Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 339
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૯ આ રીતે પાપોના કારણે આ ભવમાં અને પરલોકમાં પણ આ જીવ દુઃખ-સંતાપ-શોક આદિ અનેક પ્રકારની યાતનાઓ પામે છે. રડતાં રડતાં દિવસો પસાર કરે છે. છેવટે તેમાં ક્યારેય સુખપ્રાપ્તિ થતી જ નથી અને કદાચ થાય તો પણ ઘડી-બેઘડી પૂરતી જ અને તેના પાછળ તેના ઉપભોગથી આવનારૂં દુ:ખ તો અપાર હોય છે. તેના કારણે આ સુખ એ સુખ કહેવાતું જ નથી. હે જીવ ! તું પોતે જ વિચાર કર કે જ્યાં લાખ રૂપિયાની કિંમતનો દાગીનો આપવો પડે અને બદલામાં માત્ર ૧૦૦ રૂપિયા જ મળે તો તેને સુખ કહેવાય કે દુઃખ જ કહેવાય! સંસારનું સુખ આવા પ્રકારનું છે. ૪૩॥ दुःखितानखिलाञ्जन्तुन् पश्यतीह यथा यथा । तथा तथा भवस्यास्य विशुद्धात्मा विरज्यति ॥ ४४ ॥ ગાથાર્થ - આ રીતે નિર્મળ આત્મા જેમ જેમ જગતના સર્વ જીવોને દુ:ખી દુ:ખી દેખે છે, તેમ તેમ તેનો વૈરાગ્ય વિશેષ વૃદ્ધિ પામે 8.118811 વિવેચન - આ સંસાર દુઃખમય છે. દુઃખ ફળને આપનારો છે અને દુઃખોની પરંપરાને જ સર્જનારો છે. આવું જ્ઞાની ભગવંતોએ તો આગમોમાં કહ્યું જ છે. પરંતુ ઉપર સમજાવ્યા પ્રમાણે જ્યારે આ જીવ પોતે તત્ત્વજ્ઞાની બને છે, ત્યારે તેને પોતાને પણ આ વાત બરાબર સમજાય જ છે કે અનાદિકાળથી જીવો ચાર ગતિરૂપ સંસારમાં ભટકતા ભટકતા જન્મ-જરા-મરણ-રોગ-શોક અને ઉદ્વેગ આદિ અપાર દુ:ખોને પામ્યા છે અને પામે છે. તે જાણીને તથા પોતાની આંખે પ્રત્યક્ષ નજરે નિહાળીને આત્માર્થી આત્માનું હૃદય દ્રવ્ય કરૂણા અને ભાવકરૂણા એમ બન્ને પ્રકારની કરૂણાના રસથી છલકાઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350