________________ 350 પંચમ પ્રસ્તાવ યોગસાર છે. આ યોગ જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણોની સાધના કરવી તે છે. આ યોગ આદરવા જેવો છે. કર્મનિર્જરાનું કારણ છે. આત્મઉન્નતિનું પરમ સાધન છે. આવી યોગદશાનું વર્ણન કરનારા જે ગ્રંથો તે યોગના ગ્રંથો કહેવાય છે. જેમ કે યોગવિંશિકા, યોગશતક, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગબિંદુ તથા આ યોગસાર આદિ મહા ગ્રંથો છે. આવા પ્રકારના યોગના ગ્રંથોનો બહુ જ ભાવપૂર્વક અભ્યાસ કરીને તેનું મનન-ચિંતન કરીને, આત્મસાત કરીને શ્રેષ્ઠ યોગદશા મેળવીને સર્વકર્મોનો નાશ કરીને આપણે સૌ પરમપદને જલ્દી જલ્દી પ્રાપ્ત કરીએ, એ જ શુભ અભિલાષા સાથે આ ગ્રંથનું વિવેચન સમાપ્ત કરું છું. જી. આ પ્રમાણે કોઈ અગમ્ય પૂર્વાચાર્ય વિરચિત એવા યોગસાર નામના આ ગ્રંથનું સંક્ષેપમાં સરળ-ગુજરાતી વિવેચન નિર્વિઘ્ન સમાપ્ત થયું. અર્થ કરવામાં ક્ષતિ થઈ હોય તો ક્ષમા માગું છું. : 12 Printed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email : bharatgraphics1@gmail.com