Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 326
________________ પંચમ પ્રસ્તાવ યોગસાર આ રીતે વિચારતાં યોગી મહાત્મા નિષ્પરિગ્રહતાનું તથા સંતોષનું અને સમાધિ આદિ ગુણોનું જે પરમસુખ અનુભવે છે, તે સુખ ચક્રવર્તીને, ઇન્દ્રને કે રાજા મહારાજાને ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય ? નિષ્પરિગ્રહતાનો જે સ્વાભાવિક આનંદ છે, તે પરિગ્રહવાળી દશામાં કેમ હોઈ શકે ? પરિગ્રહવાળાને તો રાત્રે શાંતિથી નિદ્રા પણ આવતી નથી અને ઘણીવા૨ ભોજન પણ રુચતું નથી. મારો પરિગ્રહ લુંટાઈ જશે, ચોરાઈ જશે હાનિ થઈ જશે ઈત્યાદિ ચિંતાઓથી સદા માનસિક દુ:ખથી દુઃખી જ હોય છે. માટે આ તત્ત્વને આ રીતે ઉંડાણથી વિચારવું. ॥૩૪॥ जनभूत्वात् पुलिन्दानां, वनवासे यथा रतिः । તથા વિવિતતત્ત્વાનાં, વિ સ્થાત્ મિત:પરમ્ ॥રૂ॥ ૩૨૬ ગાથાર્થ – જેમ ભીલ આદિ લોકોને વનમાં વસવાટ એ જન્મભૂમિ હોવાથી વનમાં જ આનંદ આવે છે, તેવી જ રીતે તત્ત્વજ્ઞાની મહાત્માઓને જો વનમાં જ આનંદ આવતો હોય અને સાંસારિક માયાથી દૂર રહેવાતું હોય તો તેનાથી અધિક બીજું જોઈએ શું ? ।।૩૫।। વિવેચન – “વનવાસ' એ સાંસારિક લોકવ્યવહાર અને લોકપરિચયથી થતા રાગ, દ્વેષ અને મોહાદિ દોષોથી આ જીવને દૂર રાખે છે અને માનસિક સ્થિરતા, ધ્યાનદશા અને આત્મિક સમાધિ આદિ ગુણોમાં સ્થિરતા આપે છે. આપણે જ્યારે જ્યારે અભ્યાસ કરતા હોઈએ, ત્યારે ત્યારે જેટલો વધારે એકાંત, તેટલો સંગીન અભ્યાસ થાય છે. આ કાળે પણ જ્ઞાન-ધ્યાનના રસિક જીવો ઘણું કરીને એકાંતમાં જ રહે છે અને એકાંતતા પ્રાપ્ત કરવા માટે જ ગિરનાર-આબૂ-સમેતશિખર જેવાં પવિત્ર તીર્થસ્થાનોમાં તથા ચિત્તને ચંચળ ન બનાવે તેવાં

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350