________________
૩૧૪ પંચમ પ્રસ્તાવ
યોગસાર શકાય છે. ચારિત્રધર્મ એ કર્મોના ક્ષયનો અનુપમ ઉપાય છે. શાસ્ત્રોમાં પણ ચારિત્ર ધર્મનો મહિમા ઘણો જ જણાવ્યો છે. તેથી સંસાર ત્યજીને ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી લે. સ્વભાવ રમણતારૂપ નિશ્ચય ચારિત્ર અને સમિતિ-ગુપ્તિના પાલન રૂપ દ્રવ્યચારિત્રનો સ્વીકાર કરી લે.
આવું શ્રેષ્ઠ અને મોક્ષના પરમ ઉપાયભૂત ચારિત્ર પાલન કરવાથી આ આત્માની આત્મભાવમાં સ્થિરતા વધતાં સર્વે પણ કર્મોનો ક્ષય થાય છે અને આ આત્માને મુક્તિદશાની પ્રાપ્તિ થાય છે. માટે હે આત્મનું ! હજુ પણ તું જલ્દી કર, તારા પોતાના આત્માને તૈયાર કર. ભોગદશાનો ત્યાગ કર અને યોગદશામાં જોડાઈ જા. //ર૬ll अनन्तान् पुद्गलावर्तान् नात्मन्नेकेन्द्रियादिषु । भ्रान्तोऽसि च्छेदभेदादिवेदनाभिरभिद्रुतः ॥२७॥ साम्प्रतं दृढीभूय सर्वदुःख दवानलम् । व्रतदुखं कियत्कालं, सह मा मा विषीद भोः ॥२८॥
ગાથાર્થ – હે આત્મન્ ! તું એકેન્દ્રિયાદિના ભવોમાં અનંત પુદ્ગલ પરાવર્તન કાળથી ભટક્યો છે અને તે તે ભવોમાં છેદન-ભેદન વિગેરેની ઘોર વેદના વડે તે હેરાન થયેલો છે. જેથી
હવે (આ શાસન મળ્યું છે ત્યારે) મજબૂત હૃદયવાળો બનીને સર્વ દુ:ખોને બાળીને ભસ્મીભૂત કરવામાં દાવાનળ તુલ્ય એવા મહાવ્રતોના પાલનમાં પ્રાપ્ત થતા થોડાક દુઃખને થોડાક સમય સુધી સહન કરી લે, પણ ખેદ કરીશ નહીં, મન ઉંચું કરીશ નહીં. ૨૮
વિવેચન - સંયમી જીવન જીવવામાં ક્યારેક ક્યારેક કોઈક કોઈક મુશ્કેલીઓ પણ આવે છે. પરંતુ તે કાળે સંયમ ધર્મ ઉપર કે સંયમી જીવન ઉપર અપ્રીતિ-નાખુશીભાવ ન આવી જાય અને બોધિદુર્લભતા ન થઈ જાય તે માટે ગુરુવરો હિતશિક્ષા રૂપે શિખામણ આપે છે કે -