________________
૨૧૬ તૃતીય પ્રસ્તાવ
યોગસાર પ્રાપ્ત થતાં લયયોગની સિદ્ધિ થાય છે. માટે આત્માના કલ્યાણના સાધક આત્માએ પ્રભુ પ્રત્યેની પ્રીતિમાં, પ્રભુ પ્રત્યેની ભક્તિમાં અને પ્રભુની આજ્ઞાપાલન રૂપ વચનાનુષ્ઠાન અને અસંગ અનુષ્ઠાનમાં લયલીન બનીને અંતિમ સાધ્ય સ્વરૂપ અમૃત અનુષ્ઠાનવાળા બનવું.
આ પ્રમાણે પરમાત્માની સાથે પ્રીતિ બંધાતાં અને તેના દ્વારા સંસારી ભાવોમાંથી ઉદાસીનતા પ્રગટ થતાં આ જીવ ધીરે ધીરે આત્મકલ્યાણનો સાચો સાધક બને છે. ||૩૦ગા. इति साम्यतनुत्राण त्रातचारित्रविग्रहः । मोहस्य ध्वजिनीः धीरो, विध्वंसयति लीलया ॥३१॥
ગાથાર્થ - આ પ્રમાણે સમતાભાવ રૂપી બન્નરને ધારણ કરવાથી ચારિત્રરૂપી શરીરનું રક્ષણ કર્યું છે જેણે એવો યોગી મહાત્મા મોહરાજાની સેનાનો ક્ષણમાત્રમાં વિનાશ કરે છે. /૩૧ી
વિવેચન - આ ત્રીજા પ્રસ્તાવમાં સમતાયોગને પોતાના આત્માની સાથે એકાકારપણે પ્રગટ કરવાના ઉપાયો જણાવ્યા છે. સમતાભાવનું સ્વરૂપ તથા તેનું ફળ આ પ્રસ્તાવમાં સમજાવ્યું છે. સમતાયોગની સિદ્ધિ એ ચારિત્રગુણ રૂપી શરીરનું રક્ષણ કરવાનું એક અજોડ બક્ષર છે. જે બન્નર પહેરવાથી (ધારણ કરવાથી) ચારિત્ર રૂપી શરીરનું સંપૂર્ણપણે સંરક્ષણ થાય છે.
જે મહાત્મા મુનિ મહારાજ સમતાયોગના સેવનરૂપી બખ્તરને સતત ધારણ કરે છે, એટલે કે (૧) સુખ અને દુ:ખના સંજોગોમાં તથા (૨) માન-અપમાનના સંજોગોમાં, (૩) ચડતી-પડતીના પ્રસંગોમાં, (૪) યશ અને અપયશના પ્રયોગોમાં રાગ-દ્વેષ કરતા નથી. ચિત્તને રાગ અને દ્વેષથી મુક્ત રાખીને નિર્મળ રહે છે. રાગ અને દ્વેષ કરવા આ સઘળો પરપ્રત્યયિક ભાવ છે. આમ સમજીને તે બધા પ્રસંગોમાં