________________
યોગસાર
પંચમ પ્રસ્તાવ
૩૧૯
કરતાં જો સમભાવ રાખવામાં આવે અને ભૌતિક સુખ મોહજનક તથા વિકાર કરનાર હોવાથી તેને દુઃખરૂપ આ જીવ જ્યારે માને છે ત્યારે મોક્ષલક્ષ્મી સામેથી આવીને સ્વયં આવા જીવને વરે છે. તેથી ઘણા સુખશેલીયાપણું ન સેવતાં ઉત્તમ ગુણોની પ્રાપ્તિ માટે દુ:ખ પણ સહન કરતાં શીખવું જોઈએ. કથંચિત્ દુઃખ સહન કરવાની પણ ટેવ પાડવી જોઈએ.
ઉપસર્ગ અને પરીષહોનું દુઃખ અલ્પકાલીન છે અને માત્રામાં પણ અલ્પ છે. જ્યારે તેને સમભાવપૂર્વક સહન કરવાથી પ્રાપ્ત થતું મોક્ષસુખ અનંતકાલ રહેનાર અને અપાર છે. ઉત્તમ આત્માઓએ આવો વિવેક કરવો. દીર્ઘદષ્ટિથી વિચાર કરવો. ।।૩૦।
सर्वं वासनया दुःखं, सुखं वा परमार्थतः । म्लायत्यस्त्रेक्षणेऽप्येको, हतोऽप्यन्यस्तु तुष्यति ॥३१॥
'
ગાથાર્થ - પરમાર્થ દૃષ્ટિએ વિચાર કરીએ તો સાંસારિક સર્વે પણ સુખ અને દુઃખ એ સઘળું ય મનની કલ્પના માત્ર છે. કારણ કે શસ્ત્રોને જોઈને જ એક જીવ ક્ષોભ પામી જાય છે. (ડરી જાય છે) અને બીજો જીવ એ જ શસ્ત્રને જોઈને હણાવા છતાં ઘણો રાજી થાય છે. ।।૩૧।
વિવેચન – મુનિરાજ મહાત્માઓ આત્મકલ્યાણની સાધના કરતાં આવતા દુઃખને સુખ સમજે છે. જેમ ધન કમાવાના અર્થી જીવો ધન કમાવા માટે દેશ-પરદેશ ભટકે, રાત ઉજાગરા કરે, ઉઘરાણી આદિ માટે ધક્કા ખાય તો પણ તે તમામ દુઃખોને ધનથી પ્રાપ્ત થતા ઇન્દ્રિયજન્ય સુખનો આ જીવ અર્થી હોવાથી ગણકારતો નથી. બલ્કે આવાં દુઃખો સહન કરવામાં પણ સુખ સમજે છે. તેવી જ રીતે તત્ત્વદૃષ્ટિ ખૂલતાં જ્યાં જ્યાં આત્મતત્ત્વની સિદ્ધિ થતી હોય ત્યાં ત્યાં તેના માટે સહન કરાતું