________________
૬૦
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર યોગને પામે છે. ધ્યાન દ્વારા આત્મા ઘણા ચિકણા કર્મોનો પણ નાશ કરી શકે છે. પરમાત્મા કેવળજ્ઞાન પામ્યા પહેલાં ઘણો સમય ધ્યાનમાં જ પસાર કરે છે. તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ નીચે પ્રમાણે કહ્યું છે. उत्तमसंहननस्य एकाग्रचिन्तानिरोधो ध्यानम् ॥९॥
ઉત્તમ સંઘયણવાળા જીવો એકાગ્રપણે જે ચિંતન-મનન કરે અને તેરમાં ગુણઠાણના અંતે જે યોગનિરોધ કરે તે બન્નેને ધ્યાન કહેવાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે – “વન્તા-ભાવનાપૂર્વો સ્થિરોડષ્યવસાય: ધ્યાનમ્” ચિંતવણા કરવા પૂર્વક અને ભાવનાપૂર્વકનો જે સ્થિર એવો અધ્યવસાય તે ધ્યાન કહેવાય છે.
ચિંતા - એટલે ચિંતન કરવું. વિચારણા કરવી. કોઈ પણ એક વિષયમાં ઊંડા ઉતરવું. તે તે વિષયના વિચારોમાં લયલીન થવું.
ભાવના - અભ્યાસ રૂપ છે. જીવનમાં ઉતારવા સ્વરૂપ છે. આચરણ કરવું. ધ્યાનયોગમાં પ્રવેશવા માટે જ્ઞાનભાવના, દર્શનભાવના, ચારિત્રભાવના અને વૈરાગ્યભાવના રૂપે ચાર પ્રકારની ભાવના છે. શાસ્ત્રોમાં જે ગ્રહણ અને આસેવન એમ બે પ્રકારની શિક્ષા જણાવી છે, તેમાં ચિંતવણા એ ગ્રહણશિક્ષા રૂપ છે અને ભાવના એ આસેવન શિક્ષાસ્વરૂપ છે.
આ પ્રમાણે પરમાત્માએ કહેલા આગમોના અર્થનું ચિંતન કરવા રૂપ ગ્રહણશિક્ષા અને તેમાં કહ્યા પ્રમાણે પંચાચારાદિ વ્રતોનું પાલન કરવું તે આસેવન શિક્ષા છે. આ બન્ને ભાવોની જીવનમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ કરવી તે ધ્યાન છે. તે ધ્યાનના સામાન્યથી ૪ ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્મબંધનો હેતુ હોવાથી હેય છે, ત્યાજ્ય છે. પરંતુ ધર્મધ્યાન અને