________________
(દ્વિતીય પ્રસ્તાવ ) અs I તત્ત્વનાશ : |
सर्वेऽपि साम्प्रतं लोकाः, प्रायस्तत्त्वपराङ्मुखाः । क्लिश्यन्ते स्वाग्रहग्रस्ता, दृष्टिरागेण मोहिताः ॥१॥
ગાથાર્થ - વર્તમાનકાળમાં સર્વે પણ લોકો પ્રાયઃ તત્ત્વથી વિમુખ એવા પોતાના આગ્રહને વશ થયા છતા દૃષ્ટિરાગ વડે મોહાંધ થઇને પીડાય છે, દુ:ખી દુ:ખી થાય છે. ||૧||
વિવેચન - વર્તમાનકાળના જીવો પંચમ આરાના પ્રભાવે ઘણા જ દૃષ્ટિરાગવાળા છે. પોતપોતાના મતના અત્યંત આગ્રહવાળા છે. એટલે કે સાચું તત્ત્વ શું છે ? વીતરાગ ભગવંતોએ શાસ્ત્રોમાં શું કહ્યું છે ? તે સમજવા-સાંભળવા પણ તૈયાર નથી. પરંતુ પોતાની મતિ પ્રમાણે જે તત્ત્વ જેમ બેઠું તે તત્ત્વ તેમ બેસાડીને તેને જ સત્ય માની લેતા જીવો છે. નથી તો ઉંડો શાસ્ત્રોનો અભ્યાસ કરતા કે નથી તો ગુરુનો સમાગમ કરતા તથા નથી સત્સંગ કરતા કે નથી તો ઊંડો સ્વાધ્યાય કરતા, તથા સાચો માર્ગ પામવાની તમન્ના પણ રાખતા નથી. આવા પ્રકારના કદાગ્રહી અને સ્વપક્ષના આગ્રહી એવા વર્તમાનકાળના જીવો ઉપર અતિશય જાણે ઘણી કરૂણા ઉત્પન્ન થઈ હોય તેવા ભાવે ભીંજાયેલા હૃદયવાળા ગ્રંથકાર મહર્ષિ તેવા જીવોને પણ તત્ત્વનું રહસ્ય સમજાવતાં પહેલાં તેવા જીવોના મનની પરિસ્થિતિનું વર્ણન કરતાં કહે છે કે -
આ કાળે ઘણા ખરા લોકો પોતે માનેલી માન્યતાઓને જ વશ થયેલા છે. સાચું તત્ત્વ શું છે ? તે જાણવા જરા પણ ઉત્સુક થતા