________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૧૫ હે જીવ ! ભૂતકાળમાં સૂક્ષ્મ-નિગોદના ભવોમાં અનંત પુદ્ગલ પરાવર્તનકાળ સુધી અવ્યવહાર રાશિમાં રહીને અને ત્યારબાદ બાદર નિગોદના ભવોમાં આવીને અનંત અને અપાર દુ:ખો તે ભોગવ્યાં છે, તે કેમ ભૂલી જાય છે. તે દુઃખોની સામે વ્રતપાલનમાં પડતું કષ્ટ તો નહીંવત્ છે. આ વાત તું કેમ સમજતો નથી ?
નિગોદના ભવોમાં અવ્યક્તપણે દુઃખો ભોગવવાં જ પડે છે. જીવનું લક્ષણ જે જ્ઞાનસંજ્ઞા છે, તે પણ ઘણીખરી આવૃત્ત થઈ જાય છે. ત્યાંથી નીકળીને બાદર નિગોદમાં આ જીવ આવે છે. તે પછી પૃથ્વીકાય, અષ્કાયાદિના ભવોમાં અપાર જન્મ-મરણ કરે છે.
તે કાળે ભૂખ-તરસ-ઠંડી-ગરમી-તાપ આદિ અનેક પ્રકારનાં દુઃખો તથા છેદન-ભેદન-ચીરાવું વિગેરેમાં પણ દુ:ખો આ જીવ ભોગવતો જ આવ્યો છે. હે જીવ ! જો તું તારા આવા દુ:ખવેદનવાળા ભૂતકાળને યાદ કરીશ તો તેની સામે તપાલનમાં તો નહીંવત્ (અલ્પ માત્રાએ જ) દુઃખ છે. શાસ્ત્રને અનુસાર તું તારું ભૂતકાલીન જીવન સ્મરણમાં લાવ, તો તને સમજાશે કે નિગોદાદિના ભવોમાં વધારે દુ:ખ છે કે વ્રતપાલનમાં વધારે દુઃખ છે? એકેન્દ્રિયાદિના ભવોમાં વેઠેલાં દુઃખોને આંખ સામે લાવ તો આ વાત અવશ્ય સમજાશે.
ઉપરની વાતનો દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરીને હે જીવ ! આત્મકલ્યાણને જ કરનારા એવા વ્રતપાલનમાં તું જલ્દી જલ્દી સ્થિર થઈ જા . સંયમમાર્ગમાં આવતા પરીષણો અને ઉપસર્ગોને સમતાભાવપૂર્વક સહન કરીને અનંત ભવોમાં બાંધેલા કર્મોનો વિચ્છેદ કરવા તે તત્પર બની જા. તને કર્મોનો ઉચ્છેદ કરવાની આ એક સુંદર તક મળી છે. માટે સંયમપાલનમાં આવતાં કષ્ટોને સમ્યમ્ભાવે સમતાપૂર્વક સહી લે. વારંવાર આકુળ-વ્યાકુલ ન થા. ખેદ કે વિષાદ ન કરે. આવી કમ ખપાવવાની