________________
યોગસાર પંચમ પ્રસ્તાવ
૩૧૩ પરભવ સુધારવાની આ છેલ્લી તક છે. એમ સમજીને હે જીવ ! તું તારા આત્માને સમજાવી લે. //રપી/ कूटजन्मावतारं स्वं, पापोपायैश्च सङ्कुलम् । व्यर्थं नीत्वा बताद्यापि, धर्मे चित्तं स्थिरीकुरु ॥२६॥ | હે જીવ ! કૂડકપટાદિ કરવા દ્વારા અને પાપમય ઉપાયોથી વ્યાપ્ત એવા તારા પોતાના ભવને તે વ્યર્થ કર્યો છે. તેથી હજુ પણ ધર્મમાં તારા ચિત્તને સ્થિર કર. (જેનાથી તારો ઉદ્ધાર થઈ જાય.) તારો ભવ સુધરી જાય. ||૨૬
વિવેચન - હે જીવ ! તું તારા પસાર કરેલા જીવનને અર્થાત ભૂતકાળને બરાબર જો. પસાર કરેલા આ ભૂતકાળના જીવનમાં કેટલા કેટલા કૂડ-કપટ અને માયા કરી છે ! કેટલા લોકોને છેતર્યા છે? કેટલાં બધાં હિંસા-જૂઠ આદિ પાપો કર્યા છે. ખોટાં ખોટાં પાપો કરીને કેટલા કેટલા ભદ્રિક જીવોને ભોળવ્યા છે ? જૈન શાસ્ત્રોમાં વર્ણવેલાં અઢારે પાપસ્થાનકો સેવીને તીવ્ર અશુભ કર્મ ઉપાર્જન કરીને આ તારા આત્માને ભારેકર્મી બનાવીને પ્રાપ્ત થયેલા દુર્લભ એવા આ મનુષ્યભવને કેમ ગુમાવી રહ્યો છે ! ઉઠ, જાગ. ધર્મપુરુષાર્થ આદરવા જલ્દી તૈયાર થઈ જા.
હજુ પણ હે ચેતન ! બાજી તારા હાથમાં છે. તું વધારે જાગૃત થઈ જા. અનાદિકાળના અભ્યાસવાળા બનેલા પાંચ ઇન્દ્રિયોના વિષયરસની આસક્તિને છોડીને ભોગદશાથી દૂર થઈને યોગદશામાં જોડાઈ જવા માટે સંયમ માર્ગમાં મનને લગાવી દે. તારા મનને સંયમ માર્ગનું રસિક બનાવી લે. ચારિત્ર ધર્મનું વિધિપૂર્વક સુંદર પાલન કરવામાં જોડાઈ જા. જેનાથી અનેક જન્મોમાં બાંધેલા ઘણાં ખરાં કર્મો એક ભવમાં પણ તોડી શકાય છે. પ્રમાદ ત્યજીને સાવધાન થઈ જા.
ઘણા ભવોનાં કર્મો પણ એક ભવમાં સાચી જાગૃતિ વડે તોડી