________________
યોગસાર
૩૧૬
પંચમ પ્રસ્તાવ તક વારંવાર આવશે નહીં. કેટલીએ પુણ્યાઈએ આ ભવ, આ સંયમ અને આ સાધના મળી છે, તકને ઝડપી લે.
આ પ્રમાણે સાધકે પોતે જ પોતાના આત્માને સમજાવીને સંયમ માર્ગના પાલનમાં પોતાના આત્માને વધારેને વધારે સ્થિર કરવો. આત્માને સંયમપાલનમાં સ્થિર કરવામાં જ સાચું હિત છુપાયેલું છે. // ૨૭-૨૮ उपदेशादिना किञ्चित्, कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते, योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ॥२९॥
ગાથાર્થ – ઉપદેશ આદિ આપવા વડે પરને કેમ કરીને પણ ધર્મમાં જોડી શકાય છે. પરંતુ પોતાના આત્માને આત્મહિતમાં જોડવો. તે કાર્ય મુનીન્દ્રો વડે પણ ઘણું દુષ્કર છે. //રા
વિવેચન - આ સંસારમાં દુર્લભ એવો મનુષ્યનો ભવ, જૈન કુલ, દેવ-ગુરુ-ધર્મની સામગ્રી પ્રાપ્ત કરીને પોતાના અને પરના આત્મકલ્યાણમાં સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. સર્વે પણ મનુષ્યો માનવજીવનના વ્યવહારો ચલાવવા, કમાણી કરવી. લગ્નાદિ કરવા, બાળ-બચ્ચાને ભણાવવા-પરણાવવા ઇત્યાદિ કાર્યો તો કરે જ છે. પરંતુ સ્વ-પરના આત્મકલ્યાણના કાર્યમાં પ્રયત્નશીલ રહેવામાં જ આ માનવ જીવનની સફળતા છે. આ વાતને પ્રધાનપણે ચિત્તમાં રાખવી જોઇએ.
આપણામાં કદાચ બોલવાની ચતુરાઈ આવી હોય તો જેમ પરને ઉપદેશ આપીને સુંદર ભાષાથી વ્યાખ્યાન આપીને પરનું કલ્યાણ કરવા માટે આ જીવ સારો એવો પ્રયત્ન કરે છે. સુંદર ઉપદેશ આપે છે. વાક્છટાથી સુંદર બોલે છે, તેમ પોતાના આત્માના કલ્યાણ માટે પણ પોતે પ્રયત્ન કરવો જોઈએ. ઘણી વખત પરને ઉપદેશ આપવામાં આ જીવ ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ પોતાના આત્માને સમજાવવામાં તેવો પ્રયત્ન કરતો નથી.