________________
૯૨
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
અને વીતરાગ દશા મેળવવા માટે વીતરાગ પરમાત્માની જ ઉપાસનાસેવા-ધ્યાન કરવું જોઈએ.
વીતરાગ પરમાત્માએ પોતે જ પોતાના જીવનમાં આવા પ્રકારની વીતરાગતા પ્રગટ કરવા માટે અને રાગ-દ્વેષાદિ દોષોનો વિનાશ કરવા માટે સમતા, ધ્યાન, સમાધિ, અહિંસા, સંયમ, તપ, બ્રહ્મચર્ય આદિ ઉત્તમ-ઉત્તમ અનુષ્ઠાનોનું સેવન કર્યુ હતું અને વીતરાગતા તથા કેવલજ્ઞાનાદિ ગુણો સાધીને ભવ્ય જીવોના ઉપકાર માટે પોતે પણ તે જ ધર્મોનું પ્રતિપાદન કર્યું હતું.
તે કારણથી સર્વે પણ સાધક આત્માઓએ આ જ માર્ગ સ્વીકારવા જેવો છે. રાગાદિ કષાયોને જીતવા માટે ઘણો ભગીરથ પ્રયાસ આદરવો જોઈએ. આ દોષો આજ-કાલના નથી. અનાદિના છે. ગાઢ છે, ઊંડા છે. તેથી તેના નાશનો પ્રયત્ન પણ સવિશેષ પ્રમાણમાં થવો જોઈએ તો જ તે દોષો જાય, અન્યથા ન જાય. દોષો આપણામાં જ છે અને આપણે જ તે દોષો કાઢવાના છે માટે તે દોષો કાઢવા આપણે જ પ્રયત્ન કરવો જોઈએ. પોતે જ વધારે સજાગ બનવું જોઇએ. ॥૪૪॥ वीतरागमतो ध्यायन्, वीतरागो विमुच्यते । रागादिमोहितं ध्यायन्, सरागो बध्यते स्फुटम् ॥४५॥
ગાથાર્થ – આ કારણથી વીતરાગ પરમાત્માનું ધ્યાન કરતો આત્મા સ્વયં પોતે વીતરાગ બનીને સંસારના પરિભ્રમણથી મુક્ત બને છે અને રાગાદિ દોષોથી ગ્રસ્ત એવા દોષિતનું ધ્યાન કરતો આત્મા સરાગી બનીને કર્મોથી બંધાય છે. ૪૫।।
વિવેચન – જે જીવનો ઉપયોગ જે વિષયમાં વધારે જોડાય છે, તે જીવ કાલાન્તરે તેવી દશાને પામે છે. જેમ સંસારમાં જેનો ઉપયોગ વધારે