________________
દ્વિતીય પ્રસ્તાવ
યોગસાર
વિષય-કષાયોની વાસનાથી જન્ય જે જે દુ:ખો છે, તે સર્વે ભાવદુઃખો છે. આવા પ્રકારનાં ભાવદુઃખો, સંતાપ અને સંક્લેશને ઉત્પન્ન કરે છે. જેનાથી અનંત જન્મ-જરા મરણાદિની પીડાઓ અને નરકનિગોદાદિ ભવોનાં દુઃખો વારંવાર ભોગવવાં જ પડે છે.
૧૧૨
આવા પ્રકારના દ્રવ્યદુઃખો અને ભાવદુઃખોથી દુઃખી જીવો ઉપર કરૂણા (દયા) કરવી તથા તેઓનાં દુઃખોનો નાશ થાય, ઓછાશ થાય તેવો સવિશેષ પ્રયત્ન કરવો. તેઓ ઉપર કરૂણાભાવથી સહાયક થવું.
આ ચારે ભાવનાઓ જીવનને પવિત્ર બનાવનારી છે. જીવનું કલ્યાણ કરનારી છે, અન્યનાં દુઃખો અને સંતાપો દૂર કરનારી આ ભાવનાઓ છે. માટે પોતાના જીવનમાં યથાશક્તિ અવશ્ય લાવવા જેવી છે. આ ભાવનાઓના આગમનથી ઘણા-ઘણા કષાયો મંદ થઈ જાય છે. પોતાનામાં પણ ગુણવત્તા પ્રગટે છે, માટે સતત આ ભાવનાઓનો અભ્યાસ કરવો. જીવન જ આ ભાવનાઓમય બનાવી દેવા-પ્રયત્નશીલ રહેવું અને સજાગ રહેવું.
ક્ષમા-નમ્રતા-સરળતા અને સંતોષ આદિ દશ પ્રકારના યતિધર્મો એ કલ્પવૃક્ષ છે અને મૈત્રી આદિ ચારે ભાવનાઓ તેનું મૂળ છે. જેમ કલ્પવૃક્ષ તેના સેવકની મનોકામના પૂર્ણ કરે છે, તેવી જ રીતે દર્શાવધ યતિધર્મો રૂપી કલ્પવૃક્ષ પણ સેવકની મનોકામના પૂર્ણ કરે છે. (કર્મોની નિર્જરા કરાવવા દ્વારા મુક્તિફળ આપનાર છે) અને મૈત્રી આદિ ચારે ભાવનાઓ તે યથાવિધ યતિધર્મ રૂપી કલ્પવૃક્ષનું મૂલ છે. જો મૂલ હોય તો જ કલ્પવૃક્ષ ઉગે છે અને મીઠાં ફળ આપે છે, તેમ મૈત્રી આદિ ભાવનાઓ રૂપી મૂલ જો જીવનમાં ઉગ્યું હોય તો જ દવિધ યતિધર્મરૂપી કલ્પવૃક્ષ ઉગે છે અને કર્મોની નિર્જરારૂપી મીઠાં ફળો આપે છે.