Book Title: Yogsaar Author(s): Dhirajlal D Mehta Publisher: Dhirajlal D Mehta View full book textPage 1
________________ » શ્રીં મર્દ નમ: . ॐ ह्रीं अर्ह श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ योगसार (પ્રથમ પ્રસ્તાવ:) યથાવસ્થિતદેવસ્વરૂપદેશ: .. प्रणम्य परमात्मानं, रागद्वेषविवर्जितम् । योगसारं प्रवक्ष्यामि, गम्भीरार्थं समासतः ॥१॥ ગાથાર્થ - રાગ અને દ્વેષથી વિશેષપણે વર્જિત અર્થાત્ રાગ અને દ્વેષના સંપૂર્ણપણે ત્યાગી એવા પરમાત્માને પ્રણામ કરીને અતિશય સંક્ષેપપણે ગંભીર અર્થવાળા એવા યોગસાર નામના ગ્રન્થને હું કહીશ. /ના. વિવેચન :- ગ્રન્થકાર મહર્ષિ ગ્રન્થના પ્રારંભમાં મંગળરૂપે શ્રી વીતરાગ પરમાત્માને નમસ્કાર કરીને વીતરાગતા પ્રાપ્ત કરવા માટે “યોગ”નું સ્વરૂપ સમજાવવા સારૂં “યોગસાર” નામના આધ્યાત્મિક ગ્રન્થની રચના શરૂ કરે છે. યોગ શબ્દનો “જોડવું-મીલન થવું” એવો અર્થ થાય છે. કર્મોની સાથે આત્માનું મીલન થવું તેને પણ યોગ કહેવાય છે. જેના મનયોગ, વચનયોગ અને કાયયોગ એમ ત્રણ ભેદ છે. આ ત્રણ પ્રકારનો (અને પેટાભેદરૂપે ૪-૪-૭=૧૫ ભેટવાળો આ) યોગ આશ્રવરૂપ છે. તેનાથી જીવમાં કર્મનું આગમન થાય છે. તેવા યોગનું વર્ણન અહીં કરવાનું નથી. કર્મગ્રન્થોમાં આ યોગનું વર્ણન આવેલું છે, જે આ યોગ ત્યાજ્ય છે, હેય છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 350