Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 330
________________ ૩૩૦ પંચમ પ્રસ્તાવ યોગસાર ક્યારેય આવું બનતું નથી અને તું ઘણી મમતાથી તે બાહ્ય સંપત્તિ અને બાહ્ય સંજોગોની સાથે મમતાથી રમે છે ? તને આ સંબંધી વિચાર પણ કેમ આવતો નથી ? તેથી તું કોઈ મોટા ભૂલાવામાં પડ્યો છે. જેમ જંગલમાં ભૂલો પડેલો માણસ દિશાઓના ભ્રમના કારણે માર્ગ ભૂલી જવાથી આમતેમ ભટક્યા જ કરે છે, તેમ તું પણ મોહજન્ય મિથ્યાભ્રમણાથી આ ભવમાં ભટકતો જ રહે છે. આવા પ્રકારની ભ્રામક મોહની વાસનાથી તું દુર્ગતિનાં દુઃખો જ ભોગવીશ. માટે હે જીવ ! કંઈક સાચું તત્ત્વ તું સમજ. ડાહ્યો થઈ જા અને મોહજાળનો ત્યાગ કરી અને પરપદાર્થોનો પ્રેમ ઓછો કરી નાખ. સમ્યજ્ઞાનનું સુંદર આલંબન લઈને કુટુંબની મમતા ત્યજીને પાપવાળા વ્યવહારોનો સર્વથા ત્યાગ કરીને, તારા પોતાના આત્માનું કલ્યાણ તું સાધી લે. આ મનુષ્ય જન્મ, નિરોગી દેહ અને આવા પ્રકારનું યથાર્થ તત્ત્વજ્ઞાન ફરીથી પ્રાપ્ત થવું અતિશય દુષ્કર છે. માટે આ હિતશિક્ષાને મનમાં સ્થિર કરીને જીવનનો વળાંક બદલી નાખ. //૩૭થી चलं सर्वं क्षणाद् वस्तु, दृश्यतेऽथ न दृश्यते । अजरामरवत् पापं, तथापि कुरुषे कथम् ? ॥३८॥ ગાથાર્થ – સંસારમાં સર્વે પણ પદાર્થો ક્ષણિક છે. એક ક્ષણવાર જે વસ્તુ દેખાય છે, તે વસ્તુ બીજી ક્ષણે પાછી દેખાતી નથી તો પછી તે જીવ ! તું પોતાને અજર-અમરની જેમ માનીને હિંસા આદિ પાપોને શા માટે કરે છે ? ||૩૮. વિવેચન - આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ દ્રવ્યથી ભલે નિત્ય છે તો પણ પર્યાયથી ક્ષણે ક્ષણે સર્વે પણ વસ્તુઓ બદલાય છે. કોઈ પણ વસ્તુ સ્થિર નથી. ધન-સંપત્તિ-યૌવન-માનપાન પરિવાર આદિ

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350