________________
યોગસાર
તૃતીય પ્રસ્તાવ
શમાવવા સમર્થ બને છે. આ કારણે જ કેવલી તીર્થંકર પરમાત્માના સમવસરણમાં વાઘ-સિંહ અને સર્પ જેવા જીવો આવ્યા હોય તો પણ પ્રભુની સમતાગુણની અસર નીચે હિંસકવૃત્તિ વિનાના શાંત બની જાય છે.
૨૦૭
વૃક્ષોની છાયા જેમ તેના નીચે આવનારાના તાપને દૂર કરે છે, તેમ પ્રભુની છાયા આવા પ્રકારના હિંસક અને ક્રોધી જીવોની પણ હિંસકવૃત્તિને અને ક્રોધવૃત્તિને દૂર કરે છે. I૨૫ तोषणीयो जगन्नाथस्तोषणीयश्च सद्गुरुः । तोषणीयस्तथा स्वात्मा, किमन्यैर्बत तोषितैः ॥२६॥
ગાથાર્થ – જગતના નાથ (તીર્થંકર પ્રભુ), ઉત્તમ એવા ગુરુભગવંત તથા પોતાનો આત્મા આ ત્રણને જ સંતુષ્ટ કરવા જેવા છે. તે સિવાય અન્ય જીવોને રીઝવવાથી શું લાભ ? ॥૨૬॥
વિવેચન – જગતના નાથ એવા શ્રી તીર્થંકર પરમાત્મા વીતરાગ હોવાથી કોઈના પણ ઉપર ખુશ-નાખુશ થતા નથી. પરંતુ તેમની આજ્ઞાનું પાલન કરવાથી આજ્ઞાપાલક જીવનાં કર્મો અવશ્ય ક્ષય પામે છે. તીર્થંકર પ્રભુની આજ્ઞા પાળવાથી આજ્ઞાપાલકનો આત્મા અતિશય નિર્મળ-શુદ્ધ બને છે. ચિત્તની પ્રસન્નતા વધે છે, કર્મોનો ક્ષયોપશમ અવશ્ય થાય છે. આ રીતે આજ્ઞાપાલક જીવ પ્રભુની આજ્ઞાનું યથાર્થ પાલન કરનાર હોવાથી પોતે જ પોતાના કલ્યાણનો કર્તા છે. તેનો પરમાત્મામાં ઉપચાર કરાય છે.
આ ઉપચારના કારણે જાણે ભગવાન જ ભક્ત લોકોના યોગ અને ક્ષેમને કરનારા છે. આમ કહેવાય છે. ભક્ત લોકોના સઘળા પણ મનોરથો ભક્તના ભક્તિના પ્રભાવે જ સફળ થાય છે, તો પણ પ્રભુમાં તેનો ઉપચાર કરાય છે કે પ્રભુજીની પ્રસન્નતાથી આ મનોરથો સફળ થયા. તેમની કૃપાથી ભક્ત લોકોના સઘળા પણ મનોરથો પૂર્ણ થયા,