________________
૭૮ પ્રથમ પ્રસ્તાવ
યોગસાર નથી. પરંતુ સાધક પોતે જ પોતાના એકાકારરૂપ શ્રેષ્ઠ અધ્યવસાયો દ્વારા જ આત્મકલ્યાણ સાધે છે. તે કલ્યાણની પ્રાપ્તિ પ્રભુ પ્રત્યેના અનન્ય ભાવના કારણે થઈ છે, તેથી પરમાત્માથી કલ્યાણની પ્રાપ્તિ થઈ અથવા પરમાત્માએ તે સાધકનું કલ્યાણ કર્યું. આમ ઉપચાર કરાય છે. बुद्धो वा यदिवा विष्णुर्यद्वा ब्रह्माथवेश्वरः । उच्यतां स जिनेन्द्रो वा, नार्थभेदस्तथापि हि ॥३६॥
ગાથાર્થ – શ્રી વીતરાગ પરમાત્માને બુદ્ધ કહો કે વિષ્ણુ કહો અથવા બ્રહ્મા કહો કે ઈશ્વર કહો અથવા જિનેશ્વર કહો, તેથી તેમાં કંઈ અર્થભેદ થતો નથી. બધા જ નામોનો અર્થ એક જ પદાર્થમાં ઘટી શકે છે. //૩૬ll.
વિવેચન - શ્રી વીતરાગ પરમાત્માને ભિન્ન ભિન્ન નામોથી કહી શકાય છે. કારણ કે ભિન્ન ભિન્ન નામોનો અર્થ તેઓશ્રીમાં સંભવે છે.
(૧) અનંત બુદ્ધિના (જ્ઞાનના) સ્વામી હોવાથી આ વીતરાગ પ્રભુ જ સાચા બુદ્ધ છે.
(૨) ત્રણે ભુવનના જીવોને સાચું તત્ત્વ આપનારા સમજાવનારા) છો, તેથી સાચા માર્ગમાં રાખનારા-પાલનપોષણ કરનારા છો, માટે તમે જ સાચા વિષ્ણુ છો.
(૩) સર્વ જીવોમાં સાચો-સરળ અને હિતકારી માર્ગ ઉત્પન્ન કરનાર (પ્રગટ કરનાર) છો માટે તમે જ સાચા બ્રહ્મા છો.
(૪) તમે પ્રગટપણે અનંતગુણોના સ્વામી છો, તેથી તમે જ સાચા ઈશ્વર છો.
(૫) રાગ-દ્વેષાદિ દોષોને જીતનારા જીવોમાં તમે જ ઈન્દ્ર સમાન છો. કારણ કે તીર્થંકર પ્રભુ છો. તેથી તમે જ સાચા જિનેન્દ્ર છો.