Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 2
________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર અહીં યોગનો અર્થ એવો છે કે “આ આત્માનું મોક્ષની સાથે જોડાણ થાય, મોક્ષની સાથે મીલન થાય તે યોગ, આવા પ્રકારના યોગનું વર્ણન આ ગ્રન્થમાં કરવાનું છે જે ઉપાદેય સ્વરૂપ છે. આત્મા કર્મોની સાથે નહીં પરંતુ કર્મોથી મુક્ત થવાવાળી અવસ્થા સાથે જોડાય તેવા યોગનું વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવશે. એટલા માટે જ આ ગ્રન્થનું નામ “યોગસાર” રાખવામાં આવ્યું છે. આવા પ્રકારના કર્મોના ક્ષય કરવા-કરાવવા રૂપ યોગનો સાર છે જે ગ્રન્થમાં તે યોગસાર, આ યોગ ઉપાદેય છે. જીવનમાં લાવવા જેવો છે. આવા પ્રકારની યોગદશા જે મહાત્માના જીવનમાં આવી ચૂકી હોય છે તે મહાત્મા યોગીપુરુષ કહેવાય છે.’ ૨ આવા પ્રકારના યોગીપુરુષોને સાધક (આત્મસ્વરૂપને સાધનારા) કહેવાય છે. સર્વ કર્મરહિત, અનંત અનંત ગુણમય, આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે સાધ્ય કહેવાય છે. યોગદશામાં જોડાવું-વર્તવું તે સાધના કહેવાય છે. સાધક આત્મા સાધના દ્વારા સાધ્યને પ્રાપ્ત કરે છે તેને સમજાવતો આ ગ્રંથ છે. આ ગ્રંથ આત્માર્થી જીવો માટે બહુ જ ઉપયોગી છે. મોહના વિકારોને નાથવા માટે, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે આવા ગ્રન્થો મહાઉપકારી ગ્રન્થો છે. અમૃતવાણી છે. વારંવાર મનનશીલન કરવા જેવી આ વાણી છે. મંગળાચરણ :- આ ગ્રન્થ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તેટલા માટે પ્રથમ ગાથામાં પૂર્વાર્ધમાં પરમાત્માને પ્રણામ કરવા સ્વરૂપે મંગળાચરણ કરવામાં આવ્યું છે. વિષય :- આ ગ્રન્થમાં શું કહેવાનું છે ? તો યોગદશાનો સાર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 350