Book Title: Yogsaar
Author(s): Dhirajlal D Mehta
Publisher: Dhirajlal D Mehta

View full book text
Previous | Next

Page 316
________________ યોગસાર ૩૧૬ પંચમ પ્રસ્તાવ તક વારંવાર આવશે નહીં. કેટલીએ પુણ્યાઈએ આ ભવ, આ સંયમ અને આ સાધના મળી છે, તકને ઝડપી લે. આ પ્રમાણે સાધકે પોતે જ પોતાના આત્માને સમજાવીને સંયમ માર્ગના પાલનમાં પોતાના આત્માને વધારેને વધારે સ્થિર કરવો. આત્માને સંયમપાલનમાં સ્થિર કરવામાં જ સાચું હિત છુપાયેલું છે. // ૨૭-૨૮ उपदेशादिना किञ्चित्, कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते, योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ॥२९॥ ગાથાર્થ – ઉપદેશ આદિ આપવા વડે પરને કેમ કરીને પણ ધર્મમાં જોડી શકાય છે. પરંતુ પોતાના આત્માને આત્મહિતમાં જોડવો. તે કાર્ય મુનીન્દ્રો વડે પણ ઘણું દુષ્કર છે. //રા વિવેચન - આ સંસારમાં દુર્લભ એવો મનુષ્યનો ભવ, જૈન કુલ, દેવ-ગુરુ-ધર્મની સામગ્રી પ્રાપ્ત કરીને પોતાના અને પરના આત્મકલ્યાણમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સર્વે પણ મનુષ્યો માનવજીવનના વ્યવહારો ચલાવવા, કમાણી કરવી. લગ્નાદિ કરવા, બાળ-બચ્ચાને ભણાવવા-પરણાવવા ઇત્યાદિ કાર્યો તો કરે જ છે. પરંતુ સ્વ-પરના આત્મકલ્યાણના કાર્યમાં પ્રયત્નશીલ રહેવામાં જ આ માનવ જીવનની સફળતા છે. આ વાતને પ્રધાનપણે ચિત્તમાં રાખવી જોઇએ. આપણામાં કદાચ બોલવાની ચતુરાઈ આવી હોય તો જેમ પરને ઉપદેશ આપીને સુંદર ભાષાથી વ્યાખ્યાન આપીને પરનું કલ્યાણ કરવા માટે આ જીવ સારો એવો પ્રયત્ન કરે છે. સુંદર ઉપદેશ આપે છે. વાક્છટાથી સુંદર બોલે છે, તેમ પોતાના આત્માના કલ્યાણ માટે પણ પોતે પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત પરને ઉપદેશ આપવામાં આ જીવ ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ પોતાના આત્માને સમજાવવામાં તેવો પ્રયત્ન કરતો નથી.

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350