________________
યોગસાર પ્રથમ પ્રસ્તાવ
૮૧ વિવેચન - યથાવસ્થિત વીતરાગ પ્રભુનું સ્વરૂપ જે આત્માઓએ જાયું છે તે જ આત્મા સાચા દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ સમજી શકે છે અને તેમની ભક્તિ-સેવા કરે છે. તે જ સાચા જ્ઞાની પુરુષો છે. માટે વીતરાગ પ્રભુ કેવા હોય? તેઓનું સ્વરૂપ શું? તે જાણવા ખાસ પ્રયત્ન કરવો. તેના સાચા સ્વરૂપને જાણીને પોતાના આત્મામાં પણ તેનું વીતરાગ સ્વરૂપ પ્રગટ કરવા સ્વસ્વરૂપમાં જે લીન બન્યા છે અને તેથી જ તેના ઉપાયભૂત તત્ત્વમાં જ વિશ્રાન્ત થઈ છે દૃષ્ટિ જેની એવા મહાત્મા પુરુષો ક્યાંય વાદવિવાદ કરતા નથી, ઝઘડા કરતા નથી, ક્લેશ કરતા નથી. કારણ કે વાદવિવાદ કરવાથી વેરઝેર વધે છે અને કડવાશ પથરાય છે.
સમતાભાવ અને સમાધિભાવનાં જે સાધનો છે, ક્ષમા-નમ્રતાસરળતા-સંતોષ-મૈત્રી-મૃદુતા અને કરૂણા આદિ આત્માના જે ગુણો છે તે ગુણો વાદ-વિવાદથી ચાલ્યા જાય છે. આ કારણે જ સાચો તત્ત્વજ્ઞાની આત્મા વાદ-વિવાદથી દૂર રહી સ્વસ્વભાવમાં જ મગ્ન બને છે.
વીતરાગદશાને પામેલા પરમાત્મા (બારમાં ગુણસ્થાનકે થઈને) અવશ્ય તેરમાં ગુણઠાણે જ જાય છે અને કેવળજ્ઞાની તથા કેવલદર્શની બને જ છે. તેથી દેવેન્દ્રોથી વંદિત ત્રિભુવન ગુરુ થાય છે. આ જ આત્મા સાચા દેવ છે. આવા પ્રકારનું સાચું દેવનું સ્વરૂપ જાણીને તેમના જ ધ્યાનમાં લયલીન બનીને તેવું જ સ્વરૂપ સત્તાથી પોતાનું પણ છે. આમ જાણીને તે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા આ આત્મા સમર્થ બને છે. પોતાનું વીતરાગ તથા સર્વજ્ઞપણાનું સ્વરૂપે પ્રગટ કરવા માટે આ જીવ ઉત્સાહિત થાય છે.
પોતાનું વીતરાગ-સર્વજ્ઞ સ્વરૂપ પ્રગટ કરી તેમાં ગુણસ્થાનકે આરોહણ કરીને પરમાત્મદશાનું યથાર્થ સ્વરૂપ લોકોને સમજાવી સમ્યજ્ઞાનનો પ્રચાર કરે છે અને લોકોના મનમાં રહેલા ભ્રમ તથા