________________
૩૧૮ પંચમ પ્રસ્તાવ
યોગસાર વિવેચન - આ જીવને સંસારી ભાવોનો તથા ઇન્દ્રિયજન્ય સુખોનો આનંદ જે અનાદિકાળનો જામ હતો તે ઓગળી ગયો હોય અને ત્યાગતપ-સંયમ અને સ્વાધ્યાયમાં જ આનંદ લાગ્યો હોય, ત્યારે તેવા પ્રકારના ગુણોની સાધના કરવામાં કદાચ ઉપસર્ગ-પરીષહો આવી પડે તો પણ તે દુઃખો કર્મોની નિર્જરા કરાવનાર હોવાથી તેને આ જીવ જ્યારે સુખ માને છે અને તે દુઃખોને ઘણા જ સમતાભાવપૂર્વક સહન કરે છે તથા તેમાં આત્માનું હિત જ છે. આમ સમજીને તે આર્ત-રૌદ્રધ્યાન કરતો નથી તથા જેમ જેમ વધારે પ્રમાણમાં ઉપસર્ગ-પરીષહો રૂપ કષ્ટો આવે છે. તેમ તેમ કર્મો નાશ થતાં જતાં હોવાથી સમતાના સુખનો આનંદ વધતો જ જાય છે.
તથા ઉત્તમ અને કલ્યાણકારી એવું સંયમી જીવન જીવવામાં આવતું ઈન્દ્રિયજન્ય ક્ષણિક દુઃખ, અક્ષય, અવ્યાબાધ અને અનંત એવા મોક્ષસુખ આપવામાં સમર્થ બને છે. આમ સમજીને અલ્પમાત્રાએ પણ આર્તરૌદ્રધ્યાન કર્યા વિના ઉછળતા ઉલ્લાસે તે દુ:ખ સાધકજીવ સહન કરે છે અને મનથી માને છે કે આ દુ:ખ પરમ અપાર અને અનંત એવા આત્મગુણોની પ્રાપ્તિરૂપ સુખનું કારણ છે. આમ સમજીને મનની મક્કમતા પૂર્વક ઉપસર્ગ-પરીષહ ઘણા હોંશે હોંશે સહન કરે છે. આવા પ્રસંગોમાં ચિત્તને જરા પણ ઉદાસ કે કષાયવાળું બનાવતો નથી.
તથા ઇન્દ્રિયજન્ય સુખ રાગ-દ્વેષાદિ વિકારોનું જ કારણ હોવાથી તે સુખ પણ અનંત અને અપાર દુ:ખનું જ કારણ છે. આમ સમજીને આવા પ્રકારના ભૌતિક સુખથી શક્ય બને તેટલો દૂર રહે છે.
આવા અધ્યવસાયવાળા મુનિ મહાત્માને મુક્તિરૂપી લક્ષ્મી સામેથી આવીને વરે છે. આત્મસમાધિમાં લીન બનેલા મુનિને આત્મગુણોના પરમાનંદનો સાચો અનુભવ થાય છે. સારાંશ કે ભૌતિક દુઃખ સહન