Book Title: Yogsaar Author(s): Dhirajlal D Mehta Publisher: Dhirajlal D Mehta View full book textPage 8
________________ પ્રથમ પ્રસ્તાવ યોગસાર સ્વરૂપ પ્રાપ્તવ્ય છે અને તે સ્વરૂપ પોતાનામાં જ છે. પોતાનામાંથી પ્રગટ કરવાનું છે. પરમાત્માનું ધ્યાન એ વાસ્તવિક સ્વયંશુદ્ધ એવા પોતાના આત્માનું જ ધ્યાન છે. કારણ કે પરમાત્માનું સ્વરૂપ અને શુદ્ધ એવા પોતાના આત્માનું સ્વરૂપ નિશ્ચયનયથી સમાન છે. એક પ્રાપ્ત છે અને બીજું પ્રાપ્તવ્ય છે. પરમાત્મા અને સ્વાત્મા આ બન્ને ચેતનપણે એક છે. પરમાત્માના શુદ્ધ સ્વરૂપને જાણીને “મારું પણ આવું જ સ્વરૂપ છે” એમ સમજીને તેમનું અનન્ય શરણ સ્વીકારીને તેમના પ્રત્યેના હૃદયના બહુમાનપૂર્વક-અહોભાવપૂર્વક તેમની સ્તવનાતેમના ગુણગાન તેમના પ્રત્યેની ભક્તિ અને તેમના પ્રત્યેના અહોભાવપૂર્વકનું ધ્યાન કરવાથી સાધકમાં પોતાનામાં પ્રચ્છન્નપણે રહેવું પોતાનું શુદ્ધ પરમાત્મ સ્વરૂપ પ્રગટ થાય છે. જેમ કોઈપણ પ્રકારના વિશિષ્ટ ચિત્રના આલંબન વિના તેવું વિશિષ્ટ ચિત્ર આલેખાતું નથી. તેમ પરમાત્માના આલંબન વિના કોઈપણ સાધક આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકતો નથી. માટે સ્વસ્વરૂપને પ્રગટ કરવા સાધકે સદા પરમાત્માનું ધ્યાન કરતા રહેવું જોઈએ. પરમાત્માની સાથે તન્મય થવા માટે, તેઓની સાથે એકાકાર બનવા માટે જૈનશાસ્ત્રોમાં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપાઓનું વર્ણન કરવામાં આવે છે. આ ચારે પ્રકારના નિક્ષેપાઓ દ્વારા જિનેશ્વર ભગવંતોનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. (૧) નામજિન :- જિનેશ્વર પરમાત્માનું જિનેશ્વર-વીતરાગ પરમાત્મા ઇત્યાદિ સામાન્ય નામ (કે જે સર્વે જિનેશ્વરમાં લાગુ પડે) અને ઋષભદેવ-અજિતનાથ-શાન્તિનાથ-પાર્શ્વનાથ-મહાવીરસ્વામી ઇત્યાદિ વિશેષ નામો લેવાપૂર્વક તેઓના સ્વરૂપને યાદ કરવું. તેઓનુંPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 350