________________
૧૨૪
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
છે, ક્યાંય લેપાતો નથી કે મનમાં દુઃખ ધરતો નથી, તે જ સાચો સમભાવ છે સામ્યતા છે. આવો જ જીવ આરાધક બને છે.
પોતાના જીવનમાં સામ્યયોગ લાવવાની આ જ ઉત્તમ કળા છે. સાનુકૂળ સંજોગોમાં ગમે તેટલા અંજાઈએ, તો પણ કાલાન્તરે તે સંજોગો અવશ્ય જવાના જ છે અને પ્રતિકૂળ સંજોગોમાં ગમે તેટલા દ્વેષ કરીએ તો પણ આપણા પાપનો ઉદય ચાલે ત્યાં સુધી રહેવાના જ છે અને કાળ પૂર્ણ થતાં જવાના જ છે, માટે તે બન્ને સંજોગોમાં રાગ-દ્વેષ ન કરતાં સમભાવમાં જ રહેવું, તે કલ્યાણકારી છે. આવી જ્ઞાની મહાત્માઓની વાણી છે.
યોગબિંદુ નામના ગ્રન્થમાં પૂજ્યપાદશ્રી હરિભદ્રસૂરિજી મહારાજશ્રીએ કહ્યું છે કે અધ્યાત્મ ભાવના અને ધ્યાન - આ ત્રણ પ્રકારના ઉત્તમ યોગસેવનથી, તેના સતત અભ્યાસથી આ જીવમાં સમતાયોગ પ્રગટ થાય છે. આ સમતાયોગ પ્રાપ્ત થયે છતે અનાદિકાળથી આ જીવને વળગેલી અવિદ્યાની વાસના (મોહનો ઉદય તેની તીવ્રતા) ના કારણે થતી ઇષ્ટાનિષ્ટની કલ્પના-સુખ દુઃખની બુદ્ધિ અર્થાત્ વિકારીભાવ સર્વથા દૂર થઈ જાય છે અને સમતાયોગ પ્રગટ થાય છે.
સૌથી પ્રથમ યથાર્થ તત્ત્વોનું ચિંતન કરવું તે અધ્યાત્મ, તેનો નિરંતર અભ્યાસ કરવાથી ભાવના ગુણ આવે છે અને તે ભાવના ગુણના પ્રતાપે દીપકની સ્થિર શિખાતુલ્ય સુખદુઃખમાં આત્માના સ્થિર પરિણામ સ્વરૂપ ધ્યાનદશાનો અભ્યાસ આવે છે. જેનાથી ઇષ્ટઅનિષ્ટ વસ્તુઓમાં અને પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં સમભાવ રહે છે. આ રીતે જીવમાં સમતાયોગ પ્રગટ થાય છે.
તે સમતાયોગનો ક્રમશઃ વિકાસ થતાં સમતાયોગ વધારે દઢ