Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 341
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૪૧ ગાથાર્થ – ખરેખર દુઃખની વાત છે કે સંસારરૂપી આવર્તમાં ડૂબેલો આ જીવ કિનારો નિકટવર્તી હોવા છતાં પણ બેહોશ બનેલો આ જીવ નીચે નીચે જ જાય છે. /૪પી પરંતુ જેમ કુશળ તરવૈયો નદીમાં તિથ્થુ ગમન કરતો છતો નદીના પ્રવાહને કાપતો છતો નદીને પાર કરે છે, તેની જેમ ગીતાર્થ તથા ઉત્સર્ગ-અપવાદના જાણ એવા મુનિ મહારાજા પણ વિશુદ્ધ સંયમની આરાધના કરવા દ્વારા સંસારસાગરને તરીને મોક્ષનગરમાં પહોંચે છે. //૪૬ll. વિવેચન - આ સંસાર અનેક જન્મોની પરંપરા રૂપ છે. તેથી જાણે સાગર હોય એમ કલ્પાય છે. એટલે સંસાર સાગર કહેવાય છે. અનાદિકાળથી આ જીવ આ સંસારમાં જન્મ-મરણ કર્યા જ કરે છે અને જો સમ્યક્વાદિ ગુણ પ્રાપ્ત ન કરે તો અનંતકાળ સુધી ભાવિમાં પણ આ સંસારમાં જન્મ-મરણ કરતો જ રહે છે, એટલે સંસારને સાગરની ઉપમા ઘટે છે. તે સંસાર-સાગરમાં ડૂબેલો અર્થાત્ સંસાર સાગરમાં જે આવર્તે પાણીનાં ઉપર નીચે થતાં જે મોજાં, તેમાં ડૂબેલો, એટલે કે સુખી-દુઃખી, ઉંચી-નીચી અવસ્થાને પામતો આ જીવ સંસાર સાગરમાં નિમગ્ન (ડૂબેલો) કહેવાય છે. આવા પ્રકારના આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં ક્યારેક અલ્પકર્મી થયો છતો પોતાની ભવસ્થિતિ (ભવમાં ભટકવાની પરિસ્થિતિ)નો પરિપાક થવાથી સંસાર સાગરના કિનારા સુધી લગભગ આવી ચૂક્યો હોય અર્થાત્ જેમ સમુદ્રનો કિનારો નજીક આવ્યો હોય તેમ જેના ભવો હવે લગભગ પૂર્ણ થવા આવ્યા હોય, થોડાક જ ભવો કરવાના બાકી હોય ત્યારે પણ કિનારો નજીક દેખાતો હોય તેવા કાળમાં પણ વિષયો અને કષાયોના તીવ્ર આવેશો આવતાં પોતાના આત્માનું

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350