________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ रागादयस्तु पाप्मानो, भवभ्रमणकारणम् । न विवादोऽत्र कोप्यस्ति, सर्वथा सर्वसंमतेः ॥४४॥
ગાથાર્થ – પાપી એવા રાગાદિ દોષો જ ભવની ભ્રમણાનું કારણ છે. આ બાબતમાં કોઈ વિવાદ નથી, પરંતુ સર્વ રીતે સર્વેને આ વાત માન્ય છે. //૪૪ની
વિવેચન - સંસાર પરિભ્રમણનું જો કોઈ પ્રધાન કારણ હોય તો તે રાગાદિ કષાયો, પાંચ ઈન્દ્રિયોના વિષયોની આસક્તિ અને તે માટે કરાતાં હિંસા-જૂઠ-ચોરી આદિ પાપસ્થાનકોનું સેવન આ જ સંસાર પરિભ્રમણનું કારણ છે.
અનાદિકાળથી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત એવો આ જીવ કડવાં કડવાં ફળ આપનારા પાપકર્મો બાંધે છે અને તેના ફળ સ્વરૂપે નર-નારકાદિ ચારે ગતિમાં જન્મ-મરણાદિનાં દુ:ખો પામે છે તથા આધિ-વ્યાધિ અને ઉપાધિ તથા રોગ-શોકાદિનાં ભયંકર દુઃખો આ જીવ પામે છે. પરમાધામી દેવો દ્વારા નરકાદિમાં અનેક પ્રકારનું તાડનમારણનું દુ:ખ પણ પામે છે.
આ વાતનો સર્વ દર્શનકારો સ્વીકાર કરે છે તથા પ્રત્યક્ષ નજરે પણ દેખાય છે. આ માન્યતામાં કોઈ વ્યક્તિનો કે કોઈ દર્શનકારનો વિરોધ કે વિવાદ નથી. સર્વને માન્ય છે. આવા પ્રકારની વિષયોની આસક્તિ કે ભોગોની ભૂખને કોઈ કોઈ ધર્મસૂત્રકારો અવિદ્યા-વાસના કહે છે, કોઈ ક્લેશ કહે છે.
સર્વે પણ જીવોને રાગ-દ્વેષાદિ કષાયોના કારણે સંસાર થાય છે અને તે રાગાદિ કષાયોનો સમૂળ ક્ષય કરવાથી મોક્ષ થાય છે. આ વાત સર્વ દર્શનકારોને સમ્મત છે, તે માટે મોક્ષની ઇચ્છાવાળા સાધક જીવોએ સંસાર પરિભ્રમણના હેતુભૂત રાગ-દ્વેષાદિ દોષોનો નાશ કરવા માટે