________________
યોગસાર
પ્રથમ પ્રસ્તાવ
૬૯
શ્રાવિકાના જીવનમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકારનાં શ્રાવક જીવનને યોગ્ય વ્રતો ધારણ કરે છે. કોઈક જીવમાં સંપૂર્ણપણે બ્રહ્મચર્ય પાળવારૂપ અથવા સ્વદારાસંતોષાદિ સ્વરૂપ એકાદ વ્રતનું પાલન કરવાનું વ્રત પણ આવે છે. આ પ્રમાણે દેશવિરતિધર્મ સ્વીકાર કરવાપૂર્વક મોહનીયકર્મનો વિજય કરવા માટે આ આત્મા સિંહની જેમ તત્પર થાય છે. કર્મોનો નાશ કરવા માટે દેશવિરતિધર્મ સ્વીકારી સિંહની જેમ કર્મોની સામે યુદ્ધ કરે છે.
પશુઓમાં સિંહ જેમ એકલો હોય તો પણ ગાય-ભેંસ-બકરાં અને હાથી આદિ અનેક પશુઓનો સંહાર કરી શકે છે. તેની જેમ બળવાન સાધક એવો આ શ્રાવક પણ આણંદ અને કામદેવની જેમ યથાશક્તિ વ્રતો ધારણ કરી યથાર્થપણે પાલન કરી કર્મો ખપાવવા તથા સ્વર્ગ અને મોક્ષનાં સુખો મેળવવા તત્પર-સમર્થ થાય છે.
શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં અણુવ્રતાદિનું પાલન કરતાં કરતાં સામાયિક-પૌષધ આદિના આચરવાના કાળે ધ્યાન અને કાયોત્સર્ગાદિ કરવા દ્વારા આત્મતત્ત્વની વિચારણા કરતાં કરતાં પરિણામની ધારા ઘણી જ નિર્મળ બને છે. તેનાથી આણંદ અને કામદેવ આદિ શ્રાવકોની જેમ અવધિજ્ઞાન પણ આ જીવને પ્રગટ થાય છે તથા ધીરે ધીરે આત્મકલ્યાણની ભાવના વધતાં આ જીવને ઉદયન મંત્રીની જેમ સર્વવિરતિધર થવાના ભાવ પણ જાગે છે. આ રીતે આત્મતત્ત્વનો ભાવથી વિકાસ થાય છે. આત્મતત્ત્વની પ્રાપ્તિનો આ જ શ્રેષ્ઠ ઉપાય 9.113211
श्रावको बहुकर्मापि, पूजाद्यैः शुभभावतः । दलयित्वाऽखिलं कर्म, शिवमाप्नोति सत्त्वरम् ॥३३॥
ગાથાર્થ શ્રાવક અને શ્રાવિકા ઘરસંબંધી ઘણા આરંભસમારંભાદિના બહુ કર્મોવાળો હોવા છતાં પણ પૂજા આદિ ધર્મનાં કાર્યો
-