________________
૫૬ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર यैस्तु पापभराक्रान्तः, कालशौकरिकादिभिः । न स्वीकृता भवाम्भोधौ, ते भविष्यन्ति दुःखिताः ॥२६॥
ગાથાર્થ - પાપોના ભારેથી અતિશય દબાઈ ગયેલા એવા જે કાલશૌકરિક કષાયી આદિ વડે પરમાત્માની આજ્ઞા સ્વીકારાઈ નથી. તેઓ દુઃખી થયા છતા ભવસાગરમાં ભટકતા જ રહેશે. //ર૬ll
વિવેચન - “પરમાત્માની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું” તે જ જહાજ છે. સંસારસાગરથી તારનાર છે. એક પ્રકારના તીર્થ સ્વરૂપ છે. તીર્થંકર પરમાત્મા પોતે પણ પોતાના પૂર્વભવોમાં આ જ જૈન તીર્થની આરાધના કરીને જ અંતિમ ભવમાં તેવા પ્રકારના તીર્થની સ્થાપના કરે છે. ઘણા ઘણા ભવ્ય જીવોને ઉપદેશ આપી આ ભવસાગરથી પાર ઉતારી શાશ્વત સુખરૂપ મોક્ષપદને આપે છે. પરંતુ જે જીવો અચરમાવર્તમાં હોય છે, એટલે કે ઘણો કાળ સંસારમાં જ રખડવાની ભવિતવ્યતાવાળા જ હોય છે. એવા જીવો અથવા અભવ્ય અને દીર્ઘ સંસારી ભવ્યજીવો જેવા કે કાલશૌકરિક નામનો કષાયી, કપિલા દાસી વિગેરે જેવા કે જીવો હોય છે, તેઓનાં પાપકર્મો તીવ્ર સ્થિતિ-રસવાળાં હોવાથી તેઓ ક્યારેય પણ તીર્થંકર પ્રભુની આજ્ઞાની આરાધના કરતા નથી. તેથી જ પરમાત્માની આજ્ઞા ન માનવાથી જ દુ:ખી દુ:ખી અને દીન બની ભવમાં ભટક્યા જ કરે છે.
જે ભવ્યજીવો છે, શરમાવર્તકાળમાં પ્રવેશ્યા છે તથા અપુનર્બન્ધક અવસ્થાને પામ્યા છે, આવા જીવો પરમાત્માની આજ્ઞા પ્રત્યે પ્રીતિભાવરૂચિભાવ ધારણ કરે છે અને શ્રદ્ધાપૂર્વક તેનું પાલન કરે છે. ત્યારે અસાર એવા આ સંસારસાગરમાંથી મુક્ત બને છે અને અવશ્ય અનંતકાલસ્થાયી એવા મોક્ષપદને પામે છે.