________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૩૧૭
જેમ અભવ્ય જીવો માખીની પાંખને પણ દુ:ખ ન થાય તેવું બહારથી ચારિત્ર પાળે છે. સુંદર ઉપદેશ આપે છે. પણ પોતે કોરો ધાક જ રહે છે. પોતે બહારથી સારૂં જીવન જીવીને આચાર્યપદ પણ પ્રાપ્ત કરી લે છે. આચાર્ય પદ પ્રાપ્ત કર્યા પછી સુંદર વાચનાઓ દ્વારા શિષ્યવર્ગને ધર્મની પ્રેરણા આપી ધર્મમાર્ગમાં જોડે છે. પરંતુ પોતે મોક્ષતત્ત્વની શ્રદ્ધા પણ કરતો નથી, તેનાથી પોતાનું આત્મકલ્યાણ સાધી શકતો નથી.
તેવી જ રીતે કેટલાક આત્માઓ ‘‘પરોપવેશે પષ્ડિત્યમ્'' કહેવતને અનુસારે ઉપદેશ આદિ આપવા દ્વારા બીજા જીવોને ધર્મની ઘણી ઘણી પ્રેરણા આપે છે. છતાં પોતાનું હૃદય તેમાં કોરૂ જ રાખે છે. તેથી પોતાનું આત્મહિત સાધવામાં પ્રમાદ સેવે છે. મુનીન્દ્રો પણ ઘણી વખત આ આત્મહિત સાધી શકતા નથી. તેઓ પણ ક્યારેક મોહવશ થયા છતા આત્મહિત સાધવામાં નિષ્ફળ થાય છે.
આટલી બધી ઉંચી સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી આત્માનું હિત સાધી લેવું. તેમાં જ આત્માની ભલાઈ છે. આત્મકલ્યાણ સાધવું એ જ માનવ જીવનનું મુખ્ય કર્તવ્ય છે. માટે સર્વે પણ મુમુક્ષુ આત્માઓએ સ્વ-પરનું હિત સાધવામાં નિરંતર જાગૃત રહેવું. પોતાનું કલ્યાણ સાધવામાં વિશેષે કરીને સાવધાન રહેવું. આવા પ્રકારના સાનુકુળ સંજોગો ફરીથી મળવા ઘણા જ દુષ્કર છે. રા
यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा ।
મુનિવૃત્તિ તદ્દા તસ્ય, મોક્ષલક્ષ્મી: સ્વયંવા રૂા
ગાથાર્થ જ્યારે મુનિ મહાત્મા સંયમી જીવનમાં આવતી મુશ્કેલીઓને (દુઃખોને) સુખરૂપે સમજે અને ઇન્દ્રિયજન્ય સુખને દુઃખરૂપ સમજે છે. ત્યારે તે મહાત્મા પુરુષને મોક્ષલક્ષ્મી સ્વયં વરે છે. ।।૩૦ના
--