________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૦૭ લોકો સર્વત્ર વિશ્વાસનું સ્થાન બને છે. માન-પાન પામે છે. સર્વત્ર આદરણીય બને છે.
લોકો પણ તેના પ્રત્યે સરળતાથી જ વ્યવહાર કરે છે. તેની સાથે કોઈ કૂડ-કપટ કરતું નથી, માયા સેવતું નથી. આ રીતે નિષ્કપટી જીવનું જીવન આ ભવમાં સુખમય બને છે અને આવા પ્રકારના સદાચારના સેવનથી પરભવમાં પણ સદ્ગતિ પામવાથી પરભવ પણ સુખમય બને છે. માટે “આર્જવભાવ” એ જ પરમ સુખ સ્વરૂપ છે.
નમ્રતાપૂર્વક વર્તન-વ્યવહાર કરવો એ સુખનું બીજું કારણ છે. સર્વે પણ જીવોની સાથે વિનયપૂર્વક બોલવા-ચાલવાનો વ્યવહાર સદાકાળ સુખદાયી અને સન્માનદાયી બને છે. વિનયગુણ-નમ્ર સ્વભાવપૂર્વકનું વર્તન એ સર્વ ગુણોની ખાણ કહેવાય છે. વિનયી સ્વભાવથી લોકો ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે છે. શિષ્યો ગુરુજી પાસેથી વિનયી સ્વભાવના કારણે શ્રેષ્ઠ જ્ઞાનદશા પ્રાપ્ત કરી શકે છે અને શ્રેષ્ઠ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થતાં આત્મવિકાસમાં તથા પરના વિકાસમાં પણ ઉત્તમ ભાવ ભજે છે. શ્રેષ્ઠ શ્રતની પ્રાપ્તિ થતાં આ જીવ પરોપકાર કરી શકે છે અને તેના દ્વારા આત્મકલ્યાણ સાધી અંતે ધ્યાન-સમાધિમાં લીન થઈ શકે છે તથા ઇન્દ્રિયોના સુખોથી વિરક્ત બનીને વૈરાગ્યભાવની પરાકાષ્ટા પામીને આત્મગુણોનો આનંદ અનુભવી શકે છે. તથા વિનયથી ગુરુજી આદિના ચિત્તને રંજિત કરીને ઘણા લાભો મેળવી શકે છે.
આ જીવ ઇન્દ્રિયોના વિષયોના ઉપભોગનો ભિખારી બનતો નથી, પણ જે કાલે જે વિષય પ્રાપ્ત થયો હોય તેનાથી ચલાવી લેતાં શીખે છે. તેનાથી ઘણો જ સંતોષી થયો છતો અધીરજ કે આકુલ-વ્યાકુલતા પામતો નથી. તેથી કષાયની માત્રા વૃદ્ધિ પામતી નથી પણ હાનિ પામે છે.
તથા જે કાલે જે મળે તેનાથી જીવન નિર્વાહ ચલાવવાની ટેવવાળો