________________
પ્રથમ પ્રસ્તાવ
યોગસાર
અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. આ રીતે મહાત્મા પુરુષો યથાર્થ સાચા જ્ઞાની થયા છતા ઠરેલ, શાંત અને ગંભીર તથા ક્ષમાશીલ સ્વભાવવાળા બને છે. પણ ક્યારેય કષાયો કરતા નથી. કષાયો સત્તામાં જ નથી, તો ઉદયમાં આવે ક્યાંથી ? આવા પ્રકારના તત્ત્વજ્ઞ મહાત્મા પુરુષો હોય છે, તેઓ કષાયરહિત હોવાથી અને પૂર્ણજ્ઞાની હોવાથી ક્યારેય પણ વિવાદ (ઝઘડા-ક્લેશ) કરે ખરા ? અર્થાત્ ન જ કરે. આવા પ્રકારના આ ધીર વીર ગંભીર વીતરાગ પરમાત્મા હોય છે. તે જ સાચા શ્રદ્ધેય છે. ।।૩૮।। स्वरूपं वीतरागत्वं, पुनस्तस्य न रागिता । रागो यत्र तत्रान्ये दोषा द्वेषादयो ध्रुवं ॥ ३९॥
૮૨
ગાથાર્થ – તે પરમાત્માનું સ્વરૂપ જ વીતરાગપણું છે. પણ જે સરાગિતા છે તે પરમાત્માનું સ્વરૂપ નથી. કારણ કે જ્યાં રાગ નામનો દોષ હોય છે, ત્યાં દ્વેષાદિ અન્ય દોષો હોય જ છે (આવે જ છે.) ૩૯॥
-
વિવેચન – સાચા દેવનું સ્વરૂપ વીતરાગતા છે. કારણ કે રાગ હોય તો દ્વેષ આવે જ છે અને રાગ-દ્વેષ આવવાથી બીજા દોષો પણ જીવનમાં આવે જ છે. એટલે જેનામાંથી રાગ ચાલ્યો ગયો છે, તેને દ્વેષ ક્યારેય થતો જ નથી. માટે જ વીતરાગ પ્રભુનું નામ વીતરાગ કહેવાય છે, પણ વીદ્વેષ કે વીતરાગદ્વેષ કહેવાતું નથી.
રાગ-દ્વેષ જવાથી મદ-માનાદિ કષાયો પણ જાય જ છે, તેથી રતિ-અરતિ, હાસ્ય-શોક-ભય આદિ નોકષાયો પણ જાય જ છે. કષાયો જ્યાં ન હોય ત્યાં નોકષાયો ટકતા જ નથી. એટલે જ ક્ષપકશ્રેણીમાં પ્રથમ નોકષાયોનો ક્ષય કર્યા પછી જ તે જીવ કષાયોનો ક્ષય કરે છે. તેમાં પણ ક્રોધ-માન-માયાનો ક્ષય કર્યા પછી જ દશમા ગુણઠાણે છેલ્લે લોભનો (રાગનો) ક્ષય કરે છે. તેથી જ જેમાં રાગ નથી, તેમાં બધા જ