Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 348
________________ પંચમ પ્રસ્તાવ स्वस्वरूपस्थितः पीत्वा, योगी योगरसायणम् । નિઃશેષવજ્ઞેશનિનું, પ્રાપ્નોતિ પરમં પમ્ ॥૪શા ગાથાર્થ – આ પ્રમાણે સ્વસ્વરૂપમાં સ્થિર બનેલા આ મુનિ યોગદશા રૂપી રસાયનનું પાન કરીને સર્વ પ્રકારના કર્મોરૂપી ક્લેશોથી મુક્ત બન્યા છતા પરમપદને પ્રાપ્ત કરે છે. જલા ૩૪૮ યોગસાર વિવેચન – સમતાસુખમાં મગ્ન બનેલા આ મહાત્માની મુખમુદ્રા નિર્વિકારી હોવાથી એટલી બધી ચમકતી હોય છે કે જેના દર્શનમાત્રથી પણ લોકોને અપૂર્વ આનંદ ઉપજે છે. લોકો એકીટસે તેમની મુખમુદ્રા નિહાળતા ત્યાં જ ઉભા રહે છે. લોકોને પણ તેમની મુખમુદ્રામાં પવિત્ર ચારિત્રનો આભાસ થાય છે. લોકો તેમની મુખમુદ્રા જોઈને ઇચ્છે છે કે અમને કંઈક ઉપદેશ આપે તેવા પ્રકારના હાવભાવથી પ્રેરાઈને આ મહાત્મા પણ ઉપદેશાત્મક અમૃતવાણીનો ધોધ વરસાવે છે. તે વાણી સાંભળીને અનેક ભવ્ય જીવો ત્યાંને ત્યાં જ બોધ પામે છે. કારણ કે ઉમદા આચારવાળા જીવનમાંથી નીકળેલી તે વાણી પવિત્ર છે, તેથી તુરત જ શ્રોતાને અસર કરે છે. આ રીતે પવિત્ર વાણી અને પવિત્ર જીવન દ્વારા ધર્મમાર્ગમાં જોડાયેલા અનેક ભવ્ય જીવો તેઓની પાસેથી પ્રતિબોધ પામી શક્ય બને તો સાધુ જીવન આદરવા દ્વારા અને કદાચ તે શક્ય ન બને તો ઉત્તમ શ્રાવક જીવન આદરવા દ્વારા અહિંસા આદિ પંચાચારમય પવિત્ર ધર્મનું બહુ જ સારી રીતે પાલન કરે છે. આ રીતે ધર્મ પ્રચાર દ્વારા પરંપરાએ અનેક ભવ્ય જીવોનું કલ્યાણ કરનારા તે મહાત્મા પુરુષ સર્વના પ્રીતિપાત્ર બને છે. આ રીતે અન્ય જીવોને સાચો ધર્મમાર્ગ બતાવવા દ્વારા અને સાચા ધર્મમાર્ગે વાળવા

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350