્તે છે. તેવી જ રીતે જ્ઞાનયોગી આત્મા પણ સમ્યજ્ઞાન અને ધ્યાનમાં સદા મગ્ન બન્યો છતો તેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે પરમ મૈત્રીભાવ વર્તતો હોવાથી કોઈપણ જીવ પ્રત્યે શત્રુભાવ કે મિત્રભાવ અર્થાત દ્વેષભાવથી કે રાગભાવ ઉત્પન્ન થવા દેતો નથી. પોતાના હૃદયથી સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને કરૂણા વર્તતી હોવાથી કોઈના પણ ઉપર રાગ કે રીસ વર્તતાં નથી. ક્ષમા આદિ ગુણોના કારણે તથા સમતાભાવવાળા સ્વભાવના કારણે અને તેવા પ્રકારના વિશિષ્ટ સંસ્કારોના કારણે શીતળ સરોવરમાં સ્નાન કરનારા આ યોગી મહાત્માને આ જન્મમાં જ પરમ સુખ અનુભવાય છે. તેથી તે યોગી મહાત્મા સ્વપરના રાગ-દ્વેષજન્ય તાપ અને સંતાપને શમાવવા માટે સમર્થ બને છે. સમતામય સ્વભાવના કારણે તે પોતે અન્યના રાગ અને દ્વેષને પણ Page #207 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ શમાવવા સમર્થ બને છે. આ કારણે જ કેવલી તીર્થંકર પરમાત્માના સમવસરણમાં વાઘ-સિંહ અને સર્પ જેવા જીવો આવ્યા હોય તો પણ પ્રભુની સમતાગુણની અસર નીચે હિંસકવૃત્તિ વિનાના શાંત બની જાય છે. ૨૦૭ વૃક્ષોની છાયા જેમ તેના નીચે આવનારાના તાપને દૂર કરે છે, તેમ પ્રભુની છાયા આવા પ્રકારના હિંસક અને ક્રોધી જીવોની પણ હિંસકવૃત્તિને અને ક્રોધવૃત્તિને દૂર કરે છે. I૨૫ तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । तोषणीयस्तथा स्वात्मा, किमन्यैर्बत तोषितैः ॥२६॥ ગાથાર્થ – જગતના નાથ (તીર્થંકર પ્રભુ), ઉત્તમ એવા ગુરુભગવંત તથા પોતાનો આત્મા આ ત્રણને જ સંતુષ્ટ કરવા જેવા છે. તે સિવાય અન્ય જીવોને રીઝવવાથી શું લાભ ? ॥૨૬॥ વિવેચન – જગતના નાથ એવા શ્રી તીર્થંકર પરમાત્મા વીતરાગ હોવાથી કોઈના પણ ઉપર ખુશ-નાખુશ થતા નથી. પરંતુ તેમની આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞાપાલક જીવનાં કર્મો અવશ્ય ક્ષય પામે છે. તીર્થંકર પ્રભુની આજ્ઞા પાળવાથી આજ્ઞાપાલકનો આત્મા અતિશય નિર્મળ-શુદ્ધ બને છે. ચિત્તની પ્રસન્નતા વધે છે, કર્મોનો ક્ષયોપશમ અવશ્ય થાય છે. આ રીતે આજ્ઞાપાલક જીવ પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરનાર હોવાથી પોતે જ પોતાના કલ્યાણનો કર્તા છે. તેનો પરમાત્મામાં ઉપચાર કરાય છે. આ ઉપચારના કારણે જાણે ભગવાન જ ભક્ત લોકોના યોગ અને ક્ષેમને કરનારા છે. આમ કહેવાય છે. ભક્ત લોકોના સઘળા પણ મનોરથો ભક્તના ભક્તિના પ્રભાવે જ સફળ થાય છે, તો પણ પ્રભુમાં તેનો ઉપચાર કરાય છે કે પ્રભુજીની પ્રસન્નતાથી આ મનોરથો સફળ થયા. તેમની કૃપાથી ભક્ત લોકોના સઘળા પણ મનોરથો પૂર્ણ થયા, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તૃતીય પ્રસ્તાવ યોગસાર આમ કહેવાય છે. પરમાર્થથી તો જિનેશ્વર પ્રભુની આજ્ઞાના પાલનથી સઘળાં કાર્યો થાય છે. તથા સદ્ગુરુની સેવા કરવાથી, ભક્તિ કરવાથી અને તેઓની આજ્ઞાનું પાલન કરવાથી આરાધક આત્માનાં અંતરાયાદિ કર્મો તૂટી જાય છે. તેમ થવાથી સાધક આત્માનાં સઘળાં પણ કાર્યો થાય છે. તેને જ પરમાત્મા અને સદ્ગુરુની કૃપા કહેવાય છે. પરમાત્માની અને ગુરુજીની આજ્ઞા પાળનારો જીવ આજ્ઞાપાલકતાના ગુણથી કર્મોની નિર્જરા કરતો છતો પોતાના આત્માને પણ ઘણો સંતુષ્ટ કરે છે. આ ત્રણ વ્યક્તિ સિવાય અન્યને ખુશ કરવાની કંઈ જરૂર નથી. બાકી બધાં તો મોહનાં જ પાત્રો છે. ઉપકારી એવા આ ત્રણે તત્ત્વોની પ્રસન્નતાથી જ સાધક ઘણો ખુશ પણ થાય છે અને તેનાં કર્મો તૂટી જવાથી તેનાં સઘળાં કાર્યો પણ થાય છે. માટે (૧) પરમાત્મા, (૨) સદ્ગુરુ અને (૩) પોતાનો આત્મા આ ત્રણ જ ખુશ કરવા લાયક તત્ત્વો છે. અન્ય સઘળી મોહજાળ માત્ર જ છે. ।।૨૬। कषायविषयाक्रान्तो, बहिर्बुद्धिरयं जनः । किं तेन रुष्टतुष्टेन, तोषरोषौ च तत्र किम् ॥२७॥ ગાથાર્થ – બહિદૃષ્ટિવાળો આ જીવલોક (સંસારી સર્વે પણ જીવો) કષાયોથી અને વિષયોથી ઘેરાયેલા છે. તેથી તે લોક રૂષ્ટ થાય કે તુષ્ટ થાય. તેનાથી હે જીવ ! તને શું લાભ ? ત્યાં તારે રોષ અને તોષ શા માટે કરવા ? ॥૨૭ના - વિવેચન – પરમાત્માને, સદ્ગુરુને અને તારા પોતાના આત્માને ખુશ રાખનારો સાધક અન્ય કોઈને પણ ખુશ રાખવા પ્રયત્ન કરતો નથી. કારણ કે પરમાત્મા માર્ગ બતાવનાર છે. સદ્ગુરુ તે માર્ગ ઉપર Page #209 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૦૯ તને ચડાવનાર છે અને સાચવી રાખનાર છે અને તારે તારું પોતાનું કલ્યાણ કરવું છે. માટે તારે આ ત્રણ વ્યક્તિને જ સાચવવાના છે. તેથી સાચો સાધક આત્મા આ ત્રણ વિના બીજા કોઈને ખુશ કરવાનો પ્રયત્ન કરતો નથી. ત્રણને જ બરાબર સાચવી રાખે છે. આ કારણથી બાહ્યદૃષ્ટિવાળા જીવો મિથ્યાત્વના ઉદયવાળા હોવાથી વિષયોની વાસનાથી અને કષાયોની વાસનાથી અતિશય ઘેરાયેલા છે. તેથી તેવા બાહ્યદૃષ્ટિવાળા જીવો ઉપર કરૂણાભાવ જ કરવો ઉચિત છે. તે જીવો બાહ્યદૃષ્ટિ હોવાથી ખુશ થાય તો પણ શું ? અને નાખુશ થાય તો પણ શું? હે જીવ ! તેઓ તારા આત્માનું કંઈ બગાડી કે સુધારી શકતા નથી. તેથી તેઓની ખુશી કે નાખુશી વડે આપણે સર્યું. આવા મિથ્યાદૃષ્ટિ-બાહ્યદૃષ્ટિવાળા જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ કરવો એ જ ઉચિત છે. જેથી હે જીવ! તારું ભવિષ્ય બગડે નહીં. તે માટે તે જીવો પ્રત્યે તું ક્યારેય રોષ કરતો નહીં તથા તેઓની પ્રવૃત્તિથી તું ક્યારેય ખુશ થતો નહીં. પણ સમભાવમાં જ રહેજે. તું તારા આત્માનો જ વિચાર કર. કર્મોના વિપાકોને વિચારતો એવો તું સમતાભાવમાં જ મગ્ન રહેવાનો પ્રયત્ન કર. સર્વે પણ જીવો પોતપોતાના કર્મના ઉદયને લીધે જ દુ:ખસુખ પામે છે. આ જીવના સુખ-દુ:ખમાં પર તો નિમિત્ત માત્ર છે. જે જીવો વિષય અને કષાયની વાસનાને વશવર્તી થઈને હિંસાદિ પાપોનું સેવન કરી પરભવમાં નરક-તિર્યંચ જેવી હલકી ગતિમાં જાય છે, તે જીવો ધર્મનું શ્રવણ કરવાનું પામતા નથી. તેઓને ધર્મનું શ્રવણ ગમતું પણ નથી. પરમાત્મા પ્રત્યે અને ગુરુજી પ્રત્યે હૈયામાં દ્વેષ જ ધારણ કરે છે. તેથી તેવા જીવો પ્રત્યે ભાવથી કરૂણા કરીને ઉપેક્ષાભાવ રાખવો એ જ શ્રેયસ્કર છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ તૃતીય પ્રસ્તાવ યોગસાર પાપી જીવો સદાકાળ પાપમાં જ વધારે રચ્યા-પચ્યા રહે છે. તેનું તેવું કાર્ય જોઈને હે જીવ ! તારે રોષ કરવો નકામો છે. તેમાં તારું જ અહિત થાય છે. માટે તેવા જીવો ઉપર કરૂણાભાવ લાવીને ઉપેક્ષા કરવાની ટેવ પાડ. આખું જગત આપણાથી સુધરી જ જાય, એવું ક્યારેય બન્યું નથી અને બનવાનું પણ નથી. નાહક રોષ કરીને તું કર્મ બાંધીને દુર્ગતિમાં જઈશ. તેથી હે જીવ ! તું જ પોતે કંઈક સમજ, વિચાર કર. ૨૧૦ સર્પ જ્યારથી જન્મ્યો ત્યારથી જ બીજાને ડંખ દેવાને ટેવાયેલો છે. તેના ઉપર રોષ કરવાથી કષાયોના કારણે હે જીવ ! તું જ તારૂં બગાડે છે. આવા સાપથી દૂર રહેવામાં જ ભલાઈ છે. તેવી રીતે પાપી માણસો જન્મથી જ પાપ કરવાને ટેવાયેલા છે. તું કેટલા જીવો ઉપર રોષ કરીશ ? કેટલાથી રીસ રાખીશ. માટે તે જીવો તરફ નજર ન નાખ અને તું તારા પોતાના આત્માનું કલ્યાણ કરવામાં જોડાઈ જા. તેથી જ પરમાત્માનું, સુગુરુજીનું અને તારૂં પોતાનું એમ ત્રણનું જ તત્ત્વ વિચાર કર. જેથી તું તારું કલ્યાણ પામી શકે. ।।૨૭।। ગમવાચારિ: પ્રાયો, ભોળા: વાતાનુમાવત: । द्वेषस्तेषु न कर्तव्यः, संविभाव्य भवस्थितिम् ॥२८॥ ગાથાર્થ - પાંચમા આરાના (કલિકાલના) પ્રતાપે ઘણું કરીને લોકો અશુભ આચરણ કરનારા છે. સદાચાર રહિત જીવનવાળા છે. ખોટું જ કામ કરનારા છે. તેથી ભવસ્થિતિનો વિચાર કરીને (તે જીવોનો તેવો સ્વભાવ જ છે. એમ સમજીને પણ) તેવા પાપી જીવો ઉપર ક્યારેય દ્વેષ કે રોષ કરવો નહીં. ।૨૮।। વિવેચન સમતાભાવને પોતાના જીવનમાં વધારે મજબૂત બનાવવા માટે પાપી જીવો ઉપર ક્યારેય પણ રોષ કરવો નહીં તથા મૈત્રી-પ્રમોદ વિગેરે ભાવનાઓથી પોતાનું હૃદય ઘણું જ વાસિત બનાવવું - Page #211 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૧૧ અને તેમાં પણ પાપી જીવો ઉ૫૨ માધ્યસ્થ્ય ભાવના લાવવાનો વિશેષ પ્રયત્ન કરવો. પાંચમો આરો દુઃખમ હોવાથી આ કાળમાં સદાચાર પાળનારા પાપભીરૂ આત્મા વિરલા જ હોવાના છે. ઉત્તમ આચરણવાળા જીવો ગણ્યાગાંઠ્યા જ મળવાના છે. દુરાચાર અને હિંસાદિ પાપકાર્યોમાં જ ડૂબેલા જીવો વધારે સંખ્યામાં મળવાના છે. હે જીવ ! તું કેટલા ઉપર રોષ કરીશ ? અને કેટલાની સાથે રીષ રાખીશ ? માટે રોષ-ગુસ્સોનારાજગી કરવાનું છોડી દઈને તેવા પાપી જીવો ઉપર પણ હૃદયમાં કરૂણા કરીને માધ્યસ્થ ભાવનાને-ઉદાસીનભાવને સેવવાની ટેવ પાડ. હિંસા આદિ પાપો કરનારા જ જીવો વધારે પ્રમાણમાં છે. તેમાં કલિકાલનો (પાંચમા આરાનો) આ પ્રભાવ જ છે. આમ સમજ. મનને આવું સમજાવીને તું કષાયની માત્રામાં ન આવી જા. તેવા જીવો પ્રત્યે પણ રોષ-દ્વેષ કે તિરસ્કાર કરવાનું છોડી દે અને તે જીવોની ભાવથી કરૂણા કરીને તેઓને આવા પ્રકારના કર્મનો ઉદય જ છે. આમ વિચારી તેઓ ઉપરનો રોષ તું છોડી દે. રોષ કરવાથી તે જીવો સુધરશે નહીં અને તારૂં અવશ્ય બગડશે જ. આવો ખોટનો ધંધો હે જીવ ! તારાથી કેમ કરાય ? જે જીવો ઘણાં પાપો કરે છે. તે જીવોની ભવસ્થિતિ હજુ પાકી નથી. તેવા જીવો ચ૨માવર્તમાં પ્રવેશ્યા નથી. લઘુકર્મી બન્યા નથી. તેથી તે જીવો હજુ મોહનીયાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાના જ છે. ભવોની પરંપરામાં રખડવાની જ તેઓની ભવિતવ્યતા છે. તું રોષ કરીને શું કરીશ ? તારૂં પણ બગડશે અને તેઓનું સુધરશે નહીં અને ભવસ્થિતિ પાકી ન હોવાથી જ આવા જીવો તીવ્ર સંક્લેશમાં વર્તતા હોય છે તથા હિંસા આદિ પાપસ્થાનકોની પ્રવૃત્તિ રાચી માચીને હોંશપૂર્વક જ તે જીવો કરતા હોય Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તૃતીય પ્રસ્તાવ યોગસાર છે. આવા કર્મોનાં કડવાં વિપાક છે. આમ તેઓ જાણતા નથી. આવું સમજીને હે જીવ ! તું માધ્યસ્થભાવમાં આવી જા. ।।૨૮।। निःसङ्गो निर्ममः शान्तो, निरीहः संयमे रतः । यदा योगी भवेदन्तस्तत्त्वमुद् भासते तदा ॥ २९ ॥ ગાથાર્થ - જ્યારે યોગી મહાત્મા પુરુષ સંગ વિનાના, મમતા વિનાના, અતિશય શાંત સ્વભાવવાળા, સ્પૃહા વિનાના અને સંયમના ભાવમાં ઓતપ્રોત બને છે, ત્યારે તે યોગીને આત્મતત્ત્વનો અંતરાત્મામાં અનુભવ થાય છે. રા વિવેચન – અનાદિકાળથી આપણા જીવો મોહને વશ પર પદાર્થોની પલોજણમાં જ ડૂબેલા છે. ઘર-દુકાન-પૈસા વસ્ત્ર-પરિવાર ઇત્યાદિ પ૨પદાર્થોની જ પ્રાપ્તિ માટે રાચી-માચીને ઘુમ્યા કરે છે. પરંતુ અંતરાત્માના જે ગુણો રૂપી ધન છે, તે મેળવવા જરા પણ ઉત્સુક થતા નથી. જ્યારે અભ્યાસથી મોહદશા નબળી પડે છે ત્યારે જ અંતરાત્મા કંઈક અંશે જાગે છે અને ત્યારે જ અંતર આત્મતત્ત્વનો કંઈક અનુભવ થાય છે. અંદર રહેલા અંતરાત્મતત્ત્વનો અનુભવ જે જે સાધનો વડે થઈ શકે તેમ હોય છે, તે તે સાધનોનો નિર્દેશ અનુભવી યોગી પુરુષો કરે છે અને તે જ વાત ગ્રંથકારશ્રી જણાવે છે કે - (૧) નિઃસંગદશા = બાહ્ય સંગ-જડ પદાર્થો અને અન્ય ચેતન પદાર્થોનો સંગ છોડી દેવાથી તેના સંબંધી મોહના વિકલ્પો થતા નથી. જેમ કે કુટુંબ-પરિવાર, સગાં-સંબંધીનો ત્યાગ કરીને ચારિત્રીયા થવાથી અને તેમાં પણ એકલવિહારીની પ્રતિમા સ્વીકારવાથી કોઈપણ સગાસંબંધીનો આ જીવને મોહ થતો નથી. મોહને જિતવાનો આ પણ એક ઉપાય છે કે પરિચિતથી દૂર રહેવું. આ જીવ નિર્વિકારિતાની અતિશય નજીક પહોંચી જાય છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૧૩ વસ્ત્ર-પાત્ર આદિ ઉપધિ જરૂર પૂરતી રાખીને બાકીની બધી જ વસ્તુનો ત્યાગ કરવાથી તેની પણ મમતા અને સંગ્રહ બુદ્ધિ વિનાનો આ જીવ એકત્વભાવનામાં વધારે લીન બને છે. (૨) નિર્મમતા=જે ઉપધિ આવશ્યક હોય છે અને રાખવી જ પડે છે, તેવાં બે-ત્રણ જોડી કપડાં-પાત્રો કે પુસ્તકો આદિ રાખે પરંતુ તેના ઉપર પણ મમતા વિનાના-મોહ વિનાના થઈને આ મુનિ નિર્મમત્વતાનો અનુભવ કરે છે. (૩) શાન્ત=સમતામય જીવન બનાવવાથી અને બાહ્ય ઉપધિનો લગભગ ત્યાગ કરવાથી ચિત્તની વૃત્તિઓ અતિશય નિર્મળ બને છે. મોહના વિકારોથી રહિત બને છે. જેના કારણે આ જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. ઉપશમભાવ સ્વરૂપ આત્મિક રસનો અનુભવ થવાથી જીવનની મધુરતાનો આ જીવને સાક્ષાત્કાર થાય છે. (૪) નિરીહતા કોઈ પણ પદાર્થની ઇચ્છા જ ન થવી. બાહ્ય પૌદૂગલિક કોઈ પણ પદાર્થની સ્પૃહા જ ન રહેવાથી પરમ નિઃસ્પૃહતા ગુણ પ્રગટ થાય છે અને નિઃસ્પૃહતા ગુણનો તે કાળે સાચો અનુભવ થાય છે. કોઈપણ પર પદાર્થની ઇચ્છા જ ન રહેવી. સચેતન કે અચેતન કોઇ પણ દ્રવ્ય હે જીવ ! તારું નથી. આ પ્રમાણે નિઃસંગ-નિર્મમ-ઉપશાંત અને નિરીહ આવા પ્રકારના શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત થયેલા યોગી મહાત્મા નિર્મળ ચારિત્રપાલનમાં જ સદા તત્પર રહે છે. તેના પ્રભાવે તે આત્મા પોતાની અંતરાત્મ દશાના અનુભવી બન્યા છતા અંતરાત્મ દશાના અમૃતરસના આસ્વાદને માણનારા બને છે. આ અનુભવ જ એવો છે કે “જે માણે તે જ જાણે.” રિયા सद्वक्षं प्राप्य निर्वाति, रवितप्तो यथाऽध्वगः । मोक्षाध्वस्थस्तपस्तप्तस्तथा योगी परं लयम् ॥३०॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તૃતીય પ્રસ્તાવ યોગસાર ગાથાર્થ - જેમ સૂર્યના તાપથી તપેલો મુસાફર મનુષ્ય શ્રેષ્ઠ વફાદાર વૃક્ષને પામીને શાંતિને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે મોક્ષમાર્ગ ઉપર ચાલનારો યોગી મનુષ્ય તપના તીવ્ર તાપ વડે તપ્યો છતો સમતાભાવના અભ્યાસથી પરમ લયને પ્રાપ્ત કરે છે. /૩ી. વિશેષાર્થ – કોઈ પણ યોગી પુરુષો આત્મસાધના કરતાં કરતાં શુદ્ધ આત્મતત્ત્વનો જ્યારે અનુભવ કરે છે, ત્યારે તેને લય કહેવાય છે. નિઃસંગતા-નિર્મમતા-શાંતતા અને નિરીહતા આવા આવા શ્રેષ્ઠ ગુણો પ્રાપ્ત કરવા દ્વારા જ્યારે યોગી મહાત્મા પોતાના આત્માની શુદ્ધ આત્મદશાનો અનુભવ કરે છે, ત્યારે તેને આત્મહત્ત્વના લયવાળી અવસ્થા કહેવાય છે. આવી લયવાળી અવસ્થા પ્રાપ્ત થવી તે બાહ્ય-અત્યંતર એમ બન્ને પ્રકારના તપનું ફળ છે. તપ દ્વારા આત્માને વિકારીભાવથી દૂર કરવા દ્વારા અર્થાતુ નિર્વિકારી ભાવવાળો બનાવવાથી અને નિર્મળ સંયમ ધર્મનું આરાધન કરવાથી જીવમાં આવી લયવાળી અવસ્થા પ્રાપ્ત થાય છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યના ઉગ્ર તાપથી તપેલો મુસાફર જેમ વૃક્ષોની ગાઢ છાયા પ્રાપ્ત કરીને ત્યાં વિશ્રામ કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગ ઉપર પ્રયાણ કરતા મહામુનિઓ ઉગ્ર તપ કરતા છતા તથા તેની સાથે સાથે સંયમધર્મની પણ સાધના કરતા છતા ધ્યાનદશા અને સમાધિદશાનો સતત અભ્યાસ કરવાથી કર્મોનો ભાર હળવો થવાથી લયવાળી દશાને પામે છે. પરમ લયને પામે છે. સારાંશ કે આત્માની શુદ્ધ દશાનો પરમ આનંદ અનુભવે છે. લયદશા” એ સર્વ યોગોમાં શ્રેષ્ઠ દશા છે. જ્યારે આ જીવ લયદશાને પામે છે, ત્યારે તે લયદશાવાળો અનુભવ આત્માની શુદ્ધ દશાની અનુભૂતિ કરાવે છે. સર્વે પણ આગમશાસ્ત્રોના સાર સ્વરૂપ એવા પ્રકારની યોગદશાના સ્વરૂપને સમજાવનારાં શાસ્ત્રોમાં જણાવેલાં Page #215 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૧૫ અનુષ્ઠાનો આચરતાં આચરતાં આવી અનુપમ લયદશાનો આ જીવને અનુભવ થાય છે. તે લયયોગને પ્રાપ્ત કરવા માટે મુમુક્ષુ સાધકે તે લયદશાની પ્રાપ્તિના ઉપાયો અપનાવીને તેનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે - पूजा कोटि - समं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जप कोटिसमं ध्यानं, ध्यानकोटि समो लयः ॥ કરોડોની સંખ્યાવાળી પૂજાની સમાન પરમાત્માની સ્તુતિ છે અને કરોડો સ્તુતિ સમાન જાપ છે. કરોડો જાપ સમાન ધ્યાન છે અને કરોડો વખત કરાયેલા ધ્યાનના ફળરૂપે એક લય છે. લયદશા એટલે એકાકાર દશા. સંસારના બીજા તમામ ભાવો ભૂલી જઈને ઉપકારક એવા એક ભાવમાં લયલીન થવું, તેને લયદશા કહેવાય છે. ધ્યાનદશાનો નિરંતર અભ્યાસ કરવાથી આ આત્મામાં જ્યારે લયયોગની સિદ્ધિ થાય છે. ત્યારે આ આત્મા પોતાના આત્મસ્વભાવમાં મગ્ન બનીને શુદ્ધ આત્મદશાના અનુભવનો પરમ આનંદ અનુભવે છે. પ્રથમ દશામાં પરમાત્માની પૂજા કરવાથી પરમાત્મા પ્રત્યે પ્રેમનીઅહોભાવની વૃદ્ધિ થાય છે. ત્યારબાદ તેમની સ્તુતિઓ ગાવાથી તેવા પ્રકારના સ્તોત્રો વડે ભક્તિયોગ જીવનમાં પ્રગટ થાય છે. જપયોગની સાધના કરતાં કરતાં તે જ ભક્તિયોગ પરાકાષ્ટ દશાને પામે છે અને આ જીવને તીર્થંકર પ્રભુની આજ્ઞાપાલનમાં નિરંતર ઉપયોગવાળો બનાવે છે. તેના પ્રતાપે ભક્તિયોગ દ્વારા વચનાનુષ્ઠાન યોગની આ જીવમાં સિદ્ધિ થાય છે. આમ ભક્તિ અનુષ્ઠાન અને વચનાનુષ્ઠાન આવવાથી તેનો નિરંતર અભ્યાસ પડવાથી આ જીવમાં અસંગ અનુષ્ઠાન રૂપ અમૃત અનુષ્ઠાન Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તૃતીય પ્રસ્તાવ યોગસાર પ્રાપ્ત થતાં લયયોગની સિદ્ધિ થાય છે. માટે આત્માના કલ્યાણના સાધક આત્માએ પ્રભુ પ્રત્યેની પ્રીતિમાં, પ્રભુ પ્રત્યેની ભક્તિમાં અને પ્રભુની આજ્ઞાપાલન રૂપ વચનાનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં લયલીન બનીને અંતિમ સાધ્ય સ્વરૂપ અમૃત અનુષ્ઠાનવાળા બનવું. આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બંધાતાં અને તેના દ્વારા સંસારી ભાવોમાંથી ઉદાસીનતા પ્રગટ થતાં આ જીવ ધીરે ધીરે આત્મકલ્યાણનો સાચો સાધક બને છે. ||૩૦ગા. इति साम्यतनुत्राण त्रातचारित्रविग्रहः । मोहस्य ध्वजिनीः धीरो, विध्वंसयति लीलया ॥३१॥ ગાથાર્થ - આ પ્રમાણે સમતાભાવ રૂપી બન્નરને ધારણ કરવાથી ચારિત્રરૂપી શરીરનું રક્ષણ કર્યું છે જેણે એવો યોગી મહાત્મા મોહરાજાની સેનાનો ક્ષણમાત્રમાં વિનાશ કરે છે. /૩૧ી વિવેચન - આ ત્રીજા પ્રસ્તાવમાં સમતાયોગને પોતાના આત્માની સાથે એકાકારપણે પ્રગટ કરવાના ઉપાયો જણાવ્યા છે. સમતાભાવનું સ્વરૂપ તથા તેનું ફળ આ પ્રસ્તાવમાં સમજાવ્યું છે. સમતાયોગની સિદ્ધિ એ ચારિત્રગુણ રૂપી શરીરનું રક્ષણ કરવાનું એક અજોડ બક્ષર છે. જે બન્નર પહેરવાથી (ધારણ કરવાથી) ચારિત્ર રૂપી શરીરનું સંપૂર્ણપણે સંરક્ષણ થાય છે. જે મહાત્મા મુનિ મહારાજ સમતાયોગના સેવનરૂપી બખ્તરને સતત ધારણ કરે છે, એટલે કે (૧) સુખ અને દુ:ખના સંજોગોમાં તથા (૨) માન-અપમાનના સંજોગોમાં, (૩) ચડતી-પડતીના પ્રસંગોમાં, (૪) યશ અને અપયશના પ્રયોગોમાં રાગ-દ્વેષ કરતા નથી. ચિત્તને રાગ અને દ્વેષથી મુક્ત રાખીને નિર્મળ રહે છે. રાગ અને દ્વેષ કરવા આ સઘળો પરપ્રત્યયિક ભાવ છે. આમ સમજીને તે બધા પ્રસંગોમાં Page #217 -------------------------------------------------------------------------- ________________ યોગસાર તૃતીય પ્રસ્તાવ ૨૧૭ રાગાદિથી દૂર જ દૂર રહે છે અને સમભાવપૂર્વક અનુકૂળ-પ્રતિકૂળ બધા જ પ્રસંગોને સમાન સમજવા પૂર્વક પસાર કરે છે. સંસાર કે મોક્ષ આવી બન્ને બાધક-સાધક અવસ્થામાં પણ દ્વેષ કે આસક્તિ રાખતા નથી. આ મુનિ સંયમની સુરક્ષા માટે સમતા અને સમાધિનો આશ્રય કરે છે અને દિન-પ્રતિદિન સંયમની-સમતાની અને સમાધિગુણની વૃદ્ધિ થતાં ક્ષણવારમાં જ મોહનો નાશ કરતા છતા ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે. ક્ષપકશ્રેણી દ્વારા સૌથી પ્રથમ ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનો ઉપર આરોહણ કરતા કરતા તે મુનિ મોહનીયકર્મનો સર્વથા નાશ કરે છે. ત્યારબાદ ૧૨મા ગુણઠાણે આવીને વીતરાગ થયા છતાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય – એમ ત્રણ કર્મોનો સર્વથા નાશ કરીને તેમા ગુણઠાણે આરોહણ કરે છે અને તે કાળે કેવળજ્ઞાનકેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યારબાદ આયુષ્ય પ્રમાણે તેરમા ગુણઠાણે વિચરીને પરોપકાર કરવા દ્વારા પોતાનાં શેષ અઘાતી કર્મોને પણ લગભગ ઘણાખરા ખપાવીને અયોગી ગુણઠાણે આરૂઢ થાય છે. ત્યાં રહ્યાં-સહ્યાં બાકી રહેલા સર્વ અઘાતી કર્મોને ખપાવીને અશરીરી બનીને મોક્ષે જાય છે. આ ત્રીજા પ્રસ્તાવમાં સમતાગુણને આત્મસાત્ કરવાની કથાનું વિશેષ વર્ણન કર્યું છે. મુમુક્ષુ એવા આત્મસાધકે સૌથી પ્રથમ વિષયવાસના, કષાય, રાગ અને દ્વેષ આ બધા જે ઉપર ઉપરથી મીઠા લાગે છે, પણ જે ભયંકર વિષધર સર્પ સમાન છે. આત્માના ભાવશત્રુઓ જ છે. આમ જાણીને તેને ઉત્પન્ન થતાં જ રોકી દેવા જોઈએ. આ દોષોનો નાશ કરીને ક્ષમાનમ્રતા વિગેરે દશ યતિધર્મ રૂપ આત્મગુણોને પ્રગટ કરીને આત્માનું Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તૃતીય પ્રસ્તાવ યોગસાર બાહ્યભાવોથી ઘણું જ રક્ષણ કરવું. વિષયવાસના અને કષાયાદિ આ સઘળા અંતરંગ શત્રુઓ જ છે. તેને જીતવાથી સાધક આત્મા સિદ્ધ આત્મા તુલ્ય મોક્ષસુખ પ્રાપ્ત કરે છે. તે માટે શાશ્વત સુખના અર્થી જીવે રાત્રે કે દિવસે, સૂતાં કે જાગતાં, મન-વચન અને કાયા દ્વારા સમતાગુણનો વધારેમાં વધારે વિકાસ કરવો જોઈએ. સમતાગુણના વિકાસથી જ સહજાનંદતા, આત્મારામતા, સંસારી ભોગ ભાવોથી ઉન્મનીકરણ વિગેરે ગુણો પ્રાપ્ત થાય છે. જગત કેમ ખુશ રહે ? એવી દષ્ટિ રાખવા કરતાં પરમાત્મા, પરમગુરુ અને મારો પોતાનો આત્મા કેમ સંતુષ્ટ રહે, તે માટે સદા પ્રયત્નશીલ રહેવું. હે આત્મા ! જો તું સમતાગુણથી તારા પોતાના આત્માને સદા પ્રસન્ન રાખીશ, તો સમગ્ર વિશ્વ તારા ઉપર સદા પ્રસન્ન જ રહેશે. પોતાના આત્મામાં સમતા નામના ગુણનો જ વિકાસ કરવા માટે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી છે. તેના નિરંતર અભ્યાસમાં લયલીન રહેવાથી અને સમાધિ ભાવપૂર્વક દશવિધ મુનિધર્મનું યથાર્થ સેવન કરવાથી આ ગુણોનો જીવનમાં વિકાસ થાય છે. સમતારૂપી બશ્વરના પ્રતાપે જ ચારિત્રરૂપી શરીરનું રક્ષણ થવાથી મોહદશા થાકીને અંતે નાશ પામે છે, ભાગી જાય છે. મોહદશાનો નાશ કરવા માટે સમતાયોગના સેવન જેવો બીજો કોઈ સમર્થ ઉપાય નથી. /૩૧ાા આ ત્રીજા પ્રસ્તાવમાં રાગ અને દ્વેષને જીતીને સમતા ગુણને સાક્ષાત્કાર કરવાનો તથા સમતાગુણની પ્રાપ્તિથી તુરત કર્મોનો ક્ષય થાય છે અને કેવલજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ સુંદર વર્ણન મહાત્મા પુરુષોએ કર્યું છે. આ પ્રસ્તાવ સમતાગુણના વર્ણનના અધિકારવાળો છે તે સમાપ્ત થયો. तृतीयः साम्योपदेशनामा प्रस्तावः समाप्तः Page #219 -------------------------------------------------------------------------- ________________ चतुर्थ: प्रस्तावः ) // સત્ત્વોપવેશ त्यक्त्वा रजस्तमोभावौ, सत्त्वे चित्तं स्थिरीकुरु । न हि धर्माधिकारोऽस्ति, हीनसत्त्वस्य देहिनः ॥ १ ॥ ગાથાર્થ - રજસ સ્વભાવ અને તામસી સ્વભાવ ત્યજી દઈને હે જીવ ! સત્ત્વ સ્વભાવમાં ચિત્તને તું સ્થિર કર, કારણ કે સત્ત્વહીન જીવને ધર્મની પ્રાપ્તિનો અધિકાર સંભવતો નથી. ।।૧।। – વિવેચન - ચિત્તવૃત્તિ રજસ સ્વભાવવાળી પણ હોઈ શકે છે, તામસી સ્વભાવવાળી પણ હોઈ શકે છે અને સત્ત્વ સ્વભાવવાળી પણ હોઈ શકે છે. પરંતુ તેમાંની પ્રથમની બે પ્રકારની ચિત્તવૃત્તિ કર્મબંધનો જ હેતુ હોવાથી ધર્મપ્રાપ્તિ માટે અયોગ્ય છે. માટે હે જીવ ! તું સત્ત્વ સ્વભાવમાં ચિત્તને સ્થિર કર. પ્રથમની બે પ્રકારની ચિત્તની વૃત્તિનો ત્યાગ કરવાથી ચિત્ત સત્ત્વ સ્વભાવમાં સ્થિર બની શકે છે. સત્ત્વ સ્વભાવની પ્રધાનતાવાળા જ જીવો ધર્મના અધિકારી બની શકે છે. યોગની સાધના, ધર્મધ્યાનાદિ ઉત્તમ ધ્યાનની પ્રક્રિયા, વિશિષ્ટ ચારિત્રપાલન, સમતાભાવમાં વર્તન તથા સમતાભાવમાં રહેવાનો ઉપદેશ ઇત્યાદિ ઉચ્ચતમ માર્ગોનું આસેવન સત્ત્વશાળી પુરુષો જ કરી શકે છે. જે જીવ સત્ત્વહીન હોય છે, તે ક્યારેય પણ વિશિષ્ટ ધર્મનું આચરણ અને પાલન કરી શકતો નથી, વિશિષ્ટ આચરણમાં અને પાલનમાં તે જીવ થાકી જાય છે, હારી જાય છે. પરાભવ પામીને પાછો ચાલ્યો જાય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર આ ચોથા પ્રસ્તાવમાં સત્ત્વને ફોરવવાનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવીને તેને ઉત્તમ ભાવનાઓથી ભાવિત (વાસિત) કરવાનું વર્ણન ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે. તે વર્ણન સાંભળવાથી અને સમજવાથી કાયર માણસની કાયરતા નાશ પામી જાય છે અને તેનામાં તથા બીજા પણ સત્ત્વશાળી જીવમાં એમ બન્નેમાં સત્ત્વગુણ વૃદ્ધિ પામે છે. સર્વે પણ ગુણો સત્ત્વગુણ હોય તો જ શોભા પામે છે. જીવનમાં સત્ત્વગુણનો વિકાસ થવાથી જ ક્ષમા-નમ્રતા-સરળતા આદિ ધર્માત્મક ગુણોની પણ વૃદ્ધિ થાય છે. આ કારણથી જ ગ્રંથકાર મહર્ષિ આ ગાથામાં આપણને ઉપદેશ આપતા કહે છે કે રજસગુણ અને તમસગુણને ત્યજીને હે જીવ ! તું તારા સત્ત્વગુણને પ્રગટ કર, વિકસાવ કે જેનાથી ધર્મતત્ત્વ વૃદ્ધિ પામે. કારણ કે રજસગુણ અને તમસગુણ ધર્મતત્ત્વના બાધક ગુણો છે. તેથી તેવી પ્રકૃતિવાળા જીવો ધર્મતત્ત્વ સાધી શકતા નથી. માટે સત્ત્વગુણને વિકસાવ. //// हीनसत्त्वो यतो जन्तुर्बाधितो विषयादिभिः । बाढं पतति संसारे, स्वप्रतिज्ञाविलोपनात् ॥२॥ ગાથાર્થ - કારણ કે સત્ત્વહીન જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી પીડાયો છતો પોતાની પ્રતિજ્ઞાનો લોપ કરીને આ અગાધ સંસારમાં અતિશય ડુબે છે. (અને વિષયોમાં વધારે આસક્ત બને છે.) રા/ વિવેચન – સત્ત્વગુણ વિનાનો જીવ ધર્મતત્ત્વ સાધવાનો અધિકારી બનતો નથી, આવું જે પહેલી ગાથામાં કહેવામાં આવ્યું, તેનું કારણ જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે જે જીવ પોતાના સત્ત્વગુણ વિનાનો હોય છે, તે જીવ વિષયોની વાસનાથી જ્યારે પીડાય છે અને કષાયોથી તેનું ચિત્ત જ્યારે વધારે ને Page #221 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૨૧ વધારે મલીન થાય છે ત્યારે પોતે સ્વીકારેલાં વ્રતો અને મહાવ્રતો પાળવાની લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને વિષયોના ઉપભોગમાં જોડાઈ જાય છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા ભયંકર છે. વિષ્ટા આદિ દુર્ગંછનીય પદાર્થોથી પણ વધારે દુર્ગંછનીય છે. તો પણ મોહાધીનતાના કારણે તે જીવને તે જ વિષયો અમૃત જેવા મધુર અને સુગંધી લાગે છે. પોતે જે ભોગોના ત્યાગની પ્રતિજ્ઞા સ્વીકારેલી છે, તેનો ભંગ કરીને પણ વિષયોમાં આસક્ત થયો છતો તે જીવ વિષયોનો ઉપભોગ કરે છે અને સંસારવાસમાં જોડાય છે. સંસારના ત્યાગી થયેલા મુનિ પણ વાસનાઓ અને કષાયોને આધીન જ્યારે થાય છે ત્યારે મનગમતા એવા પાંચે ઇન્દ્રિયોના વિષયસેવનમાં અતિશય આસક્ત બની જાય છે. ઇષ્ટ વિષયોના ઉપભોગમાં જોડાઈ જાય છે અને કંડરીક મુનિ આદિની જેમ દુર્ગતિમાં જનારા બની જાય છે. નરકના ભવની અપાર પીડા ભોગવે છે તથા તિર્યંચના ભવમાં જઈને પરાધીનતા, ભૂખ-તરસની પીડા, રોગ-વ્યાધિની પીડા ભોગવે છે. તથા અનેક જન્મ-જરા-મરણનાં દુઃખો પામે છે. ભોગો અને વિષયો અતિશય ભયંકર દુઃખદાયી છે. તે સઘળાં દુ:ખો સહન કરવાનો વારો આવે છે. ૨ા सावद्यं सकलं योगं, प्रत्याख्यायान्यसाक्षिकम् । विस्मृतात्मा पुनः क्लीबः, सेवते धैर्यवर्जितः ॥३॥ ગાથાર્થ – સત્ત્વગુણહીન એવો કાયર પુરુષ ગુરુ આદિ વડીલોની સમક્ષ સર્વ સાવદ્યયોગનો ત્યાગ કરીને પણ તે પ્રતિજ્ઞા ભૂલી જઈને ધૈર્યગુણ વિનાનો બનેલો તે જીવ ફરીથી તે સાવદ્યયોગને સેવનારો બની 24. 11311 Page #222 -------------------------------------------------------------------------- ________________ 5. ૨૨૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - સત્ત્વહીન જીવો સર્વથા સાવદ્યયોગનો ત્યાગ અર્થાત સર્વવિરતિ ધર્મ-ચારિત્ર ધર્મનો જ્યારે સ્વીકાર કરે છે, ત્યારે સર્વ પ્રકારની પાપવૃત્તિઓ નહીં કરવાનાં પચ્ચખ્ખાણ તો કરે છે. મનથી, વચનથી અને કાયાથી હું પાપ કરીશ નહીં, કરાવીશ નહીં અને અનુમોદીશ નહીં, આવા પચ્ચખાણ તો કરે જ છે. પરંતુ મોહનો ઉગ તીવ્ર બનતાં વિષય-વાસના ઘણું જોર કરે છે અને તેના કારણે ચતુર્વિધ સંઘ સમક્ષ ગુરુ પાસેથી લીધેલી વ્રતો પાળવાની પ્રતિજ્ઞાને ભૂલી જાય છે અને કોઈક ગૃહસ્થપણું સ્વીકારીને અથવા કોઈક સાધુપણાના વેશમાત્રમાં રહીને પાપાચરણ કરે છે. તે સમયે પરમાત્માએ શું કીધું છે ? અને હું શું કરું છું, તેનો વિચાર પણ રહેતો નથી. આમ અનુચિત પાપાચરણમાં જોડાઈને ઘણું પાપ કરે છે. તે કાળે મોહના ઉદયની તીવ્રતા હોવાના કારણે શુભ વિચાર પણ સ્કુરાયમાન થતો નથી. તીર્થંકર પરમાત્મા, ગુરુદેવ અને શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં મેં સર્વવિરતિ ધર્મ સ્વીકાર્યો છે. મારાથી કોઈ પણ જાતનું પાપાચરણ કરાય નહીં. આવો વિચાર પણ કર્યા વિના તે સંયમી જીવનનો ત્યાગ કરીને વિષયોની વાસના અને કષાયોની વાસનાને આધીન થયો છતો સાધુ જીવનમાં રહીને ગુપ્તપણે અથવા ગૃહસ્થ જીવનમાં જઈને અનેક પ્રકારનાં અનુચિત પાપોનાં આચરણો કરે છે. મેં લીધેલી સર્વવિરતિ ધર્મની પ્રતિજ્ઞાનો હું ભંગ કરું છું. મેં પરમાત્માની સાક્ષીએ, ગુરુજીની સાક્ષીએ મહાવ્રતો પાળવાની પ્રતિજ્ઞા કરેલી છે. આ વ્રતો ન પાળવાથી હું તેનો ગુનેગાર બનીશ. આવો વિચાર પણ આ જીવ કરતો નથી. સાધુપણામાં રહીને છૂપું છૂપું હું પાપ સેવીશ, તો પણ જ્ઞાનીના વચનનો વિલોપ કરું . શાસનની મેલીનતા Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ કરવામાં હું નિમિત્ત બનું છું ઇત્યાદિ કોઈપણ સારા વિચારો તે કાળે જીવને આવતા નથી અને દોષોનું આચરણ ચાલુ કરી દે છે, મોહની પ્રબળતા કેવી છે ? ઉત્તમ આત્માને પણ પછાડે છે. મેં લીધેલી પ્રતિજ્ઞાને નહીં પાળીને હું ચીકણાં કર્મો બાંધુ છું. જેનાં ફળ નરક-તિર્યંચના ભવોમાં મારે ભોગવવા પડશે. આવો વિચાર પણ આ જીવને આવતો નથી અને આ જીવ હોશે હોંશે પાપકાર્યમાં જોડાઈ જાય છે. ખરેખર મોહદશાને ધિક્કાર હોજો. Ifી तावद् गुरुवचः शास्त्रं, तावत् तावच्च भावनाः । कषायविषयैर्यावद्, न मनस्तरलीभवेत् ॥४॥ ગાથાર્થ - આપણું મન જ્યાં સુધી વિષયો અને કષાયોથી ચંચળઆકુળ-વ્યાકુળ બનતું નથી, ત્યાં સુધી જ ઉપકારી ગુરુજીનું વચન યાદ રહે છે તથા શાસ્ત્ર પણ ત્યાં સુધી જ સ્મૃતિપટમાં રહે છે અને શુભભાવના પણ ત્યાં સુધી જ ટકે છે. (વિષયો અને કષાયોનું જોર વધતાં બધું જ ભૂલાઈ જાય છે.) I/૪ વિવેચન - આ જીવમાં જ્યારે સત્વહીનતા અને વિષયોની તીવ્ર અભિલાષા, આ બે દોષો પ્રગટે છે, ત્યારે પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો ભાવ થઈ જાય છે. મોહની તીવ્રતા સામે જો કોઈ બચાવનાર હોય તો (૧) ગુરુજીનું સદુપદેશાત્મક વચન, (૨) ઉત્તમ શાસ્ત્રોનું નિરંતર શ્રવણ અને (૩) બાર ભાવના આદિ રૂપ વિશિષ્ટ ભાવનાઓનું ભાવવું. આ ત્રણ જ ઉપાયો શુભભાવોથી અશુભ ભાવો તરફ જતા જીવનું રક્ષણ કરનારા છે. (૧) આત્મા મલીનભાવને પામે ત્યારે ગુરુજીની નિશ્રા અને ગુરુજીનો સદુપદેશ, તે જીવનું રક્ષણ કરે છે. ગુરુજીની હાજરી પણ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર ઘણા ઘણા દોષોથી આ જીવને બચાવે છે તથા તેઓની વાણી સાંભળવાથી વિકારો ઘણા શાંત થઈ જાય છે. માટે સૌથી પ્રથમ ગુરુજીની નિશ્રા અને વ્યાખ્યાન શ્રવણ એ પ્રધાનતમ કારણ છે. (૨) જૈન શાસ્ત્રોનો અભ્યાસ, સંવેગ અને વૈરાગ્યગુણને વધારનારાં મહાપુરુષોએ બનાવેલાં વૈરાગ્યશતક, યોગના ગ્રંથો, અધ્યાત્મસાર, અધ્યાત્મકલ્પદ્રુમ આવા અનેક ગ્રંથોનો નિરંતર અભ્યાસ. (૩) સંસારની અનિત્યતા આદિ તત્ત્વોને સમજાવનારી બાર ભાવના તથા મૈત્રી આદિ ચાર બીજી ભાવનાઓ આ સઘળાં વૈરાગ્યભાવનાં પ્રધાનતમ સાધનો છે. મોહના તીવ્ર ઉદયકાલે વ્રતભંગ કરવાનો ભાવ થઈ જાય છે. તેમાંથી બચાવનાર જો કોઈ હોય તો ગુરુનો હિતોપદેશ જ આ જીવને બચાવે છે. ગુરુજીની હાજરી માત્ર પણ ઘણા દોષોથી જીવને બચાવે છે. માટે જ મહાત્મા પુરુષોએ સદા ગુરુનિશ્રામાં જ રહેવાનું કહ્યું છે. ગુરુજીની હાજરી માત્રથી ભય અથવા લજજા આદિના કારણે પણ આ જીવા દોષસેવનમાંથી બચી જાય છે. કર્મના ઉદય રૂ૫ રોગની સામે તપ એ તેની ચિકિત્સા રૂપ છે. જ્યારે જ્યારે આ શરીરમાં ભોગોના વિકારો પ્રગટ થાય છે, ત્યારે ત્યારે જો તપનું સેવન કરવામાં આવે તો તે વિકારો ઘણા શાંત થઈ જાય છે. તીવ્ર મોહના ઉદયના નાશનો બીજો ઉપાય શાસ્ત્ર અભ્યાસ છે. આ જીવ જેમ જેમ શાસ્ત્રોના અભ્યાસમાં લયલીન-તન્મય રહે છે, તેમ તેમ વિકારો પ્રગટ થતા નથી. પ્રગટ થયેલા વિકારો પણ અતિશય શાંત થઈ જાય છે. એટલે ઉત્તમ શાસ્ત્રોનો અભ્યાસ એ મોહરૂપી વિષનો નાશ કરવામાં મંત્રતુલ્ય છે. તેથી શાસ્ત્ર અભ્યાસ એ બીજો ઉપાય છે. તે ઉપાયોને આદરપૂર્વક સેવવાથી અશુભ કર્મોનો ઉદય વિરામ પામી જાય છે. એટલે અશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલા વિકારો પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૨૫ શાંત થઈ જાય છે. વિકારો શાંત થવાથી વિકારીભાવ જ ચાલ્યો જાય છે. તેથી મન પોતાના સંયમ માર્ગમાં સ્થિર બની જાય છે. શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલા માર્ગ પ્રમાણે વિધિસહિત તે તે ઉપાયોનું સેવન કરવાથી પોતાની સ્વીકાર કરેલી પ્રતિજ્ઞાનું અખંડપણે પાલન થાય છે. માટે સત્ત્વશાળી જીવો જ શાસ્ત્રોક્ત ઉપાયોનું સેવન કરી શકે છે. પરંતુ જે જીવો સત્ત્વહીન છે, તેવા કાયર પુરુષો વિષય અને કષાયોનાં નિમિત્તો મળતાં જ તે જીવોમાં વિષય અને કષાયની આગ ભભૂકી ઉઠે છે અને તે કાલે ગુરુનું અનુસરણ ભૂલી જવાય છે. મોહના તીવ્ર આવેશના કારણે ગુરુના વચનનો આ જીવ અનાદર કરે છે. શાસ્ત્રોમાં કહેલી હિતશિક્ષા ભૂલાઈ જાય છે અને ઉત્તમ ઉમદાભાવો પણ આ જીવમાંથી નાશ પામી જાય છે અને અશુભ ભાવો મન ઉપર સવાર થઈ કાબૂ જમાવે છે. મન પાંચ ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત થયું છતું ભોગોના જ વિચારોમાં અંજાઈ જાય છે અને હંમેશા કંચન તથા કામિનીના વિચારોમાં જ ફરતું થઈ જાય છે. મોહદશામાં ડૂબેલું આ ચિત્ત વિકારી અને વિલાસી બની જાય છે. તેથી આર્તધ્યાનમાં અટવાયું છતું ધર્મધ્યાનથી દૂર રહે છે. કર્મોનો ક્ષય કરવાને બદલે વધારે ભારે ચીકણાં કર્મ બાંધનાર આ ચિત્ત બની જાય છે. એટલે ખરેખર સત્ત્વગુણને કેળવ્યા વિના પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રંગાયેલા મનને વૈરાગી બનાવવું આ ઘણું જ દુષ્કર કાર્ય છે. //૪ कषायविषयग्रामे, धावन्तमतिदुर्जयम् । ય: સ્વમેવ નયત્વે, એ વીરતિન: ઉત: | ગાથાર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયો અને કષાયોના સમૂહ તરફ દોડતા અને અતિશય દુ:ખે જીતાય તેવા પોતાના મનને જે આત્મા જીતે છે, તે પુરુષ વીરપુરુષોમાં તિલક સમાન સત્ત્વશાળી આપણને ક્યાંથી મળે ? અર્થાત આવી વિભૂતિ અતિશય વિરલ કોઈક જ હોય છે. //પા. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - આ જીવમાં અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના વિષયના ઉપભોગના તથા ચારે પ્રકારના કષાયોના કુસંસ્કારો પડેલા છે. તેવા કુસંસ્કારોથી સંસ્કારિત થયેલું મન નિરંતર તે વિષય અને કષાયોની વાસનામાં જ રમ્યા કરતું હોય છે. માંકડા જેવું આ મન સતત તે વિષય-કષાયોમાં જ દોડતું રહે છે. તેને કબજે કરવું અતિશય દુષ્કર છે. ઘણા જ પ્રયત્નથી જીતાય એવું આ કાર્ય છે. મનને જીતવું, મનને કબજે રાખવું. આ પણ એક પ્રકારની યોગદશા જ છે. આ યોગ સર્વશ્રેષ્ઠ યોગ છે. તે મનની સાધના ઇન્દ્રિયો ઉપરના વિજયથી અને કષાયો ઉપરના વિજયથી પ્રાપ્ત થાય છે. પૂજ્ય આનંદધનજી મહારાજના બનાવેલા કુંથુનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે – “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહીં ખોટી પણ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી !'' મનડું કિમહી ન બાજે, જેમ જેમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું ભાજે હો, કુંથુજિન મનડું કિમહી ન બાજે. ભક્તિના કોઈ પણ કામમાં બેઠા હોઈએ ત્યારે મન ક્યાંય ને ક્યાંય ચાલ્યું જાય છે. તેથી મનને વશમાં કરવું. આ કામ અત્યંત દુષ્કર છે, છતાં જે મહાપુરુષો પોતાના પ્રબળ પુરુષાર્થે મનને વશમાં રાખે છે, તે જ પુરુષો આ જગતમાં ધીર-વીર કહેવાય છે. આવા વીર પુરુષો આ કલિકાલમાં ક્યાંથી મળે? અને કદાચ મળે તો પણ આવી મહાવિભૂતિઓ એક અથવા બે જ મળે. અર્થાત સંખ્યામાં બહુ જ અલ્પ હોય છે. પણ વધારે પ્રમાણમાં મળવી અત્યંત દુષ્કર છે. //પા. धीरणामपि वैधुर्यकरै रौद्रपरीषहैः । स्पृष्टः सन् कोऽपि वीरेन्द्रः सन्मुखो यदि धावति ॥६॥ ગાથાર્થ - ધીર પુરુષોને પણ આકુળ-વ્યાકુલ કરી નાખે એવા Page #227 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૨૭ ભયંકર ઉપસર્ગ અને પરીષહો આવી પડે તો પણ જે વીર પુરુષો ભય પામતા નથી, પરંતુ તેને સામેથી સત્કારે છે, સ્વીકારે છે તેવા વીર પુરુષો આ જગતમાં કોઈક જ હોય છે. //પી. વિવેચન – વિષય અને કષાયોની વાસના અતિશય ભયંકર હોય છે. તેને જીતવી ઘણી મુશ્કેલ છે. ધીરતા ગુણવાળા પુરુષોનો પણ પરાભવ કરે તેવા ભયંકર સુધા-પિપાસા-આક્રોશ અને વધાદિ પરીષહો આવે ત્યારે પોતાના કર્મોનો નાશ કરવા માટે ઘણા જ સમતાભાવથી તે ઉપસર્ગ અને પરીષહોને વીર પુરુષો સહન કરે છે. પરંતુ લેશમાત્ર પણ ભય પામતા નથી કે ડરતા નથી. તથા ભયંકર ઉપસર્ગ કરનારા જીવો ઉપર અલ્પમાત્રાએ પણ કષાય કરતા નથી, રોષે ભરાતા નથી, પરંતુ તેવા પ્રકારના ઉપસર્ગપરીષહ કરનારા પુરૂષોને તો ઉપકારી પુરુષો માને છે અને આવા પુરુષો તરફથી આવતા ઉપસર્ગ અને પરીષહોને સમ્યભાવે સહન કરે છે. પરંતુ લેશમાત્ર પણ ભય કે ત્રાસ પામતા નથી. સમ્યભાવ રાખીને ઉપસર્ગ-પરીષહોને સહન કરીને અશુભ કર્મોનો જડમૂળથી વિનાશ કરે છે. આવા પ્રકારના મહાપુરુષો અશુભ કર્મોનો ક્ષય કરવામાં બીજા જીવોને સહાયક-મદદગાર પણ થાય છે. આમ માનીને તેમના પ્રત્યે રોષ ન કરતાં તેઓને સાચા મિત્ર માનીને “કલ્યાણ સાધવામાં મદદગાર છે” એમ સમજીને તેઓને ધન્યવાદ આપે છે. ખરેખર ઉત્તમ જીવોનું કેવું જીવન છે ? અપકારીને પણ ઉપકારી સમજે. ધન્ય છે તે મહાપુરુષોને. ગજસુકુમાર મુનિએ જેમ માથા ઉફર આગ મૂકનારા પોતાના સસરાને “મુક્તિની પાઘડી બંધાવનાર છે” આમ માનીને ઘણાં જ ઉપકારી માન્યા. માથા ઉપર આગ મૂકનારને ઉપકારી માનવા તે કેટલું કઠીન કાર્ય છે ? ધગધગતા અંગારાથી થતી ઘોર પીડાને પણ ઘણા જ સમતાભાવથી સહન કરી. પણ સસરા ઉપર અલ્પમાત્રાએ પણ ગુસ્સો Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર ન કર્યો. તેનાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને મોક્ષસુખને પામ્યા. આ ગજસુકુમાલ મુનિની જેમ જે જે મુનિ મહાત્મા ભયંકર પરીષહોને પણ સન્મુખ જઈને સમતાભાવથી સહન કરે છે. અલ્પમાત્રાએ પણ કષાયને આધીન થતા નથી. તે જ સાચા મહાશુરવીર પુરુષો છે, તે જ મહાત્માઓ કર્મશત્રુઓનો પરાભવ કરી તેનો નાશ કરીને આ આત્માના અનંતગુણોના સામ્રાજ્યનું સુખ પ્રાપ્ત કરે છે. I૬ll उपसर्गे सुधीरत्वं, सुभीरुत्वमसंयमे । लोकातिगं द्वयमिदं, मुनेः स्याद् यदि कस्यचित् ॥७॥ ગાથાર્થ – ઉપસર્ગો આવે ત્યારે અતિશય ધીરતા, અસંયમ ભાવમાં (એટલે અવિરતિપણામાં) અતિશય ભયભીતપણું, આ બન્ને ગુણો લોકોત્તર ગુણો છે, તે ગુણો જેમાં હોય તેવા મહામુનિ કોઈક જ સંભવે છે. ||ી . વિવેચન - ધીરતા અને પાપભીરુતા આ બન્ને ગુણો કોઈક મહાત્મા પુરુષોમાં જ આવે છે. આ બન્ને ગુણો આત્મકલ્યાણના સાધક પુરુષે અવશ્ય કેળવવા જોઈએ. કર્મોનો નાશ કરવામાં આ બન્ને ગુણો અતિશય આવશ્યક છે. ગમે તેવાં દુઃખો પડે, કષ્ટો આવે, ઉપસર્ગ-પરીષહો આવે છતાં પણ જરા પણ પોતાની પ્રતિજ્ઞાથી ચલિત ન થાય. મેરૂપર્વતની જેમ અતિશય સ્થિર જ રહે. લેશમાત્ર પણ ડગે નહીં તથા હૃદયમાં જરા પણ ભય ન પામે કે ભયની લાગણી ન થાય. એટલું જ નહીં, પરંતુ કષ્ટ આપનારી અને ઉપસર્ગ પરીષહ કરનારી વ્યક્તિ પ્રત્યે પણ અલ્પમાત્રાએ રોષ ન આણે, પરંતુ તે જીવ ઉપસર્ગ આદિ કરવા દ્વારા તીવ્ર Page #229 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૨૯ કર્મ બાંધે છે. જેનાં માઠાં ફળ તેને ભોગવવાં પડશે. અરેરે આ બિચારા જીવનું શું થશે ? આમ તેની પણ ભાવદયા કરીને તેના ઉપર કરૂણા કરે. અતિશય ભયંકર મરણાંત ઉપસર્ગ કરનારા એવા સંગમદેવ ઉપર પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની આંખો કરૂણાથી ભીનીભીની થઈ ગઈ હતી, તેમ ઉપસર્ગ કરનારા ઉપર જરા પણ રોષ કર્યા વિના હાર્દિક કરૂણાભાવ વિચારવો. કરૂણાભાવથી સમતા વધે છે અને સમતાગુણની વૃદ્ધિ થવાથી સાધનામાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉપસર્ગ-પરીષહ કરનારા જીવ ઉપર પણ રોષ ન કરતાં કરૂણા કરવી એ જ આત્મદમનનું ફળ છે. તથા જેમ ઉપસર્ગ-પરીષહ આવે ત્યારે ધીરતા ગુણ જરૂરી છે. તેવી જ રીતે અસંયમમાં-સંયમીભાવને હાનિ પહોંચાડે એવી મોહદશાવાળી વૃત્તિ અને પ્રવૃત્તિમાં ભીરૂતા-ભયભીતતા ગુણ પણ જરૂરી છે. સાચો સાધક આત્મા સંયમમાં લેશમાત્ર પણ દોષ ન લાગે તેની પૂરેપૂરી કાળજી રાખે અને ઇન્દ્રિયો તથા મન ઉપર ઘણો કન્ટ્રોલ રાખે તો જ સંયમનું યથાર્થ પાલન કરવા તે જીવ સમર્થ બની શકે. આ રીતે ધીરતા અને ભવભીરૂતા આ બન્ને લોકોત્તર સદ્ગુણો છે. આવા ગુણો કોઈક વિરલ વ્યક્તિમાં જ જોવા મળે છે. આવા જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયોને, કષાયોને, ઉપસર્ગોને અને પરીષહોને જીતીને આત્મકલ્યાણ સાધવા પ્રયત્નશીલ થાય છે અને ભવ પાર ઉતરે છે ।।ા दुस्सहा विषयास्तावत्, कषाया अतिदुःस्सहाः । परीषहोपसर्गाश्चाधिक दुस्सहदुःसहाः ॥८॥ ગાથાર્થ - પાંચે ઇન્દ્રિયોના પાંચે વિષયો દુસ્સહ છે તથા કષાયો તેનાથી પણ વધારે દુસ્સહ છે. પરંતુ ઉપસર્ગો અને પરીષહો તો સૌથી પણ વધારે દુ:સહથી પણ દુ:સ્સહ છે. II૮॥ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - પાંચ ઇન્દ્રિયોની રૂપ-રસ-ગંધસ્પર્શ અને શબ્દમાં જે આસક્તિ છે, ઇષ્ટવિષયોમાં જે રાગ અને અનિષ્ટ વિષયોમાં જે દ્વેષ છે, તેને જીતવો અત્યંત દુષ્કર છે. શાસ્ત્રોમાં આવી વાત આવે છે કે - હાથી સ્પર્શનેન્દ્રિયમાં, માછલી રસનેન્દ્રિયમાં, ભ્રમર ધ્રાણેન્દ્રિયમાં પતંગિયું ચક્ષુરિન્દ્રિયમાં અને હરણ શ્રોત્રેન્દ્રિયમાં આસક્ત બન્યું છતું અવશ્ય મૃત્યુને પ્રાપ્ત કરે છે, તો જે જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે, તેની તો વાત કરવી જ શું?” (જ્ઞાનસારઅષ્ટક-૭-૭) એટલે ઇન્દ્રિયોના વિષયો જીતવા ઘણા દુષ્કર છે. માટે જ જે અતિશય ધીર પુરુષો હોય છે, તે જ ઈન્દ્રિયોના આ વિષયોનો ત્યાગ કરે છે અને બ્રહ્મચર્યાદિ વ્રતોનું પાલન કરે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોને જીતવા માટે ત્યાગ અને તપ અતિશય પ્રબળ ઉપાયરૂપ છે. વિષયો કરતાં પણ કષાયો જીતવા અતિશય દુષ્કર છે. જે જીવો ક્રોધ-માન-માયા-લોભ રૂપ કષાયોને આધીન થઈ જાય છે, ડગલે પગલે કષાયોના આવેશમાં આવી જાય છે, તેવા જીવો માટે કષાયો જીતવા તે પણ અતિશય દુષ્કર કાર્ય થઈ પડે છે. આવી કષાયોની પરવશતાને જીતવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો જરૂરી બને છે. વિષય અને કષાયનો વિજય કરવો ઘણો દુષ્કર છે, તો પણ તે બન્ને કરતાં પણ ઉપસર્ગ અને પરીષહોને જીતવા અતિશય વધારે દુષ્કર કાર્ય છે. ઉપસર્ગ અને પરીષહોનો સમતાભાવપૂર્વક સામનો કરી કર્મ ખપાવવાં અતિશય દુષ્કરતમ છે. ઉપસર્ગ અને પરીષહો આવે ત્યારે સત્તામાં રહેલા કષાયોની ઉદીરણા થાય છે અને વધારે જોરથી કષાયો ઉછળવાનો અવસર આવે છે. તે વખતે વીરતા અને ધીરતા ગુણ આપણામાં કેટલા છે ? તેની સાચી પરીક્ષા થાય છે. તીર્થકર ભગવંતો દીક્ષિત થયા પછીથી કેવળજ્ઞાન પામે તે દરમ્યાન આવા અનેક પ્રકારના નાના-મોટા ઉપસર્ગ-પરીષહોને સહન Page #231 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૩૧ કરે છે અને સમતાભાવપૂર્વક સંયમમાં સ્થિર રહીને ચીકણાં કર્મોને પણ ખપાવે છે. પરમાત્માશ્રી મહાવીર દેવે તેમના દીક્ષિત પર્યાયમાં સાડા બાર વર્ષ સુધીના કાળમાં શબ્દોથી જેનું વર્ણન સાંભળતાં પણ ધ્રુજારી આવી જાય તેવા ઘોર ઉપસર્ગ-પરીષહોને મેરૂપર્વતની જેમ અડગ રહીને ધીરતાગુણપૂર્વક સહન કર્યા હતા. પરંતુ આત્મધ્યાનથી લેશમાત્ર પણ ચલાયમાન થયા ન હતા. તેથી દેવોની સભામાં સ્વયં ઇન્દ્ર મહારાજા પોતે પરમાત્માશ્રી મહાવીર પ્રભુના ધીરતા ગુણનું વર્ણન કરતા હતા. ધીરતા ગુણની પ્રશંસા કરતા હતા. ગજસુકુમાલ મુનિ, બંધક મુનિ તેમના શિષ્યો તથા મહાવીર પ્રભુ ઇત્યાદિ ધીરતા અને વીરતાગુણના ભંડારભૂત આવા મહાત્મા પુરુષોને ઘણા જ ઘણા ધન્યવાદ આપવા ઘટે છે તથા આવા ગુણીયલ પુરુષોને અમારા લાખો-લાખો વંદન અને અભિનંદન હોજો. કર્મ ખપાવવામાં આ જીવો ઘણા જ શૂરવીર અને સમતાભાવવાળા હતા. આવાં ઉદાહરણો આંખ સામે રાખવાં ।।૮।। जगत्त्रयैकमल्लश्च, कामः केन विजीयते । मुनिवरं विना कञ्चिच्चित्तनिग्रहकारिणम् ॥९॥ ગાથાર્થ – ત્રણે જગતનો વિજય કરવામાં અદ્વિતીય (અજોડ) એક મલ્લ સમાન એવા કામદેવને (કામવાસનાને) ચિત્તનો નિગ્રહ કરનારા કોઈક વી૨ એવા મહામુનિ વિના કોણ જીતી શકે ? અન્ય કોઈ ન જીતી શકે. ।। વિવેચન - કામવાસના રૂપી મલ્લ ભલભલા જીવોને પણ ઘણા પીડે છે. ત્રણે ભુવનના દેવો-દાનવો-માનવો અને પશુ-પક્ષીઓ પણ કામવાસનાને આધીન થયા છતાં પીડાય છે. સર્વે પણ મલ્લોમાં કામવાસના Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર રૂપી મલ્લ અપરાજિત હોય છે. કોઈથી પણ પરાભવ ન પામે તેવો છે. માટે જ તે કામવાસના રૂપી મલ્લને અજોડ-સર્વથી વિશેષતમ બલિષ્ઠ મલ્લ કહેવાય છે. સાધુ-સંતો માટે પણ આ કામવાસનાને જીતવી અતિશય દુષ્કર કાર્ય છે. આમ શાસ્ત્રમાં કહેવાય છે. આ કામવાસનાને જીતવાની શક્તિ સુદેવ અને સુગુરુની નિરંતર ઉપાસના અને સેવા કરવાથી જ પ્રગટ થાય છે. જે જે મહાત્માઓ શ્રી તીર્થંકર પરમાત્માની પ્રીતિ અને ભક્તિપૂર્વક તેમની સેવા કરે છે તેઓની આજ્ઞાનું નિત્ય આરાધન કરે છે, તથા તે વીતરાગ ભગવંતોની આજ્ઞા જાણવા માટે ગુરુભગવંતો પાસેથી વિનય અને વિવેકપૂર્વક આગમના ગૂઢ અને ગંભીર અર્થોને ગ્રહણ કરે છે તથા નિરંતર આગમગ્રંથોનો અભ્યાસ કરે છે તથા આગમગ્રંથોના અભ્યાસ દ્વારા આત્માના અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન-મનન કરે છે. તથા પ્રતિક્રમણ પડિલેહણ ઇત્યાદિ આવશ્યક ક્રિયામાં ઉલ્લાસ અને ઉપયોગપૂર્વક સતત પ્રવૃત્તિશીલ થઈને જે રચ્યા પચ્યા રહે છે. તેવા પુરુષોનું ચિત્ત ચંચળતા અને ચપળતા વિનાનું થયું છતું અત્યંત સ્થિર બની જાય છે. તેવા મહાત્મા પુરુષોના ચિત્તમાંથી વિષય-કષાયોની વાસનાઓ સંપૂર્ણપણે નાશ પામી જાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની યોગ્યતા પ્રગટે છે. શુભધ્યાનના નિરંતર અભ્યાસથી આત્મસ્વરૂપમાં લીન બનેલા આ મહાપુરુષ આધ્યાત્મિક-અનુપમ આત્મિક સુખનો અનુભવ કરે છે. - આમ કરતાં કરતાં મુનિનું મન જ્યારે સર્વથા કામવાસનાથી રહિત બને છે, ત્યારે જ તે કામમલ્લને જીતી શકે છે. કામવાસનાને જીતીને અનેક લબ્ધિઓ-સમૃદ્ધિઓ પણ પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કરીને ઉપર ઉપરના ગુણસ્થાનકોને સર કરીને કેવળજ્ઞાનાદિ આત્મગુણોને પ્રગટ કરીને આ જીવ મોક્ષસુખનો ભોક્તા બને છે. લા. Page #233 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૩૩ मुनयोऽपि यतस्तेन विवशीकृतचेतसः ।। घोरे भवान्धकूपेऽस्मिन् पतित्वा यान्त्यधस्तलम् ॥१०॥ ગાથાર્થ - કારણ કે તે કામવાસનાથી પરવશ કરાયું છે ચિત્ત જેનું એવા મુનિઓ પણ ભયંકર ભવરૂપી અંધ કૂવામાં પડીને તળીયા સુધી નીચે પહોંચી જાય છે. ||૧૦ગા. વિવેચન - પાંચ મહાવ્રતધારી ઋષિમુનિઓ કામવાસનાને જીતવા માટે જ ઘર-પત્ની-પરિવાર અને ધનાદિનો ત્યાગ કર્યા પછી વિકારોને જીતવા માટે જ ઉત્તમ સાધુપણું ગ્રહણ કરીને મોહની સામે યુદ્ધ ખેલતા હોય છે. ઘણા મુનિ મહાત્માઓ આ યુદ્ધમાં સફળ પણ થાય છે અને કામવાસનાને જીતીને કેવલજ્ઞાનાદિ ગુણરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરીને મોક્ષગામી પણ બને છે. છતાં કોઈ કોઈ મુનિ મહારાજાને આ કામવાસના પોતાના પંજામાં ફસાવીને વ્રતોથી, નિયમોથી અને સંયમથી ભ્રષ્ટ પણ બનાવી દે છે અને વાસનાને પરવશ બનેલા આવા મુનિઓ પોતાનું આત્મતત્ત્વ ભૂલી જઈને નરક-તિર્યંચગતિમાં જઈને ભયંકર દુઃખો ભોગવતા અનંતકાલ સુધી સંસારમાં ભવભ્રમણ કરીને ભટકતા જ રહે છે. કામવાસના કેટલી ભયંકર છે? તેના ઉપર શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કુલવાલક મુનિ અને કંડરિક મુનિની કથા લખેલી છે. તે વાંચવા જેવી છે. કુલવાલક મુનિ મહિના મહિનાના ઉપવાસ કરવારૂપ મહાન તપ કરીને ગુરુના અવિનયના કારણે વેશ્યાના સંપર્કવાળા બનવાથી સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈને અનંતકાલ સુધી ભવભ્રમણ કરનારા બન્યા છે. તથા કંડરિક મુનિ પણ એક હજાર વર્ષ સુધી સંયમ પાળવા છતાં સંયમમાં શિથિલતા આવતાં સંયમ છોડીને ૩ દિવસ માત્ર રાજયસુખનો અનુભવ કરીને રૌદ્રધ્યાનમાં મરીને સાતમી નરકમાં ગયા છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર આ પ્રમાણે કામવાસના રૂપી મલ્લથી પરાભવ પામેલા કેટલાક મુનિ મહાત્માઓ પણ સંયમરૂપી રત્ન ગુમાવીને વિવેકશૂન્ય બન્યા છે અને સંસારરૂપી અંધ કુવામાં પડીને તેના તળીયા સમાન સુક્ષ્મ નિગોદના ભવ સુધી પણ પહોંચી ગયા છે અને જાય છે. માટે ઉત્તમ આત્માઓએ આ કામવાસનાને જીતવા જોરદાર પુરુષાર્થ કરવો જોઈએ. મહામહેનત કરીને પણ આ વાસના ઉપર કાબૂ મેળવવો જોઈએ. ||૧ની तस्माद् धैर्यं महत्त्वं च, तावत् तावद् विवेकिता । कटाक्षविशिखान् यावद् न क्षिपति मृगेक्षणाः ॥११॥ ગાથાર્થ – પુરુષોનું ધૈર્ય ત્યાં સુધી જ ટકી રહે છે અને ત્યાં સુધી જ વિવેકીપણું ટકી રહે છે કે જ્યાં સુધી સ્ત્રીઓ પોતાની આંખોના કટાક્ષરૂપી બાણો ફેંકતી નથી. //૧૧l વિવેચન - સજ્જન પુરુષોએ તથા ઋષિમુનિઓએ શક્ય બની શકે તેટલા શુભ વાતાવરણમાં અને ઉત્તમ નિમિત્તોના સહવાસમાં જ રહેવું અને વિચરવું યોગ્ય છે. કારણ કે તેમાં જ આત્માનું હિત સમાયેલું છે. શુભ વાતાવરણમાં રહેવાથી આ આત્મામાં ધર્યગુણ વૃદ્ધિ પામે છે. દુનિયામાં સારા પુરુષ તરીકેની છાયા અને યશની વૃદ્ધિ થાય છે તથા જીવનમાં વિવેક ગુણ પ્રગટ થાય છે. સજ્જન પુરુષોનું સંસારી જીવન પણ ઘણું વિવેકી અને પાપભીરૂ બની જાય છે. આવું પવિત્ર જીવન જીવવામાં જ આત્માનું હિત છુપાયેલું છે. તેવા ઉત્તમ જીવનથી જ આત્મહિત થાય છે. કામવાસનાનું ભૂત પણ આ જીવને અનાદિકાળથી વળગેલું છે. જ્ઞાનીઓની નિશ્રા, સમ્યજ્ઞાનાદિ ગુણોની ઉપાસનામાં જ વર્તવાપણું અને સ્વાધ્યાય આદિ ગુણોની જ પ્રવૃત્તિમાં બહુધા વર્તવાથી આ કામવાસના જોર કરતી નથી. આવાં ઉત્તમ આલંબનોથી વિચારોનું Page #235 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૩૫ શુદ્ધિકરણ થાય છે અને વડીલોની નિશ્રા તેમાં ઘણી જ ઉપકારક બને છે. માટે અતિશય સાવધાનીપૂર્વક વર્તવા જેવું છે. છતાં મોહના સંસ્કારો અનાદિકાલીન હોવાથી તેવાં પ્રબળ નિમિત્તો મળતાં આ આત્મા ભાન ભૂલી જાય છે અને કામવાસનાને આધીન બની જાય છે. માટે ઘણા જ સજાગ રહેવાની જરૂર છે. રૂપ અને લાવણ્યથી યુક્ત દેખાવડી અને મોહક સ્ત્રીઓના હૃદય સોંસરા ઉતરી જાય તેવા આંખોના કટાક્ષ રૂપી બાણોથી વિંધાવાનો અવસર આવી જાય ત્યારે આ આત્મા વિવેક ચૂકી જાય છે, ભાન ભૂલી જાય છે અને મોહદશામાં લપેટાઈ જાય છે. ત્યારે ધીરતા, વીરતા અને મહત્તમતા વિગેરે ગુણો ક્ષણવારમાં હતા ન હતા થઈ જાય છે અને આ પુરુષ સ્ત્રીને પરવશ બની જાય છે. તથા સ્ત્રીને પરવશ બનેલો પુરુષ વિષય વાસનાને આધીન થયો છતો સંયમી જીવનથી ભ્રષ્ટ બની પોતાનું ચારિત્રરૂપી અમૂલ્ય રત્ન ગુમાવી બેસે છે. અરણીક મુનિવર વિગેરેમાં અનેક દૃષ્ટાન્તો શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. પરપાત્રનો સમાગમ જ ઝેરી ગણાય છે. આ વાતને બરાબર સમજીને સાધક આત્માઓએ આવા પ્રકારનાં પતનનાં નિમિત્તોથી દૂર જ રહેવું અને તેના માટે સતત જાગૃત રહેવું જરૂરી છે. ધીરપણું, મહાનપણું અને વિવેકીપણું આ જીવમાં ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી વિજાતીય વ્યક્તિઓના અતિશય પરિચયથી અનુરાગી બન્યા નથી. માટે સ્ત્રીઓએ પુરુષોથી અને પુરુષોએ સ્ત્રીઓથી શક્ય બને તેટલું દૂર રહેવા અને તેમાં પણ કટાક્ષાદિ વિકારીભાવો આવી ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખીને જ વર્તવું જરૂરી છે. આવું જીવન હશે તો જ આપણે આપણા આત્માને બચાવી શકીશું. ।।૧૧। गृहं च गृहवार्तां च, राज्यं राज्यश्रियोऽपि च । समर्प्य सकलं स्त्रीणां, चेष्टन्ते दासवज्जनाः ॥१२॥ Page #236 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર ગાથાર્થ - લોકો પોતાનું ઘર, પોતાના ઘરનો સઘળો કારભાર, રાજ્ય તથા રાજ્યલક્ષ્મી આમ સઘળી પણ વસ્તુઓ સ્ત્રીઓને સોંપીને પોતે જાણે તેનો દાસ હોય તેમ વર્તે છે. ૧૨ ૨૩૬ - વિવેચન – સંસારી ઘણાખરા લોકો પોતાની સ્ત્રી ઉપર અત્યંત મોહાંધ બન્યા છતા અત્યંત આસક્ત થઈને કામરાગ અને સ્નેહરાગને વશ થયા છતા સ્ત્રીઓ ઉપરના અતિશય રાગના કારણે પોતાનું સમગ્ર ઘર અને ઘરનો સઘળો પણ વહીવટ તે સ્ત્રીને સોંપીને પોતે જાણે તે સ્ત્રીનો ગુલામ હોય તેમ બાયલાની જેમ નિર્માલ્ય જીવન જીવે છે. તથા કોઈ રાજા-મહારાજા હોય તો પણ એવી જ રીતે બધું પોતાની પટરાણીને સોંપીને જાણે પોતે તેનો દાસ હોય તેમ તેની આજ્ઞા પ્રમાણે વર્તે છે. તેનાં અનેક ઉદાહરણો છે. ૧૨૫ सा मित्रं सैव मन्त्री च, सा बन्धुः सैव जीवितम् । સા વેવ: મા ગુરુશ્ચેવ, સા તત્ત્વ, સ્વામિની ચ મ રૂા रात्रौ दिवा च सा सा सा, सर्वं सर्वत्र सैव हि । एवं स्त्र्यासक्तचित्तानां व धर्मकरणे रतिः ? ॥१४॥ ગાથાર્થ – મોહાંધ જીવોને (૧) સ્ત્રી એ જ મિત્ર છે, (૨) સ્ત્રી એ જ ઘરનો ભાર સંભાળનાર મંત્રી છે. (૩) સ્ત્રી એ જ બંધુ છે, (૪) સ્ત્રી એ જ પોતાનું જીવન છે, (૫) સ્ત્રી એ જ દેવ છે, (૬) સ્ત્રી એ જ ગુરુ છે, (૭) સ્ત્રી એ જ સાર છે, (૮) સ્ત્રી એ જ પોતાની સ્વામિની છે. ।।૧૩। આ પ્રમાણે રાત્રિમાં અને દિવસમાં સર્વસ્થાને જે કોઈ વસ્તુ છે તે સર્વ સ્થાનોમાં સ્ત્રી જ દેખાય છે. આ પ્રમાણે સ્ત્રીઓમાં અતિશય આસક્ત ચિત્તવાળા પુરુષોને અતિશય મોહાંધતાના કારણે કોઈ પણ પ્રકારના ધર્મકાર્ય કરવામાં પ્રીતિ ક્યાંથી આવે ? ।।૧૪।। Page #237 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૩૭ વિવેચન - મોહાંધતા એ કેટલી ભયંકર છે ! તેનું વર્ણન કરતાં ગ્રંથકાર મહર્ષિ સમજાવે છે કે કંચન અને કામિની – આ બન્ને મોહદશાની અંધતાનાં પ્રધાન કારણો છે. તેથી તેમાં આસક્ત-તન્મય બનેલા જીવને ધર્મમાં પ્રેમ થતો નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કામાસક્ત જીવો પરમાત્માને ભૂલી જઈને પોતાની પત્નીને જ પ્રેમનું પાત્ર માને છે. પત્નીને જ પોતાનો પ્રાણ માને છે. તેથી (૧) તે પત્ની જ મિત્ર છે. (૨) તે પત્ની જ મંત્રી છે (સલાહકાર છે), (૩) તે પત્ની જ સલાહકારબંધુ છે, (૪) તે પત્ની જ પોતાનું જીવન છે, (૫) તે પત્ની જ દેવ છે, (૬) તે પત્ની જ ગુરુજી છે, (૭) તે પત્ની જ સારભૂત તત્ત્વ છે, (૮) તે પત્ની જ પોતાની સ્વામિની-માલિકી છે. આમ રાત-દિવસ તે સ્ત્રી પ્રત્યેના અતિશય અનુરાગથી તેને જ અતિશય પ્રધાન તત્ત્વ માનીને દેવની જેમ પૂજે છે. ગુરુજીની જેમ તેની સેવા કરે છે. તેને જ ધર્મ સમજીને તેનું કહેવું જ સઘળું કાર્ય કરે છે. પોતાની સ્ત્રીને પોતાનું સર્વસ્વ સોંપીને તેને ઘરની સ્વામિની બનાવીને પોતે તેનો જાણે દાસ હોય તેમ આ જીવ વર્તે છે. રાતદિવસ જ્યાં જાય ત્યાં તેને પોતાની સ્ત્રી જ દેખાય છે. હૃદયમાં પણ સતત તેનું જ સ્મરણ થયા કરે છે. આવા પ્રકારની મોહાંધતાના કારણે આવા જીવને ધર્મ પ્રત્યે પ્રીતિ થતી નથી. ભગવાન અને ગુરુ પ્રત્યે પણ તેવા પ્રકારનો આદર અને તેવા પ્રકારનું બહુમાન થતું નથી. કારણ કે તેનું મન સ્ત્રીમાં જ આસક્ત છે. તેથી તેનું મન તેમાં જ રમતું હોય છે. મોહદશાનો આ પ્રભાવ છે. /૧૩-૧૪ स्त्रीसमुद्रेऽतिगम्भीरे, निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद् यदि कोऽपि कथञ्चन ॥१५॥ ગાથાર્થ – અતિશય ઉંડા સ્ત્રીરૂપી સમુદ્રમાં સમગ્ર જગત ડૂબેલું છે. તેમાંથી કોઈક વીરલ મહાત્મા જ કેમે કરીને બહાર નીકળે છે. ||૧પણી Page #238 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૩૮ ચતુર્થ પ્રસ્તાવ વિવેચન - સ્ત્રીરૂપી આ સમુદ્ર અતિશય ઉંડો છે, ગંભીર છે અને વિશાળ છે. જે જીવ તેમાં પડ્યો તે ફસાયો જ સમજો . જેમ સમુદ્રમાં પડેલો મનુષ્ય જલ્દી તેમાંથી નીકળી શકતો નથી, પણ ડૂબતાં ડૂબતાં મૃત્યુને જ પામે છે, તેમ સ્ત્રીમાં આસક્ત બનેલો જીવ દિન-પ્રતિદિન મોહાંધ થયો છતો તેમાં ડૂબે છે, પણ નીકળી શકતો નથી. તેથી સ્ત્રીને સમુદ્રની ઉપમા આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે – સમગ્ર વિશ્વના જીવો પછી ભલે તે દેવ હોય, દાનવ હોય કે માનવ હોય તો પણ સ્ત્રી રૂપી સમુદ્રમાં ડૂબેલા છે. સ્ત્રીના હાવભાવ તથા તેના કટાક્ષ બાણોથી વીંધાયા છતા તેના રૂપ-લાવણ્યમય કાયામાં શૃંગારરસના રસિયા લોકો તે સ્ત્રીની સાથેના ભોગવિલાસમાં જ અત્યંત આસક્ત થયા છતા સંસાર સમુદ્રમાં ડૂબે છે, તેનાં થોડાંક ઉદાહરણો વિચારીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજા પોતાની પત્ની કુરુમતિને મૃત્યુના અંતિમ સમય સુધી સ્મરણ કરતો કરતો મૃત્યુ પામીને સાતમી નરકમાં ગયો. આવા પ્રકારના રાગને વશ થયેલા ભૂતકાળમાં અપાર જીવો નરકાદિ કુગતિમાં ગયા છે અને અતિશય દુ:ખ પામ્યા છે અને જે આત્માઓએ આ રાગ ત્યજયો છે, તે સુખી થયા છે. મોક્ષસુખના ભોક્તા બન્યા છે. જેમ કે જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી આદિ મહાત્મા પુરુષો આવા પ્રકારના રાગસમુદ્રમાં ડૂળ્યા વિના જ તેમાંથી ક્ષેમકુશળ બહાર નીકળી ગયા. મોહદશાને જીતીને સંયમારૂઢ થઈને આત્મકલ્યાણના ભોક્તા બન્યા. કેટલાક મહાત્માઓ પોતે તો આ ભોગદશામાંથી બહાર નીકળી ગયા. પરંતુ બીજા પણ અનેક જીવોને પણ આ ભયંકર કામવાસનાની પીડામાંથી બહાર કાઢનારા બન્યા. જેમ કે જંબૂકુમારે પોતે તો મોહને Page #239 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૩૯ જીત્યો, પરંતુ સદુપદેશથી પોતાની આઠ પત્નીઓ, પોતાનાં માતાપિતા, આઠે પત્નીનાં માતા-પિતા તથા તેમના ઘરમાં ચોરી કરવા આવેલા પ્રભવ આદિ પાંચસો ચોરોને પ્રતિબોધ આપી સાચું તત્ત્વ સમજાવી સંયમના માર્ગે વાળ્યા. એટલે આ સ્ત્રીરૂપી સમુદ્રમાં લગભગ આખું જગત ડૂબેલું છે. કોઈક આવા મહાત્મા પુરુષો જ તે સમુદ્રને ઓળંગીને સુખે સુખે બહાર આવે છે. માટે આ ભોગદશાના મુખ્ય પાત્રરૂપ સ્ત્રી એ પુરુષ માટે સમુદ્ર સમાન છે. (તેવી જ રીતે પુરુષ એ સ્ત્રીને માટે ભોગદશાની વૃદ્ધિનું જ પાત્ર હોવાથી સમુદ્ર સમાન છે.) ॥૧૫॥ दूरे दूरतरे वास्तु खड्गधारोपमं व्रतम् । हीनसत्त्वस्य हि चिन्ता, स्वोदरस्यापि पूरणम् ॥१६॥ ગાથાર્થ – તલવારની ધાર ઉપર ચાલવા જેવું કઠોર સંયમ વ્રતનું પાળવું તો અતિશય દૂર રહો. પરંતુ સત્ત્વ વિનાના જીવને પોતાના ઉદરપૂર્તિની પણ ઘણી ચિંતા હોય છે. ।।૧૬।। વિવેચન - કોઈ પણ પુરુષાર્થ કરવામાં સત્ત્વગુણની અવશ્ય અતિશયપણે આવશ્યકતા રહે છે. સત્ત્વગુણ હોય તો જ મહત્તમ કાર્ય કરવાને આ જીવ સમર્થ બને છે. સંયમ-વ્રત અને નિયમ લેવા છતાં પણ સત્ત્વહીન જીવ તે પાળવાને સમર્થ બનતો નથી અને નિયમોનો ભંગ કરે છે. વ્રતને ત્યજી દે છે. સંયમને પણ ગૌણ કરીને ભોગ તરફ ચાલ્યો જાય છે. આવા સત્ત્વહીન જીવો ઉંચા પ્રકારના વ્રત-નિયમ અને સંયમથી ભયભીત જ રહે છે. ખરેખર આવા પ્રકારના ડરપોક બુદ્ધિવાળા જીવો ધર્મના અધિકારી બનતા નથી. ઉપસર્ગ અને પરીષહો આવ્યા વિના પણ મનમાં જ તેની કલ્પના કરીને આવા જીવો વ્રતાદિથી ભાગતા જ ફરતા રહે છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર સત્ત્વહીન એવા આ જીવો વ્રત-નિયમ અને સંયમ પાળવામાં તો અસમર્થ છે જ, પરંતુ પોતાના પેટના ભરણ પોષણ કરવામાં પણ અસમર્થ જ હોવાથી કાયમ તેની ચિંતામાં જ વર્તનારા હોય છે અને પોતાના પેટના ભરણ પોષણ માટે દીનતા પૂર્વક લોકોને આજીજી કરનારા, ન જોઈ શકાય તેવી રીતે ખુશામત કરતા દેખાય છે, મોહદશાનું આ કેવું નાટક છે. તે ત્યાં જણાય જ છે. માટે ઉત્તમ પુરુષોએ સત્ત્વગુણપૂર્વક વર્તવા અને મોહદશાને જિતવા અવશ્ય પ્રયત્ન કરવો. /૧૬ll. यत् तदर्थगृहस्थानां, बहुचाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ॥१७॥ ગાથાર્થ - જે સત્ત્વહીન જીવ હોય છે, તે જીવ પોતાના ઉદરપોષણ માટે પણ અનેક પ્રકારે કૂતરાની જેમ દીનતા પ્રદર્શિત કરતો છતો ગૃહસ્થ જીવોની સામે ઘણા પ્રકારના કાલાવાલા (ખુશામત) કરે છે. તે ૧૭ી. વિવેચન - જે જીવો સત્ત્વથી હીન હોય છે, તે પુરુષાર્થ કરતા નથી. ધર્મપુરુષાર્થ તો નથી કરતા, પરંતુ અર્થપુરુષાર્થ માટે પણ પ્રયત્ન કરતા નથી. પરંતુ રોટલો દેખાડનારા પુરુષની પાસે કૂતરો જેમ કાલાવાલા કરે, તેની જેમ પોતાની પેટપૂર્તિ માટે પણ પુરુષાર્થ ન કરતા, અને અન્યની ખુશામત કરતા આજે પણ દેખાય છે. માટે જ સત્ત્વગુણ જીવનમાં લાવવો અતિશય જરૂરી છે. સત્ત્વ એ શ્રેષ્ઠગુણ છે. સત્ત્વથી જીવ સ્વમાનભેર જીવન જીવી શકે છે. રજસુ અને તમસૂ ગુણો કષાયોને લાવનારા છે. જ્યારે સત્ત્વગુણ કષાયોને જીતાડનારો-પરાક્રમવાળો ગુણ છે. માટે આત્માએ સત્ત્વશાળી બનવું. દુ:ખ સહન કરવું, પણ લાચાર જીવન ન જીવવું. ./૧૭થી त्वमार्या त्वं च माता मे, त्वं स्वसा त्वं पितुःस्वसा । इत्यादिजातिसम्बन्धान्, कुरुते दैन्यमाश्रितः ॥१८॥ Page #241 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૪૧ ગાથાર્થ - તું મારી સાસુ છે, તું મારી મા છે, તું મારી બેન છે. તું મારી ફોઈબા છે. આ પ્રમાણે દીનતાનો આશ્રય કરનારો જીવ જુદા જુદા જ્ઞાતિસંબંધોને સ્થાપિત કરે છે. (અને પોતાની પેટપૂર્તિ થાય તેવો પ્રયત્ન કરે છે.) ॥૧૮॥ યોગસાર વિવેચન - સત્ત્વગુણ વિનાનો જીવ સર્વ કાર્યો કરવામાં ડરપોક હોવાથી કોઈપણ જાતનું સાહસ કરી શકતો નથી. તેથી પોતાના પેટનું ભરણપોષણ પણ દુઃખે દુ:ખે થતું હોવાથી યાચકવૃત્તિથી પોતાનો નિર્વાહ કરે છે. યાચકવૃત્તિમાં પોતાને ખોરાક મળી રહે તેટલા માટે જેની તેની પાસે પગે પડીને હાથ જોડીને કલ્પેલાં પોતાનાં સગપણો પ્રગટ કરે છે. કોઈની સામે કહે છે કે તું મારી સાસુ છે. કોઈને કહે છે કે તું મારી મા છે, કોઈને કહે છે કે તું મારી બેન છે. કોઈને કહે છે કે તું મારી ફઈબા છે. આમ ભિન્ન ભિન્ન સગપણો રજૂ કરીને આહાર આપનારાની ખુશામત જ કરે છે. જેનાથી તે દાતા દયા કરીને ખાવાનું આપે. દીન પુરુષોની આવી આચરણા ગરીબાઈ ભરેલી હોય છે. પોતાનામાં સત્ત્વ ન હોવાથી પોતે કોઈપણ જાતનો પુરુષાર્થ કરવા સમર્થ બનતો નથી. બીજાની અનુકંપા ઉપર જ જીવન જીવનારો બને છે. તેથી આવા જીવો ઘણા જીવોની લાચારી અને દયાનું પાત્ર બને છે. પોતે હતાશ થયો છતો ભીખ માગે છે. માટે હે જીવ ! તું તારા સત્ત્વગુણને બરાબર ઓળખ અને તેને જ વધારે પ્રગટ કર. ॥૧૮॥ अहं त्वदीयपुत्रोऽस्मि, कवलैस्तव वर्धितः । तव भागहरश्चैव जीवकस्ते तवेहकः ॥ १९॥ एवमादीनि दैन्यानि, क्लीबः प्रतिजनं मुहुः । कुरुते नैकशस्तानि कः प्रकाशयितुं क्षमः ॥२०॥ ગાથાર્થ - સત્ત્વહીન અને કાયરતાવાલો પુરુષ અન્ય પુરુષોને Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર જોઈને સામે જઈને બે હાથ જોડીને દીનતાભાવપૂર્વક નીચે પ્રમાણે વચનોનું ઉચ્ચાર કરે છે. (૧) હું તમારો પુત્ર છું, (૨) તમારા આપેલા ભોજનના કોળીયા વડે જ મોટો થયો છું, (૩) હું તમારો ભાગીદાર (ભાઈ) છું, (૪) હું તમોને આશ્રિત છું, તમારા દ્વારા જ જીવન જીવનારો છું, (૫) હું તમારો ચાહક-પ્રેમપાત્ર છું. આવાં આવાં દીનતાથી ભરેલાં વચનો બોલીને દરેક મનુષ્યની સામે વારંવાર ઘણી જ ખુશામત કરે છે. તેના વડે કરાતી તે સઘળી ખુશામતને કોણ વર્ણવી શકે ? અર્થાત્ કોઈ વર્ણવી શકે નહીં. ૧૯-૨૦ વિવેચન – જે જીવો સત્ત્વગુણથી રહિત છે, તેવા જીવો પોતાના ઉદરના પોષણ માટે ઘણા પ્રકારનાં દીનતાવાળાં વચનો જેની તેની સામે બોલતા છતા દયાના પાત્ર બન્યા છતા અનુચિત સ્થાને પણ હાથ જોડતા-પગે પડતા લાચારી બતાવતા ગરીબાઈવાળાં વચનો બોલતા દેખાય છે. આવા કાયર-નિર્માલ્ય પુરુષોના મુખેથી કેવાં કેવાં વચનો નીકળે છે, તેનું ગ્રંથકારશ્રી પ્રતિપાદન કરે છે. સત્ત્વહીન જીવને જે જે પુરુષ સામે મળે છે, તેની સામે આવાં આવાં વચનો તે સત્ત્વહીન પુરુષ બોલે છે. (૧) હું તો તમારો પુત્ર છું, (૨) તમારા જ ભોજનના કોળીયા ખાઈને મોટો થયેલો છું, (૩) હું તમારો (પુત્ર હોવાથી) તમારો ભાગીદાર છું, (૪) હું તમારો આશ્રિત (સેવક) છું, (૫) હું તમારો જ ચાહક છું. તમારા જ પ્રેમનું પાત્ર છું. આવા આવા પ્રકારનાં દીનતાવાળાં અને ખુશામત જ કરનારાં વાક્યોનું ઉચ્ચારણ જે પુરુષ સામે મળે તેની સામે આ જીવ કરે છે. દીનતાભરી ખુશામત કરે છે. લોકોને ખુશ કરવા માટે ભાટ-ચારણની જેમ દાતાની બિરૂદાવલી અને વંશાવલી ગાય છે. “તમે તો ભામાશા જેવા દાનવીર છે, જગડુશા જેવા દયાળુ છો, હું દીન દુ:ખીયો છું, તમે Page #243 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૪૩ ગરીબોના બેલી છો, ગરીબોના મિત્ર છો, તમે અનેક ગરીબોનાં દુઃખો દૂર કર્યા છે. તમારું નામ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું.” આવા પ્રકારનાં ખુશામત કરનારાં અને દાતાની વાહવાહ ગાનારાં જ વચનો આ જીવ બોલ્યા કરે છે. પગે પડે છે. પગચંપી કરે છે. સત્ત્વહીન જીવો પોતાના ભરણપોષણ માટે તમામ પ્રકારનાં કાલાવાલાં કરે છે. જે વર્ણવી શકાતાં નથી. તથા બહેનોને (સ્ત્રી વર્ગને) જોઈને કહે છે કે “તમે મારી મા છો, તમે મારી સાસુ છો, તમે મારી બહેન છો, તમે મારી ફઈબા છો. આમ કૃત્રિમ સગપણ ઉભા કરીને મીઠાશ મેળવવાનો પ્રયત્ન કરે છે” તથા ભાઈઓને જોઈને કહે છે કે “તમે મારા મા-બાપ છો, તમે મારા ભાઈ છો, તમે મારા કાકા છો, તમે તો મારા મામા છો, હું તમારો પુત્ર છું, ભાઈ છું, ભાગીદાર છું. હું તમારો ભત્રીજ છું. હું તમારો ભાણેજ છું. હું તમારો દાસ છું, તમે જ મારા સ્વામી છો. તમે જ મારા સગા છો.” આવી વાણી ઉચ્ચારીને જ્ઞાતિના કૃત્રિમ સંબંધો રજૂ કરીને લોકોની ખુશામત કરે છે. લોકોની પાસેથી પ્રાપ્ત થયેલી ભીખ દ્વારા પોતાના વિષયરસને પોષે છે. જ્યાં ત્યાં પગે પડતા-પગચંપી કરતા જરા પણ લજ્જા પામતા નથી. આવી પરિસ્થિતિ સર્વહીન જીવોની હોય છે. //૧૯-૨વણી आगमे योगिनां या तु, सैंही वृत्तिः प्रदर्शिता । तस्यास्त्रसति नाम्नापि, का कथाऽऽचरणे पुनः ॥२१॥ ગાથાર્થ - યોગી મહાત્માઓની વૃત્તિ (યોગીઓનું આચરણ) જૈન આગમોમાં સિંહ જેવી કહી છે. તેના નામમાત્રથી પણ સત્ત્વહીન સાધુ ત્રાસ પામે છે. તો પછી તેવી સિંહ જેવી વૃત્તિનું આચરણ કરવાની વાત જ ક્યાં રહે છે ? //ર૧ી. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન-જૈન આગમ શાસ્ત્રોમાં મુનિ જીવનની વૃત્તિ અર્થાત્ મુનિ જીવનનું આચરણ એટલે દિનચર્યા. જેમ કે પાંચ મહાવ્રત પાળવાં, જ્ઞાનાદિ ગુણોના પંચવિધ આચાર પાળવા અષ્ટપ્રવચનમાતાનું પાલન તથા ક્ષમાનમ્રતા ઇત્યાદિ દશવિધ મુનિધર્મોનું પાલન અને સત્તર પ્રકારના સંયમાદિનું પાલન ઇત્યાદિ ભાવોનું સારી રીતે વર્ણન કરેલું છે. આગમમાં કહેલા તે સઘળા પણ આચારોનું પાલન સિંહ જેવી સત્ત્વશાળી-પ્રભાવશાળી વ્યક્તિઓ જ કરી શકે છે. સામાન્ય મુનિનું અથવા શિથિલાચાર પાળવાની વૃત્તિવાળા જીવનું આ કામ જ નથી. મુનિ જીવનમાં ગ્રહણ કરેલા આચારોના પાલનના ચાર પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) જે સત્ત્વશાળી સાધુઓ-ભગવંતો છે, તે જ મુનિ મહાત્માઓ સિંહના જેવી વૃત્તિથી ચારિત્ર ગ્રહણ કરીને સિંહવૃત્તિથી પાળે છે અર્થાત્ સિંહના જેવા પરાક્રમ સ્વભાવવાળા મુનિ તેવા પરાક્રમપૂર્વક પાળવાની ભાવનાથી વ્રત લે છે અને તેવી જ રીતે જરા પણ અપવાદો સેવ્યા વિના પાળે પણ છે તે પ્રથમ પ્રકાર જાણવો. () જે મહાત્માઓ સિંહના જેવી પરાક્રમી વૃત્તિથી ચારિત્ર ગ્રહણ તો કરે છે, પરંતુ પાળવામાં શીયાળ જેવા શિથિલ થઈને જે પાળે છે, તેવા જીવો. તે બીજો પ્રકાર જાણવો. (૩) કેટલાક શિયાળની જેવી ડરપોક વૃત્તિવાળા બનીને ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીને ગુરુજીના ઉપદેશથી વ્રતમાં સ્થિર થયા છતા સિંહની જેમ પરાક્રમ ફોરવવા પૂર્વક નિરતિચારપણે પાળે છે. આ ત્રીજો પ્રકાર જાણવો. (૪) જેઓ શિયાળની જેવી ડરપોકવૃત્તિથી સંયમ ગ્રહણ કરે છે અને પાલન કરવામાં પણ સત્ત્વહીન થયા છતાં શિયાળની જેમ શિથિલઢીલું ડરપોકવૃત્તિપૂર્વક પાલન કરે છે. જેઓ સિંહના જેવી વૃત્તિના Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ નામમાત્રથી પણ ભાગી જાય છે, જેમ સિંહનું નામમાત્ર સાંભળીને ડરપોક માણસો ભાગી જાય છે, તેમ નિરતિચાર એવું કઠીન સંયમ પાળવાની વાતથી પણ જે સાધુ-સંતો ત્રાસ પામી જાય છે તે. આ ચોથો પ્રકાર જાણવો. આ ચારે ભાંગામાં માત્ર પ્રથમ ભાંગાવાળા જીવો જ વધુ સારું ચારિત્ર પાળી શકે છે અને કર્મોના ભૂક્કા બોલાવી દે છે. આના જેટલું ફળ પામી શકે તેવું બીજા-ત્રીજા-ચોથા ભાંગામાં નથી. એટલે સિંહના જેવા પરાક્રમપૂર્વક વ્રતો ગ્રહણ કરે અને પરાક્રમપૂર્વક વ્રતો પાળે તો જ વિશિષ્ટ નિર્જરા આ જીવ કરે છે. આમ મહાત્મા પુરુષો શાસ્ત્રોમાં કહે છે. ૨૧/l. किन्तु सातैकलिप्सुः स, वस्त्राहारादिमूर्च्छया । कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ॥२२॥ कथयंश्च निमित्ताद्यं, लाभालाभं शुभाशुभम् ।। कोटि काकिणिमात्रेण, हारयेत् स्वं व्रतं त्यजन् ॥२३॥ (યુમમ્) ગાથાર્થ – સાતાની (ઇન્દ્રિયજન્ય સુખોની) જ એક લાલસાવાળો એવો તે શિથિલ સાધુ વસ્ત્ર-પાત્ર અને ઇષ્ટ (મનગમતાં) ભોજન આદિની આસક્તિથી તેવી તેવી વસ્તુઓની પ્રાપ્તિ માટે મંત્ર-તંત્રાદિનો પ્રયોગ કરે છે અને ગૃહસ્તોના ઘરની ચિંતા કરે છે. વળી અષ્ટાંગ નિમિત્તાદિ ભાવો પ્રકાશિત કરે છે તથા સંસારી જીવોના ધંધા-વેપાર આદિમાં ધનના લાભાલાભને પ્રકાશિત કરે છે. વળી શુભ અને અશુભ ફળો બતાવે છે. આ રીતે પોતાના ઉત્તમ એવા સાધુવ્રતને ત્યજતો આ મુનિ “એક કાકિણી (કોડી) માટે કરોડોનું ધન ખર્ચ” તેવા પુરુષની જેમ ઓછો લાભ અને વધારે નુકસાન એવો ધંધો-વ્યવહાર કરે છે. [૨૨-૨૩ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - થોડા લાભ ખાતર ઘણું નુકસાન જે વેઠે તે જેમ મૂર્ખ કહેવાય, તેમ સત્ત્વહીન પુરુષ થોડાક સંસારી પ્રલોભનમાં અંજાઈ જઈને તેની પ્રાપ્તિ માટે મહાન કિંમતી સંયમરત્ન ગુમાવી નાખે છે. પરંતુ કિંમતી એવા સંયમરત્નનું આ જીવ પાલન કરતો નથી. (૧) શરીરની સુખશીલતા ખાતર, (૨) શાતાગારવ, ઋદ્ધિગારવ અને રસગારવ - આ ત્રણે પ્રકારની તીવ્ર આસક્તિના કારણે (ત્રણે પ્રકારના ગારવના કારણે) મનગમતું ઇષ્ટ ભોજન, ભભકાદાર સુંદર વસ્ત્ર-પાત્રાદિ અને માન-સન્માનાદિ મેળવવા માટે સંસારી જીવોને મંત્રતંત્રાદિના પ્રયોગો પ્રકાશિત કરે તથા તેના ઘરની અને તેના મુખની ચિંતા કરતો ફરે, જ્યોતિષાદિ શાસ્ત્રોનો આધાર લઈને “આમ કરવાથી તમને ઘણો ધનલાભ થશે, આમ કરવાથી તમને ઘણું ધનનું નુકસાન થશે” ઇત્યાદિ શુભાશુભ ફળ પ્રકાશિત કરે. આ પ્રમાણે પોતે સ્વીકારેલા સંયમરત્નની દરકાર ન કરતો છતો છએ પ્રકારની જીવનિકાયની હિંસા થાય તેવા પાપકારી વ્યાપારનો ઉપદેશ આપતો રહે. સ્વીકારેલાં વ્રતોની વિરાધના કરે, આવા પ્રકારે પોતાની સ્વીકારેલી પ્રતિજ્ઞાનો ભંગ કરનારા જીવો દુર્ગતિનું આયુષ્ય બાંધીને આ સંસારમાં અનંત ભવભ્રમણ કરે છે. ખરેખર, આ જીવનું આ કર્તવ્ય એક કાકિણી (કોડી) માટે કરોડોનું ધન ગુમાવવા બરાબર છે અર્થાત એક કાકિણીની (કોડીની) કિંમત નહીવત્ છે, તેને લેવા માટે કોઈ મૂર્ખ મનુષ્ય, કરોડોની સંપત્તિ હોડમાં મૂકે અર્થાતુ કરોડોની સંપત્તિ આપી દે તો તે જીવ જેમ મૂર્ખ કહેવાય. તેમ સત્ત્વહીન પુરુષ પણ થોડાક સંસારી પ્રલોભનો માટે પોતાના સંયમાદિ ગુણરત્નોને (જે લાખો કરતાં પણ અધિક કિંમતવાળા અને ફરીથી અપ્રાપ્ય છે, તે સર્વને) વેચી નાખે છે. એક કોડી ખરીદવા લાખોનું ધન આપી દે, તેને આપણે મૂર્ખ Page #247 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૪૭ કહીશું, ગાંડો કહીશું. પરંતુ એવું જ કામ આપણે કરીએ છીએ. અલ્પકાલીન ભોગસુખની ખાતર અમૂલ્ય સંયમધન વેચી નાખીએ છીએ. આ વાત સંસારરસિક જીવ જોતો નથી. માટે આ વિષયનું વધારે ચિંતનમનન કરવું અતિશય જરૂરી છે. 7/૨૨-૨૩ી चारित्रैश्चर्य संपन्नं, पुण्यप्राग्भारभाजनम् । मूढबुद्धिर्न वेत्ति स्वं, त्रैलोक्योपरिवर्तिनम् ॥२४॥ ગાથાર્થ - પોતે ચારિત્રરૂપી મહાન ઐશ્વર્યથી યુક્ત છે. જે ચારિત્ર ગુણ ઉત્કૃષ્ટ પુણ્યના ભંડાર સ્વરૂપ છે અને ત્રણે લોકમાં સૌથી શ્રેષ્ઠ છે. આવી વાતને મૂઢબુદ્ધિવાળો તે જીવ જાણતો નથી. // ૨૪ો. વિવેચન - “ચારિત્ર ગુણ” જે સાધુને પ્રાપ્ત થયો છે, તે ચારિત્ર ગુણ સમગ્ર લોકમાં સૌથી શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે તે ચારિત્રગુણ ભોગોના ત્યાગરૂપ અને સંવેગ-વૈરાગ્યના પરિણામ સ્વરૂપ છે. વળી તે ચારિત્ર ગુણ મુક્તિનો હેતુ છે, જેથી પરમ ઐશ્વર્યને આપનાર છે. છ ખંડના સ્વામી ચક્રવર્તી રાજા પણ જ્યારે જ્યારે તેઓને સાચું તત્ત્વ સમજાય છે, ત્યારે ત્યારે પગની નીચેની ધૂળની જેમ છ ખંડના રાજ્યનો પણ ત્યાગ કરીને ચારિત્ર ધર્મ સ્વીકારે છે. આવું શ્રી તીર્થંકર ભગવંતોએ આચારાંગસૂત્રના લોકસાર નામના અધ્યયનમાં કહ્યું છે. ભોગી જીવ કરતાં ત્યાગી જીવ ઘણો જ ઉંચો છે. એક દિવસના ચારિત્રવાળા મુનિને દેશનો રાજા પણ વંદના કરે છે. એક વર્ષ સુધી ચારિત્ર પર્યાય પાળનારા મુનિ ચારિત્ર ગુણના આસેવનમાં આત્મશુદ્ધિનો ઘણો પ્રકર્ષ પ્રાપ્ત કરે છે. આ આત્મા ચારિત્રના સંસ્કારોથી અતિશય વાસિત થઈ જાય છે. ચારિત્રના સંસ્કારોથી વાસિત થવાના કારણે ચારિત્ર ગુણમાં એટલો બધો સુખનો આનંદ પ્રાપ્ત થાય Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર છે કે જે અનુત્તરવાસી દેવને દેવભવના અનુભવમાં જે સુખ લાગે છે, તેના કરતાં અનેકગણા સુખનો અનુભવ ચારિત્ર ગુણમાં આ મહાત્માને અનુભવગોચર થાય છે. જે ચારિત્રના સુખના આનંદનો અનુભવ દૈવિક સુખ કરતાં પણ અનંતગુણા સુખનો અનુભવ આ જીવને થાય છે, ત્યારબાદ જેમ જેમ વર્ષો જાય છે. તેમ તેમ આ આત્માના પરિણામની ધારા (લેશ્યા) વધારે ને વધારે નિર્મળ-નિર્મળતર થતી જ જાય છે અને તેનો આનંદ વધતો જ જાય છે. આ પ્રમાણે સ્વભાવદશાના આનંદના પ્રતાપે નિર્મળ-નિર્મળતર ચારિત્ર થતાં આ જીવ ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થાય છે. અંતર્મુહૂર્ત માત્રમાં મોહનો ક્ષય કરી, બારમા ગુણઠાણે આવી શેષ ત્રણ ઘાતિકર્મોનો પણ ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી, ગામાનુગામ વિચરી જગતના જીવોનો ઉપકાર કરી અયોગી બનીને સર્વ કર્મોનો નાશ કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. આ રીતે આમ પોતાના આત્માનું કલ્યાણ કરનાર બને છે. અથવા તે જીવોમાં કોઈક જીવ “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં તીર્થકર નામકર્મ બાંધી તેનાથી ત્રીજા ભવે તીર્થંકરપણાની પદવી પ્રાપ્તિ કરી તીર્થની સ્થાપના કરી, અનેક ભવ્ય જીવોને સંસારથી તારી સ્વયં પોતે પણ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. ચારિત્ર ગુણ મુક્તિદાયક હોવા છતાં તેવું મોક્ષદાયક ચારિત્ર પ્રાપ્ત કરીને પણ મોહાંધ એવો મૂઢ જીવ આવા પ્રકારના પ્રભાવશાળી ચારિત્રને સમજતો નથી. “અનંત ગુણોનો હું સ્વામી છું, હું ચારિત્રવાળો આત્મા છું” આ વાર્તા આવો મોહાંધ જીવ ભૂલી જાય છે. ચારિત્ર ગુણ આત્મકલ્યાણના ભંડાર રૂપ છે. ત્રણે લોકમાં સૌથી શ્રેષ્ઠ છે. આ વાત આ જીવ ભૂલી જાય છે અને મંત્ર-તંત્ર કરવામાં અને પોતાની ચાલાકી. Page #249 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૪૯ બતાવવામાં જ પડી જાય છે અને ભોગસુખોમાં જ ગરકાવ થઈ જાય છે. મહાન પુણ્યોદયે પ્રાપ્ત થયેલા નરભવને આત્મકલ્યાણ સાધ્યા વિના હારી જ જાય છે. ૨૪॥ ततश्च भिक्षुकप्रायं मन्यमानो विपर्ययात् । માનિ:સ્વધનેશાનાં, તતનાનિ રોત્યસૌ રા ગાથાર્થ – તે કારણથી વિપરીત બુદ્ધિ થવાના કારણે પોતાની જાતને ભિખારી તુલ્ય સમજતો છતો નિર્મળભાવ રૂપી આત્મધનથી રહિત એવા ધનવાનોની ખુશામત કરતો આ જીવ સંસારમાં ભટકે છે. I૨૫॥ વિવેચન – આ જીવ ચારિત્રવાન સાધુપણાની આટલી ઉંચી દશા પામ્યો હોવા છતાં તે ચારિત્રની કિંમત નહીં સમજાવાથી અને મોહદશાની તીવ્ર મૂઢતા થવાથી અજ્ઞાનદશાની અધિકતાના કારણે સત્ત્વગુણથી હીન પુરુષને આવા પ્રકારની વિપર્યાસબુદ્ધિ-મિથ્યાબુદ્ધિ થાય છે તથા ‘ચારિત્ર ગુણ એ સર્વોપરી લક્ષ્મી છે’’ આવું યથાર્થ ભાન ન થવાથી તે જીવ પોતાની જાતને એક ભિખારી રૂપે માને છે અને જ્યાં ત્યાં મંત્ર-તંત્ર-કુંડલી આદિ જોવા અને કરવા દ્વારા ધનવંતોની સેવા કરતો ફરે છે. ઉત્તમ ભાવોથી દિરદ્ર બનેલો આ સાધુ પેટ પૂરતી ભિક્ષા માટે ધનવંત લોકોની પાસે આજીજી કરતો ભાટ-ચારણની જેમ ભોજનવસ્ત્ર-પાત્રાદિ પ્રાપ્ત કરવા માટે તેમની સેવા-પ્રશંસા કરવા સ્વરૂપ ખુશામત કરતો આ જગતમાં ભટકે છે. ૫૨૫દાર્થોની સ્પૃહા દ્વારા આવા જીવો અનેક પ્રકારનાં દુઃખો પામે છે. આવી ઘણી સ્પૃહાવાળા અને જ્યાં ત્યાં વસ્તુઓની યાચના કરનારા અને અપેક્ષા રાખનારા આવા જીવો । તૃણતુલ્ય ગણાય છે. જ્યાં ત્યાં માગ્યા જ કરે છે અને વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કાલાવાલા કરતા નીચી દશાને (હલકી દશાને) પામે છે. ૨૫॥ प्रशान्तस्य निरीहस्य, सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ॥२६॥ Page #250 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૫૦ ચતુર્થ પ્રસ્તાવ ગાથાર્થ - જે મહાત્માઓ શાંતવૃત્તિવાળા છે, સ્પૃહા વિનાના છે. સદાકાળ આનંદમાં જ મગ્ન રહેનારા છે, એવા યોગિઓની સામે ઇન્દ્ર આદિ જીવો (ઇન્દ્ર-રાજા કે મહારાજા હોય તો પણ) રંક તુલ્ય છે, તો અન્ય જીવોની તો વાત જ શું કરવી ? ||૨૬lી. વિવેચન - મોહદશા સંબંધી બાહ્યવૃત્તિઓ અને વિષય તથા કષાયોની વાસનાથી ઉત્પન્ન થતી અશુભ ચિત્તવૃત્તિઓ જેની શમી ગઈ છે, તેવા પ્રશાંત મુનિઓ કે જેઓ પરમ શાંતરસનું પાન કરવાથી અતિશય તૃપ્ત બનેલા છે, એવા તથા સાંસારિક સર્વભાવોથી સ્પૃહા વિનાના, અને આત્મગુણોના અનુભવ રૂપ સુખમાં જ મગ્ન બનેલા છે. તથા તેના જ કારણે ચિંતા વિનાના સદાકાળ આનંદમાં જ મસ્ત રહેનારા એવા મુનિ મહાત્માની આગળ સંસારમાં સર્વોપરી તરીકે ગણાતા ઈન્દ્ર મહારાજા તથા રાજા-મહારાજા જેવા જીવો પણ ભિખારી તુલ્ય લાગે છે. ક્યાં નિઃસ્પૃહદશાનો આનંદ ! અને ક્યાં સ્પૃહાદશાની ગરીબાઈ? તેથી આવી સ્પૃહાવાળો જીવ સદા દુઃખી, લાચાર અને પરવશ જ હોય છે. હવે જો ઈન્દ્ર જેવા પ્રબળ પ્રતાપી પુરુષો પણ નિઃસ્પૃહ યોગીની સામે ગરીબડા છે, તો પછી બીજા શ્રીમંતો આવા યોગી મહાત્માની સામે શું હિસાબમાં ગણાય ? માટે નિઃસ્પૃહતા આ એક મોટું તત્ત્વ છે. આવું મહાપુરુષો સમજે છે અને આવા પ્રકારના નિઃસ્પૃહતા નામના ગુણના કારણે તેવા ગુણી પુરુષો કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના કોઈની પણ દાસની જેમ સેવા કર્યા વિના ઉંચા મસ્તકે માનભેર જીવનારા હોય છે. આવા નિઃસ્પૃહી મહાત્માઓને ખરેખર ધન્યવાદ ઘટે છે. અને સેંકડો નમસ્કાર કરવા યોગ્ય તે મહાત્માઓ છે. //ર૬ll Page #251 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૫૧ किं विभुत्वेन किं भोगैः, किं सौन्दर्येण किं श्रिया । किं जीवितेन जीवानां, दुःखं चेत् प्रगुणं पुरः ॥२७॥ ગાથાર્થ - જો જીવોને આગળ-ભાવિમાં પ્રચુર પ્રમાણમાં દુઃખ જ આવવાનું હોય તો રાજયસત્તા મળે તો પણ શું કામનું ? અને ભોગો મળે તો પણ શું કામના ? તથા સૌંદર્ય મળે કે લક્ષ્મી મળે અથવા લાંબુ જીવન મળે તો પણ શું કામનું ? /૨થી વિવેચન - આ ભવમાં પણ ભિખારીની જેમ યાચના જ કરનારા અને સદા પરની ખુશામત જ કરનારા ભોગપિપાસુ જીવો પરભવમાં પણ મોહાસક્તિના કારણે નરક અને નિગોદનાં દુઃખો જ પામે છે. જે ભોગવિલાસો દુઃખોની તીવ્ર વેદના જ ઉત્પન્ન કરે છે, તેવા ભોગવિલાસોવિષય વિલાસો તથા રાજયલક્ષ્મી આદિ શું કામના ? જે સંપત્તિ આ જીવને સુખ આપતી નથી પણ ચિંતા અને લાલસાના કૂવામાં જ ધકેલી નાખે છે, તેવા સાંસારિક સુખોથી આ જીવને શું લાભ ! આવા જીવને વિપુલ ભોગસામગ્રી કદાચ મળી જાય તો પણ તેનાથી તેનું દુઃખ ટળતું નથી. પણ ભોગોની ભૂખ વધે જ છે અને તેનાથી પીડા તથા યુદ્ધાદિ પણ વધે જ છે. કદાચ પૂર્વે બાંધેલા પુણ્યના ઉદયથી દેવ જેવું રૂપ-સૌંદર્ય મળી જાય અથવા અઢળક ધનસંપત્તિ કદાચ મળી જાય, તો પણ તે મેળવવામાં કરેલાં પાપોથી ભાવિમાં આવનારી નરક-નિગોદના ભવોની આપત્તિઓનું નિવારણ તેનાથી થઈ શકતું નથી. આ રીતે કેવળ પાપ જ બંધાવે એવા પુણ્યનો અર્થાત્ પાપાનુબંધી પુણ્યનો કદાચ ઉદય થાય અને તેના કારણે રાજ્ય ઋદ્ધિ-વૈભવ, રૂપસૌંદર્ય, ભોગસામગ્રી અને સુખસંપત્તિ મળી જાય અને ઘણા લાંબા Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર સમય સુધી ભોગવવા પણ મળી જાય તો પણ પરભવમાં આવનારાં નરક-નિગોદના દુઃખોનું નિવારણ તેનાથી શક્ય બનતું નથી. તેથી આવી તીવ્ર મોદશા ભરેલું લાંબુ જીવન પણ વધારે પાપ જ બંધાવનાર છે અને મોહાંધતાના કારણે અનર્થકારી જ છે. તેથી આવા પ્રકારના આ ભોગવિલાસો મોહદશાની વૃદ્ધિના કારણે આ જીવ માટે નકામા છે, નિષ્ફળ છે. સંસાર વધારનારા જ છે. /૨૭ી. नाय॑ते यावदैश्वर्यं, तावदायाति सन्मुखम् । यावदभ्यर्थ्यते तावत्, पुनर्याति पराङ्मुखम् ॥२८॥ अधैर्याद विचार्येदमिच्छाव्याकूलमानसः । हा हा हेति तदर्थं स धावन् धावन् न खिद्यते ॥२९॥ ગાથાર્થ - જ્યાં સુધી ઐશ્વર્ય પ્રાપ્ત કરવાની સ્પૃહા જાગતી નથી, ત્યાં સુધી જ તે સામેથી આવે છે. પરંતુ જ્યારે તેને પ્રાપ્ત કરવાની તમન્ના-ભૂખ જાગે છે, ત્યારે તે તુરત જ અવળા મુખવાળી-પરાઠુખ બને છે. Il૨૮. પરંતુ દુઃખની વાત છે કે આ વસ્તુનો વિચાર કર્યા વિના જ મોહની તીવ્ર પરવશતાથી અત્યંત આકુળ-વ્યાકુળ મનવાળો થયેલો આ જીવ ધનસંપત્તિ મેળવવા દોડાદોડ કરતાં થાકતો જ નથી. /૨૯ો. વિવેચન - સંસારી જીવો મોહદશાની પ્રબળતાના કારણે પ્રકૃતિના નિયમોને જાણતા નથી. તેના કારણે ધનસંપત્તિ મેળવવા માટે રાતદિવસ તેની જ પ્રાપ્તિ ખાતર અત્યંત લાલસાથી જેમ જેમ વધારે પ્રયત્ન કરે છે, તેમ તેમ આ જીવથી આ સંપત્તિ વધારે દૂર જ ભાગે છે અને જયારે સંતોષ ગુણ ધારણ કરવાપૂર્વક ધર્મ પુરુષાર્થ (દાન-શીયળ-તપ અને ભાવધર્મ)નું સેવન કરવામાં આવે છે તેમ તેમ તે ધન અને ઐશ્વર્ય સામેથી આવે છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૫૩ ગુજરાતીમાં એક કહેવત છે કે “ત્યાગે તેની આગે અને માગે તેહથી ભાગે” અર્થાત્ જે જીવો લક્ષ્મીને તજે છે, તેનાથી લક્ષ્મી આગળ જ આવીને ઉભી રહે છે. પરંતુ જે જીવો લક્ષ્મીને માગે છે, તેનાથી તે લક્ષ્મી કેટલીએ દૂર દૂર જ ભાગે છે. આ વાતનો વિચાર કરી લાંબી દૃષ્ટિ દોડાવી ધીરજપૂર્વક વિચાર કરનાર મનુષ્ય ન્યાયનીતિપૂર્વક કામકાજ કરીને સુખી બને છે અને ધીરજ ગુણ વિનાના લોકો નિર્મળ-ઉત્તમ વિચારો કર્યા વિના આકુળ-વ્યાકુલ થઈ ધન પ્રાપ્તિ માટે ચારે બાજુ દોડાદોડી જ કરે છે પણ સફળ થતા નથી અને દુ:ખી દુઃખી થાય છે. અધીરજ નામના દોષથી આ ઉંડા તત્ત્વનો વિચાર કર્યા વિના મૂઢ જીવો ઇચ્છાને વશ થયા છતાં ધનપ્રાપ્તિ માટે જ હા-હા દોડતા દોડતા જ હોય દોડતા જ હોય અને થાકી જતા હોય-ખેદ પામતા હોય. આમ જ દેખાય છે. // ૨૮-૨૯ો स्थिरो धीरस्तु गम्भीरः, सम्पत्सु च विपत्सु च । बाध्यते न च हर्षेण, विषादेन न च क्वचित् ॥३०॥ ગાથાર્થ - સ્થિરતા ગુણવાળા, ધીરતા ગુણવાળા અને ગંભીરતા ગુણવાળા. મહાત્મા પુરુષ સંપત્તિ વધે તો પણ અને વિપત્તિ વધે તો પણ ક્યારેય હર્ષથી કે ખેદથી પીડાતા નથી. ૩Oા વિવેચન - જે મહાત્મા પુરુષો શાસ્ત્રોના નિત્ય અભ્યાસની પ્રવૃત્તિમાં, અધ્યાપનની પ્રવૃત્તિમાં તથા તેવા પ્રકારના શાસ્ત્રાભ્યાસને અનુસારે સંયમપાલનમાં નિરંતર પ્રવૃત્તિમય રહેવાના કારણે અને સપુરુષોના નિરંતર સમાગમવાળા બનીને પોતાના સ્વરૂપમાં જ સ્થિર થઈને જેવા વર્તમાન સંજોગો હોય છે, તેને અનુસાર ધીરજ અને ગંભીર Page #254 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૫૪ ચતુર્થ પ્રસ્તાવ ગુણવાળા આવા મહાત્મા પુરુષો પોતાનામાં વિકાસ પામેલી સ્થિરતાધીરજતા અને ગંભીરતા ગુણોને લીધે પોતાના મનને જીતનારા બને છે. પોતાના મનને આવા પ્રકારના ગુણોથી વાસિત બનાવે છે કે ગમે તેવા સાનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં પણ પોતાના “સમતા સ્વભાવને” ત્યજતા નથી તથા આકૂલ વ્યાકૂલ થતા નથી. સજ્જનો તરફથી સન્માન મળે તો પણ અને સજ્જનો માનસન્માન કરે તો પણ જરા પણ ફલાતા નથી અને દુર્જન માણસો તરફથી માનહાનિ આદિના વિકટ સંજોગો ઉભા થાય તો પણ જરા દુ:ભાતા નથી. દુર્જન માણસો તરફથી થતી નિંદા-તિરસ્કાર કે અપમાનાદિ પ્રસંગોમાં જરા પણ ખેદ પામતા નથી. આમ સંપત્તિમાં કે વિપત્તિમાં પોતાની ધીરજ ગુમાવતા નથી. સમભાવમાં જ જીવે છે. પોતાનું ધયે જરાપણ મૂકતા નથી. શાસ્ત્રોમાં કહ્યું છે કે – विपत्तौ किं विवादेन, संपत्तौ हर्षणेन किं ? । भवितव्यं भवत्येव, कर्मणो गहना गतिः ॥ વિપત્તિમાં ખેદ કરવાથી શું લાભ ? અને સંપત્તિમાં હર્ષ કરવાથી શું લાભ ? જે થવાનું હોય છે, તે ભવિતવ્યતા પ્રમાણે થાય જ છે. કર્મની ગતિ અતિશય ગહન છે. માટે જ સુખસંપત્તિ વધે તો અતિશય હર્ષ કરવો નહીં અને દુઃખના ડુંગર આવે તો પણ હિંમત હારવી નહીં. મહાત્મા પુરુષો સદા કહે છે કે સુખ-દુઃખ કર્મોદય પ્રમાણે આવે જ છે. માટે હે જીવ ! તું એમાં રંગાઈ ન જા. હર્ષ-શોક ન કર. પણ સમભાવવાળો બન. ચડતી કે પડતી બન્ને અવસ્થા ક્યારેક જવાવાળી છે, અંતે જીવને પણ ભવાંતરમાં જવાનું જ છે. તેથી હે જીવ ! તું કંઈક Page #255 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ સમતાભાવવાળો બન. ધીરજ ગુણવાળો બન અને ગંભીરતાગુણવાળો બન. આ સંસારમાં દુઃખ અને સુખ આવે છે અને જાય છે. સિદ્ધ અવસ્થા વિના કોઈની પણ સ્થિતિ સદા સમાન રહી નથી, રહેતી નથી અને રહેશે પણ નહીં. ||૩|| ૨૫૫ सिद्धा ये च सेत्स्यन्ति, सर्वे सत्त्वे प्रतिष्ठिताः । सत्त्वं विना हि सिद्धिर्न प्रोक्ता कुत्रापि शासने ॥३१॥ - ગાથાર્થ જે કોઈ ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને જે કોઈ ભવિષ્યકાળમાં સિદ્ધિપદને પામશે, તે સર્વે પણ આત્માઓ સત્ત્વ નામના ગુણમાં અતિશય સ્થિર થવા વડે જ થયા છે. કારણ કે સત્ત્વગુણ વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે કોઈના પણ (જૈન-જૈનેતર એમ તમામ) શાસનમાં કહેલું છે. ।।૩૧। વિવેચન - નિશ્ચલતા, ધીરજતા અને ગંભીરતા આદિ ગુણો જે મહાત્મામાં વિકાસ પામેલા હોય છે. તે મહાત્મા પુરુષો સત્ત્વશાળી તરીકે ગણાય છે. સત્ત્વગુણના કારણે કોઈથી ડરતા નથી, ભયભીત થતા નથી અને દુ:ખો આવે તો પણ સમભાવવાળા જ રહે છે. સત્ત્વગુણ વિના વિદ્યા-વિવેક-વિનય અને વીતરાગતા વિગેરે ગુણો આ જીવ પ્રાપ્ત કરી શકતો નથી. આ બધા ગુણો મેળવવા એ અત્યંત જરૂરી છે. કારણ કે વિનય અને ભક્તિ ગુણનો જીવનમાં વિકાસ થાય તો તેનાથી આ જીવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. વિદ્યા અને વિવેકગુણથી સમ્યજ્ઞાન ગુણ પ્રગટ થાય છે અને વૈરાગ્ય તથા સમતાભાવ નામના ગુણોથી આ જીવમાં સમ્યક્ચારિત્રગુણ પ્રગટ થાય છે. આ પ્રગટ થયેલા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર - આ ત્રણે ગુણો એ મુક્તિનો યથાર્થ માર્ગ છે. આ ગુણોની પરિપૂર્ણપણે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર જીવનમાં સિદ્ધિ થાય, તેને જ મુક્તિ કહેવાય છે. આજ સુધી જે કોઈ સિદ્ધિપદને પામ્યા છે, પામે છે અને પામશે તે સર્વે પણ જીવો પરમ એવા સત્ત્વગુણમાં પ્રતિષ્ઠિત થઈ રત્નત્રયીની પૂર્ણતા પામીને જ સિદ્ધિપદ પામ્યા છે. સત્ત્વગુણમાં સર્વે પણ ગુણો પ્રતિષ્ઠિત થયેલા છે. સત્ત્વગુણ કેળવ્યા વિના કોઈપણ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. આમ કેવળ એકલું જૈનદર્શન માત્ર જ કહે છે આવું નથી. પરંતુ સર્વે પણ દર્શનોમાં આમ જ માનેલું છે. સર્વે પણ દર્શનકારોએ પોતપોતાના દર્શનમાં સત્ત્વગુણ દ્વારા જ ગુણવિકાસ વર્ણવેલો છે, તો પછી મોક્ષના સાધક એવા મુમુક્ષુ આત્માઓએ તો સત્ત્વગુણને વધારે પ્રમાણમાં આત્મસાત્ કરીને પ્રમાદને ત્યજીને ધ્યાન અને સમાધિમાં લીન થઈને પરમાત્મતત્ત્વના ચિંતનમાં તન્મય બનવા પ્રયત્ન કરવો જોઈએ. જો સત્ત્વગુણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તો જ યથાર્થ સફળતા મળી શકે છે અને આ જીવ સાચો વિકાસ સિદ્ધ કરી શકે છે. /૩૧|| एवमेव सुखेनैव, सिध्यन्ति यदि कौलिकाः ।। तद् गृहस्थादयोऽप्येते, किं न सिध्यन्ति, कथ्यताम् ॥३२॥ ગાથાર્થ - જો સત્ત્વગુણ કેળવ્યા વિના એમને એમ સુખ ભોગવતાં ભોગવતાં જ મોક્ષ થાય છે. આમ વામમાર્ગીઓ માને છે. પણ જો એ સાચું હોય તો વિષયસુખ ભોગવતા ગૃહસ્થો પણ કેમ સિદ્ધિપદ ન પામે ? સાધુ થવાની શું જરૂર છે ? તે કહો. //૩રા વિવેચન - જો બાહ્ય એવી પાંચ ઇન્દ્રિયોના વિષયભોગથી જ મુક્તિ મળતી હોય અર્થાત્ સુખ ભોગવતાં ભોગવતાં જ જો મુક્તિ મળતી હોય તો પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો ભોગવતા એવા ગૃહસ્થો તો વહેલાસર મોક્ષે જવા જોઈએ. તેવા ભોગી જીવોને મુક્તિપ્રાપ્તિમાં કોણ પ્રતિબંધ કરે ? પણ આમ થતું નથી, માટે આ વાત ખોટી છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ ૨૫૭ વિષયભોગ ભોગવતાં-ભોગવતાં મુક્તિ મળે છે, આવું માનનારા જે દર્શનકારો છે તે વામમાર્ગી અથવા કૌલિક કહેવાય છે. જો આ માન્યતા સાચી જ હોય તો સાધુઓ કરતાં ગૃહસ્થો વધારે સંખ્યામાં મોક્ષે જનાર બનવા જોઈએ અને સંસ્કારી ગૃહસ્થો કરતાં પણ શિકારી લોકોવ્યભિચારી લોકો-ખોટું કામ કરનારા લોકો વધારે મોક્ષે જવા જોઈએ. કારણ કે તે લોકો વધારે વધારે વિષયભોગોમાં આસક્ત હોય છે. યોગસાર પરંતુ આમ બનતું નથી. માટે આ વામમાર્ગીઓની વાત સાચી નથી. વિષયભોગોથી મુક્તિ થતી નથી, પરંતુ વિષયભોગોના ત્યાગથી મુક્તિ થાય છે. સાધુ-સંતો અને મહાત્માઓ જેટલા મોક્ષે જાય છે, તેટલા ભોગી જીવો મોક્ષે જતા નથી. ભરત મહારાજા, મરૂદેવા માતા જેવા કોઈક જ જીવો ગૃહસ્થપણામાં મોક્ષે જાય છે. અને તે પણ ભોગોથી વિરમણની બુદ્ધિવાળા વૈરાગી થાય તો જ મોક્ષે જાય છે. માટે ત્યાગને બદલે ભોગદશાને મોક્ષનું કારણ મનાય નહીં. ભોગદશા એ તો મોહદશાનું જ કાર્ય છે. માટે તેવી ભોગદશાથી તો સંસાર જ વધે છે. ક્યારેય મોક્ષ થતો નથી. મોહદશાના ત્યાગથી અવશ્ય મોક્ષ થાય છે. 113211 सुखाभिलाषिणोऽत्यर्थं, ग्रस्ता ऋद्ध्यादिगारवैः । પ્રવાહવાહિનો ાત્ર, વૈશ્યન્તે સર્વનન્તવઃ રૂરૂા ગાથાર્થ - સંસારી સુખના અભિલાષી સર્વે પણ સંસારી જીવો ઋદ્ધિ ગારવ-રસગારવ અને સાતાગારવથી ગ્રસ્ત થયા છતાં સુખપ્રાપ્તિની ઇચ્છાથી નદીના પ્રવાહની જેમ કંચન અને કામિની પાછળ દોડતા જ દેખાય છે. ।।૩। વિવેચન - સંસારી સર્વે પણ જીવો સાંસારિક ભોગસુખના જ વધારે પ્રમાણમાં અર્થી હોય છે. તેમાં પણ થોડુંક સુખ મળતાં વધારે ને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વધારે પ્રમાણમાં સુખ લેવા દોડાદોડી કરતા હોય છે અને આ સુખની પ્રાપ્તિ થતાં જ આવા જીવો રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવમાં વધારે રચ્યાપચ્યા થયા છતા બરબાદ થાય છે. ખાવા-પીવાની ઘણી આસક્તિ, ભિન્ન ભિન્ન વાનગીઓ ખાવાની-ચાખવાની જે લોલુપતા તે રસગારવ. ધનપ્રાપ્તિની જે ઘણી લોલુપતા તે ઋદ્ધિગારવ અને પાંચે ઇન્દ્રિયોના સુખોની જ વધારે પ્રમાણમાં જે અભિલાષા અર્થાત્ સુખશીલપણું તે શાતાગારવ કહેવાય છે. આમ આ જીવને રસ-ઋદ્ધિ અને સાતાની જ વધારે પ્રમાણમાં આસક્તિ વર્તે છે. થોડીક સંપત્તિ (ધન-પૈસો) મળતાં પાંચે ઇન્દ્રિયોના મનગમતા વિષયોમાં આ જીવ જોડાય છે. કંચન અને કામિનીના ભોગમાં જ સમય પસાર કરે છે. દુનિયાના સર્વે પણ લોકો અજ્ઞાની અને મિથ્યાત્વી હોવાથી વિષય-ભોગો તરફ જેમ અનુકરણ કરે છે, તે પ્રમાણે તે તે લોકોને જોઈને આ જીવ પણ વિષયભોગો તરફ આકર્ષાઈ જાય છે. તે કારણથી તે ભોગોને મેળવવા તથા તે ભોગોનો ઉપભોગ કરવા માટે પ્રેરાઈને તેની પ્રાપ્તિ માટે બહુ જ પ્રયત્નો આદરે છે. અનાદિકાળથી લોકપ્રવાહ પણ તેવી જ મોહાંધતાવાળો હોવાથી આ જીવ પણ તેવું જ અનુકરણ કરે છે. સુખના અભિલાષી જીવો મોહદશામાં તણાતા દેખાય છે. ।।૩ા एवमेव सुखेनैव, सिद्धिर्यदि च मन्यते । तत्प्राप्तौ सर्वजन्तुनां तदा रिक्तो भवेद् भवः || ३४॥ " ગાથાર્થ – જો આ પ્રમાણે ઇન્દ્રિયજન્ય સુખ ભોગવતાં ભોગવતાં તેનાથી મુક્તિ થાય છે. આમ જો મનાય તો સર્વે પણ જીવોની મુક્તિ થઈ જાય અને આ ભવ (સંસાર) સર્વથા ખાલી થઈ જાય. II૩૪ Page #259 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૫૯ વિવેચન - વામમાર્ગી જેવા દર્શનકારો સંસારસુખ ભોગવતાં ભોગવતાં મુક્તિસુખ થાય છે, આમ માને છે. પરંતુ આ વાત ખોટી છે. આમ સમજાવતાં જૈન દર્શનકાર કહે છે કે – જો સંસારનું સુખ ભોગવતાં ભોગવતાં જ મુક્તિની પ્રાપ્તિ થતી હોય તો સર્વે પણ સંસારી જીવો સંસાર સુખભોગમાં તો જોડાયેલા જ છે. આસક્ત જ છે, તો તો તે જીવોની વહેલી-વહેલી મુક્તિ થવી જોઈએ અને આમ જો ભોગી જીવોનો પણ મોક્ષ થાય તો તો આ સંસાર ખાલી થઈ જવો જોઈએ. કારણ કે સર્વે પણ જીવો ભોગમાં તો ડૂબેલા છે જ. તે સઘળાંનો મોક્ષ થતાં સંસાર જ ખાલીખમ થઈ જવો જોઈએ. આ સંસારમાં એક પણ જીવ રહેલો દેખાવો ન જોઈએ.” બાહ્ય ઇન્દ્રિયજન્ય જે વિષયસુખ છે, તે સાતા વેદનીય કર્મનું જ ફળ છે. આત્માનું સ્વરૂપ નથી. ભોગસુખો-સંસારનાં વિષયસુખો તે પુણ્યોદયના ફળસ્વરૂપ છે. પરદ્રવ્યમાં આસક્તિ કરાવનારાં છે અને વધારે વધારે મોહનીય કર્મને બંધાવનારાં છે. તેથી જ મહાત્મા પુરુષો તેનો ત્યાગ કરીને અર્થાત રાજ્ય જેવા સુખનો પણ ત્યાગ કરીને સંયમને સ્વીકારે છે અને ત્યાગ-વૈરાગ્ય તથા સંયમાદિ આત્મગુણોની સાધના કરે છે. - વાસ્તવિકપણે વિચાર કરીએ તો પણ સમજાય છે કે સંસારી જીવોમાં એક દશકો સુખનો તો એક દશકો દુઃખનો હોય છે. એટલે આ સુખ-દુ:ખ એ આત્માનાં મૂળ સ્વરૂપ નથી. જો આત્માનું મૂળ સ્વરૂપ હોય તો સુખ આવ્યા પછી જાય જ નહીં અને દુઃખ આવે જ નહીં અથવા દુ:ખ એ જો આત્માનું સ્વરૂપ હોય તો દુઃખ જ કાયમ રહે. સુખ આવે જ નહીં. પરંતુ આવું બનતું નથી. માટે આ ભૌતિક સુખ-દુ:ખ એ આત્માનું સ્વરૂપ જ નથી, ભૌતિક છે. એટલે કે પરપ્રત્યયિક છે, હેય છે, ત્યજવા જેવું છે. પુદ્ગલદ્રવ્યના સંયોગ-વિયોગને આધીન છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર ઇન્દ્રિયજન્ય વિષયસુખ એ પુણ્યોદય રૂપ કર્મથી જન્ય છે, પણ મૂળરૂપે આત્માનો ગુણ નથી. સંસારનાં તમામ સુખો ક્ષણિક છે. નાશવંત છે અને પરપદાર્થોની અપેક્ષા રાખે છે. તથા તે તે પરવસ્તુ આપનારી પર વ્યક્તિની પણ અપેક્ષા રાખે છે, માટે પરાધીન છે, હેય છે, ત્યજવા યોગ્ય છે. મોહ કરાવનાર છે. તે ઇન્દ્રિયજન્ય સુખ જે જે વિષયોને આધીન છે, તે વિષયો મેળવવા ધન ઉપાર્જન અને ધન ઉપાર્જન માટે બીજા અનેક ઉપાયોમાં વ્યસ્ત જ રહેવું પડે છે. આમ આ સુખો ડૂબાડનારા છે. આધિ-વ્યાધિ અને ઉપાધિથી આત્માને પીડનારાં છે. પરપદાર્થોની અપેક્ષા એટલે અનેક વ્યક્તિઓની પરાધીનતા-પરની પરાધીનતા એ જ મોટું દુ:ખ છે. છતાં મોહાધીનતાના કારણે આ જીવ તેમાં સુખબુદ્ધિ કરે છે અને તેમાં અંજાઈ જાય છે. આ આસક્તિના કારણે અસતાવેદનીય આદિ અશુભ કર્મો આ જીવ બાંધે છે. આ આસક્તિ જ આ જીવને રખડાવનાર છે. તેના જ કારણે ઘણા ભવભ્રમણ વધે છે. આસક્તિ એટલે જ મોહદશા. વિષયસુખના ત્યાગથી, તથા તે વિષયસુખના રાગ અને વિચારોથી મુક્ત બનતા આત્માનું જે સહજ સુખ-સ્વાભાવિક આનંદ અનુભવાય છે, તેની તુલના ઈન્દ્ર, રાજા કે મહારાજાના સુખ સાથે થઈ શકતી નથી. ઈન્દ્ર, રાજા અને મહારાજાનું સુખ ચિંતાઓ-ઉપાધિઓ અને પરાભવોથી ભરપૂર ભરેલું છે. તેના જ કારણે લડાઈઓ-મારામારી અનેક પ્રકારની આપત્તિઓ આપનારું તે સુખ છે. માટે પરમાર્થથી તો તે સુખ જ નથી. સુખનો છાંટો છે અને દુઃખોના પહાડો છે. માટે પરમાર્થથી તો તે દુ:ખરૂપ જ છે. આત્માનું સાચું સુખ ભોગમાં નથી, પણ ગુણપ્રાપ્તિમાં જ છે. આત્માના ગુણોનો જે આનંદ છે, તે કોઈ લૂંટી શકતું નથી, કોઈ લઈ Page #261 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૧ શકતું નથી. ગુણો એ જ આત્માનું સાચું ધન છે. બીજા ભવમાં પણ સાથે આવનાર છે. પૌગલિક સુખ આવું સાથે આવનાર નથી. એક ભવમાં પણ કાયમ રહે તેવો નિયમ નથી. દશકા બદલાય તેમ સુખ બદલાઈને દુઃખરૂપ બની જાય છે. જેમ ધનપ્રાપ્તિ થતાં સુખ થાય છે, પણ ધનની હાનિ થતાં તે જ સુખ છીનવાઈ જાય છે. પુત્રાદિની પ્રાપ્તિ થતાં સુખ ઉપજે છે. તેની જ હાનિ થતાં-મૃત્યુ થતાં, તેટલું જ દુઃખ થાય છે. માટે ભોગોનું સુખ તે સાચું સુખ નથી પણ ગુણોનું સુખ એ જ સાચું સુખ છે. ભોગસુખોમાં સુખબુદ્ધિ એ જ મોટી ભ્રમણા છે. ભોગસુખોમાં દુ:ખોની જ પરંપરા ચાલે છે. આ જ કારણથી વિવેકી પુરુષો રાજયસંપત્તિનો અને સાંસારિક ભોગસુખોનો ત્યાગ કરીને સંયમ માર્ગ સ્વીકારે છે અને નિર્મળ સંયમના પાલન વડે સિદ્ધિસુખને પણ પ્રાપ્ત કરે છે. સંસારનાં સુખો ક્ષણિક છે અનેક પ્રકારના દુ:ખોની ખાણ છે. આમ સમજીને જ મહાત્મા પુરુષો તેનો ત્યાગ કરે છે. જો બાહ્ય ઇન્દ્રિયજન્ય ભોગસુખોથી મુક્તિ થાય છે. આમ માનવામાં આવે તો સર્વે પણ સંસારી જીવો ભોગસુખમાં જ આસક્ત હોવાથી સર્વે પણ સંસારી જીવોનો મોક્ષ થવો જોઈએ અને સંસાર આખો ખાલીખમ થવો જોઈએ. પરંતુ આવું કોઈ કાળે બન્યું નથી અને બનવાનું પણ નથી. માટે વિષયભોગોમાં સુખ નથી, પરંતુ તેના ત્યાગમાં જ એટલે કે આત્માના ગુણોના આનંદનું જ સાચું સુખ છે. [૩૪ો. लोकेऽपि सात्त्विकेनैव, जीयते परवाहिनी । उद्धूलिकोऽपि, नान्येषां दृश्यतेऽह्नाय नश्यताम् ॥३५॥ ગાથાર્થ - લોકમાં પણ સત્ત્વગુણ વડે (સત્ત્વશાળી જીવો દ્વારા) જ પરની (શત્રુની) સેના જીતાય છે અને કાયર પુરુષો તો ભયભીત થઈને ત્યાંથી એવા નાસી જાય છે કે જેનો પત્તો જ લાગતો નથી. //રૂપા Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - આ સંસારમાં પણ સત્ત્વશાળી જીવો જ પોતાના પરાક્રમથી શત્રુની સેનાને જીતે છે. જે સત્ત્વશાળી શૂરવીર સેનાપતિ હોય છે, તે જ શત્રુની સમગ્ર સેનાનો કચ્ચરઘાણ વાળી નાખે છે. એટલે કે શત્રુસેના પોતાના સત્ત્વગુણથી જ જીતાય છે. બાકી સત્ત્વ વિનાના કાયર લોકો તો શત્રુસેનાને જોઈને જ રણમેદાનમાંથી નાસી છૂટે છે. શત્રુસેના દેખીને એવા દોડે છે કે ચારે બાજુ ધૂળ જ ઉડે છે. જેમ ઘોડો દોડે ત્યારે ધૂળ ઉડે તેમ શત્રુસૈન્યને જોઈને જ એટલા બધા જોરથી સત્ત્વહીન જીવો ભાગે છે કે તે ભાગેલા જીવો ક્યાં ગયા ! તે બીજા કોઈને પણ દેખાતા નથી. આમ કાયર પુરુષો સત્વહીન હોવાના કારણે ભાગાભાગ કરનારા હોય છે. જ્યારે જ્યારે સંયમાદિ માર્ગમાં સાધના કરતાં કરતાં ઉપસર્ગપરીષહો આવે, ત્યારે કાયર માણસો ભાગાભાગ કરીને નાસી જાય છે અને સત્ત્વશાળી જીવો તે ઉપસર્ગ અને પરિષહોની સામે ઉભા રહીને ટક્કર ઝીલે છે અને ઉપસર્ગ-પરીષહોને જીતીને આત્મકલ્યાણ સાધે છે. માટે કાયર ન બનવું. પણ સત્ત્વશાળી બનવું. [૩પી. लोकोत्तरान्तरङ्गस्य मोहसैन्यस्य तं विना । सन्मुखं नापरैः स्थातुं, शक्यते नात्र कौतुकम् ॥३६॥ ગાથાર્થ - લોકોત્તર (અલૌકિક) અને અંતરંગ એવા મોહરાજાની સેનાની સામે સત્ત્વગુણ વિના અન્ય કોઈનાથી ઉભા પણ રહી શકાતું નથી. આ બાબતમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું (કૌતુક કરવા જેવું) (શંકા કરવા જેવું) કંઈ જ નથી. ૩૬l. - વિવેચન - રાજાઓની પરસ્પર જેલડાઈ થાય તે લૌકિક યુદ્ધ કહેવાય છે અને આ આત્માનું વિષય-કષાયોની સાથે જે યુદ્ધ થાય તે અલૌકિક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ યુદ્ધ અથવા લોકોત્તર યુદ્ધ કહેવાય છે. કારણ કે વિષયનો રાગ અને કષાયો એ આત્માના અંતરંગ શત્રુઓ છે, તેથી જેમ લૌકિક યુદ્ધમાં જે બળવાનું રાજા હોય તે જ વિજય પામે છે. તેવી જ રીતે લોકોત્તર યુદ્ધમાં એટલે કે કષાયો અને વિષયોના રાગરૂપ મોહદશાની સાથે યુદ્ધ ખેડવામાં જે સત્ત્વશાળી અને શુરવીર મહાત્માઓ હોય છે, તે જ વિજય પ્રાપ્ત કરે છે. સત્ત્વશાળી અને મોહ સામે યુદ્ધ ખેલવામાં શૂરવીર એવા મહાત્મા પુરુષો જ આ યુદ્ધ ખેલી શકે છે અને તેમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. સત્ત્વ વિનાના કાયર લોકો તો મોહની સામે ઉભા જ રહી શકતા નથી તો યુદ્ધ ખેલવાની કે વિજય મેળવવાની વાત જ ક્યાં રહે છે? કાયર માણસો મોહની સામે ટકી શકતા નથી. એટલું જ નહીં પણ તે કાયર પુરુષો મોહરાજાને આધીન થઈ જાય છે. મોહરાજાના સેવક બની જાય છે. મોહરાજા જેમ નચાવે તેમ નાચનારા બની જાય છે. સત્ત્વશાળી શૂરવીર પુરુષો જ મોહની સામે જંગ ખેલે છે અને તેમાં મોહને ચકચૂર કરીને વિજય પ્રાપ્ત કરે છે. કાયર પુરુષો મોહને આધીન થાય છે અને સત્ત્વશાળી આત્માઓ મોહને જીતીને પાર ઉતરે છે. મોહરાજાને જીતીને કેવલજ્ઞાનાદિ આત્મગુણોની લક્ષ્મી પ્રાપ્ત કરવી તે જ સત્ત્વશાળી જીવોનું કર્તવ્ય છે. માટે સત્ત્વગુણવાળા બનવું પણ કાયર ન બનવું. /૩૬ll. सर्वमज्ञस्य दीनस्य, दुष्करं प्रतिभासते । सत्त्वैकवृत्तिवीरस्य ज्ञानिनः सुकरं पुनः ॥३७॥ ગાથાર્થ - અજ્ઞાની અને દીન મનુષ્યને સર્વ પણ કાર્ય દુષ્કર જ લાગે છે. જ્યારે સત્ત્વગુણમાં જ છે વૃત્તિ જેની અર્થાત્ સત્ત્વને જ પોતાનું જીવન માનનારા સત્ત્વશાળી અને જ્ઞાની પુરુષને સઘળું પણ કાર્ય સહેલું જ લાગે છે. ૩ી. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર વિવેચન - આ સંસારમાં જીવો બે પ્રકારના હોય છે. એક અજ્ઞાનદશામાં રહેનારા અને સત્ત્વહીન (દીન-અનાથ-લાચાર). આવા જીવો એક પ્રકારમાં ગણાય છે અને બીજા જીવો સત્ત્વશાળી-પરાક્રમી, કોઈથી ન દબાય તેવા અને જ્ઞાની-મહાજ્ઞાની, આવા જીવો બીજા પ્રકારમાં સમજવા. ત્યાં પ્રથમ પ્રકારના એટલે અજ્ઞાની અને સત્ત્વહીન જીવો સંસારના જ સુખમાં આનંદ માનનારા ભવાભિનંદી હોય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત બન્યા છતા દીન-લાચાર અને યાચનાશીલ હોય છે. જેની તેની પાસે જે તે વસ્તુ માગતા ફરે છે અને તેવી તેવી વસ્તુઓ મેળવીને પોતાના વિષયસુખને પોષીને જીવન જીવનારા હોય છે. જેની જેની પાસેથી જે જે વિષયોની પ્રાપ્તિ થવી સંભવે છે. તેની તેની પાસે છે તે વિષયોની ભિખારીની જેમ ભીખ માગનારા અને લાચાર પરિસ્થિતિવાળા જીવો પ્રથમ પ્રકારના હોય છે. આવા જીવો જ્યાં ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોની ભીખ જ માગતા હોય છે. જયાં પોતે જ ભિખારી હોય ત્યાં તે બીજાને શું આપે ? અર્થાત્ આવા જીવોમાં પરોપકાર કરવો કે દયા-દાનાદિ ધર્મકાર્ય કરવાં કે વ્રત-નિયમ પાળવાના કાર્યમાં ઉત્સાહવાળા થવું ઈત્યાદિ કાર્ય હોતું નથી. આવાં શ્રેષ્ઠ કાર્યો તેમાં સંભવતા પણ નથી. આવા જીવો ધર્મકાર્ય કરવામાં આળસ અને પ્રમાદને વશીભૂત થઈને સત્કર્મ કરતા નથી. યથાર્થ જ્ઞાનદશા વિના ધર્મકાર્ય કરવામાં કે આત્મકલ્યાણના કાર્યમાં પુરુષાર્થ થતો નથી. જે આત્માઓ પાસે જ્ઞાનદશા નથી અને સત્ત્વગુણ નથી, તેવા જીવોને બધાં જ કાર્યો દુષ્કર લાગે છે. જ્યાં ત્યાં લાચારી જ અનુભવે છે અને ભિખારીની જેમ ધનવાન માણસો પાસે કાલાવાલાંઆજીજી કરીને માત્ર પોતાના ઈન્દ્રિયોના વિષયોને પોષે છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૫ જ્યારે જે પુરુષો સત્ત્વશાળી અને તત્ત્વજ્ઞાની છે, તેઓ અતિશય પરાક્રમી અને પરમવીર પુરુષો હોય છે. દુઃખો વેઠે છે, પણ ક્યારેય ભીખ માગતા નથી કે લાચારી સેવતા નથી. ખુમારીપૂર્વક જીવન જીવનારા હોય છે. તેના જ કારણે ધર્મકાર્યો કરવામાં કે યોગનાં કાર્યો કરવામાં અને દયા-દાનાદિ કાર્યો કરવામાં આનંદવાળા અને ઉત્સાહવાળા હોય છે. રાગ-દ્વેષનો ગ્રંથિભેદ, સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તથા વિનય-વિવેક આદિ ઉત્તમ ગુણોની પ્રાપ્તિ આવા જીવો સહજતાથી કરે છે. સંયમ પાળવામાં તથા તપાદિ અનુષ્ઠાન આચરવામાં અપ્રમત્તપણે પ્રબળ પુરુષાર્થ કરનારા હોય છે તથા તેના દ્વારા અનુક્રમે ક્ષપકશ્રેણીકેવલજ્ઞાન-અયોગી અવસ્થા અને મુક્તિનાં સુખો પણ આવા જીવો પ્રાપ્ત કરનારા બને છે. - જે સાચા જ્ઞાની છે, સરળ છે, વિનયાદિ ગુણોથી સંપન્ન છે. આવા પુરુષોને મોહને જીતવા આદિના સઘળાં પણ કાર્યો સરળ રીતે થાય છે. જેમ ભોગી જીવો ભોગનાં સાધનો મેળવવામાં પરિશ્રમ ગણકારતા નથી. તેમ યોગી મહાત્માઓ યોગનાં કાર્યો કરવામાં પરિશ્રમ ગણકારતા નથી. જરા પણ આળસ કરતા નથી. પરંતુ અધિક ઉત્સાહ સાથે આત્મકલ્યાણનાં કાર્યોમાં જોડાઈને વેગે વેગે પાર પામે છે. અજ્ઞાની અને ધર્મકાર્ય કરવામાં દીન એવા જીવને ધર્મનાં કાર્યો દુષ્કર દેખાય છે અને તેના કારણે ધર્મકાર્યથી દૂર ભાગે છે. તે જ સઘળાં પણ ધર્મકાર્યો તથા મોહને જીતવામાં સઘળાં પણ કાર્યો સત્ત્વશાળી અને જ્ઞાની આત્મા તુરત જ કરે છે અને તેમાં પાર પામે છે. ક્યાંય કોઈથી તે ડરતા નથી કે પરાભવ પામતા નથી. આ જ જ્ઞાની અને સત્ત્વશાળી જીવની વિશેષતા છે. ધન્ય છે તેવા પરાક્રમી જીવોને. |૩ળી Page #266 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ द्वित्रास्त्रिचतुरा वापि, यदि सर्वजगत्यपि । प्राप्यन्ते धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः ॥३८॥ ૨૬૬ યોગસાર ગાથાર્થ - આખા આ વિશ્વમાં પણ ધૈર્યગુણ-ગંભીરતાગુણ અને ઉદારતા ગુણ આદિ ગુણો વડે શોભતા એવા સત્ત્વશાળી પુરુષો જો શોધવા જઈએ તો બે-ત્રણ અથવા ત્રણ-ચાર જ પ્રાપ્ત થાય છે અર્થાત્ આવા પ્રકારના ગુણીયલ જીવો બહુ જ અલ્પ હોય છે. II૩૮॥ વિવેચન – જે સત્ત્વશાળી પુરુષો હોય છે તથા સત્ત્વગુણની સાથે જ્ઞાનગુણ જેઓમાં વિકસ્યો હોય છે, તેવા સત્ત્વશાળી અને જ્ઞાની પુરુષો જ ધીરતા, ગંભીરતા, ઉદારતા, નમ્રતા, સરળતા, સંતોષ તથા કરૂણા આદિ ગુણોને ધારણ કરે છે. તેઓ જ આત્માના પરમાનંદમય સ્વભાવનો સ્વયં અનુભવ કરે છે અને અન્ય સાધકોને પણ આત્મદશાનું ભાન કરાવી તેમને પણ સંસારીભાવોથી વૈરાગી બનાવી આત્મતત્ત્વની સાધનામાં જોડે છે. જ્ઞાનસારમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.શ્રી ફરમાવે છે કે - ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्बोधेः, परान् तारयितुं क्षमः ॥ તત્ત્વનો જાણકા૨, ઉત્તમ એવી ધર્મક્રિયામાં તત્પર, પ્રશમભાવમાં અતિશય તત્પર, મૈત્રી આદિ ભાવનાઓથી ભાવિત (અર્થાત્ ભાવનાઓથી વાસિત) જિતેન્દ્રિય એવો મુનિ સ્વયં પોતે સંસારસાગરથી તરે છે અને બીજા જીવોને પણ સંસારસાગરથી તારે છે. પરંતુ આ પાંચમા આરામાં વિષમકાલમાં સ્વનું અને પરનું કલ્યાણ કરનારા એવા ઉત્તમ પુરુષો અતિશય વિરલા જ હોય છે. બહુ જ અલ્પમાત્રામાં હોય છે. કદાચ મળે અથવા ન પણ મળે અને જો મળે તો પણ બે-ત્રણ અથવા ત્રણ-ચાર જ જીવો (સારાંશ કે અતિશય અલ્પ જીવો) જ મળે છે. કારણ કે લોકમાર્ગમાં અને લોકોત્તર માર્ગમાં Page #267 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૭ કલ્યાણની ઇચ્છાવાળા અને કલ્યાણના માર્ગે ચાલનારા જીવો બહુ જ થોડા હોય છે. જેમ જગતમાં કરીયાણાના અને કાપડના વેપારી ઘણા હોય છે. પરંતુ ઝવેરાતના વેપારી બહુ જ થોડા હોય છે. તેની જેમ મુમુક્ષુ અને સાચા આત્મતત્ત્વના સાધક જીવો પણ સદા અલ્પસંખ્યામાં જ મળે છે. //૩૮ बाहुल्येन तदाभासमात्रा अपि कलौ कुतः । बुसप्रायैस्तु लोकोऽयं पूरितो भवपूरकैः ॥३९॥ ગાથાર્થ – ઉપર સમજાવ્યા તેવા સત્ત્વશાળી જીવો તો નહીં, પરંતુ તેનો આભાસ જેઓમાં હોય તેવા પુરુષો પણ આ કલિકાલમાં વિશાળ સંખ્યામાં ક્યાંથી હોય? અર્થાત્ કલિયુગના કારણે ન જ હોય. કારણ કે આ લોક તો સંસારના જ વધારે પ્રમાણમાં ફેરા કરનારા એવા સત્ત્વહીન જીવોથી ભરપૂર રીતે ભરેલો છે. //૩૮. વિવેચન - સત્ત્વશાળી હોય, ગીતાર્થ હોય, જ્ઞાની હોય, ગુણીયલ હોય, આવા મહાત્મા પુરુષોનો આ પાંચમા આરાના વિષમકાલમાં વિરહ પડ્યો છે, વિરહ જ છે એટલું જ માત્ર નહીં, પરંતુ તે મહાત્માઓમાં જે જે ગુણો છે. તેવા ગુણોનો આભાસ જેઓમાં હોય તેવા ગુણોના આભાસવાળા, ધૈર્ય-ગાંભીર્ય અને ઔદાર્ય ઇત્યાદિ ગુણગણથી વિશિષ્ટ પુરુષો પણ આ કાળમાં અતિશય અલ્પસંખ્યામાં જ હોય છે. આ સંસારમાં ઘણા ખરા લોકો અનાર્ય-સંસ્કાર વિનાના થયા છતા હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ઘોર પાપોનું જ સેવન કરી રહ્યા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોની વાસનાને આધીન થયેલા છે. વિષયોની વાસનાની આધીનતાના કારણે જ તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં કષાયોથી Page #268 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૬૮ ચતુર્થ પ્રસ્તાવ ઘેરાયેલા છે. બાહ્યસુખોમાં આસક્તિભાવવાળા થઈને દેહાધ્યાસથી વાસિત થયેલા છે. આવા પ્રકારના મોહમાં અંધ બનેલા જીવોમાં કોઈપણ પ્રકારના સદ્ગુણનું પરમાર્થ રીતે પ્રગટીકરણ સંભવિત નથી. અચરમાવર્તમાં વર્તતા ભવાભિનંદી જીવોની સંખ્યા સદા અધિક હોય છે. જેઓને મોક્ષે જવાની ઘણી વાર છે, તેવા જીવોની સંખ્યા હંમેશાં અધિક હોય છે. મનુષ્યભવ ફરી ફરી પ્રાપ્ત થવો ઘણો દુષ્કર છે. તેમાં પણ ઉત્તમ કુલ-ગોત્રમાં જન્મ પામીને પણ જે જીવો ગુણહીન અને સત્ત્વહીન થઈને પોતાના માનવ ફળને નિષ્ફળ બનાવે છે. તેથી તેવી બાબતમાં વિચાર કરતાં એમ લાગે છે કે ખરેખર જન્મ-મરણના ફેરા પૂરા કરનારા આવા પ્રકારના સત્ત્વગુણથી હીન જીવોથી જ આ સંસાર ભરેલો છે. તેવા નિઃસર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવના અને કરૂણાભાવના લાવવા પૂર્વક માધ્યસ્થભાવ રાખવો, તેવા અજ્ઞાની અને અવિનીત જીવો ઉપર કષાય ન કરતાં માધ્યસ્થભાવના ભાવવી. તે જીવો પણ પોતાના તેવા પ્રકારના કર્મોને પરવશ છે. તેથી તેવા અજ્ઞાની અને અવિનીત તથા અસંસ્કારી તે જીવો બન્યા છે તેવા જીવો ઉપર કષાય કરવાથી તે જીવો તો સુધરે નહીં અને આપણું કષાયોના કારણે અવશ્ય અકલ્યાણ થાય. આવો કેવળ એકલી ખોટ જ છે જેમાં, તેવો ધંધો કરવાનો શો અર્થ છે? માટે આવા અપાત્ર પાપી જીવો ઉપર અવશ્ય માધ્યસ્થભાવ જ રાખવો. તેમાં જ આપણું હિત છે. ૩લા मानुष्यं दुर्लभं लब्ध्वा, ये न लोकोत्तरं फलम् । गृह्णन्ति सुखमायत्यां, पशवस्ते नरा अपि ॥४०॥ ગાથાર્થ – જે આત્માઓ દુર્લભ એવા મનુષ્યજન્મને પ્રાપ્ત કરીને Page #269 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૬૯ પણ ભવિષ્યમાં સુખ આપનારા એવા લોકોત્તર ફળને સ્વીકારતા નથી. તેઓ દેશકાળથી માનવ હોવા છતાં પણ પશુતુલ્ય છે. II૪ના વિવેચન – ચારે ગતિઓમાં મનુષ્યગતિ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ત્યાં જ સંયમાદિ ધર્મની યથાર્થ આરાધના થઈ શકે છે. કેવળજ્ઞાન અને મુક્તિની પ્રાપ્તિ આ જ ભવમાં કરી શકાય છે. અન્ય ભવો આત્મતત્ત્વની સાધનાના કારણ નથી અને પૂર્વભવમાં બાંધેલા ઉત્કૃષ્ટ પુણ્યોદયના કારણે જ અતિશય દુર્લભતર એવો આ મનુષ્યનો ભવ આપણને પ્રાપ્ત થયો છે. આવા પ્રકારનો દશ દૃષ્ટાન્ત દુર્લભ એવો માનવનો ભવ પ્રાપ્ત થવા છતાં પણ જે જે આત્માઓ અજ્ઞાનદશા અને પ્રમાદદશાને વશ થયા છતા અલ્પમાત્રાએ પણ ધર્મપુરુષાર્થ આદરતા નથી. પરંતુ આવો ઉત્તમ નરજન્મ પામીને પણ કંચન અને કામિનીના સુખોમાં જ આસક્ત બને છે. તથા વિષય અને કષાયોને જ આધીન બન્યા છતા હિંસા-જૂઠચોરી ઇત્યાદિ ભયંકર પાપનાં જ કાર્યો કરે છે. તેઓ પોતાને પ્રાપ્ત થયેલો આ મનુષ્યનો ભવ તો સુધારી શકતા નથી. પરંતુ ધર્મ ન કરવાથી ભાવિમાં પણ સાચાં સુખો મેળવી શકતા નથી. તથા આ ભવમાં કરેલાં પાપોના કારણે પરભવમાં નરક અને તિર્યંચગતિ પ્રાપ્ત કરીને તે તે ભવનાં દુ:ખો જ ભોગવે છે. જ્યાં આત્મકલ્યાણ કરવાની પરમ સાધનદશા છે. તે જ ભવમાં ઘણાં ઘણાં ભોગવિલાસનાં પાપો કરીને નરક-નિગોદના ભવોની પ્રાપ્તિ કરીને દુઃખો જ ભોગવે છે. આવા જીવો શરીરના આકારથી મનુષ્ય હોવા છતાં પણ પશુની સમાન જીવન જીવવાથી પશુતુલ્ય છે અર્થાત્ પશુ જ છે. ગ્રંથકાર મહર્ષિ આવા જીવો પ્રત્યે ભાવકરૂણાથી અંજાઈને તેવા જીવોને ધર્મમાં પ્રેરણા કરવા (ધર્મકાર્યમાં જોડાઈ જવા) માટે તથા Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર ભવિષ્યમાં તેમના આત્માને સુખી બનાવવા માટે હૃદયની કરૂણાપૂર્વક ઉપાલંભ આપવા સાથે ધર્મકાર્ય કરવાની પ્રેરણા આપે છે. ૪૦ના तत्पुनर्मोक्षदो धर्मः, शीलांगवहनात्मकः । प्रतिश्रोतः प्लवात् साध्यः, सत्त्वसारैकमानसैः ॥४१॥ ગાથાર્થ જિનેશ્વર ભગવંતોએ જણાવેલો દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના સ્વરૂપ જે ધર્મ છે, તે જ ધર્મ મુક્તિ આપનારો છે. તેના ભેદ-પ્રભેદો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તેમાં ૧૮૦૦૦ અઢાર હજાર શીલાંગરથને વહન કરનારા ભેદો છે. તે ભેદ-પ્રભેદોનું આરાધન કરનારા, ઉત્કૃષ્ટ સત્ત્વગુણવાળા જીવો રત્નત્રયીનું આરાધન કરીને સામે પ્રવાહે ચાલતા છતા વેગપૂર્વક સાધ્યને સાધે છે. ૪૧૫ - વિવેચન – સમ્યજ્ઞાન એ મુક્તિના માર્ગને સમજાવનારૂં-દેખાડનારૂં એક અપૂર્વતત્ત્વ છે અને સમ્યગ્દર્શન તે માર્ગની રૂચિ-પ્રીતિ કરાવનારૂં તત્ત્વ છે અને ચારિત્ર નામનો ગુણ તે માર્ગ પસાર કરવા સ્વરૂપ તત્ત્વ છે. આમ આ રત્નત્રયી અવશ્ય મુક્તિ આપનાર છે. તેમાં પણ ચારિત્ર એ શ્રેષ્ઠ ગુણ છે. જે ૧૮૦૦૦ શીયળના રથને વહન કરનારાં અંગો છે. તેનાથી ચારિત્રધર્મ વહન થાય છે. તે ૧૮૦૦૦ શીલાંગરથ પાળવા પૂર્વકનું સંયમ કર્મક્ષયનું અર્થાત્ મુક્તિનું અસાધારણ કારણ શાસ્ત્રકારોએ કહેલ છે. સત્ત્વગુણના સંસ્કારથી સંસ્કારિત થયું છે મન જેનું એવો જ આત્મા આ ધર્મ આચરી શકે છે. આ ચારિત્ર ધર્મનું આચરણ કરવું તે નદીના સામે પ્રવાહે ચાલવા તુલ્ય છે. એટલે જ જૈન શાસ્ત્રોમાં તલવારની ધાર ઉપર ચાલવા જેવું કહેલું છે. ચારિત્ર ધર્મનું સેવન અતિશય દુષ્કર છે. અતિશય નિર્મળ સંયમગુણ સત્ત્વગુણ હોય તો જ પાળી શકાય છે માટે સત્ત્વશાળી બનવા પ્રયત્ન કરવો. Page #271 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૭૧ “ સ ર્જનશાનવરિત્રાળ મોક્ષHTS:” પરમપૂજય ઉપાધ્યાયશ્રી ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રના પહેલા જ સૂત્રમાં આ વાત જણાવી છે. તે ત્રણે ગુણોમાં ચારિત્ર ગુણ અંતે જ પ્રાપ્ત થતો હોવાથી સર્વશ્રેષ્ઠ ગુણ છે. તે ત્રણે ગુણો પ્રાપ્ત થાય તો જ મુક્તિ પ્રાપ્ત થાય છે. ચારિત્ર ગુણ ૧૮OOO શીલાંગરથના વિશુદ્ધ પાલનથી જ પ્રાપ્ત થાય છે અને દિનપ્રતિદિન તે ગુણની જીવનમાં વૃદ્ધિ થાય છે. જૈન આગમ શાસ્ત્રોમાં ચારિત્રાના પાલનથી દિન-પ્રતિદિન આત્માની નિર્મળતા વધતી જતી હોવાથી તેમાં આનંદની માત્રા વધે છે. એમ કહ્યું છે. એક વર્ષનો ચારિત્રપર્યાય જયારે થાય છે, ત્યારે અનુત્તરવાસી દેવોને ભોગસુખોમાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તેના કરતાં પણ અધિક આનંદ આ ચારિત્રગુણથી ચારિત્ર પાળનાર જીવને થાય છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાય છે કે બાર માસ ચારિત્ર પાળનાર જીવ અનુત્તરના સુખને ઓળંગી જાય છે. તેથી મુમુક્ષુ આત્માઓએ પોતાના સંયમગુણની નિર્મળ દશા મેળવવા માટે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ, જેટલું ચારિત્ર નિર્મળ તેટલી મુક્તિદશા વહેલી પ્રાપ્ત થાય છે. ચારિત્રની વિશુદ્ધિમાં સમતાગુણ ઘણો જ પ્રધાન છે. માટે પોતાના જીવનમાં “સમતાગુણ” વસાવવા આ જીવે અવશ્ય પ્રયત્નશીલ થવું જોઈએ. આ પ્રસ્તાવમાં સમતાગુણનો જ ગ્રંથકારે વધારે સુંદર ઉપદેશ આપ્યો છે. તેથી આ પ્રસ્તાવનું નામ પણ સામ્યોપદેશ સમતાગુણ પ્રાપ્ત કરવાના ઉપદેશાત્મક પ્રસ્તાવ આવું નામ રાખેલ છે. | સુખ અને દુઃખ એ આપણા જ પૂર્વે કરેલા કર્મોનું ફળ છે. આપણે પોતે જ પુણ્યકર્મ કર્યા હોય તો સુખ અને પાપકર્મ કર્યા હોય તો દુ:ખ આવે જ છે. તે સુખ અને દુઃખ પુણ્ય અને પાપજન્ય હોવાથી તે Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર બન્નેમાંથી એક પણ સ્વરૂપ આ આત્માનું નથી. એમ સમજીને બન્ને ભાવોથી સાંસારિક સુખોથી અને સાંસારિક દુઃખોથી દૂર રહેવું. બન્ને અવસ્થામાં સમભાવવાળા રહેવું એ જ વાસ્તવિક આત્મધર્મ છે. II૪૧TI ततः सत्त्वमवष्टभ्य, त्यक्त्वा कुग्राहिणां ग्रहम् । क्रियतां भोः सुधर्मस्य करणायोद्यमः सदा ॥४२॥ ગાથાર્થ - હે ભવ્ય જીવો! તે કારણથી તમે સત્ત્વગુણનું આલંબન લઈને કદાગ્રહીઓના કદાગ્રહને ત્યજીને શ્રેષ્ઠ ધર્મનું આચરણ કરવા (આલંબન લેવા) સતત ઉદ્યમશીલ રહો. ll૪રા વિવેચન - મુક્તિની પ્રાપ્તિમાં “સત્ત્વગુણનું” આલંબન લેવું અતિશય જરૂરી છે. તે માટે “સત્ત્વગુણ'નું મહત્ત્વ અને આવશ્યકતા સમજાવીને તે ગુણ મેળવવા પૂર્વક ધર્મ પુરુષાર્થ સાધવા દ્વારા મુક્તિનાં અપરિમિત સુખો પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ બનવાનો ઉપદેશ મહાત્મા પુરુષ આપણને આપે છે. આ સંસારમાં ધર્મના વિષયમાં અનેક પ્રકારના મતો અને મતાંતરો-મતભેદો છે. ભિન્ન ભિન્ન મત્તવ્યો છે. તે જાણીને તેમાંથી વિભ્રમમાં પડી જવાય તેવું છે. તેથી તેમાં ન પડતાં કોઈપણ જાતના દુરાગ્રહમાં ન આવી જતાં દુરાગ્રહીઓના-કદાગ્રહીઓના તે તે આગ્રહને ત્યજીને ધર્મમાર્ગનું સાચું સ્વરૂપ બરાબર સમજીને વીતરાગ એવા જ્ઞાની ભગવંતના માર્ગે ચાલવા પ્રયત્નશીલ થવું. વીતરાગ તીર્થંકર પરમાત્માએ શાસ્ત્રોમાં કહ્યું છે કે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર - આમ રત્નત્રયીની સાધના સ્વરૂપ તથા તેના સાધનભૂત અહિંસા, સંયમ, તપધર્મના સેવન કરવા સ્વરૂપ આરાધન કરવા પ્રબળ પુરુષાર્થ કરવો. આવા પ્રકારના ધર્મનું આરાધન એ જ જીવનની સફળતાનું અંગ છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ચતુર્થ પ્રસ્તાવ ૨૭૩ સત્ત્વ નામનો આ ગુણ આ આત્માની વીર્યશક્તિને બતાવે છે. વીર્યાચારનું વિધિપૂર્વક વિશેષ પાલન કરવાથી આ ગુણ આ જીવમાં વધારે ને વધારે પુષ્ટ થાય છે. જ્ઞાનાચારાદિ આચારોનું વિધિપૂર્વક પાલન કરવાથી આ વીર્યાચાર ગુણની વૃદ્ધિ થાય છે. જેમ જેમ વીર્યાચારનું વધારે સારું પાલન થાય છે, તેમ તેમ વીર્ય ગુણ-સત્ત્વગુણ આ જીવમાં વિકાસ પામે છે. આ ચોથા પ્રસ્તાવમાં પોતાના જીવનમાં સત્ત્વગુણ વિકસાવવા માટે સત્ત્વગુણનું માહાભ્ય વર્ણવ્યું છે. વાસ્તવિક વિચાર કરીએ તો આપણા જીવનમાં જો સત્ત્વગુણનો વિકાસ થયો હોય તો જ માનમ્રતા-સરળતા-સમતા-શ્રદ્ધા-જ્ઞાન અને વિરતિ આદિ સર્વ ગુણો પ્રાપ્ત કરી શકાય છે. સત્ત્વગુણથી જ ઉંચા ઉંચા ગુણો મેળવી શકાય છે. આ ગુણ વિના અનાદિકાળથી આ આત્મામાં અભ્યાસરૂપે ઘર કરીને રહેલા મિથ્યાત્વઅવિરતિ-પ્રમાદ-કષાય ઇત્યાદિ કર્મબંધના હેતુભૂત ભાવો જ ઘણું જોર કરતા હોય છે. તેનો નાશ કરવો એ આ સત્ત્વગુણ વિના શક્ય નથી. એટલે સત્ત્વગુણ કેળવ્યા વિના આ દોષોનો નાશ થતો નથી અને દોષોનો નાશ કર્યા વિના સમ્યગ્દર્શનાદિ ગુણો પ્રગટ થતા નથી. એટલું જ નહીં, પણ પ્રાપ્ત થયેલા ગુણોની રક્ષા, શુદ્ધિ અને વૃદ્ધિ પણ સત્ત્વગુણ વિના શક્ય બનતી નથી. માટે જ આ જીવનમાં જેટલો બને તેટલો આ સત્ત્વગુણ વિકસાવવો જોઈએ. સત્ત્વગુણના વિકાસથી જ સાધક આત્મામાં ધીરતા-વીરતા-ગંભીરતા અને નિશ્ચલતા ઇત્યાદિ ગુણો આવે છે. આવા પ્રકારના ગુણો પ્રગટ થવાથી આ જીવ વિષય અને કષાયોની વાસના તરફ દોડતા એવા, અને અતિશય દુર્જય ગણાતા એવા પણ મનને જીતી શકે છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રસ્તાવ યોગસાર પરમાત્માના ધ્યાનમાં અત્યંત સ્થિર બનીને આત્મસ્વભાવમાં જ અતિશય મગ્ન બનીને આત્માના ગુણોના સુખના અતિશય આનંદનો એટલે કે પરમાનંદનો અનુભવ આ જીવ કરી શકે છે. જે મહાત્મા પુરુષો ઉપસર્ગ અને પરીષહોને જીતી શકે છે, તે જ મહાત્માઓ પોતાના સત્ત્વગુણના સહારાથી મોહરાજાને તથા તેના સૈનિકોને (હાસ્ય-રતિઅતિ-શોક-ભય ઇત્યાદિને) જીતીને તેના ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી પ્રારંભવા દ્વારા વૈરાગી-વીતરાગી બનીને શેષ ત્રણ કર્મોનો પણ નાશ કરીને કેવળજ્ઞાની અને કેવળદર્શની બનીને પરોપકાર કરવા દ્વારા તેરમું ગુણસ્થાનક પસાર કરીને અનુક્રમે શાશ્વત આત્મસુખ રૂપ મુક્તિપદને મેળવે છે. ૨૭૪ આટલી ઉંચી દશા પ્રાપ્ત થવામાં જો કોઈ અસાધારણ કારણ હોય તો તે સત્ત્વગુણ છે. માટે સત્ત્વગુણને જીવનમાં વિકસાવવો અને તેના દ્વારા બીજા પણ ઘણા આત્મગુણોને મેળવવા સદા પ્રયત્નશીલ રહેવું. સર્વ પણ ગુણોની પ્રાપ્તિમાં “સમતાગુણ” કારણભૂત છે. પરમાત્માશ્રી મહાવીરપ્રભુ અનેક પ્રકારના ઉપસર્ગો અને પરીષહોની સાથે સમતાભાવમાં સ્થિર રહ્યા તો કર્મોનો ઉચ્છેદ કરનારા બન્યા. માટે આ જીવનમાં સમતાગુણ લાવવા બહુ જ પ્રયત્નશીલ બનવું અને સત્ત્વશાળી થવું. ॥૪૨॥ चतुर्थः सत्त्वोपदेश नामा प्रस्तावः समाप्तः Page #275 -------------------------------------------------------------------------- ________________ : A (ઝિમ: પ્રસ્તાવ:) | માવશુદ્ધિનનોપવેશ: છે (One कायेन मनसा वाचा, यत्कर्म कुरुते यदा । सावधानस्तदा तत्त्वधर्मान्वेषी मुनिर्भवेत् ॥१॥ ગાથાર્થ - તત્ત્વભૂત વીતરાગ પ્રભુના ધર્મનું અન્વેષણ કરનારા મુનિ જયારે જયારે મનથી-વચનથી અને કાયાથી જે કોઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે ત્યારે બરાબર સાવધાન થઈને જયણાપૂર્વક કાર્ય કરે છે. [૧] વિવેચન - આ સંસારમાં અનંત જન્મ-મરણના ફેરા ટાળવાનો ઉપાય ધર્મ જ છે તથા આ ભવમાં મેળવેલી રાજલક્ષ્મી-ધન-પ્રતિષ્ઠા વિગેરે બધા જ ભાવો અહીં જ રહી જાય છે અને કેવળ પ્રાપ્ત કરેલા ધર્મના સંસ્કારો જ જીવની સાથે પરભવમાં આવે છે. ધર્મના સંસ્કારોમાં સંયમધર્મ વધારે પ્રધાન છે. કારણ કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન આવ્યા પછી જ તે બન્ને ગુણ હોતે છતે જ આ ચારિત્ર ગુણ આવે છે. માટે ચારિત્ર-સંયમ ગુણ પ્રાપ્ત કરવો ઘણો જ દુષ્કર છે આ સંયમગુણની પ્રાપ્તિ આત્માનું હિત કરનારી, કલ્યાણ કરનારી અને આત્મિક સુખને આપનારી છે. આવા પ્રકારના શ્રેષ્ઠ સંયમગુણની પ્રાપ્તિ અને તેની નિર્મળતા જયણાપૂર્વકની પ્રવૃત્તિ કરવાથી થાય છે. જેમ આપણને આપણો જીવ વહાલો છે, મરવું જરા પણ ગમતું નથી. સાપ-આગ-પાણીનું પૂર આદિ મૃત્યુનાં કારણો દેખીને જ દૂર ભાગી જઈએ છીએ. તેમ કીડા-મકોડા-મચ્છર-માખી આદિ નાના-મોટા તમામ Page #276 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૭૬ પંચમ પ્રસ્તાવ જીવોને પોતાનું જીવન અતિશય વહાલું છે. તેથી કોઈનું પણ જીવન કેમ છીનવી લેવાય ? માટે જયણા પાળવી અતિશય આવશ્યક છે. જયણા પાળવી એટલે કે બીજા કોઈ પણ નાના-મોટા જીવને પીડા ન કરવી, દુઃખ ન આપવું. આપણાથી કોઈ પણ જીવ ન દુઃભાય તેવી રીતે વર્તવું. તેવી રીતે પ્રવૃત્તિ કરવી. મનની કાળજીપૂર્વક ભૂમિને જોઈ-પૂજીને પ્રવૃત્તિ કરવી. આવા પ્રકારના કરૂણાયુક્ત પરિણામોથી અને કોઈ પણ જીવને દુઃખ ન આપવાથી આપણામાં ચારિત્રગુણ ઉત્તરોત્તર પુષ્ટિ અને વૃદ્ધિ પામે છે. આ પાંચમા પ્રસ્તાવમાં આત્માના પરિણામની શુદ્ધિ કેમ રહે અને તેમાં વધારો કેમ થાય ? આ વિષયનું વર્ણન કરેલું છે. ભાવનાની શુદ્ધિના ઉપાયોનું વર્ણન આ પાંચમા પ્રસ્તાવમાં કરેલું છે. ઉપયોગની શુદ્ધિ પ્રથમ વર્ણવેલી છે. કારણ કે સર્વ પણ ધર્મકાર્યમાં ઉપયોગ જાળવવો એ સૌથી પ્રધાન તત્ત્વ છે. ઉપયોગપૂર્વક કરાયેલી ધર્મકરણી જીવને આત્મિક વિકાસનું મહાનું કારણ બને છે. ધર્મના રહસ્યને જાણનારો આત્મા ઉપયોગીપૂર્વક પ્રવૃત્તિ કરે તો હિંસા આદિ દોષો ન લાગે. જયણાપૂર્વક કરાતી ધર્મપ્રવૃત્તિથી કોઈ પણ નાના-મોટા જીવને પીડા ન થાય, પરંતુ સર્વે પણ જીવોનું હિત થાય. તે માટે બીજા જીવોના પણ ભલાના-હિતના જ આ જીવ વિચારો કરે. તેનું જ વધારે ચિંતન-મનન કરે. વચનો પણ એવા જ બોલે કે જેનાથી બીજાનું ભલું થાય તથા કાયાથી પણ પરોપકાર-પરસેવા આદિ શ્રેષ્ઠ કાર્યો જ કરે, જે કાર્યો કરવાથી સ્વનું અને પરનું એમ બન્નેનું કલ્યાણ થાય. //ના/ इष्टानिष्टेषु भावेषु, सदा व्यग्रं मनो मुनिः । सम्यग् निश्चयतत्त्वज्ञः, स्थिरीकुर्वीत सात्त्विकः ॥२॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૭૭ ગાથાર્થ - સમ્યક રીતે નિશ્ચય કર્યો છે તત્ત્વનો જેણે એવો તત્ત્વજ્ઞ અને સાત્ત્વિક (સત્ત્વગુણવાળા) મુનિ ઇષ્ટ અને અનિષ્ટ ભાવોમાં સદા મગ્ન બનેલા મનને પોતાના બુદ્ધિપૂર્વકના પ્રયત્ન વડે સ્થિર કરે છે. //// વિવેચન - મન માંકડા જેવું છે – અનાદિકાળથી આ મન પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં ભટક્યા જ કરે છે. જરૂરી કે બિનજરૂરી વિચારોમાં જ આ મન અથડાયા કરે છે. મનની ચંચળતાના કારણે વચન અને કાયા પણ સંયમમાં રહેતી નથી. જે વિષયમાં મન જોડાય છે, તે જ વિષયમાં તેને સાનુકૂળ વચન અને કાયાની પ્રવૃત્તિ સદા હોય છે. એટલે વિષયોમાં માંકડાની જેમ ભટકતા મનને સૌથી પ્રથમ કબજે કરવા જેવું છે. જે મહાત્માએ જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરીને વીતરાગ પરમાત્માની વાણીને હૃદયમાં પચાવી છે. તેવા મહાત્મા પુરુષોએ સમ્યક પ્રકારે આત્માને હિતકારી શું? અને અહિતકારી શું? તેનો નિશ્ચય કરવાપૂર્વક સાચું અને સારું તત્ત્વ જેણે જાણેલું છે. તેવા મહાત્મા પુરુષો પોતાના સત્ત્વગુણના આલંબને મનને કબજે કરે છે. જે મન સદા ઇષ્ટાનિષ્ટ ભાવોમાં વાંદરાની જેમ દોડાદોડી કરે છે. ઇષ્ટ વિષયો મળતાં રાગાંધ બને છે અને અનિષ્ટ વિષયો મળતાં નારાજ અર્થાત દ્વેષી બને છે. તેવા પ્રકારના મનને આવા યોગી પુરુષો જીતીને સ્થિર કરે છે. મન-વચન અને કાયાની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં ઘણી જ સાવધાનીપૂર્વક મહાત્મા પુરુષો પ્રવૃત્તિ કરે છે. મનની સાવધાની રાખવા માટે મનને જિનેશ્વર પ્રભુએ બતાવેલા તત્ત્વજ્ઞાનમાં જોડી દે, સત્સંગ અને સ્વાધ્યાયાદિ ધર્મક્રિયાના આલંબને મનને વિષય-વિકારોથી રોકે છે. નવતત્ત્વોના ચિંતન-મનનમાં તથા હેય-ગ્નેય અને ઉપાદેય ભાવોના વિચારોમાં મનને ગૂંથી કાઢે છે. વધારે વિકાસ થતાં ધર્મધ્યાન અને શુક્લધ્યાનાદિ ઊંચી દશામાં મનને જોડે છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પંચમ પ્રસ્તાવ યોગસાર પ્રાથમિક અભ્યાસી જીવોનું મન આકુળ-વ્યાકુળ વધારે થાય છે. ઇષ્ટ વસ્તુઓ પ્રત્યેનો રાગ અને અનિષ્ટ વસ્તુઓ પ્રત્યેનો દ્વેષ ઉત્પન્ન થવાથી આ મન તેના જ સંકલ્પ અને વિકલ્પોમાં વ્યગ્ર બની જાય છે. અનાદિકાળના આ સંસ્કાર હોવાથી કૂતરાની પૂંછડી જેમ વાંકી જ રહે છે, તેમ આ મન મોહમય સંસ્કારોના વિચારોમાં ડૂબી જાય છે. તેને આ જીવ બુદ્ધિપૂર્વકના પ્રયત્નથી ત્યાંથી ખસેડીને શુભધ્યાનમાં અને ઉત્તમ આલંબનોમાં આ મનને અતિશય સ્થિર કરે છે (સ્થિર કરવા પ્રયત્ન કરે છે). જેથી અશુભ ભાવોમાં આ મન ન જાય. વીતરાગ પરમાત્મા અને વૈરાગી ગુરુજી ઇત્યાદિ શુભ આલંબનોનું સતત સ્મરણ-મનન કરીને તેમના જ ઉપકારોનું ચિંતન-મનન કરીને તેમના જ નામોનું અને ગુણોનું સ્મરણ કરવામાં મનને આ જીવ જોડી, દે છે તથા પ્રભુજીની પ્રતિમાનાં દર્શન કરીને તેમના ગુણોનું સ્મરણ અને ઉપકારોનું સ્મરણ કરીને મનને તેમાં બરાબર ગોઠવીને મનની ચંચળતા દૂર કરે છે. તથા જેમ જેમ આ અભ્યાસ પડતો જાય છે, તેમ તેમ જીવ-અજીવ આદિ નવતત્ત્વો-કર્મગ્રંથો ઇત્યાદિ શાસ્ત્રોના અભ્યાસમાં આ જીવ મનને જોડે છે. એટલે તેનાથી મન વિષય-કષાયોની વાસનામાં જતું રોકાય છે. આ રીતે મનને જીતવાનો આ જીવ ઉપાયપૂર્વક પ્રયત્ન કરે છે. //// अशुभं वा शुभं वापि, स्वस्वकर्मफलोदयम् । भुञ्जानानां, हि जीवानां, हर्ता कर्ता न कश्चन ॥३॥ ગાથાર્થ – સર્વે પણ જીવો પોતપોતાના કરેલા શુભ અથવા અશુભ કર્મોના ફળને ભોગવનારા છે. ફળને ભોગવતા એવા તે જીવોને કર્મના ફળથી બચાવનાર કે તેવા કર્મોનો કરનાર અન્ય બીજો કોઈ જ નથી. ફl Page #279 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૭૯ વિવેચન - સંસારી સર્વે પણ જીવો, તેણે બાંધેલાં કર્મો અને જીવકર્મનો સંબંધ આ ત્રણે વસ્તુ અનાદિકાળથી છે. પહેલો જીવ અને પછી કર્મ એમ નથી. કારણ કે જો પ્રથમ જીવ હોય અને પછી તેને કર્મો લાગ્યાં હોય તો શુદ્ધ એવા જીવને કર્મો લાગે છે એવો અર્થ થાય અને જો એમ બનતું હોય તો સિદ્ધના જીવો શુદ્ધ અને કર્મરહિત છે, તેને પણ કર્મો લાગવાં જોઈએ. પણ આવું બનતું નથી. માટે આ પ્રથમ પક્ષ બરાબર નથી. હવે જો પહેલાં કર્મો અને પછી જીવ આમ માનીએ તો જીવ વિના એ કર્મો કર્યા કોણે ? અને પાછળથી જીવ આવ્યો હોય તો તે જીવને બનાવ્યો કોણે ? ઇત્યાદિ ઘણી શંકાઓ થાય. માટે આ બીજો પક્ષ પણ યુક્તિયુક્ત નથી. તે માટે (૧) જીવ (૨) કર્મ અને (૩) તે બન્નેનો સંયોગ આ ત્રણે વસ્તુ અનાદિની છે. પરમતારક એવા શ્રી તીર્થંકર દેવોએ કેવળજ્ઞાનથી જોયું છે અને કહ્યું છે કે જીવન અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે અને તે ક્ષીરનીરની જેમ છે. સર્વે પણ સંસારી જીવો કર્મવાળા છે અને પોતાના વડે જ કરાયેલાં તે પૂર્વકૃત શુભાશુભ કર્મોનું ફળ ભોગવે છે. અશુભ કર્મોના ઉદયથી નરક-તિર્યંચના ભવ પામીને અનેક પ્રકારની પીડાઓ ભોગવે છે. મનુષ્યભવ અને દેવનો ભવ પામીને પણ શારીરિક રોગ-શોકાદિ અને માનસિક સંતાપાદિ ઘણાં દુ:ખોને ભોગવે છે. સંસારની ચારે ગતિ દુઃખોથી જ ભરેલી છે. અપાર દુઃખોથી ભરેલા આ સંસારમાં કોઈક જ જીવ ક્યારેક જ પુણ્યકર્મના ઉદયને લીધે દેવ-મનુષ્યના ભવમાં ઋદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરીને સુખને અનુભવે છે. પણ તે સુખ અલ્પકાળ પૂરતું જ. તેમાં પણ વધારે આસક્તિ કરીને પુનઃ દુર્ગતિમાં જાય છે એટલે સુખ અલ્પકાલ અને દુ:ખ લાંબોકાળ એવી પરિસ્થિતિને તે જીવ પામે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પંચમ પ્રસ્તાવ યોગસાર આ પ્રમાણે સર્વે પણ સંસારી જીવો પોતપોતાના કર્મોને પરવશ છે અને તેનું શુભાશુભ ફળ અવશ્ય ભોગવે જ છે. તે સુખ અને દુઃખ બન્નેને કરનારો પણ આ જીવ જ છે અને તેના સારા-નરસા ફળને ભોગવનારો પણ આ જ જીવ છે અને તે તે કર્મોને તોડનારો પણ આ જ જીવ છે. પોતાના કરેલાં કર્મોને પોતે જ ભોગવે છે. અન્ય કોઈ કર્તા કે ભોક્તા નથી. જેમ સંસારમાં જે જીવ ચોરી અથવા ખૂન કરે છે, તે જ જીવ કારાવાસને પામે છે. તેમ અહીં પણ કર્મોનો કર્તા કર્મોનો ભોક્તા અને કર્મોને તોડનારો આ જ જીવ છે. માટે હે જીવ ! તું પોતે જ સમજી જા અને કર્મોને ન કરવાનાં અથવા ઓછાં કરવાનો પરિણામ કર. નિશ્ચયથી તારું પોતાનું બગાડનાર અને સુધારનાર તું પોતે જ છે. all मृतप्रायं यदा चित्तं, मृतप्रायं यदा वपुः । मृतप्रायं यदाऽक्ष्णां, वृन्दं पक्वं तदा सुखम् ॥४॥ ગાથાર્થ - સાધક આત્માનું ચિત્ત જયારે મૃતપ્રાયઃ થયું હોય, શરીર જયારે મૃતપ્રાય થયું હોય અને ઇન્દ્રિયોનો સમૂહ જ્યારે મૃતપ્રાય થયો હોય ત્યારે જ આ જીવને સાચું સુખ પાક્યું છે, આમ જાણવું. //૪ll, વિવેચન - સાધક આત્મા આત્મદશાની સાધના કરતો કરતો ઇન્દ્રિયોના વિષયોને અને વિકારોને જીતીને જ્યારે યોગીદશાને પામે છે, ત્યારે ધ્યાનદશાનો અભ્યાસ કરતો કરતો તે જીવ પ્રથમ પરમાત્માના આલંબનવાળું ધ્યાન ધરે છે. તેનો લાંબા કાળ સુધી અભ્યાસ થઈ જાય ત્યારે આ મન સુકોમળ અને સુલીન અવસ્થાને પામે છે. તેનાથી એટલે કે તે મને ઉપકારક એવા ધ્યેય વિષયોમાં લયલીન બની જાય છે. ત્યારે મોહના વિકારો વિનાનું અને ઉપકારક ભાવોમાં મન અતિશય લીન Page #281 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૮૧ બને છે, ત્યારે આ જીવને પરમાનંદનો અનુભવ થાય છે. ત્યાર પછી આ ચિત્ત વિકલ્પો વિનાનું અને મૃતપ્રાય જેવું થાય છે. સંસારના કોઈપણ ભાવો સ્ફુરાયમાન થતા નથી. સંકલ્પ વિકલ્પો અને વિચારો કરવા એ તો મનનો ખોરાક છે. પણ તે સઘળા વિચારો અને વિકલ્પોનો નિરોધ થવાથી આ મન મૃતપ્રાય થઈ જાય છે. એટલે કે પરમશાંત નિર્વિકલ્પદશા પામીને આ યોગી પરમાનંદનું સુખ અનુભવે છે. તેવી ઉંચી અવસ્થામાં તે યોગી મહાત્માનું પોતાનું શરીર પણ ચેષ્ટા વિનાનું થયું છતું લગભગ મૃતપ્રાય અવસ્થાવાળું જ બને છે. તથા પાંચે ઇન્દ્રિયોના વિષયોનો પણ નિરોધ થઈ જવાથી ઇન્દ્રિયો પણ મૃતપ્રાય બની જાય છે. આવી અવસ્થામાં આ યોગી મહાત્મા ઇન્દ્રિયાતીત, મનસાતીત શબ્દથી જેનું વર્ણન ન કરી શકાય, તેવા પરમાનંદ અને પરમસુખનો અનુભવ કરે છે. આવા યોગી મહાત્મા મોક્ષના આત્માતુલ્ય ઉત્તમ શાન્ત અવસ્થાએ પામે છે. ।।૪।। आजन्माज्ञानचेष्टाः स्वा, निन्द्यास्ताः प्राकृतैरपि । विचिन्त्य मूढ ! वैदग्ध्यगर्वं कुर्वन्न लज्जसे ॥५॥ ગાથાર્થ - હે જીવ ! સામાન્ય માણસો વડે પણ નિંદનીય એવી જન્મથી આરંભીને અત્યાર સુધીની કરેલી અજ્ઞાનતાપૂર્વકની પ્રવૃત્તિઓનો વિચાર કર્યા પછી પંડિતપણાનું અભિમાન કરતાં તું શરમાતો કેમ નથી ? ॥૫॥ વિવેચન – જો આત્મતત્ત્વ સાધવું જ હોય તો તેના ઉપાયભૂત ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ ગુણો જીવનમાં વિકસાવવા જોઈએ. તેને બદલે ક્રોધ-અભિમાન-માયા-કપટ અને લોભ ઇત્યાદિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પંચમ પ્રસ્તાવ યોગસાર સર્વે દુર્ગુણો જ આ જીવમાં ભરેલા છે જે દોષો જ ઉત્પન્ન કરે છે. એટલું જ નહીં, પરંતુ તે દુર્ગુણો દોષો ઉત્પન્ન કરે છે અને સદ્ગુણોનો નાશ પણ કરે છે, એટલા માટે દોષો ન આવી જાય અને પ્રાપ્ત કરેલા ગુણો નાશ ન પામી જાય, તે માટે ઘણા સજાગ રહેવું પડે છે. એટલું જ નહીં, પરંતુ આ કાર્ય કરવા માટે સદ્ગુણીઓની સોબત-સત્સંગ પણ કરવો જ જોઈએ એ જ તેનો પરમ ઉપાય છે. ઘણી વખત તો સાધક એવા આત્માને પોતે કરેલી સાધનાનો જ અહંકાર આવી જાય છે. માટે આવા પ્રકારના મોહના દોષોથી બહુ જ ચેતતા રહેવું પડે છે. રખે તેનો છાંટો સ્પર્શી ન જાય, તેટલા માટે જ ગુરુનિશ્રા આદિ આલંબનો પરમ ઉપકારી ભાવો છે. મોહના વિકારોને જિતવા માટે ગુરુજીની નિશ્રા અતિશય જરૂરી છે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે પોતાના કર્તવ્યનો ઘણો જ વિચાર કરવો અને પોતે કરેલી ભૂલોનો-દુષ્ટ કાર્યોની ગર્હા (કરેલાં પાપોની નિંદા) કરવી તથા બીજા જીવોએ કરેલાં સુકૃતોની અનુમોદના કરવાપૂર્વક તીર્થંકર પરમાત્માનું શરણ સ્વીકારવું. મહાત્મા પુરુષોના શરણનો સ્વીકાર એ જ અહંકારનો નાશ કરનાર મહાશસ્ત્ર છે. આપણા જીવનમાં નાની-મોટી જે કોઈ ભૂલો થઈ હોય, દુષ્ટ કાર્યો કર્યાં હોય તેની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુજીની સમક્ષ ગોં (વિશેષ નિંદા) કરીને પૂર્વકાળમાં કરેલી પાપચેષ્ટાઓથી બંધાયેલાં અશુભ કર્મોનો નાશ કરવો. તે માટે જન્મથી પ્રારંભીને આજ સુધી આવાં જે કોઈ દુષ્ટ કાર્યો કર્યાં હોય તેનો વધારે વધારે ખ્યાલ આવતાં “હું વિદ્વાન છું” આવા પ્રકારનો પંડિતાઈનો અહંકાર કરવો તે કેટલું શરમજનક છે, તેનું આ જીવને પોતાને ભાન થાય છે અને પોતાની ભૂલોથી પોતે જ શરમાય છે. અહંકાર તો ક્યાંય ઓગળી જ જાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૮૩ આ જીવમાં જ્યાં સુધી રાગાદિ દોષો સર્વથા નાશ પામ્યા નથી, એટલે કે ક્ષાયિકભાવના ગુણો પ્રગટ થયા નથી, ત્યાં સુધી ક્ષાયોપશમિક ભાવના ગુણો જ્ઞાન-દર્શનાદિ તથા ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ ગુણો જ વસાવવા કે જે ઘણા જ ઉપકારક છે. માટે તે ધર્મોનો ક્યારે પણ ત્યાગ ન કરવો પરંતુ તે ગુણોનો સંગ્રહ કરવો તથા તેનું અભિમાન પણ ક્યારેય ન કરવું. આ રીતે આત્માને વધારે ને વધારે સુકોમળ અને વિનમ્ર બનાવવો. ।। निरुन्ध्यात् चित्तदुर्ध्यानं, निरुन्ध्यादयतं वचः । निरुन्ध्यात् कायचापल्यं, तत्त्वतल्लीनमानस: ॥ ६ ॥ ગાથાર્થ - આત્મતત્ત્વમાં અતિશય લીન મનવાળા યોગીએ મનમાં થતા દુર્ધ્યાનનો નિરોધ કરવો જોઈએ અને અવિરતિભાવવાળા વચનોનો પણ નિરોધ કરવો જોઈએ તથા કાયાની ચપળતાનો (ચંચળતાનો) પણ ત્યાગ કરવો જોઈએ. ॥૬॥ વિવેચન – જ્યારે આ જીવ ઉંચી દશામાં આવવાની ભાવનાવાલો બને છે, ત્યારે તે જીવે મનને દુર્ધ્યાનથી રોકવું જોઈએ અને વચનને અવિરતિભાવથી રોકવું જોઈએ તથા કાયાને ચપળતા અને ચંચળતા દોષથી રોકવી જોઈએ. કારણ કે તો જ આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને પામી શકે અને પરમ આનંદનો ભોક્તા બની શકે. પરમાત્માનું ધ્યાન કરનારો આત્મા પરમાત્માની સાથે એકાકાર થઈને આત્મસ્વભાવના આનંદમાં મગ્ન બનીને આ યોગી મન-વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિઓના નિરોધનો સતત અભ્યાસ કરે છે અને તેવો પ્રયત્ન કરે છે. ચિત્તમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન અલ્પમાત્રાએ પણ આવી ન જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. આટલા માટે જ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ પંચમ પ્રસ્તાવ યોગસાર મનને ખોટા વિચારોનો અવકાશ ન મળી જાય, તેટલા માટે નિરંતર પરમાત્માના ગુણોનું ચિંતન-મનન કરતો તેમાં જ પરોવાઈ જાય છે તથા સમય મળે ત્યારે જીવ-અજીવ આદિ નવ તત્ત્વોનું ચિંતન મનન કરે છે અને મૈત્રી આદિ બારે ભાવનાઓમાં તથા શાસ્ત્રોના અભ્યાસમાં મન પરોવી નાખે છે. તેથી મન ખોટા વિચારોમાં ક્યાંય અટવાય નહીં, તેનું સતત ધ્યાન રાખે છે. આ રીતે મન ઉપર કન્ટ્રોલ કરે છે. મનને જીતવું ઘણું જ કઠીન છે છતાં ઉપરોક્ત ઉપાયોથી તે મન જીતાય છે. તથા હિતકારી પરિમિત-મધુર અને સત્ય વચનો બોલવા પૂર્વક વાણીને પણ પવિત્ર બનાવે છે. વાણીમાં પણ કોઈ દોષ ન લાગી જાય તેની સાવધાની રાખે છે. પરોપકાર થાય તેવાં જ વચનોનું ઉચ્ચારણ કરે છે. જીવો પાપોમાં વધારે જોડાય તેવાં અવિરતિભાવવાળાં વચનો બોલવાનો વિચાર પણ કરતો નથી. હિતકારી પરિમિત અને પ્રિય વચનો જ આ જીવ બોલે છે. તથા કાયાની ચપળતા દૂર કરવા માટે મુખ્યત્વે કાયોત્સર્ગ કરે છે તથા સત્તર પ્રકારે સંયમનું સેવન કરે છે. વળી ઉઠતાં, બેસતાં અને ચાલતાં શક્ય બને તેટલી વધારે જયણા પાળે છે. જીવોની હિંસા ન થઈ જાય તે રીતે કાયાને કામમાં પ્રયુંજે છે. તથા અનશન-ઉણોદરી-વૃત્તિસંક્ષેપ ઇત્યાદિ બાહ્ય તપ યથાશક્તિ આચરે છે. તપધર્મના ભેદ-પ્રભેદોનું યથાશક્તિ આચરણ કરે છે. જેનાથી વિકારો સવિશેષ જિતાય છે. આમ પંચાચારનું બહુ જ સુંદર રીતે પાલન કરવા દ્વારા કાયાની ચપળતાને (ચંચળતાને) દૂર કરે છે. ઉપાશ્રય આદિ સ્થાનોમાં ગમનાગમન કરતાં અષ્ટપ્રવચનમાતાનું બહુ જ સાવધાનીપૂર્વક પાલન કરે છે. મન-વચન અને કાયાનો જરા પણ દુરુપયોગ ન થઈ જાય, તેની પૂરેપૂરી કાળજી રાખે છે. એટલા માટે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ યોગસાર પંચમ પ્રસ્તાવ જ મનોગુપ્તિ-વચનગુપ્તિ અને કાયમુર્તિનું યથાર્થ પાલન કરે છે. જીવનમાં શક્ય બને તેટલા વધારે પ્રમાણમાં ગુણો જ વસાવે છે. દોષોને તો જરા પણ સ્થાન આપતો નથી. અષ્ટપ્રવચનમાતાના યથાર્થ પાલનથી આત્મસ્વભાવમાં ધીરતા અને લીનતા આવે છે. બહારના વ્યવહાર ચારિત્રની શુદ્ધિથી અંતરંગ ભાવચારિત્રમાં પણ ઘણી નિર્મળતા પ્રાપ્ત થાય છે. આ રીતે આત્મા પોતાના જીવનને બહારથી અને અત્યંતરથી પવિત્ર બનાવતો બનાવતો કર્મોનો ક્ષય કરવાને ભાગ્યશાળી બને છે. દા. दिनातिवाहिकां कष्टां दृष्ट्वा बन्धादि दुःखिनाम् । रुद्धमेकान्तमौनाभ्यां, तपंश्चित्तं स्थिरीकुरु ॥७॥ ગાથાર્થ – હે જીવ! જેલમાં પૂરાયેલા જીવોની મહાકષ્ટપૂર્વક દિવસો પસાર કરવાની કિલામણાવાળી દશાને જોઈને, એકાંત વસવાટ કરવા વડે અને મૌન ધારણ કરવા વડે મનનો નિરોધ કરીને તપનું આસેવન કરતો તું તારા મનને આત્મસ્વભાવમાં સ્થિર બનાવી દે. શા વિવેચન - પૂર્વે કરેલા કર્મોથી આ જીવને કેવાં કેવાં દુઃખો પડે છે, તેનું સ્મરણ કરાવવા ગ્રંથકારશ્રી એક ઉદાહરણ ટાંકે છે. કહે છે કે આ સંસારમાં જેલખાનામાં પૂરાયેલા કેદીઓ તથા ગરીબો-દુ:ખી, વાતપિત્ત અને કફના રોગવાળા જીવો કેવા કેવા દુ:ખી હોય છે. આવા જીવોથી ભરેલી હોસ્પિટલમાં એક દિવસ ધ્યાનપૂર્વક આંટો મારીએ તો સમજાય કે કેટલા કેટલા જીવો કેવી કેવી રીતે દુ:ખી છે? જેઓ પોતાનો જીવન નિર્વાહ પણ અતિશય દુ:ખપૂર્વક કરે છે, તે કારણે તેઓને એક દિવસ પણ એક વર્ષ જેવો લાગે છે. આવા પ્રકારની દુ:ખદાયી સંસારની અવસ્થા છે. આમ સમજીને જ મુનિ મહાત્માઓ સંસારથી વૈરાગી થયા છતા તીવ્ર તપ અને ઉત્તમ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પંચમ પ્રસ્તાવ યોગસાર ચારિત્રનું પાલન તથા ધર્મ અનુષ્ઠાનોનું આનંદપૂર્વક પૂરેપૂરા અહોભાવથી આચરણ કરે છે. જૂનાં બાંધેલા કર્મોની નિર્જરા કરવા માટે તથા નવાં કર્મોના આગમનને રોકવા માટે તપધર્મનું આસેવન અને સંયમધર્મનું પાલન એ જ શ્રેષ્ઠ ઉપાય છે. જો કે તપના અને સંયમના આસેવનમાં શારીરિક થોડુંક કષ્ટ થાય છે, તો પણ આ આત્માને તે કષ્ટ કર્મક્ષયનું કારણ હોવાથી અત્યંત હિતકારી લાગે છે. તેથી તે તપને અને ચારિત્રને આચરતા મુનિ સુખભાવવાળા (આનંદિત-પ્રમોદિત) જ જણાય છે. આ જીવે નરક અને તિર્યંચગતિના ભવોમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનપૂર્વક તીવ્ર પીડાઓ અને અનંત જન્મમરણનાં દુઃખો અનુભવ્યાં છે. તે દુ:ખોમાંથી મુક્ત બનાવનાર જો કોઈ હોય તો શાસ્ત્રવિહિત અહિંસા, સંયમ અને તપનું આચરણ કરવારૂપ ધર્મ જ આદરણીય છે. આવું જાણીને અહિંસા સંયમ અને તપની આરાધના કરતા એવા સાધુ શક્ય બની શકે તેટલા એકાંતવાસ અને મૌન વ્રત પાળવા વડે ચિત્તને અતિશય સ્થિર બનાવીને સ્વાભાવિક સમાધિમાં જ મગ્ન બને છે. ધન્ય છે આવા મહાત્મા પુરુષોને. IIII मुनिना मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु । " वदता तापलेशोऽपि, त्याज्यः स्वस्य परस्य च ॥८॥ ગાથાર્થ – મુનિએ કોમળ-શાંત-સરળ-મધુર અને સ્નેહાળ વચનો જ બોલવાં જોઈએ. જે બોલતા એવા મુનિ સ્વને અને પરને એમ બન્નેને લેશમાત્ર પણ સંતાપ ન થાય. (પણ આનંદ જ ઉત્પન્ન થાય) તેવાં જ વચનો સાધકઆત્માએ બોલવાં જોઈએ. ॥૮॥ વિવેચન – સર્વથા વચનો ન બોલવાં અને મૌન રાખવું, તે Page #287 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૮૭ વચનગુપ્તિ કહેવાય છે અને સામેના જીવનું હિત થાય, કલ્યાણ થાય તેવાં ઉપકારક વચનો બોલવાં તે ભાષાસમિતિ કહેવાય છે. ઉત્તમ આત્માઓએ સ્વ-પરના કલ્યાણ અર્થે ભાષાસમિતિ અને વચનગુપ્તિનું બરાબર પાલન કરવું જોઈએ. ખાસ બોલવાનું પ્રયોજન ન હોય તો શક્ય બને તેટલું મૌન રાખવું અને કદાચ બોલવાનું પ્રયોજન ઉભુ થાય તો પણ હિત-મિતપથ્ય અને સત્ય આ ચાર ગુણવાળું વચન બોલવું કે જેનાથી સ્વનું અને પરનું એમ બન્નેનું કલ્યાણ થાય, એટલે કે સ્વને કે પરને એકેને પણ સંતાપ-પીડા ન થાય. કોઈનું પણ મન લેશમાત્ર દુભાય નહીં તેવાં હિતકારી વચનો બોલવાં. કોમલ-હિતકારી-પ્રિય લાગે તેવાં, શાંતરસથી ભરેલાં, ઋજુતા ગુણથી યુક્ત, અને લોકોને પ્રિય લાગે તેવાં પ્રેમાળ વચનો બોલવાં. જે વચન સાંભળતાં જ લોકોને આનંદ-આનંદ થાય અને શ્રોતાવર્ગને વારંવાર તેવાં વચનો સાંભળવાનું મન થાય એવાં જ વચનો બોલવાં. સર્વ જીવોને હિતકારી, કલ્યાણકારી આવી વાણી બોલવી. પરંતુ કડવાં વચનો, ઝેર ભરેલાં વચનો, કટાક્ષ વચનો અને વ્યંગ વચનો ક્યારેય પણ ન બોલવાં. મર્મઘાતક અને વ્યંગ વચનોનું ઉચ્ચારણ તો જીવનમાંથી સર્વથા જ ત્યજી જ દેવું. જિનેશ્વર પરમાત્માની વાણી અને જિનેશ્વર પરમાત્માનું આગમ વચન અતિશય હિતકારી અને કલ્યાણકારી વચનો છે. આવા પ્રકારની જિનેશ્વર પ્રભુની વાણીનો અભ્યાસ કરીને તેને અનુસારે શ્રોતાઓને તેની ભૂમિકા જોઈ-તપાસીને ઉચિત ઉપદેશ આપવો. જેથી તે જીવો પણ પોતપોતાની શક્તિને અનુસાર ધર્મ આરાધનામાં જોડાવા તત્પર બને. જેનાથી પોતાની હાલ જે ભૂમિકા હોય, તેમાં વધારે સ્થિર થાય, પતન ન પામે અને ઉપરની ભૂમિકા ઉપર ચઢવાનો પ્રયત્ન કરે. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પંચમ પ્રસ્તાવ યોગસાર આ રીતે તે સાધક આત્માઓમાં સાધનાની વૃદ્ધિ થાય તેવો શાસ્ત્રોક્ત સુંદર મધુર વાણીપૂર્વક ઉપદેશ આપવો. ગુજરાતીમાં એક આવી કહેવત છે કે – “અંધાને અંધો કહે, કડવાં લાગે વેણા ધીરે રહીને પૂછીએ, શાથી ખોયાં નેણ ” માટે ઉત્તમ આત્માઓએ મધુર અને હિતકારી વાણી બોલવી. //૮ कोमलापि सुसाम्यापि, वाणी भवति कर्कशा । अप्राञ्जलाऽस्फुटात्यर्थं विदग्धा चर्विताक्षरा ॥९॥ ગાથાર્થ - કોમલ અને સમતાપૂર્વક બોલાયેલી એવી પણ વાણી જો કઠોર હોય (મર્મવેધક હોય), વક્ર હોય (વક્રતાપૂર્વક બોલાતી હોય), અતિશય અસ્પષ્ટ અર્થવાળી હોય અને ચીપી ચીપીને બોલાયેલાં વચનોવાળી હોય તેવી વાણી ક્યારેય પણ ન બોલવી. લી. વિવેચન - સદાકાળ સ્વ અને પરને ઉપકારક એવી મધુર અને હિતકારી વાણી ઉત્તમ આત્માઓએ બોલવી જોઈએ. ગમે તેવો આવેશ આવે તો પણ કઠોર-મર્મવેધક-અહિતકારી બંગભાષાવાળી વાણી બોલવી નહીં. આ વિષય ઉપર ગ્રંથકારશ્રી સમજાવે છે કે – પોતાને અને પરને દુ:ખ ન થાય તેવી કોમળતા ભરેલી મધુર અને સ્વ-પરની ઉપકારક વાણી સદા બોલવી જોઈએ. તેવી વાણી બોલવામાં હવે કહેવાતા દોષોનું નિવારણ કરવું. (૧) નમ્રતાપૂર્વક સુસાડપિ = સારી સમતાભાવવાળી બોલાતી વાણી પણ કર્કશતાવાળી - એટલે કઠોરતાવાળી વાણી જો હું બોલીશ તો તે મર્મવેધક થવાથી પરને પીડાકારી થશે. માટે તેવી વાણી બોલવી ન જોઈએ. Page #289 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૮૯ (૨) ઞપ્રાન્નતા = સરળ અર્થવાળી નહીં પણ વક્રતાવાળી, મીઠા શબ્દોમાં પણ અતિશય કડવાશભર્યું બોલવું, તેવી વક્રતાદોષવાળી વાણી પણ ક્યારે ન બોલવી. (૩) અટલ = અસ્પષ્ટ અક્ષરોવાળી-સ્પષ્ટ રીતે ન સમજાય તેવી વ્યંગભાવવાળી અથવા દ્વિઅર્થી વાણી ક્યારેય ન બોલવી. (૪) અત્યર્થ વિદ્ધા = અતિશય ડહાપણ ભરેલી, બહુ જ હોંશિયારીવાળી વાણી પણ કડવાશ-વેરઝેર વધારનારી વાણી ન બોલવી. = (૫) વિતાક્ષરા = જેમાં અક્ષરો ચવાઈ ગયા છે, જેમાં અડધા અક્ષરો ન બોલાતા હોય, અધકચરી અસ્પષ્ટ અક્ષરોવાળી વાણી ક્યારેય ન બોલવી. આ પાંચ પ્રકારના દોષોવાળી વાણી ક્યારેય પણ ન બોલવી. સાંભળનારા જીવોને કર્કશ લાગે (કઠોર લાગે), શ્રોતાને પ્રિય ન લાગે, સ્પષ્ટ શબ્દો ન સમજાય તેવી ભાષા ઉત્તમ આત્માએ ક્યારેય પણ ન બોલવી. “તમે તો મોટા પંડિત છો, તમારી બરોબરી કોણ કરી શકે. તમારી તો વાત પણ ન થાય.” આવી વ્યંગ ભરેલી વાણી પણ ન બોલવી તથા જે વાણીમાં બરાબર શબ્દો ન સમજાય અથવા બરાબર અર્થ ન સમજાય, તેવી અસ્પષ્ટ ભાષા પણ ન બોલવી. અતિશય અસ્પષ્ટ ભાષા બોલવાથી શ્રોતાને જે વિષય આપણે કહેવો છે, તે સમજાય નહીં અને મુંઝવણ જ ઉભી થાય. તેથી સ્પષ્ટ બોધ ન થાય તેવી વાણી ન બોલવી. પરંતુ જેમાં સ્વ-પરનું હિત થાય, એવી અને સરળ-સ્પષ્ટ સમજાય તેવી અને મધુર ભાષા બોલવી. જેથી શ્રોતા આવી વાણી જલ્દી સમજી શકે તથા આવી વાણીથી શ્રોતા હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે. જેથી શ્રોતાના આત્માનું પણ કલ્યાણ થાય. આવી વાણી આ જીવે બોલવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પંચમ પ્રસ્તાવ યોગસાર કડવાશભરી, બંગતાભરી, વક્રતાભરી, અપશબ્દોવાળી તુચ્છ ભાષા ક્યારેય ન બોલવી. આવા પ્રકારની કડવી વાણી વેરઝેર વધારે, પરસ્પર ક્લેશ અને કષાયોની વૃદ્ધિ જ કરે. માટે ઉત્તમ આત્માઓએ પ્રસંગ જોઈને સમજી-શોચીને અને વિચારીને ઉચિત હોય તેવું જ અને તેટલું જ બોલવું. IITી. औचित्यं च विजानन्ति, सर्वकार्येषु सिद्धिदम् । सर्वप्रियङ्करा ये च, ते नरा विरला जने ॥१०॥ ગાથાર્થ - સર્વે પણ કાર્યોમાં સિદ્ધિ આપનારા એવા ઔચિત્યને જેઓ જાણે છે અને સર્વ લોકોને પ્રિય લાગે એવું જે મનુષ્યો કરે છે, તેવા મનુષ્યો આ જગતમાં વિરલા જ હોય છે. |૧ળી વિવેચન - આપણું વર્તન-પ્રવર્તન સર્વ જીવોની પ્રત્યે ઉચિત હોય તેવી યોગ્યતાવાળું જ વર્તન કરવું. આવા પ્રકારનું ઉચિત પ્રવર્તન આ જીવને લૌકિક અથવા લોકોત્તર એમ સર્વ કાર્યોમાં સિદ્ધિ-સફળતા આપનારું બને છે. સંસારી કાર્યોમાં જેમ ઔચિત્યતા જરૂરી છે, તેમ આધ્યાત્મિક ક્ષેત્રે પણ ઔચિત્યતા અતિશય જરૂરી છે. આવા પ્રકારનો આ ઔચિત્યતા ગુણ છે. આમ સમજીને સર્વ સ્થાનોમાં બોલવામાં-વર્તન વ્યવહાર કરવામાં પણ ઔચિત્યતા જાળવવી. જે આત્માઓ ઔચિત્યતાને સમજીને બોલવા-ચાલવાનો વ્યવહાર કરે છે, તે આત્માઓ તે તે કાર્યોમાં સિદ્ધિ પણ મેળવે છે, યશ પણ મેળવે છે અને સર્વ લોકોને અતિશય પ્રીતિપાત્ર થાય છે, માટે ઔચિત્યતા ગુણનો આદર કરવો. ઔચિત્યતાનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરવું. જે આત્માઓ પરોપકાર, પોતાના પાપોની જુગુપ્સા, ઉદારતા અને દાક્ષિણ્યતા આદિ ગુણો પ્રાપ્ત કરવા પૂર્વક સ્વ-પરનું કલ્યાણ કરે Page #291 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૯૧ છે, તે આત્માઓ અન્ય લોકોને પણ લોકોત્તર માર્ગમાં પ્રવેશ કરાવે છે અને અન્ય લોકોમાં લોકોત્તર માર્ગની અતિશય પ્રીતિ કરાવે છે. આવો આત્મા સ્વયં પોતે જૈન ધર્મનો-જૈનીય સંસ્કારોનો અતિશય અનુરાગી હોવાથી બીજા પણ ઘણા લોકોમાં જૈન ધર્મના ઉત્તમ સંસ્કારો આપવા દ્વારા ધર્મના અનુરાગી બનાવનાર થાય છે. જૈન ધર્મના સાચા પ્રભાવક થાય છે. ઔચિત્ય ગુણને સમજનારા અને ધારણ કરનારા આત્માઓ જૈનશાસનની શોભા વધારનારા અને જૈન શાસનની પ્રભાવના કરનારા બને છે. પરંતુ આવા ઉત્તમ આત્માઓ આ જગતમાં અતિશય વિરલા પુરુષો જ (કોઈક જ પુરુષો) હોય છે. અર્થાત્ ગણ્યા-ગોઠા જ હોય છે. ।।૧૦। औचित्यं परमो बन्धुरौचित्यं परमं सुखम् । धर्मादिमूलमौचित्य-मौचित्यं जनमान्यता ॥११॥ ગાથાર્થ “ઔચિત્ય” નામનો ગુણ જીવોનો પ૨મ બંધુ છે. “ઔચિત્ય” એ પરમસુખ છે. ઔચિત્ય એ ધર્મ આદિ ઉત્તમ તત્ત્વોનું મૂલ છે અને ઔચિત્ય નામના ગુણથી લોકમાન્યતા પણ પ્રાપ્ત થાય છે. ।।૧૧।। - વિવેચન – “ઔચિત્ય જ્યાં જેટલું બોલવું, જેવું વર્તવું ઉચિત લાગે જેનાથી સ્વ-પરનું કલ્યાણ થાય ત્યાં તેટલું બોલવું અને તેવું જ બોલવું તેને “ઔચિત્ય' કહેવાય છે. આ ઔચિત્યગુણ આત્માનો પરમ બંધુ છે. “બંધુ એટલે ભાઈ” જેમ પોતાનો સગો ભાઈ પોતાના ભાઈને કલ્યાણમાં જોડે છે અને આપત્તિમાં સહાયક બને છે. તેમ ઔચિત્ય ગુણવાળો સાધક આત્મા પણ સર્વે જીવોની સાથે પ્રેમભાવ Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ પંચમ પ્રસ્તાવ યોગસાર ભ્રાતૃભાવ રાખીને જ્યાં જ્યાં જે જે ઉચિત લાગે ત્યાં ત્યાં તેવું તેવું ઉચિત આચરણ કરતો છતો પરને યોગ્ય સહાયક બને છે. માટે ઔચિત્ય એ પરમબંધુ છે. તથા “ઔચિત્ય” એ ગુણ પરમ સુખરૂપ છે. ઔચિત્યગુણનું જો પાલન થાય તો તે જીવ જ્યાં જ્યાં જે જે વ્યવહાર કરે ત્યાં ત્યાં તે તે વ્યવહારથી તે જીવને પરમસુખ-પરમશાંતિની પ્રાપ્તિ થાય છે. આ ઔચિત્ય એ શ્રેષ્ઠ ગુણ છે. જીવનમાં સર્વ ક્ષેત્રે અપનાવવા જેવો છે. અતિશય સુખદાયક આ ગુણ છે. ક્યાંય ક્યારેય ઔચિત્યતાનું ઉલ્લંઘન ન કરવું. તથા ઔચિત્યગુણ ધર્મ આદિ ઉત્તમ કાર્યોનું પ્રધાન મૂલ કારણ છે. શ્રી તીર્થંકર ભગવંતોએ આ ઔચિત્ય ગુણને સર્વ ગુણોનું મૂલ કારણ કહ્યું છે. સાધક આત્મા સંસારી સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તન અને ઉચિત વ્યવહાર કરવાથી આત્મધર્મનો આરાધક બને છે અને તેનાથી પોતાનું કલ્યાણ સાધનાર પણ બને છે. ઔચિત્ય ગુણના પ્રભાવથી આ જીવ સર્વને માનનીય બને છે. શ્રી તીર્થકર ભગવંતો ઔચિત્ય ગુણની પરાકાષ્ઠાવાળા હોવાથી આ ગુણને લીધે જ ત્રણે જગતને પૂજનીય બને છે. ત્રણે જગતના જીવો પરમાત્મા પ્રત્યે અતિશય અહોભાવવાળા જે બને છે, તેમાં આ ઔચિત્ય ગુણ જ પ્રધાનતાએ કારણ છે તથા તેમનું વચન પણ એટલે કે ઔચિત્ય ગુણવાળા જીવનું વચન પણ સર્વને માન્ય બને છે અને સર્વનું હિત કરનારું હોય છે. આવા ભાવવાળો આ ઔચિત્ય ગુણ છે. તેથી આપણા જીવનમાં આ ઔચિત્ય ગુણ અતિશયપણે વિકસાવવો જોઈએ, જીવનમાં લાવવો જોઈએ. પોતાના જીવનને ઔચિત્ય ગુણથી અલંકૃત બનાવવું જોઈએ. માનવજીવન પામીને ધન્ય જીવન બનાવવું. ||૧૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ कर्मबन्धदृढश्लेषं, सर्वस्याप्रीतिकं सदा । धर्मार्थिना न कर्तव्यं, वीरेण जटिनि यथा ॥ १२ ॥ યોગસાર ૨૯૩ ગાથાર્થ - બીજા જીવોને સદા અપ્રીતિ ઉત્પન્ન થાય અને આપણા આત્માને દઢ કર્મબંધ કરાવે તેવું કાર્ય ધર્માર્થી જીવે ક્યારેય પણ કરવું ન જોઈએ. જેમ શ્રી વીર ભગવંત વડે જટાધારી તાપસને અપ્રીતિ થાય, તેમ કરવાનું નિવારણ કર્યું હતુ તેમ. II૧૨॥ વિવેચન – જ્યાં જ્યાં જે જે ઔચિત્ય હોય ત્યાં ત્યાં તે તે ઔચિત્યનું પાલન કરવાથી કોઈ પણ જીવોને આપણા તરફ અપ્રીતિ થતી નથી. તે માટે અપ્રીતિના નિવારણ અર્થે ઔચિત્યનું બરાબર પાલન કરવું. થોડું પણ અનુચિત આચરણ કરવાથી અપ્રીતિનાં બીજ રોપાય છે. જે વૃદ્ધિ પામતાં કડવાં ફળ આપનાર બને છે. માટે સાધક આત્માએ ક્યારેય પણ એવું કાર્ય ન કરવું કે જેનાથી પોતાના તરફ કોઈ પણ જીવને અપ્રીતિભાવ ઉત્પન્ન થાય. જેમ કે પરમાત્મા શ્રી મહાવીર દેવે પોતાની છદ્મસ્થાવસ્થામાં સાધુપણામાં તાપસના જીવને અપ્રીતિ ન થાય તે માટે જ તેની અપ્રીતિ ભાવના નિવારણ અર્થે જ ચાતુર્માસ હોવા છતાં પણ વિહાર કર્યો હતો. આ ઉદાહરણથી પરને અપ્રીતિ થાય તેવું વર્તન અને તેવો વ્યવહાર ન કરવો. અન્યને અપ્રીતિભાવ ઉત્પન્ન થાય - એવો વ્યવહાર કરવાથી અસાતાવેદનીય કર્મ બંધાય છે તથા અન્ય જીવોને અપ્રીતિભાવ કરતું કાર્ય કરવાથી અતિ-દ્વેષ ઇત્યાદિ અશુભ એવાં મોહનીય કર્મ પણ બંધાય છે. તે માટે ઉત્તમ આત્માએ કોઈપણ જીવને અપ્રીતિભાવ પેદા થાય તેવું કાર્ય અથવા તેવું વર્તન ન કરવું. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પંચમ પ્રસ્તાવ યોગસાર પરંતુ સર્વ જીવોની પ્રત્યે જ્યાં જ્યાં જે જે ઉચિત આચરણ હોય ત્યાં ત્યાં તે તે જ કાર્ય કરવું અને સર્વ જીવો પ્રત્યે સમભાવવાની વૃત્તિ રાખીને જે જે ઉચિત આચરણ હોય તે જ આચરવું. પરને અપ્રીતિજનક કાર્યનો દૂરથી જ ત્યાગ કરવો. I/૧૨ बीजभूतं सुधर्मस्य, सदाचारप्रवर्तनम् । सदाचारं विना स्वैरिण्युपवासनिभो हि सः ॥१३॥ ગાથાર્થ - સદાચારનું સેવન કરવું, એ ઉત્તમ ધર્મનું બીજ છે. સદાચારના પાલન વિનાનો કરાયેલો ધર્મ વ્યભિચારી (કુલટા) નારીના ઉપવાસ તુલ્ય છે (એટલે કે લોકોમાં મશ્કરીને પાત્ર બનાય તેવું તે આચરણ છે.) ||૧૩. | વિવેચન - “સદાચારી જીવન” એ જ સાચું જીવન છે. જો જીવન સદાચારી હોય તો જ ઉત્તમ ધર્મની પ્રાપ્તિ અને તેના દ્વારા આ જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. દુરાચારી જીવન અને વ્યભિચારી જીવન જીવનાર જીવો તિર્યંચની સમાન ગણાય છે અને અધોગતિ પામનાર બને છે. માટે સદાચાર એ ધર્મનું મૂલ છે, ધર્મનું બીજ છે. જેમ કુલટા સ્ત્રી દુરાચારોથી ભરપૂર હોય છે, તેથી તે સ્ત્રી કદાચ ઉપવાસ આદિ ઘણો ધર્મ કરે તો પણ દુરાચારના કારણે તેના ઉપવાસ આદિ રૂપે કરાયેલો ધર્મ આત્માને ઉપકારક બનતો નથી. તેમ સદાચારી જીવન વિનાનો કરાયેલો ધર્મ પણ આત્માની ઉન્નતિ કરનારો બનતો નથી. તે માટે આવું ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત કરીને શક્ય બને તેટલું વધારે ને વધારે સદાચારી જીવન જીવવું જોઈએ. સદાચાર એ એક પ્રકારનું આભૂષણ જાણવું. જેમ આભૂષણોથી શરીર શોભાયમાન થાય છે, તેમ સદાચારથી જીવન શોભાયમાન-ગુણીયલ બને છે. માટે સદાચાર મેળવવા અને સદાચાર પાળવા અવશ્ય પ્રયત્ન કરવો. ૧૩ી. Page #295 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૯૫ मूतॊ धर्मो सदाचारः, सदाचारोऽक्षयो निधिः । दृढं धैर्यः सदाचारः, सदाचारो परं यशः ॥१४॥ ગાથાર્થ સદાચાર એ સાક્ષાત-મૂર્તિમાન એવો ધર્મ જ છે. સદાચાર એ ક્યારેય ખૂટે નહીં એવો ગુણોનો ખજાનો છે. સદાચાર એ દઢ ધર્મ છે તથા સદાચાર એ ઉત્કૃષ્ટ કીર્તિ સ્વરૂપ છે. ૧૪l. વિવેચન - સદાચારના પાલનથી આ જીવ ઉત્તમ સંસ્કારમય જીવન જીવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. માટે સદાચારના પાલનનું મહત્ત્વ ઘણું જ છે, જે જૈન શાસ્ત્રોમાં વર્ણવેલું છે. સદાચારનું પાલન એ ધર્મનું મૂલ બીજ છે. જેમ બીજ વિના વૃક્ષ ઉગતું નથી, તેમ સદાચારના પાલન વિના ધર્મરૂપી વૃક્ષ વૃદ્ધિ પામતું નથી. માટે સદાચારી જીવન એ ધર્મરૂપી વૃક્ષનું બીજ છે. સદાચારયુક્ત જીવન વિના કરાતો ધર્મ શોભા પામતો નથી. જેમ કુલટા સ્ત્રી ઉપવાસાદિ તપ કરે તો પણ તે શોભા ન પામે તેમ ઉત્તમ સંસ્કારો વિનાનું જીવન હોય તો કરાતો ધર્મ શોભા પામતો નથી. તે માટે સાધક આત્માએ સદાચારના પાલન માટે જ્ઞાનાચાર આદિ પાંચે આચારોનું સુંદર પાલન કરવું જોઈએ. જ્ઞાનાચારના પાલનથી નિર્મળ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિ થાય છે. પાયાનાં આ બન્ને જ્ઞાનોની વૃદ્ધિ થતાં તેના દ્વારા મોહનો નાશ કરીને આ જીવ કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે તથા જ્ઞાનાચારની સાથે આઠ પ્રકારના દર્શનાચારની પણ પ્રાપ્તિ કરીને તેના દ્વારા ઉપશમ-ક્ષયોપશમ અને અંતે ક્ષાયિક સમ્યગ્દર્શન ગુણને આ આત્મા પ્રાપ્ત કરે છે. આ બન્ને ગુણો આવવાથી ધીરે ધીરે વિકાસ થતાં આ જીવ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ આઠ પ્રકારના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૨૯૬ પંચમ પ્રસ્તાવ ચારિત્રાચારનું નિર્મળપણે પાલન કરવાથી પોતાના જીવનમાં બાહ્યતા અને અત્યંતર તપના આસેવનરૂપ તપાચારની પ્રાપ્તિ થાય છે અને તપાચારનું પાલન આવતાં જ આત્માના વીર્યની ઉત્તમ કાર્યોમાં ઉત્સાહ સાથે વૃદ્ધિ થાય છે. તેથી વીર્યાચારનું પણ સુંદર પાલન થાય છે. આમ જ્ઞાનાચારાદિ પાંચે આચારોનું અતિશય સુંદર આરાધન થાય છે. આ આરાધન કરતાં કરતાં ઉલ્લાસ-આદર અને હૈયામાં બહુમાનાદિ ભાવોની વૃદ્ધિ થાય છે. જેના પ્રતાપે ક્ષપકશ્રેણી પ્રારંભીને ક્ષાયિકભાવવાળાં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યાદિ ગુણોની પૂર્ણ પણે પ્રાપ્તિ કરીને આ જીવ મોક્ષગામી થાય છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના ગુણોની પ્રાપ્તિ માટેના જે આચારોનું પાલન તે જ સદાચાર કહેવાય છે અને આ સદાચાર એ જ શ્રેષ્ઠ ધર્મ છે. સદાચારી જીવન જીવવાથી ઉત્તમ સંસ્કારોના બળે અક્ષય-અનંત અને અવ્યાબાધ ભાવવાળા અનંત સુખનું નિધાન (અનંત સુખનો ભંડાર) આ આત્મા પ્રાપ્ત કરી શકે છે માટે સદાચાર જ અક્ષય ભંડાર છે. સદાચારનું પાલન કરનારા સાધક આત્માનાં યશ અને કીર્તિ આ જગતમાં વધે છે. સદાચારી જીવન એ જ પરમ યશસ્વરૂપ છે તથા આવા પ્રકારના સદાચારના નિર્મળ પાલનથી આ આત્મામાં ધીરતાવીરતા અને સ્થિરતા ગુણોની વૃદ્ધિ થાય છે. સાધક આત્મા આવા પ્રકારના ગુણીયલ જીવનના સહારે ઘોર ઉપસર્ગ અને પરીષહોને પણ સહન કરી શકે છે અને વિશિષ્ટભાવે કર્મશત્રુઓનો નાશ કરે છે. તથા ધીરજ ગુણના પ્રતાપે પરમાત્માના ગુણગાનમાં એકાકારતા પ્રાપ્ત કરીને આત્મસ્વરૂપના ચિંતનમાં તન્મય થઈને આ આત્મા પરમાનંદનો અનુભવ કરે છે. તે માટે સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ સદાચારનું અવશ્ય સવોત્તમ પાલન કરવું જોઈએ. ||૧૪ની Page #297 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ लोभमुन्मूलयन्मूलादप्रमत्तो मुनिः सदा । क्षायोपशमिके भावे स्थितोऽनुत्सक्तां व्रजेत् ॥१५॥ યોગસાર ૨૯૭ ગાથાર્થ – ક્ષાયોપશમિકભાવમાં રહેલા મુનિ મહાત્મા લોભદશાનું મૂલથી જ ઉન્મૂલન કરતા છતાં અનાસક્ત દશાવાળા (આસક્તિ દોષથી રહિત અવસ્થાવાળા) બને છે. ।।૧૫। વિવેચન – ઉત્સુકતા-અધીરાઈ-અધીરજ આ જીવનમાં મોટા દોષ છે. સાધનામાં આગળ વધવું હોય ત્યારે આ ઉત્સુકતા એ દોષ ધર્મના કાર્યોમાં વિક્ષેપ કરનારો છે. તેથી સૌથી પ્રથમ આ ઉત્સુકતા દોષનું નિવારણ કરવું જોઈએ. તે માટે ગ્રંથકારશ્રી સમજાવે છે કે - અપ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા મુનિ મહાત્મા પોતાના આત્માના સહજ સ્વભાવનો પરમ આનંદ અનુભવે છે. આત્મદશાના પરમાનંદનો અનુભવ કોઈ અપૂર્વ જ હોય છે. જે માણે તે જ જાણે એવી ઉત્તમ દશા હોય છે. પરંતુ આવા પ્રકારની અપ્રમત્ત દશાનો કાળ અંતર્મુહૂર્ત માત્ર જ છે. ત્યારબાદ પુનઃ પ્રમત્ત ગુણઠાણે ગયેલા તે મુનિ મહારાજા ક્રોધમાન-માયા-લોભ ઇત્યાદિ કષાયો ઉદયમાં આવવાથી પોતાના આત્માનું ભાન ભૂલી જાય છે. માટે જ ક્ષાયોપમિક ભાવમાં વર્તતા મુનિ લોભ આદિ કષાયોનો મૂલથી જ વિનાશ કરવા સતત પ્રયત્ન કરે છે. જ્યાં સુધી કષાયોના ઉદયનું જોર છે ત્યાં સુધી આ આત્મા પોતાનો વિકાસ કરી શકતો નથી. લોભાદિ કષાયોનો ક્ષય કરવા પ્રયત્ન કરવા છતાં પણ આ જન્મમાં ધારો કે તેનો ક્ષય ન જ થઈ શકે તો તે કષાયોને હળવા કરવા માટે તેના પ્રતિપક્ષી સંતોષ-સરળતા આદિ ગુણોનો વધારેમાં વધારે વિકાસ કરીને તે ગુણોને વધારે ને વધારે આત્મસાત્ કરીને (પ્રગટ કરીને) ઉદયમાં આવેલા લોભાદિ કષાયોનું બળ મંદ કરવું જોઈએ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પંચમ પ્રસ્તાવ યોગસાર સંતોષ ગુણ વિકસાવીને લોભને, સરળતા ગુણ વિકસાવી માયાને, નમ્રતા ગુણ વિકસાવી માનને અને ક્ષમા ગુણ વિકસાવીને ક્રોધને જિતવા જોઈએ તેના ઉપર વિજય કરવા આ આત્માએ મજબૂત પ્રયત્ન કરવો જોઈએ. ગુણોનો વધારેમાં વધારે આશ્રય કરીને દોષોનો અને દોષોને લાવનારા કષાયોનો આ જીવ વિનાશ કરે છે અને મનમાં આવા વિચારો કરે છે કે - મારા કર્મો ક્યારે નાશ પામશે ? મને ક્યારે કેવળજ્ઞાન થશે ? અને ક્યારે મોક્ષ મળશે? આવા પ્રકારની વિચારણા કરે છે પરંતુ તેના માટેની ઉત્સુકતા (અધીરાઈ)નો ત્યાગ કરે છે. કારણ કે આવા પ્રકારની આ અધીરાઈ ચિત્તને અતિશય ચંચળ અને આકુળ-વ્યાકુળ બનાવે છે અને આવા પ્રકારની ચિત્તની ચંચળતા એ આત્માની સ્વાભાવિક સમાધિગુણનો વિનાશ કરે છે. માટે મુનિ મહાત્મા ચિત્તની ઉત્સુકતાને ત્યજીને નિરુત્સુકતા ભાવે આત્મસાધના કરે છે. //૧પી. संसारसरणिर्लोभो, लोभः शिवपथाचलः । सर्वदुःखखनिर्लोभो, लोभो व्यसनमन्दिरम् ॥१६॥ શોdવીન મહીનો, નોમ: સ્રોધાનનાનિત્વઃ | मायावल्लिसुधाकुल्या, मानमत्तेभवारुणी ॥१७॥ | વિવેચન - લોભ કેટલો ભયંકર છે ? તે વાત ગ્રંથકારશ્રી જુદી જુદી ઉપમાઓ આપીને આપણને સમજાવે છે. જ્યારે જયારે માણસના મનમાં લોભ એટલે કે આસક્તિ ઉત્પન્ન થાય છે, મમતા પ્રગટે છે ત્યારે ત્યારે તે તે વસ્તુ મેળવવા હૃદયમાં અધીરાઈ પ્રગટ થાય છે અને અધીરાઈથી-ઉત્સુકતાથી આ જીવ તે તે વસ્તુ મેળવવા અનેક પ્રકારની માયા કરે છે. વસ્તુ પ્રાપ્ત ન થાય તો શોક Page #299 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૨૯૯ કરે છે. અને વસ્તુ પ્રાપ્ત થાય તો રાગ વધે છે. તેથી આ લોભ એ જ ઘણા અનર્થોનું કારણ છે. આ કારણથી જુદી જુદી ઉપમાઓ આપીને ગ્રંથકારશ્રી લોભની અનર્થકતા-હાનિકારકતા આ જીવને સમજાવે છે. (૧) લોભ એ સંસારમાં ભટકવાનો ધોરીમાર્ગ છે. લોભમાં અંજાયેલો જીવ ઘણા ભિન્ન ભિન્ન રીતે પાપો કરીને સંસાર પરિભ્રમણ વધારે છે. એટલે લોભ એ સંસારનું મૂળ કારણ છે. લોભના કારણે જ આ જીવ સંસારમાં ઘણુ ભટકે છે. લોભ એ સંસારનું મુખ્ય પ્રવેશદ્વાર છે. (૨) લોભ એ મુક્તિ મેળવવામાં આડા આવનારા પર્વત તુલ્ય છે. એટલે કે એક ગામથી બીજે ગામ જવામાં જેમ પર્વત અવરોધક હોય છે, તેમ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવામાં અવરોધ કરનારા પર્વત તુલ્ય આ લોભ છે. (૩) સંસારી જીવોની વચ્ચે કડવાશ-વેરઝેર-મન દુઃખ ઇત્યાદિ અનેક પ્રકારનાં દુ:ખોને ઉત્પન્ન કરવામાં લોભ એ ખાણ સમાન છે. જેમ ખાણમાંથી માટી નીકળ્યા જ કરે તેમ લોભમાંથી અનેક પ્રકારનાં માનસિક-શારીરિક દુઃખો તથા પરસ્પર લડવાડનાં દુઃખો ઉત્પન્ન થયા જ કરે. લોભી મનુષ્ય લોભના કારણે પોતાનો સ્વાર્થ સાધવા ઘોર હિંસાજૂઠ આદિનાં પાપો કરીને આ ભવ અને પરભવમાં દુ:ખોની ખાણ જ ઉભી કરે છે. જેમ મમ્મણ શેઠ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી લોભના કારણે નરકગામી થયા, તેમ લોભી મનુષ્ય દુઃખોની ખાણભૂત નરકાદિભાવો જ પામે છે. (૪) લોભ એ અનેક પ્રકારના સંકટોનું-મુશ્કેલીઓનું ઘર છે, આમ જાણવું. કારણ કે લોભી મનુષ્ય ધનાદિની વધારે પ્રાપ્તિ માટે સમુદ્ર પાર જવાનું તથા રાત ઉજાગરા કરવાનું તથા ઠંડી-ગરમી આદિ શારીરિક Page #300 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૩૦૦ પંચમ પ્રસ્તાવ અનેક પ્રકારનાં દુઃખો સહન કરવાનું કામકાજ કરે છે. માટે સંકટોનુંમુશ્કેલીઓનું ઘર છે. (૫) લોભ એ શોક-ભય આદિ વિકારોનું મૂલભૂત ઉત્પત્તિ સ્થાન છે. કારણ કે લોભી જીવ ધનાદિના લોભની પ્રધાનતાએ ઉંડા વિચાર કર્યા વગર ઘણાં સાહસ કરે છે અને પાછળથી સફળતા ન મળતાં શોક પામે છે, રડે છે. જેની પાસે ધનાદિ લેવાનાં હોય છે, તેને બળવાન જોઈને ભય પણ પામે છે. લોભને વશ ન ધીરવા જેવાને ધીરે છે અને પાછળથી રડે છે. આ રીતે લોભના કારણે શોક-ભય-રુદન-આપઘાત વિગેરે ભાવો બનતા હોવાથી લોભ એ સર્વ દુઃખોનું મૂલકંદ સમાન છે. (૬) લોભ એ ક્રોધરૂપી અગ્નિને વધારવામાં પવન સમાન છે. જેમ પવનથી આગ વધે છે, તેમ લોભી જીવ પોતાના લોભના કારણે જ્યાં જ્યાં પોતાનો લોભ પોષાય નહીં. સ્વાર્થ સધાય નહીં, ત્યાં ત્યાં લડવાડ પેદા કરે છે. આ રીતે લડવાડ વધતાં પરસ્પર ઝઘડા-મારામારીઅબોલા અને વિખવાદો શરૂ થાય છે. આ રીતે આ લોભ, દુ:ખોરૂપી આગને વધારવામાં વાયુ સમાન છે. (૭) લોભ એ માયારૂપી વેલડીને વધારવામાં અમૃતની નીક સમાન છે. જેમ પાણીની નીકથી વેલડીની વૃદ્ધિ થાય છે, તેમ અમૃતની નીકથી તો વેલડી તુરત જ વૃદ્ધિ પામે છે. તેમ આ લોભ પોતાની ઇચ્છાઓની પુષ્ટિ કરવા માટે માયા-કપટ-મૂઠ-બનાવટ વિગેરે પાપોરૂપી વેલડીને ઉગાડવામાં અમૃતના જેવું કામ કરનાર છે. (૮) તથા લોભ એ માન રૂપી મદોન્મત્ત હાથીને તોફાની બનાવવામાં દારૂ સમાન છે. જેમ દારૂ પીવાથી હાથી ગાંડો થાય છે અને તોફાને ચડે છે. તેમ લોભથી ધન-સંપત્તિ વધતાં આ જીવ માનમાં આવી જાય છે અને અભિમાન દિન-પ્રતિદિન વધતું જાય છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ યોગસાર પંચમ પ્રસ્તાવ આ રીતે લોભ એ ઘણાં દૂષણોની વૃદ્ધિનું જ કારણ છે. ભારે અનર્થ કરવાનું જ કારણ છે. માટે જ ઉત્તમ આત્માઓએ પર વસ્તુની સ્પૃહા-વાંછા-આસક્તિ અને લોભ ત્યજવા જેવો છે. જે કાળે જે વસ્તુ ઉપલબ્ધ હોય તેનાથી જ વ્યવહાર ચલાવતાં શીખવું જોઈએ. વસ્તુઓની જરા પણ ઇચ્છા કરવી ઉચિત નથી. વસ્તુઓનો સંગ્રહ તથા ઈચ્છા જ ત્યજવા જેવી છે. ||૧૬-૧૭થી. त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसम्भवाः । गुणास्तथैव ये केऽपि, ते सर्वे लोभवर्जनात् ॥१८॥ ગાથાર્થ - ત્રણે લોકમાં પણ રાગ-દ્વેષ-મોહાદિ જે જે દોષો છે, તે તે સર્વે પણ દોષો લોભથી જ ઉત્પન્ન થયેલા છે તથા જે કોઈ વિનયવિવેકાદિ ગુણો છે. તે સર્વે પણ ગુણો લોભના વર્જનથી જ ઉત્પન્ન થાય છે. /૧૮ વિવેચન - “લોભ એ સર્વ પણ દુ:ખોની ખાણ છે. કારણ કે લોભને પરવશ થયેલા જીવો પોતાનો સ્વાર્થ સાધવા હિંસા-જૂઠ-ચોરી આદિ અઢારે પાપસ્થાનકો સેવે છે તથા અજ્ઞાનતા-અવિરતિ-પ્રમાદ આદિ દોષો સેવીને અનેક પ્રકારનાં ચીકણાં કર્મો બાંધે છે.” આ જીવ લોભને પરવશ થયો છતો પર પદાર્થોની અભિલાષાવાળો બને છે. પર પદાર્થો મેળવવામાં અનેક પ્રકારનાં નાનાં-મોટાં પાપો આચરવામાં તત્પર બને છે. જેમ જેમ પર પદાર્થો પ્રાપ્ત થતા જાય છે, તેમ તેમ તે પર પદાર્થોની ઇચ્છા વધારે ને વધારે વધતી જાય છે. નામે નોહો પવકૂફ' આ કહેવતના અનુસારે લોભથી વસ્તુઓની અપેક્ષા વધતી જાય છે. પર પદાર્થોની અપેક્ષા વધતાં તે મેળવવા માટે ઉત્સુકતા વધે છે. ઉત્સુકતા પ્રમાણે જો વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય તો રાગ વધે છે અને જો વસ્તુઓની પ્રાપ્તિ ન થાય, તો દ્વેષ-કડવાશ વધે છે. આ રીતે Page #302 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ પંચમ પ્રસ્તાવ યોગસાર લોભ એ અનર્થનું મૂલ છે અને તે લોભના કારણે કડવાશ-વેરઝેરલડાઈ-ઝઘડા-મનદુઃખ-પરસ્પર અબોલા આદિ અનેક પ્રકારનાં દુ:ખો આવે છે, તેથી લોભ એ સર્વ દુઃખોની ખાણ છે. તથા લોભના ત્યાગથી આ જીવ પર પદાર્થોની અપેક્ષા વિનાનો થાય છે અને હૃદયમાં પર પદાર્થોની પ્રાપ્તિની અપેક્ષા જ ન હોવાથી કદાચ મળી જાય તો પણ તેનાથી અતિશય ઉત્સુકતા-અધીરાઈ આવતી નથી. મન અતિશય શાંત રહે છે. આકુળ-વ્યાકુળ કે વિહલ થતું નથી અને મન અતિશય શાંત અને પ્રસન્ન રહેવાથી યથાર્થ એવું સમ્યજ્ઞાન ધ્યાન અને સમાધિ આદિ ગુણો આ જીવ પ્રાપ્ત કરી શકે છે. મન પ્રસન્નતાવાળુ અને ધ્યાનાદિ શુભ આચારોવાળું બનવાથી તેના પ્રભાવે સમ્યગ્દર્શનાદિ ગુણો આ જીવમાં પ્રગટ થાય છે. જેમ જેમ સમતાની શુદ્ધિ અને વૃદ્ધિ થાય છે, તેમ તેમ આ જીવમાં સમ્યક્વાદિજ્ઞાનાદિ અને ક્ષમાદિ ઉત્તમ ગુણોનો પ્રાદુર્ભાવ થાય છે. આ કારણે જ મુનિ મહારાજા લોભનો મૂળથી ક્ષય કરવા દ્વારા મુક્તિ જેવા ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ માટે પણ ઉત્સુકતા સેવતા નથી પણ ઉત્સુકતાનો ત્યાગ કરે છે. હવે જો મુક્તિની અપેક્ષાનો પણ ત્યાગ કરે તો બીજી ઇતર વસ્તુઓની અપેક્ષા તો રાખે જ કેમ ? આ રીતે દોષોને ત્યજતો અને ગુણોને વધારતો આ જીવ આત્મકલ્યાણમાં વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. /૧૮ नैरपेक्ष्यादनौत्सुक्यमनौत्सुक्याच्च सुस्थता । सुस्थता च परानन्दस्तदपेक्षां क्षपेद् मुनिः ॥१९॥ ગાથાર્થ – પર પદાર્થોની અપેક્ષા તજવાથી તે પદાર્થોની પ્રાપ્તિ માટેની ઉત્સુકતા પણ દૂર થાય છે અને ઉત્સુકતા દૂર થવાથી આ જીવમાં Page #303 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૦૩ સારી એવી સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવા પ્રકારની સારી સ્થિરતા એ પરમ આનંદ સ્વરૂપ છે. તેથી આ જીવે સૌથી પ્રથમ પ૨પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. ।૧૯। વિવેચન - આ આત્મા જ્યારે સ્વાભાવિક સમાધિમાં આવે છે. ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આવા પ્રકારની સુખદાયક એવી સમાધિ મેળવવાના ઉપાયો આ પ્રમાણે છે = સૌથી પ્રથમ આપણા પોતાના આત્માથી બાહ્ય એવી કોઈ પણ જીવ વસ્તુ - એટલે શિષ્યાદિ અથવા સેવા કરનારા જીવોની તથા અજીવ= પૌદ્ગલિક વસ્તુ મેળવવાની સ્પૃહા અને અપેક્ષાનો સૌથી પ્રથમ ત્યાગ કરવો અતિશય જરૂરી છે. સેવા કરે એવા શિષ્યાદિની અપેક્ષા એ પણ દુ:ખદાયી જ છે. જો આ ઇચ્છા પૂરાય તો રાગાદિ થાય અને માનાદિ વધે અને જો આ ઇચ્છા ન પૂરાય તો ક્લેશ-કડવાશ અને ઉદ્વેગાદિ દોષો વધે. માટે શિષ્યાદિની ઇચ્છા કરવી તે પણ દુ:ખદાયી જ છે. તથા કોઈપણ પ્રકારના પૌદ્ગલિક પ૨પદાર્થોની અપેક્ષા એ પણ આ જીવને પાપમાં જ જોડનાર છે. ૫૨૫દાર્થોની તમન્ના એ મોહ કરાવે, રાગ કરાવે. તેની પ્રાપ્તિ માટે અસત્ય બોલાવે, માયા કરાવે. માટે અનંત સંસારની વૃદ્ધિનું જ કારણ બને છે અને તે તે વસ્તુ ઇચ્છા પ્રમાણે મળી જાય તો રાગાદિ થાય અને માનાદિ કષાયો વધતાં આ જીવનું અધઃપતન જ થાય. માટે આવા પ્રકારના પરપદાર્થોની અપેક્ષાથી દૂર રહેવાથી આ જીવમાં નિરપેક્ષતા ગુણ પ્રગટે છે. નિરપેક્ષતા આવવાથી આ જીવ કોઈપણ પદાર્થને કે વ્યક્તિને આધીન થતો નથી. પણ સર્વથા અલિપ્ત રહ્યો છતો ઉત્સુકતા નામના દોષથી રહિત થયો છતો તપ-સંયમ-જ્ઞાન-ધ્યાન આદિ ધર્મ અનુષ્ઠાનો Page #304 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પંચમ પ્રસ્તાવ યોગસાર સારી રીતે સાધી શકે છે. આવા પ્રકારના ધર્મ અનુષ્ઠાનોમાં ઉદ્યમશીલ રહેલા મહાત્મા કર્મોની નિર્જરા કરતા છતા આપોઆપ ઉત્તમ ફળ પ્રાપ્તિના અધિકારી બને છે. જે જે વસ્તુઓની ઈચ્છા આ જીવ કરે છે તે તે વસ્તુઓ વિના ઈચ્છાએ પુણ્યોદયના કારણે સામેથી જ આવે છે. આ જીવમાં જ્યારે ઉચ્ચ પ્રકારની સમાધિ-સમતાભાવ પ્રગટ થાય છે, ત્યારે મોક્ષ પ્રત્યેની અભિલાષા પણ નિવૃત્ત થઈ જાય છે. કારણ કે જે જીવ પોતાના આત્મસ્વભાવમાં અર્થાત્ પોતાના ગુણોમાં જ ૨મે છે. રમણતા કરે છે. તે જીવને મોક્ષનું સ્થાન હોય કે કોઈ લોકનું સ્થાન હોય તેની સાથે કંઈ પણ હરકત હોતી નથી. ઇચ્છા એ જ મોહદશા હોવાથી જેમ સાંસારિક સુખોની ઇચ્છા નિવૃત્તિ પામી છે, તેમ મોક્ષના સ્થાનની પણ ઇચ્છા નિવૃત્તિ પામે છે. માત્ર જીવનો સ્વભાવ ઉર્ધ્વગતિ કરવાનો હોવાથી સર્વકર્મોના ક્ષય પછી આ જીવ સ્વયં પોતાના સ્વભાવના કારણે જ ઉર્ધ્વગતિ કરે છે અને મોક્ષમાં જઈને બિરાજે છે. ત્યાં ગયા પછી આત્મસ્વભાવમાં જ લયલીન થાય છે અને તે આત્મા પરમસુખનો આસ્વાદ કરે છે. આવું મોક્ષસુખ મેળવવા માટે મુનિ મહાત્મા અપેક્ષા કે ઉત્સુકતા રૂપ લોભનો સર્વથા વિનાશ કરવા માટે જ પ્રબળ પુરુષાર્થ આદરે છે. ધન્ય છે તે મહાપુરુષને. ।।૧૯।। धर्मो जिह्वायावद्, धर्मः स्यात् यावदार्जवम् । अधर्मधर्मयोरेतद् द्वयमादिमकारणम् ॥२०॥ ગાથાર્થ - બિદ્દતા=વક્રતા જ્યાં સુધી છે, ત્યાં સુધી અધર્મ છે અને જ્યાં સુધી આર્જવતા-સ૨ળતા છે, ત્યાં સુધી ધર્મ છે. આ પ્રમાણે ધર્મ અને અધર્મનાં આ બન્ને મુખ્ય આદિકારણ (પ્રધાન કારણ) જાણવાં. ॥૨॥ વિવેચન – આ જીવનમાં જ્યાં સુધી માયા (કપટ-જુઠાણું-વક્રતા)ની પ્રબળતા રહે છે. ત્યાં સુધી અધર્મ જ છે. કારણ કે માયા, કપટ આદિ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ યોગસાર પંચમ પ્રસ્તાવ દોષો હિંસા-જૂઠ-અબ્રહ્મ આદિ દોષોને અને ક્રોધાદિ કષાયોને લાવે લાવે ને લાવે જ છે. એટલે જ્યાં સુધી આ જીવનમાં માયા-કપટભાવ છે, ત્યાં સુધી આ જીવ વાસ્તવિકપણે ધર્મ પામી શકતો નથી. કદાચ જીવનમાં બાહ્ય ક્રિયા વ્યવહાર આવી જાય, પરંતુ કર્મોની નિર્જરા કરે એવા આત્મધર્મની વાસ્તવિકપણે પ્રાપ્તિ થાય એવું બનતું નથી. એટલે માયા એ અધર્મનું મૂલ છે. માયાની જેટલી વૃદ્ધિ એટલી અધર્મભાવની વૃદ્ધિ જાણવી અને ધર્મભાવની હાનિ જાણવી તથા ધર્મભાવનું કારણ સરળતા-કોમળતા જાણવી. જેટલી સરળતાની વૃદ્ધિ તેટલી ધર્મની વૃદ્ધિ સમજવી. આ જીવનમાં જેટલા અંશે સરળતાની વૃદ્ધિ થાય, તેટલા અંશે ધર્મની વૃદ્ધિ જાણવી. સરળતા ગુણ આવે ત્યારથી જ ધર્મનો પ્રારંભ થાય છે. જ્યાં સુધી આ જીવમાં સરળતા-નિષ્કપટભાવ પેદા થતો નથી, અને વક્રતા વર્તે છે ત્યાં સુધી ધર્મની પ્રાપ્તિ થતી નથી. એટલે સરળતા એ ધર્મપ્રાપ્તિનું પ્રથમ સોપાન છે. સારાંશ કે આત્મતત્ત્વના સાધક પ્રત્યેક આત્માએ પોતાના જીવનમાં વક્રતાનો-માયાનો ત્યાગ કરીને સરળતા-ઋજુતા લાવવી જ જોઈએ અને તે દોષ તજવા તથા તે ગુણ લાવવા દરેક સાધકે પ્રથમ પ્રયાસ કરવો જોઈએ. વક્રતાથી કદાચ સંસારી કોઈ અર્થલાભ-કામસુખનો લાભ થઈ જાય છે, પરંતુ આત્મધન ખોવાઈ જાય છે. આત્માના ગુણોનો વિકાસ થતો નથી. લોકવ્યવહારમાં પણ અને લોકોત્તર માર્ગમાં પણ સરળ સ્વભાવી-સજ્જન માણસ પૂજાય છે. આદરણીય બને છે. સર્વ લોકોને વિશ્વાસનું સ્થાન બને છે અને પોતે પણ સરળ સ્વભાવી હોવાથી કોઈપણ જાતનું જૂઠ કે માયાનું પાપ કર્યું ન હોવાથી નિર્ભય રહ્યો છતો ચિંતા આદિ દોષોથી મુક્ત બનીને ઉજવળ જીવન જીવી શકે છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પંચમ પ્રસ્તાવ યોગસાર વક્રતા એટલે હૈયે જૂદું અને હોઠે જૂઠું બોલવાવાળો જીવ પોતાની કરેલી માયા ખુલ્લી થઈ જશે તો હું બાજી હારી જઈશ. આવી આવી ચિંતાઓથી સદા ઘેરાયેલો જ રહે છે અને એક જુઠને ઢાંકવા બીજાં અનેક જાઠાણાં આદરે છે અને વક્રતાવાળો મનુષ્ય સર્વત્ર લોકમાં અવિશ્વાસનું સ્થાન બને છે. તેથી માયાવી-કપટી સ્વભાવનો અર્થાત વક્રતાનો ત્યાગ કરવો. આ વક્રતા એ અધર્મનું અને સરળતા એ ધર્મનું પ્રથમ પગથિયું છે. જો આત્મધર્મમાં વિકાસ સાધવો હોય અને આત્મકલ્યાણ કરવું જ હોય તો શક્ય બને તેટલો પ્રથમથી જ માયાનો ત્યાગ અને સરળતાની પ્રાપ્તિ થાય તેવો અભ્યાસ કરવો જોઈએ. પોતાના જીવનમાં પણ વક્રતાના ત્યાગના અને સરળતાની પ્રાપ્તિના જ ઉપાયો અપનાવવા જોઈએ અને એવા જ લોકોની સાથે બેઠક-ઉઠક તથા પરિચય રાખવો જોઈએ. પોતાનું જીવન બગાડે તેવા મિત્રવર્ગથી પણ દૂર રહેવું, એ જ જીવનને ધન્ય બનાવવાના ઉપાયો છે. ||૨૦ગા. सुखमार्जवशीलत्वं, सुखं नीचैश्च वर्तनम् । सुखमिन्द्रियसंतोषः, सुखं सर्वत्र मैत्र्यकम् ॥२१॥ ગાથાર્થ – સરળતા એ જ (આર્જવ સ્વભાવની શીલતા એ જ) સુખરૂપ છે. નમ્રભાવપૂર્વકનું વર્તન એ જ સુખ છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સંતોષીભાવ એ જ સુખ છે અને સર્વ સ્થાનોમાં મૈત્રીભાવ એ જ સુખ છે, આમ સમજવું. /૨૧// | વિવેચન - આર્જવભાવ-સરળતા પૂર્વકનો સ્વભાવ એ સુખનું સાધન છે. જેના જીવનમાં સરળતા ગુણ અંગેઅંગમાં વ્યાપ્ત થયો હોય છે, ગમે તેવા કડવા અથવા મીઠા પ્રસંગો આવે તો પણ બીજા જીવોની સાથે લેશમાત્ર પણ છળ-પ્રપંચ-માયા-કપટભાવ સેવતા નથી. તેવા Page #307 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૦૭ લોકો સર્વત્ર વિશ્વાસનું સ્થાન બને છે. માન-પાન પામે છે. સર્વત્ર આદરણીય બને છે. લોકો પણ તેના પ્રત્યે સરળતાથી જ વ્યવહાર કરે છે. તેની સાથે કોઈ કૂડ-કપટ કરતું નથી, માયા સેવતું નથી. આ રીતે નિષ્કપટી જીવનું જીવન આ ભવમાં સુખમય બને છે અને આવા પ્રકારના સદાચારના સેવનથી પરભવમાં પણ સદ્ગતિ પામવાથી પરભવ પણ સુખમય બને છે. માટે “આર્જવભાવ” એ જ પરમ સુખ સ્વરૂપ છે. નમ્રતાપૂર્વક વર્તન-વ્યવહાર કરવો એ સુખનું બીજું કારણ છે. સર્વે પણ જીવોની સાથે વિનયપૂર્વક બોલવા-ચાલવાનો વ્યવહાર સદાકાળ સુખદાયી અને સન્માનદાયી બને છે. વિનયગુણ-નમ્ર સ્વભાવપૂર્વકનું વર્તન એ સર્વ ગુણોની ખાણ કહેવાય છે. વિનયી સ્વભાવથી લોકો ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે છે. શિષ્યો ગુરુજી પાસેથી વિનયી સ્વભાવના કારણે શ્રેષ્ઠ જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકે છે અને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં આત્મવિકાસમાં તથા પરના વિકાસમાં પણ ઉત્તમ ભાવ ભજે છે. શ્રેષ્ઠ શ્રતની પ્રાપ્તિ થતાં આ જીવ પરોપકાર કરી શકે છે અને તેના દ્વારા આત્મકલ્યાણ સાધી અંતે ધ્યાન-સમાધિમાં લીન થઈ શકે છે તથા ઇન્દ્રિયોના સુખોથી વિરક્ત બનીને વૈરાગ્યભાવની પરાકાષ્ટા પામીને આત્મગુણોનો આનંદ અનુભવી શકે છે. તથા વિનયથી ગુરુજી આદિના ચિત્તને રંજિત કરીને ઘણા લાભો મેળવી શકે છે. આ જીવ ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગનો ભિખારી બનતો નથી, પણ જે કાલે જે વિષય પ્રાપ્ત થયો હોય તેનાથી ચલાવી લેતાં શીખે છે. તેનાથી ઘણો જ સંતોષી થયો છતો અધીરજ કે આકુલ-વ્યાકુલતા પામતો નથી. તેથી કષાયની માત્રા વૃદ્ધિ પામતી નથી પણ હાનિ પામે છે. તથા જે કાલે જે મળે તેનાથી જીવન નિર્વાહ ચલાવવાની ટેવવાળો Page #308 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પંચમ પ્રસ્તાવ યોગસાર બની જાય છે. તેના કારણે કોઈની પણ સાથે અલ્પમાત્રાએ પણ ઝઘડો ક્લેશ કે કડવાશ થતી નથી, પરંતુ સર્વ લોકોની સાથે મીઠાશપૂર્વકની મિત્રતામાં જ વર્તે છે. કોઈની પણ પાસેથી કોઈ પણ વસ્તુની અપેક્ષા આ જીવ રાખતો નથી. પોતાના શિષ્યો તરફથી વિનય સચવાય તેવી પણ અપેક્ષા આ જીવ રાખતો નથી. આ કારણે સર્વ સ્થાને મૈત્રીભાવને પામે છે. અને પરિણામની દશા ઘણી જ નિર્મળ રાખે છે. ll૧૧ાા संतुष्टं सरलं सोमं, ननं तं कूरगड्डम् । ध्यायन् मुनि सदा चित्ते, को न स्याच्चन्द्रनिर्मलः ॥२२॥ ગાથાર્થ – સંતુષ્ટ (ખુશ મીજામાં રહેનારા) સરલ સ્વભાવી, સૌમ્ય ગુણવાળા (શાંત પ્રકૃતિવાળા) અને નમ્રતા ગુણવાળા કૂરગડુ ઋષિનું ધ્યાન કરનારો કયો મનુષ્ય ચંદ્રના જેવો નિર્મળ ન બને ? અર્થાત્ કૂરગડુ મુનિનું ચિંતન કરનારો જીવ અવશ્ય નિર્મળ બને જ છે. //રરા વિવેચન - સરળતા, સૌમ્યતા, સંતોષ અને નમ્રતા વિગેરે ગુણોને જીવનમાં આત્મસાત કરવા જોઈએ. આવા પ્રકારના ગુણોવાળું જીવન જ આત્માનો ઉપકાર કરનારું છે. સાધક એવો આ આત્મા જયારે ઉમદાભાવથી જેનું ધ્યાન કરે છે, ત્યારે તે જીવ વાસ્તવિક તેવા સ્વરૂપને પામે જ છે. તેના ઉપર કુરગડુ ઋષિનું શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે, તે દૃષ્ટાંત આ પ્રમાણે છે. આ કૂરગડુ મુનિ અતિશય શાંત પ્રકૃતિવાળા, નમ્ર સ્વભાવવાળા, સરળતા અને સંતોષ ગુણયુક્ત હતા. મોહના વિકારોનો અતિશયપણે વિજય પ્રાપ્ત કર્યો હતો. પરમ સમતારસથી ભરેલું તેઓશ્રીનું પવિત્ર જીવન હતું. માત્ર પૂર્વે બાંધેલા ક્ષુધા વેદનીય કર્મના ઉદયના કારણે તપ કરી શકતા ન હતા. એક વખત સંવત્સરી પર્વનો દિવસ આવ્યો. તેવા દિવસે પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૦૯ નવકારશીનું પચ્ચખ્ખાણ કર્યું. નવકારશી કરવા માટે આહાર વહોરી લાવ્યા. આહાર લાવીને તપસ્વી એવા ચાર બીજા મુનિઓને આહાર દેખાડ્યો. ત્યારે તે તપસ્વી ચારે મહાત્માઓએ કૂરગડુ ઋષિના આહારવાળા પાત્રમાં ઘૂંક્યું અને કહેવા લાગ્યા કે આજે સંવત્સરી મહાપર્વ છે. આજે નવકારશી કેમ કરાય? કમ સે કમ આજે તો કંઈક તપ કરવો જોઈએ. કૂરગડુ ઋષિ મૌન રહ્યા. મારાથી તપ થતો નથી. તેથી આ તપસ્વી મહાત્માઓને ધન્ય છે. એમ ઘૂંકનારા મુનિઓના તપગુણની અનુમોદના કરતાં કરતાં તેઓનું ઘૂંક પણ મારા માટે અમૃત તુલ્ય છે. આવો મનમાં વિચાર કરીને અતિશય સમતાભાવપૂર્વક અને ઘૂંકનારા મુનિઓ પ્રત્યે તપસ્વી તરીકેના બહુમાનભાવપૂર્વક હૃદયમાં જરા પણ તેઓ પ્રત્યે દ્વેષભાવ લાવ્યા વિના જ તે આહાર વાપરવા લાગ્યા. પોતાનાથી તપ થતો નથી, તેથી સ્વદુષ્કતની ગર્તા કરતાં કરતાં શુભભાવના ભાવતાં ભાવતાં ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને તે મુનિ કેવલજ્ઞાની-કેવલદર્શની બન્યા. આ વાર્તા જાણીને તેમના આહારમાં ઘૂંકનારા ચારે તપસ્વી મુનિઓ આશ્ચર્ય પામ્યા અને પોતે કરેલા થુંકવાના દુષ્કૃત્યની નિંદા કરતા કરતા તેઓ ચારે તપસ્વી મુનિઓ પણ કેવલજ્ઞાની બન્યા. ખરેખર સરળ અને નિખાલસ સ્વભાવ શું કામ કરે છે? તેનું આ પારમાર્થિક દૃષ્ટાંત છે../૨૨TI सुकुमारसुरूपेण शालिभद्रेण भोगिना । तथा तप्तं तपो ध्यायन्, न भवेत् कस्तपोरतः ॥२३॥ ગાથાર્થ - અતિશય સુકોમળ કાયાવાળા અને અતિશય સારા રૂપવાળા એવા અને ભોગી એવા શાલિભદ્રજી વડે જે તેવા પ્રકારનું શ્રેષ્ઠ તપ કરાયું છે, તે તપનું ધ્યાન કરતો (ચિંતન કરતો) કયો મનુષ્ય તપમાં ઓતપ્રોત બને ? ||૨૩ી. Page #310 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ યોગસાર વિવેચન – જેમના પિતાશ્રી પુત્રસ્નેહથી દેવલોકમાંથી ૯૯ પેટીઓ રત્નો-દાગીના અને વસ્ત્રોની ભરેલી મોકલતા હતા. એવા શ્રેષ્ઠ પુણ્યશાળી શ્રી શાલિભદ્ર શેઠ જૈન શાસનમાં બહુ જ જાણીતા છે. ધન્ના અને શાલિભદ્ર એમ સાળા-બનેવીની જોડી કહેવાતી હતી. શાલિભદ્રજીની બહેનનો વિવાહ ધન્નાજી સાથે થયો હતો. તે શાલિભદ્રજીની ઋદ્ધિ-સિદ્ધિ લોકોને આશ્ચર્ય પમાડે તેવી હતી. ખુદ શ્રેણિક મહારાજા પણ તેમની સંપત્તિની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા હતા અને તેઓને પણ શાલિભદ્રની ઋદ્ધિ જોવાનું મન થયું હતું. આવા પ્રકારની દેવ જેવી ઋદ્ધિ-સિદ્ધિને શાલિભદ્રજી પૂર્વે કરેલા પુણ્યના ઉદયથી ભોગવતા હતા. ૩૧૦ આવી સુખ-સંપત્તિનો પણ ત્યાગ કરીને પરમાત્મા શ્રી મહાવીરદેવ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પોતાની સુકોમળ કાયા હોવા છતાં પણ ઉગ્ર તપ કરવા માંડ્યું. સાળા અને બનેવી એમ બન્નેએ સાથે વૈભારગિરિવર ઉપર આપણી કલ્પનામાં પણ ન આવે તેવું તપ આદર્યું, અગ્નિ જેવી અત્યંત તપેલી શીલા ઉપર અનશન આદર્યું. માખણ જેવી અતિશય સુકોમળ કાયા પીગળવા છતાં વિશુદ્ધ અને અતિશય નિર્મળ પરિણામવાળા શાલિભદ્ર મુનિ જરા પણ ડગ્યા નહીં, બલ્કે સમતાભાવપૂર્વક દેહનો ત્યાગ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આવા પ્રકારના ત્યાગી-તપસ્વી-વૈરાગી એવા મુનિનું ધ્યાન કરતા કરતા આપણામાં તેવા તપ-ત્યાગ અને વૈરાગ્યાદિ ગુણો આવે એવી ભાવના ભાવવી. ઉચ્ચ પ્રકારના ત્યાગ-તપ અને વૈરાગ્યાદિ ગુણોની પ્રાપ્તિ કરવા માટે સાધક આત્માઓએ આવા ઉત્તમ તપસ્વી શાલિભદ્ર જેવા મુનિ મહાત્માઓના જીવનનું ધ્યાન કરવું. જેથી આપણી પણ આહારાદિ ઉપરની મમતા કંઈક માત્રાએ ઓછી થાય. કંઈક અંશે પણ તેમના ગુણો આપણામાં આવે. ।।૨૩। Page #311 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ किं न चेतयसे मूढ ! मृत्युकाले ऽप्युपस्थिते । विषयेषु मनो यत्ते, धावत्येव निरङ्कुशम् ॥२४॥ ૩૧૧ ગાથાર્થ – હે મૂઢ જીવ ! મૃત્યુકાલ અતિશય નજીક આવવા છતાં પણ તું કેમ કંઈ વિચાર કરતો નથી. કારણ કે જે તારૂં મન હજુ પણ વિષયો તરફ નિરંકુશપણે દોડે જ છે. ।।૨૪। વિવેચન - આટલું આટલું સમજાવવા છતાં પણ હે જીવ ! તું કેમ કંઈ સમજતો નથી. મૃત્યુકાલ હવે અતિશય નજીક આવ્યો છે, તો પણ તને વૈરાગ્ય કેમ થતો નથી અને વિષયો તરફ જ મન કેમ દોડે છે ? આ પાપમય ઇન્દ્રિયોના વિષયો તો ભવોભવમાં અનંતીવાર મળ્યા છે અને ભોગવ્યા છે અને ત્યાં ને ત્યાં છોડીને જ તું આવ્યો છે, તો હવે તો કંઈખ વિચાર કર ! આ બાજી ફરી ફરી મળવી અતિશય મુશ્કેલ છે. નરભવ-જૈનશાસન-ઉત્તમ ઘર-ઉત્તમ સંસ્કારો મળ્યા છતાં, જો તું વૈરાગ્યવાન ન થાય અને મોહાંધ જ રહે તો આવા શ્રેષ્ઠ વૈરાગ્યની આશા બીજે ક્યાં રાખવાની રહે ! વીજળીના ચમકારા જેવું આ જીવન છે. વિષયભોગો અસાર અને ક્ષણિક છે. માટે હે જીવ ! તું હજુ પણ જલ્દી સમજી જા અને વિષયભોગોની વાંછાઓ ત્યજી દે અને ઉત્તમ ગુણોનું આલંબન લઈને આત્મસાધનામાં જોડાઈ જા, ॥૨૪॥ जीविते गतशेषेऽपि, विषयेच्छां वियोज्यते । चेत् तपः प्रगुणं चेतस्ततः किञ्चिद् न हारितम् ॥२५॥ ગાથાર્થ - (પરંતુ) હે જીવ ! તારૂં આયુષ્ય લગભગ પૂર્ણ થવા આવ્યું હોવા છતાં પણ જો તારૂં મન વિષયોની ઇચ્છાથી વિરામ પામ્યું Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પંચમ પ્રસ્તાવ યોગસાર હોય અને જો તપ આચરવામાં તત્પર બન્યું હોય તો હજુ પણ કંઈ ગુમાવ્યું નથી (અર્થાત્ બાજી તું સુધારી શકે છે.) /રપી. વિવેચન - પાંચ ઇન્દ્રિયોના વિષયો વિષમ-ભયંકર છે. આ વાત શાસ્ત્રો દ્વારા જાણીતી છે. જ્ઞાનસારાષ્ટક (૭-૭)માં પૂજય ઉપાધ્યાયજી મહારાજશ્રી યશોવિજયજીએ કહ્યું છે કે - સ્પર્શમાં હાથી, રસમાં માછલુ, ગંધમાં ભમરો, રૂપમાં પતંગીયું અને શબ્દમાં હરણ આસક્ત થયું છતું મૃત્યુ પામે છે. આ બધા એકએક ઇન્દ્રિયના વિષયની આસક્તિથી મૃત્યુ પામે છે તો જેને પાંચે ઇન્દ્રિયો ઉપર કાબુ ગુમાવ્યો છે તેનું તો પૂછવું જ શું? જો ઉપર કહેલા જીવો એક વિષયમાં આસક્ત થયા છતાં મૃત્યુને જ વર્યા છે, તો તું પાંચ વિષયોમાં આસક્ત થયો છતો અનંત અને અપાર એવા સંસારસમુદ્રમાં ડૂબી જઈશ. તેથી હે જીવ ! તું કંઈક વિચાર કર. વિચાર કર. આ બાજી ફરીવાર મળવી મુશ્કેલ છે. વળી તારો મૃત્યુ સમય પણ ઉપસ્થિત થતો જાય છે. કોણ જાણે તું આ ભવમાં કેટલું જીવીશ ? ક્યારે આ બાજી સંકેલાઈ જશે અને અન્ય ગતિમાં ધકેલાઈ જઈશ. માટે થોડીક ઉતાવળ કર. આટલું આટલું સમજાવવા છતાં પણ તારું મન મનગમતા ઇન્દ્રિયોના વિષયોમાં કેમ મ્હાલે છે? શાસ્ત્રીય જ્ઞાન અને મહાત્મા પુરુષોનાં વચનોરૂપી અંકુશ વડે મનને કબજે કરીને તું વિષયોથી વિરક્ત બન, વિષયોનો ત્યાગી બન. વિષયોથી વિરક્ત બનીને પૂર્વબદ્ધ કર્મ ખપાવવા માટે તથા ઇન્દ્રિયોની ચંચળતા રોકવા માટે બાહ્ય-અભ્યતર તપમાં જોડાઈ જા, અને તેમાં તારો પ્રબળ પુરુષાર્થ ફોરવવા દ્વારા તારા મનને ઉત્સાહિત અને પ્રભાવિત કર. જેનાથી તારૂં બાકી રહેલું માનવ જીવન સફળ થઈ જાય. અંતે મરણ સુધરી જાય. જો તન અને મનને ગુણોની સાધનામાં જોડીશ તો ભવ સુધરી જશે. Page #313 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૧૩ પરભવ સુધારવાની આ છેલ્લી તક છે. એમ સમજીને હે જીવ ! તું તારા આત્માને સમજાવી લે. //રપી/ कूटजन्मावतारं स्वं, पापोपायैश्च सङ्कुलम् । व्यर्थं नीत्वा बताद्यापि, धर्मे चित्तं स्थिरीकुरु ॥२६॥ | હે જીવ ! કૂડકપટાદિ કરવા દ્વારા અને પાપમય ઉપાયોથી વ્યાપ્ત એવા તારા પોતાના ભવને તે વ્યર્થ કર્યો છે. તેથી હજુ પણ ધર્મમાં તારા ચિત્તને સ્થિર કર. (જેનાથી તારો ઉદ્ધાર થઈ જાય.) તારો ભવ સુધરી જાય. ||૨૬ વિવેચન - હે જીવ ! તું તારા પસાર કરેલા જીવનને અર્થાત ભૂતકાળને બરાબર જો. પસાર કરેલા આ ભૂતકાળના જીવનમાં કેટલા કેટલા કૂડ-કપટ અને માયા કરી છે ! કેટલા લોકોને છેતર્યા છે? કેટલાં બધાં હિંસા-જૂઠ આદિ પાપો કર્યા છે. ખોટાં ખોટાં પાપો કરીને કેટલા કેટલા ભદ્રિક જીવોને ભોળવ્યા છે ? જૈન શાસ્ત્રોમાં વર્ણવેલાં અઢારે પાપસ્થાનકો સેવીને તીવ્ર અશુભ કર્મ ઉપાર્જન કરીને આ તારા આત્માને ભારેકર્મી બનાવીને પ્રાપ્ત થયેલા દુર્લભ એવા આ મનુષ્યભવને કેમ ગુમાવી રહ્યો છે ! ઉઠ, જાગ. ધર્મપુરુષાર્થ આદરવા જલ્દી તૈયાર થઈ જા. હજુ પણ હે ચેતન ! બાજી તારા હાથમાં છે. તું વધારે જાગૃત થઈ જા. અનાદિકાળના અભ્યાસવાળા બનેલા પાંચ ઇન્દ્રિયોના વિષયરસની આસક્તિને છોડીને ભોગદશાથી દૂર થઈને યોગદશામાં જોડાઈ જવા માટે સંયમ માર્ગમાં મનને લગાવી દે. તારા મનને સંયમ માર્ગનું રસિક બનાવી લે. ચારિત્ર ધર્મનું વિધિપૂર્વક સુંદર પાલન કરવામાં જોડાઈ જા. જેનાથી અનેક જન્મોમાં બાંધેલા ઘણાં ખરાં કર્મો એક ભવમાં પણ તોડી શકાય છે. પ્રમાદ ત્યજીને સાવધાન થઈ જા. ઘણા ભવોનાં કર્મો પણ એક ભવમાં સાચી જાગૃતિ વડે તોડી Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પંચમ પ્રસ્તાવ યોગસાર શકાય છે. ચારિત્રધર્મ એ કર્મોના ક્ષયનો અનુપમ ઉપાય છે. શાસ્ત્રોમાં પણ ચારિત્ર ધર્મનો મહિમા ઘણો જ જણાવ્યો છે. તેથી સંસાર ત્યજીને ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી લે. સ્વભાવ રમણતારૂપ નિશ્ચય ચારિત્ર અને સમિતિ-ગુપ્તિના પાલન રૂપ દ્રવ્યચારિત્રનો સ્વીકાર કરી લે. આવું શ્રેષ્ઠ અને મોક્ષના પરમ ઉપાયભૂત ચારિત્ર પાલન કરવાથી આ આત્માની આત્મભાવમાં સ્થિરતા વધતાં સર્વે પણ કર્મોનો ક્ષય થાય છે અને આ આત્માને મુક્તિદશાની પ્રાપ્તિ થાય છે. માટે હે આત્મનું ! હજુ પણ તું જલ્દી કર, તારા પોતાના આત્માને તૈયાર કર. ભોગદશાનો ત્યાગ કર અને યોગદશામાં જોડાઈ જા. //ર૬ll अनन्तान् पुद्गलावर्तान् नात्मन्नेकेन्द्रियादिषु । भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥२७॥ साम्प्रतं दृढीभूय सर्वदुःख दवानलम् । व्रतदुखं कियत्कालं, सह मा मा विषीद भोः ॥२८॥ ગાથાર્થ – હે આત્મન્ ! તું એકેન્દ્રિયાદિના ભવોમાં અનંત પુદ્ગલ પરાવર્તન કાળથી ભટક્યો છે અને તે તે ભવોમાં છેદન-ભેદન વિગેરેની ઘોર વેદના વડે તે હેરાન થયેલો છે. જેથી હવે (આ શાસન મળ્યું છે ત્યારે) મજબૂત હૃદયવાળો બનીને સર્વ દુ:ખોને બાળીને ભસ્મીભૂત કરવામાં દાવાનળ તુલ્ય એવા મહાવ્રતોના પાલનમાં પ્રાપ્ત થતા થોડાક દુઃખને થોડાક સમય સુધી સહન કરી લે, પણ ખેદ કરીશ નહીં, મન ઉંચું કરીશ નહીં. ૨૮ વિવેચન - સંયમી જીવન જીવવામાં ક્યારેક ક્યારેક કોઈક કોઈક મુશ્કેલીઓ પણ આવે છે. પરંતુ તે કાળે સંયમ ધર્મ ઉપર કે સંયમી જીવન ઉપર અપ્રીતિ-નાખુશીભાવ ન આવી જાય અને બોધિદુર્લભતા ન થઈ જાય તે માટે ગુરુવરો હિતશિક્ષા રૂપે શિખામણ આપે છે કે - Page #315 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૧૫ હે જીવ ! ભૂતકાળમાં સૂક્ષ્મ-નિગોદના ભવોમાં અનંત પુદ્ગલ પરાવર્તનકાળ સુધી અવ્યવહાર રાશિમાં રહીને અને ત્યારબાદ બાદર નિગોદના ભવોમાં આવીને અનંત અને અપાર દુ:ખો તે ભોગવ્યાં છે, તે કેમ ભૂલી જાય છે. તે દુઃખોની સામે વ્રતપાલનમાં પડતું કષ્ટ તો નહીંવત્ છે. આ વાત તું કેમ સમજતો નથી ? નિગોદના ભવોમાં અવ્યક્તપણે દુઃખો ભોગવવાં જ પડે છે. જીવનું લક્ષણ જે જ્ઞાનસંજ્ઞા છે, તે પણ ઘણીખરી આવૃત્ત થઈ જાય છે. ત્યાંથી નીકળીને બાદર નિગોદમાં આ જીવ આવે છે. તે પછી પૃથ્વીકાય, અષ્કાયાદિના ભવોમાં અપાર જન્મ-મરણ કરે છે. તે કાળે ભૂખ-તરસ-ઠંડી-ગરમી-તાપ આદિ અનેક પ્રકારનાં દુઃખો તથા છેદન-ભેદન-ચીરાવું વિગેરેમાં પણ દુ:ખો આ જીવ ભોગવતો જ આવ્યો છે. હે જીવ ! જો તું તારા આવા દુ:ખવેદનવાળા ભૂતકાળને યાદ કરીશ તો તેની સામે તપાલનમાં તો નહીંવત્ (અલ્પ માત્રાએ જ) દુઃખ છે. શાસ્ત્રને અનુસાર તું તારું ભૂતકાલીન જીવન સ્મરણમાં લાવ, તો તને સમજાશે કે નિગોદાદિના ભવોમાં વધારે દુ:ખ છે કે વ્રતપાલનમાં વધારે દુઃખ છે? એકેન્દ્રિયાદિના ભવોમાં વેઠેલાં દુઃખોને આંખ સામે લાવ તો આ વાત અવશ્ય સમજાશે. ઉપરની વાતનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીને હે જીવ ! આત્મકલ્યાણને જ કરનારા એવા વ્રતપાલનમાં તું જલ્દી જલ્દી સ્થિર થઈ જા . સંયમમાર્ગમાં આવતા પરીષણો અને ઉપસર્ગોને સમતાભાવપૂર્વક સહન કરીને અનંત ભવોમાં બાંધેલા કર્મોનો વિચ્છેદ કરવા તે તત્પર બની જા. તને કર્મોનો ઉચ્છેદ કરવાની આ એક સુંદર તક મળી છે. માટે સંયમપાલનમાં આવતાં કષ્ટોને સમ્યમ્ભાવે સમતાપૂર્વક સહી લે. વારંવાર આકુળ-વ્યાકુલ ન થા. ખેદ કે વિષાદ ન કરે. આવી કમ ખપાવવાની Page #316 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૩૧૬ પંચમ પ્રસ્તાવ તક વારંવાર આવશે નહીં. કેટલીએ પુણ્યાઈએ આ ભવ, આ સંયમ અને આ સાધના મળી છે, તકને ઝડપી લે. આ પ્રમાણે સાધકે પોતે જ પોતાના આત્માને સમજાવીને સંયમ માર્ગના પાલનમાં પોતાના આત્માને વધારેને વધારે સ્થિર કરવો. આત્માને સંયમપાલનમાં સ્થિર કરવામાં જ સાચું હિત છુપાયેલું છે. // ૨૭-૨૮ उपदेशादिना किञ्चित्, कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते, योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ॥२९॥ ગાથાર્થ – ઉપદેશ આદિ આપવા વડે પરને કેમ કરીને પણ ધર્મમાં જોડી શકાય છે. પરંતુ પોતાના આત્માને આત્મહિતમાં જોડવો. તે કાર્ય મુનીન્દ્રો વડે પણ ઘણું દુષ્કર છે. //રા વિવેચન - આ સંસારમાં દુર્લભ એવો મનુષ્યનો ભવ, જૈન કુલ, દેવ-ગુરુ-ધર્મની સામગ્રી પ્રાપ્ત કરીને પોતાના અને પરના આત્મકલ્યાણમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સર્વે પણ મનુષ્યો માનવજીવનના વ્યવહારો ચલાવવા, કમાણી કરવી. લગ્નાદિ કરવા, બાળ-બચ્ચાને ભણાવવા-પરણાવવા ઇત્યાદિ કાર્યો તો કરે જ છે. પરંતુ સ્વ-પરના આત્મકલ્યાણના કાર્યમાં પ્રયત્નશીલ રહેવામાં જ આ માનવ જીવનની સફળતા છે. આ વાતને પ્રધાનપણે ચિત્તમાં રાખવી જોઇએ. આપણામાં કદાચ બોલવાની ચતુરાઈ આવી હોય તો જેમ પરને ઉપદેશ આપીને સુંદર ભાષાથી વ્યાખ્યાન આપીને પરનું કલ્યાણ કરવા માટે આ જીવ સારો એવો પ્રયત્ન કરે છે. સુંદર ઉપદેશ આપે છે. વાક્છટાથી સુંદર બોલે છે, તેમ પોતાના આત્માના કલ્યાણ માટે પણ પોતે પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત પરને ઉપદેશ આપવામાં આ જીવ ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ પોતાના આત્માને સમજાવવામાં તેવો પ્રયત્ન કરતો નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૧૭ જેમ અભવ્ય જીવો માખીની પાંખને પણ દુ:ખ ન થાય તેવું બહારથી ચારિત્ર પાળે છે. સુંદર ઉપદેશ આપે છે. પણ પોતે કોરો ધાક જ રહે છે. પોતે બહારથી સારૂં જીવન જીવીને આચાર્યપદ પણ પ્રાપ્ત કરી લે છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પછી સુંદર વાચનાઓ દ્વારા શિષ્યવર્ગને ધર્મની પ્રેરણા આપી ધર્મમાર્ગમાં જોડે છે. પરંતુ પોતે મોક્ષતત્ત્વની શ્રદ્ધા પણ કરતો નથી, તેનાથી પોતાનું આત્મકલ્યાણ સાધી શકતો નથી. તેવી જ રીતે કેટલાક આત્માઓ ‘‘પરોપવેશે પષ્ડિત્યમ્'' કહેવતને અનુસારે ઉપદેશ આદિ આપવા દ્વારા બીજા જીવોને ધર્મની ઘણી ઘણી પ્રેરણા આપે છે. છતાં પોતાનું હૃદય તેમાં કોરૂ જ રાખે છે. તેથી પોતાનું આત્મહિત સાધવામાં પ્રમાદ સેવે છે. મુનીન્દ્રો પણ ઘણી વખત આ આત્મહિત સાધી શકતા નથી. તેઓ પણ ક્યારેક મોહવશ થયા છતા આત્મહિત સાધવામાં નિષ્ફળ થાય છે. આટલી બધી ઉંચી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આત્માનું હિત સાધી લેવું. તેમાં જ આત્માની ભલાઈ છે. આત્મકલ્યાણ સાધવું એ જ માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. માટે સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ સ્વ-પરનું હિત સાધવામાં નિરંતર જાગૃત રહેવું. પોતાનું કલ્યાણ સાધવામાં વિશેષે કરીને સાવધાન રહેવું. આવા પ્રકારના સાનુકુળ સંજોગો ફરીથી મળવા ઘણા જ દુષ્કર છે. રા यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा । મુનિવૃત્તિ તદ્દા તસ્ય, મોક્ષલક્ષ્મી: સ્વયંવા રૂા ગાથાર્થ જ્યારે મુનિ મહાત્મા સંયમી જીવનમાં આવતી મુશ્કેલીઓને (દુઃખોને) સુખરૂપે સમજે અને ઇન્દ્રિયજન્ય સુખને દુઃખરૂપ સમજે છે. ત્યારે તે મહાત્મા પુરુષને મોક્ષલક્ષ્મી સ્વયં વરે છે. ।।૩૦ના -- Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પંચમ પ્રસ્તાવ યોગસાર વિવેચન - આ જીવને સંસારી ભાવોનો તથા ઇન્દ્રિયજન્ય સુખોનો આનંદ જે અનાદિકાળનો જામ હતો તે ઓગળી ગયો હોય અને ત્યાગતપ-સંયમ અને સ્વાધ્યાયમાં જ આનંદ લાગ્યો હોય, ત્યારે તેવા પ્રકારના ગુણોની સાધના કરવામાં કદાચ ઉપસર્ગ-પરીષહો આવી પડે તો પણ તે દુઃખો કર્મોની નિર્જરા કરાવનાર હોવાથી તેને આ જીવ જ્યારે સુખ માને છે અને તે દુઃખોને ઘણા જ સમતાભાવપૂર્વક સહન કરે છે તથા તેમાં આત્માનું હિત જ છે. આમ સમજીને તે આર્ત-રૌદ્રધ્યાન કરતો નથી તથા જેમ જેમ વધારે પ્રમાણમાં ઉપસર્ગ-પરીષહો રૂપ કષ્ટો આવે છે. તેમ તેમ કર્મો નાશ થતાં જતાં હોવાથી સમતાના સુખનો આનંદ વધતો જ જાય છે. તથા ઉત્તમ અને કલ્યાણકારી એવું સંયમી જીવન જીવવામાં આવતું ઈન્દ્રિયજન્ય ક્ષણિક દુઃખ, અક્ષય, અવ્યાબાધ અને અનંત એવા મોક્ષસુખ આપવામાં સમર્થ બને છે. આમ સમજીને અલ્પમાત્રાએ પણ આર્તરૌદ્રધ્યાન કર્યા વિના ઉછળતા ઉલ્લાસે તે દુ:ખ સાધકજીવ સહન કરે છે અને મનથી માને છે કે આ દુ:ખ પરમ અપાર અને અનંત એવા આત્મગુણોની પ્રાપ્તિરૂપ સુખનું કારણ છે. આમ સમજીને મનની મક્કમતા પૂર્વક ઉપસર્ગ-પરીષહ ઘણા હોંશે હોંશે સહન કરે છે. આવા પ્રસંગોમાં ચિત્તને જરા પણ ઉદાસ કે કષાયવાળું બનાવતો નથી. તથા ઇન્દ્રિયજન્ય સુખ રાગ-દ્વેષાદિ વિકારોનું જ કારણ હોવાથી તે સુખ પણ અનંત અને અપાર દુ:ખનું જ કારણ છે. આમ સમજીને આવા પ્રકારના ભૌતિક સુખથી શક્ય બને તેટલો દૂર રહે છે. આવા અધ્યવસાયવાળા મુનિ મહાત્માને મુક્તિરૂપી લક્ષ્મી સામેથી આવીને વરે છે. આત્મસમાધિમાં લીન બનેલા મુનિને આત્મગુણોના પરમાનંદનો સાચો અનુભવ થાય છે. સારાંશ કે ભૌતિક દુઃખ સહન Page #319 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૧૯ કરતાં જો સમભાવ રાખવામાં આવે અને ભૌતિક સુખ મોહજનક તથા વિકાર કરનાર હોવાથી તેને દુઃખરૂપ આ જીવ જ્યારે માને છે ત્યારે મોક્ષલક્ષ્મી સામેથી આવીને સ્વયં આવા જીવને વરે છે. તેથી ઘણા સુખશેલીયાપણું ન સેવતાં ઉત્તમ ગુણોની પ્રાપ્તિ માટે દુ:ખ પણ સહન કરતાં શીખવું જોઈએ. કથંચિત્ દુઃખ સહન કરવાની પણ ટેવ પાડવી જોઈએ. ઉપસર્ગ અને પરીષહોનું દુઃખ અલ્પકાલીન છે અને માત્રામાં પણ અલ્પ છે. જ્યારે તેને સમભાવપૂર્વક સહન કરવાથી પ્રાપ્ત થતું મોક્ષસુખ અનંતકાલ રહેનાર અને અપાર છે. ઉત્તમ આત્માઓએ આવો વિવેક કરવો. દીર્ઘદષ્ટિથી વિચાર કરવો. ।।૩૦। सर्वं वासनया दुःखं, सुखं वा परमार्थतः । म्लायत्यस्त्रेक्षणेऽप्येको, हतोऽप्यन्यस्तु तुष्यति ॥३१॥ ' ગાથાર્થ - પરમાર્થ દૃષ્ટિએ વિચાર કરીએ તો સાંસારિક સર્વે પણ સુખ અને દુઃખ એ સઘળું ય મનની કલ્પના માત્ર છે. કારણ કે શસ્ત્રોને જોઈને જ એક જીવ ક્ષોભ પામી જાય છે. (ડરી જાય છે) અને બીજો જીવ એ જ શસ્ત્રને જોઈને હણાવા છતાં ઘણો રાજી થાય છે. ।।૩૧। વિવેચન – મુનિરાજ મહાત્માઓ આત્મકલ્યાણની સાધના કરતાં આવતા દુઃખને સુખ સમજે છે. જેમ ધન કમાવાના અર્થી જીવો ધન કમાવા માટે દેશ-પરદેશ ભટકે, રાત ઉજાગરા કરે, ઉઘરાણી આદિ માટે ધક્કા ખાય તો પણ તે તમામ દુઃખોને ધનથી પ્રાપ્ત થતા ઇન્દ્રિયજન્ય સુખનો આ જીવ અર્થી હોવાથી ગણકારતો નથી. બલ્કે આવાં દુઃખો સહન કરવામાં પણ સુખ સમજે છે. તેવી જ રીતે તત્ત્વદૃષ્ટિ ખૂલતાં જ્યાં જ્યાં આત્મતત્ત્વની સિદ્ધિ થતી હોય ત્યાં ત્યાં તેના માટે સહન કરાતું Page #320 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૩૨૦ પંચમ પ્રસ્તાવ દુ:ખ પણ મહામહોત્સવ જેવું સુખકારી લાગે છે. આવું દુ:ખ સહન કરનારો જીવ વિચારે છે કે ઉપસર્ગો કે પરીષહો સહન કરવામાં આવતું જે દુઃખ છે, તે અલ્પકાલીન જ રહેવાવાળું છે. પરંતુ તેને જો સમભાવપૂર્વક સહન કરીને કર્મોની નિર્જરા કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થતું સુખ અનંતકાળ રહેનાર છે. જેમ પરમાત્માશ્રી મહાવીર પ્રભુએ તેઓની ૩૦ થી ૪૨ વર્ષની ઉંમરમાં ઘણા ઉપસર્ગો અને પરીષહો સહન કર્યા અને તે પણ અવર્ણનીય સહન કર્યા, તો પણ ૧૨ા વર્ષ માત્ર જ અને તેનાથી પ્રાપ્ત કરેલા કેવલજ્ઞાનાદિ ગુણોનો આનંદ જે છે, તે અનંતકાલ રહે તેવો છે. તેથી તેઓને આ દુ:ખ પણ સુખરૂપ લાગે છે. ભોગી જીવની બુદ્ધિ ભોગ તરફ જ હોવાથી તેને થોડું દુ:ખ પણ ઘણું લાગે છે. જ્યારે ઉત્તમ આત્માઓ થોડું દુઃખ સહન કરીને પણ અનંતકાળના સુખને લેવા તલસે છે. જેમ યુદ્ધમાં કાયર માણસ તલવાર આદિ શસ્ત્રોને જોઈને જ અતિશય ભય પામીને ભાગી જાય છે. જયારે અન્ય શુરવીર માણસો યુદ્ધના મેદાનમાં ઉતર્યા છતાં કદાચ શસ્ત્રોથી હણાય. અરે કદાચ મૃત્યુ થઈ જાય તો પણ મહોત્સવ જેવું માનીને આનંદ માને છે. તેવી જ રીતે કોઈક કાયર સાધુ ઉપસર્ગ-પરીષહની વાત સાંભળીને તેના ભયથી ધ્રુજે છે. જયારે બીજો શૂરવીર સંયમી સાધુ ગજસુકુમાલ મુનિ-ખંધક મુનિ-મહાવીર પ્રભુ તથા સુકોશલ મુનિ આદિની જેમ મરણ આવી જાય તેવાં કષ્ટો સહન કરવા છતાં તેનાથી પ્રાપ્ત થનારા અનંત અને અપરિમિત આત્મસુખથી ઘણો જ આનંદ માનનારા હોય છે. એટલું જ નહીં પણ આવા પ્રકારના દુ:ખના સંવેદનમાં પણ સમતારસમાં ઝુલનાર હોય છે. આ દુ:ખને પણ અનંત સુખ અપાવનાર હોવાથી સુખ જ માને છે. ૩૧// Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ યોગસાર પંચમ પ્રસ્તાવ सुखमग्नो यथा कोऽपि, लीनः प्रेक्षणकादिषु । गतं कालं न जानाति, तथा योगी परेऽक्षरे ॥३२॥ ગાથાર્થ - અથવા ભૌતિક સુખમાં મગ્ન થયેલો મનુષ્ય અથવા દેવ એમ કોઈ પણ જીવ નાટક આદિ દશ્ય જોવામાં લીન થયો છતો ગયેલા કાળને (ઉજાગરો થાય તો પણ) જાણતો નથી. તેમ ક્ષય ન પામે તેવા અર્થાતુ અનંતકાળ સુધી રહેવાવાળા એવા પરમાત્મદશાના પરમસુખમાં લીન થયેલો યોગી પુરુષ પણ વીતેલા કાળને જાણતો નથી. ||૩૨ વિવેચન - જેમ ભોગી જીવ ભોગસુખમાં જ આનંદ માનતો હતો બાહ્ય સુખસંપત્તિના ઉપભોગમાં તથા ભોગવિલાસના સુખોમાં ડૂળ્યો છતો મનુષ્ય અથવા દેવલોકમાં રહેલો સમૃદ્ધિવાળો દેવ, દેવીઓના નાચ-ગાન, અનેક પ્રકારનાં રંગ-તરંગી સંગીત તથા વાજિંત્રના નાદ સાથે થતાં મોહજનક નૃત્યો જોવામાં એટલા બધા આનંદમાં ગરકાવ થઈ જાય છે કે કેટલો સમય થયો ? તેનું એટલે કે ગયેલા સમયનું ભાન ભૂલી જાય છે. કેટલો કાળ વીતી ગયો, તેની તેને ખબર રહેતી નથી. તેની જેમ જ યોગી મહાત્મા પણ આલંબનભૂત પરમાત્માના ધ્યાનમાં અને તેના દ્વારા આલંબનીય એવા પોતાના આત્માનું સ્વરૂપ ચિંતન કરવામાં પરમ આનંદ પામવા સ્વરૂપ શ્રેષ્ઠ સમાધિદશામાં જ્યારે મગ્ન થઈ જાય છે, ત્યારે અલૌકિક આનંદને અનુભવતા છતાં તે તમfપ ન નાનાતિ કેટલો કાળ ગયો, તેને પણ તેઓ જાણતા નથી. આત્માના ગુણોનો અનુભવ કરવા સ્વરૂપ પરમાનંદમાં મગ્ન થયેલા યોગી મહાત્મા પણ ગયેલા કાળને જાણતા નથી અર્થાત પરમાનંદમાં એવા લયલીન બની જાય છે કે સુખના અનુભવના કારણે Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ પંચમ પ્રસ્તાવ યોગસાર કેટલો કાળ પસાર થઈ ગયો, તેની ખબર પણ રહેતી નથી. પરમાનંદમાં મગ્ન બનેલા આ મુનિનો અત્તરવાસી દેવ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરે છે. કારણ કે મુનિને પોતાના ગુણોનું સુખ છે. જયારે અનુત્તરવાસી દેવને પગલિક સુખ છે, એક સ્વાધીન સુખ છે અને બીજું પરાધીન મુખ છે. જેથી તે બન્ને સમાન નથી. સમતાદશાનું જે સુખ છે, તે મુક્તિના સુખની વાનગી સ્વરૂપ છે અને તે સમતાભાવનું સુખ માનવભવમાં અને તેમાં પણ મુનિપણામાં સવિશેષ અનુભવાય છે. તે સુખની તુલના અન્ય કોઈ પણ પદાર્થની સાથે થઈ શકતી નથી. કારણ કે જે આત્મગુણોનું સુખ છે, તે સ્વાભાવિક સુખ છે, અનુપચરિત સુખ છે. અનુપમ સુખ છે. તે સુખનો એક નાનો અંશ પણ સ્વર્ગના દૈવિક સુખમાં નથી. કારણ કે દૈવિક સુખ પર એવા પુદ્ગલ દ્રવ્ય અને દેવી આદિ અન્ય જીવને આધીન છે. જ્યારે ગુણોનું સુખ સર્વથા પારદ્રવ્યથી મુક્ત છે. માટે પોતાના ગુણોના અનુભવ સ્વરૂપ જે સુખ છે, તે તો અનુભવે તે જ જાણે છે. મુનિ મહાત્માઓ જ્ઞાનાદિ (જ્ઞાન-દર્શન અને ચારિત્ર) આ ગુણોની રમણતાનો જે સ્વાભાવિક આનંદ અનુભવે છે, તે કલ્પનાતીત છે તથા કોઈપણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. માત્ર તે તે ગુણોનો અનુભવ કરીએ તો જ તે સુખ જણાય છે. ૩રા मृगमित्रो यदा योगी, वनवाससुखे रतः । तदा विषयशर्मेच्छा, मृगतृष्णा विलीयते ॥३३॥ ગાથાર્થ – જ્યારે યોગી મહાત્મા અરણ્યવાસમાં રક્ત બન્યા છતા મૃગાદિ પશુઓના મિત્ર બને છે, ત્યારે સાંસારિક કોઈપણ ઉપાધિઓ માથા ઉપર ન હોવાથી યોગી નિશ્ચિતતાનું જે પરમસુખ પામે છે, તે Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ યોગસાર પંચમ પ્રસ્તાવ સાર્વભૌમ એવા ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? અર્થાત ચક્રવર્તી સંસારના સુખે ભલે સુખી હોય, પરંતુ માનસિક ઉપાધિઓથી ઘેરાયેલા હોવાથી અતિશય દુઃખી જ દુઃખી છે. //૩૩ી. વિવેચન - વનવાસી બનેલા મુનિને અરણ્યમાં મૃગો જ મિત્ર હોય છે. તેની સાથે મીઠા વાર્તાલાપમાં અને સંસારની તમામ ઉપાધિઓથીવિડંબનાઓથી લીધેલી મુક્તિનો જે આનંદ તે મહાત્માઓને હોય છે. તે અવર્ણનીય અને અકથ્ય હોય છે. માથા ઉપર કોઈપણ જાતની ચિંતા કે ટેન્શન વિનાનો કેવળ આનંદ જ આનંદ હોય છે. આ આનંદ તો જે માણે તે જ જાણે. એટલા માટે જ અરણ્યવાસી પશુઓની સાથે મિત્રતા કરનારા મુનિને જે યથાર્થ સાચો નિશ્ચિત્યપણાનો આનંદ છે, તે છ ખંડના અધિપતિ એવા ચક્રવર્તીને પણ સંભવતો નથી. ચક્રવર્તીનું ચિત્ત સદાકાલ અન્ય રાજાઓના જય અને પરાજયના વિચારોથી દુ:ખી દુ:ખી જ હોય છે અને ચિંતા તથા વિચારોમાં ભોજન અને નિદ્રા પણ નહીંવત બની જાય છે. સતત રાજ્યની જ ચિંતાઓથી ઘેરાયેલા ચક્રવર્તીને પણ સુખ કેમ કહેવાય ! તેની અપેક્ષાએ આવી ભૌતિક ચિંતાઓથી મુક્ત બનેલા સર્વથા સ્વતંત્ર એવા અને આત્મગુણોમાં લીન એવા મુનિ મહાત્માનું સુખ ચક્રવર્તીના સુખ સાથે પણ સરખાવી ન શકાય, તેવું અનુપમ સુખ હોય છે. /૩૩ll वने शान्तः सुखासीनो निद्वन्द्वो निष्परिग्रहः ॥ प्राप्नोति यत्सुखं योगी, सार्वभौमोऽपि तत्कुतः ? ॥३४॥ ગાથાર્થ - વનમાં જ રહેતા, અતિશય શાંત સ્વભાવવાળા, ઇન્દ્રિયાતીત સુખમાં લીન બનેલા, રાગ અને દ્વેષના જોડકા વિનાના, Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ પંચમ પ્રસ્તાવ યોગસાર (અર્થાત્ અનુકૂળ પદાર્થોનો રાગ અને પ્રતિકૂળ પદાર્થોનો દ્વેષ આ બન્ને દોષો વિનાના) તથા પરિગ્રહ વિનાના યોગી મહાત્માને અરણ્યમાં જે સુખ હોય છે. તે સુખ ચક્રવર્તી આત્માઓને પણ ક્યાંથી હોય ? અર્થાત્ ચક્રવર્તી રાજાને પણ તે સુખ સંભવતું નથી. ।।૩૪। વિવેચન – વનમાં રહેનારા મુનિઓને સંસારી નગરજનોનો સંપર્ક ન રહેવાથી સંસારી લોકોના સુખ-દુ:ખની વાત જ સાંભળવાનો અવસર આવતો નથી. તેથી તેવા સંસારી લોકોની વાતો સાંભળીને આ જીવને તે વાતો દ્વારા ચિંતા-માનસિક દુઃખ અને અનેક પ્રકારના સંકલ્પવિકલ્પોની માળા જે રચાય છે તથા તેના દ્વારા કષાયોની પરંપરા જે વધે છે, તેવું દુ:ખ અરણ્યવાસી મુનિઓને સંભવતું નથી. સર્વે પણ જીવો કર્મને પર વશ છે. આપણે બધાનું ભલું કરી શકતા નથી અને બીજાના દુઃખ-સુખ સાંભળીને ચિંતા-કષાયો અને વિભાવદશાથી ઘેરાયેલો આ જીવ અતિશય દુઃખી થાય છે અને કાષાયિક પરિણામોની ધારામાં ધકેલાઈ જાય છે. રાગ અને દ્વેષ ઘણા જ વધી જાય છે. ધીરે ધીરે આવા પ્રકારની લોકોની દુઃખ-સુખોની વાતો જ માત્ર સાંભળવાથી કજીયા-ક્લેશ અને વિખવાદ થતા જોવાય છે. અરણ્યવાસી મુનિઓને તેવાં દુઃખો થતાં નથી. કારણ કે તેઓ આવા ભાવો જાણવામાં રસ જ ધરાવતા નથી આવા પ્રકારના ભાવો જાણવાથી તેઓ ઘણા જ દૂર રહે છે. માટે ઘણા સુખી છે. દુનિયાના જીવોની પંચાત માથા ઉપર ન હોવાથી પોતાની સાધના સાધવામાં અરણ્યવાસી મુનિને ઘણો જ આનંદ આવે છે કે જે શબ્દોથી અવાચ્ય છે. લોકસંપર્ક રાખવાથી તેમના સુખ-દુઃખની વાતો સાંભળવામાં આ જીવ ઘણો જ રસિક બની જાય છે અને તેના દ્વારા રાગ અને દ્વેષરૂપ મોહદશામાં આ જીવ ધકેલાઈ જાય છે. જનસંપર્ક વધારે રાખવાથી આ જીવ સંકલ્પ અને વિકલ્પોની જાળમાં જ ફસાઈ જાય છે. તેથી Page #325 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૨૫ આત્મકલ્યાણ ઇચ્છનારા જીવે એકાન્તવાસ અને સ્વાધ્યાયનો વધારે આગ્રહ રાખવો જોઈએ. જંગલમાં રહેતા મુનિઓને લોકોનો સંપર્ક રહેતો નથી. લોકો ખાસ પ્રયોજન વિના જંગલમાં આવતા નથી. તેથી તેમની વાતો સાંભળવા મળતી નથી, તેથી વધારે પડતા રાગ-દ્વેષ થતા નથી. તથા તેના કારણે રાગ-દ્વેષ ઉપર ઘણો જ કન્ટ્રોલ રહે છે. મનુષ્યોનું વારંવાર આગમન જંગલમાં ન હોવાથી જંગલમાં રહેતા મુનિઓને પશુઓની જ મિત્રતા થાય છે અને પશુઓની મિત્રતામાં પશુઓ મનુષ્યોની સામે કંઈ બોલતા ન હોવાથી રાગ-દ્વેષ કે કષાયો થતા નથી. પશુઓ જો મીઠું બોલતા હોત તો રાગ થાત. પશુઓ જો કડવું અને અસત્ય બોલતા હોત તો દ્વેષ થાત, પરંતુ પશુઓ મૂક (મૌન) સ્વભાવવાળા હોવાથી રાગ-દ્વેષ થતા નથી. રાગ-દ્વેષ જ્યાં જ્યાં થાય છે, ત્યાં ત્યાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પો થાય છે અને તેનાથી આ જીવ દુઃખી દુઃખી થાય છે. પશુઓની સાથે મિત્રાચારીમાં પશુઓને વાણી ન હોવાથી તેના તરફ રાગ કે દ્વેષ થતા નથી. એટલે મોહના બધા જ વિકલ્પો શાંત થઈ જાય છે. અરણ્યવાસ કરવાથી મૃગતૃષ્ણા તુલ્ય ઇન્દ્રિયજન્ય સુખોની ઇચ્છા પણ ધીરે ધીરે વિરામ પામી જાય છે અને પૌગલિક સુખોની ઇચ્છા વિરામ પામવાથી તેની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં આ જીવ અતિશય મધ્યસ્થ બની જાય છે. હર્ષ-શોકાદિ વિકારો વિનાનો થઈ જાય છે. તથા અરણ્યવાસ કરવાથી સોનાનો-રૂપાનો-ધનનો અને નવી નવી ઘરવખરીનો પરિગ્રહ ન થવાથી તેના પરિગ્રહના ત્યાગથી તે સોના-રૂપા અને ધનાદિની મમતાનો પણ ત્યાગી થાય છે અને આ જીવ અલખ નિરંજન બાવા જેવો બાહ્ય-અત્યંતર પરિગ્રહ વિનાનો બની જાય છે અને તેથી સદાકાળ પોતાના ગુણોના સુખોમાં જ કલ્કિ રાજાની જેમ સહજાનંદી-સુખી બની જાય છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ યોગસાર આ રીતે વિચારતાં યોગી મહાત્મા નિષ્પરિગ્રહતાનું તથા સંતોષનું અને સમાધિ આદિ ગુણોનું જે પરમસુખ અનુભવે છે, તે સુખ ચક્રવર્તીને, ઇન્દ્રને કે રાજા મહારાજાને ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય ? નિષ્પરિગ્રહતાનો જે સ્વાભાવિક આનંદ છે, તે પરિગ્રહવાળી દશામાં કેમ હોઈ શકે ? પરિગ્રહવાળાને તો રાત્રે શાંતિથી નિદ્રા પણ આવતી નથી અને ઘણીવા૨ ભોજન પણ રુચતું નથી. મારો પરિગ્રહ લુંટાઈ જશે, ચોરાઈ જશે હાનિ થઈ જશે ઈત્યાદિ ચિંતાઓથી સદા માનસિક દુ:ખથી દુઃખી જ હોય છે. માટે આ તત્ત્વને આ રીતે ઉંડાણથી વિચારવું. ॥૩૪॥ जनभूत्वात् पुलिन्दानां, वनवासे यथा रतिः । તથા વિવિતતત્ત્વાનાં, વિ સ્થાત્ મિત:પરમ્ ॥રૂ॥ ૩૨૬ ગાથાર્થ – જેમ ભીલ આદિ લોકોને વનમાં વસવાટ એ જન્મભૂમિ હોવાથી વનમાં જ આનંદ આવે છે, તેવી જ રીતે તત્ત્વજ્ઞાની મહાત્માઓને જો વનમાં જ આનંદ આવતો હોય અને સાંસારિક માયાથી દૂર રહેવાતું હોય તો તેનાથી અધિક બીજું જોઈએ શું ? ।।૩૫।। વિવેચન – “વનવાસ' એ સાંસારિક લોકવ્યવહાર અને લોકપરિચયથી થતા રાગ, દ્વેષ અને મોહાદિ દોષોથી આ જીવને દૂર રાખે છે અને માનસિક સ્થિરતા, ધ્યાનદશા અને આત્મિક સમાધિ આદિ ગુણોમાં સ્થિરતા આપે છે. આપણે જ્યારે જ્યારે અભ્યાસ કરતા હોઈએ, ત્યારે ત્યારે જેટલો વધારે એકાંત, તેટલો સંગીન અભ્યાસ થાય છે. આ કાળે પણ જ્ઞાન-ધ્યાનના રસિક જીવો ઘણું કરીને એકાંતમાં જ રહે છે અને એકાંતતા પ્રાપ્ત કરવા માટે જ ગિરનાર-આબૂ-સમેતશિખર જેવાં પવિત્ર તીર્થસ્થાનોમાં તથા ચિત્તને ચંચળ ન બનાવે તેવાં Page #327 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૨૭ તીર્થસ્થાનોમાં જઈને સમતાભાવપૂર્વક ધ્યાનાદિ કરે છે. આવા સ્થાનોમાં વસવાથી તે જીવોનું ધ્યાન અને અભ્યાસાદિમાં અતિશય સ્થિરતા અને નિશ્ચલતા આવે છે. આવી સ્થિરતામાં ધ્યાનાદિ આચરતા તે મહાત્માઓને પરમાનંદનો અનુભવ થાય છે. આ આનંદ એવો છે કે જે માણે તે જ જાણે. તેથી જ ગ્રંથકાર મહાત્મા આવા પ્રકારના મહર્ષિઓને પ્રેરણા કરતાં કહે છે કે - “અરણ્યવાસ” એ જ જેઓની જન્મભૂમિ છે, એવા ભીલ લોકોને વનમાં વસવાટ કરવાનો જેવો આનંદ થાય છે, તેવો જ આનંદ તત્ત્વજ્ઞાનીઓને અરણ્યવાસમાં થાય છે. કારણ કે તત્ત્વજ્ઞાનના રસનો અનુભવ ક૨વામાં કોઈપણ પ્રકારનું વિક્ષેપાત્મક તત્ત્વ ત્યાં આવે જ નહીં. આ જ કારણે તત્ત્વજ્ઞાની મહાત્માઓ જનસંપર્ક રહિત એવા તીર્થસ્થાનોમાં અથવા ધ્યાનને-એકાગ્રતાને ઉચિત એવાં ભૂમિસ્થાનોમાં રહેવામાં પરમ આનંદનો પ્રગટ અનુભવ કરતા હોય છે. અરણ્યવાસમાં એકાંતતાનો જે આનંદ છે, તે લોકસંપર્કમાં રહેનારા જીવોને ખ્યાલમાં આવી શકતો નથી. પરંતુ આ અરણ્યનો વસવાટ અનેક પ્રકારની ચિંતાઓથી રહિત અને પરમ આનંદ સ્વરૂપ હોય છે, જે અનુભવ કરે તે જ જાણે. ।।૩૫।। एको गर्भे स्थितो जात एक एको विनङक्ष्यसि । तथापि मूढ ! पत्न्यादीन् किं ममत्वेन पश्यसि ॥३६॥ ગાથાર્થ - હે જીવ ! તું ગર્ભમાં એકલો જ રહ્યો હતો. જન્મ પામ્યો ત્યારે પણ એકલો જ જન્મ્યો છે અને મૃત્યુ પામીશ ત્યારે પણ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પંચમ પ્રસ્તાવ યોગસાર એકલો જ તું મૃત્યુ પામીશ અને ભવાંતરમાં પણ એકલો જ જઈશ, તો પછી હે મૂઢ જીવ ! પત્ની અને પુત્રાદિને ‘‘આ મારાં આ મારાં’’ એમ મમતાના ભાવપૂર્વક કેમ દેખે છે ? ।।૩૬।। વિવેચન - બાર ભાવનાઓ પૈકી એકત્વ ભાવનાને વધારે દઢ બનાવીને મમતાનો ત્યાગ કરવા માટે પોતાના આત્માને આવા પ્રકારની શિખામણ-હિતશિક્ષા આપવી કે - હે જીવ ! તું પરભવથી કેટલોય માર્ગ કાપીને એકલો જ આવ્યો છે. આવ્યા પછી માતાની કુક્ષિમાં ઉંધે માથે લટકીને કેટલોક સમય તું ત્યાં એકલો જ રહ્યો છે અને તે કાલે અતિશય વેદનાઓ તે એકલાએ જ સહન કરી છે તથા ગર્ભમાંથી બહાર આવવામાં પણ અનેક પ્રકારની વેદના તે એકલાએ જ સહન કરી છે. વળી હે જીવ ! મૃત્યુકાળે પણ તારૂં પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મરણનું અસહ્ય દુઃખ તારે એકલાને જ ભોગવવાનું હોય છે. આ બધા જ પ્રસંગે તું એકલો જ દુઃખ સહન કરે છે, તો પછી હે મૂઢ ! પતિ-પુત્ર કે પત્ની આદિ પરિવાર ઉપર આટલી બધી મમતા આ માટે કરે છે ! હે જીવ ! તું પોતાના આત્માના નિરંજન એવા શુદ્ધ સ્વરૂપનો થોડોક વિચાર તો કર. હે જીવ ! તારો પોતાનો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય આદિ અનંત-અનંત ગુણોથી સદા પરિવરેલો છે અને તારો જીવ જ શાશ્વત છે. બાકીની બધી સંસારની પ્રાપ્ત થયેલી સામગ્રી જેમ કે (૧) શરીર, (૨) સંપત્તિ, (૩) સ્વજનો, અને (૪) માનપાનાદિ, સઘળી પણ વસ્તુઓ સંયોગથી જ પ્રાપ્ત થઈ છે અને અવશ્ય તે સઘળી વસ્તુઓ તારાથી છૂટી પડવાની જ છે અને અવશ્ય જવાની જ છે. તારો અને આ પરપદાર્થોનો સંયોગ, માત્ર અલ્પકાલીન જ છે, તો પછી હે જીવ ! આટલી બધી મમતા શા માટે કરવી ? Page #329 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૨૯ પરપદાર્થોના આ સંબંધો અને તેની મમતા જ વધારે પડતા દુઃખનું કારણ છે. માટે હે જીવ ! સર્વ પ્રકારની મમતાને ત્યજવાનો જ અભ્યાસ કર અને બારે ભાવનાઓનું અને તેમાં પણ એકત્વભાવનાનું વધારે વધારે ચિંતન કર. જેથી તને આ સંપૂર્ણ સત્ય સમજાશે. જેનાથી તારું એકાંતે અવશ્ય હિત થશે. //૩૬ll पापं कृत्वा स्वतो भिन्नं, कुटुम्बं पोषितं त्वया । दुःखं सहिष्यसे स्वेन, भ्रान्तोऽसि हा महान्तरे ? ॥३७॥ ગાથાર્થ - હે જીવ! તારા આત્માથી ભિન્ન એવા પુત્રાદિ પરિવારનું પોષણ હિંસા-જૂઠ આદિ અનેક પ્રકારનાં પાપો સેવીને તેં કર્યું છે પણ તે કરેલાં પાપોનું ફળ તું એકલો જ ભવાંતરમાં ભોગવવાનો છે તો પણ દુઃખની વાત છે કે તું કંઈ સમજતો કેમ નથી ? તું કોઈ મોટી મોહજાળમાં જ ફસાઈ ગયો છે. I૩૭ll. વિવેચન - પાપ એ દુ:ખનું જ કારણ છે. જે જે જીવોએ પાપો કર્યા છે, તે તે જીવો તેનાથી દુઃખી થયા છે. આવું તું નજરે દેખે છે અને મનથી સમજે છે. છતાં તારાથી ભિન્ન એવા કુટુંબ-પરિવારનું ભરણપોષણ કરવા માટે હે જીવ ! તું સાચું બોલ હિંસા-જૂઠ-ચોરી ઇત્યાદિ ૧૮ પાપસ્થાનકોમાંનું કયું પાપસ્થાનક નથી સેવતો ? મોટાં મોટાં કારખાનાં નાખીને તથા બીજા પણ પાપવાળા મોટા વ્યાપારો કરીને તેનાથી બાંધેલા પાપકર્મોને કારણે નરકાદિ દુર્ગતિમાં ભયંકર દુઃખો તારે એકલાને જ ભોગવવાનાં છે. હે જીવ ! તને આવો વિચાર પણ ક્યારે કેમ આવતો નથી ? કે આ સંસારમાં કોઈપણ પ્રકારની સંપત્તિ કે માનપાન કોઈપણ જીવ શું પરભવમાં સાથે લઈ ગયો છે ? પરભવથી સાથે લઈને આવ્યો છે ? Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ પંચમ પ્રસ્તાવ યોગસાર ક્યારેય આવું બનતું નથી અને તું ઘણી મમતાથી તે બાહ્ય સંપત્તિ અને બાહ્ય સંજોગોની સાથે મમતાથી રમે છે ? તને આ સંબંધી વિચાર પણ કેમ આવતો નથી ? તેથી તું કોઈ મોટા ભૂલાવામાં પડ્યો છે. જેમ જંગલમાં ભૂલો પડેલો માણસ દિશાઓના ભ્રમના કારણે માર્ગ ભૂલી જવાથી આમતેમ ભટક્યા જ કરે છે, તેમ તું પણ મોહજન્ય મિથ્યાભ્રમણાથી આ ભવમાં ભટકતો જ રહે છે. આવા પ્રકારની ભ્રામક મોહની વાસનાથી તું દુર્ગતિનાં દુઃખો જ ભોગવીશ. માટે હે જીવ ! કંઈક સાચું તત્ત્વ તું સમજ. ડાહ્યો થઈ જા અને મોહજાળનો ત્યાગ કરી અને પરપદાર્થોનો પ્રેમ ઓછો કરી નાખ. સમ્યજ્ઞાનનું સુંદર આલંબન લઈને કુટુંબની મમતા ત્યજીને પાપવાળા વ્યવહારોનો સર્વથા ત્યાગ કરીને, તારા પોતાના આત્માનું કલ્યાણ તું સાધી લે. આ મનુષ્ય જન્મ, નિરોગી દેહ અને આવા પ્રકારનું યથાર્થ તત્ત્વજ્ઞાન ફરીથી પ્રાપ્ત થવું અતિશય દુષ્કર છે. માટે આ હિતશિક્ષાને મનમાં સ્થિર કરીને જીવનનો વળાંક બદલી નાખ. //૩૭થી चलं सर्वं क्षणाद् वस्तु, दृश्यतेऽथ न दृश्यते । अजरामरवत् पापं, तथापि कुरुषे कथम् ? ॥३८॥ ગાથાર્થ – સંસારમાં સર્વે પણ પદાર્થો ક્ષણિક છે. એક ક્ષણવાર જે વસ્તુ દેખાય છે, તે વસ્તુ બીજી ક્ષણે પાછી દેખાતી નથી તો પછી તે જીવ ! તું પોતાને અજર-અમરની જેમ માનીને હિંસા આદિ પાપોને શા માટે કરે છે ? ||૩૮. વિવેચન - આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ દ્રવ્યથી ભલે નિત્ય છે તો પણ પર્યાયથી ક્ષણે ક્ષણે સર્વે પણ વસ્તુઓ બદલાય છે. કોઈ પણ વસ્તુ સ્થિર નથી. ધન-સંપત્તિ-યૌવન-માનપાન પરિવાર આદિ Page #331 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૧ આપણા દેખતાં-દેખતાં જ ચાલ્યાં જાય છે. શરીર, આયુષ્ય, સંપત્તિ, ઇન્દ્રિયસુખ, પુત્ર, પત્ની, સજ્જન, મિત્રોનો સમાગમ આદિ સર્વે પણ ભાવો સંધ્યાના રંગની જેમ ચંચળ અને અસ્થિર છે. ઘડીક વારમાં જ હતા-ન હતા થાય છે. હે જીવ ! જે પદાર્થો સવારે-પ્રભાતવેળાએ દેખાયા હોય છે, તે પદાર્થો સાંજે દેખાતા નથી. કદાચ દેખાય તો પણ સવારે જેવા હોય છે, તેવા સાંજે હોતા નથી. માટે સંધ્યાના રંગ જેવો જ આ સંસાર છે. છતાં હે ચેતન ! આ વાત તું કેમ સમજતો નથી ? તું આ સઘળા સંબંધોને નિત્ય માનીને તારી પોતાની જાતને અજરામર માની લઈને હિંસા-જૂઠ આદિ અઢારે પ્રકારનાં પાપસ્થાનકો સેવીને ભારેકર્મી તું કેમ થાય છે ? તને આ કેમ નથી સમજાતું કે “આ જીવ એકલો આવ્યો છે અને એકલો જ જવાનો છે, કરેલાં કર્મો એકલો જ ભોગવે છે અને એકલો જ ભોગવવાનો છે” પોતાનાં કરેલાં કર્મોનું ફળ પોતે એકલો જ ભોગવે છે. હે જીવ ! નરકના ભવોમાં અને નિગોદના ભવોમાં તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયના ભવોમાં જે વ્યક્ત દુ:ખ તથા અવ્યક્ત દુઃખો છે, તે સઘળા દારૂણ દુ:ખો તારે એકલાને જ ભોગવવાનાં છે. હિંસા આદિ પાપસ્થાનકોને તું હોંશે હોંશે સેવે છે, પરંતુ તેનાં ફળો ઘણાં માઠાં અને કડવા વિપાકવાળાં છે. માટે હવે કંઈક સમજ, ડાહ્યો થા. પંચેન્દ્રિયનો ભવ પામ્યો છે, તથા જૈનશાસન પામ્યો છે. ત્યારે તારી પોતાની બુદ્ધિનો તું ઉપયોગ કર. આવી તક ફરી મળવાની નથી. આવા પ્રકારનાં પાપોનો ત્યાગ કરવો, એ જ ઉચિત માર્ગ છે. આવાં પાપોનો ત્યાગ માનવભવમાં અને સાધુ જીવનમાં જ વધારે શક્ય છે. માટે સંસાર ત્યજીને સાધુ જીવન સ્વીકારવાના વિચારવાળો થા, પાપરહિત Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ પંચમ પ્રસ્તાવ યોગસાર તારું જીવન બનાવ, આ માનવભવ ફરીથી પ્રાપ્ત થવો ઘણો જ દુષ્કર છે. અને તેમાં પણ આવા સાનુકુળ સંજોગો મળવા વધારે દુષ્કર છે. કદાચ મનુષ્ય ભવ મળી જાય, પરંતુ તેમાં ઉચ્ચકુળ મળવું, જૈન ધર્મ મળવો અને જૈન ધર્મના સંસ્કાર પ્રાપ્ત થવા અતિશય અતિશય દુષ્કર છે. માટે હે જીવ ! તું કંઈક વિચાર કર અને તારા આત્માનું કલ્યાણ સાધી લે. આળસ અને પ્રમાદ છોડીને આત્માનું હિત થાય તેવા વિચારો કરી લે. ॥૩૮॥ सप्तधातुमये श्लेष्ममूत्राद्यशुचिपूरिते । शरीरकेऽपि पापाय, कोऽयं शौचाग्रहस्तव ॥३९॥ ગાથાર્થ – સાત ધાતુના બનેલા, મળ, મૂત્ર અને શ્લેષ્માદિ ગંદા પદાર્થોથી (અશુચિથી) ભરેલા એવા આ શરીર ઉપર પવિત્રતાનો તારો આગ્રહ એજ મહાપાપનું કારણછે. તને આવો આગ્રહ કેમ થાયછે?।।૩૯। વિવેચન . - આ શરીર મળ-મૂત્ર-રુધિર-માંસ-ચરબી આદિ સાત ધાતુઓનું બનેલું છે. ઉપર ઉપરથી મલમલ જેવી ચામડી મઢેલી છે. અંદરથી બધા જ પદાર્થો દુર્ગંધ અને અશુચિથી જ ભરેલા છે. તેમાં પવિત્રતાનો આગ્રહ રાખવો તે કેવળ મોહદશા જ છે. બજારમાં જે પોકેટનું ખોખું જ બહુ સારૂં હોય, પરંતુ ખોખાની અંદર દુર્ગંધવાળો અને ન જોઈ શકાય, ન ખાઈ શકાય, તેવો જ પદાર્થ ભરેલો હોય તો તે ખોખાનો કોઈ મોહ કરતું નથી. તેમ આ શરીર દુર્ગંધભૂત પદાર્થોથી જ ભરેલું છે, તેમાં પવિત્રતાની બુદ્ધિ કરવી તે મોહમાત્ર જ છે. આવી દુર્ગંધવાળી કાયાને પવિત્ર બનાવવા માટે વારંવાર સ્નાન કરવું, હાથ-પગ ધોવા, હાથ-પગ ધોવાની ક્રિયા કરવી ઈત્યાદિ ક્રિયા હે જીવ ! તું કરી રહ્યો છે. વારંવાર સ્નાનાદિ કરે છે, તો પણ Page #333 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૩ અંદરનો એક પણ પદાર્થ દુર્ગધ વિનાનો બન્યો નથી. આટલું બધું શરીર દુર્ગધથી ભરેલું છે. ઘણા લોકો ગંગાસ્નાન કરીને પોતાના શરીરની પવિત્રતા માને છે. પરંતુ આ શરીર મલ-મૂત્રાદિ સાતે ધાતુથી ભરેલું છે, મળ-મૂત્રાદિ અને વિષ્ટાદિથી અશુચિમય જ છે. શરીરને સ્વચ્છ કરવા માટે તેના ઉપર લગાડાતું કેસર-ચંદન-કસ્તુરી-સુગંધી તેલ આદિ પદાર્થોને પણ શરીર અપવિત્ર બનાવે છે. આટલું બધું શરીર દુર્ગધથી ભરેલું છે. જે દેહને સુગંધી કરવા માટે જળ-ચંદનાદિનું વિલેપન કરાય છે. તે જળ ચંદનાદિને પણ આ દેહ દુર્ગધીમય બનાવે છે, એવું આ શરીર છે. તો પછી આ શરીરને સ્વચ્છ બનાવવાનો જે આગ્રહ રાખવો તે મિથ્યાશ્રમમાત્ર જ છે. શરીરને પવિત્ર બનાવવાની બુદ્ધિ જ ખોટી છે. એટલે તે માટે જળ-ચંદનાદિનો ઉપયોગ કરીને હિંસા કરવી, આ મિથ્થાબુદ્ધિ છે. આમ અશુભ કર્મોનો બંધ જ આ જીવ કરે છે અને તેનાથી અપાર દુ:ખોને જ ઉત્પન્ન કરે છે. માટે હે જીવ ! તું શરીરનો મોહ છોડીને અહિંસા, સંયમ અને તપધર્મનું સેવન કર. વિધિપૂર્વક ધર્મ કરીને આત્માનું કલ્યાણ કરવાનો આ અવસર છે. માનવભવ વિના બીજા કોઈપણ ભવોમાં આ સામગ્રી મળવી અતિશય દુષ્કર છે. માટે હે જીવ ! કંઈક ચેતી જા. આ ચેતવાનો જ અવસર છે. ફરી ફરી તને સમજાવીએ છીએ. / ૩૯lી. शारीरमानसैर्दुःखैर्बहुधा बहुदेहिनः । संयोज्य साम्प्रतं जीव, भविष्यसि कथं स्वयम् ? ॥४०॥ ગાથાર્થ – હે ચેતન ! હમણાં હમણાં તું અનેક જીવોને શારીરિક અને માનસિક બહુ પ્રકારનાં દુ:ખોની સાથે વારંવાર જોડે છે, અર્થાત્ તું ઘણી હિંસા કરી છે. તો તેનાથી ભવિષ્યમાં તારું શું થશે ? દુઃખ જ આવશે. ૪૦મી. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ પંચમ પ્રસ્તાવ યોગસાર વિવેચન - આપણા શરીરમાં જેવો આપણો આત્મા છે, તેવો જ આત્મા સર્વ જીવોના શરીરમાં છે. જ્યાં જ્યાં જીવદ્રવ્ય હોય છે, ત્યાં ત્યાં તે તે જીવને સુખ દુઃખનું અવશ્ય સંવેદન થાય જ છે. હે જીવ ! તું હિંસા આદિ પાપોમાં રચ્યો પચ્યો રહે છે. તેનાથી ઘણા જીવોને માનસિક અને શારીરિક પીડા ઉત્પન્ન થાય છે. જેવો તારા શરીરમાં તારો જીવ છે, તેવો જ જીવ સર્વે પણ જીવોના શરીરમાં છે. કોઈપણ જીવને પીડા કરીએ અથવા દુઃખ આપીએ તેમાં અધર્મ અને પાપ લાગે જ છે. માટે કોઈ પણ જીવને અલ્પ માત્રાએ પણ દુ:ખ આપવું તે ઉચિત નથી. “ઉપયોગ” એ સર્વ જીવોનું લક્ષણ છે. ઉપયોગ લક્ષણથી સર્વે પણ જીવો સમાન છે. પરસ્પર ઉપકાર કરવો એ આ જીવનું કર્તવ્ય છે. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “પરસ્પરોપગ્રહો નીવાનામ્” ઉપગ્રહ કરવો એટલે કે ઉપકાર કરવો એ આ જીવનો સ્વભાવ છે. કોઈ પણ એકેન્દ્રિયાદિ જીવોની હિંસા કરવાથી તે જીવોને જે પ્રકારની પીડા થાય છે, તેવા પ્રકારની પીડા કાળાન્તરે હિંસક જીવને પણ ભોગવવી પડે છે. હે જીવ! તું તારા જીવનમાં મોજ-શોખ અને વિકાર-વાસનાના વ્યવહારમાં અનેક જીવોને શારીરિક અને માનસિક ત્રાસ વારંવાર આપતો જ રહે છે. તેથી પરભવમાં હે જીવ ! તારા આત્માનું શું થશે? તેનો તો કંઈક વિચાર કર. બીજા જીવો પણ જીવ છે. પીડા કોઈને પણ ગમતી નથી. જો તને જે પીડા ન ગમે તે પીડા બીજાને કેમ અપાય ? માટે અન્ય સર્વે પણ જીવોને આત્મતુલ્ય માનીને નાના-મોટા કોઈપણ જીવની હિંસાનો તું ત્યાગ કર અને સર્વે પણ જીવોનું કલ્યાણ થાય, તેવું ચિંતન-મનન કર તથા તેવા હિતકારી અને કલ્યાણકારી વચનો બોલ તથા તારી પોતાની કાયાને એવી રીતે જયણાપૂર્વક પ્રવર્તાવ કે જેથી અન્યને કોઈ પીડા ન થાય. //૪ Page #335 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૫ धर्मं न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः । कल्ये हि त्रास्यते कस्त्वां, नरके दुःखविह्वलम् ॥४१॥ ગાથાર્થ - હે મૂર્ખ જીવ ! હમણાં તું પ્રમાદને વશ થયો છતો ધર્મ કરતો નથી, પરંતુ આવતીકાલે આવતા ભવમાં નરકાદિ દુર્ગતિમાં જઈને પીડાથી આકુળ-વ્યાકુળ થઈશ, ત્યારે તને કોણ બચાવશે? II૪૧// વિવેચન - ધર્મ વિના બીજા કોઈનું પણ શરણ સાચું નથી. ધર્મનો જ એક એવો પ્રતાપ છે કે દુર્ગતિમાં જતા જીવને દુર્ગતિને બદલે સદ્ગતિમાં લઈ જાય છે. મોહની વૃત્તિઓ વિના જો નિષ્કામપણે ધર્મનું આરાધન કરવામાં આવે તો તીવ્ર એવા મોહના દોષો (રાગ-દ્વેષાદિ) તથા જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મો અને અસાતા-નીચગોત્રાદિ કર્મોનો નાશ થાય છે. ધર્મથી જ કર્મોનો નાશ થાય છે. પાપો કરવાથી અસાતા આદિ બંધાય છે. માટે હે જીવ ! તું કંઈક સમજ, આ નરજન્મ, જૈન ધર્મના સંસ્કારો અને ઉત્તમ ગુરુઓનો યોગ ફરીથી મળવો અતિશય દુષ્કર છે. તે માટે અહિંસાદિ ધર્મ અનુષ્ઠાનોનું ઘણા જ આદર બહુમાનપૂર્વક આચરણ કરીને આત્મહિત સાધી લે. “સમય માત્રનો પણ પ્રમાદ કરવો તે ઉચિત નથી” આ પ્રમાણે ભગવાનશ્રી મહાવીરદેવે સ્વયં કહ્યું છે - “સમયે નાયમ પમાયણ' પરમાત્માની વાણી આ પ્રમાણે હોવા છતાં પણ તે જીવ ! તું કંઈ પણ વિચાર કેમ કરતો નથી અને નિરંતર વિષય-કષાયો-નિદ્રા (નિંદા)વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદોને વશ થયો છતો ચારિત્રધર્મનું જરા પણ પાલન કરતો નથી, પણ ધર્મ વિના નરકાદિમાં દુ:ખ પામતા તારા જીવને કોણ બચાવશે ? નિગોદાદિ ભવોમાં ભયંકર ઘોર પીડાઓ ભોગવતા તારા આત્માને Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ પંચમ પ્રસ્તાવ યોગસાર કોણ બચાવશે. હે જીવ ! તું કંઈક વિચાર કર. આ માનવભવ આવા પ્રકારના ઉત્તમ વિચારો અને આચારો માટે જ મળે છે. તેનો તું સદુપયોગ કર, પરંતુ દુરુપયોગ ન કર અને તારા ભવને સુધારી લે. ૪૧ कन्धराबद्धपापाश्मा, भवाब्धौ यद्यधोगतः । क्व धर्मरज्जुसम्प्राप्तिः, पुनरुच्छलनाय ते ॥४२॥ ગાથાર્થ - હે જીવ ! પાપોરૂપી પત્થર બાંધ્યો છે ગળામાં જેણે એવો તું જો ભવસાગરમાં નીચે ચાલ્યો જઈશ તો ફરીથી ઉપર આવવા માટે ધર્મરૂપી રજ્જુની (દોરડાની) પ્રાપ્તિ તને ક્યાંથી થશે ? ।।૪૨।। વિવેચન – હે જીવ ! તને આ વિચાર કરવાની તક છે કે, પાંચે ઇન્દ્રિયોના વિષયસુખમાં તું મ્હાલે છે, પણ કંઈક ચિંતન કર. હાલ વિષયોની આસક્તિના કારણે તું તારા ગળામાં ઘોર હિંસાદિ કરવાસ્વરૂપે પાપોરૂપી શીલાઓ નાખે છે, તે પાપરૂપી શીલાઓના ભારથી વધારે પ્રમાણમાં દબાયેલો એવો તું વધારે ને વધારે નીચે જઈશ અને એટલો બધો ઊંડો જ્યારે ખૂચી જઈશ ત્યારે હે જીવ ! ત્યાંથી એટલે કે ઊંડા સંસાર રૂપી કાદવમાંથી તને બહાર કોણ કાઢશે ? આ આત્મા મહામહેનતે ઉપર ચઢે છે. પરંતુ ઉપર ચઢીને સમ્યક્ત્વાદિ ગુણોથી ભ્રષ્ટ થયેલા જીવને ઉપર ચઢવું અતિશય ઘણું જ મુશ્કેલ છે. પ્રતિપાતી પરિણામવાળા જીવને ઉપર ચઢવાના પરિણામો જલ્દી આવતા નથી. આ સંસારમાં આવા પ્રતિપાતી જીવો ઘણા જ છે અર્થાત્ અનંતા છે. સમ્યક્ત્વથી પતન થવામાં કારણભૂત શ્રી અરિહંત પરમાત્માની આશાતના, તેઓની આજ્ઞાનો ભંગ, સદ્ગુરુની અને જૈન શાસનની ઘોર આશાતના તથા ગાઢ મિથ્યાત્વ આદિ દોષો તેમાં કારણભૂત છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૭ માટે હે જીવ ! તું એકાંતમાં બેસીને કંઈક વિચાર કર અને હિંસા આદિ જૂર પાપો ત્યજીને સંયમની સાધનામાં સ્થિર થા. અનશન આદિ બાહ્ય અત્યંતર તપનું આસેવન કર. જેના કારણે દુર્ગતિમાં જવું ન પડે. એક સમય પણ જો તું પ્રમાદ કરીશ તો કંડરીક ઋષિની જેમ નરકાદિ દુર્ગતિમાં પડીશ અને ત્યાં પડ્યા પછી ફરીથી ધર્મની પ્રાપ્તિ થવી અને ઉપર આવવું અતિશય દુષ્કર થશે. માટે વર્તમાનકાળમાં મળેલી ધર્મસામગ્રીને વિશુદ્ધ-નિર્મળ ચારિત્રધર્મની આરાધના કરવા દ્વારા સફળ બનાવ. હે જીવ ! ફરી ફરી આવી સામગ્રી મળવી અતિશય દુષ્કર છે. જો તું ભૂલ કરીશ તો ઘણો જ ડૂબી જઈશ. પસ્તાવાનો પાર રહેશે નહીં. જે જે સામગ્રી અતિશય દુર્લભ કહેવાય છે તે તે સામગ્રી લગભગ તને મળી ગઈ છે. માટે હવે મોહદશાને ત્યજીને સજાગ બની જા અને આત્મકલ્યાણના પુરુષાર્થને ઝડપથી સ્વીકારી લે. જરા दुःखकूपेऽत्र संसारे, सुखलेशभ्रमोऽपि यः । सोऽपि दुःखसहस्रेणानुविद्धोऽतः कुतः सुखम् ॥४३॥ ગાથાર્થ -દુ:ખોથી ભરેલા આ સંસારરૂપી કૂવામાં સુખનો લેશમાત્ર છે. આવો ભ્રમ માત્ર પણ જો કરવામાં આવે તો પણ હજારો દુ:ખોથી ભરપૂર ભરેલો તે ભ્રમ નીવડે છે, તો પછી હે જીવ ! તને સુખ ક્યાંથી પ્રાપ્ત થશે ? ||૪૩ી. વિવેચન - આ સંસાર એ એક પ્રકારનો કૂવો જ છે અને તે આધિવ્યાધિ અને ઉપાધિઓથી ભરપૂર ભરેલો છે. ત્યાં સુખનો લેશમાત્ર નથી, તો પણ મોહાંધ જીવને મધુબિંદુના દૃષ્ટાંતે સુખ બુદ્ધિ થાય છે અને મોહાંધતાના કારણે પાંચ ઇન્દ્રિયોના ઇષ્ટ વિષયોની પ્રાપ્તિકાલે તેમાં સુખ બુદ્ધિ થઈ જાય છે. પરંતુ તે સુખનો એક લવમાત્ર રૂ૫ અંશ, હજારો બીજી આપત્તિઓને પ્રગટ કરે જ છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ પંચમ પ્રસ્તાવ યોગસાર કારણ કે વિષયોથી જે સુખ પ્રાપ્ત થાય છે, તે આત્માથી ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય છે અર્થાત્ પરદ્રવ્ય છે અને તે પરદ્રવ્યના યોગે આ જીવ તેમાં સુખબુદ્ધિ કરે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અનુકુળ વર્ણગંધ-રસ-સ્પર્શ અને શબ્દ હોય તેને જ આ જીવ સુખ માની લે છે. પરંતુ તે વાત આ જીવ ભૂલી જાય છે કે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ સારા મનગમતા હોય, એમ બને પણ તે પરદ્રવ્ય છે. આ આપણા આત્માનું દ્રવ્ય નથી, માટે તેમાં મોહ કરવો નિરર્થક છે. જેમ ગમે તેટલી રૂપવતી અને સુંદર દેખાવડી સ્ત્રી હોય, મનોહર હાવભાવવાળી હોય તો પણ તે પરની સ્ત્રી હોય તો ત્યાં મોહ કરવો ઉચિત નથી, તેમાં શિક્ષા જ પ્રાપ્ત થાય. તેમ મોહક એવા પણ પુદ્ગલદ્રવ્યમાં પ્રેમ કેમ કરાય ? ત્યાં શિક્ષા જ થાય. તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય એ પરદ્રવ્ય છે. કોઈપણ કાર્યમાં તેનો સાધનભાવે નિર્મોહીપણે ઉપયોગ કરાય, પરંતુ પારદ્રવ્ય હોવાથી મોહ ન કરાય, તેમ અહીં પણ સમજી લેવું. ખરેખર તો ભભકાદાર વર્ણાદિવાળું જે દ્રવ્ય છે, તે પુદ્ગલ દ્રવ્ય હોવાથી તે જીવ ! તારૂં છે જ નહીં, પછી તેમાં આટલી બધી મોહાંધતા શા માટે ? ગુણોની રમણતા રૂપ જે સુખ છે, તે જ આત્માનો ગુણ છે. બાકી પૌદ્ગલિક મનોહરતામાં જે સુખ બુદ્ધિ થાય છે તે તો સાતા વેદનીયકર્મના ઉદયથી અને મોહનીયકર્મના ઉદયથી થાય છે. હે આત્મા ! આ વિષયજન્ય સુખ એ તારું સ્વરૂપ જ નથી. સ્વગુણોની રમણતાનું સુખ એ તારૂં સ્વરૂપ છે. માટે ભૌતિક સુખ મેળવવા માટે ધન-સ્ત્રી અને સંપત્તિનો તું સંગ્રહ કરે છે અને તેની વિશેષ વિશેષ પ્રાપ્તિ થાય એટલા માટે ખેતી-નોકરી-વેપાર અને યુદ્ધાદિ તું ખેલે છે. તેના માટે તું હિંસાદિનું સેવન કરે છે અને તેનાથી અઢારે પાપસ્થાનકો સેવવાં પડે છે. Page #339 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૯ આ રીતે પાપોના કારણે આ ભવમાં અને પરલોકમાં પણ આ જીવ દુઃખ-સંતાપ-શોક આદિ અનેક પ્રકારની યાતનાઓ પામે છે. રડતાં રડતાં દિવસો પસાર કરે છે. છેવટે તેમાં ક્યારેય સુખપ્રાપ્તિ થતી જ નથી અને કદાચ થાય તો પણ ઘડી-બેઘડી પૂરતી જ અને તેના પાછળ તેના ઉપભોગથી આવનારૂં દુ:ખ તો અપાર હોય છે. તેના કારણે આ સુખ એ સુખ કહેવાતું જ નથી. હે જીવ ! તું પોતે જ વિચાર કર કે જ્યાં લાખ રૂપિયાની કિંમતનો દાગીનો આપવો પડે અને બદલામાં માત્ર ૧૦૦ રૂપિયા જ મળે તો તેને સુખ કહેવાય કે દુઃખ જ કહેવાય! સંસારનું સુખ આવા પ્રકારનું છે. ૪૩॥ दुःखितानखिलाञ्जन्तुन् पश्यतीह यथा यथा । तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥ ४४ ॥ ગાથાર્થ - આ રીતે નિર્મળ આત્મા જેમ જેમ જગતના સર્વ જીવોને દુ:ખી દુ:ખી દેખે છે, તેમ તેમ તેનો વૈરાગ્ય વિશેષ વૃદ્ધિ પામે 8.118811 વિવેચન - આ સંસાર દુઃખમય છે. દુઃખ ફળને આપનારો છે અને દુઃખોની પરંપરાને જ સર્જનારો છે. આવું જ્ઞાની ભગવંતોએ તો આગમોમાં કહ્યું જ છે. પરંતુ ઉપર સમજાવ્યા પ્રમાણે જ્યારે આ જીવ પોતે તત્ત્વજ્ઞાની બને છે, ત્યારે તેને પોતાને પણ આ વાત બરાબર સમજાય જ છે કે અનાદિકાળથી જીવો ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા ભટકતા જન્મ-જરા-મરણ-રોગ-શોક અને ઉદ્વેગ આદિ અપાર દુ:ખોને પામ્યા છે અને પામે છે. તે જાણીને તથા પોતાની આંખે પ્રત્યક્ષ નજરે નિહાળીને આત્માર્થી આત્માનું હૃદય દ્રવ્ય કરૂણા અને ભાવકરૂણા એમ બન્ને પ્રકારની કરૂણાના રસથી છલકાઈ જાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ યોગસાર પંચમ પ્રસ્તાવ ધર્મમય જેનું જીવન છે, એવો આત્માર્થી જીવ બીજા જીવોના દુ:ખને પોતાનું જ દુઃખ છે. આમ સમજે છે. એમ માની સમ્યગ્દષ્ટિ જીવ તે તે જીવોનાં દુઃખો દૂર કરવા કરૂણાભાવથી દયાળુ બનેલા હૃદયપૂર્વક સતત પ્રયત્ન કરે છે. દેશવિરતિધર શ્રાવક-શ્રાવિકાઓ અંશથી હિંસાદિનો ત્યાગ કરીને ત્રસ જીવોની રક્ષા કરે છે અને સ્થાવર જીવોની હિંસા જેમ બને તેમ ઓછી થાય એવી જયણા પાળે છે અને સાધુ-સાધ્વીજી ભગવંતો હિંસાદિ દોષોનો સર્વથા ત્યાગ કરી, મન-વચન અને કાયાથી સ્થાવર અને ત્રસ - એમ સર્વે પ્રકારના પણ જીવોની રક્ષા કરે છે અને ઉપદેશ આપવા દ્વારા અન્ય જીવો પાસે જીવોની રક્ષા કરાવે છે તથા બંને પ્રકારના જીવોની અહિંસા પાલનારની અનુમોદના કરે છે. વર્તમાનકાળમાં પણ આવા પ્રકારના ધર્મસંસ્કારોવાળા મનુષ્યોને મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જીવોને પડતાં દુ:ખો અને દર્દી જેમ જેમ પોતાની નજરે દેખે છે, તેમ તેમ હૃદયમાં કરૂણા અને સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ભવ ઉપરનો નિર્વેદ વધતો જ જાય છે. જેના કારણે સાધુ જીવન સ્વીકારે છે અને સાધુ જીવનમાં પણ સંસારના આ સઘળાં દુ:ખો દેખીને આ આત્મા ધર્મ અનુષ્ઠાનોમાં પ્રબળ પુરુષાર્થ કરે છે. આવાં દુઃખો પોતાના જીવનમાં ન આવે તે માટે હિંસા આદિ પાપોને ત્યજીને અણુવ્રતધારી અને મહાવ્રતધારી બને છે. II૪૪ો संसारावर्तनिर्मग्नो घूर्णमानो विचेतनः । अध एव जनो याति, निकटेऽपि तटे-हहा ॥४५॥ तिर्यग्गोऽयं यथा च्छिन्दन् नद्याः स्यात् पारगः सुधीः । भवस्यापि तथोत्सर्गापवादकुशलो मुनिः ॥४६॥ Page #341 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૪૧ ગાથાર્થ – ખરેખર દુઃખની વાત છે કે સંસારરૂપી આવર્તમાં ડૂબેલો આ જીવ કિનારો નિકટવર્તી હોવા છતાં પણ બેહોશ બનેલો આ જીવ નીચે નીચે જ જાય છે. /૪પી પરંતુ જેમ કુશળ તરવૈયો નદીમાં તિથ્થુ ગમન કરતો છતો નદીના પ્રવાહને કાપતો છતો નદીને પાર કરે છે, તેની જેમ ગીતાર્થ તથા ઉત્સર્ગ-અપવાદના જાણ એવા મુનિ મહારાજા પણ વિશુદ્ધ સંયમની આરાધના કરવા દ્વારા સંસારસાગરને તરીને મોક્ષનગરમાં પહોંચે છે. //૪૬ll. વિવેચન - આ સંસાર અનેક જન્મોની પરંપરા રૂપ છે. તેથી જાણે સાગર હોય એમ કલ્પાય છે. એટલે સંસાર સાગર કહેવાય છે. અનાદિકાળથી આ જીવ આ સંસારમાં જન્મ-મરણ કર્યા જ કરે છે અને જો સમ્યક્વાદિ ગુણ પ્રાપ્ત ન કરે તો અનંતકાળ સુધી ભાવિમાં પણ આ સંસારમાં જન્મ-મરણ કરતો જ રહે છે, એટલે સંસારને સાગરની ઉપમા ઘટે છે. તે સંસાર-સાગરમાં ડૂબેલો અર્થાત્ સંસાર સાગરમાં જે આવર્તે પાણીનાં ઉપર નીચે થતાં જે મોજાં, તેમાં ડૂબેલો, એટલે કે સુખી-દુઃખી, ઉંચી-નીચી અવસ્થાને પામતો આ જીવ સંસાર સાગરમાં નિમગ્ન (ડૂબેલો) કહેવાય છે. આવા પ્રકારના આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં ક્યારેક અલ્પકર્મી થયો છતો પોતાની ભવસ્થિતિ (ભવમાં ભટકવાની પરિસ્થિતિ)નો પરિપાક થવાથી સંસાર સાગરના કિનારા સુધી લગભગ આવી ચૂક્યો હોય અર્થાત્ જેમ સમુદ્રનો કિનારો નજીક આવ્યો હોય તેમ જેના ભવો હવે લગભગ પૂર્ણ થવા આવ્યા હોય, થોડાક જ ભવો કરવાના બાકી હોય ત્યારે પણ કિનારો નજીક દેખાતો હોય તેવા કાળમાં પણ વિષયો અને કષાયોના તીવ્ર આવેશો આવતાં પોતાના આત્માનું Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પંચમ પ્રસ્તાવ યોગસાર ભાન ભૂલી જઈને સંસારિક સુખમાં એટલે કે કંચન-કામિનીના ઉપભોગમાં આસક્ત-તન્મય બની જઈને ઊંડા એવા આ ભવસાગરમાં આ જીવ ડૂબી જાય છે. જેમ કે કંડરીક મુનિ, કુલવાલક મુનિ, બ્રહ્મદત્ત ચક્રવર્તી વિગેરે અનેક જીવો પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અને તેના દ્વારા થતા કષાયોમાં આસક્ત થયા છતા સંસાર સાગરમાં ડૂબી ગયા છે અને ડૂબી જાય છે. આ સઘળી કરામત મોહનીય કર્મની છે. રાગ અને દ્વેષની જ કરામત છે. આવું સમજીને સાગરમાં ડૂબતાં ડૂબતાં જેમ કોઈ પર્વતના જેવું સ્થિર ઉભા રહેવાનું સ્થાન મળી જાય, તેમ દશ દૃષ્ટાંતે દુર્લભ એવા માનવભવને પ્રાપ્ત કરીને તેમાં પણ સગુરુનો યોગ-સાચો માર્ગ-નિરોગી દેહ, જૈનશાસન ઇત્યાદિ આત્મકલ્યાણરૂપ સાધ્ય સાધવાની સામગ્રી મળે છતે સદ્ગુરુ પાસે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ જાણીને તેનો યથાસ્થાને પ્રયોગ કરીને તેઓની જ પાસેથી નિશ્ચયમાર્ગ અને વ્યવહારમાર્ગનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરીને સમ્યજ્ઞાન અને સમ્યક ક્રિયારૂપી ઉત્તમ આલંબન મેળવીને સતત જ્ઞાનાભ્યાસમાં અને ચારિત્રપાલનમાં રક્ત બની – ઓતપ્રોત થઈને શ્રી તીર્થંકર પરમાત્માએ કહેલાં જિનાગમોને= પિસ્તાલીસ આગમોનું યથોચિત જ્ઞાન પ્રાપ્ત કરીને તેના જ આલંબને આગળ વધતો વધતો તે જીવ કુશળ તરવૈયાની જેમ આ ભવસાગરના કિનારે આવે છે. અહીં સુધી આવવામાં નિશ્ચય-વ્યવહારનું યથાર્થ જ્ઞાન, યથાર્થ સંયમ પાલન, ઉત્તમ ગુરુજીની નિશ્રા, મોહદશા ઉપરનો કાબૂ ઇત્યાદિ આલંબનોની અતિશય જરૂર રહે છે. તેને પ્રાપ્ત કરીને તેનાથી મોહદશાને ચકચૂર કરીને લગભગ કિનારા સુધી આવેલો આ જીવ વધારે ઉત્સાહિત થયો છતો કર્મો ખપાવવા માટે ઉપસર્ગો આવે તો પણ સહન કરવા Page #343 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૪૩ અને અચલિત સ્વભાવમાં રહેવાની કોશિશ કરે છે. આમ કરતાં કરતાં સંસારી ભાવોનો મોહ ઘટાડતો ઘટાડતો ઇષ્ટ વસ્તુઓની રાગદશા અને અનિષ્ટ વસ્તુઓની દ્રષદશા ભૂલી જઈને અતિશય ઉદાસીન સ્વભાવવાળો (જે કાળે જેવા સંજોગો હોય તે કાળે તેવા સંજોગોમાં પોતાની આત્મજાગૃતિને પૂરેપૂરી સાચવી રાખનારો) આ જીવ બને છે. ક્યાંય મોહદશામાં અંજાતો નથી, જેમ નદીનું પૂર સામે આવતું હોય ત્યારે કુશળ તરવૈયો તિર્ફે ચાલીને તે પૂરને જેમ પસાર કરે છે, તેમ આ જીવ પણ રાગ-દ્વેષ ઉત્પન્ન થાય તેવી મોહજનક સામગ્રી આવે છતે પણ તેમાં જરા પણ થાપ ખાધા વિના સજાગ રહીને આગળ વધે છે. પોતાની નાની-મોટી ભૂલો ન થઈ જાય તે માટે ગીતાર્થ મુનિઓની નિશ્રામાં જ વર્તે છે. આમ ઉત્કૃષ્ટ ચારિત્ર ધર્મની આરાધના કરતાં કરતાં જ્ઞાન-દર્શનચારિત્ર ધર્મની સાધના કરતાં કરતાં, મોહદશાનો પરાભવ કરતાં કરતાં સાનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં એકદમ સમભાવવાળા બનીને કર્મોના ભૂકા બોલાવતો બોલાવતો આ જીવ કિનારાની અતિશય નજીક આવી જાય છે કે જયાં હવે ડૂબવાનો ભય રહેતો નથી. ત્યાં આવીને ક્ષપકશ્રેણી માંડીને ક્ષીણમોહી બનીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી અતિશય નજીક દશાને પામે છે. ll૪૫-૪૬ll एभिः सर्वात्मना भावैर्भावितात्मा शुभाशयः । कामार्थविमुखः शूरः, सुधर्मैकरतिर्भवेत् ॥४७॥ ગાથાર્થ – ઉપર જણાવેલી મોહની દશાનો નાશ કરે એવી સર્વ પ્રકારની સામગ્રી દ્વારા મોહને ચકચૂર કરીને સર્વ પ્રકારના ઉત્તમ ભાવોથી સંસ્કારિત છે. આત્મા જેનો એવો ભાવિતાત્મા ઉત્તમ Page #344 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ યોગસાર આશયવાળો બન્યો છતો કામદશા અને વિષયાસક્તિ દશાથી પરાશ્રુંખ બનીને શૂરવીર પુરુષની જેમ ઉત્તમ ધર્મની આરાધનાના કાર્યમાં લયલીન બને છે. ૫૪૭ના ૩૪૪ વિવેચન - હવે આ વાતનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર મહાત્મા જણાવે છે કે મોહના સંસ્કારો આજ-કાલના નથી. અનાદિકાળના છે. ગાઢા છે, રૂઢ થયેલા છે. કપડામાં પડેલા ઉંડા ડાઘને કાઢવો જેમ મુશ્કેલ છે, તેમ આ મોહદશાના સંસ્કારો ઉપર વિજય મેળવવો ઘણો જ દુષ્કર છે, તો પણ ગુરુનિશ્રા, આગમોનો અભ્યાસ, સતત જ્ઞાનાભ્યાસમાં લયલીનતા અને ઉત્તમ આત્માઓની નિશ્રામાં જ વર્તવાપણું. આવાં આલંબનોથી મોહદશાનો નાશ કરીને ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને આ જીવ સર્વજ્ઞ-સર્વદર્શી અર્થાત્ કેવળજ્ઞાની અને કેવળદર્શી બને છે. સંસાર સાગરને તરે છે. મોહજન્ય વિકલ્પોવાળી દશામાંથી નિર્વિકલ્પ દશાને પામે છે. કેવળજ્ઞાનવાળી દશાને પ્રાપ્ત કરવા માટેના આ તમામ ઉપાયો છે. (૧) ઔચિત્ય વ્યવહાર, (૨) આત્મતત્ત્વના સાધક વ્યવહાર, (૩) સદાચારી જીવન, (૪) ઉપસર્ગો સહન કરવાની તૈયારી, (૫) ગમે તેવા કપરા પ્રસંગોમાં પણ ક્રોધાદિ ચારે કષાયો ઉપર અતિશય કાબૂ, (૬) મગજમાં પાંચે વિષયોની ભયંકરતાની ઊંડી સમજ, (૭) ભવ વધી જાય તેનો અતિશય ભય, (૮) એટલે ડગલે ને પગલે બરાબર સજાગ-સાવધાન, (૯) કોઈના પણ ઉપર રાગ કે દ્વેષ ન આવી જાય તેના માટે અત્યંત જાગ્રતિ. આવા આવા અનેક ઉત્તમ સંસ્કારોથી પોતાના આત્માને ભાવિત બનાવીને અતિશય નિર્મળ અને વિશુદ્ધ એવી પરિણામની ધારાને ધારણ કરીને મોહની સામે અતિશય સાવધાન અને શૂરવીર સાધક બનીને Page #345 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૪૫ કંચન-કામિનીની મોહદશાને જીતીને અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ રૂપ ઉત્તમ આત્મધર્મનું પાલન કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો પૂરેપૂરા જુસ્સા સાથે આ જીવ પ્રયત્ન કરે છે. તેમાં આવતા ઉપસર્ગ-પરિષદો સહન કરે છે. | ઉત્તમ ગુરુવર્યોની સેવા કરીને શાસ્ત્રોના અધ્યયને જ ઘણું મહત્ત્વ આપીને તે દિશામાં આ જીવ એવો લયલીન બની જાય છે કે જાણે પરમાનંદરૂપી અમૃતનું પાનું જ કરતો હોય તેવો લીન બની જાય છે. આવો નિર્વિકારી, મોહને જીતનાર બનીને શ્રી વીતરાગ પરમાત્માના સાલંબન ધ્યાન દ્વારા નિરાલંબન ધ્યાનમાં આવવાનો પ્રયત્ન કરે છે. તેમાં સફળતા પ્રાપ્ત કરીને નિરાલંબન ધ્યાન દ્વારા ઘાતકર્મોનો ક્ષય કરીને આ જ આત્મા કેવળજ્ઞાની અને કેવળદર્શની બને છે. મોહસાગરને તરી જાય છે. અનાદિકાળથી દબાયેલા આત્માના સર્વ ગુણો પ્રગટ કરે છે. શેષ અઘાતી કર્મોને ખપાવવા પરોપદેશ આપવા રૂપ ધર્મકાર્ય કરતો કરતો શેષ આયુષ્યની પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી ગામાનુગામ વિહાર કરે છે. //૪૭ll. इति तत्त्वोपदेशौघक्षालितामलमानसः । निद्वन्द्व उचिताचारः, सर्वस्यानन्ददायकः ॥४८॥ ગાથાર્થ આ પ્રમાણે તત્ત્વના ઉપદેશ રૂપી જળસમૂહથી પ્રક્ષાલિત કર્યું છે અને નિર્મળ બનાવ્યું છે મન જેણે એવો તે યોગી રાગ-દ્વેષ તથા કામ-ક્રોધ આદિ દ્વન્દ્રોને જીતીને પોતાની ભૂમિકાને ઉચિત જ્ઞાનાચારાદિનું શ્રેષ્ઠ આચરણ કરીને સર્વ લોકોને આનંદ આપનારો બને છે. ll૪૮ વિવેચન - આ યોગસાર નામના ગ્રંથમાં ગ્રંથકાર મહર્ષિએ આત્માનું કલ્યાણ થાય તે રીતે ભાવો વર્ણવ્યા છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ યોગસાર ૩૪૬ પંચમ પ્રસ્તાવ પાંચે પ્રસ્તાવોમાં દેવતત્ત્વ-ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વનું સાચું સ્વરૂપ જણાવ્યું છે. આ દેવ-ગુરુ અને ધર્મ આ ત્રણે તત્ત્વો એ સાચી સાધનાના ઉપાયો છે. તે ત્રણે તત્ત્વોનું ચિંતન-મનન કરવાથી કુદેવ-કુગુરુ અને કુધર્મથી અલગ રહીને યથાર્થ માર્ગ હાથ લાગવાથી સાધક એવા આ જીવનું ચિત્ત અતિશય નિર્મળ બને છે અને નિર્મળ રહે છે. કષાયોના આવેશો ઘટતા જાય છે. રાગદશામાંથી આ જીવ વૈરાગ્યવાસિત દશામાં આવે છે અને તે વૈરાગ્યવાસિત દશામાંથી વીતરાગતાવાળી અવસ્થા તરફ જાય છે. ધીરે ધીરે મોહદશા નબળી પડતાં કષાયોને જીતીને આ જીવ સમતાના સાગરમાં સ્નાન કરનારો બની જાય છે. નિરંતર સમતાના તીવ્ર સંસ્કારો પડવાથી ચિત્ત ચંચળ બનતું અટકી જાય છે. ચિત્ત અત્યંત સ્થિર બને છે. તેના દ્વારા રાગ-દ્વેષ, કામ-ક્રોધ, વિકાર-વાસના, આવા પ્રકારના હૃદ્ધોનો (જોડકાંઓનો) મૂળથી નાશ કરે છે. જ્ઞાનાચારદર્શનાચાર-ચારિત્રાચાર આદિ પાંચ પ્રકારના આચારોનું નિરંતર સેવન કરવાથી પોતાના ચારિત્રપાલનમાં, ધ્યાનદશામાં અને સમાધિદશામાં સ્થિરતા વધે છે. આ પ્રમાણે ગુણોનો અભ્યાસ થતાં અને દોષોનો હ્રાસ થતાં આ જીવની ગુણસ્થાનકો ઉપર ચઢતી થાય છે. તેનાથી આ આત્મા વધારે ને વધારે આત્મવિકાસ સાધવામાં સફળ બનતો જાય છે. પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ સમજીને પોતાના આત્મગુણો ઉઘાડવાનો જ માત્ર પ્રયત્ન કરે છે. આવી દશામાં આવેલો આ જીવ કોઈ જીવમાં કે કોઈ અજીવ વસ્તુમાં ક્યારેય અંજાતો નથી. આવા પ્રકારની નિર્વિકારી દશામાં જ આગળ વધતાં કેવળજ્ઞાની બને છે. આ રીતે પોતે પવિત્ર જીવન જીવનારા અને સર્વ જીવોને તેવો જ ઉપદેશ આપનારા અને સર્વ જીવોનું હિત ઇચ્છનારા તથા કષાયાદિ વિકારો વિનાના બનીને આ મહાત્મા આ સંસાર સાગરને તરે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ યોગસાર પંચમ પ્રસ્તાવ જ્યાં જાય ત્યાં કેવળ તત્ત્વનો જ ઉપદેશ આપે છે. ક્યારેય વિકાર કે વાસનાભરી મોહજનક વાતોમાં જોડાતા નથી. કારણ કે પોતે જ ક્ષીણમોહી છે. આ રીતે પવિત્ર વિચારો. પવિત્ર વાણી અને પવિત્ર વર્તન દ્વારા મોદાદિ દોષોનો નાશ કરીને નિર્મળ મનવાળા બને છે અને સદાને માટે કામવિકારો અને અર્થના વિકારોથી વિમુખ બને છે. પાંચ ઇન્દ્રિયોનાં સુખો તે કામવિકારો છે અને તેના સાધનભૂત પૈસાનું ઉપાર્જન કરવું, તે અર્થના વિકારો છે. આ બન્ને પ્રકારના વિકારોથી આ આત્મા રહિત બને છે. કામ અને અર્થના વિકારો રહિત બનવાથી આચારપાલન ઘણું જ ઉંચી કોટિનું અને પરમ પવિત્ર બની જાય છે. આ રીતે પંચાચારના પાલનથી પરમ પવિત્ર બનેલા મુનિ મહારાજા પોતાના પવિત્ર જીવન દ્વારા અને પવિત્ર વાણી દ્વારા હિતકારક એવો ધર્મોપદેશ આપવા દ્વારા સૌ જીવોને પરમાનંદદાયક બને છે અને પોતે સર્વ જીવરાશિ પ્રત્યે હિતાશયના પરિણામવાળા બને છે. મનમાંથી કષાયોને સર્વથા દૂર કરવા અને ઉત્તમ એવી સમભાવદશામાં આવવું એ જ શ્રેષ્ઠ ચારિત્ર કહેવાય છે. આવા ચારિત્ર પાલનમાં નિત્ય આનંદ કરતા મુનિમાં આત્મ ઉલ્લાસની વૃદ્ધિ થાય છે. પોતાના આત્માના નિર્મળ ગુણો પ્રગટ કરે છે અને તે ગુણોના અનુભવમાં જ આનંદનો અનુભવ કરે છે. ગુણમય જીવન બનવાથી સમતાસુખના અમૃતના આસ્વાદી બને છે. સમતાના સુખની વૃદ્ધિ થાય છે. વિભાવદશા તો ક્યાંય દુર ભાગી જાય છે. આ રીતે આ મહાત્મા આત્મકલ્યાણની શ્રેણીમાં આગળ વધી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પરનું કલ્યાણ કરતા કરતા ભૂમિ ઉપર વિચરી બાકીનું આયુષ્ય પૂર્ણ કરી દેહનો ત્યાગ કરી એક જ સમયની સમશ્રેણીથી અવ્યાબાધ સુખના ભોક્તા બને છે. ll૪૮ Page #348 -------------------------------------------------------------------------- ________________ પંચમ પ્રસ્તાવ स्वस्वरूपस्थितः पीत्वा, योगी योगरसायणम् । નિઃશેષવજ્ઞેશનિનું, પ્રાપ્નોતિ પરમં પમ્ ॥૪શા ગાથાર્થ – આ પ્રમાણે સ્વસ્વરૂપમાં સ્થિર બનેલા આ મુનિ યોગદશા રૂપી રસાયનનું પાન કરીને સર્વ પ્રકારના કર્મોરૂપી ક્લેશોથી મુક્ત બન્યા છતા પરમપદને પ્રાપ્ત કરે છે. જલા ૩૪૮ યોગસાર વિવેચન – સમતાસુખમાં મગ્ન બનેલા આ મહાત્માની મુખમુદ્રા નિર્વિકારી હોવાથી એટલી બધી ચમકતી હોય છે કે જેના દર્શનમાત્રથી પણ લોકોને અપૂર્વ આનંદ ઉપજે છે. લોકો એકીટસે તેમની મુખમુદ્રા નિહાળતા ત્યાં જ ઉભા રહે છે. લોકોને પણ તેમની મુખમુદ્રામાં પવિત્ર ચારિત્રનો આભાસ થાય છે. લોકો તેમની મુખમુદ્રા જોઈને ઇચ્છે છે કે અમને કંઈક ઉપદેશ આપે તેવા પ્રકારના હાવભાવથી પ્રેરાઈને આ મહાત્મા પણ ઉપદેશાત્મક અમૃતવાણીનો ધોધ વરસાવે છે. તે વાણી સાંભળીને અનેક ભવ્ય જીવો ત્યાંને ત્યાં જ બોધ પામે છે. કારણ કે ઉમદા આચારવાળા જીવનમાંથી નીકળેલી તે વાણી પવિત્ર છે, તેથી તુરત જ શ્રોતાને અસર કરે છે. આ રીતે પવિત્ર વાણી અને પવિત્ર જીવન દ્વારા ધર્મમાર્ગમાં જોડાયેલા અનેક ભવ્ય જીવો તેઓની પાસેથી પ્રતિબોધ પામી શક્ય બને તો સાધુ જીવન આદરવા દ્વારા અને કદાચ તે શક્ય ન બને તો ઉત્તમ શ્રાવક જીવન આદરવા દ્વારા અહિંસા આદિ પંચાચારમય પવિત્ર ધર્મનું બહુ જ સારી રીતે પાલન કરે છે. આ રીતે ધર્મ પ્રચાર દ્વારા પરંપરાએ અનેક ભવ્ય જીવોનું કલ્યાણ કરનારા તે મહાત્મા પુરુષ સર્વના પ્રીતિપાત્ર બને છે. આ રીતે અન્ય જીવોને સાચો ધર્મમાર્ગ બતાવવા દ્વારા અને સાચા ધર્મમાર્ગે વાળવા Page #349 -------------------------------------------------------------------------- ________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૪૯ દ્વારા પરનું અને પોતાનું એમ ઉભયનું કલ્યાણ કરતા છતા સ્વભાવ રમણતા સ્વરૂપ ભાવચારિત્રમાં અતિશય સ્થિર બની જાય છે. આ યોગી મહાત્મા જ્ઞાન-દર્શન અને ચારિત્ર ધર્મરૂપી યોગદશાની પ્રાપ્તિ સ્વરૂપ રસાયનનું પાન કરે છે. આવા પ્રકારના ઉત્તમ ગુણો મુનિ જીવનમાં જેમ જેમ આવતા જાય છે, તેમ તેમ સર્વ પ્રકારના વિષયો તથા કષાયોનો અને રાગ-દ્વેષાદિ ભાવ શત્રુઓનો સર્વથા ક્ષય થયે છતે અનુક્રમે આત્મામાં આત્મસામર્થ્ય પ્રગટ થાય છે અને શુદ્ધનિર્મળ એવી આત્મદશાનો અનુભવ કરવા રૂપ ઉત્તમ જીવનનું આસેવન કરનારા આ મુનિ મહાત્મા શેષ અઘાતી કર્મોને ખપાવીને પરમપદના ભોક્તા બને છે. આ ગ્રંથમાં “આ આત્માને મોક્ષની સાથે જોડે તે યોગ” આવા પ્રકારની યોગદશાનું વર્ણન કરેલું છે. અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવંતોએ શાસ્ત્રોમાં કહેલા યોગમાર્ગનું સ્વરૂપ આ ગ્રંથમાં ગ્રંથકર્તાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. “યોગ” શબ્દનો અર્થ થાય છે “જોડવું મીલન કરાવવું.” આત્માનું મોક્ષની સાથે જોડાણ થાય અર્થાત્ મીલન થાય તેને યોગ કહેવાય છે. હવે આ આત્માને કર્મોની સાથે સંસારની સાથે જોડે તેને પણ યોગ કહેવાય છે. પરંતુ તે યોગ હેય છે, ત્યજવા લાયક છે. કારણ કે કર્મ બંધાવનાર અને સંસારમાં રખડાવનાર છે. જેને મનયોગ-વચનયોગ અને કાયયોગ કહેવાય છે. જે આશ્રવનું કારણ છે. ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી આ યોગ હોય છે. તે યોગનો સર્વથા નિરોધ કરવાથી ૧૪મા ગુણસ્થાનકે ભગવાન અયોગી બને છે. યોગ શબ્દનો બીજો ભાવાર્થ એવો છે કે “આ આત્માને મોક્ષની સાથે જોડે” તેને પણ યોગ કહેવાય છે. કારણ કે તેમાં જોડવું અર્થ ઘટે Page #350 -------------------------------------------------------------------------- ________________ 350 પંચમ પ્રસ્તાવ યોગસાર છે. આ યોગ જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાધના કરવી તે છે. આ યોગ આદરવા જેવો છે. કર્મનિર્જરાનું કારણ છે. આત્મઉન્નતિનું પરમ સાધન છે. આવી યોગદશાનું વર્ણન કરનારા જે ગ્રંથો તે યોગના ગ્રંથો કહેવાય છે. જેમ કે યોગવિંશિકા, યોગશતક, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ તથા આ યોગસાર આદિ મહા ગ્રંથો છે. આવા પ્રકારના યોગના ગ્રંથોનો બહુ જ ભાવપૂર્વક અભ્યાસ કરીને તેનું મનન-ચિંતન કરીને, આત્મસાત કરીને શ્રેષ્ઠ યોગદશા મેળવીને સર્વકર્મોનો નાશ કરીને આપણે સૌ પરમપદને જલ્દી જલ્દી પ્રાપ્ત કરીએ, એ જ શુભ અભિલાષા સાથે આ ગ્રંથનું વિવેચન સમાપ્ત કરું છું. જી. આ પ્રમાણે કોઈ અગમ્ય પૂર્વાચાર્ય વિરચિત એવા યોગસાર નામના આ ગ્રંથનું સંક્ષેપમાં સરળ-ગુજરાતી વિવેચન નિર્વિઘ્ન સમાપ્ત થયું. અર્થ કરવામાં ક્ષતિ થઈ હોય તો ક્ષમા માગું છું. : 12 Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email : bharatgraphics1@gmail.com