________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ તેવા રાગ-દ્વેષાદિ વિકારો આવવાથી આ જીવ વધારે સંસારી જ બની જાય છે, તેથી સંસાર જ વધારવામાં સહાયક એવા તે દેવોની પ્રસન્નતા અને અપ્રસન્નતા વડે આવા સાધક જીવને સર્યું.
મહાત્મા પુરુષો કૌતુકથી પણ આવા રાગ-દ્વેષને કરાવનારાં અશુભ આલંબનોનો ત્યાગ કરે છે. આવા ખુશ-નાખુશ થનારા દેવોથી દૂર જ રહે છે. તેમની સહાયથી કદાચ સાનુકૂળતા મળે તો રાગના સંકલ્પવિકલ્પો શરૂ થાય છે અને પ્રતિકૂળતાઓ મળે તો બ્રેષના સંકલ્પ-વિકલ્પો ચાલુ થાય છે. પણ આ દેવોની સહાય સંકલ્પ-વિકલ્પોની જ હારમાળા જન્માવે છે. તેથી તેવા દેવોની સહાય વડે આત્માર્થી જીવને સર્યું?
ઉત્તમ આત્માઓ એવું પવિત્ર જીવન અને ઉંચા ગુણોવાળું જીવન જીવે છે કે જેનાથી આકર્ષાઈને માનવોની જેમ દેવો પણ તેઓની સેવા માટે તેની ચારે તરફ સેવાની રાહ જોતા ફરતા રહે છે. યોગી આત્માઓ દેવ પાછળ ફરતા નથી, પરંતુ દેવો યોગી આત્મા તરફ સેવા માટે ફરતા રહે છે. સાંસારિક દેવોની ઉપાસના કરવાથી ચિત્ત તેની પ્રસન્નતા અને અપ્રસન્નતામાં જ રાગાંધ બને છે. કદાચ તેઓ અનુકૂળતામાં સહાયક થાય તો પણ અને પ્રતિકૂળતાઓ આપે તો પણ આ જીવમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ ઉત્પન્ન કરનારા બને છે. કારણ કે ઇષ્ટ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેની જે વિચારણા તે પણ આર્તધ્યાન અને અનિષ્ટ વસ્તુઓના વિયોગની વિચારણા તે પણ આર્તધ્યાન. આવા પ્રકારનું આર્તધ્યાન જ કરાવનારા આ દેવો છે અને આ જીવમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન વધવાથી તે જીવ ધર્મધ્યાન માટે અયોગ્ય બની જાય છે.
કદાચ તે દેવો સાનુકૂળતાઓ આપે તો પણ તે સાનુકૂળતાઓનો રાગ વધવાથી છેવટે તો સંસાર જ વધે છે. માટે આત્માર્થી જીવોએ આવા મોહક પ્રલોભનો ત્યજીને વીતરાગ પરમાત્માની જ ઉપાસના