________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૮૯
“જિન સ્વરૂપ થઈ જે જિન આરાધે, તે સહી જિનવ૨ હોવેજી । ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભંગી જગ જોવે રે ।।”
જે આત્મા સાંસારિક રાગાદિ ભાવોને ત્યજીને જિનવરને આરાધે છે, તે અવશ્ય જિનવર થાય છે. જેમ કે ઇયળ ભમરીનું ધ્યાન કરતી છતી ભમરી તેને ચટકો ભરે તેના પ્રભાવથી ઇયળ પોતે જ ભમરી બની જાય છે. તેની જેમ જે જીવ સાંસારિક રાગાદિને ત્યજીને વીતરાગને આરાધે છે, તે જીવ વીતરાગના આરાધનથી પોતે જ વીતરાગ બની જાય છે.
આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માના ધ્યાનમાં એકાગ્ર બનેલો શ્રાવક અને શ્રાવિકા પણ વીતરાગપણે પ્રગટ થાય છે.
આ આત્મા સાંસારિક ભાવોને ગૌણ કરીને અને રાગાદિ કષાયોને જીતીને સાચા હૃદયથી જો વીતરાગ પ્રભુની આરાધના કરે છે તો તે આત્મા પણ અવશ્ય વીતરાગપણે પરિણામ પામે છે અર્થાત્ વીતરાગ બની જ જાય છે. ॥૪૨॥
रागादिदुषितं ध्यायन्, रागादि विवशो भवेत् । कामुकः कामिनीं ध्यायन्, यथा कामैकविह्वलः ॥४३॥
ગાથાર્થ - રાગ-દ્વેષ આદિ ભાવોથી દુષિત બનેલા જીવનું ધ્યાન કરતો આત્મા પણ રાગાદિ કષાયોને જ પરવશ થાય છે. જેમકે કામાંધ
પુરુષ કામિનીનું ચિંતન કરતો છતો કામવાસનામાં જ એકાન્તે આકુલવ્યાકુલ બને છે. ૪ના
વિવેચન – જેમ કામવાસનાને આધીન પુરુષ કામિનીનું ચિંતન કરતો છતો કામવાસનાથી જ વધારે ને વધારે આકુલ-વ્યાકુલ થાય છે, તેમ રાગ-દ્વેષ આદિ દોષોથી દૂષિત એવા દેવનું ધ્યાન કરનારો જીવ