Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 335
________________ યોગસાર પંચમ પ્રસ્તાવ ૩૩૫ धर्मं न कुरुषे मूर्ख ! प्रमादस्य वशंवदः । कल्ये हि त्रास्यते कस्त्वां, नरके दुःखविह्वलम् ॥४१॥ ગાથાર્થ - હે મૂર્ખ જીવ ! હમણાં તું પ્રમાદને વશ થયો છતો ધર્મ કરતો નથી, પરંતુ આવતીકાલે આવતા ભવમાં નરકાદિ દુર્ગતિમાં જઈને પીડાથી આકુળ-વ્યાકુળ થઈશ, ત્યારે તને કોણ બચાવશે? II૪૧// વિવેચન - ધર્મ વિના બીજા કોઈનું પણ શરણ સાચું નથી. ધર્મનો જ એક એવો પ્રતાપ છે કે દુર્ગતિમાં જતા જીવને દુર્ગતિને બદલે સદ્ગતિમાં લઈ જાય છે. મોહની વૃત્તિઓ વિના જો નિષ્કામપણે ધર્મનું આરાધન કરવામાં આવે તો તીવ્ર એવા મોહના દોષો (રાગ-દ્વેષાદિ) તથા જ્ઞાનાવરણીયાદિ અશુભ કર્મો અને અસાતા-નીચગોત્રાદિ કર્મોનો નાશ થાય છે. ધર્મથી જ કર્મોનો નાશ થાય છે. પાપો કરવાથી અસાતા આદિ બંધાય છે. માટે હે જીવ ! તું કંઈક સમજ, આ નરજન્મ, જૈન ધર્મના સંસ્કારો અને ઉત્તમ ગુરુઓનો યોગ ફરીથી મળવો અતિશય દુષ્કર છે. તે માટે અહિંસાદિ ધર્મ અનુષ્ઠાનોનું ઘણા જ આદર બહુમાનપૂર્વક આચરણ કરીને આત્મહિત સાધી લે. “સમય માત્રનો પણ પ્રમાદ કરવો તે ઉચિત નથી” આ પ્રમાણે ભગવાનશ્રી મહાવીરદેવે સ્વયં કહ્યું છે - “સમયે નાયમ પમાયણ' પરમાત્માની વાણી આ પ્રમાણે હોવા છતાં પણ તે જીવ ! તું કંઈ પણ વિચાર કેમ કરતો નથી અને નિરંતર વિષય-કષાયો-નિદ્રા (નિંદા)વિકથા રૂપ પાંચ પ્રકારના પ્રમાદોને વશ થયો છતો ચારિત્રધર્મનું જરા પણ પાલન કરતો નથી, પણ ધર્મ વિના નરકાદિમાં દુ:ખ પામતા તારા જીવને કોણ બચાવશે ? નિગોદાદિ ભવોમાં ભયંકર ઘોર પીડાઓ ભોગવતા તારા આત્માને

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350